સુરત: મોરારીબાપુની રામકથાનું આયોજન આ વખતે ચૈત્રી નવરાત્રી દરમિયાન ધરમપુર તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તારના ખાંડા ગામમાં કરવામાં આવ્યું છે. મોરારીબાપુએ ધરમપુર-કપરાડા વિસ્તારમાં પ્રથમ વખત કથાનું આયોજન કર્યુ છે.ખાંડા ગામ ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે. સત્ય – પ્રેમ અને કરુણાનો વૈશ્વિક સંદેશ લઈને મોરારીબાપુ અહીં આવ્યા છે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન એટલે કે આગામી 9મી એપ્રિલથી 17મી એપ્રિલ સુધી તેઓ નવ દિવસ અહીં રામકથા કરવાના છે. રામકથા દરમિયાન દરેક માટે પ્રભુપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.ખાંડા અને આસપાસના ગ્રામજનોએ ઉત્સાહ અને ભક્તિપૂર્વક જહેમત ઉઠાવી કથા સ્થળ, પાર્કિંગ, રસોડાની વ્યવસ્થા માટેની જગ્યાઓ તૈયાર કરી છે. આ કથાના નિમિતમાત્ર યજમાન અને કથા મનોરથી જગદીશભાઇ – વીણાબેન પટેલ તથા મહેશભાઇ – કિજારી અને પરિવાર(U.S.A.) છે. આયોજનની સેવા પરેશભાઈ ફડાવાલા કરી રહ્યા છે.
કથાના હેતુ વિશે ડૉ. પ્રજ્ઞાબહેન કલાર્થી ચિત્રલેખા.કોમને કહે છે, ‘આદિવાસી વિકાસ સેવા સંગઠન ટ્રસ્ટ દ્વારા ૨૦૧૯માં સમૂહલગ્નનું આયોજન કરાયું હતું. ૧૨૫૧ દીકરીઓના સમૂહલગ્ન વલસાડના જૂજવા ગામે થયા હતા. ત્યારે ઉપસ્થિત મોરારીબાપુએ એમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આ કન્યાદાન મહોત્સવમાં એક સાધુ તરીકે હું તમને શું આપું? એક કથા તમારી વચ્ચે આવીને કરીશ, તમારી વચ્ચે રહીશ, તમારા રોટલા ખાઈશ, રામાયણની પોથી લઈને આવીશ અને કથા કરીશ. ૨૦૧૯ પછી કોરોના અને અન્ય કારણોના લીધે કથાનું આયોજન લંબાયું હતું. એ રામકથાનો પ્રેમયજ્ઞનું મુહૂર્ત હવે આવ્યું છે. કથા શ્રવણ માટે આસપાસના ગામોમાં નિમંત્રણ પાઠવાયું છે તેમજ આવવા જવા માટે બસની સુવિધા પણ કરવામાં આવી છે.
રાજકોટઃ રાજ્યમાં રૂપાલા વિવાદ શાંત પડવાનું નામ નથી લેતો. પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત્ છે.રૂપાલાએ પોતાના નિવેદન પર ક્ષત્રિય સમાજ પાસે ત્રણ વાર માફી પણ માગી લીધી છે, પરંતુ ક્ષત્રિયો ટસના મસ નથી થતા. ક્ષત્રિય સમાજ રાજ્યનાં વિવિધ સ્થળો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. દ્વારકાના આખેઆખા ભાતેલ ગામે પરસોતમ રૂપાલાનો વિરોધ કર્યો છે. તેમણે ગામની બહાર જ એક બોર્ડ માર્યુ છે. જેમાં તેમણે ચીમકી ઉચ્ચારી છે કે છે કે રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ગામમાં પ્રવેશ કરવો નહીં.
સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ક્ષત્રિયો દ્વારા વિરોધ કાર્યક્રમો જારી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના મોરથરામાં ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો. જેમાં ૧૫ યુવકોની અટકાયત કરવામાં આવી હતી. ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામમાં ભાજપના કાર્યક્રમમાં પહોંચી જઈને પણ ક્ષત્રિય યુવાનોએ હંગામો કરીને વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત માંડવીના તલવાણામાં ભાજપના પ્રવેશબંધીના પોસ્ટર લાગ્યાં છે.
બીજી બાજુ, રૂપાલાનું ભાવિ હવે વડા પ્રધાન નક્કી કરશે. રૂપાલાની ટિપ્પણી અંગેનો વિવાદ શાંત પાડવામાં ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ સહિતના આગેવાનો નિષ્ફળ ગયા છે. હવે આ મામલો વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે પહોંચ્યો છે અને રૂપાલા મામલે મોદી જ અંતિમ નિર્ણય લેશે. રૂપાલા મામલે ક્ષત્રિયોનો રોષ હવે બીજા રાજ્યોમાં પણ પ્રસરે તેવી બીક ભાજપને છે. જેથી હવે વડા પ્રધાન મોદી અને દેશના ગૃહ મંત્રી અમિત શાહ આ મામલે કોઈ સમાધાન કરાવે તેવી શક્યતા છે.
ભાજપ આ વખતે પણ દેશમાં 400 સીટ અને ગુજરાતમાં લોકસભાની 26માંથી 26 બેઠકો જીતવાનો નિર્ધાર વ્યક્ત કરી ચૂક્યો છે ત્યારે રૂપાલાના વિવાદથી ભાજપની ચિંતા વધી ગઈ છે.
છેલ્લી પરિસ્થિતિ પ્રમાણે ક્ષત્રિય સમાજ રૂપાલાને હટાવવાની વાત પર અડગ છે. રવિવારે પણ ગાંધીનગરમાં હર્ષ સંઘવીના નિવાસસ્થાને ક્ષત્રિય નેતાઓની મિટિંગ મળી હતી, તેમાં CM ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, પ્રદીપ સિંહ જાડેજા, આઈ કે જાડેજા, જયરાજ સિંહ પરમાર, બળવંતસિંહ રાજપૂત, કેસરીદેવ સિંહ ઝાલા સહિતના આગેવાનો હાજર હતા. તેમણે હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ સપ્તાહમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય તેવી વકી છે.
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પા ધ રૂલ’નું ટીઝર આજે સોમવારે રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરનો વીડિયો રિલીઝ થયાની થોડી જ મિનિટોમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે. આ ફિલ્મ આ વર્ષે 15મી ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. સોશિયલ મીડિયા પર ફિલ્મનો ટીઝર વીડિયો શેર કરતા અલ્લુ અર્જુને લખ્યું, તમારા જન્મદિવસની શુભેચ્છાઓ બદલ આપ સૌનો આભાર. દરેકનો હૃદયપૂર્વક આભાર. કૃપા કરીને આ ટીઝર વીડિયોને મારો આભાર માનો.
પુષ્પા-2માં અલ્લુ અર્જુનનું ધમાકેદાર કમબેક
ટીઝર વીડિયોની શરૂઆત સાડી પહેરેલી વ્યક્તિની એન્ટ્રીથી થાય છે જે કેટલાક લોકોના મૃતદેહો પરથી પસાર થાય છે અને પછી જ્યારે કેમેરા ઉપરની તરફ ઝૂમ કરે છે, ત્યારે ચાહકો અલ્લુ અર્જુનનો બદલાયેલો લુક જોઈ શકે છે. અલ્લુ અર્જુન સાડી અને જ્વેલરી પહેરીને એકદમ અલગ દેખાય છે. ચાહકોને પુષ્પાનો આ નવો અવતાર મળ્યો, જે હવામાં ત્રિશૂળ ફેરવે છે અને ઘણા લોકોને માત્ર એક ગર્જનાથી રોકવા માટે દબાણ કરે છે, ખૂબ જ આકર્ષક. સોશિયલ મીડિયા પર લોકો અલ્લુ અર્જુનની ફિલ્મના આ ટીઝર વીડિયોના વખાણ કરતા થાકતા નથી.
અલ્લુ અર્જુનનો ક્રેઝ ચાહકોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો
આ ટીઝર વીડિયો પર એક સોશિયલ મીડિયા યુઝરે કોમેન્ટ કરી કે, બોક્સ ઓફિસ પર આગ લાગી જશે. જ્યારે બીજાએ લખ્યું, ગુઝબમ્પ્સ ટીઝર વીડિયો. એક વ્યક્તિએ લખ્યું, આ પુષ્પા છે. નામ જ કાફી છે. અલ્લુ અર્જુનના એક પ્રશંસકે તેની પોસ્ટ પર ટિપ્પણી કરી, કેટલી સ્ટાઇલ સર. અમેઝિંગ ટીઝર. અલ્લુ અર્જુનના આ ટીઝર વીડિયોમાં એક પણ ડાયલોગ નથી પરંતુ અલ્લુ અર્જુને માત્ર એક્શન અને સ્વેગથી બધાના દિલ જીતી લીધા છે. લોકોમાં ક્રેઝ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.
‘પુષ્પા’એ બોક્સ ઓફિસ પર કમાલ કરી હતી
ફિલ્મ ‘પુષ્પા – ધ રાઇઝ’ વર્ષ 2021માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના અભિનીત આ ફિલ્મ બ્લોકબસ્ટર હિટ રહી હતી. અંદાજે રૂ. 250 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રૂ. 373 કરોડનો બિઝનેસ કર્યો હતો. પુષ્પાના પહેલા ભાગને IMDb પર 7.6 રેટિંગ મળ્યું છે અને તમે તેને OTT પ્લેટફોર્મ Amazon Prime Video પર જોઈ શકો છો. ચાહકો લાંબા સમયથી ફિલ્મના પાર્ટ-2ની રાહ જોઈ રહ્યા હતા.
નવી દિલ્હીઃ સૂર્યગ્રહણને લઈને વિશ્વભરના લોકો ઉત્સાહિત છે. વર્ષનું આ પહેલું અને છેલ્લાં 54 વર્ષોમાં થનારું પહેલું સૌથી લાબું સૂર્યગ્રહણ હશે. ઉત્તર અમેરિકાના કેટલાક ભાગોમાં પૂર્ણ સૂર્યગ્રહણ દેખાશે અને ચાર મિનિટ અને નવ સેકન્ડ સુધી આ જગ્યાએ સંપૂર્ણ રીતે અંધારું છવાઈ જશે. એ પાછલા સૂર્ય ગ્રહણોની તુલનામાં ઘણું લાંબું છે. આ સૂર્ય ગ્રહણ માટે નાસાના વૈજ્ઞાનિકોએ કેટલાય પ્રયોગો કરવાની યોજના પણ બનાવી છે.
આજે થનારી once-in-a-lifetime ઇવેન્ટની વાત કરીએ તો પૂર્ણ સૂર્ય ગ્રહણનો અદભુત નજારો આશરે ચાર મિનિટ સુધી આકાશમાં દેખાશે, પણ આકાશમાં વાદળો છવાયેલા હશે તો લોકો એને નહીં જોઈ શકે. અને એટલે જ કેટલાક લોકો જેટ પ્લાન દ્વારા આ ગ્રહણનો પીછો કરશે. નાસાએ ગ્રહણને કેમેરામાં કેદ કરવા માટે જેટ પ્લેન લગાડ્યાં છે.
We want you to watch the total solar #eclipse. We just don’t want it to be the last thing you see.
અમેરિકાનાં વિવિધ શહેરોમાં સૂર્યગ્રહણને લઈને લોકોમાં ખાસ્સો ઉત્સાહ છે અને લોકો એને જોવા માટે કેટલાય પ્રકારની તૈયારીઓ કરી છે. આજે થનારું સૂર્ય ગ્રહણ કેનેડા, ઉત્તરી અમેરિકાથી માંડીને મેક્સિકો સુધી દેખાશે. સૂર્ય ગ્રહણ ભારતીય સમય અનુસાર રાત્રે 9.12 કલાકથી માંડીને રાત્રે 2.22 કલાક સુધી હશે, પણ 5.10 કલાક ચાલનારું આ ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે.
નાસાની ફન્ડિંગવાળી ત્રણ ટીમે સ્પેસ એજન્સીના WB-57 જેટ પ્લેનમાં વૈજ્ઞાનિક ઉપકરણો અંતરિક્ષમાં મોકલશે. એમાંથી બે ટીમો કોરોનાનો ડેટા કેપ્ચર કરશે, જ્યરે ત્રીજી ટીમ ગ્રહણના વાયુમંડળના ઉપર ઇલેક્ટ્રિકલી ચાર્જથી માંડીને આયનમંડળને માપશે. પૃથ્વીની સપાટીથી 15,000 મીટર ઉપર આ જેટ પ્લેન વાદળો પર ફરશે અને કેમેરાથી ફોટો ખેંચશે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 101 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,35,055 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.
હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.
દેશમાં અત્યાર સુધી 5,33,565 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,00,801 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 139 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 759 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,454 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 17 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
સપ્તાહ દરમિયાન કાયદાકીયપ્રશ્નથી માનસિકથાકની લાગણી જગાવે તેના કારણે ક્યાંક ખોટીવાર્તાલાપ કે વાદવિવાદની ઘટના બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી જરૂરી છે. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયાનિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાગી સલાહસુચન ના આપવા, ખટપટી લોકોથી દુર રહેવામાજ શાણપણ છે, સ્પર્ધાત્મકપરિક્ષામા આત્મવિશ્વાસ સારો જોવા મળી શકે છે, નવાઆયોજનના વિચારો અને દ્વિધા વધુ જોવા મળી શકે છે.
આકસ્મિકખર્ચા વધે તેવા બનાવ બની શકે છે, પરિવાર સાથે મુસાફરી થઈ શકે છે ,અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીની તમે મજાકકરવાની વૃતિવાળા બનો. જૂનીઓળખાણકે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે, વેપારના કામકાજમા ઉત્સાહને સફળતા જોવા મળે તેવી વાત બને, જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવા માટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવીરીત શીખવી હોયતો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક આગળ વધી શકે છે.
મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે. ધરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે, નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ સારુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.
સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાતકે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારકે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.
સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે, પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામા ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.
ઘરમા કોઈને સ્વાસ્થબાબત નાનીમોટી તકલીફ ના થાય તેનુ ધ્યાન રાખવુ, લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થઈ શકે છે, જૂનીવાત ક્યાય અટકેલી હોય તેમા પણ પ્રયત્ન કરવામા આવેતો નસીબ જોગસંજોગ પણ સાથ આપી શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા મળી શકે છે, મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે, તમારામા સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવુ પણ બની શકે છે, ભાઈ-બહેનો, મિત્રો તરફથી સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.
કામકાજમા ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે, કામકાજમા ધીરજ અને સમજણનો વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે, જાહેરજીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે, ઘરમાકે નજીકના સગાસ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે, વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ પણ વધી શકે છે.
કોઇપણ પ્રકારની મિલનમુલાકાત સફળ થઈ શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી, ખટપટ કરનારવર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી કોઈની ખોટીવાતમા દોરવાઈ ના જવાય, વેપારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે, સલાહ, ઠપકો કે કઈપણપ્રકારનુ માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમા તેને કોઈ ગેરસમજ ના થઇ જાય, વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટશબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહપૂર્વક વર્તવાથી ઘણીશાંતિ અને સરળતા તમારા વ્યવહારમા રહી શકે છે.
રોકાણ માટે કે નવાકોઇપણ આયોજન માટે સમય સાથ આપી શકે છે, યાત્રાકે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિકભાવના વધુ જાગે અને લોકકલ્યાણના વિચારો આવે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુમહેનત કરવાથી સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત બની શકે છે, લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમા મિલનમુલાકાત કરવી ફાયદાકારક બની શકે છે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે છે.
તમારા સંબંધને મજબુત રાખવા પ્રયત્ન કરવા પડે, કામકાજમા વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો, કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે તેમજ કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે, ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, વેપારમા કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થઈ શકે છે માટે તકેદારી રાખવી, મુસાફરી, થોડી કંટાળાજનક, સમય અને નાણાનોવ્યય થાય તેવો રહી શકે શકે છે.
પરિવાર, સહ-કર્મચારી સાથે સુમેળ થોડો ઓછો જોવા મળે માટે વાર્તાલાપ અને વર્તણુકમા યોગ્યગણતરી રાખવી સલાહભરી છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમા કામ કરવાથી લાભ થઈ શકે છે. મુસાફરીનુ આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફ બાબતે તકેદારી રાખવી, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિકકામકાજમા જોડાવાની વૃતિ વધુ જાગે, કોઈપ્રવૃત્તિમા અન્યનો સાથસહકાર મળી શકે છે, નાણાની લેવડદેવડ તેમજ પ્રેમસંબંધમા ધીરજ અને જાગૃતતા રાખવી ઇચ્છનીય છે.
આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત થઈ શકે છે.
આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્યબાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે.
આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.
આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.
આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાનદક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે.
આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે.
આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.
આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.
આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય.
આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.
આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.
અમદાવાદ : ‘વિશ્વ આરોગ્ય દિવસ ‘ નિમિત્તે શહેરના ચામુંડા બ્રિજ પાસે આવેલી જીસીએસ હોસ્પિટલ દ્વારા એક અનોખા અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જીસીએસ હોસ્પિટલના સેમિનાર હોલમાં નવયુગ ઓટો ડ્રાઈવર એસોસિએશન અને અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન માટે એક ઈમરજન્સી સારવાર કેવી રીતે થઈ શકે એનું જીવંત નિદર્શન સાથેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રિક્ષા ચાલકોને પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવી
રિક્ષા ચાલકો તાત્કાલિક સારવાર કેવી રીતે આપી શકે એ અંગેના જાગૃતિ કાર્યક્રમ વિશે જીસીએસ હોસ્પિટલના નેહા પંચાલ ચિત્રલેખા.કોમને કહે છે ઠંડી ગરમી કે વરસાદ કોઈ પણ ઋતુમાં માર્ગો પર રિક્ષા અને રિક્ષાઓના ચાલક પહેલાં મળી જાય. માર્ગ પરથી પસાર થતાં કોઈ પણ વ્યકિતને હ્રદય રોગનો હુમલો આવે, સ્ટ્રોક આવે કે અન્ય કોઈ શારીરિક સમસ્યા ઉભી થાય ત્યારે મોટે ભાગે રિક્ષા ચાલક કે પબ્લિક કે પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટના ડ્રાઈવર્સ માર્ગ ઉપર ઉપલબ્ધ હોવાથી તાત્કાલિક મદદે દોડી આવતા હોય છે. પરંતુ બધા જ રિક્ષા ચાલકો કે ડ્રાઈવરો તાત્કાલિક સારવાર આપવા ટ્રેઈન નથી હોતા. માર્ગ પર સતત ફરતાં રિક્ષા ચાલકો માટે રસ્તે જતાં લોકોને કેવી રીતે મદદ થઈ શકે એ સંદર્ભની તાલીમ જીસીએસ હોસ્પિટલ દ્વારા આપવામાં આવી હતી. રિક્ષા ચાલકોને પ્રાથમિક સારવારની તાલીમ સાથે ફર્સ્ટ એઈડ કિટ પણ આપવામાં આવી હતી.
વિશ્વ આરોગ્ય દિવસે એસ.ટી સહિત જુદી જુદી જગ્યાએ તાત્કાલિક સારવારની તાલીમના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એસ.ટીના કંડકટર અને ડ્રાઈવર સહિતના સ્ટાફના બ્લડ પ્રેશર, હાર્ટ ચેકઅપ, ECG અને બ્લડ ચેકઅપ કરવામાં આવ્યા હતાં. માર્ગ પર જ્યારે કોઈ વ્યકિત અચાનક બિમાર થઈ જાય ત્યારે વાહન ચાલકો, રિક્ષા ચાલકો પોલીસ કર્મચારીઓ જ પ્રથમ મદદરૂપ થતાં હોય છે. એટલે માર્ગ ઉપર સતત ફરતાં નોકરી કરતાં લોકોને પ્રાથમિક અને તાત્કાલિક સારવાર આપવાની તાલીમ જરૂરી છે. જેથી અચાનક જ કોઈની તબિયત લથડેતો સારવાર આપી શકાય.