મુંબઈ: વાત જ્યારે પ્રશંસાની આવે ત્યારે લગભગ માણસ માત્રને ગમતી હોય છે. પ્રશંસા એક એવો સ્ત્રોત છે જેમાંથી આત્મવિશ્વાસ મળે છે અને જો તેનું પ્રમાણ વધી જાય તો શું થાય તે પણ તમે જાણો છો. ખેર, આજે આપણે પતિની પ્રશંસાની વાત કરીએ. શું તમે તમારા પતિની સામે તેની પ્રશંસા કરો છો? જો કરતાં હોય તો બહુ જ સરસ પરંતુ જો ના કરતાં હોય તો આજે બેસ્ટ દિવસ છે પતિના ભરપૂર વખાણ કરી પ્રેમ વ્યક્ત કરવાનો. આજે 20 એપ્રિલના રોજ “પતિ પ્રશંસા દિવસ” (Husband Appreciation Day)છે. આ ખાસ અવસરે ચિત્રલેખાએ મુંબઈની કેટલીક મહિલાઓ સાથે વાત કરી તેમના પતિના ગમતાં ગુણો વિશે જાણ્યું હતું. ચાલો જાણીએ મુંબઈની આ લેડિઝ તેમના પતિને શું કહેવા માગે છે? અને તેમની કઈ ક્વોલિટી સૌથી વધુ ગમે છે.

રિદ્ધિ થડેશ્વર, વસઈ

પ્રિય સ્મિત,
તમે સંબંધના તમામ પાસાઓમાં વિશ્વસનીય અને પ્રામાણિક છો. તમે રિલેશનમાં સમર્પિત છો અને પડકારોનો સામનો કરવા સાથે મળીને કામ કરવા તૈયાર છો. તેમજ તમે કાઈન્ડ અને કેરિંગ પર્સન છો. આઈ લવ યુ.
કુંતલ સોનપાલ, કાંદિવલી

પ્રિય ચેતન,
યુ આર સો કેરિંગ એન્ડ કાઈન્ડ. એક પ્રાણિક હીલિંગ ટ્રેનર બનવામાં મને તમારો ખૂજ સહકાર મળ્યો છે. મને આગળ લાવવા માટે તમે મને પ્રાણિક હીલિંગ શીખવ્યું અને હવે આપણે બંને એકસાથે મળીને પ્રાણિક હીલિંગને ફેલાવી રહ્યાં છીએ તેનો આનંદ છે. ખૂબ પ્રેમ અને વ્હાલ.
સાવિત્રી શાહ, મરિન લાઈન્સ

પ્રિય રાજીવ,
આપણી એક વાત મને બહુ જ ગમે છે કે આપણને બંનેને ફરવાનો શોખ છે. તમારી સાથે દરેક ટ્રીપની મજા આવે છે. મારા હિસ્સાની જવાબદારી નિભાવવામાં પણ તમે મને ખુબ સપોર્ટ આપ્યો છે. ખાસ, આજે પચાસની ઉંમર વટાવ્યા બાદ હું ફરી અભ્યાય કરું છું તેનો શ્રેય પણ તમને જાય છે. તમારા સહકારથી મને પ્રોત્સાહન મળે છે. તમે ખુબ જ પ્રેમાળ છો. તમે એકદમ ફિટ છો. સૌથી મહત્વનું કે તમારે કારણે મારામાં આત્મવિશ્વાસ જાગ્યો છે. મને મારી ઓળખ કરાવવા બદલ આભાર.ખૂબ જ પ્રેમ અને વ્હાલ.
અનિતા ભાનુશાલી, ગોરેગાંવ

પ્રિય દિપક,
દિપક,તમારા માટે મારે એક લાઈનમાં કઈંક કહેવું હોય તો હું એટલું કહીશ કે લગ્નના ત્રેવીસ વરસે એ વાતનો રાજીપો છે કે ‘હું તને પ્રેમ કરું છું’એ લાગણી તમે કહેવા કરતા કરવામાં વધુ વ્યક્ત કરી છે. ખૂબ ખૂબ પ્રેમ અને વ્હાલ.
ગોપી શાહ, મરિન લાઈન્સ

પ્રિય અલ્પેશ,
મને તમારા સહુથી વધુ ગમતા ગુણોમાં એક તો તમને કોઈપણ પ્રકારનું વ્યસન નથી.બીજા ભારે વ્યસનો તો દૂર પણ સાદા પાન જેવી પણ આદત નથી. બીજું, તમે અતિશય પરિવાર પ્રેમી છો, જેમાં પરિવાર એટલે ફક્ત આપણે અને આપણા બાળકો જ નહિ પણ આપણા બંનેના માતાપિતા અને ભાઈબહેનો સહુએ આવી જાય.ત્રીજી વાત એ કે, એક સહુથી ગમતી બાબત જે હું ઘણી મહેનત કરવા છતાં મારામાં ખીલવી નથી શકતી એ એ છે કે તમે કોઈપણ પરિસ્થિતિને એની સાથે જોડાયેલા તમામ લોકોની દ્રષ્ટિથી જોઈ શકો છો અને તેથી તમે બીજાને પણ મદદ કરી શકો છો. ખૂબ પ્રેમ.
ઊર્વી નિશાર, થાણે

પ્રિય દર્શિલ,
હું મારી કોઈ ઈચ્છાઓ સાથે કોમ્પ્રાઈઝ કરીને તો લગ્ન નથી કરી રહી ને! એ મેક સ્યોર કર્યુ તે મને બહુ જ ગમ્યું હતું. મને ખબર છે કે હું એક પ્રોફેશનલ વર્કિંગ વુમન છું તેનો તમને ગર્વ છે અને તમે સપોર્ટ પણ કરો છો. તમારી ઓફિસ અને મારું ક્લિનિક એક જ જગ્યાએ હોવાથી મારે બિલ,ઓફિસ ખોલવી કે બંધ કરવી વગેરેની કાળજી લેવાની જરૂર નથી રહેતી. તમે ખૂબ જ સોશિયલ અને ઈન્ટરેક્ટિવ પર્સન છો. મારો એક મોટો સંયુક્ત પરિવાર છે, ત્યાં તમે બધાના દિલ જીતી લીધા છે. તમે સંબંધોને ખૂબ જ સારી રીતે સંભાળો છો. અઢળક પ્રેમ.
શેફાલી વોરા, વિલે પાર્લે

પ્રિય ભાવેન,
તમે ખુબ કેરિંગ અને પ્રેમાળ છો. મને મારા જીવનમાં બધી સ્વતંત્રતા આપી છે. હું જ્યારે મુંઝવણમાં હોઉં ત્યારે તમે મને તમામ સૂચનો આપ્યાં છે. સૌથી મહત્વની વાત, તમે મને રોજ સમયસર દવા આપો છો. અઢળક પ્રેમ.
આ તો પતિનો ખાસ દિવસ છે એટલે તેમની વાત કરી. બાકી આ અહેવાલ વાંચીને તમને કોઈની પણ પ્રશંસા કરવાનું મન થાય તો સંકોચ વગર કરી દેજો. શું ખબર તમારી પ્રશંસા કદાચ તેમના માટે આત્મવિશ્વાસનું એક પગથિયું બની જાય.
(નિરાલી કાલાણી)


કેરળના વાયનાડથી કોંગ્રેસના ઉમેદવાર બનેલા રાહુલ ગાંધી 20 કરોડથી વધુની સંપત્તિના માલિક છે. જો કે તેમની પાસે ન તો પોતાનું ઘર છે કે ન તો પોતાની કાર. છેલ્લા પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં લગભગ 5 કરોડ રૂપિયાનો વધારો થયો છે. તેમ છતાં તેમના પર 50 લાખ રૂપિયાનું દેવું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજ્યસભા ચૂંટણી માટેના સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની પાસે 12.53 કરોડની સંપત્તિ છે. જેમાં ઇટલીમાં આવેલ તેમના પૈતૃક ગૃહનો પણ સમાવેશ થાય છે. આ સિવાય તેમની પાસે 88 કિલો ચાંદી અને 1,267 ગ્રામ સોનું તેમજ જ્વેલરી છે. જો કે સોનિયા ગાંધી પાસે પણ કોઈ વ્યક્તિગત કાર નથી.
કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથના પુત્ર અને છિંદવાડા લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર નકુલ નાથ પાસે કુલ 649 કરોડ 51 લાખ 96 હજાર 174 રૂપિયાની જંગમ સંપત્તિ છે. કરોડોના માલિક નકુલનાથ પાસે પોતાની કાર નથી. તેમની જાહેર કરેલી સંપત્તિમાં શેર, મ્યુચ્યુઅલ ફંડ, એફડી અને ઘણી કંપનીઓની બચતનો સમાવેશ થાય છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે મધ્ય પ્રદેશની રાજગઢ લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે. દિગ્વિજયસિંહના બેંક ખાતામાં 13 લાખ 6 હજાર 599 રૂપિયા જમા છે. કુલ સંપત્તિ 8.78 કરોડ છે. જો કે દિગ્વિજયસિંહ પાસે પણ પોતાની કોઈ કાર નથી.
બીકાનેર લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર અર્જુન રામ મેઘવાલ છે. કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલ પાસે 2.38 કરોડ રૂપિયા અને તેમની પત્ની પાસે 1.38 કરોડ રૂપિયા એટલે કે કુલ 3.76 કરોડ રૂપિયાની સંપત્તિ છે. પરંતુ તેમની પાસે કોઈ કાર નથી.
મૈસુરના રાજવી પરિવારના સદસ્ય યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયાર મૈસૂર-કોડાગુ લોકસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેમના એફિડેવિટ મુજબ તેમની પાસે રૂ. 5 કરોડની સંપત્તિ છે જ્યારે તેમની પત્ની ત્રિશિકા કુમારી અને તેમના એક આશ્રિતો પાસે અનુક્રમે રૂ. 1.04 કરોડ અને રૂ. 3.64 કરોડની સંપત્તિ છે. પરંતુ તેમની પાસે પોતાનું કોઈ ઘર, જમીન કે કાર નથી.
ટોંક-સવાઈ માધોપુરથી ભાજપના ઉમેદવાર સુખબીર સિંહ જૌનાપુરિયા છે. જેમની પાસે 142 કરોડ રૂપિયાની સંપત્તિ છે. સતત બે ટર્મથી સાંસદ રહ્યા છે. તેઓ ત્રીજી વખત ભાજપની ટિકિટ પર આ જ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ ઉમેદવારી પત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર તેમની પાસે પોતાનું કોઈ વાહન નથી. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત જાલોર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે. તેઓ રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (RCA)ના અધ્યક્ષ રહી ચૂક્યા છે. 2019માં જોધપુર લોકસભા સીટ પરથી ચૂંટણી લડી, પરંતુ હારી ગયા. નોમિનેશન પેપરમાં આપવામાં આવેલી માહિતી મુજબ તેમની પાસે કોઈ કાર નથી.
રાજસ્થાનના બે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, વસુંધરા રાજે અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ પાસે પણ પોતાનું કોઈ વાહન નથી. ત્રણેયએ ડિસેમ્બર 2023ની વિધાનસભા ચૂંટણીમાં આપેલા સોગંદનામામાં આ માહિતી આપી હતી. બાડમેરના સાંસદ કૈલાશ ચૌધરી કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પણ છે. આ વખતે પણ તેઓ ભાજપના ઉમેદવાર છે, પરંતુ તેમની પાસે કોઈ કાર નથી. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 2022ની ચૂંટણીમાં દાખલ કરેલા એફિડેવિટ અનુસાર તેમના પાસે 1,54,94,054 રૂપિયાની સંપત્તિ છે. પરંતુ તેમની પાસે પોતાની કોઈ કાર નથી. સીએમ બન્યા બાદ તેમના કાફલામાં મર્સિડીઝ બેન્ઝ એસયુવી સામેલ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે 3 કરોડ 44 લાખ 42 હજાર 870 રૂપિયાની કુલ જંગમ અને અચલ સંપત્તિ છે. પરંતુ પોતાની કાર નથી. સમાજવાદી પાર્ટીના વડા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પાસે 40 કરોડ રૂપિયાની સંપત્તિ છે. પરંતે પોતાની કોઈ કાર નથી.
રાજ્ય કે કેન્દ્ર સરકાર દરેક ધારાસભ્ય કે સાંસદને સત્તાવાર વાહનો આપતી નથી. રાજ્ય કે કેન્દ્ર સરકારમાં મંત્રી બનેલા ધારાસભ્યો અને સાંસદોને જ સરકારી વાહનો મળે છે. મંત્રીઓ ઉપરાંત સ્પીકર અને વિપક્ષના નેતાને પણ સરકાર તરફથી સત્તાવાર વાહનો મળે છે. જો કે ચૂંટણીની આચારસંહિતા દરમિયાન મંત્રીઓને સરકારી વાહનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. આ સમયગાળા દરમિયાન માત્ર વડાપ્રધાન અને મુખ્યમંત્રી સરકારી વાહનો અને વિમાનોનો ઉપયોગ કરી શકે છે.
નિષ્પક્ષ ચૂંટણી થાય એ માટે અમદાવાદ શહેર પશ્ચિમ લોકસભા વિસ્તાર, ગાંધીનગર લોકસભા વિસ્તાર, અમદાવાદ શહેર પૂર્વ લોકસભા વિસ્તારના જુદા-જુદા વિધાનસભા ક્ષેત્રમાં ‘STATIC SURVEILLANCE TEAM’ કામગીરી કરી રહી છે.
આ ઉપરાંત કોઈ સ્ટાર પ્રચારક ખાસ તેમના વ્યક્તિગત ઉપયોગ માટે નક્કી કરેલી રોકડ રકમ લઈ જતા હોય અથવા તો પક્ષનો કોઈ કાર્યકર રોકડ રકમ લઈ જતો હોય ત્યારે તે રકમનો ઉપયોગ કેવી રીતે થવાનો છે? એની વિગતો દર્શાવતું પક્ષના ખજાનચીનું પ્રમાણપત્ર સાથે લઈ જવું ફરજિયાત છે. સ્થાયી દેખરેખ ટુકડી (SST)ના અધિકારી આ પ્રમાણપત્રની નકલ પોતાની પાસે રાખી લેશે અને રોકડ જપ્ત કરશે નહી. જો કોઈ વાહનમાં ચૂંટણી પંચે નક્કી કરેલી રકમ કરતાં વધારે રૂપિયા મળે અને કોઈ ગુનો બનવાની શંકા ન હોય અથવા કોઈ ઉમેદવાર કે એજન્ટ કે પક્ષના કાર્યકર સંકળાયેલ ન હોય તો, સ્થાયી દેખરેખ ટુકડી (SST) રોકડ જપ્ત કરશે નહીં. અને આવકવેરા સંબંધી કાયદા હેઠળ જરૂરી કાર્યવાહી કરવા માટે એ માહિતી આવકવેરા સત્તાધિકારીને મોકલી આપશે.
રાજ્યમાં ચૂંટણી ખર્ચ માટે જિલ્લા કક્ષાએ ચૂંટણી તંત્રને સજ્જ કરાયું છે. દરેક જિલ્લામાં ચૂંટણી ખર્ચના એક નોડલ અધિકારી અને વિવિધ ટીમની રચના કરાઈ છે. ચૂંટણીની જાહેરાતની તારીખથી જિલ્લા કક્ષાએ ખર્ચની વિવિધ ટીમ વચ્ચે સંકલન માટે ખર્ચ નિયંત્રણ સેલ કાર્યરત કરાયા છે. ખર્ચની ટીમો પૈકી ફ્લાઈંગ સ્ક્વોડ, વીડિયો સર્વેલન્સ ટીમ, વીડિયો વ્યુઈંગ ટીમ, એકાઉન્ટિંગ ટીમ કાર્યરત કરાઈ છે.
આ ઉપરાંત ઈન્કમ ટેક્ષ વિભાગના અધિકારીઓ સક્રિય થઈ જાય છે. ખર્ચ નિયંત્રણ માટે રાજય કક્ષાના નોડલ અધિકારીઓ પણ નિમાય છે. પંચ દ્વારા ખર્ચ નિરીક્ષકની નિમણુંક થાય છે. ચૂંટણીની અધિસૂચના થયા પછી સ્ટેટીક સર્વેલન્સ ટીમ અને મદદનીશ ખર્ચ નિરીક્ષકોએ કામગીરી શરૂ કરી દીધી છે.ફ્લાઈંગ સ્ક્વોડના વાહનો જિલ્લા કક્ષાએ મોનીટર કરવા માટે એમાં જી.પી.એસ. ફીટ કરવામાં આવે છે.
ઇરાનનું સંરક્ષણ બજેટ માત્ર 9.9 અબજ ડોલર છે, જ્યારે ઇઝરાયેલ સંરક્ષણ પર 24.2 અબજ ડોલર ખર્ચ કરે છે. ઇરાનની પાસે 551 ફાઇટર જેટ્સ અને અન્ય વિમાન છે, જ્યારે ઇઝરાયેલની પાસે 612 સૈન્ય વિમાન છે. ઇરાનની પાસે 4071 ટેન્ક છે, જ્યારે ઇઝરાયેલની પાસે 2200 ટેન્ક છે. ઇરાનની પાસે 101 સબમરીન છે, જ્યારે ઇઝરાયેલની પાસે 67 સબમરીન છે.











