નવી દિલ્હીઃ વિશ્વના ચોથા સૌથી મોટા શ્રીમંત ઉદ્યોગપતિ માર્ક ઝુકરબર્ગની કંપની વોટ્સએપે +91થી શરૂ થયા આઠ કરોડથી વધુ મોબાઇલ નંબરને વોટ્સએપના વાપરવામાંથી પ્રતિબંધ મૂકી દીધો હતો. કંપનીએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે કંપનીએ એક જાન્યુઆરીથી માંડીને 31 માર્ચ, 2024 દરમ્યાન 7,954,000 એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એમાં 1,43,000 એકાઉન્ટને યુઝર્સના તરફથી કોઈ રિપોર્ટ મળ્યા પહેલાં સક્રિય રીતે પ્રતિબંધ મૂકી દીધો હતો.
કંપનીએ આ પહેલાં જાન્યુઆરીથી નવેમ્બર, 2023 સુધી સાત કરોડથી વધુ મોબાઇલ નંબરો પર વોટ્સએપ પર પ્રતિબંધ મૂક્યો હતો. જાન્યુઆરી, 2024માં જારી કરેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે વોટ્સએપે પહેલી જાન્યુઆરી, 2023થી માંડીને 31 નવેમ્બર, 2023 સુધી કુલ 69,307,254 અકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે ડિસેમ્બર, 2023નો ડેટા હજી આવવા માટે રાહ જોવાઈ રહી છે.વોટ્સએપે જાન્યુઆરી, 2023માં 29 લાખ, ફેબ્રુઆરીમાં 45 લાખ એકાઉન્ટ, માર્ચમાં 47 લાખ, એપ્રિલમાં 74 લાખ, મેમાં 65 લાખ, જૂનમાં 66 લાખ, જુલાઈમાં 72 લાખ, ઓગસ્ટમાં 74 લાખ, સપ્ટેમ્બરમાં 71 લાખ, ઓક્ટોબરમાં 75 લાખ અને નવેમ્બરમાં 71 લાખ એકાઉન્ટ પ્રતિબંધિત કર્યા હતા.
કેમ લગાવ્યો પ્રતિબંધ?
કંપનીએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં એ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (ઇન્ટરમિડિયરી ગાઇડલાઇન્સ અને ડિજિટલ મિડિયા એથિક્સ કોડ) નિયમ, 2021ના નિયમ 4 (1) (IT નિયમ 2021)નું પાલન કરવા માટે છેતરપિંડી અને ગેરકાયદે ટેલિમાર્કેટિંગના બધા રિપોર્ટોની સક્રિય રૂપે તપાસ કરી રહી છે. આ સિવાય વોટ્સએપને ફરિયાદોને આધારે કેટલાય અકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, જે કોઈ ને કોઈ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા હતા અથવા વોટ્સએપના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા.
લોરસભા ચૂંટણીને આડે 4 દિવસ બાકી છે. અને તમામ પાર્ટીઓનો છેલ્લી ઘડીનો પ્રચાર ચાલી રહ્યો છે. તમામ પાર્ટી મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાડી રહ્યા છે. ત્યારે ભાજપના રાજકોટ ઉમેદવારના નિવેદનથી શરૂ થયેલો વિવાદ યથાવત્ જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં પરશોત્તમ રૂપાલાને ઉમેદવાર જાહેર કર્યા બાદ એક વિવાદિત નિવેદન આપ્યું હતું. જેને લઈ ક્ષત્રિય સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે. અનેક પ્રયાસો બાદ પણ ભાજપ ક્ષત્રિય સમાજને રીઝવવામાં સફળ ન રહીં. જ્યારે રૂપાલાના નામાંકન સાથે ક્ષત્રિય સામજનું આંદોલન પાર્ટ-02 શરૂ થયું હતું.
ક્ષત્રિય સમાજના પાર્ટ-02 ને જ ધ્યાને રાખી આજે ફરી જામનગરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજ દ્વારા અહીંથી ‘જય ભવાની, ભાજપ જવાની’નો નારો લગાવ્યો હતો. જ્યારે સંમેલન પહોંચેલા નયનાબા જાડેજાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ કે “અમે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાના અને કરાવવાના શપત ગ્રહન કરીશું”. આ સાથે રમજુભા જાહેજા એ જણાવ્યું કે જય ભવાની, ભાજપ જવાની રણનીતિથી આગળ વધીશું.
ઉલ્લેખનીય છે કે જામનગરમાં મળેલા સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉમટ્યા છે. સંમેલનમાં તૃપ્તિબા રાઓલ સંમેલનમાં ઉપસ્થિત જોવા મળ્યા હતા. આ સાથે સંકલન સમિતિના હોદેદારો પર ઉપસ્થિત જોવા મળ્યા હતા.
અમદાવાદઃ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. જોકે ગઈ કાલે સૌથી વધુ ગરમી અમદાવાદમાં નોંધવામાં આવી હતી. અમદાવાદમાં ગરમીએ 41 ડિગ્રીની મહત્તમ સપાટીને વટાવી દીધી હતી. આમ અમદાવાદ 41.4 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આજથી 10 દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. જ્યારે ચાર દિવસ સુધી યલો એલર્ટ રહેશે.
રાજ્યમાં મે મહિનામાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થઈ શકે છે. જ્યારે રાજ્યનાં કેટલાંક શહેરોમાં તો ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે.
બીજી તરફ રાજ્યના ઓખા, ભૂજ અને નલિયામાં વાદળછાયું વાતારવણ રહ્યું છે. આ વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરી છે.
આ સાથે રાજ્યમાં અમદાવાદમાં 41.4 ડિગ્રી, ભૂજમાં તાપમાન 40.6 ડિગ્રી, અમરેલીમાં 40.6 ડિગ્રી, રાજકોટમાં (Rajkot) 40.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત છોટા ઉદેપુરમાં 39.8 ડિગ્રી તાપમાન, વડોદરામાં 39.6 ડિગ્રી, ડીસામાં 38.6 ડિગ્રી, નલિયામાં (Nalia) 38.4 ડિગ્રીમાં, દાહોદમાં 38 ડિગ્રી, ભાવનગરમાં 37.3 ડિગ્રી, જામનગરમાં 37.3 ડિગ્રી, સુરતમાં 36.6 ડિગ્રી અને પોરબંદરમાં (Porbandar) 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ઉત્તર પ્રદેશમાં અમેઠી બેઠક લાંબા સમયથી ગાંધી પરિવારનો ગઢ બની રહી છે. 25 વર્ષમાં આ પ્રથમ વખત બનશે કે ગાંધી પરિવારનો કોઈ સભ્ય આ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે નહીં. અમેઠી બેઠક પરથી કોંગ્રેસના કે.એલ શર્મા ચૂંટણી લડશે. અઢી દાયકામાં પહેલીવાર અમેઠી બેઠક પર ગાંધી પરિવારની ગેરહાજરી જોવા મળશે. આ બેઠક સાથે કોંગ્રેસનો જુનો નાતો છે.
અમેઠી લોકસભા બેઠકનો ઈતિહાસ
અમેઠી લોકસભા સીટના ઈતિહાસ પર નજર કરીએ તો આ સંસદીય સીટ પર મોટાભાગે કોંગ્રેસનો દબદબો રહ્યો છે. ઈન્દિરા ગાંધીથી લઈને હવે રાહુલ ગાંધી સુધી અમેઠીની જનતાએ કોઈપણ અન્ય પાર્ટી કરતા કોંગ્રેસ પર વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સ્વતંત્ર ભારતમાં 1952માં પ્રથમ વખત લોકસભા ચૂંટણીની રચના કરવામાં આવી હતી. જો કે, એ સમયે અમેઠીને સુલતાનપુર દક્ષિણ લોકસભા બેઠકનો ભાગ માનવામાં આવતું હતું. જ્યાંથી કોંગ્રેસના બાલકૃષ્ણ વિશ્વનાથ કેશકર સાંસદ બન્યા હતા. 1957 માં આ વિસ્તાર મુસાફિરખાના લોકસભા સીટનો ભાગ બન્યો અને કેશકર એ સમયે પણ એના સાંસદ રહ્યા.
1962ની લોકસભા ચૂંટણીમાં રાજા રણજય સિંહ કોંગ્રેસની ટિકિટ પર મુસાફિરખાના લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા. અમેઠી લોકસભા સીટ 1967ની સામાન્ય ચૂંટણીમાં અસ્તિત્વમાં આવી હતી. આ નવી સીટ પર કોંગ્રેસના વિદ્યાધર વાજપેયી સાંસદ બન્યા હતા. ત્યાર બાદ એમણે ભાજપના ગોકુલ પ્રસાદ પાઠકને 3,665 વોટથી હરાવ્યા હતા. આ પછી વિદ્યાધર વાજપેયી ફરી 1971માં અમેઠીના સાંસદ બન્યા.
1977માં કટોકટી પછી યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે રાજા રણંજય સિંહના પુત્ર સંજય સિંહને તેના ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. પરંતુ એ પછી તેઓ જનતા પાર્ટીમાંથી ચૂંટણી હારી ગયા અને ભારતીય લોકદળના રવીન્દ્ર પ્રતાપ સિંહ સાંસદ તરીકે ચૂંટાયા. આ પહેલીવાર હતું જ્યારે કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ 1980માં કોંગ્રેસે ફરી એકવાર આ બેઠક પરથી જીતનો ઝંડો લહેરાવ્યો જ્યારે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધી અહીંથી સાંસદ બન્યા.
23 જૂન, 1980ના રોજ સંજય ગાંધીના અવસાન પછી, ઈન્દિરા ગાંધીના મોટા પુત્ર રાજીવ ગાંધીએ 1981ની પેટાચૂંટણીમાં અમેઠીની બાગડોર સંભાળી. આ પછી રાજીવ ગાંધી ફરી એકવાર 1984ની લોકસભા ચૂંટણીમાં અમેઠીથી ઉમેદવાર બન્યા. એમણે જનતા પાર્ટીના રવિન્દ્ર પ્રતાપ સિંહને 1,278,545 મતોના માર્જિનથી હરાવ્યા. 1989 અને 1991ની લોકસભા ચૂંટણીમાં રાજીવ ગાંધી ફરી એકવાર અમેઠીથી કોંગ્રેસની સીટ પર સાંસદ બન્યા.
પ્રચાર માટે ગયેલા રાજીવ ગાંધીની હત્યા
1991ની લોકસભા ચૂંટણી દરમિયાન, પ્રથમ તબક્કાનું મતદાન 20 મેના રોજ થયું હતું. 21 મેના રોજ રાજીવ ગાંધી ચૂંટણી પ્રચાર માટે તમિલનાડુ ગયા હતા. આ દરમિયાન એમની હત્યા કરવામાં આવી હતી. અમેઠી લોકસભા સીટ પર 1991 અને 1996માં પેટાચૂંટણી થઈ હતી. જેમાં કોંગ્રેસના સતીશ શર્મા સાંસદ બન્યા હતા. જો કે, 1998માં કોંગ્રેસને બીજી વખત હારનો સામનો કરવો પડ્યો જ્યારે ભાજપના ઉમેદવાર સંજય સિંહે સતીશ શર્માને 23,270 મતોથી હરાવ્યા.
સોનિયા ગાંધી 1999માં ચૂંટણી જીત્યા
1999માં રાજીવ ગાંધીના પત્ની સોનિયા ગાંધીએ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી હતી અને સંજય ગાંધીને 3 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. આ પછી, 2004ની 14મી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ BSP ઉમેદવાર ચંદ્રપ્રકાશ મિશ્રાને 2,90,853 મતોના માર્જિનથી હરાવ્યા હતા. 2009માં પણ રાહુલ અમેઠી બેઠક પરથી જીત્યા હતા. આ વખતે જીતનું માર્જિન 3,50,000થી વધુ હતું. 2014માં રાહુલ ગાંધી સતત ત્રીજી વખત આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. એમની સામે ભાજપ તરફથી સ્મૃતિ ઈરાની ચૂંટણી લડી હતી. જો કે, ત્યારે જીતનું માર્જીન માત્ર 1,07,000 વોટ હતું. જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે અમેઠી બેઠક કબજે કરી હતી અને રાહુલ ગાંધીને હારનો સામનો કરવો પડ્યો હતો.
વડોદરા: વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું સંસ્કારી શહેર. આ શહેરમાં દરેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. એટલું જ નહીં વડોદરામાં રમાતા ગરબા જગ-વિખ્યાત છે. આ શહેરનું પૌરાણિક નામ વટપદ્ર હતું. સંસ્કૃતમાં ‘વટસ્ય ઉદરા’ કહેવાતું હતું. આ વટસ્ય ઉદરા શબ્દનો અપભ્રંશ થતાં વડોદરા નામ થઈ ગયું. સર સયાજીરાવ ગાયકવાડે ઇ. સ. 1875 માં ગાદી સંભાળી. તેમણે વડોદરા શહેરનો શૈક્ષણિક વિકાસ થાય તે માટે ફરજિયાત પ્રાથમિક શિક્ષણ, અદ્યતન પુસ્તકાલય, ઉચ્ચશિક્ષણ માટે યુનિવર્સિટી વગેરેની સ્થાપના કરી હતી. 26 વર્ષથી વડોદરા બેઠક બની રહી છે. ભાજપનો ગઢ, ગાયકવાડ રાજવી પરિવારનાં સભ્યો 6 વખત ચૂંટાઈને સાંસદ રહી ચૂક્યાં છે. વર્ષ 1957 માં પ્રથમ વખત અહીં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. મહારાજા ફતેહસિંહરાવ ગાયકવાડ 4 વખત આ બેઠક પરથી સાંસદ રહ્યા હતાં, તો રણજિતસિંહ ગાયકવાડ 2 વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. વર્ષ 1989 માં ભાજપે વડોદરા લોકસભા બેઠક ઉપર પહેલીવાર જીતનું ખાતું ખોલાવ્યું હતું અને તે પછીથી BJP માટે આ બેઠક અભેદ્ય કિલ્લા સમાન બની રહી છે. વડોદરામાં 2014 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા.
ઉમેદવાર
ભાજપ: ડૉ. હેમાંગ જોશી
વડોદરામાં શહેર કક્ષાનો ભાજપનો યુવા ચહેરો છે. ડૉ. હેમાંગ જોશી ફિઝિયોથેરાપીમાં સ્નાતક અને માનવ સંસાધન સંચાલનમાં અનુસ્નાતક છે. તેમણે સામાજિક કાર્ય ફેકલ્ટીમાં નેતૃત્વ પર પીએચડી કર્યું છે. 2022માં તેમની શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફેકલ્ટી સેક્રેટરી પણ રહી ચૂક્યાં છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના ભૂતપૂર્વ ફેકલ્ટી જનરલ સેક્રેટરી છે. તેઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડના વાઇસ-ચેરમેન છે.
કોંગ્રેસ: જસપાલસિંહ પઢિયાર
તેઓ વર્ષ-2017ની ચૂંટણીમાં પાદરા વિધાનસભા બેઠક પર જીતીને ધારાસભ્ય બન્યા હતા. જો કે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં પાદરા બેઠક ઉપર હારી ગયા હતા. તેઓ હાલ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે અને ક્ષત્રિય સમાજમાંથી આવે છે.
PROFILE
વડોદરા લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં સાવલી, વાઘોડિયા, વડોદરા શહેર, સયાંજીગંજ, અકોટા, રાવપુરા અને માંજલપુર વિધાનસભાનો સમાવેશ થાય છે.
2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના રંજન ભટ્ટ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 5,89,177 વોટની લીડથી જીત્યા હતા.
મતદારોનીસંખ્યા
કુલ મતદારો 19,32,348
પુરુષ મતદાર 9,86,691
સ્ત્રી મતદાર 9,45,430
વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક
વિજેતા
પક્ષ
વોટ
લીડ
સાવલી
કેતન ઈમાનદાર
ભાજપ
1,02,004
36,926
વાઘોડિયા
ધર્મેન્દ્રસિંહ વાઘેલા
અપક્ષ
77,905
14,006
વડોદરા શહેર
મનીષા વકીલ
ભાજપ
1,30,705
98,597
સયાજીગંજ
કેયુર રોકડિયા
ભાજપ
1,22,056
84,013
અકોટા
ચૈતન્ય દેસાઈ
ભાજપ
1,13,359
77,753
રાવપુરા
બાલકૃષ્ણ શુક્લા
ભાજપ
1,19,301
81,035
માંજલપુર
યોગેશ પટેલ
ભાજપ
1,20,133
81,035
વડોદરા બેઠકની વિશેષતા
વડોદરાનાં રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસનો શ્રેય ગાયકવાડ રાજ્યના સુપ્રસિદ્ધ શાસક મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને ફાળે જાય છે.
1951માં પહેલી લોકસભા ચૂંટણી સમયે વડોદરાને બરોડાના નામથી ઓળખવામાં આવતું.
પ્રથમ ચૂંટણીમાં આ વિસ્તારની બરોડા ઈસ્ટ અને બરોડા વેસ્ટ એમ બે સીટ હતી.
બરોડા વેસ્ટ બેઠક પરથી અપક્ષ ઈન્દુભાઈ અમીન જીત્યા હતાં. તો ઈસ્ટ બેઠક ઉપર કોંગ્રેસના એક જ ઉમેદવાર હતાં, રૂપજી પરમાર, તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતાં.
1991માં ભારતીય જનતા પાર્ટીએ દીપિકા ચીખલિયાને વડોદરાની ટિકિટ આપી હતી અને ભાજપે પહેલીવાર અહીં વિજય મેળવ્યો હતો.
1996માં કોંગ્રેસના ઉમેદવાર સત્યજીતસિંહ ગાયકવાડ ભાજપના જીતુભાઈ સુખડિયા સામે માત્ર 17 મતે વિજય મેળવ્યો હતો.
1998 થી 2004 સુધી સતત જયાબેન ઠક્કર ત્રણ ટર્મ સુધી સાંસદ તરીકે રહયાં હતાં.
2014માં નરેન્દ્ર મોદી આ બઠક પરથી 5,70,128 મતથી લોકસભા ચૂંટણી જીત્યા હતા.
નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી વડાપ્રધાન બન્યા અને તેમણે વડોદરા બેઠક ખાલી કરતા રંજન ભટ્ટ અહીંથી સાંસદ બન્યા
2014 અને 2019 એમ બે ટર્મ રંજન ભટ્ટ વડોદરા બેઠકના સાંસદ રહ્યા. 2024માં ભાજપે તેમને ત્રીજી વખત લોકસભાની ટિકિટ આપી, પરંતુ ભાજપના આંતરિક વિખવાદ બાદ આ બેઠક પર ઉમેદવાર બદલવામાં આવ્યા.
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે EDને કહ્યું હતું કે કોર્ટ ચૂંટણીને કારણે કેજરીવાલને વચગાળાના જામીન આપવા પર વિચાર કરે એવી શક્યતા છે. આ કેસમાં આગામી સુનાવણી મંગળવારે સાત મેએ થશે.
કોર્ટે કહ્યું હતું કે આ કેસમાં સમય લાગી શકે છે, પરંતુ જો કેસમાં સમય લાગી શકે છો તો અમે ચૂંટણીને કારણે વચગાળાના જામીન પર વિચાર કરી શકીએ છીએ. કોર્ટે કહ્યું હતું કે અમે એના પર તમારી (ED) સુનાવણી કરી શકીએ છીએ. અમને તમે જણાવો કે જો અમે વચગાળાના જામીન આપીએ છીએ તો કઈ શરતો લગાવવામાં આવે?
આ પહેલાં 30 એપ્રિલે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે કેજરીવાલની ધરપકડને પડકાર આપતી અરજી પર સુનાવણી જારી રાખતાં ED તરફથી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુને અનેક સવાલ કર્યા હતા અને તેના જવાબ માગ્યા હતા. ખંડપીઠે રાજુને કહ્યું હતું કે જીવન અને સ્વતંત્રતા બહુ મહત્ત્વની છે. તમે એનાથી ઇનકાર નથી કરી શકતા.દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલ 21 માર્ચે ધરપકડ પછી ન્યાયિક હિરાસતમાં તિહાડ જેલમાં બંધ છે. કોર્ટે 15 એપ્રિલે EDને નોટિસ આપીને કેજરીવાલની અરજી પર જવાબ માગ્યો હતો. એ પહેલાં દિલ્હી હાઇકોર્ટે કેજરીવાલની ધરપકડને યથાવત્ રાખતાં કહ્યું હતું કે EDની પાસે બહુ ઓછા વિકલ્પ બચ્યા હતા, કેમ કે કેજરીવાલે વારંવાર સમન્સ જારી કર્યા પછી તપાસમાં સામેલ થવાથી ઇનકાર કર્યો હતો.
મુંબઈ: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એક હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ થયું છે. શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સુષ્મા અંધારે આ હેલિકોપ્ટરમાં સવાર થવાના હતા. ઉદ્ધવ ઠાકરેએ તેમને લેવા માટે આ પ્લેન મોકલ્યું હતું. પરંતુ તે સવાર થાય તે પહેલા હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. આ ઘટનામાં બંને પાયલોટને સામાન્ય ઈજા થઈ છે. હેલિકોપ્ટર ઉદ્ધવ શિવસેનાના ઉપનેતા અને પ્રવક્તા સુષ્મા અંધારેને લેવા જઈ રહ્યું હતું. જોકે, સદ્નિસીબે પાયલટનો જીવ બચી ગયો.
હેલિકોપ્ટરે સંતુલન ગુમાવ્યું હતું
સુષ્મા અંધારેએ આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. જેમાં એવું જોવા મળે છે કે હેલિકોપ્ટર અજાણ્યા સ્થળે લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું અને અચાનક લપસી ગયું, સંતુલન ગુમાવ્યું અને પછી ખુલ્લા મેદાનમાં જોરદાર અવાજ સાથે ક્રેશ થયું.
જીવ બચાવવા કૂદી પડ્યો
પાયલોટે પોતાનો જીવ બચાવવા માટે હેલિકોપ્ટરમાંથી કૂદવાનું નક્કી કર્યું. તે કૂદકો મારતાં સહેજમાં બચી ગયો. જોકે, પાયલટ ઘાયલ થયો છે. રાયગઢના મહાડ શહેરમાં થયેલા અકસ્માતમાં સફેદ અને વાદળી રંગની રોટરી-વિંગરને ખૂબ જ નુકસાન થયું હતું. ઘટનાની તપાસ માટે પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ દરમિયાન અંધારે કારમાં ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા હતા.
અધિકારીએ જણાવ્યું કે હેલિકોપ્ટર શિવસેનાના નેતા સુષ્મા અંધારેને લોકસભા ચૂંટણીના સંદર્ભમાં એક જાહેર રેલીમાં લઈ જઈ રહ્યું હતું. જ્યારે પાયલોટે સવારે લગભગ 9.30 વાગ્યે મહાડમાં એક અસ્થાયી હેલિપેડ પર ઉતરવાનો પ્રયાસ કર્યો ત્યારે હેલિકોપ્ટરે સંતુલન ગુમાવ્યું હતું.
કોણ છે સુષ્મા અંધારે?
સુષ્મા અંધારે વકીલ અને લેખિક પણ છે. તેઓ દલિત અને આદિવાસી સમુદાયોમાં તેમના પ્રશંસનીય કાર્ય માટે જાણીતા છે.તે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાનો ભાગ છે.
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની રાયગઢ લોકસભા સીટ માટે ત્રીજા તબક્કાની ચૂંટણી અંતર્ગત 7 મેના રોજ મતદાન થવાનું છે.
અમદાવાદઃ સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં બજારમાં રેકોર્ડ ઊંચાઈ પછી શેરોમાં નફારૂપી વેચવાલી ફરી વળી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને HDFC બેન્કની આગેવાનીમાં રોકાણકારોએ શેરોમાં વેચવાલી કાઢી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ દબાણ જોવા મળ્યું હતું. ઇન્ફ્રા, રિયલ્ટી, ઓઇલ એન્ડ ગેસ શેરોમાં ભારે વેચવાલી થઈ હતી. IT, ઓટો અને બેન્કિંગ શેરો પર પણ દબાણ જોવા મળ્યું હતું. જોકે PSE અને ફાર્મા શેરોંમાં તેજી જોવા મળી હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. ચાર લાખ કરોડનું નુકસાન થયું હતું.
અમેરિકામાં ફેડરલ રિઝર્વની મીટિંગમાં વ્યાજદરોમાં કાપ મૂકવા બાબતે સ્પષ્ટ સંકેત ના મળતાં ભારતીય શેરબજારોમાં વેચવાલી ફરી વળી હતી. જેથી BSE સેન્સેક્સ 733 પોઇન્ટ તૂટીને 73,878ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 172 પોઇન્ટ તૂટીને 22,476ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીએ પણ મહત્ત્વની 22,500ની સપાટી તોડી હતી.
સેબીએ અદાણી ગ્રુપની કંપનીઓને કારણબતાવો નોટિસ મોકલી હતી. સેબે સંબંધિત પક્ષની લેવડદેવડના ઉલ્લંઘન અને લિસ્ટિંગના નિયમોનું પાલન નહીં કરવાને કારણે આ નોટિસ પાઠવી હતી.
BSE સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં એક તબક્કે 1600 પોઇન્ટ તૂટી ગયું હતું, પણ વેચાણો કપાતાં બજાર સુધર્યું હતું. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલીનું દબાણ હતું. સેન્સેક્સના 30માંથી 24 અને નિફ્ટીના 50માંથી 35 શેરોમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી. બેન્ક નિફ્ટીના 12માંથી 10 શેરોમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. ભારતીય રૂપિયો પાંચ પૈસા મજબૂત થઈને 83.42ના મથાળે બંધ થયો હતો.
લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્રીજા તબક્કાનું મતદાન આગામી 7 મી મે રોજ યોજાશે. તો બીજી બાજુ આજે પાંચમાં તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. જેમાં કોંગ્રેસ અમેઠી બેઠકને લઈ અસમનજશમાં હતી. જેના પર આજે સ્પષ્ટતા મળતા કોંગ્રેસે ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે કિસોરી લાલ શર્માને મેદાને ઉતાર્યા છે.
ઉલ્લેખનીય છે કે અમેઠી બેઠક પર 2014માં સ્મૃતિ ઈરાને રાહુલ ગાંધીએ માત આપી હતી. તો 2019માં એ જ સીટ સ્મૃતિ ઈરાનીએ પાસો ફેરવી નાખ્યો હતો. ત્યારે હવે કોંગ્રેસના ગાંધી પરિવારની પારિવારીક બેઠક પર કિસોરી લાલનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
કોણ છે કિસોરી લાલ શર્મા?
કે એલ શર્મા મૂળ લુધિયાણાના છે. તેઓ લાંબા સમયથી ગાંધી પરિવારની નજીક છે. અમેઠી અને રાયબરેલીમાં તેઓ ચૂંટણી રણનીતિ બનાવવાનું અને તેને અમલ કરવાનું કામ કરી રહ્યા છે. 1983ની આસપાસ રાજીવ ગાંધી તેમને પહેલીવાર અમેઠી લાવ્યા ત્યારથી તે અહીં જ રહે છે. કિશોરી લાલ અને કેપ્ટન સતીશ શર્મા સાથે મળીને કામ સંભાળતા હતા. તેમજ કેપ્ટન સતીશ શર્મા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી બંને મિત્રો હતા. આથી કેપ્ટન શર્મા દ્વારા જ કિશોરી લાલ રાજીવ ગાંધીના સંપર્કમાં આવ્યા હતા. કિશોરીલાલ નેહરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા સંયોજકની નોકરી છોડીને કેપ્ટન સતીશ શર્મા સાથે અમેઠી આવ્યા. રાજીવ ગાંધી જ્યારે અમેઠીના સાંસદ હતા ત્યારે કિશોરી લાલ કેપ્ટન શર્મા સાથે તેમનું કામ જોતા હતા.1991માં રાજીવ ગાંધીના અવસાન પછી પણ જ્યારે ગાંધી પરિવારે અહીંથી ચૂંટણી લડવાનું બંધ કર્યું ત્યારે પણ શર્માએ કોંગ્રેસ પાર્ટીના સાંસદ માટે કામ કરવાનું ચાલુ રાખ્યું. તેણે શીલા કૌલ અને સતીશ શર્માનું કામ પણ જોયું. કિશોરી લાલ શર્મા બિહાર કોંગ્રેસના પ્રભારી રહી ચૂક્યા છે. તેમને વ્યૂહરચના-કુશળ અને સંગઠનાત્મક નેતા ગણવામાં આવે છે.
2004માં જ્યારે સોનિયા ગાંધી રાયબરેલીથી સાંસદ બન્યા ત્યારે પણ કિશોરી લાલે સાંસદ પ્રતિનિધિની જવાબદારી સંભાળી હતી. તેમજ સોનિયા ગાંધીની ગેરહાજરીમાં પણ તેમણે ઓફિસમાં આવનાર દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને શક્ય એટલી મદદ પૂરી પાડી હતી. ત્યાર પછીની ચૂંટણીઓમાં, તેમના કાર્યક્ષમ સંચાલનને કારણે જ સોનિયાને પ્રચંડ જીત મળી હતી.
લખનૌઃ કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીને UPની રાયબરેલી સીટથી ઉમેદવાર ઘોષિત કર્યા છે, ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી આદિત્યનાથે કોંગ્રેસ નેતા પર તીખો હુમલો કર્યો છે, જ્યારે CM યોગીએ પાકિસ્તાનના ભૂતપૂર્વ મંત્રી ફવાદ ચૌધરી દ્વારા કરવામાં આવેલી રાહુલ ગાંધીની પ્રશંસાને મુદ્દો બનાવતાં સવાલ ઊભા કર્યા હતા.
યોગી આદિત્યનાથે પાક નેતા ચૌધરી દ્વારા કરવામાં આવેલી રાહુલ ગાંધીની પ્રશંસાની પોસ્ટ સોશિયલ મિડિયામાં વાઇરલ થયા પછી કટાક્ષ કર્યો હતો. તેમણે રાહલની પોસ્ટનો હવાલો આપતાં કહ્યું હતું કે દુશ્મન દેશના નેતાની પોસ્ટ એ વાતનો પુરાવો છે કે કોંગ્રેસ દેશના કટ્ટર દુશ્મનો સાથે મળેલી છે.
પાક નેતાની પોસ્ટ એ વાતનો પુરાવો છે કે અમારા દુશ્મન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રગતિ અને દેશની સકારાત્મકતાના માહોલને ખરાબ કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. અમારા કટ્ટર દુશ્મન ચૂંટણીના સમયે દેશમાં અશાંતિ અને ફૂટ ફેલાવવાના પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે દેશ PM મોદી સાથે ઊભો છે. લોકોએ જોવું જોઈએ કે દુશ્મનો દ્વારા રાહુલને પ્રોત્સાહન આપવાના કેવા જબરદસ્ત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનના એક ભૂતપૂર્વ વડા પ્રધાન, જે પહેલાં પુલવામામાં અમારી સેના પર થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલાના સમર્થનમાં સામે આવ્યા હતા. તેઓ પણ રાહુલ ગાંધીના પક્ષમાં બોલી રહ્યા છે. આવી ઘટનાઓથી એ ખબર પડે છે કે કોંગ્રેસનો હાથ દેશના દુશ્મની સાથે છે.જો વડા પ્રધાન મોદી આ ચૂંટણીમાં જીતશે તો દેશમાં દિવાળી ઊજવવામાં આવશે, જ્યારે કોંગ્રેસ આ ચૂંટણીમાં જીતશે તો પાકિસ્તાનમાં લોકો ઉત્સવ ઊજવશે. લોકોએ દુશ્મનોના છૂપા ઇરાદાને સમજવા પડશે, એમ તેમણે કહ્યું હતું.
ચૂંટણીને કારણે કેજરીવાલની વચગાળાની જામીન પર વિચારઃ SC
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે EDને કહ્યું હતું કે કોર્ટ ચૂંટણીને કારણે કેજરીવાલને વચગાળાના જામીન આપવા પર વિચાર કરે એવી શક્યતા છે. આ કેસમાં આગામી સુનાવણી મંગળવારે સાત મેએ થશે.
કોર્ટે કહ્યું હતું કે આ કેસમાં સમય લાગી શકે છે, પરંતુ જો કેસમાં સમય લાગી શકે છો તો અમે ચૂંટણીને કારણે વચગાળાના જામીન પર વિચાર કરી શકીએ છીએ. કોર્ટે કહ્યું હતું કે અમે એના પર તમારી (ED) સુનાવણી કરી શકીએ છીએ. અમને તમે જણાવો કે જો અમે વચગાળાના જામીન આપીએ છીએ તો કઈ શરતો લગાવવામાં આવે?
આ પહેલાં 30 એપ્રિલે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે કેજરીવાલની ધરપકડને પડકાર આપતી અરજી પર સુનાવણી જારી રાખતાં ED તરફથી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુને અનેક સવાલ કર્યા હતા અને તેના જવાબ માગ્યા હતા. ખંડપીઠે રાજુને કહ્યું હતું કે જીવન અને સ્વતંત્રતા બહુ મહત્ત્વની છે. તમે એનાથી ઇનકાર નથી કરી શકતા.દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલ 21 માર્ચે ધરપકડ પછી ન્યાયિક હિરાસતમાં તિહાડ જેલમાં બંધ છે. કોર્ટે 15 એપ્રિલે EDને નોટિસ આપીને કેજરીવાલની અરજી પર જવાબ માગ્યો હતો. એ પહેલાં દિલ્હી હાઇકોર્ટે કેજરીવાલની ધરપકડને યથાવત્ રાખતાં કહ્યું હતું કે EDની પાસે બહુ ઓછા વિકલ્પ બચ્યા હતા, કેમ કે કેજરીવાલે વારંવાર સમન્સ જારી કર્યા પછી તપાસમાં સામેલ થવાથી ઇનકાર કર્યો હતો.