Home Blog Page 1967

કોરાનાના 129 નવા કેસો, ચારનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 129 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ચાર જણનાં મોત  થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,34,022 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,547 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,99,792 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 127 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 797 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,91,047 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 8070 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

હો જા રંગીલા રે…

માહિતીના મહાસાગર જેવા ઈન્ટરનેટ પર વાંચવા મળે છે કે રામગોપાલ વર્માની ‘રંગીલા’ આ વર્ષે ૨૯ વર્ષ પૂર્ણ કરીને 30મા વર્ષમાં પ્રવેશશે. બાસુ ચેટરજીની ‘ચિત્તચોર’ તથા ‘રજનીગંધા’ની યાદ અપાવતી રોમાન્ટિક ‘રંગીલા’ ૧૯૯૦ના દાયકાની કેટલીક અવિસ્મરણીય ફિલ્મોમાંની એક છે. એ સમય મારધાડવાળી ફિલ્મોના ઘોર કળિયુગમાં સ્વર્ગસ્થ નિર્માતા જામુ સુગંધની ‘રંગીલા’ તાજી લહેરખીની અનુભૂતિ કરાવી ગયેલી.

હિંદી સિનેમાની બૅકઅપ ડાન્સર મિલી (ઊર્મિલા માતોંડકર), ફિલ્મટિકિટનાં કાળાં બજાર કરતો તથા પોતાના એરિયામાં ‘વર્લ્ડ ફેમસ’ ટપોરી મુન્નો (આમીર ખાન) અને ઍક્શન હીરો રાજકમલ (જેકી શ્રોફ)ના પ્રણયત્રિકોણની વાર્તાવાળી, એ.આર. રેહમાનનાં દિલડોલ સ્વરાંકનથી ‘રંગીલા’ ફિલ્મરસિકોને જલસો કરાવી ગયેલી.

‘રંગીલા’માં અચ્યુત પોતદાર અને રીમા લાગુથી લઈને રામમોહન, અવતાર ગિલ, ગુલશન ગ્રોવર જેવા ધરખમ કલાકાર હતા, પણ અત્યારે યાદ કરીએ તો નવાઈ લાગે કે એમાં કેટલા બધા મહેમાન કલાકારો હતા. જેમ કે મધુર ભંડારકર, રેમો ડીસોઝા, આદિત્ય નારાયણ (“હો જા રંગીલા” સોંગમાં), શમ્મી, તે વખતના પ્રથમ હરોળમાં બિરાજતા સિનેમેટોગ્રાફર ડબ્લ્યુ.બી. રાવ, વગેરે. રામગોપાલ વર્માનો રિયલ યંગ બ્રધર બનેલો મિલીનો યંગ બ્રધર.

-અને ‘રંગીલા’ને ફોર મૂન લગાડનારા કેટલાક ગુજરાતી કલાકારો તેમ જ ગુજરાતી કનેક્શન પણ કમાલનું છે. જેમ કે ગુજરાતી રંગભૂમિના ઉમદા કલાકાર રાજેશ જોશી. મુન્નાનો જિગરી દોસ્ત પક્યા. રામુએ એમને એક-બે દિવસ માટે બોલાવેલા, પણ રાજેશભાઈનું કામ રામુને એટલું ગમી ગયું કે પક્યાના કૅરેક્ટરને નવેસરથી ઘાટ આપવામાં આવ્યો અને ધી એન્ડ સુધી એમનો રોલ રાખવામાં આવ્યો. ‘રંગીલા’ બાદ એ ‘સત્યા’, ‘અફલાતૂન’ તથા ‘સરફરોશ’ જેવી ફિલ્મમાં ચમકેલા. કમનસીબે ‘રંગીલા’ની રિલીઝનાં ત્રણેક વર્ષ બાદ માત્ર ૨૯ વર્ષની વયે એમનું અવસાન થયું.

– કોઈ પણ ફિલ્મનો પાયો હોય છે કથા-પટકથા-સંવાદ. આ ડિપાર્ટમેન્ટ સંભાળ્યો સ્વર્ગીય નીરજ વોરાએ. નીરજભાઈએ ફિલ્મમાં ભૂમિકા પણ ભજવી. યાદ હોય તો, ફિલ્મી પાર્ટીના સીનમાં એ મિલી આગળ ફેંકતા હોય છેઃ “પ્રકાશ મેહરાને ફોન કરી અમિતાભને જંજીર મેં અપાવી, શ્રીદેવીને હિંદી મેં શીખવી”, વગેરે. જાણીતા લેખક-દિગ્દર્શક સંજય છેલ પણ ફિલ્મના લેખનકાર્ય સાથે સંકળાયેલા હતા.

રાજેશ જોશી અને નીરજ વોરા ઉપરાંત ગુજરાતી કલાકારોમાં જૅકી શ્રોફ, રાજીવ મહેતા (ફાઈવ સ્ટાર હોટેલના વેઈટર), હાસ્યકલાકાર-કવિ નીતિન દેસાઈ (બસસ્ટૉપ પર મુન્નાને સાડાપાંચ વાગ્યાનો સમય જણાવનારા) તથા ફ્રૅન્ડલી અપિરિયન્સમાં શેફાલી છાયા, સેટ પર મમ્મી સાથે નખરાં કરતી તથા સીઝન ન હોવા છતાં સીતાફળ મિલ્ક શેક મગાવતી હીરોઈન ગુલબદનજીની ભૂમિકામાં.

‘રંગીલા’માં મિલી (ઊર્મિલા માતોંડકર)નું મિડલ ક્લાસ ઘર બતાવવામાં આવ્યું છે એ નીરજ વોરાનું સાસરું છે. મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં આવેલી હંસરાજ વાડીના આ ઍક્ચ્યુઅલ ઘરમાં શૂટિંગ કરવામાં આવેલું.

દક્ષિણમાંથી જેમના સંગીતના સૂર દેશભરમાં રેલાયેલા એ એ.આર. રેહમાનનાં તમિળ ગીતો હિંદીમાં ડબ થતાં, પણ ‘રંગીલા’ એમની પહેલી હિંદી ફિલ્મ હતી. ફિલ્મનું એક સુપર હિટ સોન્ગ “તન્હા તન્હા યહાં પે જીના” જાવેદ અખ્તર લખવાના હતા, પણ છેલ્લી ઘડી સુધી એ લખી ન શક્યા ત્યારે ઈસ્માઈલ દરબારે રામગોપાલ વર્માને સૂચવ્યું મેહબૂબ કોટવાલ નામના ગીતકારનું નામ. એમણે તત્કાળ એ લખ્યું, રેહમાને ફટાફટ કમ્પોઝ કરી કાઢ્યું. આજે ગીત સાંભળીએ તો માનવામાં ન આવે બાવીસ વર્ષની કન્યા જે ગીત ગાઈ રહી છે એનું પ્લેબૅક (તે વખતે) ૬૧ વર્ષી આશા ભોંસલેએ આપેલું.

મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં રંગબેરંગી પક્ષીઓની દુકાન ધરાવતા મેહબૂબભાઈએ પછી તો રેહમાન સાથે જોડી બનાવી ‘તક્ષક’થી લઈને ‘બૉમ્બે’, ‘દૌડ’ તથા ‘ડોલી સજાકે રખના’ જેવી પાંત્રીસથી વધુ ફિલ્મનાં ગીત લખ્યાં. એ.આર. રેહમાનરિચત ‘માઁ તુઝે સલામ’ પણ લખ્યું.

હવે, ધારો કે ‘રંગીલા’ની સિક્વલ ‘રંગીલા રિટર્ન્સ’ બને તો મુન્નો કાળાબજારિયો મટીને મલ્ટિપ્લેક્સનો માલિક કે પ્રોડ્યુસર બનશે? બ્લૅકમાં ટિકિટ ખરીદવી પડે એવી ફિલ્મોય ક્યાં આવે છે? હેંને? ઍક્ટ્રેસ મિલી ફિલ્મને બદલે વેબ-સિરીઝમાં કામ કરતી હશે? અને રાજકમલજી? એમને કેવું કૅરેક્ટર આપવું? ઍની આઈડિયા?

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૯ માર્ચ, ૨૦૨૪

૨૯ માર્ચ, ૨૦૨૪

Chitralekha Gujarati – 08 April, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

રાશિ ભવિષ્ય 29/03/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજે તમને કોઈ સારી આશા જન્માવે, તમે પસંદગીના કામમાં સારો સમય પસાર કરો, તમારા પરિચિત સાથે કોઈ લાભની વાત થાય, મુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી અનુભવો, વેપારના કામકાજમાં નવીનતક દેખાઈ શકે છે, યુવાવર્ગને ઉત્સાહ સારો રહે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની શકે છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, મુસાફરી થવાના યોગ છે.


આજે મુસાફરી દરમિયાન તમને ઉત્સાહ જોવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકકે અધ્યાત્મિકવાતમાં રૂચી વધુલો અને કોઈજગ્યાએ ધાર્મિકબાબત પર નાણાનું દાનકે સદ્કાર્ય માટેનું આયોજન પણ કરો, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો હિતાવહ છે, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે.


આજે વ્યવસાયમાં થોડી વ્યસ્તતા જોવા મળે, સહકર્મચારીનો સહયોગ તમને મળી રહે અને કામપૂરું થયાનો સંતોષ પણ મળે, તમારા કોઈ જુનાઅટકેલા કામકાજમાં સમય ફાળવોતો તેમાં પણ કામ આગળ ચાલવાની શક્યતા રહે, બજારના કામમાં આકસ્મિકલાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક કોઈ વાત બની શકે.


આજે અચાનક તમને કોઈ સારી તક દેખાય અને તમે ખુશી અનુભવો, આજના દિવસમાં તમારામાં ધીરજનો થોડો અભાવ દેખાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે કોઈ અઘરો વિષય શીખવામાં વધુ સમય ફાળવાયતો તે વિષયમાં આવડત વધી શકે છે, વેપારમાં નવું જાણવાનું મળવાથી ખુશી અનુભવાય.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે કેમકે તમને નાનીનાની વાતમાં ગુસ્સો આવે અને તેની અસર તમારી સાથેના અન્ય લોકો પર પડે જેથી ક્યાંક મનદુઃખના થાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં કોઈપણ પ્રકારનું મોટું જોખમના કરવું, પ્રિયજન સાથે ગેરસમજના થાય માટે શાંતિથી વાર્તાલાપ કરવી.


આજે તમને કોઈપણ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેની અસર તમારા કામ અને અન્ય લોકો સાથેના વ્યવહાર પર પડે, તમે આજે ઉદાર અને સહયોગી વૃત્તિવાળા બનો. વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો દેખાય. યુવાવર્ગ માટે પસંદગીના કામ થાય તેવા સંજોગો પણ બની શકે છે.


તમારી વાણીનો પ્રભાવ અન્ય પર સારો પડે અને તમે તમારા શબ્દો વડે તમારી વાતને કોઈની આગળ સારી રીતે રજુ કરી શકો, કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય તેવું પણ બની શકે છે, પરિચિત સાથેની મિલનમુલાકાત તમને યાદગાર બની શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે સગાસ્નેહી સાથે ક્યાંક લાભની વાત આપલે થઇ શકે તેમજ કોઈની સાથે જુના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક પણ મળી શકે છે, વેપારના કામકાજમાં થોડી હિંમત અને અનુભવના ઉપયોગથી સારું કામ થઈ શકે છે, વ્યસ્તતા વચ્ચે પણ કામમાં ઉત્સાહ રહે અને અન્યનો સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


આજે કોઈ જૂનીવાતને યાદ આવવાથી મન થોડું અશાંત રહે, ખટપટકરનાર વ્યક્તિથી દુર રહેવું યોગ્ય છે, નજીકના સગાસંબંધી સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ નાપસંદ વાત સાંભળવાથી માનસિકઅશાંતિની લાગણી અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું સલાહ ભર્યું છે.


આજે તમારી લાગણી અને તમારા ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થઇ શકે છે, તમારા અનુભવ અને માર્ગદર્શનનો લાભ અન્યના સારા હિતમાં આપો તેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં લાભની વાત બની શકે છે, પ્રિયજન તરફથી સારો પ્રતિસાદ મળવાથી સારી ખુશી અનુભવાય.


જાહેરજીવનના કાર્યમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામમાં અન્યનો સાથ સહકાર મળતા તમે કામ બાબતે સારા ઉત્સાહી બનો, ભાગીદાર,પત્ની સાથે કોઈ અગત્યની વાર્તાલાપમાં પણ તમને સારો પ્રતિભાવ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક પ્રસંગના એંધાણ મળે.

પંચાંગ 29/03/2024

મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હતો હાર્ટ એટેક

બાહુબલી અને પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીનું બાંદામાં નિધન થયું છે. આ પહેલા ગુરુવારે સાંજે બાંદા જેલમાં બંધ પૂર્વ સાંસદ અને મજબૂત નેતા મુખ્તાર અંસારીની તબિયત હાર્ટ એટેકના કારણે બગડી હતી. માહિતી મળતા જ બાંદાના ડીએમ અને એસપી જેલ પહોંચ્યા હતા. તેમની સૂચના પર, મુખ્તારને ઉતાવળમાં બાંદા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.

જેલના એક અધિકારીના જણાવ્યા અનુસાર, મુખ્તાર અંસારીને કડક સુરક્ષા હેઠળ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સૂત્રોનું માનીએ તો પૂર્વ સાંસદને બે દિવસ પહેલા પેટમાં ગેસ અને યુરિન ઈન્ફેક્શનની ફરિયાદને કારણે મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

મુખ્તાર અન્સારીને હાર્ટ એટેક આવ્યો, હાલત ગંભીર

બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીની તબિયત ફરી એકવાર બગડી છે. મુખ્તાર અંસારીને ગુરુવારે રાત્રે અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને જેલમાંથી મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ જેલમાં ત્રણ ડોક્ટરોની પેનલ સતત મુખ્તાર અંસારીના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી હતી, પરંતુ મુખ્તારની તબિયતમાં સુધારો થઈ રહ્યો ન હતો. હાર્ટ એટેક આવ્યા બાદ તબીબોએ તેને ફરીથી મેડિકલ કોલેજમાં ખસેડવાનું યોગ્ય માન્યું હતું. હાલ મુખ્તારને મેડિકલ કોલેજમાં દાખલ કરીને તેની સારવાર કરવામાં આવી રહી છે. નવ ડૉક્ટરોની ટીમ મુખ્તારની સંભાળ લઈ રહી છે.

ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચ્યા

બાંદાના ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જેલ અધિકારીઓ કોઈની સાથે વાત કરતા નથી. તમામ પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે. પોલીસ બંદોબસ્તમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. મુખ્તારનો પરિવાર ગાઝીપુરથી બાંદા જવા માટે નીકળી ગયો છે. તેમને વેન્ટિલેટર પર ICUમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. ધીરે ધીરે મુખ્તારના સમર્થકો અને પરિવારના સભ્યો પહોંચવા લાગ્યા. મુખ્તારનો ભાઈ અફઝલ અંસારી, પુત્ર ઉમર અંસારી બાંદા પહોંચ્યા, પરંતુ કોઈને પણ મુખ્તારને મળવા દેવાયા નહોતા.

 

ધાકધમકી કોંગ્રેસની જૂની સંસ્કૃતિ છે : PM મોદી

દેશના 600 થી વધુ જાણીતા વકીલોએ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને લખેલા પત્રનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા X પર લખ્યું કે બીજાને ડરાવવા એ કોંગ્રેસની જૂની સંસ્કૃતિ છે. કોંગ્રેસ પર નિશાન સાધતા PM એ લખ્યું કે માત્ર 5 દાયકા પહેલા જ તેમણે “પ્રતિબદ્ધ ન્યાયતંત્ર” માટે હાકલ કરી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે કોંગ્રેસ નિર્લજ્જતાથી પોતાના હિત માટે અન્ય લોકો પાસેથી પ્રતિબદ્ધતા માંગે છે પરંતુ રાષ્ટ્ર પ્રત્યે કોઈ પ્રતિબદ્ધતાને ટાળે છે. આવી સ્થિતિમાં, 140 કરોડ ભારતીયો તેમને નકારી રહ્યા છે તે આશ્ચર્યજનક નથી.

 

અદાલતોને બદનામ કરવાનો પ્રયાસ

વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને બાર કાઉન્સિલના પ્રમુખ મનન કુમાર મિશ્રા સહિત ઓછામાં ઓછા 600 વકીલોએ CJI D.Y.ને પત્ર લખ્યો છે. ને પત્ર લખ્યો હતો. પત્રમાં વકીલોએ ન્યાયતંત્રની અખંડિતતા સામે ખતરાની ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે નિહિત હિત જૂથો ન્યાયતંત્ર પર દબાણ લાવવા અને અદાલતોને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ખાસ કરીને રાજકારણીઓ સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના કેસોમાં. જોકે વકીલોએ કોઈ ચોક્કસ કેસનો ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ વિકાસ એવા સમયે થયો છે જ્યારે અદાલતો વિપક્ષી નેતાઓને સંડોવતા ભ્રષ્ટાચારના ઘણા હાઇ-પ્રોફાઇલ ફોજદારી કેસોનો સામનો કરી રહી છે.

લોકશાહી વ્યવસ્થા માટે ખતરો

વકીલોએ પત્રમાં લખ્યું છે કે જૂથની ક્રિયાઓ વિશ્વાસ અને સંવાદિતાના વાતાવરણને ખતમ કરી રહી છે જે ન્યાયતંત્રની કામગીરીનું લક્ષણ છે. તેમની દબાણ વ્યૂહરચના રાજકીય કેસોમાં સૌથી વધુ સ્પષ્ટ છે, ખાસ કરીને ભ્રષ્ટાચારના આરોપમાં રાજકીય વ્યક્તિઓ સામેલ છે. આ યુક્તિઓ આપણી અદાલતો માટે હાનિકારક છે અને આપણી લોકશાહી વ્યવસ્થા માટે ખતરો છે.