Home Blog Page 1980

૨૪ માર્ચ, ૨૦૨૪

૨૪ માર્ચ, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 24/03/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામકરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.


આજે સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે, ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગ અંગે ચર્ચા-વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો યોગ્ય છે.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા કે લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવા જેમાં પ્રયત્ન સફળ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાય કે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે, આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, પ્રિયજન તરફથી સારી વાત જાણવા મળે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીના દર્દ હોય તેવા લોકો માટે આજે તકેદારી રાખવી, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ખાસ ધ્યાન રાખવું.


આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવા પણ યોગ છે. લગ્નબાબતની વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્ર,  ના કામ કરનારને સારું રહે, જુના કોઈકામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, કોઈની ખોટીદોરવાણીથી ઉશ્કેરાઈના જવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારી વાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. લગ્નમાટેની મિલનમુલાકાત આજે આશાસ્પદ બને તેવા યોગ પણ છે.

પંચાંગ 24/03/2024

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસે શનિવારે રાત્રે આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. કોંગ્રેસે તેની ચોથી યાદીમાં કુલ 45 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જ્યારે રાજસ્થાનની નાગૌર સીટ હનુમાન બેનીવાલની પાર્ટી માટે છોડી દેવામાં આવી છે. આમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને અન્ય ઘણા રાજ્યોનો સમાવેશ થાય છે. યાદી અનુસાર, યુપી કોંગ્રેસના પ્રમુખ અજય રાય વારાણસી બેઠક પરથી પીએમ મોદી સામે ચૂંટણી લડશે.

 

તેવી જ રીતે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને પણ લોકસભા ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા છે. તેઓ રાજ્યની રાજગઢ બેઠક પરથી ચૂંટણી લડશે. યુપીના અમરોહાથી દાનિશ અલીને ટિકિટ આપવામાં આવી છે, જેઓ હાલમાં જ બસપામાંથી હાંકી કાઢ્યા બાદ કોંગ્રેસમાં જોડાયા હતા. સહારનપુરથી ઈમરાન મસૂદને ટિકિટ આપવામાં આવી છે. ઝાંસીથી પ્રદીપ જૈન અને બારાબંકીથી પીએલ પુનિયાના પુત્ર તનુજ પુનિયાને ટિકિટ મળી છે.

આ ઉમેદવારો નીતિન ગડકરીની સામે હશે

કોંગ્રેસે મહારાષ્ટ્ર માટે પણ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. વિકાસ ઠાકરે રાજ્યની નાગપુર બેઠક પરથી નીતિન ગડકરી સામે ચૂંટણી લડશે. જમ્મુથી રમણ ભલ્લા અને ઉધમપુરના લાલ સિંહ જેઓ તાજેતરમાં કોંગ્રેસમાં સામેલ થયા છે તેમને ટિકિટ મળી છે. બસ્તરના વર્તમાન સાંસદ દીપક બૈજની ટિકિટ કાપીને કાવાસી લખમાને ટિકિટ આપવામાં આવી છે. એ જ રીતે હરીદ્વારથી હરીશ રાવતના પુત્ર વીરેન્દ્ર રાવત અને નૈનીતાલથી પ્રકાશ જોશીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ તમિલનાડુના શિવગંગાઈથી કાર્તિ ચિદમ્બરમ અને વિરુધુનગરથી મણિકમ ટાગોરને ઉમેદવાર બનાવ્યા છે.

આ બેઠકો સાથી પક્ષો માટે છોડી દેવામાં આવી હતી

રાજસ્થાનની નાગૌર સીટ હનુમાન બેનીવાલ માટે છોડી દેવામાં આવી હતી, સીકર સીટ કોંગ્રેસે સીપીએમ માટે છોડી દીધી છે. તમને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થવાનું છે, જ્યારે સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને યોજાશે. 4 જૂને પરિણામ જાહેર થશે.

કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટનો ફટકો, તાત્કાલિક સુનાવણીનો ઈનકાર

દિલ્હી હાઈકોર્ટે તેમની ધરપકડ અને અટકાયતને પડકારતી સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટ કેજરીવાલની અરજી પર 27 માર્ચે સુનાવણી કરશે. અરવિંદ કેજરીવાલના વકીલ વતી હાઇકોર્ટને વિનંતી કરવામાં આવી હતી કે તે આ મામલે તાત્કાલિક સુનાવણી કરે. આ કેસની લિસ્ટિંગ હવે બુધવારે થશે.

ધરપકડ અને રિમાન્ડને પડકારવામાં આવ્યા હતા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે તેમની ધરપકડ અને ED રિમાન્ડને પડકારતા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે 24 માર્ચે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. 21 માર્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બે કલાક પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી, જેમાં EDને દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસમાં તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાથી રોકવાની માંગ કરવામાં આવી હતી.

નવમા સમન્સ પછી પણ કોર્ટનો સંપર્ક કર્યો

ઈડીએ જારી કરેલા નવમા સમન્સ બાદ અરવિંદ કેજરીવાલે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, જેમાં તેમને 21 માર્ચે હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રીએ સમન્સને ગેરકાયદે ગણાવીને એજન્સી સમક્ષ હાજર થવાનો વારંવાર ઇનકાર કર્યો હતો. આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને શુક્રવારે (22 માર્ચ) સ્પેશિયલ જજ કાવેરી બાવેજા સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને 6 દિવસની ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

અમદાવાદ, વડોદરા, સુરત બાદ રાજકોટના દર્શકોને મંત્રમુગ્ધ કરતી ‘અભિવ્યક્તિ’

રાજકોટ: અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ – ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવાર સંચાલિત UNM ફાઉન્ડેશનની એક આગવી પહેલ છે. જે ઉભરતા કલાકારોના માધ્યમથી કલાના વિવિધ સ્વરૂપોને પ્રોત્સાહન આપવા અને તેને દર્શકો સમક્ષ રજૂ કરવાનો સુંદર પ્રયત્ન કરી રહ્યું છે. અમદાવાદમાં પાંચ આવૃત્તિ, વડોદરામાં બે અને સુરતમાં એક આવૃત્તિ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ હવે અભિવ્યક્તિ આગામી 22 અને 23 માર્ચ, 2024 ના રોજ રાજકોટ શહેરમાં પોતાનું પ્રથમ પ્રદર્શન યોજાયું. રાજકોટમાં “અભિવ્યક્તિ”ના બેનર હેઠળ આ બે દિવસીય કલાઉત્સવનું આયોજન “કોર્ટયાર્ડ”, એસ.એન. કણસાગરા સ્કૂલ, યુનિવર્સિટી રોડ, આકાશવાણી ક્વાર્ટર, પંચાયત નગરની સામે યોજાયું. જેમાં સંગીત, નૃત્ય અને નાટક સ્વરૂપે દર્શકોમાં આગવી છાપ ધરાવતા પ્રખ્યાત પ્રદર્શનો રજૂ કરવામાં આવ્યા. “અભિવ્યક્તિ”નો પ્રારંભ વર્ષ 2018માં અમદાવાદથી થયો હતો. અત્યાર સુધી UNM ફાઉન્ડેશનની પહેલ દ્વારા પુરા પાડવામાં આવેલ મંચ ઉપર દેશભરના 330થી વધુ કલાકારોએ પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી છે અને અત્યાર સુધી દર વર્ષે “અભિવ્યક્તિ”ના મંચે નામના અને દર્શકોની પ્રશંસા મેળવી છે. અમદાવાદ, વડોદરા અને સુરત ખાતે અભિવ્યક્તિની તમામ આવૃત્તિમાં કુલ 2.6 લાખથી વધુ દર્શકો અભિવ્યક્તિના પ્રદર્શનોનો આનંદ માણી ચુક્યા છે.પ્રથમ દિવસે એટલે કે 22મી માર્ચના રોજ પ્રદર્શનમાં ધારા રુઘાણી અને ઉન્નતિ અજમેરા દ્વારા “ધેર કમ્સ પાપા” શીર્ષક હેઠળ નૃત્ય પ્રદર્શન અને રુપિન શાહ દ્વારા “રંગ રંગ સુંદરી” નામનું નાટક રજબ કરવામાં આવ્યા.

બીજા દિવસે એટલે કે 23મી માર્ચના રોજ જીગ્નેશ સુરાણી દ્વારા નૃત્ય પ્રદર્શન “ગરવો ગિરનાર” અને રવિ-રાજન દ્વારા સંગીતમય પ્રસ્તુતિ “કબીર તત્વ” રજુ કરવામાં આવશે. તમામ પ્રસ્તુતિઓ માટે પ્રવેશ નિઃશુલ્ક છે. સંગીતમાં ભાર્ગવ પુરોહિત, નાટકમાં ચિરાગ મોદી, ડાન્સ ક્યુરેટર્સ જૈમિલ જોશી અને કથંકી રાવલ શેઠ અને સોનલ ભાર્ગવ સહિતના અગ્રણી આર્ટ ક્યુરેટર્સ દ્વારા આ પ્રસ્તુતિઓ ક્યુરેટ કરવામાં આવી છે. અભિવ્યક્તિની રાજકોટ આવૃત્તિના પ્રદર્શનને કલા મંડળના જાણીતા નામો દક્ષા શેઠ (નૃત્ય), રજત ધોળકિયા (સંગીત) અને સૌમ્યા જોશી (નાટક) દ્વારા મેન્ટરીંગ (માર્ગદર્શન) આપવામાં આવ્યું છે.અભિવ્યક્તિનું વિઝન અને મિશન ઉભરતી પ્રતિભાઓની ઓળખ કરવી, તેમને સમર્થન આપવું અને તમામ શૈલીના કલાકારોને શહેરીજનો સમક્ષ પોતાની કલા રજૂ કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, ઇન્સ્ટોલેશન અને નાટકથી માંડીને અસંખ્ય કલા સ્વરૂપોનો સમાવેશ થાય છે. અભિવ્યક્તિનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની કલાને લોકો સુધી તદ્દન નિઃશુલ્ક પહોંચાડવાનો છે. કલા પ્રેમીઓ કાર્યક્રમની રૂપરેખા અને અન્ય માહિતી માટે www.abhivyaktiart.org પર લોગ ઓન કરી શકે છે અથવા 7069104444/7069105555 નંબર ઉપર ફોન કરી શકે છે.

હાઇકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવીઃ કોઈ બેન્ક અકાઉન્ટ ફ્રીઝ નથી થયાં

નવી દિલ્હીઃ કોંગ્રેસનું એક પણ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ નથી થયું. દેશભરમાં કોંગ્રેસના 100થી વધુ એકાઉન્ટ છે, જેમાં અલગ-અલગ જગ્યાએ કરોડો રૂપિયા જમા છે. એમાંથી દિલ્હીની પાંચ બેન્કોના 11 એકાઉન્ટ્સમાં ઇન્કમ ટેક્સે બાકી લેણાંની રિકવરી કરી છે, પણ આ 11 એકાઉન્ટ્સ પણ ફ્રીઝ નથી કરવામાં આવ્યા.

કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી હતી, જેમાં તેમણે વડા પ્રધાન મોદી પર તીખો હુમલો કર્યો હતો અને લોકતંત્ર ખતમ થવાની કાગારોળ કરી હતી. રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે દેશમાં વિરોધી દળોને પરેશાન કરવામાં આવે છે. ચૂંટણી લડવાથી અટકાવવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટીના અકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવી રહ્યા છે. દેશમાં કોઈ કંઈ બોલતું નથી. દેશમાં લોકતંત્ર ખતમ થઈ ગયું છે. લોકતંત્રને નામે મજાક થઈ રહી છે, એમ તેમણે કહ્યું હતું.

દિલ્હી હાઇકોર્ટે કોંગ્રેસ પાર્ટીની એ અરજીઓ ફગાવી છે, જેમાં ટેક્સ રિએસેસમેન્ટ પ્રક્રિયાને પડકાર આપવામાં આવ્યો હતો. જસ્ટિસ યશવંત વર્મા અને પુરુષેન્દ્ર કુમાર કૌરવની ખંડપીઠે રિટ અરજીઓને ફગાવતાં કહ્યું હતું કે ટેક્સ રિએસેસમેન્ટની કાર્યવાહી પૂરી થવાના થોડા દિવસ પહેલાં આ પ્રકારની અરજીઓ ફાઇલ કરવાનું કોઈ ઔચિત્ય નજર નથી ચઢતું.

ઇન્કમ ટેક્સના નિયમો મુજબ રાજકીય પક્ષોને છૂટ મળે છે, પણ એની ચાર શરતો છે. જો એનું પાલન ના થયું તો છૂટ નથી મળતી. કોંગ્રેસ રિટર્ન ભરવામાં ઢીલ કરી હતી. પાર્ટી 2018નું રિટર્ન 2019માં ભર્યું હતું, જેની સમયમર્યાદા નીકળી ચૂકી હતી.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ઇન્ડિયન ઓઈલના અધિકારીઓની મનોદિવ્યાંગ બાળકો સાથે ધૂળેટી પર્વની ઉજવણી

અમદાવાદ: શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી મનોદિવ્યાંગ બાળકો માટેની સંસ્થામાં બધાં જ બાળકો ગુલાલથી તિલક હોળી રમ્યા. નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત, ડો. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ નામની આ સંસ્થા છે. જેના નિલેશભાઈ ચિત્રલેખા.કોમ ને કહે છે, આ વખતનો રંગોત્સવ દિવ્યાંગ બાળકો સાથે ઇન્ડિયન ઓઈલના અધિકારીઓએ મનાવ્યો.અધિકારીઓએ બાળકો સાથે હોળીની મજા માણી. આ સાથે દિવ્યાંગ બાળકોને બલૂન પેકેટ, ટેમ્પરેચર બોટલ, કલર પેકેટ, પિચકારી પણ આપ્યા. સાથે ભોજન પણ લીધું.

શહેરની અનેક શૈક્ષણિક સંસ્થાઓના સંકુલમાં હોળી ધૂળેટીની રજા પહેલાં આજે રંગોત્સવની ઉજવણી થઈ હતી. બાળકો મન મૂકીને પોતાના મિત્રો સાથે રંગોથી ધૂળેટી રમ્યા હતા.

પ્રજ્ઞેશ વ્યાસ (અમદાવાદ)

ભારત માટે દુર્ભાગ્યપૂર્ણ છે કે પાકિસ્તાન પાડોશી છે : જયશંકર

પાડોશી દેશ પાકિસ્તાન તેની નાપાક ગતિવિધિઓથી બચી રહ્યું હોય તેવું લાગતું નથી, જેમાંથી સૌથી મોટી આતંકવાદને પ્રોત્સાહન આપી રહી છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાનની ટીકા કરી છે. વિદેશ મંત્રીના નિવેદન મુજબ એવું લાગે છે કે ભારત પાકિસ્તાનને છોડવાના મૂડમાં નથી. એસ જયશંકરે કહ્યું કે ભારત હવે આતંકવાદના મુદ્દાને નજરઅંદાજ નહીં કરે.

વિદેશ મંત્રી એસ જયશંકર તેમની ત્રણ દિવસીય મુલાકાતે સિંગાપુરમાં છે. “અમે એવા પાડોશી સાથે કેવી રીતે વ્યવહાર કરીશું જે એ હકીકતને છુપાવતું નથી કે તેઓ શાસનના સાધન તરીકે આતંકવાદનો ઉપયોગ કરે છે,” તેમણે સિંગાપોરની નેશનલ યુનિવર્સિટી ખાતે તેમના પુસ્તક ‘વ્હાય ઈન્ડિયા મેટર્સ’ પર એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. પરંતુ ભારત હવે આતંકવાદને નજરઅંદાજ કરવાના પક્ષમાં નથી.

આતંકવાદને નજરઅંદાજ કરવાના મૂડમાં નથી – વિદેશ મંત્રી

ભારતના વિદેશ મંત્રી જયશંકરે પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે પાકિસ્તાન હવે ઔદ્યોગિક સ્તરે આતંકવાદને પ્રાયોજિત કરી રહ્યું છે. ભારત હવે આતંકવાદના મુદ્દાને કોઈપણ રીતે નજરઅંદાજ કરવાના મૂડમાં નથી. પાકિસ્તાન પર તીખી ટિપ્પણી કરતા વિદેશ મંત્રીએ કહ્યું કે વિશ્વનો દરેક દેશ સ્થિર પાડોશી ઈચ્છે છે. જો સ્થિર ન હોય, તો ઓછામાં ઓછું શાંત પાડોશી રાખો. પરંતુ, કમનસીબે, ભારતનો પાડોશી આવો નથી.

વાતચીત નહીં

તેમણે વધુમાં કહ્યું કે કોઈ દેશ એવા પાડોશી સાથે કેવી રીતે વ્યવહાર કરશે જે ખુલ્લેઆમ સ્વીકારે છે કે તે શાસનના સાધન તરીકે આતંકવાદનો ઉપયોગ કરે છે? આતંકવાદ સાથે પાકિસ્તાનનું જોડાણ એક વખતની ઘટના નથી પરંતુ સતત છે. આતંકવાદના મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ કરતાં જયશંકરે કહ્યું કે ભારત હવે આ નિષ્કર્ષ પર પહોંચ્યું છે કે તે આ ખતરાનો સામનો કરશે અને કડક નિર્ણય લેશે. હવે ભારત આતંકવાદના મુદ્દે એવું નહીં કહે કે ચાલો અમારી વાતચીત ચાલુ રાખીએ.

કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. કેજરીવાલે દારૂ નીતિ કેસમાં તેમની ધરપકડ અને પીએમએલએ કોર્ટના રિમાન્ડના આદેશને પડકાર્યો છે. આ કેસમાં અરવિંદ કેજરીવાલની દલીલ એવી છે કે તેમની ધરપકડ અને રિમાન્ડના આદેશ બંને ગેરકાયદેસર છે અને તેઓ તાત્કાલિક કસ્ટડીમાંથી મુક્ત થવાને પાત્ર છે. ચીફ જસ્ટિસ પાસે રવિવાર સુધીમાં તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ED વતી પોતાની ધરપકડ અને રિમાન્ડને હાઈકોર્ટમાં પડકાર્યો છે. એક દિવસ પહેલા, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો અને તેમને 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા હતા. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં તેમના વતી દલીલ કરવામાં આવી છે કે EDના ધરપકડ અને રિમાન્ડના આદેશ બંને ગેરકાયદેસર છે. આવી સ્થિતિમાં તે તાત્કાલિક ઇડીની કસ્ટડીમાંથી મુક્ત થવાને પાત્ર છે. કેજરીવાલ વતી હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ પાસે રવિવાર 24 માર્ચ સુધી તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી છે.