લોકસભા ચૂંટણી પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે મધ્યપ્રદેશના સતનામાં એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, હવે પીઓકેના લોકો પણ કહે છે કે અમે ભારત સાથે આવીશું. PoK આપણો હિસ્સો હતો અને રહેશે, અમે આ સ્વીકારીએ છીએ. આ વખતે સવાલ વ્યક્તિનો નથી પરંતુ દેશનો છે.
सतना (म. प्र.) में जनसभा।
https://t.co/iu1nMi8Z1O— Rajnath Singh (मोदी का परिवार) (@rajnathsingh) April 11, 2024
POK વિશે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શું કહ્યું?
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રહેતા લોકોને હવે લાગે છે કે પાકિસ્તાન તેમનો વિકાસ કરી શકશે નહીં. તેમને એમ પણ લાગે છે કે માત્ર ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ તેમનો વિકાસ કરી શકે છે. કોંગ્રેસ અમારા પર સવાલો ઉઠાવી રહી છે. અમે કહ્યું હતું કે, અમે કલમ 370 નાબૂદ કરીશું, આજે જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ ભારતના અન્ય રાજ્યો જેવી જ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે વધુમાં કહ્યું, ભારતમાં રામ રાજ્ય શરૂ થશે, તેને કોઈ રોકી શકશે નહીં. અમે બધાને સાથે લઈ જવા માંગીએ છીએ. અમે કોઈની સાથે ભેદભાવ નથી કરતા. પછી તે હિંદુ, ખ્રિસ્તી, મુસ્લિમ, કોઈપણ હોય. માતાઓ અને બહેનો દરેક વ્યક્તિ જે ધર્મનું પાલન કરે છે તે અમારી માતાઓ અને બહેનો છે. અમે ત્રિપલ તલાકની દુષ્ટ પ્રથાને ખતમ કરી દીધી છે.
मध्य प्रदेश के रीवा लोकसभा क्षेत्र में चुनावी जनसभा।
https://t.co/G0TP0cDwhu— Rajnath Singh (मोदी का परिवार) (@rajnathsingh) April 11, 2024
સંરક્ષણ મંત્રીએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું
રાજનાથ સિંહે રેલીમાં કહ્યું હતું કે, વર્ષ 2014માં ભારત વિશ્વની 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી. આજે ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. હું માનું છું કે વર્ષ 2070 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, અમે જાતિના આધારે રાજનીતિ કરનારા લોકો નથી. અમે ન્યાય અને માનવતાના આધારે રાજનીતિ કરનારા લોકો છીએ.


RILએ ગીરના રક્ષિત વિસ્તારમાં ખુલ્લા કૂવા ફરતે સંરક્ષણ દીવાલ બાંધવા માટે વન વિભાગ સાથે જૂન 2021માં સમજૂતી કરાર (MOU) કર્યો હતો. વન્યજીવપ્રેમી અને RILના કોર્પોરેટ અફેર્સના ડિરેક્ટર પરિમલ નથવાણીના નેતૃત્વ હેઠળ કંપનીએ ગીર પૂર્વ વિભાગના સાવરકુંડલા તથા તુલસીશ્યામમાં 638 કૂવા અને ગીર પશ્ચિમ વિભાગના માળિયા, તાલાળા અને કોડિનારમાં 896 કૂવા ફરતે સંરક્ષણ દીવાલ બાંધી છે.



અમદાવાદ શહેરના મુસ્લિમ બિરાદરોના રહેણાંકની આસપાસ વિવિધ રંગોની સેવોનું મોટા પ્રમાણમાં વેચાણ થયું હતું. બજારની ઈમારતો, સ્થાપત્યો, ઘરો પર રોશની જોવા મળી અને ઈદ નિમિત્તેની ખરીદી માટે બજારોમાં રોનક જોવા મળી હતી.



આ પુસ્તક પ્રો. શૈલેન્દ્ર રાજ મહેતા કે જેઓ MICAના પ્રમુખ અને નિયામક છે, MICA ના સ્થાપક સભ્ય પ્રો. એલન ડિસોઝા અને MICAના રજિસ્ટ્રાર અને એસોસિયેટ ડીન પ્રો. શુભ્રા પ્રતિક ગૌર દ્વારા લખવામાં આવ્યું છે. બુકમાં સંસ્થાનો ઈતિહાસ, ઉદ્યોગોમાં સ્થાન, શિક્ષણ શાસ્ત્રની નવીનતાઓ અને સંસ્થા-નિર્માણ પ્રક્રિયાની કેટલીક રસપ્રદ વાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શીર્ષક વિશે વિસ્તૃત માહિતી આપતા, સહ-લેખક પ્રો. શુભ્રા પ્રતિક ગૌરે જણાવ્યું, “પુસ્તકમાં MICA ની વિશિષ્ટ અનન્ય સંસ્કૃતિનો અવાજ જોવા મળશે. જે સર્જનાત્મકતા અને નવીનતાને પ્રોત્સાહન આપે છે. પુસ્તક ત્રણ દાયકામાં આ મહાન સંસ્થાના નિર્માણમાં બહુવિધ લોકોની ભૂમિકાને પ્રકાશિત કરે છે. શીર્ષક ‘એનેબલિંગ ડ્રીમ્સ’ એ સ્થાપકોની ભવિષ્યવાદી દ્રષ્ટિ અને ફિલસૂફીનો સાર છે. પુસ્તક વાચકો માટે ચોક્કસથી એક વિઝ્યુઅલ ટ્રીટ છે.”




હાલમાં જ ક્રિનલબેનના સપ્તરંગ આર્ટ સ્ટુડિયો ખાતે લિપણ આર્ટનો વર્કશોપ યોજાયો. જેમાં લગભગ 20 જેટલાં વિદ્યાર્થીઓ જોડાયા. લિપણ આર્ટ એ ગુજરાતની પરંપરાગત હસ્તકલા છે. આ કલા આંતરિક દિવાલો સુધી મર્યાદિત નથી તે બાહ્ય દિવાલો પર પણ કરવામાં આવે છે. લિપણ આર્ટમાં માસ્ટરી ધરાવતા ક્રિનલબેન આ હેરિટેજ કલાને આવનારી પેઢી સુધી પહોંચાડવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યાં છે. સાસણ ગીરમાં આવેલા લગભગ ત્રણેક રિસોર્ટને તેમણે મડ-મિરર આર્ટથી તૈયાર કર્યા છે. આ ઉપરાંત પ્રોફેશનલ રીતે પણ તેઓ કામ કરતાં હોય છે. જેમાં વૉલ પેઈન્ટિંગ માટે પણ તેમને ઓડર્સ મળે છે. તેઓ ઓર્ડરથી સોનના વરખથી સજ્જ પેઈન્ટિંગસ પણ તૈયાર કરે છે. હાલમાં જ ડિસેમ્બર-2023માં તેમણે રવિશંકર રાવળ આર્ટ ગેલેરીમાં પોતાનું એક્ઝિબિશન યોજ્યું હતું. જેમાં 28માંથી 14 ફ્રેમનું વેચાણ થયું હતું. જે એક આર્ટિસ્ટ માટે ખુબ જ ગર્વની વાત છે. ક્રિનલબેન કેન્વાસ પેઇન્ટિંગ, બેઝિક આર્ટ, પોઇટ્રેટ આર્ટ, ગ્લાસ પેઇન્ટિંગ, મોર્ડન આર્ટ શીખવે છે. તેમનાં ક્લાસમાં ચાર વર્ષથી લઈને સીત્તેર વર્ષ સુધીના વિદ્યાર્થીઓ છે.
ક્રિનલબેન છેલ્લાં 25 વર્ષથી આર્ટ શિક્ષક તરીકે કામ કરે છે. તેઓ કળાને પોતાના સુધી સીમિત રાખવાના બદલે તેને લોકો સુધી પહોંચાડવામાં વધારે વિશ્વાસ રાખે છે. આથી જ તેમણે પોતાનો ફાઈન આર્ટ્સનો અભ્યાસ પૂરો કર્યો કે તરત જ તેમણે પેઈન્ટિંગના ક્લાસ શરૂ કરી દીધા. અમદાવાદના સ્ટેડિયમ વિસ્તારમાં ક્રિનલબેનનું પિતૃક ઘર આવેલું છે. પિતાને કલા પ્રત્યે અનહદ પ્રેમ હતો. કોઈપણ પ્રકારની તાલીમ વગર ક્રિનલબેનના પિતા કુમારભાઈ શાહ ખુબ જ ઉમદા પેઈન્ટિંગ બનાવતા. પિતાનો આ વારસો ક્રિનલબેનને મળ્યો છે. પિતાએ દીકરીને પોતાના શોખના વિષયમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું. આથી તેમણે 1997માં માંડવી ફાઈન આર્ટ્સ કોલેજમાંથી અભ્યાસ કર્યો. ત્યારબાદ IITC અમદાવાદથી ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કર્યો. અભ્યાસ પૂરો કર્યા બાદ કાલની ઘડી અને આજનો દિવસ, ક્રિનલબેન ઝપીને બેઠા નથી. તેમણે હજારો બાળકોને આર્ટની દુનિયામાં ડોકિયું કરાવ્યું છે. લગ્ન બાદ 2005થી સેટેલાઈટ વિસ્તારમાં આવેલા પોતાના ઘરેથી તેઓ કામ કરે છે. છેલ્લાં 25 કરતાં વધારે વર્ષોથી તેઓ આર્ટ વર્કશોપ કરાવે છે. આ ઉપરાંત શાળાઓ અને કોલેજીસમાં પણ વર્કશોપ કરાવે છે.
આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે એક સફળ પુરૂષ પાછળ એક સ્ત્રી હોય છે. પરંતુ આજના સમયમાં દરેક સફળ સ્ત્રી પાછળ એક પુરૂષ રહેલો છે. પોતાના પુરૂષાર્થની સાથે પરિવારનો સાથ-સહકાર મળે તે પણ એટલું જ જરૂરી છે. ક્રિનલબેનનું કહેવું છે કે લગ્ન પછી તેઓ પોતાના પેશનને ફૉલો કરી શકે, તેમાં સૌથી મહત્વનો ફાળો તેમના પતિ ગુંજનભાઈ શાહનો છે. વ્યવસાયે એક બિઝનેસ મેન ગુંજનભાઈ આજે પણ ક્રિનલબેનને એટલો જ સપોર્ટ કરે છે. બીજો સપોર્ટ ક્રિનલબેનને મળે છે નિલેશ કાતિરાનો. નિલેશ ફાઈન આર્ટસ પાસ આઉટ છે અને ક્રિનલબેન સાથે દરેક કામમાં આજે તેઓ જોડે જ છે.
ક્રિનલબેનનું માનવું છે કે આર્ટની અંદર ખુબ જ પોટેન્શિયલ હોય છે. બાળકોમાં રહેલું પોટેન્શિયલ બહાર લાવવા માટે તેઓ ખુબ જ બેઝિક અમાઉન્ટ સાથે આર્ટ ક્લાસ કરાવે છે. જેથી કરીને બાળકો આ ફિલ્ડમાં આગળ વધે. ક્લાસમાં આવતા જે બાળકમાં ક્રિનલબેનને પોટેન્શિયલ દેખાય છે તેને પ્રોત્સાહિત કરીને તેઓ આગળ વધવામાં મદદરૂપ થાય છે. આવો જ તેમનો એક વિદ્યાર્થી છે નમન શ્રીપાલ શાહ. નમનની પોઇટ્રેટમાં માસ્ટરી છે. તે જાતે બનાવતો હતો. પરંતુ ક્રિનલબેનના ક્લાસમાં આવ્યા બાદ તેના ડ્રોઇંગમાં ફિનિશિંગ આવ્યું છે. આ જ રીતે દક્ષ, નીતિ, કિઆના, જોયલ, પ્રાક્ષી, દ્વિશા, શિવાંશી આવા અનેક બાળકો હાલ ક્રિનલબેનના હાથ નીચે તૈયાર થઈ રહ્યા છે. ક્રિનલબેન ઇચ્છે કે આ બાળકોમાં રહેલી પ્રતિભા બહાર આવે અને તેઓ કલાની દુનિયામાં નામના મેળવે.