Home Blog Page 1924

રામલલ્લાનું થયું સૂર્યતિલકઃ ભવ્ય અને દિવ્ય નજારો

અયોધ્યાઃ દેશભરમાં રામ નવમીનો ઉત્સવ ઊજવવામાં આવી રહ્યો છે. આ અવસરે અયોધ્યામાં અદભુત નજારો જોવા મળ્યો હતો. આ વખતની રામ નવમી બહુ વિશેષ છે, કેમ કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પછી રામલલ્લાની આ પહેલી રામ નવમી છે. જેથી રામલલ્લાની પૂરા-અર્ચના કરવામાં આવી હતી. મંત્રોચ્ચારણની સાથે રામલલ્લાનો સૂર્યાભિષેક થયો હતો. આ પ્રસંગે રામ મંદિરનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો.

રામ નવમીના ખાસ અવસરે પર અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રીરામના કપાળ પર સૂર્યતિલક કરવામાં આવતાં અદભુત નજારો જોવા મળ્યો હતો. આ અલૌકિક નજારાથી મંદિર પ્રાંગણમાં શ્રીરામના નાદથી ગુંજી ઊઠ્યું હતું. સૂર્યતિલકનો આ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ છે. બપોરે બરાબર 12 વાગ્યે રામલલાનું સૂર્ય તિલક થયું. બપોરે 12 કલાક અભિજિત મુહૂર્તમાં રામલલ્લાનું ત્રણ મિનિટ સુધી સૂર્ય તિલક થયું હતું. સૂર્ય તિલક માટે એક ખાસ પ્રકારની ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રામ નવમીના દિવસે બપોરના સમયે સૂર્યનાં કિરણો રામલલ્લાના મસ્તિષ્ક પર પડી હતી અને કાચ અને લેન્સથી જોડાયેલા એક તંત્રને કારણે રામલલ્લાનું સૂર્યતિલક સંભવ થઈ શક્યું હતું. સૂર્યતિલક બાદ ભગવાન શ્રીરામની વિશેષ પૂજા અને આરતી કરવામાં આવી હતી.

CBRI રૂડકીના વૈજ્ઞાનિક ડો. એસ. કે પાણિગ્રહીએ કહ્યું હતું કે સૂર્ય તિલકનો મૂળ ઉદ્દેશ રામ નવમીના દિવસે માત્ર રામની મૂર્તિ પર તિલક લગાવવાનો હતો. તેમણે કહ્યું હતું કે એક પ્રક્રિયા દ્વારા તેમના મસ્તિષ્ક સુધી સૂર્ય પ્રકાશ લગાવવામાં આવ્યો હતો. તેમણે એ પણ કહ્યું હતું કે પ્રતિ વર્ષ રામ નવમીના દિવસે આકાશ પર સૂરજની સ્થિતિ બદલાય છે.

 

 

 

ક્ષત્રિય આંદોલનના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ પારણા કર્યા

રાજકોટ: લોકસભાના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા એ કરેલી ટિપ્પણીના વિરોધમાં ઊભા થયેલા ક્ષત્રિય આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર પદ્મિનીબા વાળાએ 14 દિવસ બાદ તેમની તબિયત લથડતાં અંતે પારણા કરી લીધા છે.

આક્રમક વલણને કારણે તેઓ ક્ષત્રિય આંદોલનના એક મહત્વના મહિલા આગેવાન તરીકે ઊભર્યા છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી સાથે તેમણે અન્નનો ત્યાગ કર્યો હતો. ગઈકાલે રાત્રે તેમની તબિયત લથડતાં રાજકોટની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પદ્મિનીબાને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ સમાજના આગેવાનો વીરભદ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, પી.ટી.જાડેજા, જે.પી.જાડેજાએ ટેલીફોનિક તેમજ રૂબરૂ સમજાવટ બાદ મહંત શ્રી માયાનંદજી માતાજી ગુરૂ શ્રી શિવાનંદજી બાપુ વગેરે આગેવાનો અને સંતો પદ્મિનીબાને હોસ્પિટલમાં મળ્યા હતા. તમને સમજાવીને પારણા કરાવ્યા હતા. જો કે તેઓનું આંદોલન તો ચાલુ જ છે.

ક્ષત્રિય સમાજનું રૂપાલાની ટિકિટ રદ થાય તે માગણીને લઈને હજી કોઈ સમાધાન થયું નથી. આ આંદોલન ચાલુ જ છે તેવું આગેવાનોએ જણાવ્યું હતું.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)

લોકસભા ચૂંટણીઃ ભાજપને મળશે માત્ર 150 સીટઃ કોંગ્રેસ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનથી પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને SPના અધ્યક્ષ અખિલેશ યાદવે ગાઝિયાબાદમાં એક પત્રકાર પરિષદમાં વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ વિચારધારાની ચૂંટણી છે. તેમનું ગઠબંધન બંધારણ અને લોકતંત્રને બચાવવાના પ્રયાસ કરી રહ્યું છે. અખિલેશ યાદવે કહ્યું હતું કે ભાજપની દરેક વાત ખોટી નીકળી છે અને તેમનાં વચનો પણ ખોટાં છે. ના તો ખેડૂતની આવક બે ગણી થઈ, ના યુવકોને રોજગાર મળ્યો. વિકાસનાં જે સપનાં દેખાડ્યાં હતાં, એ પણ અધૂરાં છે. એમની નૈતિકતાનો પરપોટો ફૂટી ગયો છે. આ ચૂંટણીમાં ભાજપને માત્ર 150 સીટ મળશે, એમ રાહુલ ગાંધીએ કહ્યું હતું.

પત્રકારોના સવાલના જવાબ આપતાં સપાઅધ્યક્ષે કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન નવી આશા છે. ખેડૂતોને MSPની ગેરંટી આપીશું, એટલે ખેડૂતો ખુશ થશે. વિના સામાજિક ન્યાયની માગને લઈને અમે ચાલીશું. ભાજપ સંવિધાન અને લોકતાંત્રિકને ખતમ કરવાના પ્રયાસ કરી રહ્યું છે અને બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પાર્ટી બંધારણ અને લોકતંત્રને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

વડા પ્રધાન ભ્રષ્ટાચારના ચેમ્પિયન છે. એક તરફ RSS અને ભાજપ બંધારણને ખતમ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. આ ચૂંટણીમાં બેરોજગારી, મોંઘવારી સૌથી મોટા મુદ્દા છે.

એકઝટકામાં ગરીબી દૂર કરવાના નિવેદન બાબતે સ્પષ્ટતા કરતાં રાહુલે કહ્યું હતું કે કોઈ નથી કહી રહ્યું કે ગરીબી એક વખતમાં ખતમ થશે, પણ આપણે એના માટે નક્કર પ્રયાસ તો કરી શકીએ છીએ.

 

 

 

 

 

 

 

 

 

કચ્છથી મળ્યા લોરેન્સના કનેક્શન, લોરેન્સના ફેલાયેલા છે સ્લીપર સેલ?

અમદાવાદ: બોલિવુડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગનો કેસ ખુબ ચર્ચામાં આવ્યો હતો. જે બાદ મુંબઈ પોલીસે ગણતરીના કલાકોમાં ફાયરિંગ કરનારા આરોપીઓને ગુજરાતના કચ્છમાંથી ઝડપી પાડ્યા હતા. કચ્છમાંથી આરોપીયોની ધરપકડ બાદ ગૈંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના કચ્છ કનેક્શન સામે આવ્યા છે. ગુજરાત પોલીસે મુંબઈ ક્રાઈમ બ્રાંચ સાથે મળીને ગુનેગારો પકડવા બદલ ગુજરાતના DGP એ ગુજરાત પોલીસની વાહ વાહ કરી હતી. ત્યારે બીજી બાજુ પોલીસની ચિંતામાં વધારો થયો. આ અઉગા પણ ગૈંગસ્ટર લૉરેન્સના કચ્છ સાથે કનેક્શન હોવાનું સામે આવી ચૂક્યું છે. ત્યારે ફરી એક વાર આરોપીઓનું ગુજરાતના કચ્છમાંથી ઝડપાવવાથી મુદ્દો વધુ ગરમાયો છે. આ અગાઉ કચ્છ નલિયામાં લૉરેન્સ સામે પાકિસ્તાનથી કરોડો રૂપિયાનો ડ્રગ્સ મંગાવવાનો કેસ દાખલ થયો હતો.

મામલો શું હતો?

થોડા દિવસો પહેલા સલામાન ખાનના ઘરની બહાર બે વ્યક્તિઓ એ ફાયરિંગ કર્યું હતું. જે બાદ બંને આરોપીઓને પકડવા માટે મુંબઈ પોલીસ એક્શનમાં આવી હતી. મુંબઈ ક્રાઈબ બ્રાન્ચે 16 એપ્રિલના જણાવ્યું હતું કે બે આરોપીઓની ઘરપકડ ગુજરાતના કચ્છમાંથી કરવામાં આવી છે. આ ઉપરાંત મુંબઈ  પોલીસે જણાવ્યું હતું કે ઘટના બાદ પોલીસે ગુજરાત પોલીસની મદદથી બે આરોપીઓ વિક્કી ગુપ્તા ઉમર વર્ષ 24 અને સાગર પાલ ઉમર વર્ષ 21 ની ધરપકડ કરી હતી. ઓરોપીઓની પુછપરછ હાથ ધરવામાં આવી છે. આ અગાઉ પણ કુખ્યાત ગૈંગસ્ટ લૉરેન્સ દ્વારા સલમાન ખાનને મારી નાખવાની ઘમકીઓ મળી હતી.

શું કચ્છમાં છે લૉરેન્સના સ્લીપર સેલ?

લોરેન્સ બિશ્નોઈના ડ્રગ્સ કેસ ઉપરાંત કચ્છ કનેક્શન અગાઉ પણ બે વખત સામે આવ્યા છે. પંજાબી સિંગર અને રેપર સિદ્ધુ મૂઝેવાલાની હત્યા બાદ પણ કચ્છના મુંદ્રામાંથી કેટલીક ધરપકડ કરવામાં આવી હતી. કરણી સેનાના નેતા સુખદેવ ગોગામેડીની હત્યામાં પણ હુમલાખોરો કચ્છમાં છુપાયા હોવાનું બહાર આવ્યું હતું. આવા સંજોગોમાં સલમાન ખાનના બે શૂટર કચ્છમાં છુપાયા બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ચૂકી છે. જેમાં લોરેન્સ બિશ્નોઈનો કચ્છમાં કોઈ સ્લીપર સેલ છે કે કેમ તે અંગ વધુ તપાસ હાથ ધરશે. સલમાનના શૂટરોની ધરપકડ કરવા પર, ડીજીપી વિકાસ સહાયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે એસપી ભુજ, તેમની ટીમ અને ખાસ કરીને એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાંચ)ની ટીમ દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી છે. જેમણે મુંબઈમાં સલમાન ખાનના ઘરે ગોળીબારની ઘટનામાં આરોપીઓને પકડવા માટે મુંબઈ પોલીસ સાથે સંકલન કર્યું હતું. તમામ પોલીસ સ્ટાફને યોગ્ય પુરસ્કાર આવશે છે.

કોરાનાના 65 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 65 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,35,701 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,577 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,01,644 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 91 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 570 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,642 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 45 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

 

 

 

 

૧૭ એપ્રિલ, ૨૦૨૪

૧૭ એપ્રિલ, ૨૦૨૪

નોટ આઉટ @ 90 : લતાબહેન પંચોલી 

82 વર્ષની ઉંમરે બિલિયર્ડ રમતા શીખી, અમેરિકન પ્લેયર સાથે ક્લબમાં ટુર્નામેન્ટ રમ્યાં અને જીત્યાં, એવાં લતાબહેન પંચોલીની વાત સાંભળીએ તેમને પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ કુસુંડા, (ઝરિયા, ધનબાદ પાસે). પિતા માયનિંગ એન્જિનિયર, તે સમયના પહેલા ભારતીય માયનિંગ એન્જિનિયર હતા! કુટુંબમાં પાંચ ભાઈ, પાંચ બહેનો. એમાં તેમનો નવમો નંબર. અભ્યાસ પોદાર હાઇસ્કુલ, સાન્તાક્રુઝ, મુંબઈમાં. પિતાનું નાની ઉંમરે અવસાન થતાં તરત લગ્ન થયાં અને પરિવારની જવાબદારીઓમાં તેઓ વ્યસ્ત થઈ ગયાં. શાળાના અભ્યાસના ૧૪ વર્ષ પછી, ચાર દીકરીઓના જન્મ બાદ, એક્સટર્નલ ગ્રેજ્યુએટ થયાં! તેનાં 14 વર્ષ પછી, જ્યારે એક પુત્રીના લગ્ન થઈ ગયાં હતાં અને બીજી પુત્રી કોલેજમાં અને નાની બે પુત્રીઓ શાળામાં ભણતી હતી, ત્યારે તેઓએ  બી.એડ. કર્યું. પતિની  પોસ્ટ-ઓફિસમાં નોકરી હતી જેથી બદલી થયા કરતી. લતાબહેને હળવદ અને સુરેન્દ્રનગરમાં શિક્ષિકા તરીકે નોકરી કરી અને તેઓ વાઇસ-પ્રિન્સિપલ તરીકે નિવૃત્ત થયાં. તેમને ચાર દીકરી, સાત પૌત્ર-પૌત્રી અને આઠ પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે 6:30 વાગે ઊઠે. પ્રાણાયામ કરે, કસરત કરે, કલાક ચાલે. પછી ચા- નાસ્તો કરે. નાહી-ધોઈને ગીતાના પાઠ કરે. પૂજા, આનંદનો ગરબો વગેરે બધું જ મોઢે યાદ છે! પછી વાંચવાનું. ટીવી જુએ, બધા જ શો ગમે! સ્પોર્ટ્સમાં વિશેષ રુચિ હોવાથી ટીવી પર ક્રિકેટ, ટેનિસ, હોકી, ફૂટબોલ રસપૂર્વક જુએ. ન્યુઝ સાંભળવા પણ ગમે. બે પૌત્રીઓ વારાફરતી તેમની સાથે અમદાવાદ રહી અને પી.એચ.ડી. સુધી ભણી.

શોખના વિષયો : 

તેમને બિલિયર્ડ, બેડમિન્ટન, કેરમ, બોર્ડ-ગેમ્સ રમવી ગમે. સુડોકુ તથા ક્રોસ-વર્ડ કરવા પણ ગમે. તેમને સંગીતનો શોખ. તેમને ફરવાનો પણ શોખ. સાથે-સાથે ટ્રાવેલ-શો જોવા ગમે. પાંચ વાર અમેરિકા જઈ આવ્યાં છે! ડ્રોઈંગ અને પેઇન્ટિંગમાં પણ વિશેષ રુચી. સુંદર મંડાલા આર્ટ કરે. બાળકો તેમનાં મિત્રો!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

હસતાં હસતાં કહે છે ” હજી તો મારા પગ પર જ ચાલું છું!” નિયમિત રીતે ઝડપથી ચાલવાની ટેવ હતી, હવે ઘરમાં થોડું થોડું ચાલે છે. દીકરીઓ હવે તેમને એકલી રહેવા દેતી નથી. સાંભળવામાં થોડી તકલીફ પડે છે. નાની-નાની વાતો  ભૂલી જવાય છે, જોકે બધી પ્રાર્થનાઓ મોઢે યાદ છે!

યાદગાર પ્રસંગ:  

લતાબહેન રોજ સવારે એક કલાક યોગ કરે, પછી જ કંઈ ખાય. પૌત્રીની જાન સવારે આવવાની હતી તે દિવસે, લતાબહેને સવારે વહેલાં ઊઠી કલાક યોગ કરી લીધા! કુટુંબમાં બધાં માટે આ પ્રસંગ યાદગાર બની ગયો! તેમની દીકરીઓ પણ તેમના સાલસ અને મધુર સ્વભાવને કારણે જ્યાં જાય ત્યાં પ્રિય થઈ જાય! તેમનાં શિષ્યો ગર્વથી કહે કે અમે લતા ટિચર પાસે ઇંગ્લિશ ભણ્યાં છીએ, અમારી ભૂલ થાય જ નહીં! ઘેર કામ કરવા આવતી છોકરીને પણ અંગ્રેજી લખતાં-વાંચતાં શીખવી દીધું! ત્રણ અઠવાડિયાની અલાસ્કા-ક્રુઝ…. બહુ સરસ ટ્રીપ રહી. ચારધામ યાત્રા પણ યાદગાર રહી. પુત્રીના પુસ્તકના વિમોચનનો પ્રસંગ પણ સારો રહ્યો.

 

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

અમેરિકા જાય ત્યારે છાપુ રોજ કોમ્પ્યુટર પર જ વાંચે! તેમની 80મી વર્ષગાંઠ ઉપર તેમનાં બાળકોએ તેમને સ્માર્ટફોન ભેટમાં આપ્યો છે એટલે છેલ્લાં દશ વર્ષથી સ્માર્ટફોન વાપરે છે! તેમને ખાલી સાયબર-ક્રાઇમથી ડર લાગે છે. કુટુંબનાં સભ્યો દેશ-વિદેશમાં રહે છે, તેથી તેમની વર્ષગાંઠ ઝૂમ-મીટીંગ પર ઉજવે અને કુટુંબનાં બધાં જ સભ્યો હાજર હોય!

 શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

તેમના શબ્દોમાં:  અમે પણ નોકરી કરી છે, ઘર અને બાળકો સંભાળ્યાં છે, જાતે કામ કર્યું છે. બધું જ કામ આરામથી થતું. આજે આટલાં સાધનો છતાં, કોઈની પાસે સમય જ રહેતો નથી, ના પોતાને માટે, ના બીજાને માટે! યુવાનોએ વર્ક-લાઈફ બેલેન્સ શીખી પરિવાર માટે સમય કાઢવો જોઈએ.

આજની પેઢી સાથે સંકળાયેલા છો?  

લતાબહેન હોય ત્યારે ચારેય પેઢી એમની સાથે હોય! બાળકો તેમની આસપાસ જ ફરતાં હોય! લતાબહેન બાળકો સાથે બાળકો જેવાં થઈ જાય. લતાબહેન ક્યારેય સલાહ ન આપે, પણ ગાડી પાટે ચડાવી દે! પૌત્રી સાથે ચોકલેટ-શોપમાં જાય, ત્યાંથી ઢોસા ખાવા પણ જાય અને તેની સાથે ડાન્સ પણ કરે! એક પૌત્ર-વધૂ નિકારગુઆની છે, તેને તો લતાબહેન સાથે સૌથી વધુ ફાવે!

સંદેશો :  

શિસ્ત જાળવો, સમયનો ખ્યાલ રાખો. કુટુંબને અને સમાજને ઉપયોગી થાવ. બીજાની પ્રગતિ માટે, કુટુંબને અને સમાજને કંઈને-કંઈ પાછું આપતા રહો.

રાશિ ભવિષ્ય 17/04/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક, સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગ ક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા, વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં  જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

પંચાંગ 17/04/2024

મતદાન પહેલાં ટોપ કમાન્ડર સહિત 18 નક્સલવાદી ઠાર

કાંકેરઃ દેશમાં 19 એપ્રિલથી પહેલા તબક્કાનું મતદાન થવાનું છે, પણ છત્તીસગઢના કાંકેરમાં ચૂંટણી પહેલાં પોલીસ અને નકસ્લવાદીઓની વચ્ચે થયેલી અથડામણમાં ટોપ કમાન્ડર શંકર રાવ સહિત 18 નકસવાદીઓ માર્યા ગયા છે. આ એન્કાઉન્ટરમાં ત્રણ જવાન પણ ઇજાગ્રસ્ત થયા છે.

પોલીસ અને નક્સલીઓની વચ્ચે આ અથડામણ છત્તીસગઢના કાંકેર જિલ્લાના છોટે બેઠિયા સ્ટેશન વિસ્તારમાં થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ ઘટનાસ્થળેથી પાંચ એકે47 અને LMG હથિયાર પણ જપ્ત કર્યા છે. આ એન્કાઉન્ટરમાં એક ઇન્સ્પેક્ટર સહિત ત્રણ જવાન ઘાયલ થયા છે. BSF અને DRGની ટીમો દ્વારા 16 એપ્રિલે કાંકેરના ગામ બીનાગુંડામાં એક સંયુક્ત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, ત્યારે BSF ઓપ્સ પાર્ટી પર CPI માઓવાદી કેડરોનો ગોળીબાર થયો હતો અને BSF સૈનિકોએ તેમની વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરી હતી. આ સિવાય એક BSF કર્મચારીને પગમાં ગોળી વાગી હતી અને હવે તે ખતરાથી બહાર છે.

કાંકેર જિલ્લામાં ગત મહિને પણ ત્રીજી માર્ચે હિદૂર વિસ્તારમાં અથડામણ થઈ હતી. હિદૂરના જંગલમાં થયેલી અથડામણમાં એક જવાન શહીદ થઈ ગયો હતો. જવાનનું નામ બસ્તર ફાઈટર્સ આરક્ષક રમેશ કુરેઠી હતું. સુરક્ષા દળોને અહીંથી એક માઓવાદીની લાશ સાથે એકે-47 મળી હતી. જાણકારી અનુસાર આ અથડામણ ત્યારે થઈ હતી, જ્યારે એક જવાન હિદૂર જંગલમાં સર્ચિંગ માટે નીકળ્યો હતો. તેઓ અંદરના વિસ્તારમાં પહોંચ્યા જ હતા કે નક્સલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. આ અથડામણ એક કલાક સુધી ચાલી હતી.

ગયા વર્ષે લોકસભામાં રજૂ થયેલા ડેટા મુજબ છત્તીસગઢમાં વર્ષ 2022માં રાજ્યમાં 305 નક્સલી હુમલા થયા હતા. આ પહેલાં સરકારે સંસદમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં નક્સલી હુમલામાં સાત જવાન શહીદ થયા હતા.