Home Blog Page 1869

કોરાનાના 125 નવા કેસો, એકનું મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 125 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,37,547 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,589 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,03,213 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 111 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 838 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,060 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 19 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

 

સંજયની ‘કાંટે’ ની રાહમાં અડચણો આવી

નિર્દેશક સંજય ગુપ્તાને ફિલ્મ ‘કાંટે’ (૨૦૦૨) બનાવતી વખતે નિર્માણ, લેખન, રજૂઆત વગેરે અનેક બાબતે અડચણો આવી હતી. સંજય ગુપ્તાએ અમિતાભ બચ્ચન, સુનીલ શેટ્ટી, કુમાર ગૌરવ, સંજય દત્ત વગેરે સાથે ‘કાંટે’ નું આયોજન કરીને નિર્માણ માટે કેટલાક નિર્માતાઓ સાથે વાત કરી હતી. ત્યારે બધી જ જાણીતી નિર્માણ કંપનીઓએ ‘કાંટે’ બનાવવા માટે ચોખ્ખી ના પાડી દીધી હતી. નિર્માતાઓનું કહેવું હતું કે એમાં 40 વર્ષથી મોટી ઉંમરના હીરો હોવાથી કોઈ પસંદ કરશે નહીં. સ્ક્રિપ્ટ વાંચીને ફિલ્મમાં મનોરંજન અને રોમાન્સ પણ ન હોવાની ખામી કાઢી હતી. એમનું કહેવું હતું કે આવી ફિલ્મ કોણ જોવાનું હતું? અને સલાહ આપી હતી કે બીજી કોઈ લવસ્ટોરી કે એક્શન ફિલ્મ બનાવો.

સંજયનું કહેવું હતું કે જે બાબતે તમારો વાંધો અને શંકા છે એ જ ફિલ્મની મુખ્ય બાબતો છે. કોમેડી એમાં છે પણ શક્તિ કપૂર- કાદર ખાનવાળી નથી. પણ કોઈ નિર્માતા તૈયાર થયા નહીં. સંજય ગુપ્તા આ પહેલાં સંજય દત્ત સાથે ‘જંગ’ અને ‘ખૌફ’ બનાવી ચૂક્યા હતા. ‘જંગ’ પૂરી થઈ ન હોવા છતાં નિર્માતાએ અધૂરી રજૂ કરી દીધી હતી એટલે સંજય એનાથી અલગ થઈ ગયા હતા. તેમ છતાં સફળ રહી હતી. લોકોને સંજય ગુપ્તાની નિર્દેશન પ્રતિભા પર વિશ્વાસ હતો પરંતુ ‘કાંટે’ નો એમણે જે વિચાર મૂક્યો હતો એના પર નહીં.

આ સંજોગોમાં સંજય ગુપ્તા અને સંજય દત્તે સાથે મળીને એક નિર્માણ કંપની બનાવી. એમની સાથે પ્રિતિશ નંદી તૈયાર થયા એટલે એમની કંપની જોડાઈ ગઈ. એ પછી પહેલી વખત જેને એડિટર તરીકે તક આપી એ બંટી નાગીના મિત્ર રાજુ પટેલ અમેરિકાથી આવ્યા હતા. એમને સંજયે ફિલ્મ વિશે વાત કરી અને એ નિર્માણમાં જોડાઈ ગયા. શરૂઆતમાં અનુરાગ કશ્યપ લેખનમાં જોડાયા હતા. પછી મતભેદ થતા નીકળી ગયા હતા અને યશ-વિનય જોડાયા હતા. ફિલ્મનું તમામ શુટિંગ ૩૩ દિવસમાં જ અમેરિકામાં પૂર્ણ થયું હતું. મોટાભાગના ટેક્નિશિયનો હોલિવૂડના હતા. ફિલ્મનું બજેટ રૂ.૨૮ કરોડ નક્કી થયું ત્યારે પ્રિતિશ નંદીએ રૂ.૮ કરોડ અને રાજુ પટેલે રૂ.૮ કરોડ આપવાની વાત કરી સંજય ગુપ્તાને ત્રીજો ભાગ ઉમેરવા કહ્યું હતું. ત્યારે સંજયની આર્થિક સ્થિતિ એવી હતી કે ખિસ્સામાં રૂપિયો ન હતો.

સંજયને થયું કે એની પાસે રૂપિયા નથી ત્યારે જ બીજાને નિર્માણ માટે વાત કરી રહ્યો છે. પણ પડકાર ઝીલી લીધો. ફિલ્મનું શુટિંગ શરૂ થયું ન હતું. એ સમગ્ર ભારતના વિતરકોને મળ્યા અને ટેરેટરી વેચવા લાગ્યા. મુંબઈ ઉપરાંત અનેક રાજ્યના વિતરકોને અધિકાર વેચીને રૂપિયા ભેગા કર્યા હતા. ‘કાંટે’ બોલિવૂડની પહેલી ફિલ્મ હતી જેનો પ્રિપ્રોડકશન પ્રોમો બનાવવામાં આવ્યો હતો. જેની નોંધ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં લેવાઈ હતી. ફિલ્મ બનીને તૈયાર થયા પછી પ્રિતિશ નંદીએ ભાગીદાર દ્વારા થયેલ ખર્ચને સ્વીકાર્યો નહીં અને કાનૂની લડાઈ શરૂ થતાં રજૂઆત અટકી ગઈ હતી. એનો ઉકેલ લાવતા સંજય ગુપ્તાને એક વર્ષ લાગ્યું હતું. ‘કાંટે’ રજૂ થતાની સાથે જ બોક્સ ઓફિસ ઉપર સફળ રહી હતી. મલાઇકાના ‘માહી વે’ સહિતના ગીતો લોકપ્રિય થયા હતા. ફિલ્મનું ફિલ્મફેર એવોર્ડ્સમાં છ કેટેગરીમાં નામાંકન થયું હતું.

3 ઈન 1 વેજ પકોડા

આ ક્રિસ્પી કાંદા-બટેટાના પકોડા જરા હટકે છે! બાળકોને આમાં ફ્રેન્ચ ફ્રાઈઝ પણ મળશે. તેમજ મોટેરાંને ભાવતાં કાંદાના ભજીયાનો સ્વાદ પણ!

સામગ્રીઃ

  • કાંદા 2
  • લીલા મરચાં 3-4
  • જીરુ 1 ટી.સ્પૂન
  • અજમો ½ ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • આખા ધાણા 1 ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • ચણાનો લોટ ½ કપ
  • ચોખાનો લોટ ¼ કપ
  • હળદર પાઉડર ¼ ટી.સ્પૂન
  • કાશ્મીરી લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
  • મોટી સાઈઝના બટેટા 2

રીતઃ કાંદાને લાંબી જાડી સ્લાઈસમાં કટ કરી લો. તેમાં મરચાં ગોળ અથવા લાંબા પાતળા કટ કરીને ઉમેરો. જીરુ તથા અજમો ઉમેરીને, આખા ધાણાને હાથ વડે થોડા મસળીને નાખો. કોથમીર પણ ઉમેરી દો (કોથમીરને બદલે લીલી મેથીના પાન પણ ઉમેરી શકાય). આ મિશ્રણને હાથેથી ચોળી લો જેથી કાંદાની સ્લાઈસ છૂટ્ટી પડે.

હવે તેમાં ચણાનો તથા ચોખાનો લોટ ઉમેરો. તેમાં સૂકા મસાલા કાશ્મીરી લાલ મરચાં પાઉડર, હળદર પાઉડર, સ્વાદ મુજબ મીઠું, ચિલી ફ્લેક્સ ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરતાં જઈ તેનું ઘટ્ટ મિશ્રણ તૈયાર કરીને એકબાજુએ રાખો.

બટેટાને છોલીને ધોઈને તેને ઉભા 3 પતિકામાં કટ કરી લો. ત્યારબાદ તેમાંથી લાંબી ફ્રેન્ચફ્રાઈઝ જેવી થોડી જાડી એવી ચિપ્સ કટ કરી લો. આ ચિપ્સને 2-3 પાણીએથી ધોઈને એક સુતરાઉ કાપડ અથવા નેપકીન પર સૂકી કરી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે બટેટાની એક એક ચિપ્સ લેતા જઈ તેને કાંદા અને ચણાના લોટના મિશ્રણમાં બોળીને કાઢો. કાંદાનું મિશ્રણ ચિપ્સની ચારે બાજુ ચોંટેલું હોવું જોઈએ. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી મધ્યમ કરીને કાંદાના મિશ્રણવાળી આ બટેટાની ચિપ્સ તળવા માટે તેલમાં હળવેથી નાખતા જાવ. ગેસની ધીમી-મધ્યમ આંચે 6-7 મિનિટ સુધી  થોડી થોડીવારે એક ચમચા અથવા ચિપિયા વડે તેલમાંની દરેક ચિપ્સને એક એક કરીને ઉથલાવતા જાવ. આ રીતે 6-7 મિનિટમાં 3 ઈન 1 પકોડા તૈયાર થઈ જશે.

આ ગરમાગરમ પકોડા ટોમેટો કેચ-અપ સાથે સારાં લાગશે!

૦૪ મે, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 04/05/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકો છો. વેપારમાં નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટા પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થઇ શકે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષભાષા ન બોલવી, ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયકે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમાં ઉત્તેજનાને લીધે ગેરસમજના થાય તેનું ખાસ ધ્યાન રાખવું, આકસ્મિકનાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળેકે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનું હોય તો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે.છે, કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં જોખમ ન કરવું સલાહ્ભર્યું છે.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારી વાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાસા જોવા મળી શકે છે. વેપારમાં જોખમ ન કરવું, પ્રિયજન સાથે કોઈ મતભેદ કે મનદુખના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવું બની શકે છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 04/05/2024

ભરૂચ: અનુભવી સામે જુવાનનો જંગ?

ભરૂચ: શહેરનું નામ પ્રખ્યાત હિંદુ ઋષિ ભૃગુ પરથી પડ્યું છે. ભરૂચનું ઐતિહાસિક નામ ‘ભૃગુકચ્છ’ છે. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા આ જિલ્લામાંથી પસાર થાય છે. અનેક ઔદ્યોગિક કેન્દ્રો આ બેઠકમાં આવેલાં છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ બેઠક આ વખતે સૌથી ચર્ચાસ્પદ છે. કારણ કે આ વખતે ભાજપ અને આપ વચ્ચે મજબૂત ટક્કર છે. એક તરફ ભાજપમાંથી 6 ટર્મ સુધી અવિરત વિજય રથ ચલાવતા મનસુખ વસાવા છે તો બીજીબાજુ આપમાંથી લોકપ્રિય બની ચૂકેલા ચૈતર વસાવા છે. આ બેઠક પર 1989 સુધી માત્ર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે જ ચૂંટણી જંગ ખેલાતો રહ્યો છે. જોકે ત્યારબાદ છોટુભાઈ વસાવાની પાર્ટી બી.ટી.પી. આવતા ત્રિપાંખિયો જંગ જોવા મળતો હતો. આદિવાસી અને મુસ્લિમ મતદારો આ બેઠક પર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ઉમેદવારો

ભાજપ – મનસુખ વસાવા

આદિવાસી સમાજના સૌથી મોટા અને ભાજપના વરિષ્ઠ નેતા છે. એકપણ ચૂંટણી હાર્યા નથી. B.A. અને M.S.W.ની ડિગ્રી ધરાવે છે. તેઓ સતત છ વખત લોકસભા ચૂંટણી જીત્યા છે. પહેલીવાર 1998માં જીત્યા હતા. ત્યારથી તેઓ ભરૂચ બેઠક પર કબજો જમાવીને બેઠા છે. કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે.

આપ – ચૈતર વસાવા

નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠક પરથી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. તેમણે રાજકારણની શરૂઆત છોટુ વસાવા સાથે કરી હતી. છેલ્લાં 10 વર્ષથી સક્રિય રાજકારણમાં છે. ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરેલો છે.

મતદારોની સંખ્યા

કુલ મતદાતા – 17,13,731

પુરૂષ મતદાતા– 8,72,841

મહિલા મતદાતા– 8,40,807

 

PROFILE

  • ભરૂચ લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં ડેડિયાપાડ, જંબુસર વાગરા, ઝઘડિયા(SC), ભરૂચ, અંકલેશ્વર અને કરજણનો સમાવેશ થાય છે.
  • 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના મનસુખ વસાવા આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 3,34,214 વોટની લીડથી જીત્યા હતા.

વિધાનસભા બેઠકોની સ્થિતિ

બેઠક ઉમેદવાર પક્ષ વોટ લીડ
ડેડિયાપાડા ચૈતર વસાવા આપ 1,03,433 40,282
જંબુસર દેવકિશોરદાસજી સાધુ ભાજપ 91,533 27,380
વાગરા અરૂણસિંહ રાણા ભાજપ 83,036 13,452
ઝઘડિયા(ST) રિતેશ વસાવા ભાજપ 89,933 23,500
ભરૂચ રમેશ મિસ્ત્રી ભાજપ 1,08,655 64,473
અંકલેશ્વર ઇશ્વર પટેલ ભાજપ 96,405 40,441
કરજણ અક્ષય પટેલ ભાજપ 83,748 26,306

વિશેષતા 

  • બિન અનામત બેઠક છે પરંતુ આદિવાસી નેતા જ ચૂંટાય છે. સૌથી વધુ આદિવાસી વસ્તી આ બેઠક પર છે.
  • સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ 1977માં આ બેઠક પરથી પ્રથમ વખત સાંસદ બન્યા હતા. 1984 અને 1989માં ફરી પણ સાંસદ બન્યા.
  • 1989ની ચૂંટણીમાં ભાજપના ચંદુ દેશમુખે અહેમદ પટેલને હરાવ્યા. ભાજપ ત્યારથી આ બેઠક પર જીતતું આવ્યું છે.
  • 1999થી આ બેઠક મનસુખ વસાવા પાસે છે.

શું છે રાયબરેલી અને ગાંધી પરિવારનો સંબંધ?

કોંગ્રેસ પાર્ટીએ સૌથી મોટા ચૂંટણી સસ્પેન્સનો અંત કરતા રાયબરેલીથી ઉમેદવારના નામની ઘોષણા કરી છે. આ પણ કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે. ગાંધી પરિવાર 1952થી આ સીટ પર કોઈને કોઈ રીતે પ્રભુત્વ ધરાવે છે. હવે રાહુલ ગાંધીની રાયબરેલીથી ઉમેદવાર બનવાની જાહેરાત પછી ગાંધી પરિવારની ત્રીજી પેઢીની રાજકીય સફર શરૂ થશે.

રાયબરેલી લોકસભા બેઠકનો ઈતિહાસ

કોંગ્રેસની પરંપરાગત બેઠક રાયબરેલીથી રાહુલ ગાંધી આ વખતે ચૂંટણી લડી રહ્યાં છે. કહેવાય છે કે રાયબરેલીમાં રાહુલ માતા સોનિયા ગાંધીનો વારસો સંભાળશે. રાયબરેલીથી ચૂંટણી લડવાની શરૂઆત પંડિત જવાહરલાલ નેહરુના જમાઈ ફિરોઝ ગાંધીએ કરી હતી. 1952થી પ્રથમ સામાન્ય ચૂંટણી ફિરોઝ ગાંધી રાયબરેલીથી જીત્યા હતા. એ પછી 1958માં પણ એ ચૂંટણી જીત્યા હતા. એમના મૃત્યુ પછી ઈન્દિરા હાંધીએ 1967ની ચૂંટણીમાં આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવીને એમની રાજકીય સફળની શરૂઆત કરી. ત્યારથી જ રાયબરેલી બેઠક ગાંધી પરિવારની વારસાગત બેઠક બની. 2004માં ઈન્દિરા ગાંધીના પુત્રવધૂ સોનિયા ગાંધીએ ચૂંટણી લડી અને સતત પાંચ વખત સાંસદ ચૂંટાયા હતા. જ્યારે હવે આ સીટ પરથી રાહુલ ગાંધી ચૂંટણી મેદાને ઉતર્યા છે.

હાઈપ્રોફાઈલ ગણાતી રાયબરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહ સતત બીજી વખત ગાંધી પરિવાર સામે ચૂંટણી લડી રહ્યાં છે. નોંધનીય છે મૂળ કોંગ્રેસી દિનેશ પ્રતાપ સિંહે 2018માં ભાજપમાં જોડાયા હતા. 2019માં ભાજપે એમને સોનિયા ગાંધી સામે ટિકિટ ફાળવી હતી. જો કે એ સમયે દિનેશ પ્રતાપ સિંહ 1,64.178 મતથી હારી ગયા હતા. 2019માં રાયબરેલી બેઠક પર સોનિયા ગાંધીને 5,31,918 મત મળ્યા હતા. જ્યારે દિનેશ પ્રતાપ સિંહને 3,67,740 મત મળ્યા હતા. આ વખતે રાહુલ ગાંધીની સામે રાયબરેલીથી

રાયબરેલી બેઠક પર એક નજર

વર્ષ સાંસદ પાર્ટી
1952 ફિરોઝ ગાંધી કોંગ્રેસ
1957 ફિરોઝ ગાંધી કોંગ્રેસ
1960 આરપી સિંહ કોંગ્રેસ
1962 બૈજનાથ કોંગ્રેસ
1967 ઈન્દિરા ગાંધી કોંગ્રેસ
1971 ઈન્દિરા ગાંધી કોંગ્રેસ
1977 ઈન્દિરા ગાંધી રાજનારાયણ સામે હારી ગયા
1980 ઈન્દિરા ગાંધી કોંગ્રેસ
1984 ઈન્દિરા ગાંધી કોંગ્રેસ
1989 શીલા કૌલ કોંગ્રેસ
1991 શીલા કૌલ કોંગ્રેસ
1996 અશોક સિંહ ભાજપ
1998 અશોક સિંહ ભાજપ
1999 સતીશ શર્મા કોંગ્રેસ
2004 સોનિયા ગાંધી કોંગ્રેસ
2009 સોનિયા ગાંધી કોંગ્રેસ
2014 સોનિયા ગાંધી કોંગ્રેસ
2019 સોનિયા ગાંધી કોંગ્રેસ

  

દિલધડક દ્રશ્યો સાથે વાલમમાં યોજાય છે હાથિયા ઠાઠુંનો મેળો

મહેસાણાઃ વિસનગર તાલુકાના વાલમ ગામે ચૈત્ર માસમાં અનેરો ઉત્સાહ અને ઉત્સવનો માહોલ ગામની દરેક વ્યક્તિમાં જોવા મળે છે. ચૈત્ર માસમાં વાલમ ગામે રોમાંચક અને શ્વાસ થંભાવી દે એવો હાથિયા ઠાઠું મહોત્સવ શુકનનો મેળો યોજાય છે. આ મેળાને આજુબાજુના ગામો સહિત દેશ-વિદેશમાં વસતા મૂળ ગામવાસીઓ પણ નિહાળવા માટે ગામ તરફ દોડી આવે છે.

વાલમ ગામના શિક્ષક પી.સી. પટેલ ચિત્રલેખા.કોમને કહે છે, “દૈવીશક્તિ અને લોકશક્તિના પ્રતિક સમો હાથિયા ઠાઠું મહોત્સવ તારીખ 2/05/2024ના રોજ રાત્રીના યોજાયો. બીજા દિવસે 03/05/2024ના રોજ વહેલી સવારે સાંકડી ગલીમાં હાથિયા ઠાઠું દોડાવવામાં આવ્યું હતું. ગામમાં જ્યારે અનોખો હાથિયા ઠાઠું મહોત્સવ ઉજવાય છે. ત્યારે બે ચાર-ચાર બળદ બાંધેલા રથોને દોડાવાય છે. તેની આગળ લોકો લાડકીઓ લઈને દોડતા હોય છે. આ ઉત્સવમાં આવનારું વર્ષ કેવી જશે તેનો શુકન જોવાય છે.

હાથિયા-ઠાઠું મહોત્સવ

ઘણાં વર્ષોથી ચૈત્રી પૂનમથી મહોત્સવ દર વર્ષે ઉજવાય છે. ઉત્સવ દરમિયાન મા સુલેશ્વરીની ઘરે-ઘરે પધરામણી કરાય છે. ચૈત્ર વદ પાંચમે માતાજીની પલ્લી ભરાઈ છે. ચૈત્ર વદ છઠ્ઠે દેવીપૂજક ભાઈઓ ખીચડાનું માટલું ચોકમાં પછાડીને આવતું વર્ષનું શુકન જુએ છે. સાતમે નાયક ભાઈઓ દ્વારા હોકો નામનું જૂઠ્ઠાણું ચલાવે છે. દરમિયાન રાત્રે ચાર બળદવાળા બે રથ દોડાવાયા છે. જેમાં ચોપાડીયા નામના સ્થળેથી મૂળ હાથિયો અને થડાના ચોકથી ઠાઠું એમ બે રથો તૈયાર કરાય છે. બંને રથોને તૈયાર કરીને બળદો જોડીને ગામની સાંકળી ગલીઓમાં પલ્લીકા માતા અને કાળકા માતાના દર્શનાર્થે લઈ જવાય છે. જ્યાંથી બંને રથ ગામના સરદાર ચોકમાં લાવી ગામની વાંકી-ચૂંકી ગલીઓમાં 60 થી 70 કિ.મી.ની ગતિથી દોડાવવામાં આવે છે. જેમાં ગામના બાળકોથી માંડી વૃદ્ધ લોકો સૌ કોઇ હાથમાં નાની લાકડીઓ લઇ બોલો સુલઇ માતાકી જય…ના નારા સાથે આગળ દોટ મૂકે છે. બીજા દિવસે હાથિયો ચકલીયાના ચોકમાંથી નીકળી થડાના ચોકમાં ઠાઠાને લેવા જાય. જ્યાંથી બંને રથ સરદાર ચોકમાં આવે છે. એ પછી અહીંથી હરીફાઇ યોજાય છે. આજના આધુનિક યુગમાં પરંપરાગત મેળામાં ભાગ લેતા માણસો અને ચાર ચાર બળદોના રથને વાંકી-ચૂંકી સાંકડી ગલીઓમાં 60 થી 70 કિ.મી.ની ઝડપે દોડતા જોઈ સૌ રોમાંચિત થઇ જાય છે. આ મેળામાં બળદ ઠાઠું અને દોડની રોમાંચક ક્ષણો નિહાળવા મોડી રાત્રે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

સુલેશ્વરી માતાજીના સાંનિધ્યમાં ચૈત્ર માસમાં યોજાતા આ મેળાની શરૂઆત જ્યારે નાગર બ્રાહ્યણો આ ગામમાં વધુ પ્રમાણમાં વસતા ત્યારથી પરંપરાગત રીતે થઇ હતી. પલ્લવી માતા સાથે જોડાયેલ આ પરંપરામાં અઢારે વર્ણના લોકો જોડાય છે. આ હાથિયા ઠાઠુંમાં બળદના માલિક, સાડી પહેરીને ભૂંગળા સાથે નાયક, દરજી અને ભૂંગળા સાથે વાળંદનો સમાવેશ થાય છે. પરંપરા મુજબ ચાર બળદનો હાથિયો અને ચાર બળદનું ઠાઠું તૈયાર કરાય છે. વઢાણ પાટીનો હાથિયો અને ચંદાત પાટીનું ઠાઠું એમ બંને બાજુથી ચાર બળદોની જોડી હરિફાઇ થાય છે. બળદોનું ગામ વચ્ચે દોડવું એની સાથે દોડતાં ગ્રામજનોને જોઇને દિલધડક દ્રશ્યો સર્જાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

વોટ્સએપે આશરે આઠ કરોડ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો, જાણો કેમ?

નવી દિલ્હીઃ વિશ્વના ચોથા સૌથી મોટા શ્રીમંત ઉદ્યોગપતિ માર્ક ઝુકરબર્ગની કંપની વોટ્સએપે +91થી શરૂ થયા આઠ કરોડથી વધુ મોબાઇલ નંબરને વોટ્સએપના વાપરવામાંથી પ્રતિબંધ મૂકી દીધો હતો. કંપનીએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે કંપનીએ એક જાન્યુઆરીથી માંડીને 31 માર્ચ, 2024 દરમ્યાન 7,954,000 એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એમાં 1,43,000 એકાઉન્ટને યુઝર્સના તરફથી કોઈ રિપોર્ટ મળ્યા પહેલાં સક્રિય રીતે પ્રતિબંધ મૂકી દીધો હતો.

કંપનીએ આ પહેલાં જાન્યુઆરીથી નવેમ્બર, 2023 સુધી સાત કરોડથી વધુ મોબાઇલ નંબરો પર વોટ્સએપ પર પ્રતિબંધ મૂક્યો હતો. જાન્યુઆરી, 2024માં જારી કરેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે વોટ્સએપે પહેલી જાન્યુઆરી, 2023થી માંડીને 31 નવેમ્બર, 2023 સુધી કુલ 69,307,254 અકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે ડિસેમ્બર, 2023નો ડેટા હજી આવવા માટે રાહ જોવાઈ રહી છે.વોટ્સએપે જાન્યુઆરી, 2023માં 29 લાખ, ફેબ્રુઆરીમાં 45 લાખ એકાઉન્ટ, માર્ચમાં 47 લાખ, એપ્રિલમાં 74 લાખ, મેમાં 65 લાખ, જૂનમાં 66 લાખ, જુલાઈમાં 72 લાખ, ઓગસ્ટમાં 74 લાખ, સપ્ટેમ્બરમાં 71 લાખ, ઓક્ટોબરમાં 75 લાખ અને નવેમ્બરમાં 71 લાખ એકાઉન્ટ પ્રતિબંધિત કર્યા હતા.

કેમ લગાવ્યો પ્રતિબંધ?

કંપનીએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં એ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (ઇન્ટરમિડિયરી ગાઇડલાઇન્સ અને ડિજિટલ મિડિયા એથિક્સ કોડ) નિયમ, 2021ના નિયમ 4 (1) (IT નિયમ 2021)નું પાલન કરવા માટે છેતરપિંડી અને ગેરકાયદે ટેલિમાર્કેટિંગના બધા રિપોર્ટોની સક્રિય રૂપે તપાસ કરી રહી છે. આ સિવાય વોટ્સએપને ફરિયાદોને આધારે કેટલાય અકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, જે કોઈ ને કોઈ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા હતા અથવા વોટ્સએપના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા.