Home Blog Page 1978

જીવનને અનેકવિધ રંગોથી ભરી દો: શ્રી શ્રી રવિશંકર

જીવન કેવું હોવું જોઈએ? જીવન હોળી જેવું, રંગસભર હોવું જોઈએ. જીવન કદાપિ કંટાળાજનક અને નિસ્તેજ ન બને તે માટે સજગતા જરૂરી છે. પ્રત્યેક રંગની જેમ અનોખી ઓળખ હોય છે તે જ રીતે આપણી અંદર ઉઠતા પ્રત્યેક ભાવની અનોખી ઓળખ હોવી જોઈએ, જીવનમાં આપણી વિવિધ ભૂમિકાઓની વ્યાખ્યા પણ જુદા જુદા રંગની જેમ સ્પષ્ટ હોવી જોઈએ. જ્યારે વિવિધ ભૂમિકાઓ અને તે ભૂમિકાઓને સુસંગત ભાવનાઓનું મિશ્રણ થાય ત્યારે જીવનમાં સંભ્રમ અને સમસ્યા ઉત્પન્ન થાય છે.

જ્યારે આપ ઘરમાં છો, એક પિતા છો ત્યારે ફક્ત પિતા જ બનીને રહો. જ્યારે આપ ઓફિસમાં છો ત્યારે માત્ર આપનાં કામ પ્રત્યે જ ધ્યાન આપો. પરંતુ આ બંને ભૂમિકાઓનું મિશ્રણ કરશો તો ગડબડ ઊભી થશે. પ્રત્યેક ભૂમિકાને શત પ્રતિશત નિભાવશો ત્યારે જીવન સંવાદીત અને રંગસભર બનશે. જેમ બધા રંગોની ઉત્પત્તિ શ્વેત રંગમાંથી થાય છે અને બધા રંગોને ભેળવીએ તો શ્યામ રંગ બને છે, તો એ જ રીતે શ્રદ્ધા, મૌન, શાંતિ અને ધ્યાન દ્વારા આપણાં હ્રદય શુદ્ધ બને છે અને જીવનનાં વિવિધ પરિમાણો વિશેષ સુંદર બને છે. આ શુદ્ધતા દ્વારા આપણે જીવનની દરેક ભિન્ન ભિન્ન ભૂમિકાને પૂર્ણતાથી નિભાવવા માટે સક્ષમ બનીએ છીએ.

ધ્યાનસ્થ ચેતનાની અવસ્થામાં રહો અને પ્રત્યેક ભૂમિકા નિભાવો. જ્યારે આપ ચેતનાની શુદ્ધ અવસ્થાની સ્થિતિમાં કોઈ પણ કાર્ય કરો છો ત્યારે આપ સફળ થાઓ છો. આ અવસ્થામાં એક કવિ મહાન કવિ બને છે, એક તબીબ નિષ્ણાંત તબીબ બને છે, આપ જે કોઈ કાર્ય કરો છો તે સંપૂર્ણ અને યોગ્ય જ બની રહે છે. આપે માત્ર આપની ભીતર જવાનું છે. આપની ભીતરની ગહનતામાં ડૂબકી લગાવવાની છે. પછી આપ જે કઈં કરશો તે શ્રેષ્ઠ જ થશે. આપ અંદરથી સતત વિશ્રામની સ્થિતિમાં રહેશો તો જીવનની દરેક ભૂમિકા આપને ખૂબ સરળ લાગશે!

આપ શા માટે વિશ્રામ નથી કરી શકતાં? એવું શું છે જે આપણને વિશ્રામ કરતાં રોકે છે? એ છે આપની ઈચ્છાઓ! આ ઈચ્છાઓ જ તણાવને ઉત્પન્ન કરે છે, આપનાં હ્રદય અને મનમાં વિહ્વળતા ઉત્પન્ન કરે છે. અહીં એક રહસ્ય છે. જો આપ નાની નાની અંગત ઈચ્છાઓ રાખશો તો તે તણાવ ઉત્પન્ન કરશે પરંતુ જો આપની દ્રષ્ટિ વિશાળ છે, આપ વિશ્વ કલ્યાણની ઈચ્છા ધરાવો છો તો તે ઈચ્છા આપની અંદર તણાવ ઉત્પન્ન નહીં કરે. એ જ રીતે જ્યારે આપ ધ્યાન કરો છો ત્યારે આપ તણાવમુક્ત બનો છો. નાની નાની વ્યક્તિગત ઈચ્છાઓ આપને સંકુચિત બનાવે છે. તો, ઈચ્છાઓ ઉત્પન્ન થવા લાગે ત્યારે શું કરવું જોઈએ? તેમનું અવલોકન કરવું જોઈએ. ઇચ્છાઓનું અવલોકન કરવાથી તે હળવી પડી જાય છે.

જ્યારે આપણી સજગતા, ઈચ્છા (કામ) ઉપર એકાગ્ર થાય છે ત્યારે ચેતનાની જે અવસ્થાનું સર્જન થાય છે તેને જ “કામાક્ષી” કહેવાય છે. સજગતાની સ્થિતિમાં ઈચ્છાઓની પકડ ઢીલી પડે છે, સમર્પણ ઘટિત થાય છે, ભીતરના સ્ત્રોતમાંથી અમૃત વહે છે. દેવી કામાક્ષીના એક હાથમાં શેરડીનો સાંઠો છે અને બીજા હાથમાં પુષ્પ છે. આનો અર્થ શું છે? શેરડી કઠિન છે, તેનો મિષ્ટ રસ મેળવવા પ્રયત્ન કરવો પડે છે જ્યારે પુષ્પ કોમળ છે, તેનો અર્ક મેળવવો સરળ છે. આ પ્રતીકો જીવનને દર્શાવે છે. જીવન કઠિન પણ છે અને સરળ પણ છે. પોતાનાં અંતરજગતમાંથી, સ્વયંનાં આંતરિક સ્ત્રોતથી આનંદની પ્રાપ્તિ કરવી અત્યંત સરળ છે પરંતુ બાહ્ય જગતમાંથી ખુશી મેળવવા માટે અથાક પ્રયત્નો કરવા પડે છે અને બહારથી મેળવેલી પ્રસન્નતાથી જ્યારે આપણે આનંદિત હોઈએ છીએ ત્યારે આપણે ઈશ્વરને કદાચિત ભૂલી જતાં હોઈએ છીએ! પરંતુ ના, આપણે પ્રત્યેક ક્ષણે, પ્રત્યેક સ્થળે, અવિભાજીત હ્રદયથી દિવ્ય ઈશ્વરીય શક્તિની અનુભૂતિ કરીએ તે વાસ્તવમાં અત્યંત આવશ્યક છે.

શું આપ સ્વયંને આ પૃથ્વી, વાયુમંડળ કે સમુદ્રનું જ એક અભિન્ન અંગ માનો છો? શું આપ સમગ્ર સૃષ્ટિ સાથે ઐક્ય અનુભવો છો? આ જ દિવ્ય પ્રેમ છે. દિવ્યતાને, ઈશ્વરને નિહાળવા માટે પ્રયત્નો ન કરો! તે આપની પાસે છે જ, તે સત્યને સ્વીકારો. જેમ આપની ચોતરફ વાયુમંડળ છે, તેમ જ આપની આસપાસ ઈશ્વર છે. દિવ્ય ઈશ્વરીય શક્તિની ઉપસ્થિતિ માત્ર હ્રદય દ્વારા અનુભવી શકાય છે. અને જ્યારે આપ પૂર્ણ આંતરિક વિશ્રામની સ્થિતિમાં છો ત્યારે આપ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત દિવ્યતા સાથે તાદાત્મ્ય અનુભવો છો. પક્ષીઓનું ચહેકવું, પર્ણોનું લહેરાવું અને જળનું વહેવું જેવી નાની ઘટનાઓ દિવ્યતાનું જ પ્રકટીકરણ છે.

આપણી સીમિત દ્રષ્ટિની પરે દિવ્યતાનું રાજ્ય વ્યાપેલું છે. જ્યારે આપને આ સત્ય સમજાય છે ત્યારે જીવન ઊર્જાવાન રંગોથી સભર, એક ઉત્સવ બની જાય છે, જીવન અનેક રંગોથી ભરેલું છે તે સત્યની સ્મૃતિ, હોળીના ઉત્સવથી પુનર્જીવિત થઈ ઉઠે છે. પ્રત્યેક વ્યક્તિનો પણ અનોખો રંગ છે, જીવન પણ વિવિધ રંગસભર ભાવોનો એક ઉત્સવ છે! અસ્તિત્વના વિવિધ રંગોને નિહાળીએ, તેનાંથી જીવન સમૃદ્ધ બનશે!

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

કપિલ શર્મા-સુનીલ ગ્રોવર ફરી સાથે જોવા મળશે

કપિલ શર્માનો નવો કોમેડી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ નેટફ્લિક્સ પર આવવા માટે તૈયાર છે. સુનીલ ગ્રોવર આ શોમાં ફરી એકવાર કપિલ શર્મા સાથે જોડીમાં જોવા મળશે. લાંબા ઈંતજાર બાદ આ શોનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આમાં, કોમેડિયનો વચ્ચેની મસ્તી સાથે, તમે સેલેબ્સ સાથે તેમની મસ્તી પણ જોઈ શકશો. શોમાં તમે રણબીર કપૂર અને તેનો પરિવાર, દિલજીત દોસાંઝ, પરિણીતી ચોપરા અને આમિર ખાન જોશો.

કપિલ શર્માના નવા શોનું ટ્રેલર રિલીઝ થયું છે

ટ્રેલરની શરૂઆત કપિલ શર્માએ પોતાની સ્ટાઈલમાં દર્શકોને શુભેચ્છા પાઠવીને કરી હતી. તે કહે છે કે હવે તેનો શો આંતરરાષ્ટ્રીય બની ગયો છે. હવે જ્યારે તે નેટફ્લિક્સ પર છે, તેણે તેની શૈલી અને સ્વેગ બદલવી પડશે. આ પછી એક બોક્સ સ્ટેજમાં પ્રવેશે છે. સુનીલ ગ્રોવર એક છોકરીના વેશમાં બોક્સમાંથી બહાર આવે છે. સુનિલને જોઈને કપિલ શર્મા કહે છે- તમે? લડાઈ અને તોફાનને લઈને બંને વચ્ચે મજાક ચાલે છે. અહીંથી સમજી શકાય છે કે કપિલ અને સુનીલ વચ્ચેની કેમેસ્ટ્રી હજુ પણ અકબંધ છે.

આમિર ઉપરાંત રણબીર કપૂર તેની માતા નીતુ કપૂર અને રિદ્ધિમા કપૂર સાહની સાથે જોવા મળશે. સુનીલ ગ્રોવર પણ શોમાં તેની સાથે ટીખળ કરતો જોવા મળશે. કપિલ શર્માના નવા શોમાં દિલજીત દોસાંઝ, ક્રિકેટર રોહિત શર્મા સહિત ઘણા મહેમાનો જોવા મળશે. આ શોનું ટ્રેલર ખૂબ જ દમદાર અને મનોરંજક છે. આવી સ્થિતિમાં તેને જોવાની ચાહકોની ઉત્સુકતા વધુ વધી ગઈ છે. તેથી હાસ્યના સંપૂર્ણ ડોઝ માટે તૈયાર રહો. ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ 30 માર્ચથી રાત્રે 8 વાગ્યે નેટફ્લિક્સ પર જોવા મળશે.

હર્ષિત રાણાને ‘ફ્લાઈંગ કિસ’ ભારે પડી, ફટકાર્યો દંડ

IPL 2024 ની ત્રીજી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 4 વિકેટે હરાવ્યું. આ મેચ દરમિયાન KKRના બોલર હર્ષિત રાણાએ મયંક અગ્રવાલને આઉટ કર્યા બાદ તેને ફ્લાઈંગ કિસ આપી હતી. આ કૃત્ય તેના માટે મોંઘુ સાબિત થયું. હર્ષિત પર મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેણે મેચ ફી દ્વારા તેની કિંમત ચૂકવવી પડશે. હર્ષિત અને મયંક વચ્ચેની મેચ દરમિયાન ઝપાઝપી થઈ હતી.

વાસ્તવમાં મયંક અને અભિષેક હૈદરાબાદ માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન બંનેએ જોરશોરથી બેટિંગ શરૂ કરી હતી. KKRના બોલરો ઘણા દબાણમાં જોવા મળી રહ્યા હતા. આ દરમિયાન હર્ષિત રાણા KKR માટે છઠ્ઠી ઓવર લાવ્યો. તેણે ઓવરના ત્રીજા બોલ પર મયંકને આઉટ કર્યો. મયંક 21 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો હતો. મયંક આઉટ થયા બાદ હર્ષિતે તેને ફ્લાઈંગ કિસ કરી હતી. આ ક્રિયા હર્ષિત માટે મોંઘી સાબિત થઈ. કોલકાતા નાઈટ રાઈડર્સના બોલર હર્ષિતને આઈપીએલની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મેચ ફીના 60 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 208 રન બનાવ્યા હતા. આ દરમિયાન ફિલ સોલ્ટે 40 બોલનો સામનો કરીને 54 રન બનાવ્યા હતા. રમનદીપ સિંહે 35 રનનું યોગદાન આપ્યું હતું. આન્દ્રે રસેલે 25 બોલનો સામનો કરીને અણનમ 64 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 204 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી હેનરિક ક્લાસને 29 બોલમાં 63 રન બનાવ્યા હતા. પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો ન હતો. મયંક અગ્રવાલે 21 બોલનો સામનો કરીને 32 રન બનાવ્યા હતા.

૨૪ માર્ચ, ૨૦૨૪

૨૪ માર્ચ, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 24/03/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામકરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.


આજે સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે, ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગ અંગે ચર્ચા-વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો યોગ્ય છે.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા કે લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવા જેમાં પ્રયત્ન સફળ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાય કે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે, આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, પ્રિયજન તરફથી સારી વાત જાણવા મળે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીના દર્દ હોય તેવા લોકો માટે આજે તકેદારી રાખવી, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ખાસ ધ્યાન રાખવું.


આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવા પણ યોગ છે. લગ્નબાબતની વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્ર,  ના કામ કરનારને સારું રહે, જુના કોઈકામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, કોઈની ખોટીદોરવાણીથી ઉશ્કેરાઈના જવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારી વાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. લગ્નમાટેની મિલનમુલાકાત આજે આશાસ્પદ બને તેવા યોગ પણ છે.

પંચાંગ 24/03/2024

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસે શનિવારે રાત્રે આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. કોંગ્રેસે તેની ચોથી યાદીમાં કુલ 45 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જ્યારે રાજસ્થાનની નાગૌર સીટ હનુમાન બેનીવાલની પાર્ટી માટે છોડી દેવામાં આવી છે. આમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને અન્ય ઘણા રાજ્યોનો સમાવેશ થાય છે. યાદી અનુસાર, યુપી કોંગ્રેસના પ્રમુખ અજય રાય વારાણસી બેઠક પરથી પીએમ મોદી સામે ચૂંટણી લડશે.

 

તેવી જ રીતે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને પણ લોકસભા ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા છે. તેઓ રાજ્યની રાજગઢ બેઠક પરથી ચૂંટણી લડશે. યુપીના અમરોહાથી દાનિશ અલીને ટિકિટ આપવામાં આવી છે, જેઓ હાલમાં જ બસપામાંથી હાંકી કાઢ્યા બાદ કોંગ્રેસમાં જોડાયા હતા. સહારનપુરથી ઈમરાન મસૂદને ટિકિટ આપવામાં આવી છે. ઝાંસીથી પ્રદીપ જૈન અને બારાબંકીથી પીએલ પુનિયાના પુત્ર તનુજ પુનિયાને ટિકિટ મળી છે.

આ ઉમેદવારો નીતિન ગડકરીની સામે હશે

કોંગ્રેસે મહારાષ્ટ્ર માટે પણ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. વિકાસ ઠાકરે રાજ્યની નાગપુર બેઠક પરથી નીતિન ગડકરી સામે ચૂંટણી લડશે. જમ્મુથી રમણ ભલ્લા અને ઉધમપુરના લાલ સિંહ જેઓ તાજેતરમાં કોંગ્રેસમાં સામેલ થયા છે તેમને ટિકિટ મળી છે. બસ્તરના વર્તમાન સાંસદ દીપક બૈજની ટિકિટ કાપીને કાવાસી લખમાને ટિકિટ આપવામાં આવી છે. એ જ રીતે હરીદ્વારથી હરીશ રાવતના પુત્ર વીરેન્દ્ર રાવત અને નૈનીતાલથી પ્રકાશ જોશીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ તમિલનાડુના શિવગંગાઈથી કાર્તિ ચિદમ્બરમ અને વિરુધુનગરથી મણિકમ ટાગોરને ઉમેદવાર બનાવ્યા છે.

આ બેઠકો સાથી પક્ષો માટે છોડી દેવામાં આવી હતી

રાજસ્થાનની નાગૌર સીટ હનુમાન બેનીવાલ માટે છોડી દેવામાં આવી હતી, સીકર સીટ કોંગ્રેસે સીપીએમ માટે છોડી દીધી છે. તમને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થવાનું છે, જ્યારે સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને યોજાશે. 4 જૂને પરિણામ જાહેર થશે.

કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટનો ફટકો, તાત્કાલિક સુનાવણીનો ઈનકાર

દિલ્હી હાઈકોર્ટે તેમની ધરપકડ અને અટકાયતને પડકારતી સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટ કેજરીવાલની અરજી પર 27 માર્ચે સુનાવણી કરશે. અરવિંદ કેજરીવાલના વકીલ વતી હાઇકોર્ટને વિનંતી કરવામાં આવી હતી કે તે આ મામલે તાત્કાલિક સુનાવણી કરે. આ કેસની લિસ્ટિંગ હવે બુધવારે થશે.

ધરપકડ અને રિમાન્ડને પડકારવામાં આવ્યા હતા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે તેમની ધરપકડ અને ED રિમાન્ડને પડકારતા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે 24 માર્ચે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. 21 માર્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બે કલાક પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી, જેમાં EDને દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસમાં તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાથી રોકવાની માંગ કરવામાં આવી હતી.

નવમા સમન્સ પછી પણ કોર્ટનો સંપર્ક કર્યો

ઈડીએ જારી કરેલા નવમા સમન્સ બાદ અરવિંદ કેજરીવાલે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, જેમાં તેમને 21 માર્ચે હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રીએ સમન્સને ગેરકાયદે ગણાવીને એજન્સી સમક્ષ હાજર થવાનો વારંવાર ઇનકાર કર્યો હતો. આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને શુક્રવારે (22 માર્ચ) સ્પેશિયલ જજ કાવેરી બાવેજા સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને 6 દિવસની ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

અમદાવાદ, વડોદરા, સુરત બાદ રાજકોટના દર્શકોને મંત્રમુગ્ધ કરતી ‘અભિવ્યક્તિ’

રાજકોટ: અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ – ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવાર સંચાલિત UNM ફાઉન્ડેશનની એક આગવી પહેલ છે. જે ઉભરતા કલાકારોના માધ્યમથી કલાના વિવિધ સ્વરૂપોને પ્રોત્સાહન આપવા અને તેને દર્શકો સમક્ષ રજૂ કરવાનો સુંદર પ્રયત્ન કરી રહ્યું છે. અમદાવાદમાં પાંચ આવૃત્તિ, વડોદરામાં બે અને સુરતમાં એક આવૃત્તિ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ હવે અભિવ્યક્તિ આગામી 22 અને 23 માર્ચ, 2024 ના રોજ રાજકોટ શહેરમાં પોતાનું પ્રથમ પ્રદર્શન યોજાયું. રાજકોટમાં “અભિવ્યક્તિ”ના બેનર હેઠળ આ બે દિવસીય કલાઉત્સવનું આયોજન “કોર્ટયાર્ડ”, એસ.એન. કણસાગરા સ્કૂલ, યુનિવર્સિટી રોડ, આકાશવાણી ક્વાર્ટર, પંચાયત નગરની સામે યોજાયું. જેમાં સંગીત, નૃત્ય અને નાટક સ્વરૂપે દર્શકોમાં આગવી છાપ ધરાવતા પ્રખ્યાત પ્રદર્શનો રજૂ કરવામાં આવ્યા. “અભિવ્યક્તિ”નો પ્રારંભ વર્ષ 2018માં અમદાવાદથી થયો હતો. અત્યાર સુધી UNM ફાઉન્ડેશનની પહેલ દ્વારા પુરા પાડવામાં આવેલ મંચ ઉપર દેશભરના 330થી વધુ કલાકારોએ પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી છે અને અત્યાર સુધી દર વર્ષે “અભિવ્યક્તિ”ના મંચે નામના અને દર્શકોની પ્રશંસા મેળવી છે. અમદાવાદ, વડોદરા અને સુરત ખાતે અભિવ્યક્તિની તમામ આવૃત્તિમાં કુલ 2.6 લાખથી વધુ દર્શકો અભિવ્યક્તિના પ્રદર્શનોનો આનંદ માણી ચુક્યા છે.પ્રથમ દિવસે એટલે કે 22મી માર્ચના રોજ પ્રદર્શનમાં ધારા રુઘાણી અને ઉન્નતિ અજમેરા દ્વારા “ધેર કમ્સ પાપા” શીર્ષક હેઠળ નૃત્ય પ્રદર્શન અને રુપિન શાહ દ્વારા “રંગ રંગ સુંદરી” નામનું નાટક રજબ કરવામાં આવ્યા.

બીજા દિવસે એટલે કે 23મી માર્ચના રોજ જીગ્નેશ સુરાણી દ્વારા નૃત્ય પ્રદર્શન “ગરવો ગિરનાર” અને રવિ-રાજન દ્વારા સંગીતમય પ્રસ્તુતિ “કબીર તત્વ” રજુ કરવામાં આવશે. તમામ પ્રસ્તુતિઓ માટે પ્રવેશ નિઃશુલ્ક છે. સંગીતમાં ભાર્ગવ પુરોહિત, નાટકમાં ચિરાગ મોદી, ડાન્સ ક્યુરેટર્સ જૈમિલ જોશી અને કથંકી રાવલ શેઠ અને સોનલ ભાર્ગવ સહિતના અગ્રણી આર્ટ ક્યુરેટર્સ દ્વારા આ પ્રસ્તુતિઓ ક્યુરેટ કરવામાં આવી છે. અભિવ્યક્તિની રાજકોટ આવૃત્તિના પ્રદર્શનને કલા મંડળના જાણીતા નામો દક્ષા શેઠ (નૃત્ય), રજત ધોળકિયા (સંગીત) અને સૌમ્યા જોશી (નાટક) દ્વારા મેન્ટરીંગ (માર્ગદર્શન) આપવામાં આવ્યું છે.અભિવ્યક્તિનું વિઝન અને મિશન ઉભરતી પ્રતિભાઓની ઓળખ કરવી, તેમને સમર્થન આપવું અને તમામ શૈલીના કલાકારોને શહેરીજનો સમક્ષ પોતાની કલા રજૂ કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, ઇન્સ્ટોલેશન અને નાટકથી માંડીને અસંખ્ય કલા સ્વરૂપોનો સમાવેશ થાય છે. અભિવ્યક્તિનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની કલાને લોકો સુધી તદ્દન નિઃશુલ્ક પહોંચાડવાનો છે. કલા પ્રેમીઓ કાર્યક્રમની રૂપરેખા અને અન્ય માહિતી માટે www.abhivyaktiart.org પર લોગ ઓન કરી શકે છે અથવા 7069104444/7069105555 નંબર ઉપર ફોન કરી શકે છે.

હાઇકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવીઃ કોઈ બેન્ક અકાઉન્ટ ફ્રીઝ નથી થયાં

નવી દિલ્હીઃ કોંગ્રેસનું એક પણ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ નથી થયું. દેશભરમાં કોંગ્રેસના 100થી વધુ એકાઉન્ટ છે, જેમાં અલગ-અલગ જગ્યાએ કરોડો રૂપિયા જમા છે. એમાંથી દિલ્હીની પાંચ બેન્કોના 11 એકાઉન્ટ્સમાં ઇન્કમ ટેક્સે બાકી લેણાંની રિકવરી કરી છે, પણ આ 11 એકાઉન્ટ્સ પણ ફ્રીઝ નથી કરવામાં આવ્યા.

કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી હતી, જેમાં તેમણે વડા પ્રધાન મોદી પર તીખો હુમલો કર્યો હતો અને લોકતંત્ર ખતમ થવાની કાગારોળ કરી હતી. રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે દેશમાં વિરોધી દળોને પરેશાન કરવામાં આવે છે. ચૂંટણી લડવાથી અટકાવવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટીના અકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવી રહ્યા છે. દેશમાં કોઈ કંઈ બોલતું નથી. દેશમાં લોકતંત્ર ખતમ થઈ ગયું છે. લોકતંત્રને નામે મજાક થઈ રહી છે, એમ તેમણે કહ્યું હતું.

દિલ્હી હાઇકોર્ટે કોંગ્રેસ પાર્ટીની એ અરજીઓ ફગાવી છે, જેમાં ટેક્સ રિએસેસમેન્ટ પ્રક્રિયાને પડકાર આપવામાં આવ્યો હતો. જસ્ટિસ યશવંત વર્મા અને પુરુષેન્દ્ર કુમાર કૌરવની ખંડપીઠે રિટ અરજીઓને ફગાવતાં કહ્યું હતું કે ટેક્સ રિએસેસમેન્ટની કાર્યવાહી પૂરી થવાના થોડા દિવસ પહેલાં આ પ્રકારની અરજીઓ ફાઇલ કરવાનું કોઈ ઔચિત્ય નજર નથી ચઢતું.

ઇન્કમ ટેક્સના નિયમો મુજબ રાજકીય પક્ષોને છૂટ મળે છે, પણ એની ચાર શરતો છે. જો એનું પાલન ના થયું તો છૂટ નથી મળતી. કોંગ્રેસ રિટર્ન ભરવામાં ઢીલ કરી હતી. પાર્ટી 2018નું રિટર્ન 2019માં ભર્યું હતું, જેની સમયમર્યાદા નીકળી ચૂકી હતી.