નવી દિલ્હીઃ CBIએ દેશભરમાં નવજાત બાળકોના ખરીદ-વેચાણમાં સામેલ એક નેટવર્કનો પર્દાફાશ કરીને સાત લોકોની ધરપકડ કરી છે. દિલ્હી અને હરિયાણામાં સાત જગ્યાએ દરોડા પાડીને સાતથી આઠ નવજાત બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું. આમાં એક નવજાતની વય માત્ર 36 કલાક હતી, જ્યારે બીજાની વય માત્ર 15 દિવસ હતી.
CBIએ દિલ્હીના કેશવપુરમ, રોહિણી સહિત NCRમાં કેટલાય જગ્યાએ દરોડા પાડ્યા હતા. તપાસમાં માલૂમ પડ્યું હતું કે આ બાળકોને અલગ-અલગ ઘરોમાં લાવીને વેચવામાં આવતાં હતાં. આબાળકો કઈ હોસ્પિટલો અથવા મેડિકલ સેન્ટરોથી લાવવામાં આવતાં હતાં, શું તેમની ચોરી કરવામાં આવતી હતી કે કોઈ અન્ય પ્રકારે લાવવામાં આવતાં હતાં, એની તપાસ હાલ ચાલી રહી છે.
હવે કેટલીક મોટી હોસ્પિટલો અને IVF સેન્ટર CBIની રડાર પર છે. CBIની રડાર પર આસિસ્ટન્ટ લેબર કમિશનર પણ છે. તેમની ભૂમિકાની પણ તપાસ થઈ રહી છે. આરોપીઓની પાસેથી રૂ. પાંચ લાખ જપ્ત કરવામાં આવ્યા છએ. ફેસબુક પેજ અને વોટ્સગ્રુપ ગ્રુપ જેવા સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર દેશભરમાં નિઃસંતાન દંપતીઓ જોડવામાં આવે છે. આ એ લોકો છે, જે લોકો બાળકોને દત્તક લેવા માગે છે.
આરોપીઓ માતાપિતાથી જ બાળકોનો સોદો નથી કરતાં, પણ સરોગેટ માતાઓ પાસેથી પણ બાળકો ખરીદવામાં આવે છે. એક નવજાત બાળકનો સોદો રૂ. 4-6 લાખમાં કરવામાં આવે છે. એજન્સીનું કહેવું છે કે આ આરોપી દત્તક લેવા સંબંધિત નકલી દસ્તાવેજ બનાવીને અનેક નિઃસંતાન દંપતીઓ પાસેથી લાખ્ખો રૂપિયાની છેતરપિંડીમાં સામેલ છે. આ મામલે CBI 10 આરોપીઓની વિરુદ્ધ કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે.




ત્રીજા ક્રમાંકે હેનરિક ક્લાસેન છે ક્લાસેને ચાર મેચમાં 177 રન બનાવી લીધા છે. ચોથા ક્રમાં કે શુભમન ગિલ છે. ગિલે ચાર મેચમાં 164 રન બનાવી લીધા છે. પાંચમા ક્રમાંકે અભિષેક શર્મા છે. તેણે ચાર મેચોમાં 164 રન બનાવી લીધા છે.
પીલીભીતથી તેમના પુત્રની ટિકિટ રદ થવા પર પ્રતિક્રિયા આપતા મેનકા ગાંધીએ કહ્યું, ‘તેમણે પીલીભીતની ખૂબ કાળજી લીધી. મને તેમના પર ખૂબ ગર્વ છે. જ્યારે વરુણને પીલીભીત છોડવું પડ્યું ત્યારે લોકો ખૂબ રડ્યા હતા. મને પૂરી આશા છે કે વરુણ આગળ જે પણ કરશે તે દેશ માટે સારું જ હશે. પીલીભીતથી ટિકિટ ન મળતા વરુણ ગાંધીએ જાહેરાત કરી હતી કે તેઓ આ વખતે ચૂંટણી નહીં લડે. 3 એપ્રિલે પીલીભીતમાં ભાજપ દ્વારા આયોજિત પ્રબુદ્ધ સંમેલનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાગ લીધો હોવા છતાં, વરુણ ગાંધી મંચ પર જોવા મળ્યા ન હતા. પીલીભીતથી બીજેપી ઉમેદવાર જિતિન પ્રસાદ સીએમ યોગીની સાથે કાર્યક્રમમાં હાજર હતા.
ગુરુવારે સુલતાનપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા મેનકા ગાંધીએ કહ્યું હતું કે, ‘હું સાંસદ તરીકે નહીં પરંતુ સેવક તરીકે જનતા માટે કામ કરું છું. હું વચનોમાં માનતી નથી, હું વિકાસમાં માનું છું. ઉત્તર પ્રદેશમાં સુલતાનપુરમાં ગરીબોને સૌથી વધુ 1.30 લાખ મકાનો મળ્યા છે. ચૂંટણી બાદ 1 લાખ વધુ ગરીબોને ઘર મળશે. હું ત્યાં છું ત્યાં સુધી દરેકને ન્યાય મળશે. દરેક અસંભવ કાર્ય પાંચ વર્ષમાં પૂર્ણ થયું છે.


AAP નેતા આતિશીએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “અમે હરિયાણા ચૂંટણી પંચ અને રાષ્ટ્રીય ચૂંટણી પંચને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી રહ્યા છીએ.”
અંગ્રેજ શાસકોને પણ સત્તાનો ઘમંડ હતો અને લોકોને ખોટા કેસમાં જેલમાં મોકલ્યા હતા. તેમણે પૂર્વ દિલ્હીમાં પોતાના વિધાનસભા ક્ષેત્ર પટપરગંજના લોકોને કહ્યું હતું કે મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલા તેમના પ્રેરણાસ્ત્રોત છે, જેમણે ઘણા વર્ષો જેલમાં વિતાવ્યા હતા. AAP નેતા સિસોદિયાના જામીનની સુનાવણી શનિવારે દિલ્હીની એક કોર્ટમાં ચાલી રહી છે. મત વિસ્તારના લોકો પ્રત્યે તેમનો પ્રેમ વધ્યો છે અને તેઓ તેમની તાકાત છે.