Home Blog Page 1910

ભારતમાં કોણ, ક્યાં અને કેવી રીતે બનાવે છે ચૂંટણીની શાહી?

અમદાવાદ: લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યુ છે. ચૂંટણીમાં મતદાન સમયે જે-તે વ્યક્તિએ મત આપી દીધો છે તેની ખાતરી માટે આંગળી પર વાદળી રંગની શાહી લગાવવામાં આવે છે. જેને ઈલેક્શન ઈંક કે ચૂંટણીની શાહી તરીકે ઓળખવામાં આવે છે. શું તમે જાણો છે ચૂંટણીમાં શા માટે આ શાહીનો ઉપયોગ કરવામાં આવે છે? આ શાહી ક્યાં, કોણ અને કેવી રીતે બનાવે છે? ચાલો જાણીએ ચૂંટણીની શાહી સંબંધિત કેટલીક રસપ્રદ બાબતો.

વર્ષ 1951-52માં આપણા દેશમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. તે ચૂંટણીમાં ઘણા લોકોએ અન્ય કોઈની જગ્યાએ મતદાન કર્યું હતું અને ઘણાએ એક કરતા વધુ વખત મતદાન કર્યું હતું. જ્યારે ચૂંટણી પંચ પાસે આવી ફરિયાદો આવી ત્યારે તેણે ઉકેલ શોધવાના વિકલ્પો પર વિચાર કર્યો. ચૂંટણી પંચે મતદારની આંગળી પર નિશાન કરવાનો વિચાર કર્યો, જેથી જાણી શકાય કે તેણે પોતાનો મત આપ્યો છે. આમાં મુશ્કેલી એ હતી કે નિશાન બનાવવા માટે જે શાહી વાપરવામાં આવે તે અમિટ શાહી હોવી જોઈએ.ચૂંટણી પંચે આ માટે નેશનલ ફિઝિકલ લેબોરેટરી ઓફ ઈન્ડિયા (NPL)નો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ એનપીએલે એવી અમિટ ઈલેક્શન ઈંક તૈયાર કરી, જેને ન તો પાણી દ્વારા અને ન તો કોઈ રસાયણ દ્વારા દૂર કરી શકાય. NPLએ આ શાહી બનાવવાનો ઓર્ડર મૈસૂર પેઇન્ટ્સ એન્ડ વાર્નિશ લિમિટેડ, MPVLને આપ્યો હતો.ત્યારથી ભારતમાં આ શાહી કાઉન્સિલ ઓફ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ-નેશનલ ફિઝિકલ લેબોરેટરી ઓફ ઈન્ડિયા દ્વારા અને મૈસુર પેઈન્ટ્સ એન્ડ વાર્નિશ લિમિટેડ દ્વારા બનાવવામાં આવે છે.

તેનો પ્રથમ ઉપયોગ ક્યારે થયો હતો?

ચૂંટણી દરમિયાન મતદાનમાં કોઈ છેતરપિંડી ન થાય અને કોઈ ડબલ વોટિંગના કરે તે હેતુથી એમપીવીએલ કંપની દ્વારા ઉત્પાદિત અમિટ શાહીનો ઉપયોગ વર્ષ 1962માં યોજાયેલી ચૂંટણીમાં પ્રથમ વખત કરવામાં આવ્યો હતો. ત્યારથી ચૂંટણીમાં આ શાહીનો સતત ઉપયોગ થઈ રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, આ શાહીનું નિશાન 15 દિવસ સુધી આંગળી પર રહે છે.

પાણી આધારિત શાહી એ સિલ્વર નાઈટ્રેટ, વિવિધ રંગો અને કેટલાક સોલવન્ટ્સનું મિશ્રણ છે.લોકો તેને ચૂંટણીની શાહી (Election ink) અથવા ઈન્ડેલિબલ શાહી (Inedible ink) તરીકે ઓળખે છે. એકવાર આંગળીના નખ અને ત્વચા પર 40 સેકન્ડની અંદર લાગુ કર્યા પછી તે લગભગ લાંબા સમય સુધી તેની છાપ છોડે છે. જ્યારે શાહી લગાવવામાં આવે ત્યારે તે વાદળી કલરની હોય છે. આંગળી પર લગાવ્યી સેકંડોમાં જ તે બ્લેક અને ડાક બ્રાઉન કલરમાં રૂપાંતરિત થઈ જાય છે. 30થી વધુ દેશોમાં આ શાહીની નિકાસ કરવામાં આવે છે.

સામાન્ય રીતે ચૂંટણીની શાહીનો કલર વાદળી હોય છે. પરંતુ 2005માં અમેરિકાના સુરીનામી વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની આંગળીઓ પર વાદળીના રંગના નિશાન બદલે નારંગી રંગના નિશાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ શાહી કેવી રીતે બને છે?

ચૂંટણીમાં વપરાતી આ શાહીની ફોર્મ્યુલા ગુપ્ત છે. ન તો ભારતની નેશનલ ફિઝિકલ લેબોરેટરી કે ન તો મૈસુર પેઇન્ટ એન્ડ વાર્નિશ લિમિટેડે આ શાહીની ફોર્મ્યુલા જાહેર કરી છે. એકવાર એવી અફવા હતી કે આ શાહી બનાવવામાં ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ આ અફવાઓને ફગાવી દેવામાં આવી હતી. કેટલાક નિષ્ણાતોના મતે આ શાહીમાં સિલ્વર નાઈટ્રેટનો ઉપયોગ કરવામાં આવે છે. આને કારણે શાહી ફોટોસેંસિટિવ પ્રકૃતિની થઈ જાય છે. જેથી શાહી થોડા જ સમયમાં સુકાઈ જાય છે.

HCએ કેજરીવાલની વચગાળાની જામીનની વિનંતી કરતી અરજી ફગાવી

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. આબકારી કૌભાંડમાં જેલમાં બંધ કેજરીવાલને દિલ્હી હાઇકોર્ટે એક વધુ આંચકો આપ્યો છે. હાઇકોર્ટે મુખ્ય મંત્રી કેજરીવાલ માટે અસાધારણ વચગાળાના જામીનની માગ કરતી જનહિત અરજીને સોમવારે કોર્ટે ફગાવી દીધી હતી અને અરજીકર્તા પર રૂ. 75,000નો દંડ પણ ફટકાર્યો હતો.

કેજરીવાલ આબકારી કૌભાંડથી જોડાયેલા મની લોન્ડરિંગ મામલે ન્યાયિક હિરાસતમાં છે. કાર્યવાહક મુખ્ય જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પી. એસ. અરોડાની ખંડપીઠે ટિપ્પણી કરી હતી કે એ અરજી ઉચિત વિચાર કરીને દાખલ કરવામાં નથી આવી અને કોર્ટ ઉચ્ચ પદ પર બેઠેલા કોઈ પણ વ્યક્તિને અસાધારણ વચગાળાના જામીન નથી આપી શકતી. ખંડપીઠે કહ્યું હતું કે શું એ (અરજીકર્તા) કોલેજમાં જાય છે. એ કાયદાના સિદ્ધાંતોનું પાલન નથી કરી રહ્યા, એમ કોર્ટે કહ્યું હતું.

અરજીકર્તાના વકીલે કોર્ટમાં દલીલ આપતાં કહ્યું હતું કે તેમની પાસે કોર્ટમાં જવા સિવાય કોઈ બીજો રસ્તો નહોતો. વકીલે કહ્યું હતું કે મુખ્ય મંત્રીની ધરપકડને કારણે સંપૂર્ણ સરકાર ઠપ પડી ગઈ છે. દિલ્હીમાં થનારા કામકાજ અટકી ગયાં છે. તેમને જામીન મળવા જોઈએ. સરકારી હોસ્પિટલોમાં દવા ઉપલબ્ધ નથી, જે ઘણો ચિંતાનો વિષય છે.કોર્ટે ટિપ્પણી કરી હતી કે આપ નેતાની પાસે પોતાના કાનૂની વિકલ્પોનો લાભ લેવા માટે પગલાં ભરવા માટે સાધન છે અને અરજીકર્તાની પાસે તેમની તરફથી દલીલો કરવા માટે કોઈ વકાલતનામું નથી. તમે કોણ છો? તમે આપ વિશે વધારી-વધારીને બોલી રહ્યા છો. તમારી પાસે વીટો શક્તિ છે કે તમે આપશો, એમ કોર્ટે સવાલ કર્યો હતો.

અરજીકર્તાના વકીલે કોર્ટને કહ્યું હતું કે કેજરીવાલની સુરક્ષા ખતરામાં છે, કેમ કે તેઓ કટ્ટર અપરાધીઓની સાથે જેલમાં બંધ છે.

 

 

 

 

 

 

 

World Earth Day: આવો મળીને ધરતીનું ઋણ ઉતારીએ

અમદાવાદ:આજે વિશ્વ પૃથ્વી દિવસ (World Earth Day 2024)ની ઉજવણી કરવામાં આવે છે.પૃથ્વી પર રહેતા તમામ પ્રાણીઓ અને છોડને બચાવવા અને સમગ્ર વિશ્વમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે 22 એપ્રિલે ‘પૃથ્વી દિવસ’ (Earth Day)ની ઉજવણી શરૂ કરવામાં આવી હતી.1970માં શરૂ થયેલી આ પરંપરાને વિશ્વએ દિલથી અપનાવી હતી અને આજે દર વર્ષે પૃથ્વી દિવસના અવસરે લગભગ સમગ્ર વિશ્વમાં લોકો પૃથ્વીને હરિયાળી રાખવા અને પૃથ્વી પરના તમામ પ્રકારના જીવ જંતુઓને પોતાના અધિકારો આપવા માટે એક સંકલ્પ લેવામાં આવે છે.

પૃથ્વી દિવસની શરૂઆત આ રીતે થઈ

અમેરિકન સેનેટર ગેલોર્ડ નેલ્સને તેની શરૂઆત પર્યાવરણીય શિક્ષણ તરીકે કરી હતી. તેની શરૂઆત 1970માં અમેરિકામાં થઈ હતી. ત્યારથી 195થી વધુ દેશો આ દિવસને પૃથ્વી દિવસ તરીકે ઉજવે છે. અમેરિકામાં 1969માં સાન્ટા બાર્બરામાં તેલ પ્રસરણ પછી લગભગ 20 મિલિયન લોકો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. 22 જાન્યુઆરીએ 30 લાખ ગેલન તેલ દરિયામાં રેલાયું હતું. જેમાં 10,000થી વધુ દરિયાઈ પક્ષીઓ, ડોલ્ફિન, સીલ અને સી-લાયન્સના મોત થયા હતા. આ પછી 22 એપ્રિલ, 1970 ના રોજ આશરે 20 મિલિયન અમેરિકન લોકોએ પૃથ્વી દિવસની પ્રથમ ઇવેન્ટમાં ભાગ લીધો. ત્યારથી પર્યાવરણીય મુદ્દાઓને લઈને દર વર્ષે પૃથ્વી દિવસની ઉજવણી થવા લાગી.

પર્યાવરણ બચાવવા અભિયાન

પેરિસ કરારમાં, વિશ્વના દેશોએ ગ્રીનહાઉસ ઉત્સર્જન ઘટાડવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. 2016માં પૃથ્વી દિવસના અવસર પર 200 દેશોએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. 2009માં યુનાઈટેડ નેશન્સે 22 એપ્રિલને ‘આંતરરાષ્ટ્રીય મધર અર્થ ડે’ તરીકે જાહેર કર્યો હતો. યુનાઇટેડ નેશન્સ અનુસાર, આંતરરાષ્ટ્રીય મધર અર્થ ડે ઉજવવાનો હેતુ પૃથ્વી અને તેની ઇકોસિસ્ટમને યાદ કરવાનો છે જે આપણને જીવન પ્રદાન કરે છે. ધરતીના રક્ષણ માટે ન તો ક્યારેય સામાજિક જાગરુકતા બતાવવામાં આવી કે નતો રાજનીતિક સ્તર પર કોઈ પગલા લેવામાં આવ્યાં. પરંતુ આપણે પૃથ્વીને બચાવવા માટે ઘણું કરી શકીએ છીએ. આપણે નાની નાની વસ્તુની કાળજી દ્વારા ધરતીનું ઋણ ઉતારી શકીએ છીએ.

  • પૃથ્વીને બચાવવા માટે આપણે આપણી આસપાસ વૃક્ષો વાવવા જોઈએ.તેનાથી પર્યાવરણ સ્વચ્છ બનશે અને સંતુલિત પર્યાવરણ જાળવવામાં મદદ મળશે.આજની બદલાયેલી પરિસ્થિતિ જોઈને આપણે એવા છોડ વાવી જોઈએ કે જેથી આપણને ફળો, શાકભાજી, ઘાસચારો મળી રહે.

 

  • પૃથ્વીને બચાવવા માટે પાણીનો યોગ્ય ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે કારણ કે આજે લાખો લોકો પાણીની તંગીથી પરેશાન છે. પાણીનો બગાડ ન કરીએ.

 

  • મોબાઇલ, એલઇડી સ્ક્રીનને એક દિવસ માટે ના કહો. સ્ક્રીન ટાઈમ ઘટાડવા માટે, બહાર વૉકિંગ, ફરવા, નદીઓ અથવા બીચ પર સમય પસાર કરી શકીએ છીએ.

 

  • વિશ્વ પૃથ્વી દિવસ પર,આપણે આપણી જાતને વચન આપવું જોઈએ કે આપણે આપણી આસપાસ, આપણા ઘરોમાં, આપણી ઇમારતોમાં અથવા કોઈપણ જગ્યાએ કચરો નહીં ફેંકીએ,જેનાથી ગંદકી ફેલાશે.ધરતીને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરીએ.

 

  • વીજળીનો વધુ પડતો ઉપયોગ ગ્લોબલ વોર્મિંગ પર મોટી અસર કરે છે, તેથી ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ ઓછો કરવાનો પ્રયાસ કરો. જરૂર હોય તેટલો જ ઉપયોગ કરીએ.

કેટલા પ્રકારના છે મતદાતાઓ, કેટલી રીતે થાય છે મતદાન, જાણો

લોકસભા ચૂંટણી 2024ની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે શું તમે જાણો છો કે ભારતમાં કેટલા પ્રકારના મતદારો છે અને આ મતદારો અલગ-અલગ રીતે પોતાનો મત કઈ રીતે આપી શકે છે. તો ચાલો જાણીએ મતદારો અને ચૂંટણીના પ્રકારો અને મતદાનની પદ્ધતિઓ વિશે.

ભારતમાં ત્રણ પ્રકારના મતદારો છે અને આ ત્રણ પ્રકારના મતદારો પોતાનો મત અલગ અલગ રીતે આપી શકે છે. જો તમે ભારતના નાગરિક છો, તમારી ઉંમર 18 વર્ષ અથવા 18 વર્ષથી વધુ છે, તો તમને મત આપવાનો અધિકાર છે. મત આપવા માટે, તમારું નામ મતદાર યાદીમાં હોવું આવશ્યક છે. પછી તમે કોઈપણ ઓળખ કાર્ડ સાથે ચૂંટણીના દિવસે તમારી પસંદગીના નેતા અથવા પક્ષ માટે તમારો મત આપી શકો છો. ચૂંટણી એ ભારતીય લોકશાહીનો સૌથી મોટો તહેવાર છે અને દરેક મતદાતાએ આ તહેવારમાં મતદાન કરીને મજબૂત લોકશાહીના નિર્માણમાં પોતાની ભાગીદારીની ખાતરી કરવી જોઈએ. આ વખતે લોકસભા ચૂંટણી માટે ભારતમાં 97 કરોડ મતદારો નોંધાયા છે. ચૂંટણી માટે 10.5 લાખ મતદાન મથકો બનાવવામાં આવશે. અને મતદાનમાં 1.5 કરોડ મતદાન કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહેશે.

ત્રણ પ્રકારના મતદારો

ભારતમાં ત્રણ પ્રકારના મતદારો છે. સામાન્ય મતદારો,  સેવા મતદારો અને સ્થળાંતરિત મતદારો. સામાન્ય મતદાર એટલે તમારા કે મારા જેવા. જેઓ પંચાયતથી લઈને લોકસભા સુધીની ચૂંટણીમાં મતદાન મથકે જઈને મતદાન કરે છે. અને સેવા મતદારો છે.

સેવા મતદાર

સેવા મતદારોમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ ચૂંટણી પ્રણાલી સાથે સંકળાયેલા છે, પરંતુ સિસ્ટમમાં સામેલ હોવાને કારણે  મતદાન મથક પર જઈને મતદાન કરી શકતા નથી. તેમાં સશસ્ત્ર દળો, રાજ્ય સશસ્ત્ર દળો અને વિદેશી સેવાઓમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે. આવા મતદારોને સેવા મતદારો કહેવામાં આવે છે. એવું કહી શકાય કે મતદાન દરમિયાન જે સરકારી કર્મચારીઓની ફરજ અન્યત્ર હોય તેઓ સેવા મતદારો છે.

હકીકતમાં આ શબ્દ મુખ્યત્વે સેના અથવા અર્ધલશ્કરી દળો માટે વપરાય છે. સર્વિસ વોટિંગનો ઉપયોગ લગભગ તમામ સુરક્ષા દળો માટે થાય છે. આ ઉપરાંત મતદાન દરમિયાન અન્ય જગ્યાએ ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ પણ સેવા મતદારો છે. આમાં સરકારના વિવિધ વિભાગોના લોકો સામેલ હોઈ શકે છે, જેઓ પોસ્ટલ વોટિંગ દ્વારા પોતાનો મત આપે છે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે  હાલમાં 19.1 લાખ સેવા મતદારો છે.

સેવા મતદારો કેવી રીતે મતદાન કરે છે?

સેવા મતદારો મતદાન દરમિયાન એમના શહેર કે ગામમાં ન હોય, પરંતુ તેઓ તેમની પસંદગીના ઉમેદવારને પણ મત આપે છે. આવા લોકો ઈમેલ દ્વારા પોતાનો મત આપે છે. સેવા મતદારને ઈમેલ મોકલવામાં આવે છે. તેમાં ફોર્મ-2, 2A અને ફોર્મ 3નો સમાવેશ થાય છે. વાસ્તવમાં આ સંપૂર્ણ બેલેટ પેપર છે. તેની પ્રિન્ટ આઉટ લીધા પછી, તે તેની પસંદગીના ઉમેદવારની સામે એક ટિક માર્ક કરે છે. હવે તેને એક પરબિડીયુંમાં સીલ કરીને તમારા મતવિસ્તારના ચૂંટણી અધિકારીને મોકલવામાં આવે છે. મતગણતરીના દિવસે EVM મતોની ગણતરી થાય તે પહેલા આ મતોની ગણતરી કરવામાં આવે છે.

પ્રવાસી મતદાર

ભારતના જે નાગરિકો નોકરી, ધંધા કે અભ્યાસ માટે અન્ય કોઈ દેશમાં રહેતા હોય અને ત્યાંનું નાગરિકત્વ લીધું ન હોય, તેઓ પણ અહીં મતદાન કરી શકે છે. આવા લોકોએ ચૂંટણી પંચની વેબસાઈટ પર જઈને ફોર્મ 6A ભરવાનું રહેશે. આ ફોર્મમાં ફોટોગ્રાફ, પાસપોર્ટની નકલ, વિઝાની નકલ જેવા દસ્તાવેજો જોડવાના રહેશે.

સ્મશાને જવાના પણ પૈસા ચાર્જ કરે છે બોલીવૂડ સ્ટાર્સ?

નવી દિલ્હીઃ બોલીવૂડ સ્ટાર્સ જ્યાં પહોંચે છે, ત્યાં મિડિયા પહોંચી જાય છે. ફેન્સ સ્ટાર્સને ફિલ્મો સિવાય પાર્ટીઓમાં, મોટા-મોટા બિઝનેસમેનોનાં લગ્નોમાં, કોન્સર્ટ વગેરેમાં પણ જોવા મળે છે. એ સાથે જોકોઈ મરી જાય છે તો તેમના અંતિમ સંસ્કાર અથવા પ્રેયર મીટ પર પણ બોલીવૂડ સ્ટાર્સ પહોંચે છે. એના માટે પણ બોલીવૂડ સ્ટાર્સ મોટી રકમ ચાર્જ કરે છે, એમ અનુજ સાહનીએ મોટો દાવો કર્યો છે.

ભૂતપૂર્વ બોલીવૂડ એક્ટર અને સ્વિસ મિલિટરી વર્લ્ડવાઇડના MD અનુજ સાહનીએ માનવ સુબોધની સાથે મળીને બિગ સ્મોલ ટોક નાઓ શોમાં બોલીવૂડ ઇન્ડસ્ટ્રીઝના ડાર્ક સીક્રેટનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું હતું કે એના પર વિશ્વાસ કરવો ઘણો મુશ્કેલ છે. તેમનું કહેવું હતું કે બોલીવૂડના સ્ટાર્સ માત્ર પાર્ટીઓ, કોન્સર્ટ અથવા લગ્નોમાં પર્ફોર્મ કરવા માટે જ  પૈસા નથી લેતા, પણ તેઓ અંતિમ સંસ્કારમાં જવાના પણ પૈસા ચાર્જ કરે છે.

તેમનો વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં અનુજ કહી રહ્યા છે કે એક મોટા બોલીવૂડ સ્ટાર્સ છે, જેમની એક આવક લગ્નો થકી હોય છે. તેઓ લગ્નોમાં જાય છે અને ડાન્સ કરે છે. એક તેમની આવક હોય છે, અંતિમ સંસ્કાર અને તેરમાની વિધિમાં જવા પર. એ વિશે લોકોને માલૂમ નહીં હોય.

સલમાન ખાન, શાહરુખ ખાન સહિત અનેક બોલીવૂડ સ્ટાર્સને અંબાણીની પાર્ટીમાં પર્ફોર્મ કરતાં જોવા મળ્યા હતા. અંબાણીના કાર્યક્રમમાં આ આ સ્ટાર્સ ફ્રીમાં પર્ફોર્મ કરે છે, પણ પાર્ટીઓ અથવા લગ્નોમાં પર્ફોર્મ કરવા માટે ખાસ્સી ફી ચાર્જ કરે છે. અહેવાલ કહે છે, સલમાન ખાન આ પ્રકારની ઇવેન્ટ્સ માટે રૂ. ત્રણ કરોડ લે છે. દીપિકા પાદુકોણ ઇવેન્ટ્સમાં પર્ફોર્મ કરવા માટે રૂ. 1.5 કરોડ ચાર્જ કરે છે અને રણવીર સિંહ રૂ. 1.75 કરોડ લે છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફીસ રૂ. 1.5 કરોડ અને વરુણ ધવન રૂ. એક કરોડ, કેટરિના કેફ રૂ. 50 લાખ અને સિદ્ધાર્થ મલ્હોત્રા રૂ. 50 લાખ લે છે.

 

 

 

 

 

 

 

સુરતમાં સર્જાયેલો પોલિટિકલ ડ્રામા શું હતો ?

સુરત: છેલ્લા શનિ-રવિ એમ બે દિવસીય પોલિટિકલ ડ્રામા ફેસ્ટિવલ જેવો માહોલ શહેરમાં હતો. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન નહિ, પરંતુ ટોક ઓફ ધી કન્ટ્રી બન્યો છે. શું છે આખો મામલો સમજીએ.સુરત ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ કૉંગ્રેસ ઉમેદવાર નીલેશ કુંભાણીના ફૉર્મ અંગે શંકા વ્યક્ત કરી હતી. એમણે કહ્યું હતું કે કૉંગ્રેસના ટેકેદારો યોગ્ય નથી. કુંભાણીના ચારમાંથી ત્રણ ટેકેદારોએ સોગંદનામું કર્યું છે, અને સોગંદનામામાં લખ્યુ કે તેમણે ટેકેદાર તરીકે સહી કરી નથી. જેથી આ બાબતે સુરત કલેક્ટરે શનિવારે નિલેશ કુંભાણી પાસે ખુલાસો માંગ્યો હતો અને રવિવાર સવારે ૧૧ વાગ્યા સુધીની મુદ્દત આપી હતી.રવિવારે મુદ્દતના સમય સુધી ટેકેદારોનો સંપર્ક થઈ શક્યો ન હતો. જેને કારણે કલેક્ટરે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ કર્યું હતું. નિલેશ કુંભાણીએ આ મામલે ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યુંકે એમના ટેકેદારોનું અપહરણ કરાયું છે. જો કે સમગ્ર ઘટનામાં ખુદ નિલેશ કુંભાણી પણ શંકાના દાયરામાં છે. કેમ કે એમના ટેકેદારો નજીકના સંબંધીઓ જ છે.બળબળતી ગરમી વચ્ચે આ ઘટનાને કારણે રાજકારણમાં વધુ ગરમાવો આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ભાજપને નિલેશ કુંભાણી જીતી જવાનો ડર હતો એટલે શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને એમને પરેશાન કરાયા છે. બીજી તરફ ભાજપ કહે છે આમાં ભાજપનો કોઈ હાથ નથી. હવે આ મામલો કદાચ હાઈકોર્ટમાં અને ત્યાંથી સુપ્રીમ કોર્ટ સુધી પણ જઇ શકે છે. આ ઘટનાને લઈને કોંગ્રેસ સમર્થકોમાં પણ નારાજગી છે. એ ઈચ્છે છે કે આ કિસ્સામાં પોલીસ ફરિયાદ થવી જોઈએ. સહી ખોટી કરી હોય તો નીલેશ કુંભાણી સામે પણ પગલાં ભરવાં જોઈએ. જેમણે પણ રમત રમી હોય તેની સામે ફરિયાદ થવી જોઈએ. કારણ કે આ કૃત્યથી લોકશાહીની મજાક ઉડી છે.સુરત આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાનું કહેવું છે કે, પહેલેથી જ શંકા હતી કે નિલેશભાઈ લડવાના મૂડમાં નથી. એકપણ કાર્યાલય શરૂ નથી કર્યું અને કોઈને પણ જવાબદારી આપી નહોતી. એમણે ભારતીય જનતા પાર્ટી સાથે પાંચ કરોડમાં સોદો કર્યો હોય એવું ૧૦૦% લાગે છે. આ નિલેશભાઈનો આ પ્રિ-પ્લાન હતો એવું લાગી રહ્યું છે.હવે જોવાનું એ છે કે આરોપ-પ્રત્યારોપ વચ્ચે કોંગ્રેસ શું નિર્ણયો લે છે? લોકશાહીનું ખૂન થઇ રહ્યું હોવાની દુહાઈ આપતી કોંગ્રેસ આ મામલે તટસ્થ તપાસ માટે આગળ આવશે? કે માત્ર ભાજપ પર આરોપ મૂકીને બેસી રહેશે? હાલ તો નાટક નગરી ગણાતી સુરતમાં આ પોલિટિકલ ડ્રામાનો પહેલો ભાગ ભજવાઈ ગયો છે. હવે બીજા ભાગમાં શું વળાંક આવે છે એના પર સૌની નજર છે.

(અરવિંદ ગોંડલિયા – સુરત)

આકરી ગરમીથી વિદ્યાર્થીઓને મળશે આંશિક રાહત?

રાજ્યમાં આકરી ગરમીને લઈ શાળા સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યની તમામ શાળા હવે સવારના 6 વાગ્યાથી લઈ બપોરના 11 વાગ્યા સુધી ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યમાં વધતા હિટવેવના કેસ અને ગરમીને લઈ ફેલાતા રોગચાળાને ધ્યાને રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ અગાઉ ગરમીને લઈ AMC એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. જે પ્રમાણે તમામ પબ્લિક ટ્રાનસ્પોર્ટ પર પાણી તથા ORS ઉપલબ્ધ કરવાનો આદેશ આપ્યો છે. તો હવે કમિશનર ઓફ સ્કૂલની અમદાવાદ કચેરી દ્વારા ગરમી-હિટવેવ સંદર્ભે સ્કૂલો માટે ગાઈડલાઈન જાહેર કરી છે.

હાલ રાજ્યમાં સીબીએસઈ અને અન્ય બોર્ડની સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા ગરમી અને હિટવેવને લઈને સ્કૂલો સવારે 6 થી 11 વાગ્યા સુધી ચલાવવા માટે તમામ ડીઈઓને પરિપત્ર મોકલવામાં આવ્યો છે. આ ઉપરાંત ગરમીથી બચવાની જરૂરી ઉપાયો વિશે બાળકોમાં સમજણ આપવાનો પણ આદેશ આપ્યો છે. આ પરિપત્ર પ્રાથમિકથી લઈ ઉચ્ચતર સુધીની સરકાર ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોને મોકલમાં આવ્યો છે.

કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા હીટવેવને લઈને રાજ્યની તમામ જિલ્લાની DEO કચેરીને કરેલા પરિપત્રમાં જણાવાયું હતું કે, હીટવેવને સાયલન્સ ડિઝાસ્ટર તરીકે ગણવામાં આવતું હોવાથી જિલ્લાની કચેરી દ્વારા તાબા હેઠળની શાળાઓને સચેત કરવા માટે તથા જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવે છે. આ માટે પરિપત્રમાં સ્કૂલોએ શું તકેદારી રાખવી તે અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.

કોલકાતા હાઇકોર્ટે રદ કરી 24,000 સ્કૂલ શિક્ષકોની ભરતી

કોલકાતાઃ બંગાળ સરકારને કોલકાતા હાઇકોર્ટથી મોટો આંચકો લાગ્યો છે. હાઇકોર્ટે શિક્ષક ભરતીને રદ કરી દીધી છે. હાઇકોર્ટે બંગાળ સ્કૂલ સેવા પંચ પેનલને પણ રદ કરી દીધી છે. આ પંચે જ ભરતી કરી હતી. હાઇકોર્ટે 2016ની પૂરી જોબ પેનલને રદ કરી દીધી છો. આ પેનલે આશરે 24,000 શિક્ષકોને નોકરીએ રાખ્યા હતા. આ ભરતીમાં રૂ. પાંચ લાખથી રૂ. 15 લાખની લાંચ લેવાનો આરોપ છે.

આ ભરતી કૌભાંડમાં તત્કાલીન શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજીની પણ ધરપકડ થઈ ચૂકી છે. તેમના સહયોગીઓનાં સ્થાનો પરથી કરોડ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા હતા.  શિક્ષક ભરતી કૌભાંડ મામલામાં કોલકાતા હાઇકોર્ટના જસ્ટિસ દેવાંશુ બસાકની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો. આ મામલે TMCના કેટલાય નેતા, વિધાનસભ્યો અને શિક્ષણ વિભાગના કેટલાય અધિકારીઓ પણ જેલમાં છે.

આ કૌભાંડ 2014નું છે, ત્યારે પશ્ચિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશન (SSC)એ પશ્ચિમ બંગાળમાં સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ભરતી કાઢી હતી. આ ભરતી પ્રક્રિયા 2016માં શરૂ થઈ હતી. એ વખતે પાર્થ ચેટરજી શિક્ષણ મંત્રી હતા. આ મામલામાં ગેરરીતિઓની કેટલીય ફરિયાદોની કેટલીય ફરિયાદો હાઇકોર્ટમાં દાખલ થઈ હતી.

કોલકાતા હાઇકોર્ટે ભૂતપૂર્વ જસ્ટિસ અભિજિત ગાંગુલીએ આ મામલે સુનાવણી કરતાં એની તપાસ CBIને સોંપી હતી. તેમણે જ પાર્થ ચેટરજીને પણ CBI સમક્ષ હાજર થવાનો આદેશ સંભળાવ્યો હતો. ત્યાર બાદ પાર્થ ચેટરજીપાર્થ ચેટરજીની ધરપકડ થઈ હતી. અભિજિત ગાંગુલી હવે ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે અને તમલૂક લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર પણ છે.

 

 

 

 

મુંબઈની વલ્લભનિધિ હવેલીમાં રામ ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો

મુંબઈના જુહૂમાં આવેલી વલ્લભનિધિ હવેલીમાં રામ નવમીની ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણ શંકર શાસ્ત્રી પૂજ્ય દાદાજી દ્વારા સ્થપાયેલી આ હવેલીમાં ભક્તોએ એકસાથે મળીને આસ્થાથી મર્યાદાપુરુષોતમ શ્રીરામનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવ્યો હતો.રામ ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ દરમિયાન પંચામૃત સ્નાન, તિલક,દર્શન,આરતિ તથા ભગવાનના જન્મ નિમિત્તે પલના મનોરથ કરવામાં આવ્યો અને ભવ્યાતિ ભવ્ય શ્રી રામચંદ્ર ભગવાનના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

ઉત્સવ દરમિયાન હવેલીના મુખ્યાજી અમૃતભાઈ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીને પંચામૃત સ્નાન કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન હવેલીના ટ્રસ્ટી જયંતીભાઈ પારેખ,મીનાક્ષીબેન મહેતા,પ્રશાંતભાઈ વલિયા અને નીતિનભાઈ કારીયા પણ ઉપસ્થિત રહ્યા હતાં.

તેમજ સર્વે ભાવિક ભક્તોએ આ ઉત્સવ દરમિયાન હાજર રહી અને ભગવાનના પ્રાગટ્ય ઉત્સવનો લહાવો લીધો હતો. રામનવમીની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મુંબઈના જુહૂ સ્થિત વલ્લભનિધિ હવેલીમાં પણ શ્રી રામના નારા સાથે ભક્તિઓ રામમય બન્યા હતાં.

કોરાનાના 105 નવા કેસો, એકનું પણ મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 105 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,36,197 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,581 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,02,034 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 77 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 657 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,756 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 13 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.