Home Blog Page 1884

વાત નિતિશ ભારદ્વાજના ‘શ્રીકૃષ્ણ’ અવતારની

‘મહાભારત’ સિરિયલમાં ‘શ્રીકૃષ્ણ’ ની ભૂમિકા માટે નિતિશ ભારદ્વાજને બોલાવવામાં આવ્યા ત્યારે એ ફિલ્મોમાં કામ કરતાં હતા અને પહેલાં રવિ ચોપડાને ના પાડી દીધી હતી. નિતિશ બે મરાઠી અને એક હિન્દી ફિલ્મ કરી ચૂક્યા હતા. ૧૯૮૮ ની સાલમાં એક દિવસ શુટિંગમાંથી હોટેલમાં પાછા ફર્યા ત્યારે એમની માતાનો અગત્યના કામ માટે ફોન આવી ગયો હતો. નિતિશે ફોન કર્યો ત્યારે માતાએ કહ્યું કે ગૂફી પેન્ટલનો ફોન હતો અને ચોપડા સાહેબે ‘શ્રીકૃષ્ણ’ ના ઓડિશન માટે બોલાવ્યો હોવાનો સંદેશ આપ્યો છે. નિતિશે ના પાડી દીધી અને માતાને કારણ આપ્યું કે આ ભૂમિકા માટે કોઈ અનુભવી કલાકાર હોવો જોઈએ.

એટલું જ નહીં ગૂફીને ફોન પણ ના કર્યો. એ પછી જેમની સાથે જાહેરાતો કરી હતી એ નિર્દેશક રવિ વાસવાની સાથે સ્ટુડિયોમાં ડબિંગ કરી રહ્યો હતો ત્યારે રવિ ચોપડાને ખબર પડી એટલે ત્યાં મળવા આવ્યા અને ના પાડવાનું કારણ પૂછ્યું. નિતિશે કહ્યું કે ‘શ્રીકૃષ્ણ’ માટે તમે કોઈ મોટા અનુભવી કલાકારને લઈ લો. હું તો ૨૫ વર્ષનો જ છું. ત્યારે ચોપડાએ કહ્યું કે કેટલાય જાણીતા અભિનેતાઓના ‘શ્રીકૃષ્ણ’ બનવા ફોન આવી રહ્યા છે ત્યારે તું કરવા માગતો નથી. તને માત્ર ઓડિશન માટે કહું છું. ભૂમિકા આપી દીધી નથી.

નિતિશ જ્યારે ઓડિશન માટે ગયા અને સંવાદ આપવામાં આવ્યા ત્યારે એમને થયું કે ‘શ્રીકૃષ્ણ’ ના ચરિત્રને ઉભારે એવું એમાં ખાસ નથી. નિતિશે એમાં બીજા કેટલાક સંવાદ જોડવાની પરવાનગી માંગી એને ચોપડાએ મંજુર રાખી. નિતિશે પોતાને યાદ હતા એવા ગીતાના કેટલાક શ્લોક ઉમેર્યા અને રાધા તેમજ શાંતિ માટે લખ્યું. નિતિશે મેકઅપ કરાવ્યો અને ઓડિશન આપી દીધું. થોડીવાર પછી મેકઅપમેન કહેવા આવ્યો કે તમારો ઓડિશન જોઈ બી.આર. ચોપડા, રવિ ચોપડા, પંડિત નરેન્દ્ર શર્મા, ગૂફી, ડૉ. રાહી માસૂમ રઝા વગેરે બહુ ખુશ છે. રવિ ચોપડાએ પછી નિતિશને અંદર બોલાવી કહી દીધું કે બધા જ ઈચ્છે છે કે તારે આ ભૂમિકા કરવી જોઈએ.

નિતિશે ત્યારે પણ એવી જ પીપૂડી વગાડી કે આ ભૂમિકા માટે કોઈ અનુભવી કલાકાર હોવો જોઈએ. ચોપડાએ આ વાતની ખબર અગાઉથી જ આપી દીધી હશે એટલે પંડિત નરેન્દ્ર શર્માએ નિતિશને કહ્યું કે મારું ઘર નજીકમાં છે. આપણે બેસીને વાત કરીએ. એમણે ડૉ. રાહી માસૂમ રઝાને સાથે રાખ્યા અને ઘરે જઈને નિતિશની ખાવાની ઈચ્છા મુજબ ચા સાથે સમોસા-કચોરી મંગાવ્યા. એ ખાવા સાથે સવા કલાક સુધી શ્રીકૃષ્ણના જીવન વિશે ચર્ચા કરી. એમાં નિતિશે ઉત્સાહથી ભાગ લીધો. પછી પં. શર્માએ નિતિશને સમજાવ્યું કે તને શ્રીકૃષ્ણ વિશે ઘણી જાણકારી છે. બસ તારે એને અભિનયમાં ઉતારવાની છે.

નિતિશ પાસે ના પાડવાનું કોઈ કારણ ના રહ્યું. આખરે નિતિશે ભૂમિકા સ્વીકારી લીધી. શુટિંગ શરૂ થઈ ગયું. ‘મહાભારત’ સિરિયલનો ૨૩ મો અને શ્રીકૃષ્ણના રૂપમાં નિતિશનો પહેલો એપિસોડ દૂરદર્શન પર રજૂ થયો એના એક કલાક પછી બી.આર. ચોપડાનો ફોન આવ્યો કે લોકોના જે ફોન આવ્યા છે એમાં 80 ટકા લોકોનું કહેવું છે કે તારું શ્રીકૃષ્ણનું રૂપ નિષ્ફળ છે. ત્યારે નિતિશે વિચાર કરીને કારણ આપતા કહ્યું કે શ્રીકૃષ્ણના અનેક રૂપ છે અને એ અલગ અલગ પ્રસંગમાં પ્રગટ થશે.

લોકો એને એકસાથે જોવા માગે છે. એટલે જેમ જેમ પ્રસંગ આવતા જશે એમ એમ મારી શ્રીકૃષ્ણની ભૂમિકા દર્શકોને જરૂર પ્રભાવિત કરશે. બી.આર. ચોપડાએ કહ્યું કે અમે પણ એવું જ માનીએ છીએ. હું અને રવિ માનીએ છીએ કે તું અમારી યોગ્ય પસંદગી છે. તારે કામ કરતાં રહેવાનું છે. અને પાછળથી ખરેખર જ એમ બન્યું. નિતિશ ભારદ્વાજે દર્શકોને ‘શ્રીકૃષ્ણ’ ના રૂપમાં બહુ પ્રભાવિત કર્યા અને ભારે લોકપ્રિયતા મેળવી.

ગાયને દોહીને ગધેડીને ન પવાય

ગાયને દોહીને ગધેડીને ન પવાય

 

કોઈ ઉત્તમ કામમાં વાપરી શકાય તેવું ધન અથવા શક્તિ કોઇની પાસેથી લઈને એને અયોગ્ય કામ અથવા પ્રમાણમાં તુચ્છ કહી શકાય તેવા કામમાં વાપરવું એ ક્યારેય સ્વીકાર્ય બને નહીં એટલે ‘ગાયને દોહીને ગધેડીને ન પવાય’ એ સંદર્ભમાં આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

રાશિ ભવિષ્ય 30/04/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતું નથી તેવી મનમાં ફરીયાદ રહે, વેપારના કામકાજમાં જોખમ ટાળવું, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપવી.


આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનું આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાંકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનું આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારાપરિણામની આશા જોવા મળે , યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામાં તક ઝડપવામાં થોડી તકલીફ પડી શકે તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમાં રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યું હોય તેવું મનમાં ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે અને તેમાં પણ કામમાં વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમાં ક્યાંક અશાંતિ રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમાં ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદના થાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.


આજનો દિવસ સારો છે અને તેમાં ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમાં તેમને સારી ખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે , હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવું, વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.


આજનો દિવસ યાદગાર બની શકે છે તેમાં પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સંભાળવા મળે શકે છે, વેપારીવર્ગને કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાયના જવાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહ ન આપવી.


આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનું કામ થઇ શકે જેમાં તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે ,સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમાં લાભની તક છે.


આજનો દિવસ સામાન્ય છે તમે કામમાં વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમાં જલ્દીથી ઉકેલન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો, યુવાવર્ગ માટે પોતાના વર્તનમાં શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણીના દુભાય, વેપારમાં પોતાના અનુભવ મુજબ નાનું અને ગણતરીપૂર્વકનું કામ સારું રહે.


આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડા દ્વિધામાં રહો તમારે થોડો કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવું જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય માર્કેટિંગમાં સમયનો વ્યય વધુ થાય વેપારના કામકાજમાં ધીરજ રાખવી.

પંચાંગ 30/04/2024

ડાન્સમાં કરિયર બનાવવા અંગે “એબીસીડી” ડાન્સર મયુરેશે શેર કરી મહત્વની બાબતો

મુંબઈ: આજે વર્લ્ડ ડાન્સ ડે (World Dance Day) નિમિત્તે આજે ઉત્તમ ડાન્સર અને કોરિયોગ્રાફર મયુરેશ વાડકર વિશે વાત કરીએ. ડાન્સ ઈન્ડિયા ડાન્સ રિયાલિટી શૉથી લોકપ્રિયતા મેળવનાર મયુરેશ ડાન્સ ફોર્મ કન્ટેમ્પરરી માટે ખૂબ જાણીતા છે. મયુરેશના ડાન્સ મુવ્ઝ જોઈ ભલ ભલા અચંબો પામે છે. તેમણે રેમો ડિસોઝા “એબીસીડી” પણ અભિનય કર્યો છે. આ સિવાય તેમણે ‘નચ બલિયે’ સહિત ડાન્સ રિયાલીટી શોનો પણ ભાગ રહી ચૂક્યા છે. ચિત્રલેખા સાથે મયુરેશે ‘ડાન્સ એક કારકિર્દી’ વિષય પર વાત કરી છે.

ડાન્સ તમારા માટે શું છે?

આ અંગે વાત કરતા મયુરેશે જણાવ્યું કે નૃત્ય એ શિસ્ત છે, તે એવી વસ્તુ છે જે શબ્દોમાં વર્ણવી શકાતી નથી. ડાન્સે મને તે વ્યક્તિમાં ઘડ્યો છે જે હું છું.

 

જે લોકો ડાન્સમાં કરિયર બનાવવા માંગે છે તે પોતાને કેવી રીતે તૈયાર કરે?

ઘણા લોકો ડાન્સમાં કરિયર બનાવવા માંગતા હશે. ઈન્ડિયન ડાન્સ સિવાય હવે ભારતમાં વેસ્ટર્ન ડાન્સ ફોર્મ પણ ખૂબ પ્રચલિત થયા છે. આ સાથે જ દરેક ફિલ્ડમાં ગળાકાપ સ્પર્ધા પણ જામી છે. ત્યારે ડાન્સમાં કરિયર બનાવા માંગતા લોકોને મયુરેશ જણાવે છે કે પ્રેક્ટિસ, સમર્પણ, ધૈર્ય, પ્રેરણા, તમારી પ્રતિભા માટે પ્રેમ અને ભરપૂર વિશ્વાસ સાથે ડાન્સમાં સફળ થઈ શકો છો.

ડાન્સના કરિયરમાં કેટલો સ્કોપ છે?

દેશમાં દિન-પ્રતિદિન નવી નવી ડાન્સ સ્ટાઈલ આવી રહી છે. લોકો વેસ્ટર્ન ડાન્સ સ્ટાઈલથી પણ ખૂબ ઈન્ફ્લુએન્સ થઈ રહ્યાં છે. ત્યારે ડાન્સને એક કરિયર તરીકે લેવામાં સફળતા મળી શકે છે. તેમજ તેમાં અવકાશ પણ છે. મયુરેશ જણાવે છે કે નવા પડકારો માટે જોડાવા માટે નવી વસ્તુઓ શોધો,લોકોને મળો સંપર્ક કરો અને ક્યારેય હાર ન માનો. તેમજ ઊંડાણમાં જવાનો માર્ગ શોધો.

ડાન્સર્સે કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ?

તમારું શરીર અને મન તમારું મંદિર છે તેનો દુરુપયોગ ન કરો. શક્ય તેટલી શુદ્ધતા રાખો. તમારી શારીરિક અને માનસિક રીતે ભાવનાત્મક રીતે કાળજી લેવી એ પણ સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.

(નિરાલી કાલાણી)

 

 

Gujarat: બોટમાંથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું, બેની ધરપકડ

ભારતીય કોસ્ટ ગાર્ડે રવિવારે ડ્રગના દાણચોરો સામે બે દિવસના સંયુક્ત ઓપરેશનમાં અરબી સમુદ્રમાં માછીમારી કરતી બોટમાંથી 173 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. રવિવારે કોસ્ટ ગાર્ડનું આ બીજું ઓપરેશન હતું. કોસ્ટ ગાર્ડે, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ની વિશ્વસનીય બાતમી પર કામ કરતા, તેના જહાજો અને એરક્રાફ્ટને દરિયામાં તૈનાત કર્યા. શંકાસ્પદ બોટની ઓળખ કર્યા બાદ તેને તાત્કાલિક અટકાવી દેવામાં આવી હતી. તપાસ દરમિયાન ફિશિંગ બોટ અંદાજે 173 કિલો ડ્રગ્સની દાણચોરીમાં સંડોવાયેલી હોવાનું જાણવા મળ્યું હતું. બોટના ક્રૂની તપાસ ચાલુ છે.

કિંમત 600 કરોડ રૂપિયા આંકવામાં આવી છે

કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે ગુજરાત ATSના સહયોગથી તેણે છેલ્લા ત્રણ વર્ષમાં આવા 12 સફળ ઓપરેશન હાથ ધર્યા છે. અગાઉ, ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરિયાકાંઠે પાકિસ્તાની બોટ ‘અલ રઝા’ને અટકાવી હતી અને તેમાંથી 86 કિલો હેરોઈન જપ્ત કરી હતી અને બોટમાં સવાર તમામ 14 દાણચોરોની ધરપકડ કરી હતી. આ તમામ રિકવર કરાયેલી દવાઓની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે 600 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

આવતીકાલે T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની થશે જાહેરાત

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 શરૂ થવામાં વધુ સમય બાકી નથી. આ વખતે T20 વર્લ્ડ કપ 1 જૂનથી 29 જૂન સુધી રમાશે, જેની યજમાની યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝ કરશે. તમામ 20 દેશોએ 1 મે સુધીમાં T20 વર્લ્ડ કપ 2024 માટે પોતાની ટીમો જાહેર કરવાની છે.

અમદાવાદમાં પસંદગીકારોની બેઠક યોજાશે

ન્યુઝીલેન્ડે T20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. પરંતુ હજુ સુધી ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી નથી. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) 30 એપ્રિલ (મંગળવાર)ના રોજ T20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરશે. આ માટે અમદાવાદમાં પસંદગીકારોની બેઠક યોજાશે, ત્યારબાદ ટીમની જાહેરાત કરવામાં આવશે. ટીમની કપ્તાની રોહિત શર્માના હાથમાં રહેશે. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ પહેલા જ આ વાતની પુષ્ટિ કરી ચૂક્યા છે.

સંજુને પણ તક મળી શકે છે

રોહિત શર્માની સાથે વિરાટ કોહલી અને T20ના નંબર-1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પણ વર્લ્ડ કપની ટીમમાં હશે તે લગભગ નિશ્ચિત છે. ઓપનર યશસ્વી જયસ્વાલ અને રિંકુ સિંહને પણ વર્લ્ડ કપ રમવાની તક મળી શકે છે. વિકેટકીપર બેટ્સમેનોની વાત કરીએ તો રિષભ પંત અને સંજુ સેમસન વર્લ્ડ કપની ટીમમાં હોઈ શકે છે. ઓલરાઉન્ડરોની વાત કરીએ તો હાર્દિક પંડ્યા ટીમમાં પ્રવેશ કરી શકે છે. IPL 2024માં હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની કેપ્ટનશીપ કરી રહ્યો છે. શિવમ દુબેની એન્ટ્રી પણ નિશ્ચિત માનવામાં આવે છે, જે મોટી હિટ ફિલ્મો આપવા માટે પ્રખ્યાત છે. સાથે જ રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલમાંથી કોઈ એકને તક મળી શકે છે.

રાહુલ ગાંધીની રાજા-મહારાજા પર ટિપ્પણી, PM મોદીએ કર્યા પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના બેલાગવીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધી પર સીધો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસના રાજકુમારને આપણા રાજા-મહારાજાઓનું યોગદાન યાદ નથી. તેઓ વોટબેંકની રાજનીતિ ખાતર રાજા-મહારાજાઓ સામે બોલવાની હિંમત કરે છે જ્યારે નવાબો, બાદશાહો અને સુલતાનો સામે એક શબ્દ પણ બોલવાની તાકાત નથી.

માત્ર તુષ્ટીકરણ માટે વિવાદીત ટીપ્પણી કરે છે

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, “કોંગ્રેસના રાજકુમાર કહે છે કે ભારતના રાજા મહારાજા જુલમી હતા, તેઓ ગરીબોની જમીન છીનવી લેતા હતા… કોંગ્રેસના રાજકુમારે છત્રપતિ શિવાજી મહારાજ, રાણી ચિનમ્માનું અપમાન કર્યું છે. .. કોંગ્રેસ કે શહજાદાનું નિવેદન વોટ બેંકની રાજનીતિ રમવા માટે ઇરાદાપૂર્વકનું તુષ્ટિકરણ નિવેદન છે. કોંગ્રેસ સરકાર તુષ્ટિકરણને પ્રાથમિકતા આપે છે, તેમના માટે નેહા જેવી દીકરીઓના જીવનની કોઈ કિંમત નથી. તેમને માત્ર પોતાની વોટ બેંકની ચિંતા છે. જ્યારે બેંગલુરુમાં એક કેફેમાં બોમ્બ વિસ્ફોટ થયો ત્યારે કોંગ્રેસે તેને ગંભીરતાથી લીધો ન હતો. એટલું જ નહીં, કોંગ્રેસે PFI ને મત આપ્યો છે… જે આતંકવાદને આશ્રય આપતી દેશ વિરોધી સંસ્થા છે, જેના પર મોદી સરકારે પ્રતિબંધ મૂક્યો છે. કોંગ્રેસ વાયનાડની એક બેઠક જીતવા માટે આવા PFI આતંકવાદી સંગઠનનો બચાવ કરી રહી છે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “છેલ્લા 10 વર્ષમાં ભાજપ, NDA સરકારે દેશના નાગરિકોના જીવન સરળ થાય તે માટે ઘણું બધું કર્યું છે. તેનું એક મોટું ઉદાહરણ ભારતીય ન્યાયિક સંહિતા છે, કોંગ્રેસ માનસિક રુપથી અંગ્રેજોની ગુલામીમાં જીવી રહી હતી પણ ભારતમાં ન્યાય સંહિતામાં હવે સજા કરતાં ન્યાયને પ્રાથમિકતા આપવામાં આવે છે. હુબલીમાં કોલેજ કેમ્પસમાં જે બન્યું તેનાથી દેશમાં હાહાકાર મચી ગયો છે, તે દીકરીનો પરિવાર કાર્યવાહીની માંગ કરી રહ્યો છે પરંતુ કોંગ્રેસ સરકાર તુષ્ટિકરણના દબાણને પ્રાથમિકતા આપી રહી છે. તેમના માટે નેહા જેવી દીકરીઓ જીવનની કિંમત નથી. તેઓ પોતાની વોટબેંકની ચિંતા કરે છે, જો બેંગ્લોરમાં બોમ્બ બ્લાસ્ટ થયો હોત તો પણ તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ લોકોની આંખમાં ધૂળ કેમ નાખી રહી છે?

ADRનો રિપોર્ટ જાહેર, 266 ઉમેદવારોમાંથી 14% ક્રિમિનલ!

રાજ્યમાં લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ચૂંટણીને લઈ તમામ પાર્ટીના ઉમેદવારો જનતાને રીઝવાનો પ્રયાસ કરતા હોય છે. પણ જ્યારે જનતા પોતાના ઉમદવારની પસંદગી કરે છે, ત્યારે તેમણે ઉમેદવાર સંદર્ભે શું ખબર હોય છે? ADRએ એક રીપોર્ટ જાહેર કર્યો છે જેમાં ગુજરાતના 26 લોકસભા મતક્ષેત્ર પરથી ચૂંટણી લડતા ઉમેદવારોના ગુનાઈત ઈતિહાસ, નાણાકીય વિગતો અને શૈક્ષણિક વિગતો અંગેની જાણકારી પ્રાપ્ત થાય છે.

આ રિપોર્ટ પ્રમાણે ગુજરાતના 266 ઉમેદવારો પૈકી 14 ટકા ઉમેદવાર સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. 266માંથી 36 ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. 8 ટકા એટલે કે, 21 ઉમેદવારો સામે ગંભીર પ્રકારના ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. ભાજપના 26માંથી 4 ઉમેદવાર સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. જેમાંથી 2 ઉમેદવારો સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. કોંગ્રેસના 23 ઉમેદવારો પૈકી 5 સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. જેમાંથી 3 સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે.

આમ આદમી પાર્ટીના 2 ઉમેદવારોમાંથી 1 ઉમેદવાર સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. જેમાંથી 1ની સામે જ ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. સૌથી વધુ ભરૂચ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા પર અને અપક્ષના ઉમેદવાર ઇસ્માઇલ અહેમદ પટેલ પર સૌથી વધુ ક્રિમિનલ કેસ છે. ચૈતર વસાવા પર 13 ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. જેમાંથી 17 ગંભીર ગુનાની કલમ છે. જ્યારે 56 અન્ય કલમ છે. ચૈતર વસાવા સામે ધાડ, છેડતી, ઘરફોડ, ઉશ્કેરણીજનક સ્પીચ, આત્મહત્યા કરવા દુષ્પ્રેરિત કરવા સહિતની કલમ હેઠળ ગુના નોંધાયેલા છે. ઇસ્માઇલ પટેલ વિરુદ્ધ 13 ગુના નોંધાયેલા છે. જેમાંથી 12 ગંભીર પ્રકારની કલમ અને 18 અન્ય કલમ હેઠળ નોંધાયેલા છે.

કેટલા ઉમેદવાર છે કરોડપતિ?

ગુજરાત ભાજપના 26 પૈકી 24 ઉમેદવાર કરોડપતિ છે. જ્યારે કોંગ્રેસના 23 પૈકી 21 ઉમેદવાર કરોડપતિ છે. ગુજરાતમાં સૌથી વધારે આવક અને મિલકત ધરાવતા ઉમેદવારોમાં ભાજપના 3 ઉમેદવારનો સમાવેશ થાય છે. સૌથી વધુ મિલકત ધરાવતા 3 ઉમેદવારો છે. જેમાં ભાજપના પૂનમ માડમ પાસે 147 કરોડ, ભાજપના અમિત શાહ પાસે 65 કરોડ અને ભાજપના સી.આર. પાટીલ સામે 39 કરોડની સંપત્તિ છે.જ્યારે સૌથી ઓછી આવક અને મિલકત ધરાવતા ત્રણ ઉમેદવાર છે. જેમાં BSPના રેખાભાઈ હરસિંગ ચૌધરી પાસે રૂ.2000, કોંગ્રેસના નિલેશ વસાઈકર પાસે રૂ. 12,841 અને અન્ય એક અપક્ષ ઉમેદવાર પાસે રૂ. 13,841 સંપત્તિ છે. નોંધનીય છે કે ગુજરાતના સૌથી વધારે દેવું ધરાવતા ઉમેદવારની વાત કરીએ તો ભાજપનાં પૂનમ માડમ પર 53 કરોડ, કોંગ્રેસના ચંદનજી ઠાકોર પર 9 કરોડ અને કોંગ્રેસનાં જેની ઠુંમર પર 3 કરોડનું દેવું છે.

રૂપાલા અને રાહુલ ગાંધી બાદ પરેશ ધાનાણીનું વિવાદિત નિવેદન

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જબરદસ્ત રીતે જામ્યો છે. ભાજપ દ્વારા 26 બેઠકો પર પાંચ લાખની લીડથી જીત મેળવવા માટે ધુંવાધાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિયો વિશે કરાયેલા નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. તે ઉપરાંત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો રાજા મહારાજાઓ પર જમીન પડાવી લેવાના નિવેદન અંગેનો એક વીડિયો પ્રકાશમાં આવ્યા બાદ મામલો વધારે ગરમ થયો છે. હવે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ બળતામાં ઘી હોમ્યું હોય તેમ પટેલ અને ક્ષત્રિયોને હરખપદુડા કહીને વિવાદ જગાવ્યો છે.

ધાનાણીએ કહ્યું હું રાજકોટનો અવાજ બનવા આવ્યો છું

ગત રાત્રે રાજકોટ જિલ્લાના મચ્છાનગરમાં સભા સંબોધતા ધાનાણીએ કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર નાબુદ કરવા માટે આપણે ભાજપ નામનું બી વાવ્યું. પટેલિયાઓ અને બાપુઓ ભેગા થઈને ભાજપના બીને 10 ડોલ પાણી પાઈ રહ્યાં છે. 2015માં અમને ખ્યાલ આવ્યો ત્યારે વાહા ફાટી ગયા અને બધા સમાજોનો વારો આવી ગયો. બાપુઓ બચ્યા હતાં તો હવે ઝપેટે ચડી ગયાં છે. ધાનાણીએ કહ્યું હતું કે, હું રાજકોટનો અવાજ બનવા આવ્યો છું. હું રાજકોટમાં સાંસદ બનવા નહીં પણ સાથી બનવા આવ્યો છું.