અમદાવાદ: લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેના રોજ, મંગળવારે થવાનું છે. જેમાં ગુજરાતની તમામ 26માંથી 25 બેઠકનું મતદાન યોજાવાનું છે. આથી મતદાન પહેલાં EVM/VVPAT મશીન તેમજ મતદાન સામગ્રીને મતદાન મથક સુધી પહોંચાડવાની કામગીરી આજે કરવામાં આવી હતી.
ચૂંટણી વિભાગના અધિકારીઓ અને સરકારના જુદાં-જુદાં વિભાગમાંથી ચૂંટણીની ફરજ સાથે જોડાયેલાં અધિકારીઓ વહેલી સવારથી જ ગુજરાતભરના નક્કી કરેલાં સ્થળો પરથી EVM-VVPAT મશીન અને મતદાનની સામગ્રીની ખરાઈ કરી ચૂસ્ત સુરક્ષા-બંદોબસ્ત વચ્ચે મતદાન મથકો સુધી પહોંચાડી હતી.
અમદાવાદ શહેરના રવાનગી કેન્દ્રો પરથી સુપ્રત કરેલ મતપત્રો, મતદાર યાદીની કોપી (ત્રણ નકલમાં), ધાતુનું સીલ, વિશિષ્ટતાદર્શક સિક્કો/મતકુટિર, એરોક્રોસ માર્ક, અવિલોપ્યશાહીની બોટલ, ગ્રીન/પીંક પેપરસીલ, સ્પેશિયલ ટેગ, મતદાન મથકનો વિસ્તાર દર્શાવતી નોટીસ, હરીફ ઉમેદવારોની યાદી, ઉમેદવાર તથા ચૂંટણી એજન્ટની સહીના નમૂના, પરચુરણ કીટ જેવી ઉપયોગી મતદાનની સામગ્રી સુપ્રત કરવામાં આવી હતી.
લોકસભા 2024ની ચૂંટણીના મતદાન માટે સ્ટ્રોંગ રૂમમાંથી CCTV કેમેરા, સશસ્ત્ર પોલીસ દળની હાજરીમાં એ.એમ.ટી.એસ સંચાલિત બસોમાં મતદાન સામગ્રી રવાના કરવામાં આવી હતી.સ્ટ્રોંગ રૂમથી મતદાન મથક સુધી મતદાન સામગ્રી પહોંચાડવા માટે એકલા અમદાવાદની આસપાસ એકવીસ જેટલા સેન્ટર તૈયાર કરવામાં આવ્યા હતા.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)







આ મસાલાને 50-50 કિલોની મોટી બોરીઓમાં ભરીને બજારોમાં મોકલવામાં આવતા હતા. પોલીસની સૂચના પર ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ નિરીક્ષણ કરીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે ઘટનાસ્થેળેથી 1050 કિલો સડેલા ચોખા, 200 કિલો સડેલો બાજરો, છ કિલો સડેલા નારિયલ, 720 કિલો ખરાબ જાંબુ, 24 કિલો સાઇટ્રિક એસિડ, 400 કિલો લાકડાનું ભૂસું, 2150 કિલો પશુઓને ખવડાવવામાં આવતો ખોળ, 440 કિલો ખરાબ લાલ મરચું, 150 કિલો મર્ચાની દાંડીઓ અને પાંચ કિલો કેમિકલવાળો રંગ વગેરે જપ્ત કર્યો છે.દિલ્હીની ક્રાઇમ બ્રાન્ચે બે ફેક્ટરીમાલિકો અને એક સપ્લાયરની ધરપકડ કરી છે. પોલીસ કમિશનર (ક્રાઇમ બ્રાન્ચ) રાકેશ પવારિયાએ કહ્યું હતું કે આ વ્યક્તિઓની પૂછપરછમાં માલૂમ પડ્યું હતું કે એક વધુ ફેક્ટરી કરાવલ નગરમાં કાલી ઘટા રોડ પર પણ ચાલી રહી છે. અને ત્યાં પણ દરોડા દરમ્યાન સરફરાઝને મિલાવટી મસાલા બનાવતા પકડવામાં આવ્યો હતો.
રાજકોટ-ભાવનગર હાઇ-વે ઉપર આવેલા આ ગામની વસ્તી માત્ર ૧૫૦૦ લોકોની છે. પરંતુ આ ગામ અનેક રીતે અનોખુ છે. ચૂંટણી વખતે ગામમાં કોઈપણ રાજકીય પક્ષોને આવવાની મનાઈ છે અને ગામમાં કોઈ પત્રિકા વહેંચવાની અને બેનરો લગાવવાની મનાઈ છે. ગામમાં ચૂંટણીના કારણે જુદાં-જુદાં સમાજ વચ્ચે વેર ઊભા ન થાય એ માટે સ્થાનિક વિકાસ સમિતિએ આવો નિર્ણય કર્યો છે.
રાજસમઢીયાળાના પૂર્વ સરપંચ અને આગેવાન હરદેવસિંહ જાડેજા ચિત્રલેખા. કોમ સાથેની વાતચીતમાં કહે છે, “અમારા ગામમા કોઈ મતદાર મતદાન ન કરે તો રૂ.૫૧ દંડ કરવામાં આવે છે. હા કોઈ વ્યક્તિ અનિવાર્ય સંજોગો કે ઇમરજન્સી હોય તો વિકાસ સમિતિને જાણ કરીને જાય તો દંડ કરવામાં આવતો નથી. ગામમા ૯૫૫ મતદાર છે છેલ્લી પાંચ ચૂંટણીમાં ૯૬ ટકા મતદાન થયું છે. દરેક મતદાર સ્વતંત્ર રીતે મતદાન કરે છે.”
આ ગામના અન્ય નિયમો વિશે વાત કરીએ તો ગામમાં ફટાકડા ફોડવાની મનાઈ છે. પર્યાવરણની જાલવળી થાય તે માટે કોઈ ઊભા વૃક્ષને નુકશાન કરે તો રૂ.૫૦૧ દંડ કરવામાં આવે છે અને કોઈએ સ્થાનિક સમિતિને જાણ કર્યા વગર પોલીસ ફરિયાદ કરવી નહી, ગામમા વર્ષોથી કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. ગામમા ભાઇચારાથી લોકો રહે છે. ગામ નજીક જિલ્લા સ્તરનું ક્રિકેટ ગ્રાઉન્ડ અને આધુનિક ગ્રામ પંચાયત છે.




