મુંબઈ: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા શ્રી મુમ્બાદેવી મંદિર પ્રાથમિક કન્યાશાળા અને શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળાને મહારાષ્ટ્રની 70 શાળાઓમાંથી સતત ત્રીજી વખત માતૃભાષાની ઉત્તમ શાળાનું બિરૂદ આપવામાં આવ્યું. તે ખૂબ જ ગૌરવની વાત છે. શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા વર્ષ 2023- 24 માં શતાબ્દી વર્ષ ઉજવી રહી છે.

શાળાના મેનેજિંગ ટ્રસ્ટી મીનાબેન ખેતાણી, ટ્રસ્ટી ભાવેશભાઈ વોરા, ટ્રસ્ટી પિયુષભાઈ અવલાણીની હાજરીમાં માધ્યમિક શાળાના આચાર્યા નંદાબેન ઠક્કર અને પ્રાથમિક વિભાગના આચાર્યા રીટાબેન રામેકર તેમજ સર્વ શિક્ષિકા બહેનોને મુંબઈ ગુજરાતી સંગઠનના પ્રણેતા ભાવેશભાઈ મહેતાએ ઉત્તમ શાળાની ટ્રોફી એનાયત કરી હતી.

આ સ્પર્ધા માટે માતૃભાષાની ઉત્તમ શાળા માટેના પાંચ માપદંડ રાખવામાં આવે છે. આ માપદંડને લગતી બધી જ પ્રવૃત્તિઓ શાળામાં થાય છે. જેમ કે,
૧) પાયાકિય સુવિધા – મકાન , પુસ્તકાલય , રમત ગમતના સાધનો, કોમ્પ્યુટર લેબ વગેરે અહીં છે
૨) ભણતરનું સ્તર – સર્વાંગીણ વિકાસ, ટેકનોલોજીનો ઉપયોગ, નવી નવી રીત, સમયની સાથે બદલાવ વગેરે
૩) સંચાલક – આચાર્યા – શિક્ષકોનો સમન્વય
૪) સ્વાવલંબી બનાવવા માટેના પગલાં – ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, દાતાઓ , વાલીઓનો સમન્વય
૫) દૂરંદેશી – શાળાની પ્રગતિ માટે કરેલા પ્રયત્નો.

માતૃભાષામાં ભણતરના શિખરો સર કરતાં કરતાં વિવિધ ક્ષેત્રે જેમ કે રમતગમત, નૃત્ય, સંગીત, ચિત્રકલા, સ્પોકન ઈંગ્લિશ, Vedic Maths, scratch graphic course, Advanced Computer, Abacus ના વર્ગો, મૂલ્યો પર આધારિત શિક્ષણ, એકાત્મતા સ્તોત્ર, શ્રીમદ્ ભગવદ્ ગીતા પઠન પણ કરાવવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકની અંતાક્ષરી પણ વિદ્યાર્થિનીઓ રમે છે. વિદ્યાર્થિનીઓએ આંતરશાળા સ્તરે, રમત-ગમતમાં જિલ્લા સ્તરે સુવર્ણચંદ્રક, રજતચંદ્રક હાંસલ કર્યા છે. વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન, નૃત્ય સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, એકપાત્રીય અભિનયમાં દર વર્ષે ઇનામો મેળવે છે.

આ વર્ષે આંતરરાષ્ટ્રીય ભજનોત્સવ સ્પર્ધામાં પણ બંને વિભાગના આચાર્યા બહેનો, શિક્ષિકા બહેનો, વિદ્યાર્થિનીઓએ, તેમના પરિવારોએ ઘણાં પારિતોષિક મેળવ્યાં છે. શાળામાંથી N.T.S., N.M.M.S.,શિષ્યવૃત્તિની પરીક્ષાઓ વિદ્યાર્થિનીઓ આપે છે. દર વર્ષે N વોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રદર્શનમાં પણ શાળા પારિતોષિક મેળવી રાજ્ય સ્તરે આગળ વધે છે.
આમ શાળા નવી ટેકનોલોજી દ્વારા જમાના સાથે કદમથી કદમ મિલાવી પ્રગતિના શિખરો સર કરી રહી છે. સૌનાં અથાગ પ્રયત્નોથી શાળા આદર્શ શાળા બનવા પામી છે.





અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અમને રિન્યુએબલના ફલકમાં ભારતના પ્રથમ દસ હજાર મેગાવોટ રિન્યુએબલ એનર્જીના ઉત્પાદક હોવાનો ગર્વ છે. તેમણે કહ્યું હતું કે કંપનીએ એક દાયકાથી પણ ઓછા સમયમાં હરિત ભવિષ્યના નિર્માણની ફક્ત કલ્પના જ નથી કરી, પરંતુ તેને હકીકતમાં પણ સાકાર કરી છે. સ્વચ્છ ઊર્જાનું અન્વેષણ કરવાના માત્ર વિચારથી માંડીને સ્થાપિત ક્ષમતામાં અસાધારણ 10,000 મેગાવોટના ઉત્પાદનનો માનવંતો આંક હાંસલ કરવાનું ભગીરથ કાર્ય પાર પડ્યું છે. આ સિદ્ધિ એ ગતિ અને સ્કેલનું એક નિદર્શન છે કે જે થકી અદાણી ગ્રુપનો ઉદ્દેશ સ્વચ્છ, ભરોસાપાત્ર અને સસ્તી ઊર્જા તરફના ભારતના સંક્રમણના રાહને સરળ બનાવવાનો છે. 2030 સુધીમાં 45,000 મેગાવોટ ઉત્પાદન કરવા તરફના અમારા અભિયાનના એક ભાગરૂપ અમે ખાવડામાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ બનાવી રહ્યા છીએ. 30,000 મેગાવોટનો આ મહત્વાકાંક્ષી પ્રકલ્પ વૈશ્વિક મંચ પર બેનમુન છે. તેમણે ઉમેર્યું હતુંકે AGEL વિશ્વ માટે માત્ર બેન્ચમાર્ક સેટ જ નથી કરી રહી, પરંતુ તેને નવેસરથી વ્યાખ્યાયિત કરી રહી છે.
સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી’, ‘ઝીરો વેસ્ટ-ટુ-લેન્ડફિલ’ અને ‘200 મેગાવોટથી વધુ ક્ષમતા ધરાવતા પ્લાન્ટ્સ માટે AGELનો કાર્યરત પોર્ટફોલિયો ‘વોટર પોઝિટિવ’ પ્રમાણિત છે. દેશના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં સૌથી મોટું ગ્રીનફિલ્ડ વિસ્તરણ આગળ વધવાને કારણે કંપની ભારતની સ્થાપિત યુટિલિટી-સ્કેલ સોલર અને વિન્ડ ક્ષમતાના લગભગ 11 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ સાથે ભારતના યુટિલિટી-સ્કેલ સોલરની સ્થાપનામાં 15 ટકાથી વધુ ફાળો આપે છે. આ સેક્ટરમાં 3200થી વધુ સીધી નોકરીની તકોનું સર્જન કરવામાં આવ્યું છે.


૦૩ એપ્રિલ, ૨૦૨૪
તેમની પાસેથી. માથામાં મોરપીંછ સાથે જન્મ્યા હતા એવું કહેવાય છે, એટલે નામ ‘શ્યામ’ પડી ગયું!



