Home Blog Page 1911

કોરાનાના 105 નવા કેસો, એકનું પણ મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 105 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,36,197 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,581 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,02,034 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 77 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 657 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,756 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 13 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

સુવિચાર – ૨૨ એપ્રિલ, ૨૦૨૪

સુવિચાર – ૨૨ એપ્રિલ, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 22/04/2024 થી 28/04/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિક કાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવી પણ બાબત રહેલી છે. અણધાર્યા નાણાકીયખર્ચ થાય તેવુ પણ બની શકે છે, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો  અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાત કે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.


તમારામા રહેલી ધીરજની થોડી પરીક્ષા થઈ શકે છે, તેમા તમારી થોડી મહેનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત અનુભવો, મિત્રોકે સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે થોડોક માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુનાકોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુ જ કામ કરવુ સારુ, લગ્નબાબતની વાતચીત કે મિલનમુલાકાતમા વ્યવહારુ અભિગમ અપનાવો ઇચ્છનીય છે.


આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથસહકાર પણ સારો મળી શકે છે જેમા તમને તમારા કામના અધિરાપણાનુ  ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમા કે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો.  બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વાક્જ કામ કરવુ જોઈએ.


તમારામા કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા  અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.


નાનીનાની વાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન તમારામા જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીયકે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ થઈ શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગાસ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા  મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.


જાહેરપ્રસંગમા તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમા અન્યનો સારો સાથસહકાર મળી શકે છે, તમારા ધારેલા કામમા તમે ગણતરી અને મહેનત કરોતો સારુ ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો વાર્તાલાપ અને મિલનમુલાકાતમા તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવુ કે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રાપ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને કઈ સારુ કરવાની લાગણી જન્મી શકે છે, આયોજનપૂર્વક કામ કરોતો લાભ પણ થઈ શકે છે.


વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે, કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.


અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.


આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાનીવૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.


વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે  ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.


આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.

રાશિ ભવિષ્ય 22/04/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજઅર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરીનુંજ કામ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ મસ્તીમજાકમાં પસાર થઈ શકે છે, તમને તમારા કામમાં અન્યનો સાથ-સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , જુનાકોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, કોઈની સાથે અગત્યની વાર્તાલાપ કરવાની હોયતો તેમાં પણ તમને કોઈનો સારોસહયોગ મળી શકે છે, તમારા મનમાં રહેલી કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે, બજારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, પ્રિયજન સાથે મુસાફરી થોડીખર્ચાળ બને તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટ પટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું.કોઈની ઉશ્કેરીજનક વાતથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય , મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈ લાભની વાત આપલે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, પોતાની પસંદગીની કોઈ ખરીદી કરવી હોયતો પણ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મોજશોખમાં સમય પસાર થાય.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, અગત્યની કોઈ વાર્તાલાપ ક્યાંક ફળીભૂત થાય તેવા સંજોગો ઉભા થાય અને તેમાં તમારો ઉત્સાહ વધે.


આજનો દિવસે સાવચેતી રાખવી, કોઈ વાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રેશર, ડાયાબીટીસના દર્દીએ આજના દિવસે કાળજી રાખવી, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ મનમાં રહ્યા કરે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ  શકે તેથી તમે સારી ખુશી અનુભવી શકો, અગત્યની વાત ક્યાંક કરવાની હોયતો તેમાં પણ સારું કામ થાય અને કોઈની મદદ સલાહ પણ મળી શકે છે, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં અનુભવ મુજબ નાનુંકામ સારું કહી શકાય, કોઈ અણધાર્યા કામ આવી જવાથી સમયનો વ્યય થાય અને તમે કંટાળો અનુભવો તેવું બની શકે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરીના યોગ છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો તેમજ કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં સારો પ્રતિસાદમળી શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.

પંચાંગ 22/04/2024

૨૨ એપ્રિલ, ૨૦૨૪

૨૨ એપ્રિલ, ૨૦૨૪

સરકાર બનશે તો સંસદના પહેલા જ સત્રમાં CAA રદ થશે : કોંગ્રેસ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે રવિવારે જણાવ્યું હતું કે કેન્દ્રમાં વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ’ (INDIA) સરકાર બનાવતાની સાથે જ સંસદના પ્રથમ સત્રમાં નાગરિકતા સુધારો કાયદો (CAA) રદ કરવામાં આવશે. ચિદમ્બરમે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી CAAને રદ્દ કરવા માંગે છે, તેમ છતાં તેના મેનિફેસ્ટોમાં તેનો ઉલ્લેખ નથી.

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (સીપીઆઈ-એમ)ના રાજકારણીઓ સતત કોંગ્રેસ પર નિશાન સાધતા રહ્યા છે કે તેના ઢંઢેરામાં CAAનો ઉલ્લેખ નથી, ચિદમ્બરમે દાવો કર્યો કે CAAનો ઉલ્લેખ નથી મેનિફેસ્ટો કરવામાં આવ્યો ન હતો કારણ કે ‘તે ખૂબ લાંબો સમય લીધો હતો.’

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભાજપના 10 વર્ષના શાસને દેશને જબરદસ્ત નુકસાન પહોંચાડ્યું છે કારણ કે તેણે સંસદમાં તેની ‘અતિશય બહુમતી’નો દુરુપયોગ કર્યો હતો. ચિદમ્બરમે કહ્યું, ‘કાયદાઓની લાંબી યાદી છે, જેમાંથી પાંચ કાયદા સંપૂર્ણપણે રદ કરવામાં આવશે. આ મારું વચન છે, હું મેનિફેસ્ટો કમિટિનો અધ્યક્ષ છું. મેં તેનો દરેક શબ્દ લખ્યો, મને ખબર છે કે શું હેતુ હતો. CAAમાં સુધારો કરવામાં આવશે નહીં, પરંતુ તેને રદ કરવામાં આવશે.

અરવિંદ કેજરીવાલના જીવને ખતરો : સુનિતા કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે ઉલ્ગુલાન મહારેલીમાં કહ્યું કે તેના નિર્દોષ પતિને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જેલમાં ફૂડ પર કેમેરા લગાવવામાં આવ્યા છે. પતિ અરવિંદ કેજરીવાલ ડાયાબિટીસના દર્દી છે અને જેલમાં ઇન્સ્યુલિન આપતા નથી. તેઓ દિલ્હીના મુખ્યમંત્રીને મારવા માંગે છે. અમે સરમુખત્યારશાહીને ખતમ કરીશું, લડીશું અને જીતીશું. સુનીતા કેજરીવાલે કહ્યું કે અરવિંદ કેજરીવાલને જેલમાં ધકેલી દેવામાં આવ્યા, તેમનો શું વાંક હતો. નિર્દોષ લોકોને દોષિત પુરવાર કર્યા વિના જેલમાં ધકેલી દેવામાં આવે છે. તેમને છેતરપિંડી દ્વારા જેલમાં ધકેલી દેવામાં આવે છે. પતિ અરવિંદ કેજરીવાલે સરકારી શાળા, હોસ્પિટલ, મોહલ્લા ક્લિનિક બનાવ્યું.

અરવિંદ કેજરીવાલે રેલી માટે સંદેશ મોકલ્યો- સુનીતા

તેણે કહ્યું કે તેને આઈઆરએસમાં નોકરી મળી પરંતુ તેને સમાજસેવા કરવાની હતી. આવી વ્યક્તિને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. લોકોના હક્ક માટે બે વખત 13 દિવસ સુધી ઉપવાસ કર્યા. તેઓ પોતાના સિદ્ધાંતો પર અડગ છે. તેમને સત્તામાં રસ નથી પરંતુ દેશની સેવા કરવા માંગે છે. અરવિંદ કેજરીવાલ બહાદુર છે, જેલમાં પણ તેમને ભારત માતાની ચિંતા છે. સુનીતા કેજરીવાલે કહ્યું કે તેમણે જેલમાંથી રેલીમાં સંદેશો આપ્યો છે કે જો તેઓ INDI ગઠબંધનને તક આપશે તો તેઓ આ દેશને મહાન બનાવશે. સમગ્ર દેશના દરેક ગરીબને 24 કલાક વીજળી, મફત વીજળી આપશે.

કોંગ્રેસે વધુ એક ઉમેદવારની યાદી જાહેર કરી

લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે રવિવારે ઉમેદવારોની યાદી બહાર પાડી. કોંગ્રેસે આ ઉમેદવારોની યાદીમાં આંધ્રપ્રદેશમાંથી 9 અને ઝારખંડમાંથી 2 ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસે દીપિકા સિંહ પાંડેની જગ્યાએ પ્રદીપ યાદવને ગોડ્ડા, ઝારખંડથી ઉમેદવાર જાહેર કર્યા છે. યશસ્વિની સહાયને રાંચીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

નિશિકાંત દુબે સામે પ્રદીપ યાદવને ટિકિટ મળી

ભાજપે ઝારખંડની ગોડ્ડા લોકસભા સીટ પરથી નિશિકાંત દુબેને ટિકિટ આપી છે. આ બેઠક પરથી કોંગ્રેસે દીપિકા સિંહ પાંડેની જગ્યાએ પ્રદીપ યાદવને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ભાજપે રાંચી લોકસભા સીટ માટે સંજય સેઠને મેદાનમાં ઉતાર્યા છે.

આંધ્રપ્રદેશમાંથી કોંગ્રેસના ઉમેદવારો

પાર્ટીએ આંધ્ર પ્રદેશની શ્રીકાકુલમ બેઠક પરથી પેદાદા પરમેશ્વર રાવ, વિઝિયાનગરમથી બોબિલી શ્રીનુ, અમલાપુરમ (SC)થી જંગા ગૌથમ, માછલીપટ્ટનમથી ગોલુ ક્રિષ્ના, વિજયવાડાથી વલ્લુરુ ભાર્ગવ, ઓંગોલ બેઠક પરથી એડા સુધાકર રેડ્ડી, જંગીતિ લક્ષ્મી નનદવદલ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. , અનંતપુરથી મલ્લિકાર્જુનને વજ્જલા, સમદ શાહીનને હિન્દુપુરથી ટિકિટ આપવામાં આવી છે.

દેશભરમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે

આંધ્ર પ્રદેશમાં લોકસભાની કુલ 42 બેઠકો છે, જ્યારે ઝારખંડમાં કુલ 14 લોકસભા બેઠકો છે. આ મહિનાની શરૂઆતમાં કોંગ્રેસે આંધ્ર પ્રદેશમાં લોકસભાની 6 અને વિધાનસભાની 12 બેઠકો માટે યાદી જાહેર કરી હતી. લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું હતું. દેશની 543 લોકસભા સીટોમાંથી 102 પર મતદાન થયું છે. દેશભરમાં સાત તબક્કામાં યોજાનાર મતદાનના પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવશે.

IPL 2024 : કોલકાતા નાઈટ રાઈડર્સે બેંગ્લોરને એક રને હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની મેચ નંબર-36 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 1 રનથી હરાવ્યું. કોલકાતા ઇડન ગાર્ડન્સમાં રમાયેલી આ મેચમાં RCBને જીતવા માટે 223 રનનો ટાર્ગેટ હતો, પરંતુ તેની આખી ટીમ 20 ઓવરમાં 221 રન સુધી જ સિમિત રહી હતી. આરસીબીની આ સતત છઠ્ઠી હાર હતી. કોલકાતાની સાત મેચોમાં આ પાંચમી જીત હતી.

 

આ મેચમાં RCBને જીતવા માટે છેલ્લી ઓવરમાં 21 રન બનાવવાના હતા. કર્ણ શર્મા (20)એ મિચેલ સ્ટાર્કની તે ઓવરમાં ત્રણ સિક્સર ફટકારી હતી. જોકે, કર્ણ પાંચમા બોલ પર મિશેલ સ્ટાર્કના હાથે કેચ એન્ડ બોલ્ડ થયો હતો. હવે આરસીબીને એક બોલ પર ત્રણ રન બનાવવાના હતા, પરંતુ લોકી ફર્ગ્યુસન બીજો રન લેવાના પ્રયાસમાં રનઆઉટ થયો હતો. જો ફર્ગ્યુસન બીજો રન લેવામાં સફળ રહ્યો હોત તો મેચ સુપર ઓવરમાં પહોંચી ગઈ હોત.

લક્ષ્યનો પીછો કરતી વખતે આરસીબીની શરૂઆત સારી રહી ન હતી અને 35 રનના સ્કોર સુધીમાં તેણે વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી વિલ જેક્સ અને રજત પાટીદારે સદીની ભાગીદારી કરીને આરસીબીને મેચમાં વાપસી કરી હતી. જેક્સ અને પાટીદાર વચ્ચે ત્રીજી વિકેટ માટે 102 રનની ભાગીદારી થઈ હતી. જેકે 32 બોલમાં 4 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 55 રન બનાવ્યા હતા. જ્યારે પાટીદારે માત્ર 23 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી. પાટીદારે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 5 સિક્સર ફટકારી હતી.

જેક્સના આઉટ થયા બાદ કોલકાતાએ મેચમાં જોરદાર વાપસી કરી હતી અને એક સમયે આરસીબીનો સ્કોર છ વિકેટે 155 રન હતો. અહીંથી સુયશ પ્રભુદેસાઈ અને દિનેશ કાર્તિક વચ્ચે 32 રનની ભાગીદારી થઈ, જેણે મેચને રોમાંચક સ્થિતિમાં લઈ ગઈ. કાર્તિક-પ્રભુદેસાઈના આઉટ થયા બાદ એવું લાગતું હતું કે કોલકાતા હવે આરામથી મેચ જીતી લેશે, પરંતુ છેલ્લી ઓવરમાં કર્ણ શર્માએ ઘરના ચાહકોના દિલના ધબકારા વધારી દીધા હતા. કોલકાતા તરફથી આન્દ્રે રસેલે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે છ વિકેટે 222 રન બનાવ્યા હતા. ઓપનર ફિલ સોલ્ટે માત્ર 14 બોલમાં 48 રન બનાવ્યા જેમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. કેપ્ટન શ્રેયસ અય્યરે 36 બોલમાં સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. શ્રેયસે તેની ઇનિંગમાં સાત ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. રમનદીપ સિંહે 9 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 24 રનની અણનમ ઇનિંગ રમી હતી. આન્દ્રે રસેલે પણ 20 બોલમાં અણનમ 27 રન બનાવ્યા હતા. RCB તરફથી યશ દયાલ અને કેમેરોન ગ્રીને બે-બે વિકેટ લીધી હતી. જો જોવામાં આવે તો કોલકાતા નાઈટ રાઈડર્સે આ સિઝનમાં ત્રીજી વખત 220થી વધુ રન બનાવ્યા છે.