7 મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં સુરત સિવાયની બાકી તમામ 25 બેઠકો પર મતદાન યોજાયું હતું. ગુજરાતમાં કુલ 60.13 ટકા મતદાન થયું હતું. ઈલેક્શન કમિશન દ્વારા મતદાનના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડા પ્રમાણે ગુજરાતમાં 60.13 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન વલસાડમાં થયું હતું. વલસાડમાં કુલ 72.71 ટકા મતદાન થયું હતું.

કઈ બેઠક પર કેટલું મતદાન થયું ?
કચ્છ 56.14 ટકા મતદાન
બનાસકાંઠા 69.62 ટકા મતદાન
પાટણ 58.36 ટકા મતદાન
મહેસાણા 59.86 ટકા મતદાન
સાબરકાંઠા 63.56 ટકા મતદાન
ગાંધીનગર 59.80 ટકા મતદાન
અમદાવાદ પૂર્વ 54.72 ટકા મતદાન
અમદાવાદ પશ્ચિમ 55.45 ટકા મતદાન
સુરેન્દ્રનગર 55.09 ટકા મતદાન
રાજકોટ 59.69 ટકા મતદાન
પોરબંદર 51.83 ટકા મતદાન
જામનગર 57.67 ટકા મતદાન
જૂનાગઢ 58.91 ટકા મતદાન
અમરેલી 50.29 ટકા મતદાન
ભાવનગર 53.92 ટકા મતદાન
આણંદ 65.04 ટકા મતદાન
ખેડા 58.12 ટકા મતદાન
પંચમહાલ 58.85 ટકા મતદાન
દાહોદ 59.31 ટકા મતદાન
વડોદરા 61.59 ટકા મતદાન
છોટા ઉદેપુર 69.15 ટકા મતદાન
ભરૂચ 69.16 ટકા મતદાન
બારડોલી 64.81 ટકા મતદાન
નવસારી 59.66 ટકા મતદાન
વલસાડ 72.71 ટકા મતદાન






આ કાર્યક્રમમાં બીના મહેતાએ એક સોલો પર્ફોમન્સ અને પોતાની ચાર વિદ્યાર્થિનીઓ પાયલ પરીખ, વિશ્રુતી પટેલ, અશિતા પટેલ અને અરૂણા ઝવેરી સાથે ગ્રુપ પર્ફોમન્સ પણ કર્યું હતું. બીના પરીખે અહીં સોલો ભામા કલ્પમ કુચીપુડી ક્લાસિકલ ડાન્સ રજૂ કર્યો હતો. જ્યારે વિદ્યાર્થિનીઓ સાથે પૂર્વરંગમ્ ક્લાસિકલ ડાન્સ રજૂ કર્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમ વિશે ચિત્રલેખા.કોમે બીના પરીખ સાથે વાત કરી. ત્યારે તેમણે જણાવ્યું કે, “મારી માટે તો આ ભગવાને પોતે ત્યાં પર્ફોમન્સ કરવા માટે બોલાવ્યા હોય તેવો અનુભવ રહ્યો છે. જે જગ્યાએ પ્રસ્તુતિ કરવાની હતી તે જગ્યાના વાઈબ્રેશન જ એટલા સારા હતા કે આ કાર્યક્રમ જીવનભરનું સંભારણું બની ગયો. જ્યારે આ પ્રસ્તુતિ રજૂ કરવા માટે મને આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે હું ન્યૂઝીલેન્ડ ફરવા માટે ગઈ હતી. ત્યાં જાણ થતાં જ તરત પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. સાથે જ વિદ્યાર્થિનીઓ સાથે પણ પ્રસ્તુતિ રજૂ કરવાની હોવાથી ઓનલાઈન ક્લાસ શરૂ કરી દીધા હતા. પછી તો એવું થઈ ગયું કે ક્યારે પ્રવાસ પૂરો થાય અને ક્યારે ભારત પરત ફરીને વિદ્યાર્થિનીઓ સાથે પ્રેક્ટિસ શરૂ કરી દઉં.”
‘સંકટ મોચન સંગીત સમારોહ’એ ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલ સંકટ મોચન હનુમાન મંદિર ખાતે છેલ્લાં 100 વર્ષથી યોજાતો વાર્ષિક સંગીત સમારોહ છે. જેમાં ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય રજૂ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં પદ્મશ્રી અને પદ્મવિભૂષણ પંડિત હરિપ્રસાદ ચોરસિયા, ગ્રેમી એવોર્ડ વિજેતા પં. વિશ્વમોહન ભટ્ટ અને તબલા ઉસ્તાદ અકરમ ખાને શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતિ રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. યુ. રાજેશ મેન્ડોલિન અને પંડિત શિવમણીએ ડ્રમ પર હાથ અજમાવ્યો હતો. સંગીત સમારોહમાં અનૂપ જલોટા અને કવિતા કૃષ્ણમૂર્તિ જેવાં પ્રસિદ્ધ ગાયક કલાકારોએ પણ પોતાની પ્રસ્તુતિ રજૂ કરી હતી.
C3Sના ડિરેક્ટર કાર્લો બૂનટેમ્પોએ કહ્યું હતું કે વર્ષના પ્રારંભમાં અલ નિનો એની ચરમસીમાએ હતું અને પૂર્વી ઉષ્ણકટિબંધ પ્રશાંત ક્ષેત્રમાં સમુદ્રની સપાટીનું તાપમાન હવે ન્યુટ્રલ સ્થિતિઓ તરફ પરત ફરી રહ્યું છે. બીજી બાજુ, ગ્રીનહાઉસ ગેસોની વધતી સાંદ્રતાને કારણે સમુદ્ર અને વાયુમંડળમાં હાજર વધારાની એનર્જી વૈશ્વિક તાપમાનને નવા રેકોર્ડ તરફ ધકેલતી રહેશે.

તલાલા અને તેની અસપાસના ગામોમાં આંચકાઓ અનુભવાયા છે. બપોરે 3-18 કલાકે આવેલા આ ભૂકંપનું કેન્દ્ર તલાલાથી 12 કિલોમીટર દૂર નોર્થ-નોર્થઈસ્ટમાં આવેલું છે તેવી માહિતી ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપી છે.
