Home Blog Page 1925

ભાજપના ઉમેદવારોનો હુંકાર, રાજકોટથી રૂપાલાએ ભર્યુ ફોર્મ

દેશ સહિત રાજ્યમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં લોકસભાની 26 અને વિધાનસભાની પાંચ બેઠકની ચૂંટણી 7મી મેના રોજ યોજાવાની છે.  ત્યારે આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદાવારી ફોર્મ ભરવાનું શરૂ થઈ ચૂક્યું છે. જ્યારે તારીખ 15 એપ્રીલના ભાજપના કેટલાક ઉમેદવારોએ પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે વિજય મૂહુર્તમાં ફોર્મ ભર્યા હતા. તો તારીખ 16 એપ્રલીના પણ ભાજપના કેટલાક ઉમેદવારો સમર્થોકોની સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વિવાદો વચ્ચે ઘેરાયેલી અને જેના બેઠક પર ગુજરાતની જનતાની મીટ મંડાઈ છે, તેવી રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે જંગી જનમેદી સાથે રોડ શોનું આયોજન કરી ચૂંટણી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. તે આ સાથે જ વડોદરા બેઠક પર હેમાંગ જોશી, સુરત બેઠક પર મુકેશ દલાલ, સાબરકાંઠા સોભનાબેન બારૈયા, આણંદ બેઠક પર મીતેશ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

ફોર્મ ભરતી વખતી ભાજપના ઉમેદવારોએ પ્રચંડ શક્તિ પ્રદર્શન કર્યુ સાથે મોટી સંખ્યામાં સમર્થો જોવા મળ્યા હતા. ત્યારે રાજકોટ બેઠકના ઉમેદવારના રોડ શો વખતે અબકી બાર મોદી સરકારના નારા પણ લાગ્યા હતા. તો આણંદ બેઠક પર મીતેશ પટેલનું સમર્થન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદમાં ભવ્ય સંકલ્પ રેલીનું  આયોજન પણ કર્યું હતું. નોંધનીય છે કે તમામ બેઠક પર ફરીથી જંગી બહુમતી સાથે જીતનો વિશ્વાસ અપાવતા તમામ ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભર્યા હતા.

વરિષ્ઠ નાગરિકો પાસેથી FDના વ્યાજ પર ટેક્સરૂપે રૂ. 27,000 કરોડની કમાણી

નવી દિલ્હીઃ દેશના સિનિયર સિટિઝનની ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂડીરોકાણ પર વ્યાજથી સરકારે રૂ. 27,000 કરોડથી વધુ ટેક્સની કમાણી કરી લીધી છે, દેશની સૌથી મોટી ધિરાણકર્તા બેન્ક SBI રિસર્ચના અહેવાલમાં આ માહિતી મળી છે.

છેલ્લાં પાંચ વર્ષોમાં જમા કુલ રકમ નાણાકીય વર્ષ 2023-24ના અંત ભાગમાં 143 ટકા વધીને રૂ.34 લાખ કરોડ થઈ ગઈ છે, જ્યારે પાંચ વર્ષ પહેલાં એ રૂ. 14 લાખ કરોડ હતી. અહેવાલ મુજબ ફિકસ્ડ ડિપોઝિટ પર વધુ વ્યાજ દર હોવાને કારણે વરિષ્ઠ નાગરિકોની વચ્ચે એ ડિપોઝિટ ઘણી લોકપ્રિય થઈ હતી. આ સમયગાળામાં ફિક્સ્ડ ડિપોઝિટ ખાતાંઓની કુલ સંખ્યા 81 ટકા વધીને 7.4 કરોડ થઈ ગઈ છે.

અહેવાલ મુજબ એમાં 7.3 કરોડ ખાતાંઓમાં રૂ. 15 લાખથી વધુ રકમ જમા છે. આ ડિપોઝિટ પર 7.5 ટકા વ્યાજ મળવાના અનુમાનને ધ્યાનમાં રાખતાં વરિષ્ઠ નાગરિકોએ માત્ર વ્યાજરૂપે જ ગયા નાણાકીય વર્ષમાં 2.7 લાખ કરોડની કમાણી કરી છે. એમાં બેન્ક જમા રૂ. 2.57 લાખ કરોડ અને શેષ રકમ વરિષ્ઠ નાગરિક બચત યોજનાની છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સિનિયર સિટિઝન દ્વારા ચૂકવવામાં આવેલા 10 ટકા ટેક્સને બધા વર્ગોની વચ્ચે સુસંગત માનતા કેન્દ્ર સરકારે આ વખતે ટેક્સ કલેક્શન આશરે રૂ. 27,106 કરોડ હશે. દેશની કેટલીય બેન્ક સિનિયર સિટિજન્સને ફિક્સ્ડ ડિપોઝિટ પર 8.1 કરોડ સુધીનું વ્યાજ પણ ઓફર કરી રહી છે, એમ અહેવાલ કહે છે.

 

 

 

 

 

બેલેટ પેપર પર પરત ફરવાથી અનેક નુકસાનઃ SC

નવી દિલ્હીઃ ચૂંટણીમાં EVMની જગ્યાએ મતપત્રોના ઉપયોગને લઈને જારી ચર્ચાઓની વચ્ચે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બેલટ પેપર પર પરત ફરવાથી કેટલાય નુકસાન છે. કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્નાએ EVMને દૂર કરવાની અરજીના પક્ષમાં પોતાની રજૂઆત કરી રહેલા પ્રશાંત ભૂષણને સવાલ કર્યો હતો કે હવે તમે શું ઇચ્છો છો? પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે પહેલાંના મતપત્રો પરત લાવવામાં આવે. બીજું 100 ટકા VYPAT સાથે મેળ કરાવવામાં આવે.

કોર્ટે કહ્યું હતું કે દેશમાં 98 કરોડ મતદાતાઓ છે. તમે ઇચ્છો છો કે 98 કરોડ મતોની ગણતરી થાય. ભૂષણે કહ્યું હતું કે બેલેટથી મત આપવાનો અધિકાર આપી શકાય છે અથવા VYPATમાં જે પર્ચી છે એને મતદાતાઓને આપવામાં આવે અને VYPATની ડિઝાઇન બદલવામાં આવે, જેવી રીતે જર્મનીમાં થાય છે.

જસ્ટિસ દીપાંકર દત્તાએ ભૂષણને સવાલ કર્યો હતો કે જર્મનીની જનસંખ્યા કેટલી છે? એના જવાબમાં ભૂષણે જણાવ્યું હતું કે પાંચથી છ કરોડ અને ભારતમાં 98 કરોડ. જસ્ટિસ ખન્નાએ કહ્યું હતું કે શું 98 કરોડ VYPAT પર્ચીઓની ગણતરી થવી જોઈએ, પણ એની ગણતરીમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે 12 દિવસથી વધુ સમય લાગશે.

EVM ચિપનો પ્રોગ્રામ કરી શકાય છે. મોટા ભાગના યુરોપિયન દેશ EVMથી બેલેટ પેપર્સ પર ફરી પરત ફરી રહ્યા છે, એમ ભૂષણે કહ્યું હતું. અરજીકર્તાઓ તરફથી એડવોકેટ પ્રશાંત ભૂષણ, ગોપાલ, શંકરનારાયણ અને સંજય હેગડેએ રજૂઆત કરી હતી.

 

 

 

 

 

 

 

 

 

ચાસણીવાળો શીરો

ચૈત્રી નવરાત્રિ વ્રતના સમાપન તેમજ રામનવમી નિમિત્તે પ્રસાદ ધરાવવા માટે શીરાના જ પ્રકારની કંઈક અલગ મીઠાઈ એટલે કે, ચાસણીવાળો શીરો ઘરે બનાવી લો!

સામગ્રીઃ

  • રવો 1 કપ
  • દૂધ 3 કપ
  • ઘી 1 કપ
  • સાકર 1 કપ
  • કાજુ-બદામ 15 નંગ (ચારોળી પણ લઈ શકાય છે.)

રીતઃ એક બાઉલમાં રવો તેમજ 3 કપ દૂધ મેળવો અને અડધા કલાક માટે ઢાંકીને રહેવા દો.  દૂધ રૂમ ટેમ્પરેચર જેટલું સામાન્ય હોવું જોઈએ.

બીજી બાજુએ એક કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી કરી દઈ તેમાં કાજુ-બદામ હલકા સોનેરી રંગના તળીને એક પ્લેટમાં કાઢી લો.

ગેસની આંચ ધીમી રાખો અને સાકર ઘીમાં રેડીને તવેથા વડે હલાવતા રહો. જ્યાં સુધી સાકર ઓગળીને તેનો હલકો સોનેરી રંગ આવે ત્યાં સુધી. હવે ગેસ બંધ કરી દો અને દૂધમાં પલાળેલો રવો સાકરવાળા ઘીમાં ધીમે ધીમે રેડતા જાવ (થોડું સાચવીને કરવું કારણ કે, ઘી ગરમ હોવાથી દૂધમાં પલાળેલો રવો રેડતી વખતે ઘી બહાર ઉડશે.)

રવો ઘીમાં નાખી દીધા બાદ તવેથા વડે મિશ્રણને હલાવીને એકરસ કર્યા બાદ ગેસ ફરીથી ધીમી આંચે ચાલુ કરો. આ મિશ્રણને એકસરખું તવેથા કે ઝારા વડે હલાવતાં રહેવું. પાંચેક મિનિટ બાદ મિશ્રણ ફેરવવામાં થોડું હળવું લાગે અને કઢાઈના કિનારે ઘી છોડવા લાગે એટલે ગેસ બંધ કરી દો.

સોનેરી રંગના તળેલા સૂકા મેવાથી પ્રસાદ સજાવીને ધરાવવા માટે લઈ લો.

શું છે સ્પેસ ટુરિઝમ, કોણ છે પહેલા ભારતીય અંતરિક્ષ પર્યટક

નાસા અને ઈસરો જેવી સ્પેસ એજન્સી તો પોતાના વૈજ્ઞાનિકોને અંતરિક્ષના ગૂઢ રહસ્યોનો અભ્યાસ કરવા માટે વર્ષોથી અંતરિક્ષમાં મોકલે છે. પરંતુ આજકાલ સ્પેસ ટુરિઝમનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં કોઈપણ સામાન્ય વ્યક્તિ પૈસા ખર્ચીને અંતરિક્ષની સફર ખેડી શકે છે. એમેઝોનના સ્થાપક જૈફ બેઝોસની કંપની બ્લૂ ઑરિજિન દ્વારા NS-25 મિશનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગોપી થોટાકુરાની પ્રથમ ભારતીય અંતરિક્ષ પ્રવાસી તરીકે પસંદગી કરવામાં આવી છે. અંતરિક્ષ ટુરિઝમ માટે જે છ ક્રુ મેમ્બરની પસંદગી કરવામાં આવી છે. ઉદ્યોગપતિ અને પાયલટ એવા ગોપી થોટાકુરા તેમાના એક છે. આ મિશનની લૉન્ચ તારીખ જાહેર કરવામાં આવી નથી.

આ સાથે એ વાત પણ નક્કારી ના શકાય કે જો મિશન સફળ બન્યું તો ગોપી થોટાકુરા અંતરિક્ષમાં પહોંચનાર બીજા ભારતીય હશે. આ અગાઉ વિંગ કમાંડર રાકેશ શર્મા અંતરિક્ષમાં પહોંચનારા પ્રથમ ભારતીય હતા. રાકેશ શર્માએ 1984માં અંતરિક્ષ માટે ઉડાન ભરી હતી.

કોણ છે ગોપી થોટાકુરા?

બ્લૂ ઑરિજિનની એક પ્રેસ રિલીઝ પ્રમાણે અમેરિકા સ્થિત એમ્બ્રી-રિડલ એરોનિટિકલ યૂનિવર્સિટીથી સ્નાતક ગોપી વ્યાવસાયિક રૂપથી જેટ પાયલટ છે. તેઓ એક એવા પાયલટ અને એવિએટર છે જેમને ગાડી ચલાવતા પહેલા પ્લેન ઉડાવાનું શીખી લીધુ હતું. તેઓ પ્રિઝર્વ લાઈફ કોર્પના સહ-સ્થાપક પણ છે. ગોપી બુશ, એરોબેટિક અને સી પ્લેન તેમજ ગ્લાઈડર અને હોટ એર બલૂનના પાઈલટ છે. તેમણે આંતરરાષ્ટ્રીય મેડિકલ જેટ પાઈલટ તરીકે પણ કામ કર્યું છે. થોડા સમય પહેલાં તેઓ કિલીમંજારો પર્વતના શિખર પર પહોંચ્યા હતા.

શું છે અંતરિક્ષ પર્યટન

એન. ગ્રેહામ અને ફ્રેડરિક ડોબ્રસ્કસના પુસ્તક ‘એર ટ્રાન્સપોર્ટ: અ ટુરિઝમ પર્સપેક્ટિવ’ અનુસાર, અંતરિક્ષ પર્યટન એ વિમાન ક્ષેત્રનો જ એક ભાગ છે. જે પ્રવાસીઓને અવકાશયાત્રીઓ બનવા અને સ્પેશમાં જવાની તક આપે છે. આ ક્ષેત્ર વ્યાપાર હેતુ સાથે સામાન્ય વ્યક્તિઓને અંતરિક્ષ પ્રવાસનો અનુભવ કરવાની તક આપે છે.

અંતરિક્ષ પર્યટનના બે પ્રકાર છે, સબ-ઓર્બિટલ અને ઓર્બિટલ. સબ-ઓર્બિટલ અવકાશયાનને કર્મન લાઇનની બહાર લઈ જાય છે. જે ધરતીથી 100 કિલોમીટર ઉપર છે. તેને પૃથ્વીના વાતાવરણ અને બાહ્ય અવકાશ વચ્ચેની સીમા માનવામાં આવે છે. મુસાફરોને થોડા સમય સુધી વાતાવરણ અને બાહ્ય અવકાશ વચ્ચે સમય પસાર કરવા મળે છે. ત્યાર બાદ તેઓ યૃથ્વી પર પરત આવી શકે છે. ગોપી થોટાકુરાનું મિશન આ પ્રકારનું સબ-ઓર્બિટલ છે.

બીજી તરફ ઓર્બિટલ અવકાશયાન, મુસાફરોને કર્મન લાઇન કરતાં ઘણું આગળ લઈ જાય છે. સામાન્ય રીતે, હાઇકર્સ આશરે 1.3 મિલિયન ફૂટની ઊંચાઇ પર થોડા દિવસોથી એક અઠવાડિયા કરતાં વધુ સમય પસાર કરી શકે છે. સપ્ટેમ્બર 2021માં, સ્પેસ એક્સનું ફાલ્કન-9 ચાર મુસાફરોને 160 કિમીની ઉંચાઈ પર લઈ ગયું હતું. જ્યાં તેઓએ પૃથ્વીની પરિક્રમા કરવામાં ત્રણ દિવસ પસાર કર્યા હતા.

અંતરિક્ષ પર્યટન ક્રેઝ વધ્યો!

તાજેતરના વર્ષોમાં અંતરિક્ષ પર્યટન ઝડપથી વિકસ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2023માં સ્પેસ ટુરિઝમ માર્કેટનું મૂલ્ય 848.28 ડૉલર મિલિયન હતું. 2032 સુધીમાં તે વધીને 27,861.99 ડૉલર મિલિયન થવાની ધારણા છે. જો કે, ઊંચા ખર્ચ અને પર્યાવરણીય ચિંતાઓ જેવા ઘણા પડકારો પણ તેમાં છે. જે સ્પેશ ટુરિઝમના વિકાસને આડે બાધારૂપ બની શકે છે.

UAEમાં કરાં સાથે મુશળધાર વરસાદઃ રણમાં આવ્યું પૂર

દુબઈઃ ગલ્ફના દેશોમાં વરસાદ નહીંવત્ થતો હોય છે, પરંતુ કદાચ જળવાયુ પરિવર્તનની અસર છે, જેથી અહીં UAEના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદ જારી છે. અહીં અબુ ધાબી અને અલ યેન જેવાં મુખ્ય શહેરોમાં સોમવાર રાતથી વીજ ચમકી રહી છે અને અટકી-અટકીને ભારે વરસાદ થઈ રહ્યો છે. સ્થિતિ એવી છે કે રણમાં પૂર આવી ગયું છે. UAEમાં નેશનલ સેન્ટર ઓફ મીટિરિયોલોજી (NCM) દ્વારા કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ સહિત પૂર અને વંટોળનું અલર્ટ જારી કરવામાં આવ્યું છે.

અહીં પડેલા ભારે વરસાદને કારણે UAEના ક્રાઉન પ્રિન્સે સરકારી કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ કરવાની ઘોષણા કરી છે. UAEમાં પડેલા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં મધ્યમ સ્તરનું પૂર આવ્યું છે. શારજાહ અને અલ એનમાં વીજળીના ગડગડાટ સાથે ભારે વરસાદ થયો હતો. એ વખતે કેટલીય જગ્યાએ ખૂબ કરાં પણ પડ્યા હતા.

સોશિયલ મિડિયા પર કેટલાય લોકોએ દુબઈ અને અલ એન સહિત વિવિધ ભાગોમાં ભારે વરસાદ અને કરાંવૃષ્ટિ સાથેના વરસાદના વિડિયો પણ શેર કર્યા હતા. હવામાન વિભાગના જણાવ્યાનુસાર બુધવાર સુધી વરસાદ થવાનો અંદાજ છે. જોકે હવામાન વિભાગે કેટલીય જગ્યાએ વીજ ચમકવાની અને વરસાદ વરસવાની આગાહી કરી છે.આ મુશળધાર વરસાદને ધ્યાનમાં રાખતાં ક્રાઉન પ્રિન્સ અને કાર્યકારી પરિષદના અધ્યક્ષ શેખ અમ્માર બિન હુમૈદ અલ નુઆઇમીએ નિર્દેશ આપ્યો હતો કે સરકારી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાની છૂટ રહેશે, જોકે એ કર્મચારીઓ સામેલ નહીં થાય, જેના માટે કાર્યસ્થળે હાજર રહેવું જરૂરી છે.

 

 

 

 

 

 

 

 X પર પોસ્ટ લખવા, કોમેન્ટ અને લાઇક કરવા આપવા પડશે પૈસા

નવી દિલ્હીઃ સોશિયલ મિડિયા સાઇટ X (ભૂતપૂર્વ ટ્વિટર)ના માલિક એલન મસ્ક ટૂંક સમયમાં નવા યુઝર્સ માટે એક પેડ ટિયર લાવી રહ્યા છે. ત્યાર બાદ નવી પોસ્ટ લખવા, ઉત્તર આપવા અથવા ત્યાં સુધી કે પ્લેટફોર્મ પર એક પોસ્ટને લાઇક કરવા માટે પૈસા આપવા પડશે. જોકે આ પગલું નકલી એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવા લેવામાં આવ્યું છે.

જોકે એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે X પર એકાઉન્ટ બનાવવા અને લોકોને ફોલો કરવા માટે કોઈ ચાર્જ નહીં લેવામાં આવે, પરંતુ કોઈ પણ X પર સક્રિય કામગીરી કરવા ઇચ્છશે એણે સટિક વિવરણ આપવું પડશે. સટિક વિવરણ આપવા માટે વિના વાર્ષિક ચાર્જ લેવામાં આવશે. નવા એકાઉન્ટને પોસ્ટ કરવા, લાઇક કરવા, બુકમાર્ક કરવા અને ઉત્તર આપતાં પહેલાં એક નાનો વાર્ષિક ચાર્જ આપવો જરૂરી છે. ચાર્જ કેટલો હશે, એની જાહેરાત હજી સુધી નથી કરવામાં આવી.

મિડિયા અહેવાલો અનુસાર મસ્ક પ્લેટફોર્મ પર કેટલાક મોટા ફેરફારોની યોજના બનાવી રહ્યા છે. X પર મોટા ભાગની સુવિધાઓનો ચાર્જ લેવામાં આવે એવી શક્યતા છે. જ્યારે એલન મસ્કે Xનું સુકાન સંભાળ્યું છે, ત્યારેથી તેમણે આ પ્લેટફોર્મ પર કેટલાય ફેરફાર થયા છે. X પર હવે ઓડિયો અને વિડિયો કોલિંગ ફીચર શરૂ થયું છે. હવે તમે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની જેમ કોઈને પણ X દ્વારા કોલ કરી શકાય છે. જોકે એના માટે પૈસા આપવાના રહેશે. અહીં સુધી કે હવે એકાઉન્ટ વેરિફાઇડ કરાવવા માટે પણ પૈસા આપવાના રહે છે. જો તમે X પર બ્લુ ટિક ઇચ્છો છો તો તમારે દર મહિને રૂ.900નું સબસ્ક્રિપ્શન આપવાનું રહેશે.

 

 

 

 

 

 

 

 

SCએ માફી મુદ્દે રામદેવ, બાલકૃષ્ણને એક સપ્તાહની રાહત આપી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પતંજલિની જાહેરાત મામલે યોગ ગુરુ સ્વામી રામદેવના માફીનામા પર સુનાવણી કરી હતી. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ પણ કોર્ટમાં હાજર રહ્યા હતા. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વ્યક્તિગત રીતે સુપ્રીમ કોર્ટથી માફી માગી હતી. જોક કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે પતંજલિની માફી હજી સ્વીકાર નથી કરવામાં આવી. કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને એક સપ્તાહની રાહત આપી હતી.

કોર્ટે સ્વામી રામદેવને પૂછ્યું હતું કે કંઈ વધારાનું આપવા ઇચ્છો છો? ત્યારે રામદેવના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે અમે હજી કંઈ ફાઇલ નથી કર્યું, પણ અમે જાહેરમાં માફી માગવા ઇચ્છીએ છીએ. રામદેવ અને આચાર્યએ કોર્ટના આદેશોના ઉલ્લંઘન માટે ન્યૂઝપેપરમાં જાહેર માફી પ્રકાશિત કરવાની રજૂઆત કરી હતી. કોર્ટે ફટકાર લગાવતાં કહ્યું હતું કે આદેશ છતાં તમે જાહેરાત છાપી અને ભાષણ આપ્યું. મહર્ષિ ચરકના સમયથી આયુર્વેદ ચાલી રહ્યું છે. પોતાની પદ્ધતિ માટે બીજી પદ્ધતિને રદ કરવાની વાત કેમ કહી?

જજે કહ્યું હતું કે અમે તમારા વલણની વાત કરી રહ્યા છીએ. તમને એટલા માટે બોલાવવામાં આવ્યા છે કે તમે અમારા આદેશને અવગણ્યો છે અને તમે બીજાની દવાને ખરાબ બતાવી છે. ગંભીર બીમારીઓની દવાની જાહેરાત પ્રતિબંધિત છે. કોર્ટે કહ્યું હતું કે તમે બિનજવાબદાર વલણ દાખવ્યું છે. ભ્રામક જાહેરાત મામલામાં સુનાવણી દરમ્યાન યોગ ગુરુ રામદેવે કોર્ટને કહ્યું હુતં કે મારો કોઈ પ્રકારે કોર્ટનો અનાદર કરવાનો નહોતો. કોર્ટે કંપનીના MS બાલકૃષ્ણને કહ્યું હતું કે તમે સારું કામ કરી રહ્યા છો, પણ તમે એલાપથીને નીચી ના દેખાડી શકો.

 

 

 

 

 

 

 

અનોખા અંદાજમાં કોંગ્રેસ ઉમેદવારોએ ભર્યા ફોર્મ, ક્યાંક જોવા મળી ખુશી તો ક્યાંક ગમ

લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તારીખ 12 થી 19 સુધી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંઘાવ તારીખ જાહેર કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ કેટલાક ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા છે.

ઉલ્લેખનીય છે કે ફોર્મ ભરતી વખતે કોંગ્રેસના ઉમેદવારોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો. કોંગ્રેસના કેટલાક ઉમેદવારો સમર્થકોનું અભિવાદન જીલતા સમયે ભાવુંક થતા પણ નજરે પડ્યા.તો કેટલાક ઉમેદવારો પોતાના અનોખા અંદાજમાં ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા.

લોકસભા ચૂંટણી 2024 ઘણી મહત્વની મનાય છે. ત્યારે ઉમેદવારીપત્ર ભરતા ઉમેદવારો ભાવુક થયા હતા. બનાસકાંઠા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર જાહેરસભામાં પોતાના અશ્રુ રોકી ન શકયા. તો બીજી બાજુ સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણાએ રોડ-શો કરીની ઉમેદવારી પત્રક ભર્યુ.  ફોર્મ ભરવા જતી વખતે વિશાળ સંખ્યામાં જનમેદની જોઈ ઉમેદવાર રડી પડ્યા હતા. સોશિયલ મીડિયામાં તેમનો વીડિયો બહુ ઓછા સમયમાં વાયરલ થયો.

લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ઉમેદવારોએ નામાંકન ફોર્મ ભર્યા. કેટલાક ઉમેદવારોએ આગવી રીતે પ્રચાર કરી નામાંકન ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ત્યારે બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેશાઈએ ફોર્મ ભરતા પહેલા પોતાનો અનોખો અંદાજ બતાવી લોકોનું ધ્યાન આકર્ષતી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ મુંડન કરવાની લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા.

લોકસભા ચૂંટણી-પ્રચારઃ બધી પાર્ટીઓ કરી રહી છે AIનો ઉપયોગ

નવી દિલ્હીઃ દેશમાં તમામ રાજકીય પક્ષો લોકસભા ચૂંટણીમાં ચૂંટણીપ્રચાર કરવા માટે મેસેજ આપવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરી રહી છે. આ ટેક્નિક ભાષણોનું તરત અનુવાદ કરવા, ડિજિટલ એન્કર બનાવવા અને ત્યાં સુધી કે દિવંગત નેતાની આકૃતિને પણ અસલી જેવા બતાવીને ભાષણ આપવામાં મદદ કરે છે. આ વખતે ચૂંટણીમાં AIનો ઉપયોગ જોરશોરથી કરવામાં આવી રહ્યો છે.

હાલના દિવસોમાં ચૂંટણીપ્રચારમાં PM મોદી પોતાની ચૂંટણીસભામાં લોકોને સોશિયલ મિડિયા સાઇટ X અને યુટ્યુબ પર જઈને AI દ્વારા અનુવાદિત તેમનાં ભાષણોને સાંભળવા માટે કહી રહ્યા છે. ભાજપે યુટ્યુબ ચેનલ બનાવી છે, જે બાંગ્લા, તમિળ, ઉડિયા, મલયાલમ અને અન્ય ભાષાઓમાં PMનાં ભાષણો ભાષાંતર કરીને ચલાવવામાં આવે છે.

ભાજપની જેમ કોંગ્રેસ અને DMK પણ ચૂંટણીપ્રચારમાં ઉપયોગમાં લેવાતા કન્ટેન્ટને બનાવવા માટે AIનો ઉપયોગ કરી રહી છે. DMK ચૂંટણીપ્રચાર માટે AI જનરેટેડ વિડિયોનો ઉપયોગ કરી રહી છે, જેમાં ભૂતપૂર્વ એમ. કરુણાનિધિ મતદાતાઓથી સમર્થન માગી રહ્યા છે. કરુણાનિધિનું વર્ષ 2018માં નિધન થયું હતું.

કોંગ્રેસના એક પ્રવક્તાએ પણ કહ્યું હતું કે પાર્ટી GenAI અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને રાહુલ ગાંધીનાં ભાષણોનો વિવિધ ભાષાઓમાં અનુવાદ કરવાની યોજના બનાવી રહી છે.

પશ્ચિમ બંગાળમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસવાદી) ચૂંટણી સંદેશને વધુથી વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિડિયો બનાવી રહી છે.

છેલ્લા ત્રણ દાયકાઓમાં ઊભરતી ટેક્નોલોજીને કારણે દેશની ચૂંટણીપ્રચારની વ્યૂહરચનામાં ફેરફાર થયા છે. 1990ના દાયકામાં ફોનકોલનો વ્યાપક ઉપયોગ, 2014માં હોલોગ્રામનો ઉપયોગ અને હવે AIનો યુગ જોઈ શકાય છે. 2014માં ડિજિટલ ખર્ચ અંદાજિત રૂ. 500 કરોડને જોતાં કેટલાય વિશ્લેષકોએ એને ભારતની પહેલી સોશિયલ મિડિયા ચૂંટણી અથવા ફેસબુક ચૂંટણી પણ કહી હતી.