Home Blog Page 1895

મુંબઈકર્સ..! આ મહિનાથી કરી શકશો મુંબઈ અન્ડરગ્રાઉન્ડ મેટ્રોની મુસાફરી

મુંબઈ: 2023થી ચાલી રહેલી મુંબઈની પ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રોની ટ્રાયલ રન કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (MSRC) અનુસાર મેના અંત સુધીમાં ઈન્ટિગ્રેટેડ ટ્રાયલ રનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. ઈન્ટિગ્રેટેડ ટ્રાયલ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેટ્રો લાઈન અને સાધનોનું પરીક્ષણ ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની સ્વતંત્ર સંસ્થા દ્વારા કરવામાં આવશે. સ્વતંત્ર સલામતી મૂલ્યાંકન (ISA) પ્રમાણપત્ર મેળવવામાં આવશે.

 

આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા મેળવેલ પ્રમાણપત્ર મેટ્રો રેલ સેફ્ટી (CSRS)ને મોકલવામાં આવશે. CSRS તપાસ બાદ સામાન્ય મુસાફરો માટે મેટ્રોના દરવાજા ખોલવામાં આવશે. આ તમામ ફરજિયાત પ્રક્રિયા પૂર્ણ કરવામાં લગભગ બેથી અઢી મહિનાનો સમય લાગી શકે છે. હાલમાં મેટ્રો-3 કોરિડોરના પ્રથમ તબક્કા હેઠળ આરે અને BKC વચ્ચે મેટ્રોની ટ્રાયલ રન ચાલી રહી છે. આ દરમિયાન મેટ્રોને 95 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવી રહી છે અને તેના તમામ સાધનોની તપાસ કરવામાં આવી રહી છે.મેટ્રો ચલાવવાની સાથે સાથે સિગ્નલિંગ સિસ્ટમ,ટેલિકોમ્યુનિકેશન, પ્લેટફોર્મ સ્ક્રીન ડોર અને ટ્રેકનું ટેસ્ટિંગ વર્ક પણ ચાલી રહ્યું છે.

હેવી રેટ ટ્રાયલ રન

ઈન્ટિગ્રેટેડ ટ્રાયલ રન દરમિયાન ખાલી ટ્રેન દોડાવીને તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મેટ્રો વહીવટીતંત્ર દ્વારા આગામી તબક્કાની ટ્રાયલ રન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.આ અંતર્ગત ટ્રેનમાં ભારે સામાન રાખીને ટ્રેન ચલાવવામાં આવશે.આ ટેસ્ટ દરમિયાન ટ્રેનની ક્ષમતા તપાસવામાં આવે છે.એક અધિકારીના જણાવ્યા અનુસાર હેવી વેઇટ ટ્રાયલ રન પ્રક્રિયા શરૂ કરવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટેસ્ટ ટૂંક સમયમાં શરૂ થશે.

બીજા તબક્કાના 11 રેક આવ્યા

આરે અને BKC વચ્ચે મેટ્રો સેવા શરૂ કરવાની તૈયારીઓ સાથે MSRCએ બીજા તબક્કા માટે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રથમ તબક્કામાં 9 ટ્રેનો સાથે સેવા શરૂ થશે, તમામ 9 ટ્રેનોનું પરીક્ષણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. MSRC અનુસાર બીજા તબક્કામાં મેટ્રો સેવા શરૂ કરવા માટે વધારાની 11 મેટ્રો ટ્રેનો મુંબઈ પહોંચી ગઈ છે. વધારાની 11 ટ્રેનોના ટેસ્ટિંગનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે.

સાધનસામગ્રીનું પરીક્ષણ શા માટે મહત્વનું છે?

તપાસ માટે સ્વતંત્ર એજન્સીને બોલાવતા પહેલા MSRC પોતે અનેક ખૂણાઓથી તપાસ કરે છે. કારણ કે, સ્વતંત્ર એજન્સીને તેની તરફથી ફૂલપ્રૂફ સંતોષ મળ્યા બાદ જ તપાસ માટે બોલાવવામાં આવે છે. નિરીક્ષણના અંતિમ તબક્કા માટે CSRSને બોલાવતા પહેલા, સ્વતંત્ર એજન્સી દ્વારા નિરીક્ષણ કરાયેલ મેટ્રો રેલ કોરિડોરના રૂટ પર સિગ્નલિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી ફરજિયાત છે. તૃતીય પક્ષ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવે તે પહેલાં MSRCએ પોતે સમગ્ર સિસ્ટમનું નિરીક્ષણ કરવું પડશે. બાહ્ય સંસ્થા સાધનસામગ્રીનું ફરીથી પરીક્ષણ કરે છે જેથી સેવા શરૂ કરતા પહેલા તમામ ખામીઓ દૂર કરવામાં આવે. આ દરમિયાન ટ્રેનને ઓછી અને વધુ ઝડપે ચલાવીને તમામ સાધનોની તપાસ કરવામાં આવે છે. જૂલાઈથી લોકો મેટ્રો ટ્રેનની મુસાફરી શકશે.

CBIના સંદેશખાલીમાં અનેક સ્થળોએ દરોડાઃ ગોલા-બારુદ, હથિયારો જપ્ત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ED અધિકારીઓના હુમલામાં CBI અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે. CBIએ આ દરોડામાં મોટા માત્રામાં ગોલા-બારુદ અને હથિયારો જપ્ત કર્યાં છે. આ પહેલાં સંદેશખાલી મામલામાં CBIએ પહેલી FIR નોંધી હતી. CBIએ ઇમેઇલ દ્વારા ફરિયાદને આધારે FIR નોંધી હતી. એ FIRમાં પાંચ લોકોનાં નામ છે, જ્યારે બાકીના અજાણ્યા લોકો છે.  

પેરામિલિટરી ફોર્સની કડક સુરક્ષામાં CBIની ટીમ અલગ-અલગ સ્થળોએ દરોડા કરી રહી છે. આ દરોડામાં મોટી સંખ્યામાં દેશી-વિદેશી હથિયારો જપ્ત કરવામાં આવ્યાં છે, જેમાં વિદેશોમાં બનેલા હથિયારોની સંખ્યા વધુ છે.

મહિલાઓની સાથે અત્યાચાર અને જમીન હડપવાના મામલાઓની તપાસ માટે CBIની 10 સભ્યોની ટીમોએ ગયા સપ્તાહમાં સંદેશખાલીની મુલાકાત લીધી હતી. એ દરમ્યાન ટીમના પીડિત પરિવારો અને મહિલાઓ વાતચીત કરીને તેમનાં નિવેદનો નોંધ્યા હતાં. એ સાથે CBIની એક ટીમ સંદેશખાલી પોલીસ સ્ટેશન પણ પહોંચી હતી, જ્યાં હાજર પોલીસ કર્મચારીઓ પાસે તપાસ રિપોર્ટ માગ્યો હતો.

પશ્ચિમ બંગાળના રાશન વિતરણમાં આશરે રૂ. 10,000 કરોડના ભ્રષ્ટાચાર મામલામાં જ્યારે પાંચ જાન્યુઆરીએ EDની ટીમ શાહજહાં શેખના નિવાસસ્થાને દરોડા મારવા પહોંચી તો ત્યાં તેના સાથીદારોએ EDના અધિકારીઓ પર હુમલો કર્યો હતો. 200થી વધુ સ્થાનિક લોકોએ અધિકારીઓ અને તેમની સાથે ચાલી રહેલા અર્ધસૈનિક દળોનાં વાહનોને ઘેરી લીધાં હતાં. આ કેસમાં શાહજહાં શેખ કેટલાય દિવસો સુધી ફરાર રહ્યો હતો. શાહજહાંને ભૂતપૂર્વ મંત્રી જ્યોતિપ્રિય મલિકની નજીકની વ્યક્તિ માનવામાં આવતો હતો.

 

 

 

 

 

 

 

 

 

 

વિમાન મુસાફરી થશે સસ્તી, DGCA નવા નિયમો કર્યા જાહેર

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા સૂચના જાહેર કરવામાં આવી છે, જેમાં મુસાફરો માટે વિમાનના ભાડાને સસ્તા બનાવવાની યોજનાઓ ચાલી રહી છે. DGCAના પ્રમાણે એરલાઈન્સ દ્વારા જાહેર કરાયેલા ભાડામાં કેટલીક સુવિધા માટે પણ ચાર્જ લેવામાં આવે છે. જે સુવિધા બિનજરૂરી હોય છે. અલગ-અલગ જગ્યાએથી મળેલા ફીડબેકના આધારે DGCAને જાણવા મળ્યું છે કે ઘણી વખત મુસાફરોને મુસાફરી દરમિયાન એરલાઈન્સ દ્વારા આપવામાં આવતી આ સેવાઓની જરૂર હોતી નથી.

DGCAનું સર્ક્યુલર

DGCA એ સર્ક્યુલરમાં કહ્યું છે કે સર્વિસીસ અને તેમના ચાર્જને અલગ કરીને મૂળભૂત ભાડું વધુ સસ્તું થઈ શકે છે. સાથે જ ગ્રાહકોને મનપસંદ સેવાઓ મેળવવા માટે અલગથી ચૂકવણીનો ઓપશન આપનવો જોઈએ. વિભિન્ન સર્વિસીસ ‘ઓપ્ટ-ઇન’ ધોરણે પ્રદાન કરવી જોઈએ અને ‘ઓપ્ટ-આઉટ’ આધારે નહીં.

કઈ સર્વિસનો ખર્ચ થશે ભાડામાંથી બાકાત

  • પેસેન્જર માટે સીટ સિલેક્શન ચાર્જ
  • ભોજન/નાસ્તો/પીણાના શુલ્ક
  • એરલાઇન લાઉન્જનો ઉપયોગ કરવા માટેની ફી
  • ચેક-ઇન બેગેજ ચાર્જીસ
  • રમતગમતના સાધનોના શુલ્ક
  • સંગીતના સાધનોના શુલ્ક
  • મૂલ્યવાન સામાન માટે સ્પેશિયલ ડિક્લેરેશન ફી

અનુસૂચિત એરલાઇન્સને એરલાઇન બેગેજ પોલિસીના ભાગરૂપે ફ્રી બેગેજ એલાઉન્સ સાથે ‘ઝીરો બેગેજ/નો-ચેક-ઇન બેગેજ ભાડાં’ ઓફર કરવાની પરવાનગી આપવામાં આવશે. આ સાથે DGCA એ કહ્યું છે કે જો તમે એરલાઈન કાઉન્ટર પર ચેક-ઈન માટે સામાન લઈને આવો છો, તો તમને લાગુ પડતા શુલ્ક વિશે માહિતી આપવામાં આવશે. સાથે તેને ટિકિટ પર પ્રિન્ટ કરીને પણ આપવામાં આવશે.

T20i ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડઃ સાત બેટ્સમેનો 0 પર આઉટ

નવી દિલ્હીઃ T20i ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. ઇન્ડોનેશિયન 17 વર્ષીય કિશોરીએ આ રેકોર્ડ બનાવ્યો છે. તેણે T20 ઇન્ટરનેશનલમાં વગર કોઈ રન આપ્યે સાત વિકેટ લીધી છે (3.2-3-0-7), જે વર્લ્ડ રેકોર્ડ છે. આટલું જ નહીં, T20i 20 ફોર્મેટમાં આ સર્વશ્રેષ્ઠ બોલિંગ છે.

ઇન્ડોનેશિયાની રોહમાલિયા રોહમાલિયા ડેબ્યુ મેચમાં આ સફળતા હાંસલ કરી છે. તેણે શૂન્ય રને સાત વિકેટ હાંસલ કરી છે, જે બધી T20 ઇન્ટરનેશનલ (પુરુષ અને મહિલા)માં સર્વશ્રેષ્ઠ બોલિંગનો ડેટા છે, આવું આ જ સુધી કોઈ નથી કરી શક્યું.બાલીમાં મંગોલિયાની વિરુદ્ધ દ્વિપક્ષી સિરીઝની પાંચમી T20 ઇન્ટરનેશનલમાં સ્પિનર રોહમાલિયાએ 20 બોલ ફેંક્યા હતા. આ બધા ડોટ બોલ રહ્યા હતા. એ દરમ્યાન તેણે સાર બેટ્સમેનને શૂન્ય રને આઉટ કર્યા હતા.

આર્જેન્ટિના એલિસન સ્ટોક્સે (ત્રણ રન પર સાત વિકેટ) અને નેધરલેન્ડની ફ્રેડરિક ઓવરડિઝ્ક (ત્રણ રન પર સાત વિકેટ) પછી રોહમાલિયા મહિલા T20માં સાત વિકેટ લેનારી ત્રીજી બોલર છે. બુધવારે રમાયેલી સિરીઝની પાંચમી T20 મેચમાં ઇન્ડોનેશિયાએ 151 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ઇન્ડોનેશિયાના બોલરોએ મંગોલિયાને 24 રન પર ઓલઆઉટ કરી દીધી હતી. ઇન્ડોનેશિયાએ 24 એપ્રિલે છઠ્ઠી મેચ રમી હતી. આ પ્રકારે સિરીઝ ઇન્ડોનેશિયાએ 6-0થી જીતી લીધી હતી.

 

 

 

 

 

 

 

સુરેન્દ્રનગર: જ્ઞાતિ સમીકરણનું અટપટું ગણિત

સુરેન્દ્રનગર: આ લોકસભા બેઠક પર કોળી મતદારોનું પ્રભુત્વ જોવા મળે છે. છેલ્લી પાંચ ટર્મમાં બે વખત કોંગ્રેસ અને 3 વખત ભાજપના ઉમેદવારની અહીં જીત થઈ છે. જ્ઞાતિ સમીકરણની જો વાત કરવામાં આવે તો આ બેઠક પર તળપદા કોળી સમાજના સૌથી વધુ અંદાજે 3 લાખ 83 હજાર મતદારો છે. પછી ઠાકોર અને ક્ષત્રિય સમાજ આવે છે. ગુજરાતમાં 1989 પછીની 8 લોકસભા ચૂંટણીમાં પાંચવાર ભાજપે આ બેઠક જીત મેળવી છે. જ્યારે ત્રણવાર કોંગ્રેસને જીત મળી છે. ગુજરાતની ગણતરીની લોકસભા બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસનો રેકોર્ડ સારો હોય અને જીત માટે પ્રબળ દાવેદાર હોય, એમાંની એક બેઠક સુરેન્દ્રનગરની છે.

ઉમેદવાર

ભાજપ: ચંદુભાઈ શિહોરા 

ચંદુભાઈ શિહોરા હળવદના છે અને ચુંવાળિયા કોળી સમાજમાંથી આવે છે. તેઓ મૂળ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા છે. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. ખેતી અને ઉધોગ સાથે સંકળાયેલા છે.

કોંગ્રેસ: ઋત્વિક મકવાણા

ઋત્વિક મકવાણા તળપદા કોળી સમાજમાંથી આવે છે. 2017માં ચોટીલા બેઠક પરથી ધારાસભ્ય રહ્યા છે અને 2022માં હારનો સામનો કર્યો હતો. તેમના દાદા કરમશી મકવાણા પોતે કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. તેમના અન્ય એક દાદા સવસીભાઈ મકવાણા પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે. ઋત્વિક મકવાણા ઉત્તર બુનિયાદી શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલા છે.

PROFILE

  • સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં વિરમગામ, ધંધુકા, દસાડા, લીમડી, વઢવાણા, ચોટીલા અને ધ્રાંગધ્રા વિધાનસભાનો સમાવેશ થાય છે.
  • 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના ડૉ. મહેન્દ્ર મુંજપરા આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 2,77,437 વોટની લીડથી જીત્યા હતા.

  • મતદારોની સંખ્યા
  • કુલ મતદારો 20,26,252
  • પુરુષ મતદાર 10,53,807
  • સ્ત્રી મતદાર 9,72,413

 

  • વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક પક્ષ વિજેતા વોટ  લીડ
વિરમગામ ભાજપ  હાર્દિક પટેલ 99,155 51,707
ધંધુકા ભાજપ કાળાભાઈ ડાભી 91,528 34,326
દસાડા ભાજપ પરશોત્તમ પરમાર 76,344 2,179
લિંબડી ભાજપ કિરીટસિંહ રાણા 81,765 23,146
વઢવાણ ભાજપ જગદીશ મકવાણા 1,05,903 65,489
ચોટિલા ભાજપ સમાજી ચૌહાણ 71,039 25,642
ધાંગધ્રા ભાજપ પ્રકાશ વરમોરા 1,02,844 32,973

સુરેન્દ્રનગર બેઠકની વિશેષતા

  • સુરેન્દ્રનગર લોકસભાની પ્રથમ ચૂંટણી વર્ષ 1962માં થઇ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઘનશ્યામ ઓઝા વિજયી બન્યા હતા.
  • 1977માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પ્રસિધ્ધ અર્થશાસ્ત્રી આર. કે. અમીન જનતા પક્ષમાંથી સાંસદ બન્યા હતા.
  • સુરેન્દ્રનગરમાં કોળી મતદારો 40% મત સાથે નિર્ણાયક ગણાય છે
  • કોળી સમાજના સોમાભાઇ પટેલ આ લોકસભા બેઠક પરથી સૌથી વધુ વખત સાંસદ બન્યા હતા.
  • ખેતી પર નિર્ભર રહેતો જીલ્લો છે. આ ઉપરાંત ઉઘોગમાં મીઠાનું ઉત્પાદન પણ આ જિલ્લામાં મોટા પ્રમાણમાં થાય છે.

હવામાન વિભાગની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વધશે ગરમી?

રાજ્યમાં ગરમીનો પારો દિવસેને દિવસે ઉંચાકાઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે કાળઝાળ ગરમી વચ્ચે માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે. તો બીજી બાજુ હવામાન નષ્ણાંત અંબાલાલ પટેલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધવાની આશંકાઓ વ્યક્ત કરી છે.

એપ્રિલ મહિનામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગરમીનો પારો ધીમે ધીમે ઉંચાકાઈ રહ્યો છે. રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રી આસપાસ વધારો થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, સુરત અને પાલનપુરમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે કે, 26મી તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે. જે બાદ તારીખ 27 અને 28 દરમિયાન વાદળવાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. આ સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં પ્રીમોન્સુન એક્ટિવિટી થઈ શકે છે. આ સાથે અંબાલાલ પટેલે ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદી માહોલ સર્જાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

નોંધનીય છે કે નિષ્ણાંત પ્રમાણે નજીકના સમયમાં અરબ અને બંગાળના સાગરનો ભેજથી 28 અને 29 તારીખ દરમિયાન ગરમીનું પ્રમાણ વધી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં 43થી 44 ડિગ્રી મહત્તમ તાપમાન જાય તેવી સંભાવનાઓ છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઊંચું જવાની શક્યતાઓ છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં તથા ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતાઓ છે.

સુપ્રીમ કોર્ટે બધી અરજી ફગાવતાં કહ્યું, EVMથી જ થશે મતદાન

નવી ­દિલ્હીઃ લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં મતદાનની વચ્ચે સુપ્રીમ કોર્ટે VVPAT વેરિફિકેશનની માગને લઈને બધી અરજીઓને ફગાવી દીધી છે બેલેટ પેપરની માગને લઈને પણ અરજીઓ કોર્ટે ફગાવી છે. કોર્ટના આ ચુકાદાથી EVM દ્વારા મતોને VVPATની પર્ચીઓથી 100 ટકા મેળવવાની માગને પણ આંચકો લાગ્યો છે. આ ચુકાદો સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે સહમતીથી આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે એક મહત્વના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે મતદાન ઈવીએમ મશીન દ્વારા જ થશે. EVM-VVPAT નું 100% મેચિંગ કરવામાં આવશે નહીં. VVPAT સ્લિપ 45 દિવસ સુધી સુરક્ષિત રહેશે. આ સ્લિપ ઉમેદવારોની સહી સાથે સુરક્ષિત રાખવામાં આવશે. કોર્ટે સિમ્બોલ લોડિંગ યુનિટને સીલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

કોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે ઉમેદવાર પરિણામ જાહેર થયાના સાત દિવસની અંદર ફરીથી ચકાસણીની માગ કરી શકે છે. એન્જિનિયરો માઇક્રો કન્ટ્રોલરની મેમરી તપાસશે. આ તપાસનો ખર્ચ ઉમેદવારે ભોગવવાનો રહેશે. જો તે ખોટું સાબિત થશે, તો પૈસા પરત કરવામાં આવશે.

જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે ચૂંટણી પંચને ભવિષ્યમાં VVPAT સ્લિપમાં બાર કોડને ધ્યાનમાં લેવા જણાવ્યું છે. આ સિવાય બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માગને પણ બેન્ચે સ્વીકારી નથી. સુપ્રીમ કોર્ટે છેલ્લી સુનાવણીમાં આ કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

આ દરમિયાન બેન્ચે ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને કહ્યું હતું  કે અમે ખોટા સાબિત થવા નથી માગતા, પરંતુ અમારાં તારણો વિશે સંપૂર્ણ ખાતરી કરવા માગીએ છીએ. આ કારણોસર અમે સ્પષ્ટતા માગવાનું વિચાર્યું હતું. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી ચૂંટણી પંચે કહ્યું હતું કે કોર્ટના આ ચુકાદા પછી હવે કોઈને શંકા નહીં રહેવી જોઈએ. હવે જૂના સવાલ ખતમ થવા જોઈએ. સવાલોથી મતદાતાના મનમાં શંકા થયા છે. ચૂંટણી સુધારા ભવિષ્યમાં પણ જારી રહેશે.

 

 

 

 

 

 

 

શું વાસ્તુના નિયમો સ્વાર્થી લોકોને પણ મદદ કરે?

કાળઝાળ ગરમી અને કારમી મોંઘવારી વચ્ચે પણ જીવન એક આશામાં ચાલી રહ્યું છે કે એક નવી ઝળહળતી સવાર આવશે અને સર્વ સુખ લાવશે. દરરોજ રાત્રે એક આશામાં સુતો માણસ બીજી રાત્રે પણ એ જ આશા સાથે સુવે છે એ ને જ જીવન કહે છે? કે પછી કોઈક જગ્યાએ સાચે જ ઝળહળતો સુરજ ઉગે છે? સકારાત્મક વિચારધારા જ વ્યક્તિને જીવંત રાખે છે. સર્વ દુખોથી પર.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.

સવાલ: અમારા એક સગાને અમે ખુબ મદદ કરી. સાવ નિસ્વાર્થ મદદ. એમને આર્થિક, માનસિક, શારીરિક મદદ કરવામાં અમે થોડા પાછળ રહી ગયા. હવે એમનો સમય સુધર્યો છે. અમને મદદ કરવાના બદલે એ અમારા કામમાં બચ્ચે આવે છે. સતત અમને નીચા દેખાડવા પ્રયત્ન કરે છે. મદદ કરવાનું બાજુએ રહ્યું પણ કોઈ કામ આપતું હોય તો એને રોકે છે. લોકોને મારારા વિરુદ્ધ ઉશ્કેરે છે. અમારા ઘરની નાની નાની વાતો જાણવા પૈસા આપીને માણસો રોકે છે. અમે સુખેથી રહીએ એ એમને નથી ગમતું. એ લોકો કહે છે કે ઈશ્વર પણ પૈસાદારની જ સામે જુએ છે. ભગવાનની દયાથી અમે સાવ અટકી પણ નથી ગયા. પણ એ લોકો આટલું ખરાબ કરે છે તો પણ એ સુખી કેમ છે? શું વાસ્તુના નિયમો આવા લોકોને પણ સુખી કરી દે? આપને શાસ્ત્રોનું જ્ઞાન છે. તો સમજાવવા વિનંતી.

જવાબ: આપના જેવો સવાલ ઘણા લોકોને હશે. કંસ જયારે દેવકીને વળાવતો હતો ત્યારે આકાશવાણી થઇ હતી કે દેવકીનો આઠમો પુત્ર તારો વધ કરશે. એટલે કંસે દેવકીને કારાવાસમાં પૂરી દીધી. એ કંસની લાડકી બહેન હતી. તેથી તે સજ્જનતા પૂર્વક રહેતો. વળી આકાશવાણીથી એ ચેતી ગયો અને એનો વ્યવહાર પણ સુધરી ગયો. એનો વધ નિશ્ચિત હતો. તેથી નારદજીને એની પાસે કમળનું ફૂલ લઈને મોકલવામાં આવ્યા.

નારદજીએ કંસને પૂછ્યું કે આ કમળની આઠમી પાંદડી કઈ? કંસ પાસે જવાબ ન હતો. નારદજીએ કહ્યું સંસારનું ચક્ર પણ આવું જ છે. તું કેવી રીતે જાણીશ કે કયા જન્મનું આઠમું બાળક તારો વધ કરશે? ક્રોધિત કસે બધાજ બાળકોને મારવાનો નિર્ણય લીધો. એના પાપ વધ્યા અને એનો વધ થયો. કુદરત પણ માણસને આવા ચાન્સ આપે છે. જે તે વ્યક્તિ પોતાના કર્મો ભેગા કર્યા કરે છે. અને એક દિવસ એનો કરુણ અંત આવે છે. આજના સમાજમાં કેટલાક લોકો કર્મ એટલે માત્ર કામ સમજે છે. અને કુદરત ને ગણતા જ નથી. તેથી આવા અનુભવ શક્ય છે. પણ કર્મ એનું કામ કરે જ છે. તમે જ કહ્યું કે એ લોકોએ ઘણા પ્રયત્ન કર્યા પણ તમે અટક્યા નથી. બસ કુદરત અને સ્વ માં વિશ્વાસ રાખો. ઘરમાં દરરોજ ઘીનો દીવો કરીને મહામૃત્યુંન્જય મંત્ર જાપ કરો.

સુચન: ઘીનો દીવો કોઈ પણ જીવિત વ્યક્તિ કરી શકે છે. એ પ્રકાશનો સ્ત્રોત છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

કોરાનાના 112 નવા કેસો, એક પણ મોત નહીં  

 નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 112 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,36,587 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,585 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,02,384 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 100 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 738 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,889 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 27 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસની ઉજવણી શા માટે? એનાથી શું ફાયદો?

વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસને વિશ્વ આઈપી દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ દર વર્ષે 26 એપ્રિલે ઉજવવામાં આવે છે. આ દિવસ સર્જકો, શોધકો અને સાહસિકોને તેમના વિચારો અને કાર્ય માટે સન્માનિત કરવાની તક પૂરી પાડે છે. આ ઉપરાંત આ દિવસ બૌદ્ધિક સંપત્તિ (Intellectual Property) અધિકારોના મહત્વને પણ રેખાંકિત કરે છે, જે નવીનતા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

બૌદ્ધિક સંપદા અધિકારો શું છે?
બૌદ્ધિક સંપદા અધિકારો (IPR) એવા અધિકારો છે જે સર્જકોને તેમના સર્જનાત્મક કાર્યો અને શોધ પર નિયંત્રણ અને સુરક્ષા પ્રદાન કરે છે. આ મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ સર્જકો અને શોધકર્તાઓને તેમના કાર્યમાંથી નફો મેળવવામાં મદદ કરે છે, તેઓ નવીનતા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરે છે અને લોકોને એ જાણવાનો વિશ્વાસ આપે છે કે તેઓ શોષણ કર્યા વિના તેમના કાર્યોમાં રોકાણ કરી શકે છે અને નફો કમાઈ શકે છે.

વિશ્વ બૌદ્ધિક સંપદા સંસ્થા વિશે
વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન (WIPO) એ સંયુક્ત રાષ્ટ્રની વિશિષ્ટ એજન્સી છે જે નવી શોધો અને કલાના કાર્યોને પ્રોત્સાહન આપે છે. તે બૌદ્ધિક સંપદા (IP) માટે વૈશ્વિક નિયમો લાગુ કરે છે, જે શોધ, ડિઝાઇન, બ્રાન્ડ અને સર્જનાત્મક કાર્યોને રક્ષણ પૂરું પાડે છે. વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન (WIPO)ની સ્થાપના 14 જુલાઈ 1967ના રોજ થઈ હતી.તેનું મુખ્ય મથક જીનીવા, સ્વિત્ઝરલેન્ડમાં છે. WIPO બૌદ્ધિક સંપદા માહિતી માટે વિશ્વસનીય વૈશ્વિક સંદર્ભ સ્ત્રોત તરીકે સેવા આપે છે. ભારત WIPO નો સભ્ય છે અને WIPO દ્વારા સંચાલિત અનેક સંધિઓનો પક્ષ છે.

વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસનો ઇતિહાસ શું છે?
આ દિવસ 1970 માં વિશ્વ બૌદ્ધિક સંપદા સંસ્થા (WIPO) ની સ્થાપના કરનાર સંમેલનના અમલમાં પ્રવેશની તારીખની ઉજવણી કરે છે. આ દિવસ બૌદ્ધિક સંપદા (IP) ના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને સર્જકો, શોધકો અને ઉદ્યોગસાહસિકો દ્વારા આપવામાં આવેલા યોગદાનની ઉજવણી કરવા માટે ઉજવવામાં આવે છે. IP માં પેટન્ટ, કૉપિરાઇટ, ટ્રેડમાર્ક, ઔદ્યોગિક ડિઝાઇન અને ભૌગોલિક સંકેતો જેવા અધિકારોનો સમાવેશ થાય છે. આ અધિકારો નિર્માતાઓને તેમના નવા વિચારો, શોધો અને સર્જનો પર નિયંત્રણ મેળવવા અને લાભ મેળવવામાં મદદ કરે છે.

વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસનું શું મહત્વ છે?
બૌદ્ધિક સંપદા દિવસ આપણને સર્જનાત્મકતા અને નવીનતાના મૂલ્યની યાદ અપાવવાની એક મહત્વપૂર્ણ તક પૂરી પાડે છે. આ દિવસનું મહત્વ નીચે મુજબ છે.

  • તે સર્જનાત્મકતા અને નવીનતાને પ્રોત્સાહન આપે છે
  • આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે
  • તેનાથી ગ્રાહકોને ફાયદો થાય છે
  • તે સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપે છે