નવી દિલ્હીઃ દિલ્હીની કેજરીવાલ સરકારમાં મંત્રી રાજકુમાર આનંદે મંત્રીપદથી રાજીનામું આપી દીધું છે. તેમણે મિડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે ભ્રષ્ટાચારને લઈને આમ આદમી પાર્ટીના વલણ પર સવાલ ઉઠાવ્યો હતો. તેમની પાસે સમાજ કલ્યાણની જવાબદારી હતી. પત્રકારો સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે તેઓ કોઈ પાર્ટીમાં જોડાવાના નથી.
મિડિયાથી વાતચીતમાં રાજકુમાર આનંદે કહ્યું હતું કે હું રાજકુમાર આનંદ દિલ્હી સરકારમાં મંત્રી છું. મારી પાસે સાત પોર્ટફોલિયો છે, પણ આજે હું બહુ વ્યથિત છું, એટલા માટે હું આજે તમને મારુ દુઃખ વહેંચવા આવ્યો છું. હું રાજકારણમાં ત્યારે આવ્યો હતો, જ્યારે કેજરીવાલજીએ કહ્યું હતું કે રાજકારણ બદલીશું, પણ આજે મારે અફસોસ સાથે કહ્યવું પડે છે કે રાજકારણ તો નથી બદલી શક્યો પણ રાજનેતાઓ બદલાઈ ગયા છે. આમ આદમી પાર્ટીનો જન્મ પણ ભ્રષ્ટાચારની વિરુદ્ધ આંદોલનથી થયો હતો, પરંતુ આજે પાર્ટી ખુદ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે.
Delhi Minister #RajkumarAnand resigns. He also quits Aam Aadmi Party. pic.twitter.com/zIkACLUH2A
— All India Radio News (@airnewsalerts) April 10, 2024
મારા માટે મંત્રીપદ પર રહીને આ સરકારમાં રહીને કામ અસહજ થઈ ગયું હતું. હું આ પાર્ટીમાંથી અને સરકારમાંથી રાજીનામું આપી રહ્યો છું, કેમ કે ભ્રષ્ટ આચરણોથી હું મારું નામ નથી જોડવા ઇચ્છતો. હિં નથી સમજતો કે અમારી પાસે શાસન કરવાની કોઈ નૈતિક તાકાત બચી છે.
રાજકુમાર આનંદના રાજીનામા પછી આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે અને સૌરભ ભારદ્વાજે પત્રકાર પરિષદમાં ભાજપ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેજરીવાલને જેલ મોકલીને આ લોકો પાર્ટી તોડવા અને દિલ્હી અને પંજાબ સરકાર પાડવા પ્રયાસ કરી રહ્યા છે.




સંદેશખાલીની મહિલાઓએ TMCના નેતાઓ પર યૌન ઉત્પીડન અને જબરદસ્તી જમીન કબજો કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલામાં શેખ શાહજહાં, શિબુ હાજરા અને ઉત્તમ સરદાર આરોપી છે. ત્રણની ધરપકડ કરી લીધી હતી. સંદેશખાલીથી જોડાયેલી પાં જનહિત અરજી પર ચીફ જસ્ટિસ TS શિવજ્ઞાનમ અને જસ્ટિસ હિરણ્મય ભટ્ટાચાર્યની બેન્ચે સુનાવણી કરી હતી.




કેલિફોર્નિયામાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીની વેસ્ટ ઝોન દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભારતીય અમેરિકનો, હોદ્દેદારો, કાર્યકરો અને ભાજપ સમર્થકોએ હાજરી આપી હતી. જ્યાં નરેન્દ્ર મોદી સરકારના સાહસિક કર્યો, યોજનાઓ, વ્યાપાર અને વિદેશ નીતિ સહિતની ઉપલબ્ધિઓ તેમજ તે થકી ઊભી થયેલ વૈશ્વિક પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠાની વિગતોની ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે સાઉથ એશિયન બિઝનેસ નેટવર્કના વાઇસ ચેરમેન યોગી પટેલે જણાવ્યું હતું કે, “નરેન્દ્ર મોદીની સરકારમાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થયું, કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી છે. મુસ્લિમ બહેનોને ટ્રિપલ તલાકમાંથી મુક્તિ અપાવી છે. ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવાની ખાતરી આપી છે. આથી અને લોકો મોદી સરકારને સમર્થન આપીએ છીએ.”
ગાયત્રી મંદિરના ટ્રસ્ટી રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે, “કોરોના જેવું સંકટનો મોદી સરકારે હિંમતભેર સામનો કર્યો હતી. આ પડકારરૂપ પરિસ્થિતિમાંથી દેશને બહાર લાવી વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી છે. ભાજપે દેશને પ્રથમ દલિત રાષ્ટ્રપતિ, આદિવાસી રાષ્ટ્રપતિ આપ્યા છે.”
ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી વેસ્ટ ઝોનમાં કો. ઓર્ડીનેટર પી. કે.નાયકએ જણાવ્યું હતું કે, “ભાજપ સરકારનો ત્રીજો કાર્યકાળ ઐતિહાસિક નિર્ણયોનો યુગ બની રહેશે. છે. જેથી ભાજપને વોટ આપી વિજયી બનાવવા અને ભારતના સર્વે નાગરિકોને અંહી વસતા ભારતીયોને તેમના મિત્ર, સ્નેહી અને કુટુંબીજનોને આ વાત પહોંચાડવા અપીલ કરી છે.”

2019 અને 2021ની કેનેડાની સામાન્ય ચૂંટણીમાં ચીને દખલ કરી હતી અને એમાં વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીને જીત મળી હતી. વિપક્ષ સતત આ મુદ્દો ઉઠાવી રહ્યો હતો અને વિદેશી દખલની વાત કરી રહ્યો હતો. ત્યાર બાદ વડા પ્રધાન ટ્રુડોએ તપાસ પંચની રચના કરી હતી. આ બંને કેસોમાં વિદેશી દખલના નક્કર પુરાવા મળ્યા છે. બીજી બાજુ, ચીને કેનેડાના રાજકારણમાં દખલના આરોપોથી ઇનકાર કર્યો છે. કેનેડામાં 2021માં થયેલી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રચારની આગેવાની કરી રહેલા એરિન ઓટુલીએ ચૂંટણીમાં ચીનની દખલનો અંદેશો વ્યક્ત કર્યો હતો.