રાજકોટ: રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ વાલ્મીકિ સમાજના એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણી ને લઈને રાજ્યભરમાં વિવાદ વકરી રહ્યો છે. ત્યારે રાજકોટની મુલાકાતે પહોંચેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અમારે ચર્ચા ચાલી રહી છે. એક-બે દિવસમાં આ વિવાદનો અંત આવી જશે.
ગુરૂવારે રાજકોટની મુલાકાતે આવેલા સી. આ. પાટિલે પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વિવાદ મામલે પરશોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી છે. આમ છતાં અમારી ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે વાટાઘાટો ચાલી રહી છે. ટૂંક સમયમાં જ આ વિવાદમાં ઘીના ઠામમાં ઘી પડી જશે.
પ્રદેશ ભાજપ પ્રમુખે પક્ષમાં ઉભરી રહેલા અસંતોષ અંગે કહ્યું હતું કે, પક્ષમાં કોઈ ગેરશિસ્ત ચલાવી લેવાશે નહિ. જો કોઈ આગેવાન એવું કરશે તો તેમની સામે કડક પગલાં લેવાશે. ગુજરાતના એક ધારાસભ્યએ એક મહિલા કાર્યકર સાથે અયોગ્ય વર્તન કર્યાના મામલે પણ પક્ષ યોગ્ય તપાસ કરશે.
કોંગ્રેસના આગેવાનોને ભાજપમાં સામેલ કરવાના મુદ્દે તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે , વિપક્ષને નબળો પાડવા આ પક્ષની એક રણનીતિનો ભાગ છે. પક્ષનું નેતૃત્વ નક્કી કરે છે કે કોને ભાજપમાં પ્રવેશ આપવો કે નહીં. અનેક આગેવાનોને ના પાડવામાં પણ આવી છે. કોંગ્રેસના લોકોને બિનશરતી ભાજપમાં સામેલ કરવામાં આવે છે. વાત ટિકિટ આપવાની છે તો એ હાઈ કમાન્ડ નક્કી કરે છે.
રાજકોટમાં સી.આર. પાટિલે પક્ષના સોશિયલ મીડિયાના કાર્યકરો સાથે મિટિંગ કરી હતી. અને કેટલીક સૂચનાઓ આપી હતી.
એક ચાંપ દાબોને ઓરડામાં અજવાળું થઈ જાય એવા ચમત્કારિક વીજળી-બલ્બની શોધ કરવા અમેરિકાના વિજ્ઞાની થૉમસ આલ્વા એડિસને અથાક પરિશ્રમ કર્યો હતો. શોધ થયા બાદ એડિસનની લેબોરેટરીમાં એ અને એમની ટીમના સભ્યો સખત મહેનત કરીને ચોવીસ કલાકમાં એક બલ્બ બનાવતા.
એક મોડી રાતે મહામહેનતે એડિસન અને એમની ટીમે બલ્બ બનાવવાનું કામ પૂર્ણ કર્યું. હાશકારા સાથે એમણે એમના મદદનીશ, એક કિશોરને એ બલ્બ ઉપલા માળે મૂકી આવવા જણાવ્યું, પરંતુ પગથિયાં ચડતાં કિશોરના હાથમાંથી બલ્બ છટક્યો ને કાચના ચૂરેચૂરા થઈ ગયા. ટીમ આખી ગુસ્સે થઈ, પણ એડિસન સ્થિર હતા. તેમણે ફરીથી આખી ટીમને બલ્બ બનાવવામાં લગાડી દીધી. બીજો બલ્બ બનાવી એ જ કિશોરને બલ્બ લઈને ઉપર મોકલ્યો. સાચી ક્ષમાનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
પૂજ્ય પ્રમુખસ્વામીના પૂરોગામી પૂજ્ય યોગીજી મહારાજ કહેતા કે ક્ષમા કરવાથી આપણા હૃદયમાં અખંડ શાંતિ રહે છે. ડૉ. અબ્દુલ કલામ સાહેબ જેમનો પૂર્ણ આદર કરતા એવા દક્ષિણ ભારતના મહાન સંત શ્રી તિરુવલ્લુવર કહે છે કે વેર વાળ્યાનો આનંદ તો એક દિવસ ટકશે, પણ ક્ષમા કર્યાનું ગૌરવ સદાકાળ ટકે છે. ક્ષમાનો ગુણ તો સજ્જનોનો શણગાર અને સાધુતાનો શિરમોર સદગુણ છે.
રામચંદ્ર ભગવાનના વનવાસ માટે કૈકેયી કારણ હતાં, પરંતુ એ વનવાસ પૂરો કરી, લંકાવિજય કરી અયોધ્યા પાછા પધાર્યા ત્યારે તેમના સ્વાગત માટે કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી ઉપસ્થિત હતાં. રામચંદ્ર ભગવાન સૌપ્રથમ કૈકેયીને પગે પડ્યા. કૈકેયી જરા ક્ષોભ પામી ગયાં ત્યારે શ્રીરામે કહ્યું: ‘માતા, ક્ષોભ પામશો નહીં. તમે મને વનવાસ આપવામાં કેવળ નિમિત્ત થયાં. ખરેખર તો તમે મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે. એમાંથી મને કેટકેટલું જાણવાનું મળ્યું.’
ખરેખર, ક્ષમા તો મોટાની મોટાઈ છે. પથ્થર મારનારને આંબાનું વૃક્ષ હંમેશાં સામે કેરીનું મધુર ફ્ળ આપે છે; પોતાને સળગાવનાર અગરબત્તી બીજાને હંમેશાં સુવાસ આપે છે; ચંદનના વૃક્ષ પર કુહાડીનો ઘા કરવા છતાં વૃક્ષ કુહાડીના ફળામાં સુગંધ ભરી દે છે.
પ્રમુખસ્વામી મહારાજનું જીવન ક્ષમાધર્મના ચરમશિખર સમું હતું. સ્વામીશ્રીની ક્ષમાભાવનાએ અનેક લોકોને પ્રેરણા આપી હતી. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિશ્રી ડૉ. એ.પી.જે. કલામે પોતાના પુસ્તક ‘ટ્રાન્સેન્ડન્સ’માં સ્વામીશ્રીની ક્ષમાભાવનાથી પોતાને મળેલી પ્રેરણાઓ પર આખું પ્રકરણ આલેખ્યું છે. એ પ્રકરણના અંતે તેઓ લખે છે, “સૌને પોતાના હૃદયમાં સ્થાન આપી શકે અને ક્ષમા આપી શકે એવું વિશાળ પ્રમુખસ્વામી મહારાજનું હૃદય છે.”
જ્ઞાની પુરુષોને ક્ષમા સહજ હોય છે અને એ પણ સત્ય છે કે ક્ષમાશીલતા જ સાચા જ્ઞાની પુરુષની ઓળખ છે. ક્ષમા કરવાથી અને માગવાથી વ્યક્તિ, કુટુંબ, સમાજ કે રાષ્ટ્રો વચ્ચેના સંબંધો તૂટતાં બચે છે. જીવનમાં સુખ અને શાંતિનો આધાર બની રહે છે. ક્ષમાના આટલા લાભ હોવા છતાં ધન-સત્તા-પ્રતિષ્ઠા કે સામર્થ્યનું અભિમાન વ્યક્તિને ક્ષમાનું પગલું ભરવામાં સ્પીડબ્રેકર બનીને આવે છે.
માન-અભિમાનને બાજુએ મૂકી મહાન માણસોએ પોતાના આચરણ દ્વારા શીખવેલો ક્ષમા ગુણનો પાઠ આપણે જીવનમાં ઉતારીએ, દિલથી ક્ષમા આપીને જૂનાં વેર અને વિખવાદનો અંત લાવીએ, જેથી માનવીના માનવીના સાથેના સંબંધો સદાય પ્રેમથી પલ્લવિત રહે અને હૃદયમાં શાંતિ વર્તે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
અમદાવાદઃ નાણાકીય વર્ષ 2023-24ની છેલ્લી વાયદા એક્સપાયરી આજે પૂરી થશે. આ વર્ષે બજારે નોંધપાત્ર રિટર્ન આપ્યું છે. નિફ્ટી 27 ટકા વધ્યો છે, જ્યારે સેન્સેક્સ 24 ટકા વધ્યો છે, જ્યારે બેન્ક નિફ્ટીમાં 15 ટકા ગ્રોથ આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં બધા બ્લુ ચિપ શેરોએ શાનદાર વળતર આપ્યું છે અને કમસે કમ 35 ટકાથી માંડીને 140 ટકા સુધીનું વળતર આપ્યું છે.
ચાલુ નાણાકીય વર્ષમાં બંને મુખ્ય ઇન્ડેક્સ- સેન્સેક્સ અને નિફ્ટી સૌપ્રથમ વાર 74,000 અને નિફ્ટી 22,500ને પાર થયા હતા. બજારમાં મિડકેપ 60 ટકા રિટર્ન આપ્યું છે તો સ્મોલકેપે 70 ટકા રિટર્ન આપ્યું છે. આ સાથે રિયલ્ટી ઇન્ડેક્સે 30 ટકા, PSEએ 101 ટકા, PSU બેન્કે 85 ટકા, પાવરે 85 ટકા, કેપિટલ ગુડ્સે 75 ટકા, ઓટોએ 75 ટકા, ફાર્માએ 60 ટકા અને મેટલે 50 ટકા વળતર આપ્યું છે.
નાણાકીય વર્ષમાં નિફ્ટી 50ના ચેમ્પિયન શેરોમાં –બજાજ ઓટો 140 ટકા, તાતા મોટર્સ 138 ટકા, અદાણી પોર્ટ 110 ટકા, કોલ ઇન્ડિયા 106 ટકા, હીરો મોટો 100 ટકા અને NTPC 95 ટકા વધ્યા હતા. આ સાથે મિડકેપમાં IRFC 450 ટકા, REC 300 ટકા, RVNL 285 ટકા, BHEL 240 ટકા, PFC 225 ટકા અને FACT 220 ટકા વધ્યા હતા. આ સાથે સ્લોકેપ શેરોમાં સુઝલોન 450 ટકા, હુડકો 350 ટકા, મેંગલોર રિફાઇનરી 330 ટકા, કોચિન શિપયાર્ડ 325 ટકા અને SJVN 300 ટકા વધ્યા છે.
આ વર્ષે 10 સુપરહિટ IPOએ નોંધપાત્ર વળતર આપ્યા છે, જેમાં IREDA 325 ટકા, સિગ્નેચર ગ્લોબલ 245 ટકા, નેટવેબ ટેક 225 ટકા, મોતીસન્સ જ્વેલર્સ 200 ટકા સાયન્ટ DLM 165 ટકા, આઝાદ એન્જિનિયરિંગ 150 ટકા, સેનકો ગોલ્ડ 145 ટકા, જ્યોતિ CNCએ 140 ટકા, BLS E- સર્વિસે 125 ટકા, મેનકાઇન્ડ ફાર્માએ 115 ટકા વળતર આપ્યું છે.
નવી દિલ્હીઃ ઇન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહીને લઈને દાખલ કરવામાં આવેલી કોંગ્રેસની અરજી ફગાવી દેવામાં આવી છે. દિલ્હી હાઇકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી દીધી છે. કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આવકવેરા વિભાગ દ્વારા વસૂલી પ્રક્રિયાને પડકાર આપવામાં આવ્યો હતો. પાર્ટીએ સતત ત્રણ વર્ષો માટે આવકવેરા વિભાગની કર પુનર્મૂલ્યાંકનની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.
કોંગ્રેસે 2014-15, 2015-16 અને 2016-17 માટે આવકવેરા વિભાગ દ્વારા ટેક્સ રિ એસેસમેન્ટ પ્રોસિડિંગ્સની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. ગયા મહિને કોંગ્રેસ નેતા અજય માકને જણાવ્યું હતું કે આવકવેરા વિભાગે પાર્ટીના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધાં હતાં. યુવા કોંગ્રેસનાં બેન્ક ખાતાં પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યાં હતાં.
માકને કહ્યું હતું કે હાલ અમારી પાસે ખર્ચ કરવા માટે, વીજ બિલ ભરવા માટે અને કર્મચારીઓને પગાર આપવા માટે પૈસા નથી.આવકવેરા વિભાગે રૂ. 210 કરોડ રિકવરી કરવાનો આદેશ આપ્યો હતો. જોકે IT ટ્રિબ્યુનલે બુધવાર સુધી ખાતાઓથી ફ્રીઝ દૂર કરી દીધું હતું.
આ પહેલાં કોંગ્રેસ પાર્ટીએ નરેન્દ્ર મોદી સરકાર અને ભાજપ પર મોટો હુમલો કર્યો છે. કોંગ્રેસના ત્રણે દિગ્ગજ નેતાઓ- મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે કોંગ્રેસ પાર્ટીનાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધાં છે, જેને કારણે તેઓ ચૂંટણીપ્રચાર નથી કરી શકતા.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એક મહિના પહેલાં કોંગ્રેસ પાર્ટીનાં બધાં એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યાં છે. જોકોઈ પરિવારનાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરશો તોએ ભૂખ્યો મરી જશે. એ કોંગ્રેસ પાર્ટીની સાથે કરવામાં આવ્યું છે, પણ કોઈ સંસ્થાએ, કોર્ટે, ચૂંટણી પંચે કે કોઈએ કશું કંઈ કહ્યું નથી. આજે અમે રેલવે ટિકિટ નથી ખરીદી શકતા. અમે અમારા નેતાઓને એક જગ્યાથી બીજી જગ્યાએ નથી મોકલી શકતા.
નવી દિલ્હીઃ બોલિવુડ એક્ટ્રેસ અને હિમાચલ પ્રદેશની મંડીથી ભાજપનાં ઉમેદવાર કંગના રણોત પર ટિપ્પણીને લઈને વિવાદોમાં ઘેરાયેલાં કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતને એક વધુ ઝાટકો લાગ્યો છે. કોગ્રેસ પાર્ટીએ તેમની લોકસભાની ટિકિટ કાપી દીધાની આશંકા છે. કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની આઠમી યાદી જારી કરી હતી.
આ યાદીમાં પાર્ટીએ ઉત્તર પ્રદેશની મહારાજગંજ લોકસભા સીટથી ઉમેદવારની જાહેરાત કરી છે. જ્યાંથી 2019માં સુપ્રિયા શ્રીનેતે લોકસભાની ચૂંટણી લડી હતી. સુપ્રિયા એ ચૂંટણી ભાજપના ઉમેદવાર પંકજ ચૌધરીથી હારી ગઈ હતી. કોંગ્રેસે સુપ્રિયા શ્રીનેતની જગ્યાએ આ વખતે વીરેન્દ્ર ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે, જે મહારાજગંજ જિલ્લાના ફરેન્દા વિધાનસભાથી હાલના વિધાનસભ્ય છે.
કોંગ્રેસનું આ લિસ્ટ એવા સમયે બહાર પડ્યું છે, જ્યારે સુપ્રિયા શ્રીનેત કંગના રણોત પર એક સોશિયલ મિડિયા પોસ્ટને લઈ ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સુપ્રિયાના ઇસ્ટાગ્રામ પેજ પર કંગના રણોતના ફોટાની સાથે એક પોસ્ટ કરવામાં આવી હતી, જેની કેપ્શનમાં લખ્યું હતું. શું ભાવ ચાલી રહ્યો છે મંડીમાં –કોઈ બતાવશે? ભાજપે મંડીમાં લોકસભામાં આ વખતે કંગના રણોતને ઉમેદવાર બનાવી છે.
Dear Supriya ji
In the last 20 years of my career as an artist I have played all kinds of women. From a naive girl in Queen to a seductive spy in Dhaakad, from a goddess in Manikarnika to a demon in Chandramukhi, from a prostitute in Rajjo to a revolutionary leader in Thalaivii.… pic.twitter.com/GJbhJTQAzW
આ પોસ્ટને લઈને જ્યારે સુપ્રિયા શ્રીનેતની ટીકા થઈ તો તેમણે તરત એના પર સ્પષ્ટીકરણ કર્યું હતું. સુપ્રિયાએ કહ્યું હતું કે તેમના સોશિયલ મિડિયા અકાઉન્ટનું કેટલાય લોકોની પાસે એક્સેસ હોય છે અને એમાંથી એ ખોટી પોસ્ટ કરવામાં આવી છે. જી મને ખબર પડી મેં એ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. ચૂંટણી પંચે આ પોસ્ટ પર તેમને કારણ બતાવો નોટિસ જારી કરી હતી.
આપણે આપણ પુત્રીઓને પૂર્વાગ્રહોનાં બંધનોથી મુક્ત કરવી જોઈએ.આપણે તેમના બોડી પાર્ટ્સની જિજ્ઞાસાથી માંડીને ઉપર ઊઠવું જોઈએ અને સેક્સ વર્કર્સ સાથે કોઈ પણ પ્રકારના દુર્વ્યવહાર અથવા અપમાન તરીકેના ઉપયોગથી બચવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ફરી એક વકરવા માંડ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,33,893 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.
હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.
દેશમાં અત્યાર સુધી 5,33,543 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,99,665 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 124 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 814 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,91,047 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 8070 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
આજે તમને કોઈ સારી આશા જન્માવે, તમે પસંદગીના કામમાં સારો સમય પસાર કરો, તમારા પરિચિત સાથે કોઈ લાભની વાત થાય, મુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી અનુભવો, વેપારના કામકાજમાં નવીનતક દેખાઈ શકે છે, યુવાવર્ગને ઉત્સાહ સારો રહે.
તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની શકે છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, મુસાફરી થવાના યોગ છે.
આજે મુસાફરી દરમિયાન તમને ઉત્સાહ જોવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકકે અધ્યાત્મિકવાતમાં રૂચી વધુલો અને કોઈજગ્યાએ ધાર્મિકબાબત પર નાણાનું દાનકે સદ્કાર્ય માટેનું આયોજન પણ કરો, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો હિતાવહ છે, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે.
આજે વ્યવસાયમાં થોડી વ્યસ્તતા જોવા મળે, સહકર્મચારીનો સહયોગ તમને મળી રહે અને કામપૂરું થયાનો સંતોષ પણ મળે, તમારા કોઈ જુનાઅટકેલા કામકાજમાં સમય ફાળવોતો તેમાં પણ કામ આગળ ચાલવાની શક્યતા રહે, બજારના કામમાં આકસ્મિકલાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક કોઈ વાત બની શકે.
આજે અચાનક તમને કોઈ સારી તક દેખાય અને તમે ખુશી અનુભવો, આજના દિવસમાં તમારામાં ધીરજનો થોડો અભાવ દેખાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે કોઈ અઘરો વિષય શીખવામાં વધુ સમય ફાળવાયતો તે વિષયમાં આવડત વધી શકે છે, વેપારમાં નવું જાણવાનું મળવાથી ખુશી અનુભવાય.
આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે કેમકે તમને નાનીનાની વાતમાં ગુસ્સો આવે અને તેની અસર તમારી સાથેના અન્ય લોકો પર પડે જેથી ક્યાંક મનદુઃખના થાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં કોઈપણ પ્રકારનું મોટું જોખમના કરવું, પ્રિયજન સાથે ગેરસમજના થાય માટે શાંતિથી વાર્તાલાપ કરવી.
આજે તમને કોઈપણ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેની અસર તમારા કામ અને અન્ય લોકો સાથેના વ્યવહાર પર પડે, તમે આજે ઉદાર અને સહયોગી વૃત્તિવાળા બનો. વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો દેખાય. યુવાવર્ગ માટે પસંદગીના કામ થાય તેવા સંજોગો પણ બની શકે છે.
તમારી વાણીનો પ્રભાવ અન્ય પર સારો પડે અને તમે તમારા શબ્દો વડે તમારી વાતને કોઈની આગળ સારી રીતે રજુ કરી શકો, કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય તેવું પણ બની શકે છે, પરિચિત સાથેની મિલનમુલાકાત તમને યાદગાર બની શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજે સગાસ્નેહી સાથે ક્યાંક લાભની વાત આપલે થઇ શકે તેમજ કોઈની સાથે જુના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક પણ મળી શકે છે, વેપારના કામકાજમાં થોડી હિંમત અને અનુભવના ઉપયોગથી સારું કામ થઈ શકે છે, વ્યસ્તતા વચ્ચે પણ કામમાં ઉત્સાહ રહે અને અન્યનો સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.
આજે કોઈ જૂનીવાતને યાદ આવવાથી મન થોડું અશાંત રહે, ખટપટકરનાર વ્યક્તિથી દુર રહેવું યોગ્ય છે, નજીકના સગાસંબંધી સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ નાપસંદ વાત સાંભળવાથી માનસિકઅશાંતિની લાગણી અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું સલાહ ભર્યું છે.
આજે તમારી લાગણી અને તમારા ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થઇ શકે છે, તમારા અનુભવ અને માર્ગદર્શનનો લાભ અન્યના સારા હિતમાં આપો તેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં લાભની વાત બની શકે છે, પ્રિયજન તરફથી સારો પ્રતિસાદ મળવાથી સારી ખુશી અનુભવાય.
જાહેરજીવનના કાર્યમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામમાં અન્યનો સાથ સહકાર મળતા તમે કામ બાબતે સારા ઉત્સાહી બનો, ભાગીદાર,પત્ની સાથે કોઈ અગત્યની વાર્તાલાપમાં પણ તમને સારો પ્રતિભાવ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક પ્રસંગના એંધાણ મળે.