૨૭ માર્ચ, ૨૦૨૪
૨૭ માર્ચ, ૨૦૨૪
શું વૈરાગ્ય કંટાળાજનક છે?
વૈરાગ્યનું આવવું કુદરતી રીતે શરુ થાય છે. જ્યારે તમે મોટા થઈ જાવ છો ત્યારે તમારું મન નાની નાની વાતોમાં અટકતું નથી. જેમ કે, તમે નાના હતા ત્યારે તમને લોલીપોપ બહુ ભાવતો. જ્યારે તમે સ્કૂલ કે કોલેજમાં ભણવા સુધી પહોંચ્યા, ત્યારે તે આકર્ષણ કુદરતી રીતે જતું રહ્યું હતું. તમે મોટા થાવ છો ત્યારે તમારે મિત્રો હોય છે,પરંતુ તમે તેમની માયામાં ફસાયેલા રહેતા નથી. મા અને બાળક વચ્ચે પણ આવું થાય છે. માયા તમને કુદરતી રીતે છોડવા માંડે છે. જો વૈરાગ્ય ના થાય તો તમને દુઃખનો અનુભવ થાય. આપણે એવું વિચારીએ છીએ કે -‘અરે, મેં કેટલું બધું કર્યું. મેં મારા બાળકો માટે એટલું બધું કર્યું છે અને જુઓ હવે તેઓ કેવું કરી રહ્યા છે. ‘આવું વિચારીને આપણે દુ:ખના ચક્રમાં ફસાઈ જઈએ છીએ. તમારે જે જવાબદારી નિભાવાની હતી તે તમે પાર પાડી. અન્ય કોઈ પર, તમારા બાળકોની લાગણીઓ પર, કોઈ જબરજસ્તી ના હોઈ શકે.

આપણે કોઈના પર તેમની લાગણી વ્યક્ત કરવા જબરદસ્તી ના કરી શકીએ. કોઈના પણ હ્રદયમાં લાગણીઓ, ભલે તે ગમે તે પ્રકારની હોય, કુદરતી રીતે જન્મે છે. લાગણીઓ પોતે જન્મતા પહેલા પરવાનગી નથી લેતી હોતી. પરંતુ જો તમે જ્ઞાન સાથે જીવતા હોવ તો નકારાત્મક લાગણીઓ લગભગ નહીંવત હોય છે. વળી, સકારાત્મક લાગણીઓ પ્રબળ ઈચ્છા તરીકે નહીં પણ પ્રેમ તરીકે હોય છે.
લોકો એવું માને છે કે જ્ઞાની એને કહેવાય જે પોતાની લાગણીઓ મારી શકતા હોય. ના,એવું નથી હોતું. સદ્ભાવ, પવિત્ર લાગણીઓનું અસ્તિત્વ બનેલું રહે છે. ભગવદ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે,’જે મારી સાથે- ચેતના સાથે- જોડાયેલા નથી તેમનામાં બુધ્ધિ કે લાગણી હોતા નથી. બુધ્ધિ અને લાગણી વગર શાંતિ કે સુખનું અસ્તિત્વ શક્ય નથી. ‘રાગ અને દ્વેષનું પ્રેમમાં પરિવર્તન થવું એટલે વૈરાગ્ય.

આદિ શંકરાચાર્યે પણ કહ્યું છે કે દુનિયાનું એવું કોઈ સુખ નથી જે વૈરાગ્યથી પ્રાપ્ત ના થઈ શકે. વૈરાગ્ય એટલે વનમાં પ્રસ્થાન કરવું એવું નહીં. તેને સાવ ખોટી રીતે રજુ કરવામાં આવ્યું છે. વૈરાગ્યમાં પરમાનંદ અને સુખ હોય છે. જે રીતે કમળ પાણીમાં હોય છે પરંતુ ભિંજાતું નથી તેમ સમાજમાં રહેવા છતાં વ્યકિતએ સમાજને મનમાં પ્રવેશવા ના દેવો જોઈએ. તમારી ઉપરથી પક્ષીઓ ઊડે તે ઠીક છે,પરંતુ તેમને તમારા મસ્તક પર માળો ના બાંધવા દો.
સંન્યાસ એટલે પોતાની અંદર સ્થાપિત થવું. જે કશાથી પણ વિચલિત નથી થતા તે સંન્યાસી છે. સંન્યાસ એ 100% વૈરાગ્ય અને 100% પરમાનંદ છે તથા માંગણીઓથી મુક્ત હોય છે. જો ચોથા આશ્રમ, વાનપ્રસ્થાશ્રમમાં, સંન્યાસ થાય તો ઘણું આવકારદાયક છે. મનમાં એટલી તૃપ્તિ થવી કે લાગે કે ‘મારું કોઈ નથી’ અને ‘કોઈ અન્ય નથી’ કે ‘દરેક વ્યકિત મારી પોતાની જ છે’ કે ‘આ દેહ મારો નથી’ એ સંન્યાસની અવસ્થા છે. સંન્યાસમાં મનમાં સંપૂર્ણ ખુશી હોય છે. વસ્ત્રો ત્યજીને અરણ્યમાં પ્રસ્થાન કરવું એ સંન્યાસ નથી. પરમાનંદ એ તમારો મૂળ સ્વભાવ છે. પરમાનંદને માણવા જતાં તમે ‘છે’ થી અધોગમન કરીને ‘છું’ માં પહોંચી જાવ છો-“હું શાંતિમય છું”,”હું પરમાનંદ છું”. એ પછી “હું દુખી છું” આવે છે.”હું છું” એ વૈરાગ્ય છે. તમે ગમે ત્યાં હોવ પણ વૈરાગી હોઈ શકો છો.
વૈરાગ્ય એટલે બધી વસ્તુને આવકારવી. કેન્દ્રિત રહેવાથી ઊર્જા, એક ચિનગારી, મળે છે. પરમાનંદને માણવાની વૃત્તિ જડતા લાવે છે. જો તમે વૈરાગી છો તો પરમાનંદ તો રહે જ છે. જ્યારે ફ્રીઝરમાં ભરપૂર આઇસક્રીમ હોય તો તમને તેની પડી હોતી નથી. વૈરાગ્ય અભાવની ભાવના દૂર કરે છે. લાલસા એ વિપુલતાના અભાવની ભાવના છે. જ્યારે પણ બધું વિપુલ પ્રમાણમાં હોય ત્યારે વૈરાગ્ય ઉદ્ભવે છે. જ્યારે વૈરાગ્ય હોય છે ત્યારે બધું વિપુલ માત્રામાં ઉપલબ્ધ થાય છે.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
રાશિ ભવિષ્ય 27/03/2024
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે, વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.
આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું.
આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.
આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.
આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.
આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે, મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું.
આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.
આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે.
આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
નોટ આઉટ @ 83 : મહેન્દ્રભાઈ ખંધાર
લોસ એન્જલસ જૈન-સંઘના પ્રથમ પ્રમુખ, LA જૈન-સોશિયલ ગ્રુપના ફાઉન્ડર-પ્રેસિડેન્ટ તથા ‘JAINA(USA)’ના
ફૉર્મેશનના એક ઘડવૈયા, મહેન્દ્રભાઈ ખંધારની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ સાયલા પાસે સુદામડા ગામે,ઊછેર લીંબડી(સુરેન્દ્રનગર)માં. પાંચ પાંડવોમાં અર્જુનની જેમ વચેટ, બે બહેનો. પિતાને કાપડની દુકાન. આર્થિક સ્થિતિ સામાન્ય. પિતાની જૈન સંઘ,પાંજરાપોળ, લાઇબ્રેરી વગેરેમાં 50 વર્ષની સેવાના સંસ્કાર અને ધર્મના સંસ્કાર માતા પાસેથી પામ્યા. તેઓ ભણવામાં હોશિયાર. લીંબડીથી મેટ્રિક કર્યું. બે વર્ષ અમદાવાદ અને ત્રણ વર્ષ મોરબી રહી એન્જિનિયરિંગ કોલેજમાંથી BE (મિકેનિકલ) કર્યું. ભણવા, કુટુંબની જવાબદારી નિભાવવા અને આર્થિક ઉન્નતી માટે તેઓ અમેરિકા ગયા. સ્ટેન્ફોર્ડ (કેલિફોર્નીયા) યુનિવર્સિટીમાંથી MS કર્યું. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા (UCLA)માં MBA ભણ્યા, છ પ્રોફેશનલ એન્જિનિયરિંગ રજીસ્ટ્રેશન (PE) કર્યા! સમાજને મદદરૂપ થવા કેલિફોર્નિયા નોટરી તરીકે 12 વર્ષ ફ્રી સેવા આપી! વ્યવસાયે એન્જિનિયર પરંતુ સ્ટોક-માર્કેટ અને રિયલ એસ્ટેટમાં પણ રસ.

નિવૃત્તિની પ્રવૃત્તિ :
વર્ષના છ મહિના કેલીફોર્નીયા અને છ મહિના કોબા શ્રીમદ્દ રાજચંદ્ર જૈન આશ્રમમાં રહે છે. 1987માં કોબા આશ્રમના સ્થાપક સંત ડોક્ટર સોનેજી(આત્માનંદજી)ને સ્પોન્સર કરીને તેમની સાથે અમેરિકામાં એક મહિનો રહ્યા ત્યારે જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું. ધર્મને રાજમાર્ગ ગણી સામાજિક પ્રવૃત્તિ લગભગ બંધ કરી દીધી. આશ્રમમાં દરરોજ સવારે 4:30 ઊઠે. પક્ષાલ, અભિષેક, નવકારશી, પૂજા, સ્વાધ્યાય, સત્સંગ, લંચ, આરામ, અંગત સાધના, આધ્યાત્મિક વાંચન, ધ્યાન, ભક્તિ વગેરે હોય. લોસ એન્જલસમાં 2000 જૈન કુટુંબ છે. 150 કરોડ રુપિયાના ખર્ચે બંધાયેલ ભવ્ય દેરાસર અને સંકુલ છે. પાઠશાળા (જૈનશાળા)માં 500 વિદ્યાર્થીઓ અને 60થી વધુ શિક્ષકો છે. તેમણે 18 વર્ષ પાઠશાળા ભણાવી અને 20 વર્ષ સ્વાધ્યાય લીધા.

શોખના વિષયો :
ફરવાનો શોખ. ભારત, અમેરિકા અને વિશ્વમાં ઘણું ફર્યા છે. જાત્રા અને તેનું આયોજન ગમે. હિમાલયમાં ચાર-ધામ યાત્રા અને સમેતશિખરની જાત્રા કરી છે. પ્રભુ-ભક્તિ કરે અને કરાવે! સાધના, સ્વાધ્યાય, ભક્તામર-સ્તોત્ર, કલ્યાણ-મંદિર-સ્તોત્રના વિવેચનમાં ખાસ રૂચી. ટિકિટ-સંગ્રહનો શોખ. ફોટો-વિડિયો પાડવા ગમે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
કોઈ મોટી બીમારી નથી. સાંભળવાની થોડી તકલીફ છે. આહાર, વિહાર અને નિહારની નિયમિતતા. પાંચ કિલોમીટર ફાસ્ટ-વોકીંગ કરે. અડધો કલાક કસરત કરે. અમેરિકા હોય ત્યારે પોણો કલાક જીમમાં જાય. રાત્રી-ભોજન બંધ. મીઠાઈ ભાવે. ભારે લંચ લેવાઈ જાય, તો ડીનર કેન્સલ! વાણી એકદમ શાંત. પરોપકાર અને મદદ કરવાની ભાવના ઘણી.

યાદગાર પ્રસંગ:
એકવાર મોટાભાઈ કિશોરભાઈ સાથે નદીમાં ન્હાવા પડ્યા. અચાનક ઘોડાપૂર આવ્યું અને તેઓ તણાવા લાગ્યા. એક કદાવર માણસ પુલ પરથી ભૂસકો મારીને આવ્યો. બંને ભાઈઓને ઊંચકીને કિનારે મૂકી દીધા! 1993માં કુટુંબ સાથે કરેલી સ્વાધ્યાય-ભક્તિથી ભરપૂર સમેતશિખરની જાત્રા યાદગાર છે. 1987માં પૂજ્ય આત્માનંદજી સાથે એક મહિનો રહેતા જીવનનું લક્ષ બદલાઈ ગયું. ધર્મ અને અધ્યાત્મનું પ્રાધાન્ય થતા દિશા બદલાઈ! પૈસા જરૂરી છે પણ તે જીવન નથી તેવું સમજાયું.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
મોબાઇલ, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર સહેલાઈથી અને જરૂર પ્રમાણે વાપરે છે. કોમ્પ્યુટર ઉપયોગી છે પણ તેમાં સંયમ અને મર્યાદા જરૂરી છે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
પહેલાં પૈસાની અને સાધનોની મર્યાદા હતી, સમાજ અને વડીલોનો અંકુશ હતો, ધર્મ હતો, લોકલાજ હતી, વડીલોની છત્રછાયા હતી. હવે ભણતર વધ્યું છે, સાધનો વધ્યાં છે, પૈસા વધ્યા છે. પ્રાયે સંયુક્ત-કુટુંબ રહ્યા નથી એટલે ઘણી સ્વચ્છંદતા આવી ગઈ છે. ભૌતિક વિકાસ થયો છે પણ વિનય,વિવેક, ધર્મ, અધ્યાત્મ ઓછા થયા છે. આ કળિયુગનું લક્ષણ છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો?
જૈનશાળા અને બીજી સંસ્થાઓને લીધે યુવાનો સાથે સારી રીતે સંકળાયેલા છે. મહેન્દ્રભાઈ યુવાનોને આદર આપે, તેમનામાં રસ લે અને તેમને અનુકૂળ થઈ જાય. નવી પેઢી સરળ છે, ઉત્સાહી છે અને એનર્જેટીક છે. તેમની પાસે નવા વિચારો છે. તેમની સાથે પ્રેમથી કામ થાય! મહેન્દ્રભાઈને ત્રણ બાળકો અને આઠ પૌત્રો-પૌત્રીઓ છે.

સંદેશો :
ધર્મને સાથે, માથે અને હાથે રાખો! ઉચ્ચ અભ્યાસ કરવો! દેવ, ગુરુ, વડીલો પ્રત્યે પૂજ્ય ભાવ કેળવવો. કોઈ પણ ભોગે કુટુંબમાં એકતા, શાંતિ, સંપ જરુરી. દાન, સેવા, પરોપકારને જીવનનો ભાગ બનાવો. સામાજિક સંવેદના, કરુણા, આત્મીયતા, ધર્મને જીવનમાં લાવો. સુખી થવા બીજાને સુખી કરો. નમ્રતા સાથે જીવન સાદું અને સરળ રાખવું. જીવન આનંદ અને નિર્દોષ હાસ્યથી ભરી દેવું.આ ભવ અને પરભવના કલ્યાણ માટે આત્મલક્ષે સાધના કરવી.
IPL 2024 : ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 63 રને હરાવ્યું
ચેન્નાઇ સુપર કિંગ્સે IPL 2024 માં સતત બીજી જીત નોંધાવી. આ વખતે ગુજરાતની ટીમ CSK પર પડી. શુભમન ગીલની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈએ ગુજરાતને 63 રનથી હરાવ્યું હતું. ગુજરાત માટે સાઈ સુદર્શને 3 ચોગ્ગાની મદદથી 37 રન બનાવ્યા હતા, પરંતુ તેની ઇનિંગ્સ ટાઇટન્સને વિજય રેખા પાર કરવામાં મદદ કરી શકી ન હતી. મેચમાં ગુજરાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટે 206 રન બનાવ્યા હતા. CSK માટે શિવમ દુબેએ 2 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 51 (23 બોલ)ની શાનદાર ઇનિંગ રમી હતી. ત્યારબાદ ચેન્નાઈના બોલરોએ ગુજરાતના બેટ્સમેનોને લક્ષ્યનો પીછો કરવા દીધો ન હતો અને સમયાંતરે પેવેલિયનનો રસ્તો બતાવી એકતરફી મેચ જીતી લીધી હતી.
2⃣ in 2⃣ for Chennai Super Kings 👏👏
That’s some start to #TATAIPL 2024 for the men in yellow 💛
Scorecard ▶️ https://t.co/9KKISx5poZ#TATAIPL | #CSKvGT | @ChennaiIPL pic.twitter.com/njrS8SkqcM
— IndianPremierLeague (@IPL) March 26, 2024
207 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની શરૂઆત બહુ સારી રહી ન હતી. ટીમને પહેલો ફટકો કેપ્ટન ગિલના રૂપમાં લાગ્યો હતો, જે ત્રીજી ઓવરમાં 1 સિક્સરની મદદથી માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ પાંચમી ઓવરમાં ટીમે બીજી વિકેટ રિદ્ધિમાનના રૂપમાં ગુમાવી હતી, જે 4 ચોગ્ગાની મદદથી 21 રન (17 બોલ) બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
Shivam Dube was at his explosive best and he becomes the Player of the Match for his quick-fire fifty 👏👏
Scorecard ▶️ https://t.co/9KKISx5poZ#TATAIPL | #CSKvGT | @IamShivamDube pic.twitter.com/FJl35t3aGK
— IndianPremierLeague (@IPL) March 26, 2024
ત્યારપછી વિજય શંકર ગુજરાતની ત્રીજી વિકેટ બન્યો, જેણે 8મી ઓવરમાં 1 છગ્ગાની મદદથી 12 (12) રન આઉટ કર્યા. ત્યારબાદ 12મી ઓવરમાં તુષાર દેશપાંડેએ ડેવિડ મિલરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. મિલરે 3 ચોગ્ગાની મદદથી 21 (16 બોલ) રન બનાવ્યા હતા. ત્યારપછી 15મી ઓવરમાં ટીમને પાંચમો ફટકો લાંબા સમય સુધી ક્રિઝ પર રહેલા સાઈ સુદર્શનના રૂપમાં લાગ્યો હતો. સુદર્શને 3 ચોગ્ગાની મદદથી 37 રન (31 બોલ) કર્યા હતા. આ પછી 16મી ઓવરમાં અઝમતુલ્લા ઉમરઝાઈને તુષાર દેશપાંડેએ પોતાનો શિકાર બનાવ્યો હતો. ઉમરઝાઈએ 1 ફોર સાથે 11 (10 બોલ) રન બનાવ્યા હતા. પછીની ઓવરમાં રાશિદ ખાન આવ્યો, જે માત્ર 1 રન બનાવી શક્યો. ત્યારબાદ રાહુલ તેવટિયા (06) 19મી ઓવરમાં આઉટ થયો હતો.
The Punch.ev Electric Striker of the Match between @ChennaiIPL & @gujarat_titans goes to @RachinRavindra7#TATAIPL | @Tataev | #PunchevElectricStriker | #BeyondEveryday | #CSKvGT pic.twitter.com/nMbutqAMc8
— IndianPremierLeague (@IPL) March 26, 2024
ચેન્નાઈના બોલરોનું શાનદાર પ્રદર્શન
ચેન્નાઈ તરફથી દીપક ચહર, મુસ્તફિઝુર રહેમાન અને તુષાર દેશપાંડેએ 2-2 વિકેટ લીધી હતી. આ દરમિયાન તુષારે 21 રન, દીપકે 28 અને મુસ્તફિઝુરે 4 ઓવરમાં 30 રન આપ્યા હતા. આ સિવાય ડેરીલ મિશેલ અને મથિશા પાથિરાનાને 1-1 સફળતા મળી હતી.
સિક્કિમ વિધાનસભા ચૂંટણી : ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી
લોકસભા ચૂંટણી 2024: ભારતીય જનતા પાર્ટી (BJP) એ ઉત્તર પૂર્વ સિક્કિમમાં વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી છે. મંગળવારના રોજ આવેલી આ યાદી હેઠળ એક મહિલા ઉમેદવાર સહિત નવ લોકોને ટિકિટ આપવામાં આવી હતી.
The BJP Central Election Committee has decided on the following names for the ensuing General Elections to the Legislative Assembly of Sikkim. Here is the second list. pic.twitter.com/hXNCrlLxYH
— BJP (@BJP4India) March 26, 2024
ભાજપના મહાસચિવ અને મુખ્યાલયના પ્રભારી અરુણ સિંહ દ્વારા બહાર પાડવામાં આવેલી આ યાદી અનુસાર, ગ્યાલશિંગ-બરનાયકથી ભરત કુમાર શર્મા, નમથાંગ રાતાયેપાનીથી જનક કુમાર ગુરુંગ, ટેમી-નામફિંગથી ભૂપેન્દ્ર ગિરી, રંગગાંગ-યાંગગાંગથી ગોપીદાસ પોખરેલ, ખામડોંગ-ચેતન સપકોટા સિંગતમ, હેનોક કાઠિયાવાડાથી પ્રેમ છેત્રી, ચૂઝાચેનથી ડંકનાથ નેપાળ અને નામચેબોંગથી પૂજા શર્મા, જોંગુમાંથી પેંગજોંગ લેપ્ચાને ટિકિટ આપવામાં આવી છે.
2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 12 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેને માત્ર 1.62 ટકા મત મળ્યા હતા. બાદમાં, વિપક્ષી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF) ના 10 ધારાસભ્યો ભાજપમાં જોડાયા.
કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી
કોંગ્રેસે મંગળવારે રાત્રે લોકસભા ચૂંટણી 2024 માટે સાતમી યાદી બહાર પાડી. પાર્ટીએ આ યાદીમાં છત્તીસગઢની ચાર અને તમિલનાડુની એક બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.છત્તીસગઢના સુરગુજા (ST)થી શશિ સિંહ, રાયગઢ (ST)થી ડૉ. દેવી સિંહ, બિલાસપુરથી દેવેન્દ્ર સિંહ યાદવ અને કાંકેર (ST)થી બિરેશ ઠાકુરને તક આપવામાં આવી છે, જ્યારે આર સુધાને માયલાદુથુરાઈ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તમિલનાડુ બનાવવામાં આવ્યું છે.
कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित ‘केंद्रीय चुनाव समिति’ की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए कांग्रेस उम्मीदवारों के नाम की सातवीं लिस्ट जारी की गई। pic.twitter.com/d4gAICuS45
— Congress (@INCIndia) March 26, 2024
કોંગ્રેસના ઉમેદવારોની આ સાતમી યાદી
એક દિવસ પહેલા 25 માર્ચ, 2024ના રોજ કોંગ્રેસે પાર્ટીના ઉમેદવારોની છઠ્ઠી યાદી બહાર પાડી હતી. જેમાં રાજસ્થાન અને તમિલનાડુના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. આ યાદીમાં ચાર ઉમેદવારો રાજસ્થાનના હતા અને એક ઉમેદવાર તમિલનાડુનો હતો.
ભાજપની છઠ્ઠી યાદીમાં કોના નામ છે?
કોંગ્રેસના એક દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)એ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી, જેમાં રાજસ્થાનના બે અને મણિપુરના એક લોકસભા ઉમેદવારના નામ છે. પાર્ટીએ રાજસ્થાનના કરૌલી-ધોલપુરથી વર્તમાન સાંસદ મનોજ રાજોરિયાની ટિકિટ રદ કરીને ઈન્દુ દેવી જાટવને પોતાના ઉમેદવાર બનાવ્યા, જ્યારે દૌસાથી મીના જસકૌરની ટિકિટ રદ કરીને કન્હૈયા લાલ મીણાને તક આપી. તે જ સમયે, મણિપુરની આંતરિક મણિપુર લોકસભા સીટ પરથી કેન્દ્રીય મંત્રી ડૉ. રાજકુમાર રંજન સિંહની ટિકિટ રદ કરવામાં આવી છે અને થૌનાઓજમ બસંત કુમાર સિંહને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
IPL 2024 વચ્ચે ભારત ઓસ્ટ્રેલિયા સિરીઝની જાહેરાત
IPL 2024 હમણાં જ શરૂ થયું છે. તે હમણાં જ તેના બીજા સપ્તાહમાં પ્રવેશ્યું છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાની મોટી શ્રેણીની જાહેરાત કરવામાં આવી છે. તેની તારીખો જાહેર કરવામાં આવી છે. ભારતની આ ક્રિકેટ શ્રેણી ઓસ્ટ્રેલિયા સાથે હશે, જે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવા માટે રમાશે. લાલ બોલની ક્રિકેટની આ શ્રેણીની જાહેરાત ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવી છે, જે અંતર્ગત ભારતે 46 દિવસમાં કાંગારૂ ટીમ સામે 5 ટેસ્ટ રમવાની છે.
Five men’s Tests against India 🔒
Bring on the summer of cricket! pic.twitter.com/snzkoo2f21
— Cricket Australia (@CricketAus) March 25, 2024
જો કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ ટેસ્ટ શ્રેણીની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી હતી, પરંતુ તેની તારીખો ત્યારે જાહેર કરવામાં આવી ન હતી. તેમજ મેચના સ્થળ પર કોઈ સત્તાવાર મહોર લગાવવામાં આવી ન હતી. પરંતુ હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનું સંપૂર્ણ શેડ્યૂલ સત્તાવાર રીતે જાહેર કર્યું છે.
ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીનું શેડ્યૂલ
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી ટેસ્ટ શ્રેણી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ પર્થમાં રમાશે. આ પછી, બીજી ટેસ્ટ માટે, બંને ટીમો લગભગ 3000 કિલોમીટરનું અંતર કાપીને એડિલેડ પહોંચશે, જ્યાં 6 થી 10 ડિસેમ્બરની વચ્ચે મેચ રમાશે. આ ડે-નાઈટ ટેસ્ટ હશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ બ્રિસ્બેનના ગાબા ખાતે રમાશે. આ મેચ 14 થી 18 ડિસેમ્બર વચ્ચે રમાશે. 26 થી 30 ડિસેમ્બર વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ રમાશે, જે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ શ્રેણીની આ ચોથી ટેસ્ટ હશે. આ શ્રેણી સિડનીમાં રમાનારી નવા વર્ષની ટેસ્ટ સાથે સમાપ્ત થશે, જે વર્ષ 2025માં 3 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી વચ્ચે રમાશે.
ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન સાથે 3 ODI અને 3 T20 સિરીઝ રમશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર શ્રેણીની તારીખોની જાહેરાત કરવા ઉપરાંત, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સાથેની તેની 3 ODI અને 3 T20 શ્રેણીની પણ જાહેરાત કરી હતી. પાકિસ્તાન સાથે વનડે શ્રેણી 4 નવેમ્બરથી 10 નવેમ્બર સુધી રમાશે. T20 શ્રેણી 14, 16 અને 18 નવેમ્બરે રમાશે.
પાકિસ્તાન મોટો આત્મઘાતી હુમલો, 6ના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મોટો આત્મઘાતી હુમલો થયો છે. શાંગલા જિલ્લામાં આ હુમલામાં પાંચ ચીની નાગરિકો સહિત છ લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ આત્મઘાતી હુમલો ચીની નાગરિકોના વાહનોને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. આ આત્મઘાતી હુમલો એવા સમયે થયો છે જ્યારે થોડા કલાકો પહેલા જ બલૂચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ બેઝ પર આતંકી હુમલો થયો હતો. જેમાં એક જવાનનું મોત થયું હતું. સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યા છે.

મળતી માહિતી મુજબ, ખૈબર પખ્તુનખ્વાના શાંગલાના બિશામ તહસીલમાં વિસ્ફોટકોથી ભરેલા વાહને બીજા વાહનને ટક્કર મારી હતી, જે બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. ઘટનાની જે તસવીર સામે આવી છે, તેમાં તમે એ પણ જોઈ શકો છો કે વિસ્ફોટ બાદ એક વાહન ખાડામાં પડતું જોવા મળે છે. વિસ્ફોટના કારણે તેમાં આગ લાગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વાહનને નિશાન બનાવવામાં આવ્યું તેમાં ઘણા ચીની નાગરિકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી 5 લોકોના મોત થયા છે. તે જ સમયે, અન્ય એક નાગરિકનું પણ મૃત્યુ થયું છે.
પાકિસ્તાનમાં ચીન પર હુમલા વધી ગયા
તમને જણાવી દઈએ કે છેલ્લા બે-ત્રણ વર્ષમાં પાકિસ્તાનમાં ચીની નાગરિકો પર હુમલા વધી ગયા છે. અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ હુમલા થઈ ચૂક્યા છે. આ હુમલામાં અત્યાર સુધીમાં અનેક ચીની નાગરિકોના મોત થયા છે. મોટાભાગના હુમલા ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન વિસ્તારોમાં કરવામાં આવ્યા છે. તાજેતરના હુમલા પર ચીન તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. અત્યાર સુધી કોઈએ હુમલાની જવાબદારી લીધી નથી.
હુમલાખોરો માચ જેલમાં પ્રવેશવા માંગતા હતા
બીજી તરફ બલૂચિસ્તાનમાં થયેલા હુમલાની વાત કરીએ તો આ વર્ષનો ત્રીજો મોટો હુમલો હતો. BLAએ હુમલાની જવાબદારી લીધી છે. અગાઉના બંને હુમલાઓને પણ સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યા હતા. વર્ષની શરૂઆતમાં માચ શહેરમાં સુરક્ષા દળો પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 10 લોકો માર્યા ગયા હતા. હુમલાખોરોએ જેલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, જેને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો હતો.



