Home Blog Page 1902

મહેસાણા: કોણ મારશે બાજી?

મહેસાણા: પાટીદારોનો ગઢ એટલે મહેસાણા. વર્તમાન રાજકીય સ્થિતિ જોઈએ તો 2009થી આ લોકસભા બેઠક પર સતત ભાજપનો દબદબો છે. 1984થી 1996 સુધી ભાજપે સતત જીત મેળવી હતી. જો કે 1999 અને 2004ની ચૂંટણીમાં કોંગ્રેસને મહેસાણાએ તક આપી હતી. ગુજરાતની રાજનીતિ માટે ટેસ્ટ લેબ કહેવાતી આ બેઠક પર વર્ષોથી પાટીદાર સાંસદ જ રહ્યા છે. જેથી આ બેઠક માટે પાટીદાર મતો નિર્ણાયક છે.

ઉમેદવાર

ભાજપ: હરિભાઈ પટેલ 

હરિભાઇ પટેલ નિવૃત્ત શિક્ષક છે અને હાલમાં તેઓ મહેસાણા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ છે. ફાઈન આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે. 2019માં નિવૃત્ત થયા બાદ સંપૂર્ણ સક્રિયતાથી રાજકારણમાં નજર આવી રહ્યા છે.

કોંગ્રેસ: રામજી ઠાકોર

પાટીદારોનો ગઢ ગણાતી મહેસાણા બેઠક પર કોંગ્રેસે 26 વર્ષ બાદ કોઈ ઠાકોર ઉમેદવારને તક આપી છે. રામજીભાઈ મહેસાણાના તરેટી ગામના વતની છે. છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને વર્ષ 2017માં ખેરાલુ વિધાનસભા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. 

PROFILE

  • મહેસાણા લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી(SC), મહેસાણા, વિજાપુર, માણસા
  • 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના શારદાબહેન પટેલ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેમણે કૉંગ્રેસના દિગ્ગજ નેતા એ. જે. પટેલને 2,81,519 મતોથી હરાવ્યા હતા.

  • મતદારોની સંખ્યા

કુલ મતદારો    17,60,766

પુરુષ મતદાર   9,07,713

સ્ત્રી મતદાર     8,52,996

  • વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક પક્ષ વિજેતા વોટ લીડ
વિસનગર ભાજપ ઋષિકેશ પટેલ 88,356 34,405
બેચરાજી ભાજપ સુખાજી ઠાકોર 69,872 11,286
કડી(SC) ભાજપ કરશનભાઈ સોલંકી 1,07,052 28,194
મહેસાણા ભાજપ મુકેશ પટેલ 98,816 45,794
વિજાપુર કોંગ્રેસ સી. જે. ચાવડા 78,749 7,053
માણસા ભાજપ જયંતિભાઈ પટેલ 98,144 39,266
ઊંઝા ભાજપ કિરીટ પટેલ 88,561 51,468

મહેસાણા બેઠકની વિશેષતા

  • 1984માં ભાજપનો માત્ર બે બેઠક ઉપર વિજય થયો હતો, જેમાં મહેસાણા પણ સમાવિષ્ટ હતી. આમ મહેસાણા બેઠક પરથઈ ભાજપનો ઉદય થયો કહેવાય. ભાજપના એ. કે. પટેલ આ બેઠક પરથી જીત્યા હતા.
  • દૂધસાગર ડેરી સાથે સંકળાયેલા પશુપાલક આ બેઠક ઉપર નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
  • જાતિગત સમીકરણ પર એક નજર કરીએ તો, 6 % પાટીદાર 15.8 % ઠાકોર 12.9 % સવર્ણો 2.3 % ક્ષત્રિય 3.4 % ચૌધરી 5.6 % મુસ્લિમ 11.7 % દલિત વસ્તી છે.

જ્યારે શ્રદ્ધા કપૂરે વરુણ ધવનને કર્યુ પ્રપોઝ ને…

મુંબઈ: વરુણ ધવન તેના લૂક્સ માટે જાણીતો છે. અભિનેતાના લાખો ચાહકો છે. આજે અભિનેતા તેનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ તકે તમને અભિનેતા સાથે સંબંધિત એક રસપ્રદ કિસ્સો જણાવીશું.બોલિવૂડની એક હિરોઈનને એક્ટર ખૂબ જ ગમતો હતો અને તેણે એક્ટર માટે પોતાનો પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો,પરંતુ એક્ટરે તેનું પ્રપોઝલ સ્પષ્ટપણે નકારી દીધું હતુ.આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ શ્રદ્ધા કપૂર છે.બૉલિવૂડની સુંદર અભિનેત્રી શ્રદ્ધા કપૂરે પોતે આ સ્ટોરી શેર કરી હતી, તે પણ એક ટીવી રિયાલિટી શોમાં, જ્યાં બંને પોતાની ફિલ્મના પ્રમોશન માટે સાથે આવ્યા હતા.

શ્રદ્ધા કપૂરને બાળપણમાં વરુણ ગમતો હતો

શ્રદ્ધા કપૂરની મજબૂત ફેન ફોલોઈંગ છે અને લોકો તેને તેની સુંદરતા તેમજ અભિનય માટે પસંદ કરે છે.હવે તમને જણાવીએ કે શ્રદ્ધા કપૂર અને વરુણ ધવન વચ્ચે પ્રેમ અને ઇનકારનો આ સીન ક્યારે થયો. વાસ્તવમાં આ ઘટના બંનેના બાળપણની છે.બંને સાથે ભણતા હતા અને ક્યારેક ફિલ્મોના શૂટિંગના કારણે માતા-પિતા સાથે જતા હતા. એકવાર બંને એકસાથે ગયા હતા ત્યારે આવું બન્યું હતું. શ્રદ્ધા વરુણને પસંદ કરતી હતી અને તે તેને આ વાત કહેવા માંગતી હતી. આવી સ્થિતિમાં તેણે પોતાનું મન બનાવી લીધું અને વરુણને પહાડો પર લઈ ગઈ. તે નર્વસ થઈ ગઈ હતી તો ઉલટું આઈ લવ યુ કહી દીધું હતું. એક ઈન્ટરવ્યુમાં આ ઘટનાનો ઉલ્લેખ કરતા અભિનેત્રીએ કહ્યું હતું કે’મેં વરુણને કહ્યું કે હું કંઈક કહીશ,પરંતુ હું નર્વસ થઈ ગઈ અને મેં સીધુ આઈ લવ યુ કહી દીધું.મને લાગ્યું કે તે મને જવાબ આપશે.અભિનેત્રી ત્રણ જાદુઈ શબ્દો સાંભળવા માટે તૈયાર હતી,પરંતુ વરુણે તેને ના કહી દીધી, તે પણ સીધા અને સ્પષ્ટ શબ્દોમાં.

વરુણને લાગ્યુ કે શ્રદ્ધાએ મજાક કરી

જ્યારે શ્રદ્ધાએ બધાની સામે આ વાત કહી તો વરુણ ધવને કહ્યું કે તેને લાગ્યું હતું કે શ્રદ્ધા તેની મજાક કરી રહી છે. એટલા માટે તેણે ના પાડી. આ સિવાય વરુણે એમ પણ કહ્યું હતું કે તે સમયે તેને પણ શ્રદ્ધા પર ક્રશ હતો.તમને જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂર,વરુણ ધવન અને ટાઈગર શ્રોફ ક્લાસમેટ રહી ચૂક્યા છે. ટાઈગર શ્રોફને પણ શ્રદ્ધા ઘણી પસંદ આવી હતી.બસ,એ વખતે ત્રણેય યુવાન હતા એટલે કંઈ થયું નહોતું.

આ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું

નોંધનીય છે કે શ્રદ્ધા કપૂર અને વરુણ ધવને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બંને ‘ABCD 2’, ‘નવાબઝાદે’ અને ‘સ્ટ્રીટ ડાન્સર 3D’માં સાથે જોવા મળ્યા હતાં. બંનેની જોડીને લોકોએ ખૂબ પસંદ કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેલંગણા પ્રવાસે, જાણો કયા કાર્યક્રમ લેશા ભાગ

લોકસભા ચૂંટણીને લઈ નેતાઓ જોર શોરથી પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક ભાજપના સંકલ્પ પત્રની ગુજરાતી આવૃતી સાથે પાંચ સોંગ લૉન્ચ કર્યા હતા. જે બાદ હેવ ભૂપેન્દ્ર પટેલ આગામી 25 એપ્રિલના રોજ તેલંગણા પ્રવાસે રહેશે. તેલંગણામાં તેઓ ભાજપ નેતાના ઉમેદવારી નામાંકનમાં હજારી આપવા સાથે. જનસભાને સંબોધન પણ કરશે. આ ઉપરાંત તેઓ તેલંગણામાં અને બેઠકનું આયોજન પણ કરશે.

લોકસભા ચૂંટણીને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેલંગણાની મુલાકાત લેશે. તેલંગણાની મુલાકાત દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે તથા જનસભા સંબોધશે. CM ભૂપેન્દ્ર પટેલ તેલંગણામાં ભાજપા ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરશે. તેલંગણામાં કરીમનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સંજયકુમાર બંદીના નામાંકન પત્ર ભરવાના સમયે ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ ગુરૂવારે બપોરે કુરનુલ લોકસભા મતક્ષેત્રના ભાજપા ઉમેદવાર ભરત પ્રસાદજીના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરશે.

CM ભૂપેન્દ્ર પટેલ તેલંગણાના નમપલ્લીમાં ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે સાંજે 6 કલાકે હૈદરાબાદ અને સિકંદરાબાદ લોકસભા વિસ્તારના કાર્યકર્તાઓ સાથે સંયુક્ત બેઠક યોજશે. 19 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. હવે 26 એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાતમાં 7 મેના રોજ ત્રીજા તબક્કામાં અને તેલંગાણામાં 13મેના રોજ મતદાન થશે. તમામ તબક્કાના પરિણામો 4 જૂનના રોજ જાહેર કરાશે.

પરિમલ નથવાણીએ કર્યું GSLની ટ્રોફીનું અનાવરણ

અમદાવાદ: ગુજરાત સુપર લીગ (GSL)એ ગુજરાત રાજ્યમાં ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલની એક મોટી પહેલ છે. GSL માટેની પ્રતિષ્ઠિત ટ્રોફીનું રાજ્યસભા સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA)ના પ્રમુખ પરિમલ નથવાણી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે GSLમાં ભાગ લેનારી ટીમના માલિકો, પ્રાયોજકો અને સમર્થકો હાજર રહ્યા હતા. GSL ટુર્નામેન્ટમાં છ ટીમ ભાગ લેવાની છે. અમદાવાદ એવેન્જર્સ, ગાંધીનગર જાયન્ટ્સ, કર્ણાવતી નાઈટ્સ, સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ, સુરત સ્ટ્રાઇકર્સ, વડોદરા વોરિયર્સ.

પરિમલ નાથવાણીએ આ પ્રસંગે કહ્યું કે, “ રાજ્યમાં પ્રથમ વખત ફ્રેન્ચાઈઝી આધારિત ફૂટબોલ લીગનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાતમાં ફૂટબોલની રમતને મજબૂત કરવા માટે GSFAની આ એક મોટી પહેલ છે. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત ફૂટબોલમાં હજુ ઘણું પાછળ છે. GSLમાં હાલ છ ટીમ છે પરંતુ આગામી ત્રણ-ચાર વર્ષમાં અમે ટીમની સંખ્યા વધારીને 12 સુધી લઇ જવાનું આયોજન ધરાવીએ છીએ.”

GSLના મુખ્ય પ્રાયોજક અને સહયોગી સ્પોન્સર તરીકે અનુક્રમે ગુજરાત પ્રવાસન નિગમ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત છે. આ લીગમાં ભારતના 10 રાજ્યોના ફૂટબોલ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. GSLથી ગુજરાતના ફૂટબોલ ખેલાડીઓને સમૃદ્ધ અનુભવ તેમજ એક્સપોઝરનો લાભ મળશે. એપ્રિલ 15, 2024થી IIT, PDEU અને GFC ના મેદાન આ છ ટીમના પ્રેક્ટિસ સેશન યોજાશે. GSL ટુર્નામેન્ટ 1લી મે થી 12મી મે 2024 દરમિયાન અમદાવાદમાં EKA એરેના, ટ્રાન્સસ્ટેડિયા ખાતે યોજાવાની છે. ફાઇનલ 12મી મે 2024ના રોજ રમાશે. દરેક ટીમ એકબીજા સામે એક મેચ રમશે અને ટોચની બે ટીમ 12મી મે 2024ના રોજ સાંજે 7 વાગ્યે ફાઇનલ મેચ રમશે. GSLમાં વિજેતા ટીમને રૂ. 11 લાખનું ઇનામ આપવામાં આવશે. જ્યારે રનર્સ અપ રહેનારી ટીમને રૂ. 5 લાખનું ઇનામ મળશે. આ સાથે જ, સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરાનારા ખેલાડીઓને જુદી-જુદી આઠ કેટેગરીમાં રૂ. 25,000નું ઇનામ આપવામાં આવશે, તેમજ દરેક મેચના પ્લેયર ઑફ ધ મેચને રૂ. 5,000નું ઇનામ આપવામાં આવશે. ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે પ્રેક્ટિસથી શરૂ કરીને ફાઇનલ મેચ સુધી દરેક દિવસનું રૂ. 1500-2000 સુધીનું દૈનિક ભથ્થું આપવામાં આવશે. GSFAના ઓનરરી જનરલ સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમાએ ટ્રોફી અનાવરણની વિધિનું સંચાલન કર્યું હતું. આ પ્રસંગે GSFAના હોદ્દેદારો તથા એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

શું મહેન્દ્ર સિંહ ધોની T20 વર્લ્ડ કપ રમશે?

નવી દિલ્હીઃ IPL 2024માં મહેન્દ્ર સિંહ સતત શાનદાર બેટિંગ કરી રહ્યો છે. ખાસ કરીને છેલ્લી ઓવરોમાં બોલરો માટે માહીને અટકાવવો મુશ્કેલ છે. અત્યાર સુધી આ સીઝનમાં ધોની આઠ મેચોમાંથી છ વાર બેટિંગ કરવા ઊતર્યો છે, પણ કોઈ બોલર તેને આઉટ નથી કરી શક્યો. કેપ્ટન કુલે 35 બોલમાં 91 રન બનાવ્યા છે. જેથી ક્રિકેટ ફેન્સ કહેવા લાગ્યા છે કે T20 વર્લ્ડ કપમાં માહીએ રમવું જોઈએ. એ સાથે અનેક ભૂતપૂર્વ ક્રિકેટરો પણ ઇચ્છે છે કે T20 વર્લ્ડ કપ 2024માં ધોની ટીમ ઇન્ડિયાની જર્સી પહેરીને મેદાનમાં દેખાય.

વીરેન્દ્ર સહેવાગ, ઇરફાન પઠાણ અને વરુણ એરોન સહિત કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરોનું માનવું છે કે T20 વર્લ્ડ કપમાં માહીની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થવી જોઈએ. ઇરફાને કહ્યું હતું કે જો મહેન્દ્ર સિંહ ધોની T20 વર્લ્ડ કપ રમવા ઇચ્છે તો કદાચ જ કોઈ એને ના પાડશે. સહેવાગે કહ્યું હતું કે આ સીઝનમાં માહીએ 250ની સ્ટ્રાઇક રેટથી વધુ રન બનાવી રહ્યો છે. તે અત્યાર સુધી આઉટ પણ નથી થયો. T20 વર્લ્ડ કપમાં માહીથી સારું વિકેટકીપિંગ કોણ કરી શકે છે? એવો સહેવાગે સવાલ કર્યો હતો.ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે T20 વર્લ્ડ કપ માટે કયા વિકેટકીપરને તક મળશે? એ સવાલના જવાબમાં શર્માએ કહ્યું હતું કે ધોનીને મનાવવો મુશ્કેલ હશે. તે અમેરિકા આવી રહ્યો છે, પરંતુ ક્રિકેટ નહીં, પણ ગોલ્ફ રમવા. ત્યાર બાદ સોશિયલ મિડિયા પર રોહિત શર્માનું નિવેદન ખૂબ વાઇરલ થયું હતું.

 

 

 

 

 

 

 

 

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સ્ટેજ પર થયા બેભાન

મહારાષ્ટ્રના યવતમાલમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અચાનક મંચ પરથી પડી ગયા હતા. સ્ટેજ પર હાજર લોકોએ તેને તરત જ ઉપાડ્યા અને સારવાર માટે લઈ ગયા. ગડકરી ચૂંટણી સભાને સંબોધવા માટે યવતમાલના પુસદ પહોંચ્યા હતા. જ્યારે તે સ્ટેજ પર બોલી રહ્યા હતા ત્યારે તે અચાનક બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ આસપાસના લોકોએ તેની મદદ કરી અને તેને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા.

મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં જ્યાં મતદાન ચાલી રહ્યું છે તે પાંચ બેઠકોમાં નાગપુર બેઠકનો પણ સમાવેશ થાય છે. અહીં ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી છે. તેઓ કોંગ્રેસના વિકાસ ઠાકરે સામે ચૂંટણી લડી રહ્યા છે. તેઓ અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે.  આ પહેલીવાર નથી જ્યારે ગડકરીની તબિયત અચાનક બગડી હોય. 2018માં પણ મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન તે સ્ટેજ પર અચાનક બેહોશ થઈ ગયા હતા. આ દરમિયાન મહારાષ્ટ્રના તત્કાલીન રાજ્યપાલ વિદ્યાસાગર રાવ તેમની સાથે હાજર હતા. રાજ્યપાલે પોતે તેમને સ્ટેજ પર સંભાળ્યા હતા.

કેમ સામ પિત્રોડાના નિવેદનોથી વારંવાર સર્જાય છે વિવાદ?

નવી દિલ્હી: ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાનું વારસાગત ટેક્સને લઈને નિવેદન ચર્ચામાં છે. વારસાગત ટેક્સની વકાલત કરવાના નિવેદનને કારણે ભાજપે ફરી એકવાર કોંગ્રેસ પર પ્રહારો શરૂ કર્યા છે. પરંતુ આ પહેલીવાર નથી કે જ્યારે પિત્રોડાના કોઈ નિવેદનને લઈને હોબાળો થયો હોય. તે સમયાંતરે આવા નિવેદનો આપતા રહ્યા છે. જે વિવાદાસ્પદ બની જાય છે.

84 રમખાણો: “હુઆ તો હુઆ”

2019ની લોકસભા ચૂંટણી સમયે 1984ના શીખ વિરોધી રમખાણોને લઈને પણ તેમણે વિવાદિત નિવેદન આપ્યું હતું. તે સમયે ભાજપના આરોપો હતાં કે 1984ના શીખ રમખાણો તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીના કહેવાથી થયા હતા. આ આરોપોને નકારતા પિત્રોડાએ કહ્યું હતું કે, 1984માં જે કંઈ થયું તે થયું. અત્યારે 84ની શું કરવા વાત કરો છો? તમે છેલ્લાં 5 વર્ષમાં શું કર્યું તેની વાત કરો. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન તેમના “હુઆ તો હુઆ” નિવેદનને લઈને ઘણો હોબાળો થયો હતો. વડાપ્રધાન મોદીએ ફેબ્રુઆરી 2024માં સંસદમાં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના એક નેતા અમેરિકામાં બેઠા છે, જે પોતાના “હુઆ તો હુઆ” નિવેદનથી લોકપ્રિય થઈ ગયા છે.મધ્યમ વર્ગે સ્વાર્થી ન બનવું જોઈએ

સામ પિત્રોડાએ એપ્રિલ 2019માં પણ આવું જ એક અન્ય વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે દેશના મધ્યમ વર્ગે સ્વાર્થી ન બનવું જોઈએ અને તેમણે પાર્ટીની પ્રસ્તાવિત NYAY યોજનાને ભંડોળ આપવા માટે વધુ ટેક્સ ચૂકવવા માટે તૈયાર રહેવું જોઈએ. તેમના નિવેદને ઘણો વિવાદ ઉભો કર્યો હતો અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓને ડેમેજ કંટ્રોલમાં સામેલ થવું પડ્યું હતું.

પુલવામા જેવા હુમલા થતા રહે છે

ફેબ્રુઆરી 2019માં, ભારતીય વાયુસેનાએ પુલવામા હુમલાના જવાબમાં પાકિસ્તાનના બાલાકોટમાં હવાઈ હુમલો કર્યો હતો. પરંતુ પિત્રોડાએ આ એરસ્ટ્રાઈક પર ભારત સરકારના દાવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પુલવામા જેવા હુમલા થતા રહે છે. હું આ હુમલાઓ વિશે વધુ જાણતો નથી. તેમણે ભારત સરકાર પાસેથી બાલાકોટ એરસ્ટ્રાઈક ઓપરેશનના પુરાવા પણ માંગ્યા હતા.

મંદિરો બનાવવાથી રોજગારી મળતી નથી

જૂન 2023માં સામ પિત્રોડાના અન્ય એક નિવેદને રાજકીય વિવાદ સર્જ્યો હતો. તેમણે કહ્યું હતું કે મંદિરોથી ભારતની બેરોજગારી, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી સમસ્યાઓનો ઉકેલ નહીં આવે. આપણા દેશમાં બેરોજગારી, મોંઘવારી અને શિક્ષણ જેવી સમસ્યાઓ છે. તેમના વિશે કોઈ વાત કરતું નથી. પરંતુ કેટલાક લોકો રામ, હનુમાન અને મંદિરોની વાત કરે છે. પિત્રોડાએ અમેરિકામાં રાહુલ ગાંધીની હાજરીમાં આ નિવેદન આપ્યું હતું.

અમરેલી: કોંગ્રેસના ઉમેદવારે બનાવ્યું પ્રચાર ગીત

લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે તમામ ઉમેદવારો અવનવી રીતે પ્રજાને રિઝવવાનો પ્રયાસ કરતા હોય છે. કેટલાંક ઉમેદવારો પોતાના આંસુથી, તો કેટલાક ઉમેદવારો લોભામણાં વાયદાઓથી પ્રજાનું ધ્યાન ખેંચવાના પ્રયત્નો કરતા હોય છે. થોડાં સમય પહેલા ભાજપે પોતાના પ્રચાર માટે પાંચ નવા ગીતો લૉન્ચ કર્યા હતા. ત્યારે આજે કોંગ્રેસના અમરેલી બેઠકમાં ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે ચૂંટણી પ્રચાર માટે નવું સોંગ લૉન્ચ કર્યું છે.

આગાઉ ચૂંટણી ફોર્મમાં ભૂલોને લઈ ચર્ચિત જેનીબેન ઠુમ્મરે “વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ…. ચૂંટણી આવીને વાગ્યો ઢોલ, અમરેલી પંથકમાં વાગ્યો રે ઢોલ.” ના ગીત સાથે જોરસોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

ચૂંટણી પ્રચાર માટે લૉન્ચ કરવામાં આવેલા ગીતની શરૂઆત “કોંગ્રેસ લડી રહી છે” થી થાય છે. આ ઉપરાંત ગીતમાં જેની બેરોજગારોનો અવાજ બનવાના છે એવુ જણાવવામાં આવ્યું છે. તો સાંસદમાં અન્યાય સામે ગરજવાના વાયદા પણ સોંગમાં કરવામાં આવ્યા છે.

મુંબઈ: મતદાન અંગે જાગૃતિ લાવવા બહેનોનો અનોખો પ્રયોગ

મુંબઈ: લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા મુંબઈના અશ્વજ્યોત મહિલા થિયેટર ગ્રુપે એક અનોખો પ્રયાસો હાથ ધર્યો છે. અશ્વજ્યોત મહિલા થિયેટરને માર્ગદર્શન પૂરૂ પાડનારા નિર્દેશક અને અભિનેતા તથા આસિ.પ્રોફેસર કવિત પંડ્યા અને નાટક ગ્રુપની મોટા ભાગની બહેનો એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ સાથે સંકળાયેલા છે. તેથી એસ.એન.ડી.ટી મહિલા વિદ્યાપીઠના સહયોગ સાથે મતદાન અંગે જાગૃતિ લાવવાના હેતુસર “મતદાન અમૂલ્ય દાન” શેરી નાટક ભજવવામાં આવી રહ્યું છે.

એસ.એન.ડી.ટી મહિલા વિદ્યાપીઠ, અનુસ્નાતક ગુજરાતી વિભાગ તથા પોલિટિકલ સાયન્સ ડિપાર્ટમેન્ટ (યુજી અને પીજી)ના સંયુક્ત અનુક્રમે લોકશાહીના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. લોકોમાં મતદાન માટે જાગૃતિ લાવવા અને મતદારોમાં ઉત્સાહ પ્રગટાવવા મુંબઈમાં ઠેર ઠેર “મતદાન અમૂલ્ય દાન” શેરી નાટક ભજવવામાં આવી રહ્યું છે.

બહેનો દ્વારા યુવાનો સુધી પહોંચી શેરી નાટકના માધ્યમથી તેને સભાન કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

અશ્વજ્યોત મહિલા થિયેટરની બહેનો, જે વિદ્યાપીઠમાં અનુસ્નાતકનો અભ્યાસ પણ કરી છે, તે બહેનો રાષ્ટ્રસેવામાં પોતાની ફરજ બજાવી રહ્યાં છે. લોકોમાં રાષ્ટ્રભાવના જાગે તે હેતુ સાથે જુસ્સાથી શેરીનાટક કરવામાં આવી રહ્યું છે.

“મતદાન અમૂલ્ય દાન” 10 મીનિટનું નાટક છે. જેમાં મતદાનું મહત્વ, અધિકારો જેવા મુદ્દાને આવરી લેવામાં આવ્યાં છે. આ શેરી નાટકને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. મતદાન અવરનેસ માટે માત્ર નાટક જ નહીં અન્ય પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી છે.

નાટકમાં બહેનોને માર્ગદર્શન પુરૂ પાડતાં કવિત પંડ્યાને ગુજરાતી વિભાગના અધ્યક્ષ દર્શના ઓઝા પણ સહકાર આપે છે. આમ, અશ્વજ્યોત મહિલા થિયેટર ગ્રુપ અને એસએનડીટી મહિલા વિદ્યાપીઠ મળીને રાષ્ટ્રભાવના જગાડી રહ્યાં છે.

કર્ણાટક સરકારે મુસલમાનોને OBC યાદીમાં સામેલ કર્યા

બેંગલુરુઃ કર્ણાટક સરકારે અનામતનો લાભ આપવા માટે મુસલમાનોને પછાત વર્ગ (OBC)માં સામેલ કર્યા છે. આ મામલે માહિતી રાષ્ટ્રીય પછાત પંચે પ્રેસ રિલીઝ જારી કરીને આપી છે. NCBCએ બુધવારે કર્ણાટક સરકારના આંકડાનો હવાલો આપતાં પુષ્ટિ કરી છે.

રાષ્ટ્રીય પછાત પંચે કહ્યું હતું કે કર્ણાટક સરકારના આંકડા અનુસાર કર્ણાટકના મુસલમાનોની બધી જાતિઓ અને સમાજોને રાજ્ય સરકાર હેઠળ રોજગાર અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત માટે OBCની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. શ્રેણી II-B હેઠળ કર્ણાટકના બધા મુસલમાનોને OBC માનવામાં આવશે. પંચે કહ્યું હતું કે શ્રેણી-1માં 17 મુસ્લિમ સમુદાયોને OBC માનવામાં આવે છે, જ્યારે શ્રેણી-2Aમાં 19 મુસ્લિમ સમુદાયોને OBC માનવામાં આવ્યા છે, એમ પંચે કહ્યું હતું.

કર્ણાટક સરકારના નિયંત્રણાધીન નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશમાં અનામત માટે કર્ણાટકના બધી મુસ્લિમ ધર્માવલંબીઓને OBCની રાજ્યની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે, એમ NCBCના અધ્યક્ષ હંસરાજ ગંગારામ આહીરે જણાવ્યું હતું. કર્ણાટક સરકારના પછાત વર્ગ કલ્યાણ વિભાગે રાષ્ટ્રીય પછાત વર્ગ પંચને લિખિત રૂપે જાણ કરી હતી કે મુસ્લિમ અને ખ્રિસ્તી જેવા સમાજ ના તો જાતિ છે અને ના તો ધર્મ. કર્ણાટકમાં મુસ્લિમ વસતિ 12.92 ટકા છે. રાજ્યમાં મુસ્લિમોને ધાર્મિક અલ્પસંખ્યક માનવામાં આવે છે. વર્ષ 2011ની જન ગણતરી મુજબ રાજ્યમાં મુસ્લિમોની જનસંખ્યા 12.32 ટકા છે.

જોકે NCBCએ અનામતના ઉદ્દેશો માટે મુસ્લિમ સમાજને પછાત જાતિના રૂપમાં વર્ગીકૃત કરવાના કોંગ્રેસ સરકારના નિર્ણયની ટીકા કરતાં કહ્યું હતું કે એણે સામાજિક ન્યાયના સિદ્ધાંતને નબળો બનાવ્યો છે. આ પગલાથી રાજ્યમાં અન્ય પછાત વર્ગના અધિકારોને નુકસાન થયું છે, એમ પંચે કહ્યું છે.