Home Blog Page 1959

આતિશી, સૌરભ ભારદ્વાજ, રાઘવ ચઢ્ઢા પણ જેલ જશેઃ મંત્રીનો દાવો

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીની કેજરીવાલ સરકારમાં શિક્ષણ મંત્રી આતિશી માર્લેનાએ પત્રકાર પરિષદ કરીને ભાજપની કેન્દ્ર સરકાર અને ED પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે ભાજપ તરફથી તેમને પાર્ટીમાં સામેલ થવાની ઓફર મળી છે. એ સાથે તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપમાં સામેલ ના થવા પર તેમની ધરપકડ કરીને જેલમાં નાખી દેવામાં આવશે. એ સાથે તેમણે દાવો કર્યો છે કે ED હવે તેમની સાથે-સાથે સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢાની પણ ધરપકડ કરશે.

દિલ્હી સરકારના મંત્રી આતિશીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે મને મારા નજીકના વ્યક્તિ દ્વારા ભાજપમાં જોડાવાની ઓફર કરવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે આગામી થોડા દિવસોમાં વધુ કેટલાક AAP નેતાઓની ધરપકડ કરવામાં આવશે. વડા પ્રધાન અને ભાજપે તેમનું મન બનાવી લીધું છે કે તેઓ આમ આદમી પાર્ટી અને તેના તમામ નેતાઓને ખતમ કરવા માગે છે. આગામી થોડા દિવસોમાં આમ આદમી પાર્ટીના ચાર નેતાઓ, હું, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢાને જેલમાં નાખવાની યોજના બનાવવામાં આવી રહી છે.

દિલ્હી સરકારની મંત્રીએ કહ્યું હતું કે આગામી દિવસોમાં મારા ઘરે અને મારા સંબંધીઓના સ્થળો પર દરોડા પડી શકે છે અને તે પછી ઈડી દ્વારા અમને નોટિસ મોકલવામાં આવશે અને બાદમાં ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે ભગત સિંહના શિષ્ય છીએ અને આ સરકારથી ડરતા નથી. જોકે ઈડીના દાવા મુજબ, કેજરીવાલે વિજય નાયર વિશે કહ્યું હતું કે તે મારો માણસ છે, તેના પર વિશ્વાસ કરો. ઈડીએ દાવો કર્યો હતો કે આ ષડયંત્ર વિજય નાયર અને અન્ય કેટલાક લોકોએ સાઉથ ગ્રુપ સાથે મળીને આચર્યું હતું અને વિજય નાયર મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને તત્કાલીન ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા માટે કામ કરતો હતો

 

 

 

 

 

 

કોરાનાના 55 નવા કેસો, ચારનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ચાર જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,34,422 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,556 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,00,231 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 88 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 718 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,299 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 10 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

 

 

 

 

 

ભણતર કરતાં ગણતર ચઢે

             

 

           ભણતર કરતાં ગણતર ચઢે

 

ભણતર તમને દિશા આપે છે. જ્યારે અનુભવ તમને એ દિશામાં જવાનાં પરિણામ સમજાવે છે. ગણતર એટલે ગણતરી અથવા અનુમાન કરવાની આવડત.

તમને માત્ર વિદ્યા જ કામ નથી આવતી, સાથોસાથ અનુભવનું ભાથું પણ એટલું જ જરૂરી છે. અને ક્યારેક માત્ર ભણેલો, જેને અનુભવ અથવા વહેવાર સાથે ઝાઝી લેવાદેવા ન હોય તેને આ કારણસર ‘વેદીયો’ કહેવાય છે. ભણતર જરૂરી છે પણ છેવટે તો ગણતર એટલે કે અનુભવ જ ચઢે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

‘દિલ’ માટે અનુપમનું દિલ રાજી ન હતું

ફિલ્મ ‘દિલ’ (૧૯૯૦) માં ‘હજારીપ્રસાદ’ નું પાત્ર નિભાવી લોકપ્રિયતા મેળવનાર અનુપમ ખેરે પહેલાં એ ભૂમિકામાં કોઈ રસ બતાવ્યો ન હતો. નિર્દેશક ઇન્દ્રકુમાર ‘દિલ’ માટે પાત્રો તૈયાર કરી રહ્યા હતા ત્યારે એમના પિતાના નાટકમાં એક કંજૂસનું પાત્ર હતું એવું જ રાખવાનો વિચાર કર્યો હતો. લોકો એ પાત્રને કારણે નાટકમાં એટલા હસતા હતા કે ઇન્દ્રકુમારના મનમાં હતું. તે ઘી ખાતા ન હતા સૂંઘાડતા હતા. નામ ‘હજારીપ્રસાદ’ હતું પણ કોઈને કાણો પૈસો આપતા ન હતા. પાત્ર લખતી વખતે એના વ્યવસાય વિષે વિચાર્યું અને કચરો ભેગો કરનાર માણસ યોગ્ય લાગ્યો. જે કચરામાંથી પણ પૈસા કમાતો હોય છે.

કંજૂસ પિતાનું આ પાત્ર વિચાર્યું ત્યારે ઇન્દ્રકુમાર એવું ઇચ્છતા હતા કે કાદર ખાન ભૂમિકા નિભાવે તો સારું. પાત્રની રચના વખતે એમનું જ નામ હતું. એ સમય પર ઇન્દ્રકુમાર ‘દિલ’ સાથે ‘બેટા’ પણ બનાવી રહ્યા હતા. જ્યારે કાદર ખાનને ‘હજારીપ્રસાદ’ ના પાત્રની વાત કરી ત્યારે એમને તારીખોની સમસ્યા હતી. એ ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યા હતા અને એમણે કહ્યું કે ‘દિલ’ નાની ફિલ્મ છે એમાં તું કોઈને પણ લઈ લેજે હું ‘બેટા’ માં કામ કરીશ. ‘બેટા’ માં એ સંવાદ લેખક ઉપરાંત કોમેડી પણ કરવાના હતા. ઇન્દ્રકુમાર ‘હજારીપ્રસાદ’ ની ભૂમિકા માટે અભિનેતા વિચારતા હતા ત્યારે ફિલ્મ ‘રામ લખન’ રજૂ થઈ હતી અને અનુપમ ખેરની કોમેડી લોકપ્રિય બની હતી.

ઇન્દ્રકુમારે અનુપમ ખેરને ‘હજારીપ્રસાદ’ ની ભૂમિકા કરવા કહ્યું ત્યારે પહેલાં ના પાડી દીધી હતી. કેમકે અનુપમ ખેરને ‘હજારીપ્રસાદ’ ના પાત્ર અંગે થોડી શંકા હતી. આ પાત્ર કરવા દિલ રાજી ન હતું. ઇન્દ્રકુમારે ફિલ્મની સ્ક્રિપ્ટ સતિષ કૌશિકને સંભળાવી ત્યારે એમણે અનુપમ ખેરને ભલામણ કરી કે તું એક વખત સ્ક્રિપ્ટ સાંભળીને જોઈ લે. પછી જ્યારે અનુપમે પાત્ર વિષે વિગતે જાણ્યું ત્યારે એ ભૂમિકા કરવા તૈયાર થઈ ગયા હતા. અનુપમે ‘હજારીપ્રસાદ’ ની ભૂમિકાને એવો સરસ ન્યાય આપ્યો કે ફિલ્મફેર એવોર્ડ્સમાં ‘શ્રેષ્ઠ સહાયક અભિનેતા’ ની શ્રેણીમાં નામાંકન થયું હતું.

ફિલ્મમાં અનુપમના અભિનયના દ્રશ્યો અને સંવાદ એટલા મજેદાર બન્યા છે કે લોકો હસ્યા વગર રહી શકતા નથી. સઇદ જાફરી મંદિરમાં હોય છે ત્યારે અનુપમ બહાર ગરીબોને એકસો રૂપિયાની નોટોનું દાન કરે છે. એ મળ્યા પછી એક ગરીબ કહે છે કે તમે ના હોત તો અમારું શું થાત? ત્યારે અનુપમ કહે છે કે ભાઈ, હું મને તારાથી વધારે ગરીબ માનું છું. મને ભગવાને આટલી બધી દોલત આપી છે પણ વહેંચવા માટે બે હાથ જ આપ્યા છે. અસલમાં સઇદ જાફરીને પ્રભાવિત કરવા અનુપમે ગરીબોને નકલી ચલણી નોટ વહેંચી હોય છે! અનુપમના કંજૂસાઈના અનેક દ્રશ્યોએ લોકોને બહુ હસાવ્યા હતા.

૦૨ એપ્રિલ, ૨૦૨૪

૦૨ એપ્રિલ, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 02/04/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતું નથી તેવી મનમાં ફરીયાદ રહે, વેપારના કામકાજમાં જોખમ ટાળવું, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપવી.


આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનું આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાંકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનું આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારાપરિણામની આશા જોવા મળે , યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામાં તક ઝડપવામાં થોડી તકલીફ પડી શકે તેવું બની શકે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમાં રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યું હોય તેવું મનમાં ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે અને તેમાં પણ કામમાં વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમાં ક્યાંક અશાંતિ રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમાં ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદના થાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.


આજનો દિવસ સારો છે અને તેમાં ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમાં તેમને સારી ખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે , હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવું, વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.


આજનો દિવસ યાદગાર બની શકે છે તેમાં પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સંભાળવા મળે શકે છે, વેપારીવર્ગને  કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાયના જવાય તેનું ધ્યાન રાખવું,  વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહ ન આપવી.


આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે જેમાં તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે ,સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમાં લાભની તક છે.


આજનો દિવસ સામાન્ય છે તમે કામમાં વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમાં જલ્દીથી ઉકેલન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો,  યુવાવર્ગ માટે પોતાના વર્તનમાં શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણીના દુભાય, વેપારમાં પોતાના અનુભવ મુજબ નાનું અને ગણતરીપૂર્વકનું કામ સારું રહે.


આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડા દ્વિધામાં રહો તમારે થોડો  કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવું જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય  માર્કેટિંગમાં સમયનો વ્યય વધુ થાય  વેપારના કામકાજમાં ધીરજ રાખવી.

પંચાંગ 02/04/2024

દેશની રક્ષા નિકાસમાં પ્રથમ વખત ઝડપથી વધારો થયો

દેશની રક્ષા નિકાસમાં પ્રથમ વખત ઝડપથી વધારો થયો છે. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સંરક્ષણ નિકાસ 21 હજાર કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગઈ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઈન્ટરનેટ મીડિયા પર દેશની મોટી સફળતાની જાહેરાત કરી અને કહ્યું કે ભારતે 84 દેશોને પોતાના સંરક્ષણ ઉત્પાદનો વેચીને આ ચમત્કારિક લક્ષ્યાંક હાંસલ કર્યો છે. આ દિશામાં માત્ર એક નાણાકીય વર્ષમાં 32.5 ટકાનો ઉછાળો આવ્યો છે.

ભારતે રૂ. 21,083 કરોડની સંરક્ષણ નિકાસ કરી છે

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સોમવારે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે ભારતે એક મુખ્ય સંરક્ષણ આયાતકારમાંથી મુખ્ય સંરક્ષણ નિકાસકાર બનવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પ્રથમ વખત, ભારતે નાણાકીય વર્ષ 2023-24માં 21,083 કરોડ રૂપિયાની સંરક્ષણ નિકાસ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંરક્ષણ મંત્રાલયે આવા ઘણા પગલાં લીધા જે ફળીભૂત થયા.

50 કંપનીઓએ મહત્વનું યોગદાન આપ્યું હતું

તેમણે કહ્યું કે સંરક્ષણ નિકાસ વધારવા માટે, ભારતના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રને માત્ર પ્રોત્સાહન આપવામાં આવ્યું નથી પરંતુ તકનીકી આધુનિકીકરણ માટેની સુવિધાઓ પણ વધારવામાં આવી છે. આનાથી સરકારી અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ માટે પ્રોત્સાહક વાતાવરણ ઊભું થયું છે. લગભગ 50 ભારતીય કંપનીઓએ ભારતની સંરક્ષણ નિકાસની આ સફળતાની ગાથાને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ કંપનીઓએ નવીનતા, અસરકારકતા અને ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપીને ભારતના સંરક્ષણ સાધનો અને ટેક્નોલોજીના વિશ્વસનીય સપ્લાયર તરીકે વિશ્વ મંચ પર પોતાને સ્થાપિત કર્યા છે.

ALH હેલિકોપ્ટર, કોસ્ટલ સર્વેલન્સ સિસ્ટમ, બખ્તર વગેરેની નિકાસ

ભારતના સંરક્ષણ નિકાસકારો ભૌગોલિક રીતે વિશ્વના દરેક ખૂણે પહોંચી ગયા છે. દેશની નિકાસ થતી પ્રોડક્ટ્સ ઈટાલી, માલદીવ, શ્રીલંકા, રશિયા, યુએઈ, પોલેન્ડ, ફિલિપાઈન્સ, સાઉદી અરેબિયા, ઈજીપ્ત, ઈઝરાયેલ, સ્પેન, ચિલી અને અન્ય ઘણા દેશોમાં પહોંચી રહી છે. વૈશ્વિક સ્તરે ભારતીય સંરક્ષણ ઉત્પાદનોની માંગ વધી રહી છે.

આંતરરાષ્ટ્રીય ખરીદદારોમાં ભારતીય ઉત્પાદનોમાં વિશેષ રસ

સુરક્ષાના ક્ષેત્રમાં ભારતની ક્ષમતાઓને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે. જે ભારતીય સંરક્ષણ ઉત્પાદનોની વધુને વધુ નિકાસ થઈ રહી છે તેમાં પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ, ઓફશોર પેટ્રોલ વ્હીકલ, એએલએચ હેલિકોપ્ટર, એસયુ એવિઓનિક્સ, કોસ્ટલ સર્વેલન્સ સિસ્ટમ, લાઇટ એન્જિનિયરિંગ મિકેનિકલ પાર્ટ્સ, આર્મર MOD અને અન્ય ઘણા સંરક્ષણ સાધનોનો સમાવેશ થાય છે. આ અત્યાધુનિક સંરક્ષણ સાધનો અને તકનીકોને કારણે આંતરરાષ્ટ્રીય ખરીદદારો ભારતીય ઉત્પાદનોમાં વિશેષ રસ ધરાવે છે.

PM મોદીએ RBIના કાર્યક્રમમાં આગામી પ્લાન જણાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની 90મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે સામાન્ય ચૂંટણી બાદ નવી સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ તેમના ત્રીજા કાર્યકાળની યોજના પણ જણાવી. તેમણે અમલદારોને કામના પૂર માટે તૈયાર રહેવા પણ કહ્યું હતું.


પીએમ મોદીએ નોકરિયાતોને ચેતવણી આપી

વડાપ્રધાને કહ્યું કે તેઓ સતત ત્રીજી મુદત માટે શપથ લીધાના બીજા જ દિવસે એક્શન મોડમાં આવશે. તેમણે અમલદારોને આગામી ‘કામના પૂર’ માટે તૈયાર રહેવા ચેતવણી આપી હતી. નવી સરકારની રચનાનો વિશ્વાસ વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારતને આર્થિક રીતે વધુ આત્મનિર્ભર બનાવવા માટે યોગ્ય રીતે કામ શરૂ કરવું પડશે.આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ઘણા નવા ક્ષેત્રો બનાવવામાં આવી રહ્યા છે અને તે ક્ષેત્રોને ધિરાણ આપવા માટે કુશળતા વિકસાવવાની જરૂર છે. તેમણે આવા મુદ્દાઓ પર ચર્ચા કરવાની હાકલ કરી હતી. 21મી સદીમાં ઈનોવેશનના મહત્વ પર ભાર મૂકતા વડાપ્રધાને નોકરી માટે અત્યાધુનિક ટેકનોલોજી અને માનવબળની ઓળખ કરવા પર પણ ભાર મૂક્યો હતો.

PM મોદીએ અયોધ્યા પર શું કહ્યું?

તેમણે બેંકરો અને નિયમનકારોને અવકાશ અને પર્યટન જેવા નવા અને પરંપરાગત ક્ષેત્રોની જરૂરિયાતો માટે તૈયાર રહેવા પણ કહ્યું હતું. પીએમ મોદીએ આ દરમિયાન અયોધ્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં અયોધ્યા વિશ્વનું સૌથી મોટું ધાર્મિક પ્રવાસન કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.

FY25ના પ્રારંભે શેરોમાં તેજીઃ સેન્સેક્સ 363 પોઇન્ટ ઊછળ્યો

અમદાવાદઃ સ્થાનિક શેરબજારોએ નવા નાણાકીય વર્ષનો તેજીમય પ્રારંભ કર્યો છે. BSE સેન્સેક્સ 363 પોઇન્ટ ઊછળીને ફરી 74,000ને પાર થયો હતો. નિફ્ટી પણ વધીને 22,462ને પાર પહોંચ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં એક દિવસમાં રૂ. 6.38 લાખ કરોડનો વધાયો થયો હતો. સૌથી વધુ સ્મોલ કેપ અને મિડકેપ શેરોમાં તેજી થઈ હતી. સ્મોલકેપ ઇન્ડેક્સ 2.98 ટકા વધ્યો હતો. મિડકેપ ઇન્ડેક્સ 1.64 ટકા વધ્યો હતો.

સપ્તાહના પ્રારંભે અને સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં શેરોમાં તેજી થઈ હતી. બેન્કિંગ, ફાઇનાન્શિયલ અને મેટલ શેરોની આગેવાની હેઠળ શેરોમાં તેજી થઈ હતી. ઇન્ટ્રા-ડેમાં નિફ્ટી નવો રેકોર્ડ  22,529 બનાવ્યો હતો. BSE સેન્સેક્સ 363 પોઇન્ટ ઊછળી 74,014ના મથાળે બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 135 પોઇન્ટ વધીને 22,462ની સપાટીએ બંધ આવ્યો હતો.

ચીનમાં મેન્યુફેક્ચરિંગના આંકડા 13 મહિનામાં સૌથી મજબૂત આવ્યા પછી મેટલ શેરોમાં તેજી થઈ હતી. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ચાર ટકા વધ્યો હતો. માર્ચમાં ઓટો કંપનીઓમાં મિશ્ર ડેટાને કારણે ઓટો શેરોમાં પસંદગીના શેરોમાં તેજી થઈ હતી. સોનાની કિંમતોની તેજીને કારણે મુથુટ ફાઇનાન્સ અને મન્નપુરમ ફાઇનાન્સમાં તેજી થઈ હતી.

BSE પર તેજી સાથે બંધ થવાની સંખ્યા વધુ હતી. એક્ટસચેન્જ પર 4048 શેરોમાં કામકાજ થયાં હતાં, એમાંથી 3230 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 674 શેરોમાં ઘટાડો થયો હતો. 154 શેરો સપાટ બંધ રહ્યા હતા. 169 શેરો 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 57 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીને ટચ કરી હતી.