અમદાવાદ: 1951થી 2009 સુધી અમદાવાદની લોકસભા બેઠક એક જ હતી. 2008માં નવા સીમાંકન પ્રમાણે અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક 2008માં સંસદીય મત વિસ્તારના નવા સીમાંકનના અમલીકરણના ભાગરૂપે બનાવવામાં આવી હતી. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. તેમાં પ્રથમ વખત 2009માં ચૂંટણી યોજાઈ હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના ડૉ. કિરીટ પ્રેમજીભાઈ સોલંકી હતા. ત્યારબાદ તેઓ 2014 અને 2019ની ચૂંટણીમાં પણ આ મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા.જોકે આ વખતે ભાજપે તેમના સ્થાને દિનેશ મકવાણાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે ભરત મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે.
ઉમેદવાર
ભાજપ: દિનેશ મકવાણા
દિનેશ મકવાણાએ B.A LLB સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ 1987થી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છે. તેઓ પાંચ ટર્મ કોર્પોરેટર બન્યા અને બે વખત ડે.મેયર પણ બન્યા હતા. તેમને સત્તા અને સંગઠનનો અનુભવ છે.
કોંગ્રેસ: ભરત મકવાણા
કોંગ્રેસે અમદાવાદ પશ્વિમ અનામત સીટ પરથી ભરત મકવાણાને ટિકિટ આપી છે. ભરત મકવાણાનો મુકાબલો ભાજપના દિનેશ મકવાણા સાથે થશે. ભરત મકવાણાએ ગેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે. તેમણે કાયદાની ડિગ્રી પણ મેળવી છે. ભરત મકવાણા રાજકીય પરિવાર સાથે સંકળાયેલા છે. તેમના પિતા યોગેન્દ્ર મકવાણા ઇન્દીરા ગાંધી અને રાજીવ ગાંધી સરકારમાં કેન્દ્રીય મંત્રી હતા. તેઓ આણંદ જિલ્લાની સોજીત્રા બેઠક પરથી ધારાસભ્ય રહી ચુક્યા છે. તેમના માતા શાંતાબેન મકવાણા પણ સોજીત્રાથી ત્રણવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતાં. મકવાણા પરિવાર મૂળ કોંગ્રેસી પરિવાર છે.
PROFILE
- અમદાવાદ (પશ્ચિમ) લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં એલિસબ્રિજ, અમરાઈવાડી, દરિયાપુર જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા(SC)અને અસારવા (SC) વિધાનસભાનો સમાવેશ થાય છે.
- 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના ડૉ. કિરીટ પટેલ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 3,21,546 વોટની લીડથી જીત્યા હતા.

- મતદારોની સંખ્યા
કુલ મતદારો 17,11,932
પુરુષ મતદાર 8,82,968
સ્ત્રી મતદાર 8,28,895
- વિધાનસભા બેઠકોની સ્થિતિ
| બેઠક | પક્ષ | વિજેતા | વોટ | લીડ |
| એલિસબ્રિજ | ભાજપ | અમિત શાહ | 1,19,323 | 1,04,796 |
| અમરાઈવાડી | ભાજપ | ડૉ. હસમુખ પટેલ | 93,994 | 43,272 |
| દરિયાપુર | ભાજપ | કૌશિક જૈન | 61,490 | 5,485 |
| જમાલપુર-ખાડિયા | કોંગ્રેસ | ઈમરાન ખેડાવાલા | 54,847 | 13,658 |
| મણિનગર | ભાજપ | અમુલ ભટ્ટ | 1,13,083 | 90,728 |
| દાણીલીમડા(SC) | કોંગ્રેસ | શૈલેષ પરમાર | 69,130 | 13,487 |
| અસારવા (SC) | ભાજપ | દર્શનાબેન વાઘેલા | 80,155 | 54,173 |
અમદાવાદ પશ્ચિમ બેઠકની વિશેષતા
- 1951થી 1984 સુધી આ બેઠક પર કોંગ્રેસનું વર્ચસ્વ હતું
- 1989માં સૌપ્રથમ વખત ભાજપના ઉમેદવારે જીત નોંધાવી.
- 2009માં નવા સીમાંકન બાદ છેલ્લી ત્રણ ટર્મથી ભાજપના ડૉ. કિરીટ સોલંકી વિજેતા.





કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે થિંક-ટેન્કનું નામ ચિંતન રિસર્ચ ફાઉન્ડેશન નક્કી કરવામાં આવ્યું છે. અદાણી જૂથ પાસેથી નવનિર્મિત સંસ્થાને રૂ.100 કરોડનું ભંડોળ મળશે. જો કે ભવિષ્યમાં તે રકમમાં વધારો થઈ શકે છે. પ્રારંભિક ભંડોળ મેળવ્યા બાદ તેની પાસે આવકનો આગવો પ્રવાહ ઉભો થશે. જેનાથી તે આત્મનિર્ભરતા માટે સક્ષમ બનશે. ચિંતન રિસર્ચ ફાઉન્ડેશનનો ઉદ્દેશ માત્ર સંશોધન જ નહીં, આબોહવા પરિવર્તન અને ઉર્જા સંક્રમણના ત્રણ સ્તંભો, ભૌગોલિક રાજનીતિ અને વ્યૂહાત્મક બાબતો, અને અર્થતંત્ર અને વેપાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. વળી તે COP29, યુનાઈટેડ નેશન્સ અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન જેવા વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારતના હિતોની તરફેણ પણ કરશે.
સંસ્થા બહારના ભંડોળને આકર્ષવા અને તેની સાથે વિસ્તરણ કરવાનું પણ વિચારી રહી છે. અદાણી સાથે સૂચિત સ્વતંત્ર સંશોધન સંસ્થા માટે બોર્ડ જૂથની નિમણૂંક હાથવગી રાખવામાં આવી છે. લંડન, વોશિંગ્ટન, મુંબઈ અને બેંગલુરુ જેવા ભારતીય રાજ્યોની રાજધાનીઓમાં પણ તેની ઓફિસો પથરાયેલી હશે. સ્વદેશ નિર્મિત અદ્યતન થિંક-ટેન્ક વિકાસશીલ રાષ્ટ્રોને નવું પ્લેટફોર્મ પૂરુ પાડશે. હિંડનબર્ગ રિસર્ચના કથાકથિત આરોપો બાદ અદાણીએ આંતરરાષ્ટ્રીય છબીને ફરીથી બનાવવા કમર કસી છે. યુ.એસ.ના શોર્ટ સેલરે આરોપ મૂક્યો હતો કે તેનું જૂથ વ્યાપક કોર્પોરેટ છેતરપિંડી અને શેરના ભાવની હેરાફેરીમાં રોકાયેલું છે. યુએસ ફેડરલ પ્રોસિક્યુટર્સ અદાણી જૂથના સ્થાપકની પણ સંભવિત લાંચના ઉલ્લંઘન માટે તપાસ કરી રહ્યા છે. જો કે અદાણી જૂથે વારંવાર કોઈપણ જાતની ગેરરીતિ આચર્યાનો ઇનકાર કર્યો છે. અદાણીની એન્ટ્રીનું ચેરિટેબલ જૂથો અને બિન-સરકારી સંસ્થાઓ સામેના કથિત ક્રેકડાઉન અંતર્ગત ભારતના ગૃહ મંત્રાલય દ્વારા ચુસ્તપણે નિરીક્ષણ કરવામાં આવે છે.




આમ આદમી પાર્ટી દિલ્હી લિકર કૌભાંડ થયેલી આવકના મુખ્ય લાભાર્થી છે. ગુનાની આવકનો એક હિસ્સો આશરે રૂ. 45 કરોડની રોકડનો ઉપયોગ આપની વિધાનસભા ચૂંટણી 2022ની ચૂંટણી ઝુંબેશમાં કરવામાં આવ્યો હતો.આ પ્રકારે કેજરીવાલના માધ્યમથી મની લોન્ડરિંગનો ગુનો કર્યો છે અને આ પ્રકારે અપરાધ કલમ 70, PMLA 2002ના અંતર્ગત આવે છે. EDએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતુ કે જ્યારે તેઓ PMLA ની કલમ 17 હેઠળ કેજરીવાલનું નિવેદન નોંધી રહ્યા હતા, તે દરમિયાન પણ તેઓ અમારા પ્રશ્નોના ઉત્તર નહોતા આપી રહ્યા. વાસ્તવમાં કેજરીવાલે એક્સાઈઝ પોલિસી કેસમાં તેમની ધરપકડ વિરુદ્ધ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમને અહીંથી રાહત મળી ન હતી.
“ચાલો ચાલો ચાલો મતદાન કરવા.. ચાલો તો રાહ કોની જુવો છો તો ચાલો મારી સાથે..ચાલો રે ચાલોરે ચાલો આપણે મતદાન કરીએ..
મયુર પરમાર ચિત્રલેખા.કોમને કહે છે, “મહેસાણાના જોવાલાયક અને જાહેર સ્થાનો પર મતદાન જાગૃતિના આ ગીતને કેટલાક યુવાનો બાળકો, નાગરિકો તેમજ સિનિયર સિટીઝન સાથે ગાઈ અને કમ્પોઝ કર્યું છે. અમારી ટીમે મહેસાણાના સોશિયલ મીડિયાના પ્રસિદ્ધ ઇન્ફલુઅન્સર કૌશિકભાઈ પટેલ સાથે રહી ગીતને તૈયાર કર્યુ છે. હું એમ.કોમનો વિદ્યાર્થી છું. સિંગર પણ છું ઘણા ગીતો મારા પોતાના સ્ટુડિયોમાં તૈયાર કર્યા છે. ચૂંટણીમાં મતદાનની જાગૃતિના ગીતને તૈયાર કરવા માટે કોલેજના પ્રોફેસરોએ મને સપોર્ટ કર્યો છે. તેમણે કહ્યું કે તારામાં ટેલેન્ટ છે તો ચૂંટણી પંચની આ સ્પર્ધામાં ભાગ લેવા જ જોઈએ.” મતદાન જાગૃતિના આ ગીતે ધૂમ મચાવી મયુરને પહેલો નંબર અપાવ્યો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યના 10 સોશિયલ મીડિયા ઇન્ફ્લુન્સરમાંથી મહેસાણા જિલ્લા માટે મતદાન જાગૃતિ અભિયાન માટે પસંદ કરાયેલું ગીત મયુર પરમારનું છે. સમગ્ર જિલ્લા અને મહેસાણા શહેરમાં મતદાન જાગૃતિના અભિયાન માટે પસંદ કરાયેલ નેશનલ વોટર્સ ડે ૨૫મી જાન્યુઆરી ૨૦૨૪ના દિવસે મતદાન જાગૃતિ પ્રવૃત્તિ માટે સિંગર મયુરને જિલ્લા વહીવટી અને ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી, કલેક્ટર એમ.નાગરાજનની ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશના વરદ હસ્તે મતદાન જાગૃતિ માટે પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતાં.
વધુમાં ગાયક મયુર પરમાર કહે છે, “ આપણે છીએ લોકશાહીના હકદાર ..આપણે છીએ એક દેશનો અવાજ…. થોડો સમય આપી તમે કરો મતદાન ત્યારે થશે આપણો દેશ બલવાન… લોભ કે લાલચમાં ન અટવાઓ…. નિષ્પક્ષ મતદાન કરવા હરખાવો…. સંજોગો કપરા ભલે હોય કરશું મતદાન અચૂક તોય…… ચાલો આપણે સંકલ્પ લઈએ ચાલો આપણે મતદાન કરીએ.” મારા આ શબ્દો થકી યુવાઓ, પ્રથમવાર મતદાન કરનારા મતદાતાઓ તેમજ નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે અને અચૂક મતદાન કરે એવા આશયથી અમે આ ગીત બનાવી રહ્યા છીએ તેમજ મહેસાણાના વિવિધ સ્થળો પર તેનું શૂટિંગ કરીને સ્થાનિક પબ્લિકને અમારી સાથે સહભાગી પણ બનાવી રહ્યા છીએ. છેલ્લી બે ચૂંટણીથી અમે જિલ્લામાં જાહેર સ્થળોમાં અને સોશિયલ મીડિયાના youtube , insta અને facebook આ ત્રણ માધ્યમ દ્વારા અમે મતદાન જનજાગૃતિના કાર્યક્રમો કરી રહ્યા છીએ. અમને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.”
સોશિયલ મીડિયાના ચૂંટણી માટે પસંદ કરાયેલા મીડિયા ઇન્ફ્લુઅન્સર કૌશિકભાઇ પટેલ કહે છે, “આજનું યુથ જ નહીં પણ મોટાભાગના લોકો સોશિયલ મીડિયા સાથે કનેક્ટેડ છે અને મતદાન જનજાગૃતિ માટે આ પણ એક લોકપ્રિય પ્લેટફોર્મ છે. જેના દ્વારા વધારેમાં-વધારે મતદાન કરાવી શકાય અને લોકોમાં જનજાગૃતિ આવે એ માટે અમારી પસંદગી થઈ છે. ત્યારે અમે સૌને કહીએ છીએ કે, ચોક્કસ મતદાન કરીએ. ભેદભાવથી પર રહીને મતદાન કરીએ.” નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કહે છે યંગ જનરેશન અને સોશિયલ મીડિયા સાથે કનેક્ટેડ લોકોને વધારે મતદાન કરવા પ્રેરિત કરવા માટે આ એક સરસ માધ્યમ છે. જેના દ્વારા અમે જિલ્લાના નાગરિકો વધારેમાં વધારે મતદાન કરવા પ્રેરાય એવા પ્રયત્નો કરી રહ્યા છે.
ભારત ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત દેશના નાગરિકો વધારેમાં વધારે મતદાન કરે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જન સંપર્ક અને જાગૃતિના પ્રયત્નો થઈ રહ્યા છે. જે પૈકી સોશિયલ મીડિયાના ઉપયોગથી પણ જનજાગૃતિનો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.