ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. એ પણ જાણી લો કે આ વખતે કુલ 433 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી ચકાસણી પછી 328 ફોર્મને માન્ય રાખવામાં આવ્યા. માન્ય રખાયેલા આ ફોર્મમાંથી 62 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હોવાથી હવે 25 બેઠકો પર 266 ઉમેદવારો ચૂંટણી મેદાને જંગ લડશે. ઉલ્લેખનીય છે કે સુરતની બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે.

આ બેઠક પર માત્ર ત્રણ ઉમેદવાર
અમદાવાદ પૂર્વ બેઠક પરથી આ ચૂંટણીમાં સૌથી વધુ 18 ઉમેદવારો વચ્ચે જંગ થશે. જ્યારે બારડોલી લોકસભામાં સૌથી ઓછા 3 ઉમેદવારો ચૂંટણી લડશે. જેમાં ભાજપમાંથી પ્રભુભાઈ વસાવા કોંગ્રેસમાંથી સિદ્ધાર્થ ચૌધરી અને બહુજન સમાજ પાર્ટીમાંથી મહિલા ઉમેદવાર રેખાબહેન ચૌધરી વચ્ચે ચૂંટણી જંગ જામશે.
પેટા ચૂંટણીમાં પણ બે જ ઉમેદવાર
નોંધીય છે કે સુરત બેઠકના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે. વિધાનસભાની પેટા ચૂંટણીની વાત કરીએ તો 24 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. જેમાં સૌથી વધુ વિજાપુર વિધાનસભા બેઠક પર 8 ઉમેદવારો અને વાઘોડિયા બેઠક પર 2 ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે.
કઈ બેઠક પર કેટલા ઉમેદવાર

વિગતે જોઈએ તો બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં 12 ઉમેદવારો મેદાને છે. જ્યારે અમરેલીમાં 8 ઉમેદવારો પૈકી 4 રાજકીય પક્ષના અને 4 અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ જામશે. એવી જ રીતે પંચમહાલમાં પણ 8 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા છે. જેમાં 4 અપક્ષ ઉમેદવારો છે. જો કે અહીં ભાજપના રાજપાલસિંહ જાદવ અને કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ વચ્ચે ચૂંટણી જંગ જોવા મળશે. નવસારીમાં 26 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી 7 ફોર્મ રદ થયા જયારે 5 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી માટે હવે 8 રાજકીય પક્ષના અને 6 અપક્ષના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થશે. વડોદરામાં પણ કોંગ્રેસ ભાજપ વચ્ચે સીધો જંગ થશે. આ બેઠક પર 14 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. જ્યારે ગાંધીનગરમાં 14 ઉમેદવારો ચૂંટણી લડશે. સાબરકાંઠા બેઠક પર 14 અને આણાંદ બેઠક પર 7 ઉમેદવારો વચ્ચે ચૂટણી જંગ થશે.
અપક્ષ ઉમેદવારોનું ચૂંટણી ગણિત
છેલ્લી દસ લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોની વાત કરીએ તો 1998માં સૌથી ઓછા 30 અને 1991માં સૌથી વધારે 258 અપક્ષ ઉમેદવારો હતા. ગુજરાતમાં 1962થી 2019 સુધીમાં કુલ 1925 અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જે પૈકી મોટાભાગના ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ પણ ગુમાવી પડી છે.

ભાજપ-કોંગ્રેસ-આપ ઉમેદવાર
| બેઠક | ભાજપ | કોંગ્રેસ-આપ |
| ગાંધીનગર | અમિત શાહ | સોનલ પટેલ |
| કચ્છ | વિનોદ ચાવડા | નિતેશ લાલણ |
| બનાસકાંઠા | રેખા ચૌધરી | ગેનીબેન ઠાકોર |
| પાટણ | ભરતસિંહજી ડાભી | ચંદનજી ઠાકોર |
| અમદાવાદ પશ્વિમ | દિનેશ મકવાણા | ભરત મકવાણા |
| રાજકોટ | પરશોત્તમ રૂપાલા | પરેશ ધાનાણી |
| પોરબંદર | મનસુખ માંડવિયા | લલિત વસોયા |
| જામનગર | પૂનમ માડવ | જે.પી.મારવિયા |
| આણંદ | મિતેશ પટેલ | અમિત ચાવડા |
| ખેડા | દેવુસિંહ ચૌહાણ | કાળુસિંહ ડાભી |
| પંચમહાલ | રાજપાલસિંહ જાદવ | ગુલાબસિંહ ચોહાણ |
| દાહોદ | જસવંતસિંહ ભાભોર | પ્રભાબહેન તાવડિયા |
| બારડોલી | પ્રભુભાઈ વસાવા | સિદ્રાર્થ ચૌધરી |
| નવસારી | સી.આર.પાટીલ | નૈષદ દેસાઈ |
| સાબરકાંઠા | શોભના બારૈયા | તુષાર ચૌધરી |
| અમદાવાદ પૂર્વ | હસમુખભાઈ પટેલ | હિંમતસિંહ પટેલ |
| ભાવનગર | નિમુબેન બાંભણિયા | ઉમેશ મકવાણા (AAP) |
| વડોદરા | હેમાંગ જોશી | જયપાલસિંહ પઢિયાર |
| છોટા ઉદેપુર | જશુભાઈ રાઠવા | સુખરામ રાઠવા |
| વલસાડ | ધવલ પટેલ | અમંત પટેલ |
| જૂનાગઢ | રાજેશ ચુજાસમા | હિરાભાઈ જોટવા |
| સુરેન્દ્રનગર | ચંદુભાઈ શિહોરા | ઋત્વિક મકવાણા |
| મહેસાણા | હરિભાઈ પટેલ | રામજી ઠાકોર |
| અમરેલી | ભરત સુતરિયા | જેનીબહેન ઠુંમ્મર |
| ભરૂચ | મનસુખ વસાવા | ચૈતર વસાવા (AAP) |



આમ આદમી પાર્ટી દિલ્હી લિકર કૌભાંડ થયેલી આવકના મુખ્ય લાભાર્થી છે. ગુનાની આવકનો એક હિસ્સો આશરે રૂ. 45 કરોડની રોકડનો ઉપયોગ આપની વિધાનસભા ચૂંટણી 2022ની ચૂંટણી ઝુંબેશમાં કરવામાં આવ્યો હતો.આ પ્રકારે કેજરીવાલના માધ્યમથી મની લોન્ડરિંગનો ગુનો કર્યો છે અને આ પ્રકારે અપરાધ કલમ 70, PMLA 2002ના અંતર્ગત આવે છે. EDએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતુ કે જ્યારે તેઓ PMLA ની કલમ 17 હેઠળ કેજરીવાલનું નિવેદન નોંધી રહ્યા હતા, તે દરમિયાન પણ તેઓ અમારા પ્રશ્નોના ઉત્તર નહોતા આપી રહ્યા. વાસ્તવમાં કેજરીવાલે એક્સાઈઝ પોલિસી કેસમાં તેમની ધરપકડ વિરુદ્ધ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમને અહીંથી રાહત મળી ન હતી.
“ચાલો ચાલો ચાલો મતદાન કરવા.. ચાલો તો રાહ કોની જુવો છો તો ચાલો મારી સાથે..ચાલો રે ચાલોરે ચાલો આપણે મતદાન કરીએ..
મયુર પરમાર ચિત્રલેખા.કોમને કહે છે, “મહેસાણાના જોવાલાયક અને જાહેર સ્થાનો પર મતદાન જાગૃતિના આ ગીતને કેટલાક યુવાનો બાળકો, નાગરિકો તેમજ સિનિયર સિટીઝન સાથે ગાઈ અને કમ્પોઝ કર્યું છે. અમારી ટીમે મહેસાણાના સોશિયલ મીડિયાના પ્રસિદ્ધ ઇન્ફલુઅન્સર કૌશિકભાઈ પટેલ સાથે રહી ગીતને તૈયાર કર્યુ છે. હું એમ.કોમનો વિદ્યાર્થી છું. સિંગર પણ છું ઘણા ગીતો મારા પોતાના સ્ટુડિયોમાં તૈયાર કર્યા છે. ચૂંટણીમાં મતદાનની જાગૃતિના ગીતને તૈયાર કરવા માટે કોલેજના પ્રોફેસરોએ મને સપોર્ટ કર્યો છે. તેમણે કહ્યું કે તારામાં ટેલેન્ટ છે તો ચૂંટણી પંચની આ સ્પર્ધામાં ભાગ લેવા જ જોઈએ.” મતદાન જાગૃતિના આ ગીતે ધૂમ મચાવી મયુરને પહેલો નંબર અપાવ્યો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યના 10 સોશિયલ મીડિયા ઇન્ફ્લુન્સરમાંથી મહેસાણા જિલ્લા માટે મતદાન જાગૃતિ અભિયાન માટે પસંદ કરાયેલું ગીત મયુર પરમારનું છે. સમગ્ર જિલ્લા અને મહેસાણા શહેરમાં મતદાન જાગૃતિના અભિયાન માટે પસંદ કરાયેલ નેશનલ વોટર્સ ડે ૨૫મી જાન્યુઆરી ૨૦૨૪ના દિવસે મતદાન જાગૃતિ પ્રવૃત્તિ માટે સિંગર મયુરને જિલ્લા વહીવટી અને ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી, કલેક્ટર એમ.નાગરાજનની ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશના વરદ હસ્તે મતદાન જાગૃતિ માટે પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતાં.
વધુમાં ગાયક મયુર પરમાર કહે છે, “ આપણે છીએ લોકશાહીના હકદાર ..આપણે છીએ એક દેશનો અવાજ…. થોડો સમય આપી તમે કરો મતદાન ત્યારે થશે આપણો દેશ બલવાન… લોભ કે લાલચમાં ન અટવાઓ…. નિષ્પક્ષ મતદાન કરવા હરખાવો…. સંજોગો કપરા ભલે હોય કરશું મતદાન અચૂક તોય…… ચાલો આપણે સંકલ્પ લઈએ ચાલો આપણે મતદાન કરીએ.” મારા આ શબ્દો થકી યુવાઓ, પ્રથમવાર મતદાન કરનારા મતદાતાઓ તેમજ નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે અને અચૂક મતદાન કરે એવા આશયથી અમે આ ગીત બનાવી રહ્યા છીએ તેમજ મહેસાણાના વિવિધ સ્થળો પર તેનું શૂટિંગ કરીને સ્થાનિક પબ્લિકને અમારી સાથે સહભાગી પણ બનાવી રહ્યા છીએ. છેલ્લી બે ચૂંટણીથી અમે જિલ્લામાં જાહેર સ્થળોમાં અને સોશિયલ મીડિયાના youtube , insta અને facebook આ ત્રણ માધ્યમ દ્વારા અમે મતદાન જનજાગૃતિના કાર્યક્રમો કરી રહ્યા છીએ. અમને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.”
સોશિયલ મીડિયાના ચૂંટણી માટે પસંદ કરાયેલા મીડિયા ઇન્ફ્લુઅન્સર કૌશિકભાઇ પટેલ કહે છે, “આજનું યુથ જ નહીં પણ મોટાભાગના લોકો સોશિયલ મીડિયા સાથે કનેક્ટેડ છે અને મતદાન જનજાગૃતિ માટે આ પણ એક લોકપ્રિય પ્લેટફોર્મ છે. જેના દ્વારા વધારેમાં-વધારે મતદાન કરાવી શકાય અને લોકોમાં જનજાગૃતિ આવે એ માટે અમારી પસંદગી થઈ છે. ત્યારે અમે સૌને કહીએ છીએ કે, ચોક્કસ મતદાન કરીએ. ભેદભાવથી પર રહીને મતદાન કરીએ.” નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કહે છે યંગ જનરેશન અને સોશિયલ મીડિયા સાથે કનેક્ટેડ લોકોને વધારે મતદાન કરવા પ્રેરિત કરવા માટે આ એક સરસ માધ્યમ છે. જેના દ્વારા અમે જિલ્લાના નાગરિકો વધારેમાં વધારે મતદાન કરવા પ્રેરાય એવા પ્રયત્નો કરી રહ્યા છે.
ભારત ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત દેશના નાગરિકો વધારેમાં વધારે મતદાન કરે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જન સંપર્ક અને જાગૃતિના પ્રયત્નો થઈ રહ્યા છે. જે પૈકી સોશિયલ મીડિયાના ઉપયોગથી પણ જનજાગૃતિનો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.




વિશેષતા

જેમાં તેમને આફ્રિકન પેંગ્વિન, નોર્ધન રોકહોપર પેંગ્વિન, કિંગ પેંગ્વિન, યેલ્લો આઈડ પેંગ્વિન, ચિન સ્ટ્રેપ પેંગ્વિન, ઓસ્ટ્રેલિયન લિટ્ટલ પેંગ્વિન સહિતના વિવિધ પેંગ્વિન વિશે અને તેમના રહેણાંક વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી.
ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં રાખવામાં આવેલા પાંચ પેંગ્વિનની દેખરેખ રાખતા કર્મચારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી. આ ઉપરાંત તમામ સહભાગી કર્મચારીઓને પેંગ્વિનના સંરક્ષણ અંગેની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી.
ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં વિવિધ પ્રજાતિની માછલીઓ અને જળચર જીવો સાથે પાંચ સાઉથ આફ્રિકન પેંગ્વિન પણ છે.જેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. આ પાંચેય પેંગ્વિનના નામ પુમ્બા, ટિમોન, નિમો, સ્વેન અને મુશુ -એવા રાખવામાં આવ્યા છે. આ પાંચેય પેંગ્વિનનું નિયમિત મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે.
દેશભરમાં તાપમાન ઝડપથી ઊંચું જઈ રહ્યું છે, જેનાથી લોકો હેરાન છે. ઘણાં શહેરોમાં એપ્રિલમાં જ તાપમાન 40 ડિગ્રી પાર કરી ચૂક્યું છે.
ગરમીમાં શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવું જરૂરી છે. આથી બજારમાં નવા માટલાંની ડિમાન્ડ વધી ગઈ છે. લોકો પાણીદાર ફ્રુટ્સ જેવાં કે તરબૂચ, ટેટી, દ્વાક્ષનું વધારે સેવન કરતાં હોય છે.
તાપમાનનો પારો વધતાં ગરમીથી રક્ષણ આપે તેવાં ચશ્મા અને ટોપીની માગમાં વધારો જોવા મળી રહ્યો છે.
ગરમીમાં લોકો ના છૂટકે બહાર નીકળતાં હોય છે. ત્યારે સુતરાઉ કપડાં પહેરવાનું પસંદ કરે છે.
ગરમીથી અબોલ પશુ-પક્ષીઓ પણ એટલાં જ ત્રાહિમામ હોય છે. ત્યારે તેમનાં માટે પણ વિશેષ સગવડો કરવામાં આવે છે.


