મુંબઈ: આખરે હવે દર્શકોની આતુરતાનો અંત આવ્યો છે. સંજય લીલા ભણસાલીની બહુચર્ચિત વેબ સિરીઝ “હીરામંડી – ધ ડાયમંડ બઝાર” મનોરંજન કરવા માટે તૈયાર છે. બુધવારે રાત્રે વેબ સીરિઝનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ યોજાયુ હતું. જેમાં બૉલિવૂડ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, અદિતિ રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, સંજીદા શેખ, અને શર્મિન સહગલ, ફરદીન ખાન, શેખર સુમન, તાહા શાહ બદુશા અને અધ્યાયન સુમન જેવા સ્ટાર્સ આ નેટફ્લિક્સ સિરીઝમાં જોવા મળવાના છે.

હાલમાં જ મુંબઈમાં આ સિરીઝના પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. સલમાન ખાન, કરણ જોહર, આલિયા ભટ્ટ, રેખા, વિકી કૌશલ, રશ્મિકા મંદન્ના, ભૂમિ પેડનેકર આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ પ્રીમિયરની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

એક ફોટોમાં કરણ જોહર અને વિકી કૌશલ એકબીજા સાથે કંઈક ચર્ચા કરતા જોવા મળે છે. પ્રીમિયર દરમિયાન બ્લેક આઉટફીટમાં વિકી કૌશલ હેન્ડસમ લાગી રહ્યો છે.

તો બીજી બાજુઆલિયા ભટ્ટ તેની સાસુ નીતુ કપૂર અને મમ્મી સોની રાજદાન સાથે જોવા મળી હતી. આલિયા ટ્રેડિશનલ ડ્રેસમાં સુંદર લાગી રહી હતી.

આ ઈવેન્ટમાં હીરામંડીની આખી સ્ટાર કાસ્ટે પોતાના ટ્રેડિશનલ લુકથી લોકોના દિલ જીતી લીધા હતા.

આ ઈવેન્ટમાં સૌથી વધુ ચર્ચા સલમાન ખાનના આઉટફિટની હતી. તેના સ્ટાઈલિશ પેન્ટના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ દરમિયાન આદિત્ય રોય કપૂર પણ જોવા મળ્યો હતો.

આ કાર્યક્રમમાં રશ્મિકા મંદાન્ના પણ પોતાની સુંદરતાનો જલવો કરતી જોવા મળી હતી. તે દેસી લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેમજ મૃણાલ ઠાકુર અને કપિલ શર્મા પણ ઈવેન્ટમાં જોવા મળ્યા હતાં.

દિગ્ગજ અભિનેત્રી રેખા પણ સ્ક્રીનિંગમાં જોડાયા હતાં. હંમેશની જેમ પરંપરાગત સાડીમાં તે ખૂબ સુંદર દેખાય છે.

હીરામંડીની વાત કરીએ તો આ વેબ સિરીઝ 1 મેના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. સંજય લીલા ભણસાલી આ સિરીઝ સાથે OTT પર ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.

અભિનેત્રી સોનાક્ષી સિન્હા તેની મમ્મી અને સંજય લીલા ભણસાલી સાથે







આ પ્રસંગે શાહે જણાવ્યું હતું કે બંને સંગઠનો વચ્ચે સાધવામાં આવેલો આ સહકાર ઉત્પાદકોની માલિકીની સંસ્થાઓ માટે ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ અને વિકાસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ થવાથી ડેરી વેલ્યુ ચેનમાં નિઃશંકપણે વધુ કાર્યક્ષમતા લાવશે. તેનાથી દૂધ અને દૂધનાં ઉત્પાદનોની વધતી જઈ રહેલી માગને કારણે પેદા થયેલા પડકારોના સ્થાયી અને નવીન પ્રકારના ઉકેલો શોધવાના અમારા પ્રયાસો વધુ સમૃદ્ધ બનશે.
પાત્ર BOને ધિરાણ પ્રાપ્ત થાય તે માટે ડેરી બોર્ડ PNB સમક્ષ આવી BOને સમર્થન પૂરું પાડશે તથા મૂલ્યાંકન રિપોર્ટ તૈયાર કરવા માટે ટેક્નિકલ સપોર્ટ અને સલાહસૂચનો પણ આપશે. વધુમાં, NDDB કન્સલ્ટન્સી એગ્રીમેન્ટ હેઠળ NDDB દ્વારા હાથ ધરવામાં આવી રહેલા પ્રોજેક્ટ્સ માટે PNBને પિરિયોડિક પ્રોગ્રેસ રિપોર્ટ સોંપશે.PNB પરસ્પર સંમત થયેલા કરારને આધારે સમયાંતરે RBIની માર્ગદર્શિકા અને આંતરિક માર્ગદર્શિકા અનુસાર ડેરી ઉદ્યોગ અને અન્ય સંબંધિત આંતરમાળખું વિકસાવવા માટે ટર્મ લોનના સ્વરૂપમાં નાણાકીય સહાય પૂરી પાડશે. તેમાં BOના લાભ માટે કાર્યકારી મૂડીની સહાય અને ડેરી આંતરમાળખું વિકસાવવા, મૂલ્યવર્ધિત ઉત્પાદનોના ઉત્પાદન, દૂધના ટેસ્ટિંગ, ઢોરોના ઘાસચારા અને પૂરક આહાર, દૂધના પરિવહન, માર્કેટિંગના આંતરમાળખા, આઇસીટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંશોધન અને વિકાસ, પુનઃપ્રાપ્ય ઊર્જાનું આંતરમાળખું અને કાર્યક્ષમતા વધારવા માટેનું અન્ય આંતરમાળખું, ડેરી ઉત્પાદનો અને અન્ય સંબંધિત ચીજવસ્તુઓના પેકેજિંગ, તાલીમ કેન્દ્રો, ડેરી ઉપકરણોના ઉત્પાદન, બાયોલોજિકલ્સ અને ન્યુટ્રાસ્યુટિકલ્સ, ખાતરના મેનેજમેન્ટ વગેરે માટે ટર્મ લોન પૂરી પાડવાનો સમાવેશ થાય છે. PNB નીચા વ્યાજદરોએ નાણાકીય સહાય પૂરી પાડશે તથા કેન્દ્ર/રાજ્ય સરકારોની યોજના હેઠળ વ્યાજસહાય ઉપલબ્ધ છે કે નહીં તેની પણ જાણકારી મેળવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧લી મેને ગુજરાતના સ્થાપના દિનના રોજ બપોરે ડીસા ખાતે સભાથી રાજ્યની ૨૫ બેઠકો માટે ઝંઝાવતી પ્રચાર પ્રવાસનો આરંભ કરશે. વડાપ્રધાન મોદી બપોરે ૩.૩૦ વાગે ડીસા એરોડ્રામ ખાતે બનાસકાંઠા અને પાટણ લોકસભા માટે પ્રચારસભાને સંબોધશે. વડાપ્રધાન બે દિવસમાં દક્ષિણ ગુજરાત સિવાયના ચાર ઝોનમાં છ જાહેરસભા સંબોધવાના છે. આ સભાઓમાં બેથી ચાર લોકસભાના મતવિસ્તારોને આવરી લેવાય તે પ્રકારનું આયોજન કરાયું છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ પ્રમાણે વડાપ્રધાન મોદી એકપણ મહાનગરમાં રોડ શો યોજેય તેવી શક્યતા નથી.
૧લી મેના રોજ વડાપ્રધાન બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી તથા પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં સભા સંબોધશે. PM ડીસાથી સાંજે ૫.૩૦ વાગે હિંમતનગર ખાતે મોદી ગ્રાઉન્ડમાં સાબરકાંઠાના શૌભના બારૈયા ઉપરાંત પાટણની ખેરાલુ વિધાનસભા ઉપરાંત મહેસાણાની વિજાપુર, અમદાવાદ પૂર્વની દહેગામ વિધાનસભાને આવરી લેતી સભાને સંબોધશે. આમ, વડાપ્રધાન ૧લીમેના રોજ એક જ દિવસમાં પાંચ લોકસભા મતવિસ્તારોના મતદારોને સંબોધન કરશે.