નવી દિલ્હીઃ IPL-2024નો પ્રારંભ 22 માર્ચથી થયો છે અને અત્યાર સુધી સીઝનમાં 16 મેચ રમાઈ ચૂકી છે, જેમાં દિલધડક મેચો જોવા મળી છે. એક ટીમ દ્વારા કોઈ પણ ઇનિંગ્સમાં સૌથી વધુ રનનો સ્કોર ધ્વસ્ત થઈ ચૂક્યો છે. દરેક મેચમાં ચોક્કા અને છક્કાનો વરસાદ થઈ રહ્યો છે. આ વખતે પાંચ વારની ચેમ્પિયન MI ખરાબ પ્રદર્શનને કારણે ચર્ચામાં છે.
આ વખતે ત્રણ ટીમો એવી છે, જે સતત હરીફ ટીમને ધૂળ ચટાડી રહી છે. આવો જાણીએ ત્રણ ટીમો વિશે, જેનું અત્યારથી પ્લેઓફ્ફમાં પહોંચવાનું લગભગ નક્કી છે.
આમાં સૌથી પહેલું નામ KKRનું, જે અત્યાર સુધી IPL 2024માં ત્રણે મેચ જીતી ચૂકી છે. ટીમની પાસે સુનીલ નરેન અને ફિલ સોલ્ટના રૂપમાં સારી ઓપનિંગ જોડી છે, જે ત્રણમાંથી બે વાર અર્ધ સદી ફટકારી ચૂકી છે. KKRનું કોમ્બિનેશન હાલ લાજવાબ છે.
બીજા ક્રમે છે રાજસ્થાન રોયલ્સ. જે આ વખતે સંજુ સેમસનની કેપ્ટનશિપમાં બહુ ઘાતક દેખાઈ રહી છે. કેપ્ટન સંજુ સેમનું કોર્મ અન્ય ક્રિકેટરોનું મનોબળ વધારી રહ્યું છે. વળી બોલિંગ સાઇડમાં યઝુવેન્દ્ર ચહલ અને ટ્રેન્ટ બોલ્ટનું ઘાતક કોમ્બિનેશન છે. RR અત્યાર સુધી ત્રણ મેચ જીતી ચૂકી છે.
સૌથી સારી ટીમના કોમ્બિનેશનમાં CSK પણ પાછળ નથી.રચિન રવીન્દ્ર ,ઋતુરાજ ગાયકવાડ, ડેરિલ મિશેલ અને શિવમ દુબે પણ સતત બોલરોની ધુલાઈ કરી રહ્યા છે.
અમદાવાદ: ચૂંટણીમાં સૂત્રોનું પણ એક અલગ મહત્વ રહેલું છે. સૂત્રોની પોતાની એક ઉર્જા હોય છે. જે મતદારોમાં ઉત્પ્રેરક તરીકે કામ કરીને નવી જ ઉર્જા ભરી દે છે. આ વાત રાજકીય પક્ષો ખૂબ જ સારી રીતે સમજે છે. તેથી જ ચૂંટણી પ્રચાર શરૂ થતાંની સાથે જ રાજકીય પક્ષોએ કાર્યકરો અને મતદારોને નવા સૂત્રો દ્વારા ઉત્સાહિત કરવાનું શરૂ કરી દીધું છે. 2014 અને 2019ની જેમ આ વર્ષે પણ ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર સ્લોગન તૈયાર કર્યા છે.
2014માં ભાજપે સૂત્ર આપ્યું હતું અબ કી બાર મોદી સરકાર. જે કામ પણ કરી ગયું. બીજી તરફ કોંગ્રેસનું સૂત્ર હતું હર હાથ તરક્કી, હર હાથ શક્તિ.
2019માં ભાજપે સૂત્ર આપ્યું મોદી હૈ તો મુમકિન હૈ. અબ કી બાર ફીર મોદી સરકાર. 2019માં કોંગ્રેસનું સૂત્ર હતું મોદી હટાઓ, દેશ બચાઓ. અબ હોગા ન્યાય
2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપનું સૂત્ર છે, ત્રીસરી બાર મોદી સરકાર, અબ કી બાર 400 પાર. ભાજપનો દાવો છે કે આ વખતે સૌથી વધુ સીટ્સ મેળવીને તેઓ કોંગ્રેસના જૂના બધાં જ રેકોર્ડ તોડીને દેશમાં સ્પષ્ટ બહુમતી મેળવશે.
હવે નજર કરીએ અત્યાર સુધીના ઈતિહાસના સૌથી રસપ્રદ અને યાદગાર ચૂંટણી સૂત્રો પર.
રસપ્રદ ચૂંટણી સૂત્રો
જય જવાન, જય કિસાન – 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન લોકોનું મનોબળ વધારવા માટે તત્કાલિન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ આ સૂત્ર આપ્યું હતું. જેનો આગળ ચૂંટણીમાં પણ કોંગ્રેસે ઉપયોગ કર્યો હતો.
સમાજવાદિયોને બાંધી ગાંઠ, પિછડેં પાવે સૌ મેં સાઠ — 70ના દશકમાં સોશયલિસ્ટોના આ સૂત્રએ ચૂંટણીની રાજનીતિમાં મોટો બદલાવ લાવ્યો હતો. પ્રથમ વખત જાતિ આધારિત વોટર્સમાં મોટો બદલાવ થયો હતો અને એક નવો ઓ.બી.સી. વોટર વર્ગ ઉભો થયો હતો. મંડલ કમિશન અને પછાત વર્ગોને આરક્ષણ આપવાના મુદ્દે આ સૂત્ર સામે આવ્યું હતું. આ સૂત્ર રામમનોહર લોહિયાએ આપ્યું હતું.
ગરીબી હટાવો – 1971માં ઈન્દિરા ગાંધીએ આપેલા આ સૂત્રના આધારે તેમને ઐતિહાસિક સફળતા મળી હતી અને ઈન્દિરા ઈઝ ઈન્ડિયાની પૃષ્ઠભૂમિ તૈયાર થઈ હતી. તેમના બાદ રાજીવ ગાંધીએ પણ આ જ સૂત્રનો ઉપયોગ કર્યો હતો.
ઈન્દિરા હટાઓ, દેશ બચાવો – ઈમરજન્સી દરમિયાન જયપ્રકાશ નારાયણે આ સૂત્ર આપ્યું હતું. જે ઈમરજન્સી ખતમ થયા બાદ પણ વિપક્ષે પકડી રાખ્યું હતું. મોટા વિપક્ષી દળો જનતા પાર્ટીના નેજા હેઠળ આવીને ચૂંટણી લડયા અને 1977ની ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા ગુમાવી પડી હતી.
એક શેરની સો લંગૂર, ચિકમગલૂર ચિકમગલૂર – ઈમરજન્સી પછી 1978માં યોજાયેલ પેટાચૂંટણીમાં આ બહુચર્ચિત ચૂંટણી સૂત્ર આવ્યું હતું. આ સૂત્ર પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી માટે તૈયાર કરવામાં આવ્યું હતું. તેઓ પેટા ચૂંટણીમાં કર્ણાટકના ચિકમગલૂર બેઠક પરથી લડી રહ્યા હતા. ઈમરજન્સી પછી તરતની આ ચૂંટણીમાં ચારે તરફથી ઈન્દિરા ગાંધી વિરોધી લહેર હતી. ત્યારે કોંગ્રેસના નેતા દેવરાજ ઉર્સ દ્વારા આ સૂત્ર તૈયાર કરવામાં આવ્યું. જેની મદદથી ઈન્દિરા ગાંધી ચિકમંગલૂર બેઠક પરથી ચૂંટણી જીતી ગયા હતા.
રાજા નહીં ફકીર હૈ, દેશ કી તકદીર હૈ – 1989માં કોંગ્રેસના વિજય રથને રોકવા માટે બનાવેલા આ સુત્રએ વિપક્ષને સફળતા અપાવી હતી. તે સમયે વી. પી. સિંહ દ્વારા તૈયાર કરવામાં આવેલું આ સૂત્ર ખુબ જ ચર્ચામાં હતું. જેના જવાબમાં કોંગ્રેસે પણ સૂત્ર તૈયાર કર્યુ હતું કે, “ફકરી નહીં રાજા હૈ, સી.આઈ.એ. કા બાજા હૈ.”
જબ તક રહેગા સમોસે મેં આલુ, તબ તક રહેગા બિહાર મેં લાલુ – 1990માં બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ સૂત્ર ખુબ જ પ્રચલિત બન્યું હતું. તે સમયે લાલુ પ્રસાદ યાદવ પાસે વર્ષોનો ચૂંટણી લડવાનો અનુભવ હતો. 1977માં તેઓ પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા. 1990ના દશકમાં તેમને પોતાના ચૂંટણી પ્રચારને ફરીથી વધુ મજબૂત કરવાનું લાગ્યું. ત્યારે તેમણે આ સૂત્ર આપ્યું હતું.
મિલે મુલાયમ-કાંશીરામ, હવા હો ગયે જય સિયા રામ – 1993માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં રામ લહેર પર સવાર ભાજપના રથને રોકવા માટે એસ.પી. અને બી.એસ.પીએ ગઠબંધન કર્યુ હતું. જેના પરિણામે આ સૂત્ર અસ્તિત્વમાં આવ્યું હતું. જેના પરિણામે ભાજપનો વિજય રથ ખરેખર રોકાય ગયો હતો.
તિલક, તરાજૂ ઔર તલવાર, ઈનકો મારો જૂતે ચાર – આ સૂત્ર બી.એસ.પી.ના સંસ્થાપક કાંશીરામે 80ના દશકમાં આપ્યું હતું.
સબકો દેખા બારી-બારી, અબકી બારી અટલ બિહારી – 1996માં લખનઉમાં આયોજીત એક રેલીમાં આ સૂત્રનો સૌપ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રથમ વખત અટલ બિહારી વાજપેયીને પ્રથમ વખત કેન્દ્રમાં સત્તા ચલાવવાની તક મળી હતી. જો કે તેઓ માત્ર 13 દિવસ સુધી દેશના વડાપ્રધાન બન્યા હતા.
કોંગ્રેસનો હાથ, આમ આદમીને સાથ – આ સૂત્રનો ઉપયોગ કરીને વર્ષ 2004માં કોંગ્રેસ ભાજપને હરાવીને કેન્દ્રમાં સત્તા પ્રાપ્ત કરવામાં સફળ રહી હતી.
નજર અટલ પર, વોટ કમલ પર – 2004માં ભાજપ તરફથી આ સૂત્ર આપવામાં આવ્યું હતું.
મા, માટી, માનુષ – આ સૂત્ર 2010ના વિધાસભા ચૂંટણી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસે આપ્યું હતું. મમતા બેનર્જીનીપુસ્તક પર આ સ્લોગનનો પ્રયોગ કર્યો હતો.
અબ કી બાર મોદી સરકાર – 2014ની સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર હતા. ત્યારે મોદીની લોકપ્રિયતા જોતા આ સૂત્ર આપવામાં આવ્યું હતું. આ સૂત્ર કામ પણ કરી ગયું. 2014માં 10 વર્ષ બાદ ભાજપ ફરી સત્તા પર આવી હતી.
મોદી હૈ તો મુમકિન હૈ – ફરી એકવાર લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા માટે ભાજપના કાર્યકરો થનગની રહ્યા છે અને મોદી સરકારના 10 વર્ષના સુશાસનની ઉપલબ્ધિઓ ગણાવતા કહી રહ્યાં છે કે મોદી હૈ તો મુમકિન હૈ.
અમદાવાદઃ શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS) દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભા દર્શાવવાનું પ્રતીક એવા વાર્ષિક કોલેજ ફેસ્ટિવલ બૌદ્ધિકા-2024નું બે દિવસ માટે આયોજન કરવામાં આવ્યું હતું. બૌદ્ધિકા-2024માં કલાકારો, સંગીતકારો અને બૌદ્ધિકો વગેરેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમાં ફેશન શોથી લઈને મેનેજમેન્ટ સ્પર્ધાઓ, સાંસ્કૃતિક સર્જનાત્મકતાથી લઈને ટેક્નિકલ ક્વિઝ સુધીની 16 ઈવેન્ટ્સ રાખવામાં આવી હતી.
પ્રથમ દિવસની બિઝનેસ ઇવેન્ટ્સમાં વ્યાપાર પહેલી (વ્યાપાર ક્વિઝ) અને સંપત્તિ (ફાઇનાન્સિયલ પ્લાનિંગ)નો સમાવેશ કરવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક અને સર્જનાત્મક કાર્યક્રમો સરગમ (ગાયન) અને નચલે (નૃત્ય) હતાં. ફન ઇવેન્ટ્સમાં ઉસ્તાદ-એ-ઝાયકા (ખાદ્ય વસ્તુઓ બનાવવી અને વેચવી), હાસ્ય વ્યંગ (મીમ્સ/રીલ્સ સ્પર્ધા) અને મંથન (મેનેજમેન્ટ ગેમ્સ)નો સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો. તમામ ઇવેન્ટ્સમાં સ્ટાર્સ પાર્ટનરશિપ જોવા મળી હતી. વિદ્યાર્થીઓની મૌલિકતા અને આત્મવિશ્વાસ પ્રશંસનીય હતો.
પ્રથમ દિવસની ઉજવણીનો પ્રારંભ ઉદઘાટન સમારોહ સાથે થયો હતો, જેમાં SBS નાં નિયામક ડો. નેહા શર્મા, અને અન્ય આદરણીય મહેમાનો હાજર રહ્યા હતા. ડો. નેહા શર્માએ બૌદ્ધિકા-2024ને વાઇબ્રન્ટ ઇવેન્ટ બનાવવા માટે SBSના તમામ વિદ્યાર્થીઓ અને સંસ્થાના કર્મચારીઓનો આભાર માન્યો હતો.
બીજા દિવસે આગાઝ (બિઝનેસ પ્લાન પ્રેઝન્ટેશન) અને નિવેશ (સ્ટોક માઇન્ડ) જેવી બિઝનેસ ઇવેન્ટ્સ જોવા મળી હતી. સાંસ્કૃતિક અને સર્જનાત્મક કાર્યક્રમો જેમ કે ખુલા દરબાર, છબિ (ફેસ પેઈન્ટિંગ), અભિવ્યક્તિ (પોસ્ટર પ્રેઝન્ટેશન) અને રંગ દે (ફેસ પેઈન્ટિંગ), વો પુરાને દિન (જૂની પરંપરાગત રમતો), અને તલાશ (ટ્રેઝર હન્ટ) જેવી મનોરંજક ઈવેન્ટસ આયોજિત કરવામાં આવી હતી. સ્ટેજ ઇવેન્ટ જલવા – ફેશન શો જ્યાં વિદ્યાર્થીઓએ વિવિધ થીમ સાથે ફેશન ટ્રેન્ડનું પ્રદર્શન કર્યું હતું.
બૌદ્ધિકા-2024ની આ વર્ષની થીમ, “અપને લિયે અપનો કે લિયે” રાખવામાં આવી હતી, જે અંતર્ગત શાંતિ બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓએ ફંડ એકત્ર કરી સામાજિક જવાબદારીના ભાગરૂપે તે ફંડ દિવ્યાંગ બાળકો માટે કામ કરતી સંસ્થા “અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર”, અને ગુજરાતભરના ગરીબ પરિવારમાંથી આવતાં બાળકોને મફત શિક્ષણ આપતા વિસામો કિડસ ફાઉન્ડેશનને આપી હતી. આ પ્રસંગે SBSના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓએ આ બંન્ને સંસ્થાનાં બાળકો સાથે આનંદપૂર્વક સમય પસાર કરી તેમની સાથે ભોજન લીધું હતું.
નવી દિલ્હીઃ કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટેનાં ચૂંટણીવચનો જારી કરી દીધાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પી. ચિદંબરમ અને અન્ય નેતાઓની હાજરીમાં ઘોષણાપત્ર જારી કરવામાં આવ્યું છે. કોંગ્રેસે ઘોષણાપત્રને ન્યાય પત્ર નામ આપ્યું છે. પાર્ટીએ દેશની જનતાને પાંચ ન્યાયનું વચન આપ્યું છે. આ સાથે પાર્ટીએ 25 ગેરંટીનો ઉલ્લેખ કર્યો છે.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર બનશે તો મનરેગાના ગરીબ મજૂરોને રૂ. 400ની મજૂરી આપવામાં આવશે. 40 લાખ સરકારી નોકરીઓ અને શહેરી રોજગાર ગેરંટી લાવવાનાં વચનો આપ્યાં હતાં. રાજસ્થાનમાં ચિરંજીવી યોજનાના તર્ક પર દેશમાં રૂ. 25 લાખ સુધી નિઃશુલ્ક સારવાર કેશલેસ વીમા યોજના લાગુ કરવામાં આવશે. તેમણે ખેડૂતો માટે પણ મોટું એલાન કર્યું હતું. સરકાર પર પર દેશમાં ખેડૂત ન્યાય હેઠળ ખેડૂતોનાં દેવાં માફ કરવામાં આવશે. આ ઘોષણાપત્ર ન્યાયનો દસ્તાવેજ છે, એમ તેમણે કહ્યું હતું.
સરકાર બનવા પર દેશમાં જાતીય જનગણતરી કરાવવામાં આવશે. મહિલાઓ માટે મહાલક્ષ્મી યોજનાનું એલાન કરતાં તેમણે કહ્યું હતું કે દેશમાં ગરીબ મહિલાઓને રૂ. એક લાખની મદદ કરવામાં આવશે. યુવાઓને પણ નોકરીની ગેરંટી આપવામાં આવશે.
हमारा ये घोषणापत्र देश के राजनीतिक इतिहास में “न्याय के दस्तावेज” के रूप में याद किया जाएगा।
राहुल गाँधी जी के नेतृत्व में चली “भारत जोड़ो न्याय यात्रा” में 5 PILLARS पर ध्यान केंद्रित किया गया था।
यात्रा के दौरान युवा, किसान, नारी, श्रमिक और हिस्सेदारी न्याय की घोषणा की गयी… pic.twitter.com/Ha32yohOR0
ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની કાર્યક્ષમતા અને મતપત્રની પારદર્શિતા માટે ચૂંટણી કાયદાઓમાં સંશોધન કરવામાં આવશે. મતદાન EVMના માધ્યમથી થશે, પણ મતદાતા મશીનથી પ્રાપ્ત મતદાન રસીદનેને VVPATમાં રાખવામાં અને જમા કરવામાં સક્ષમ હશે. અમે વચન આપીએ છીએ કે અમે ભોજન અને પરિધાન, પ્રેમ અને લગ્ન અને દેશના કોઈ પણ ભાગમાં યાત્રા અને રહેઠાણમાં વ્યક્તિગત પસંદમાં હસ્તક્ષેપ નહીં કરીએ.
પોતાના કીમતી શ્વાસોને ગુમાવીને પાપનો ભાર લઈને મનુષ્ય સંસારમાંથી વિદાય લે છે. દેવતાઓના સુંદર શરીર પૂરા કપડા થી ઢંકાયેલા રહે છે. આ કળિયુગી દુનિયામાં રોગી શરીરનો લોકો પ્રદર્શનીની જેમ ઉપયોગ કરે છે. દેવતાઓના પ્રસન્ન તથા પવિત્રતા યુક્ત ચેહરા તથા કરુણા ભરેલ આંખો તેમના શણગારને ચાર ચાંદ લગાવી દે છે. પરંતુ આ સંસારમાં ક્રોધ તથા વાસના યુક્ત ભાવ, નિંદા બદલો લેવાની ભાવના થી ભરેલ ચહેરાને બનાવટી શણગાર ક્યાં સુધી ઢાંકી શકે છે? બનાવટી ચહેરાને જોઈને કોઈને સુખ કે શાંતિ મળતા નથી. ઘણીવાર તો તેઓ હાસ્યને પાત્ર પણ બને છે.
જ્યાં સાદગી છે ત્યાં સંતોષ તથા સન્માન છે. સાદગી યુક્ત વ્યક્તિની દ્રષ્ટિ પોતાના શરીરથી દૂર થઈને બીજાના સુખ-દુઃખની ભાગીદાર બને છે. આવી વ્યક્તિઓ વસ્તુઓથી વધુ મૂલ્યોની કદર કરે છે. અને તે નાશવંત શરીરના સ્થાને આત્માને મૂલ્યોથી શણગારે છે. તે પરિવાર તથા સમાજની ભલાઈ માટે અગ્રેસર રહે છે. પોતાના સમય-ધન-શક્તિના ખજાનાને નિસ્વાર્થ ભાવથી સમાજ સેવામાં લુટાવે છે. જે દુઆઓ મળે છે તેનાથી તેનું શરીર તથા આત્મા સ્વસ્થ તથા સુંદર બની જાય છે. તે સાદા હોવા છતાં પણ સાત્વિક આકર્ષણથી ભરપૂર હોય છે, તે આકર્ષણમાં સંસારના દુઃખી-અશાંત લોકો સુખ-શાંતિનો અનુભવ કરે છે. આથી સાદગી જ કિંમતી છે. એ મનુષ્યને સત્ય તથા અહિંસાની એકદમ નજીક લાવી દે છે. આવી વ્યક્તિના માથા ઉપર ઈમાનદારીનો મુકુટ, આંખોમાં અનાશક્તિની ચમક તથા મુખમાં પોતાપણાનો મધુર અવાજ, હાથોમાં આપવાની ભાવના તથા કર્મમાં કુશળતા ભરેલી રહે છે. આમ ભગવાનના કહેવા પર ફેશનનો ત્યાગ કરી સાદગીનો હાર સ્વીકાર કરો.
સંગ્રહ શબ્દનો અર્થ ભેગું કરવું એવો થાય છે, પરંતુ જ્યારે આપણે તેની સંધિ છૂટી પાડીએ છીએ ત્યારે કંઈક બીજો જ અર્થ સામે આવે છે. સંગ્રહ = સમ+ગ્રહ. સમનો અર્થ છે સમાન-એકરસ. આપણે સંસારના પદાર્થોને એ રીતે અપનાવીએ કે જેનાથી મનની સ્થિતિ એકરસ રહે. પરંતુ આજની દુનિયામાં સંગ્રહ શબ્દનો અર્થ ફક્ત ભેગું કરવું એમ થાય છે.
આજની દુનિયામાં લોકો કોઈપણ રીતે સંગ્રહ કરવાની વૃત્તિ ધરાવે છે. લોભના કારણે જે બિનજરૂરી ચીજોનો સંગ્રહ કરવામાં આવે છે તેના કારણે સદગુણો જીવનમાંથી લુપ્ત થતા જાય છે. સંગ્રહ કરવામાં આવે છે સોના ચાંદીનો, કપડાનો, ખાધ્ય પદાર્થોનો, ચંપલોનો. આજે મનુષ્ય ઈંટ-પથ્થરનો પણ સંગ્રહ કરે છે કારણ કે કળિયુગમાં વધતી જતી મોંઘવારીના કારણે ઈંટ- પથ્થરોના પણ ખૂબ ભાવ ઉપજે છે. આજનો મનુષ્ય કાળા બજાર કરવા માટે તથા પોતાનો સ્વાર્થ સાધવા માટે પ્રેરાઇ રહ્યો છે. સફેદ ગાદી ઉપર સફેદ કપડાં પહેરીને સફેદ વાળ તથા સફેદ દાઢી રાખવા છતાં સંગ્રહની વૃત્તિના કારણે મનુષ્ય અંદરથી બિલકુલ કાળો બની ગયો છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
અમદાવાદ: ચૈત્ર મહિનો આવતાની સાથે જ શહેરના માર્ગો પર લીમડાનો મોર એટલે કે એની ફૂલ મંજરીનું ઠેર-ઠેર વેચાણ થતું જોવા મળે છે. જે વિસ્તારમાં માર્ગ પર, બગીચામાં લીમડાના વૃક્ષ હોય ત્યાંથી આરોગ્ય માટે સભાન લોકો મોર અને પાન તોડી ઔષધીય ઉપયોગ કરી લે છે. જ્યારે એકદમ રેડીમેડ વસ્તુઓના જ ઈચ્છુક લોકોને રોડ પર જ લીમડાનો મોર અને રસ મળી જાય છે.આયુર્વેદમાં લીમડાને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. લીમડાના મોરને પાણી સાથે પીવાથી અનેક પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે. ઉત્સવો, તહેવારોમાં માર્ગો પર ચીજવસ્તુઓ વેચતા લોકો હવે દરેક ઋતુને માફક આવતી વસ્તુઓનું વેચાણ કરવા માંડ્યા છે. કુદરતી રીતે આંબળા, લીમડા, કુંવારપાઠુ જેવી અનેક ઔષધિ સ્વરૂપે આપણી આસપાસ ઉગતી વસ્તુઓ પહેલાં લોકો જાતે એકઠી કરી ઉપયોગમાં લેતા હતા. હવે આયુર્વેદિક સ્ટોર, આયુર્વેદાચાર્યો અને જાણકારી ધરાવતા લોકો જુદા જુદા સ્વરૂપે ‘પેકિંગ’ કરીને વેચી રહ્યા છે.મોસમ પ્રમાણે વેપાર કરતાં લોકો પણ માર્કેટમાં અને લોકોની જરૂરિયાતોને બરાબર જાણી ગયા છે. શહેર, ગામડાની આસપાસમાં થતાં લીમડાના પાન, ડાળીઓ અને ફૂલ-માંજરો-મોર તોડી મુખ્ય માર્ગો બજારમાં વેપાર કરી પેટિયું રળી રહ્યા છે.આયુર્વેદના ડોક્ટર હેલી ભટ્ટ ચિત્રલેખા.કોમને કહે છે આપણી આસપાસના ઘણાં વૃક્ષ, છોડ, વેલાનો ઉપયોગ માનવ શરીર માટે ગુણકારી છે. એમાંય લીમડાના પાન, છાલ અને ફૂલ માંજરો શરીરમાં થતી જુદી-જુદી વ્યાધિઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. વાત, પિત્ત અને કફ પ્રકૃતિને નિયંત્રિત રાખવા નિષ્ણાત તબીબની સલાહ સાથે જ શરીરની અંદર કે બહાર ઔષધના ઉપયોગો હિતાવહ છે. જ્યારે લીમડાના પાન મોરનો ઉપયોગ વહેલી સવારે રસ તરીકે લેવાથી ભવિષ્યમાં તાવથી માંડી અસાધ્ય રોગથી શરીરને દુર રાખી શકાય છે. પણ આ સાથે ખોરાક અને દિનચર્યામાં પણ એટલી જ કાળજી રાખવી પડે.શરીરના અંદરના રોગો, બાહ્ય ચામડીના રોગોમાં અસરકારક એવો લીમડો, જ્યારે બાળવામાં આવે છે ત્યારે આસપાસના મચ્છર જેવા અનેક જંતુઓનો નાશક તરીકે કામ કરે છે.
નવી દિલ્હીઃ નવા નાણાકીય વર્ષમાં રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ પ્રથમ બેઠકમાં રેપો રેટ યથાવત્ રાખવાનો નિર્ણય લીધો હતો. આ સતત સાતમી વાર છે, જેમાં RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કોર મોંઘવારી ઘટી છે. તેમનું માનવું છે કે ખાદ્ય ફુગાવો દરમાં સતત ઉતારચઢાવ રહે એવી શક્યતા છે. FY25માં રિટેલ મોંઘવારી અંદાજ 4.5 ટકા પર યથાવત્ છે. FY25નો Q1 મોંઘવારી દરનો અંદાજ પાંચ ટકાથી ઘટીને 4.9 ટકા થયો હતો. FY 25નો Q2 મોંધવારી દરનો અંદાજ ચાર ટકાથી ઘટીને 3.8 ટકા અને FY25 Q3નો મોંઘવારી અંદાજ 4.6 ટકા અંદાજ્યો છે.
આ સાથે RBIએ રિવર્સ રેપો રેટ 3.35 ટકા અને SDF રેટ 6.25 ટકા પર છે. MPCના છ સભ્યોએ દરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો હતો. બેન્કે FY25માં રિયલ GDP ગ્રોથ અંદાજ સાત ટકા પર રાખ્યો છે. ફેબ્રુઆરીમાં મોંઘવારી દર 5.1 ટકા છે. માર્ચમાં મોંઘવારી દર 5.2 ટકા રહેવાનો અંદાજ છે. 2024ના પહેલા ત્રણ મહિનામાં એ 5.2 ટકા રહેવાનો અંદાજ છે.
Post Monetary Policy Press Conference by Shri Shaktikanta Das, RBI Governor- April 05, 2024 at 12 noon https://t.co/Drgdv0OmiA
RBI ગવર્નરે કહ્યું હતું કે UPI દ્વારા રોકડ ડિપોઝિટ કરવાની સુવિધા લાવવામાં આવશે. ATM મશીનમાં UPI દ્વારા રોકડ ડિપોઝિટ કરવાની સુવિધા મળશે અને નાણાકીય સ્થિરતા પર ફોકસ રહેશે.
RBI MPCના તમામ સભ્યોએ એકમોડેશન ઑફ વિડ્રોલ તરીકે આર્થિક વલણ રાખ્યું છે. RBI દેશની આર્થિક મજબૂતીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. યુએસ બોન્ડ યીલ્ડ અને ડોલરમાં વધઘટ ચાલુ છે. દેશમાં વિદેશી મુદ્રા ભંડાર રેકોર્ડ સ્તરે છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 114 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,34,723 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.
હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.
દેશમાં અત્યાર સુધી 5,33,563 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,00,529 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 139 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 739 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,370 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 18 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.