અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો
અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો
૨૨ માર્ચ, ૨૦૨૪
૨૨ માર્ચ, ૨૦૨૪
Chitralekha Gujarati – 01 April, 2024
રાશિ ભવિષ્ય 22/03/2024
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમ ન કરવું.
આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
કોંગ્રેસે ગુજરાતના 11 ઉમેદવારો જાહેર કર્યા
કોંગ્રેસે ગુજરાતના બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ યાદીમાં કોંગ્રેસે પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અમરેલી, જામનગર, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોર અને સુરત બેઠક ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે ગુજરાતના બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ પહેલા કોંગ્રેસે 12મી તારીખે ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાંથી અમદાવાદ પૂર્વ બેઠક ઉમેદવાર રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતનો હવાલો આપીને ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે.
कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित CEC की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए 57 लोकसभा सीटों पर कांग्रेस उम्मीदवारों की तीसरी लिस्ट जारी की गई। pic.twitter.com/wud9Z9qEwH
— Gujarat Congress (@INCGujarat) March 21, 2024
આ ઉમેદવારોને જાહેર કરાયા
કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોમાં પાટણથી ચંદનજી ઠાકોર, સાબરકાંઠાથી ડો. તુષાર ચૌધરી, ગાંધીનગરથી સોનલ પટેલ, જામનગરથી જે પી મારવીયા, અમરેલીથી જેનીબેન ઠુમ્મર, આણંદથી અમિત ચાવડા, ખેડાથી કાળુસિંહ ડાભી, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ, દાહોદથી પ્રભાબેન તાવિયાડ, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા, સુરતથી નિલેષ કુંભાણીને ટિકિટ આપવામાં આવી છે.
અમિત શાહ સામે કોંગ્રેસે મહિલા ઉમેદવારને ટીકિટ આપી
ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ સામે કોંગ્રેસે મહિલા ઉમેદવારને ટીકિટ આપી છે. સોનલ પટેલ વ્યવસાયે આર્કિટેક્ટ છે અને પૂર્વ મહિલા કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે અને એઆઈસીસીના મંત્રી છે. બીજી બાજુ સુખરામ રાઠવા જેઓ વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા રહી ચૂક્યાં છે અને અમિત ચાવડા જેઓ આંકલાવના ધારાસભ્ય છે તેમને ભાજપ સામે મેદાનમાં ઉતાર્યાં છે.
પાર્ટીએ મને તક આપી એ બદલ આભાર- જે. પી. મારવિયા
જામનગર લોકસભા બેઠક પર આ વખતે પાટીદાર ઉમેદવારને તક આપી છે. જામનગર જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા જે.પી. મારવિયાએ પોતાને લોકસભા ચૂંટણી લડવાની તક આપવા બદલ પાર્ટી હાઈકમાન્ડનો આભાર માન્યો હતો, સાથે કહ્યું હતું કે મને પાટીદાર સમાજ ઉપરાંત અન્ય સમાજનો પણ સહકાર મળશે. જામનગર લોકસભા બેઠક પર પોતાની જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
‘સાહિત્યની સાચી સમજણ’નો અનોખો અવસર યોજાશે
ફાર્બસ ગુજરાતી સભા ‘વ્યાપન પ્રકલ્પ’ દ્વારા ૨૯થી ૩૧ માર્ચ દરમ્યાન ‘સમકાલીન ભારતીય સાહિત્ય : આચમન, આસ્વાદ, વિમર્શ’ સાહિત્ય પર્વનું ઉત્તમ આયોજન સુવિખ્યાત સર્જક સિતાંશુ યશશ્ચંદ્ર દ્વારા આકારિત થવાનું છે. ભારતના ઉત્તમ સર્જકો આ ત્રણ દિવસ દરમ્યાન પોતાના સર્જન વિશે સાહિત્ય પર અસર કરતા પ્રભાવક બળોની વચ્ચે પણ સાચા સાહિત્યને કઈ રીતે ટકાવવું એ વિશે, ભાવકની કેળવણી જેવા અત્યંત જરૂરી મુદ્દા પર સઘન ચર્ચા કરશે. આ સાથે ગુજરાતી અને ભારતીય ભાષામાં કવિતાનું પઠન, રંગભૂમિનો રોચક ઈતિહાસ અને રસપ્રદ વળાંકો વિષે બેઠકો આયોજિત કરાઈ છે.
સમૂહમાધ્યમની ભાષા વિષે ૨૯મી તારીખે આયોજિત સત્રમાં ‘સમૂહમાધ્યમોની ભાષાની નેમઃ સંમોહન, સંગઠન કે સંવેદન?’ આ વિષય પર જન્મભૂમિ ગ્રુપના ચીફ એડિટર કુન્દનભાઈ વ્યાસની અધ્યક્ષતામાં સત્ર રહેશે. ત્યાર બાદ ઉડિયા સર્જક પ્રતિભા રાય સાથે ગોષ્ઠી કરાશે. મુંબઈના સાહિત્ય રસિકો, હાજર રહેનાર સાહિત્ય પ્રેમીઓ અને સહુ માટે ૨૯ મી તારીખે સાંજે ૪.૩૦ વાગ્યાથી બી.સી.એ. સભાગૃહ, ભારતીય વિદ્યાભવનનું અંધેરીનું પ્રાંગણ સાહિત્યના પર્વ માટે તૈયાર રહેશે. શુક્રવારે સાહિત્ય રસિકો બી.સી.એ. સભાગૃહમાં આવશે. શનિવારે ૩૦ માર્ચે સવારે ૧૦ વાગે એસ. પી. જૈન ઓડીટોરીયમમાં ઉદઘાટન બેઠકમાં ત્રણ દિવસના અતિથિ વિશેષો ગુલઝાર, પ્રતિભા રાય, માધવ કૌશિક, અરુણ કમલ, ચંદ્રકાન્ત પાટીલ અને વસંત ડહાકેની અભિવંદના કરવામાં આવશે.
ઉદય મઝુમદારના કંઠે ગીત, માધવ કૌશિકનો સર્જક સંવાદ ‘સચ લિખના આસાન નહિ’,ત્યારબાદ ‘સાહિત્ય અને વિવિધ સત્તાઓ : ના કાહૂ સે દોસ્તી ના કાહૂ સે બૈર’ ગોળમેજી સંગોષ્ઠી, ગુજરાતી કવિ સંમેલન અને અતુલ ડોડિયાના ચિત્રોના સ્લાઈડ શોનું આયોજન કરાયું છે. આ દિવસના સર્વ કાર્યક્રમો સાંજે ૭.૩૦ વાગે પૂરા થશે. ત્યારબાદ ૩૧મી તારીખે રવિવારે સવારે ૧૦ વાગે સરિતા જોષી મારાં મનગમતાં નાટકોના પાત્રો અને એમની ભાષા પર પ્રસ્તુતિ કરશે. ૧૦.૩૦ વાગ્યાથી આપણી રંગભૂમિનું આજનું અર્ધશતક -એક અંતરખોજ, વિષય પર ગોષ્ઠિનું આયોજન કરાયું છે. કાર્યક્રમમાં પ્રતિભા રાય અને માધવ કૌશિકના વ્યાખ્યાનો જેમ આકર્ષણનું કેન્દ્ર છે બહુભાષી કવિતાનું પઠન અને ત્યારબાદ કવિ ગુલઝારનો કાવ્ય પાઠ અને તેમનું બળવંતરાય પારેખ સ્મૃતિ વ્યાખ્યાનમાળાનું પ્રથમ વ્યાખ્યાન.
આજના સાહિત્ય માધ્યમોની ભાષાથી લઇ સાહિત્યના સર્જનાત્મક અનેકોનેક પરિમાણો વિષે પરિસંવાદમાં ચર્ચાઓ થશે. આપણી ભાષાના ઉત્તમ સર્જક તરીકે આપણે સહુ સિતાંશુ યશશ્ચંદ્રને ઓળખીએ જ છીએ પણ આ આયોજન દ્વારા તેઓએ સાહિત્ય વિશ્વમાં સમજણની અનોખી ભૂમિકા રચવાનો પ્રયત્ન કર્યો છે, તે કાબિલેદાદ છે. સિતાંશુભાઈએ દરેક બેઠક પાછળની ભૂમિકા અને ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતા કહ્યું છે કે ‘સાહિત્ય અંગે આપણે ગંભીરતાથી આજે નહિ વિચારીએ તો ક્યારે વિચારશું ? ૨૯ માર્ચના સમૂહ માધ્યમ અંગેની બેઠકમાં દૈનિકો જ નહીં, વિજાણુ અને વિદ્યુત માધ્યમો તેમ જ રાજકીય, ધાર્મિક અને અન્ય નેતાઓની જંગી સભાઓમાં પ્રયોજાતી ભાષા વિશે તટસ્થ, નિર્ભય અને તર્કશુદ્ધ ચર્ચા, એક કલાક થાય એ આ બેઠકનું સ્વરૂપ હોવું જોઈએ અને ભાવકો અને વક્તા વચ્ચે એક ગોષ્ઠિ થાય અને સહુ એ સાંભળે અંતરંગ વાતો સહુ કરે અને એ જ રીતે બધી બેઠકો પાછળ તેમણે સ્પષ્ટતા આપી છે.
મુંબઈમાં ‘ન ભૂતો ન ભવિષ્ય’ જેવો સાહિત્યનો અવસર ગણી શકાય એવા આ પ્રસંગે બધા જ સાહિત્યકારો ત્રણેય દિવસ ઉપસ્થિત રહેવાના છે. ફાર્બસ ગુજરાતી સભાની વ્યાપન પર્વ નિમિત્તે ત્રણ દિવસીય આ પરિસંવાદ માત્ર ગુજરાતી સાહિત્યમાં જ નહીં પણ ભારતીય સાહિત્યજગતમાં સિમાચિહ્ન બની રહેશે. ઈચ્છુક વ્યક્તિ પોતાનું નામ ફોન નંબર : ૮૩૬૯૭૯૫૯૩પર નોંધાવી શકે છે. બન્ને દિવસના ભોજન માટે રૂપિયા ૧૫૦ ભરવાના રહેશે.
દારૂ કૌભાંડ કેસમાં CM કેજરીવાલની ધરપકડ
દેશના રાજકારણમાં મોટો ખળભળાટ મચ્યો છે. હાલમાં સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. સતત 9 સમન્સ મોકલ્યા બાદ EDની ટીમ ગુરુવારે સાંજે 10માં સમન્સ સાથે કેજરીવાલના ઘરે પહોંચી હતી. પૂછપરછ બાદ ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. EDના જોઈન્ટ ડાયરેક્ટર કપિલ રાજ પણ કેજરીવાલના ઘરે હાજર હતા. કેજરીવાલનું નિવેદન પીએમએલએની કલમ 50 હેઠળ નોંધવામાં આવ્યું હતું.
Delhi Chief Minister Arvind Kejriwal arrested by ED in excise policy-linked money laundering case: Official sources
— Press Trust of India (@PTI_News) March 21, 2024
EDના તપાસ અધિકારી જોગેન્દ્ર સીએમ કેજરીવાલની પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર તેના ઘરની પણ તલાશી લેવામાં આવી હતી. કેજરીવાલની કાનૂની ટીમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે. આ દરમિયાન દિલ્હીના કેબિનેટ મંત્રી સૌરભ ભારદ્વાજ પણ કેજરીવાલના ઘરની બહાર પહોંચી ગયા હતા. આજે જ દિલ્હી હાઈકોર્ટે આ મામલે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે સીએમ કેજરીવાલ ધરપકડથી મુક્ત નથી.
મહિન્દ્રાએ EV નો વ્યાપ વધારવા અદાણી સાથે કર્યા MOU
ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા તરફના એક સીમાચિહ્નરૂપ પગલામાં ભારતની આગવી હરોળની SUV ઉત્પાાદક મહીન્દ્રા એન્ડ મહિન્દ્રાએ અદાણી ટોટલ ગેસ લિ.ની માલિકીની પેટા કંપની અદાણી ટોટલ એનર્જીસ ઇ-મોબિિલીટી લિ.(ATEL) સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડીંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા હોવાની આજે જાહેરાત કરી છે. ભારતના મહત્વાકાંક્ષી આબોહવાના કાર્યના લક્ષ્યો સાથે બંધ બેસતા હરિયાળા, વધુ ટકાઉ ભવિષ્યના નિર્માણના પ્રયાણ તરફ આ સહયોગ એક મહત્વાકાંક્ષી છલાંગ દર્શાવે છે. મહિન્દ્રા અને ATEL વચ્ચે થયેલા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) સમગ્ર દેશમાં EV ચાર્જિંગના સંગીન વિસ્તુત માળખાની રચના માટે એક કેડી પ્રસ્થાપિત કરે છે.

વધુમાં આ ભાગીદારી ગ્રાહકોને વણથંભી ચાર્જીંગ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા માટે શોધ, ઉપલબ્ધતા, નેવિગેશન અને વ્યવહારોને આવરી લેતા ચાર્જિંગ નેટવર્કમાં ઈ-મોબિલિટી સરળ બનાવવા માટે ઉપાયો પણ પ્રસ્તુત કરશે. આ સહયોગ સાથે હવે XUV400 ગ્રાહકોને બ્લુસેન્સ એપ ઉપર 1100 થી વધુ ચાર્જર્સની ઍક્સેસ મળી રહેશે આમ મહિન્દ્રાના EV માલિકો માટે ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગની સુવિધા અને પહોંચમાં નોંધપાત્ર વધારો કરશે. મહીન્દ્રા એન્ડ મહિન્દ્રા લિ.ના ઓટોમોટીવ વિભાગના પ્રેસિડેન્ટ વિજય નાક્રાએ જણાવ્યું હતું કે અદાણી ટોટોલ એનર્જીસ સાથે ભાગીદાર બનતા અમે રોમાંચિત છીએ. EV ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવામાં આ જોડાણ એક નીવ કી ઇંટ છે, અમારા ગ્રાહકોને ચાર્જિંગ નેટવર્કની નિર્વિઘ્ન એક્સેસ અને EVની અકલ્પનીય અનુભૂતિ માટે ડિજિટલ ઈન્ટિગ્રેશનની ખાતરી કરાવનારું છે. પાર્ટનર નેટવર્ક સાથે ગ્રાહકોનો અનુભવ વધારવાની અમારી પ્રતિબદ્ધતા અનુસાર અમે EV ઇકોસિસ્ટમને વિસ્તૃત કરવા, ઇલેક્ટ્રિક વાહનોને અપનાવવા માટે બહુવિધ ભાગીદારોને સક્રિયપણે ઓન-બોર્ડિંગ કરી રહ્યા છીએ.

અદાણી ટોટલ ગેસ લિ.ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુરેશ પી મંગલાણીએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક વેહિકલના ક્ષેત્રમાં કંપનીના પદાર્પણને વધુ વિસ્તૃત કરવા તરફ આ એક વધુ કદમ છે. ઉર્જા સંક્રમણના એક ભાગ તરીકે EV ટેકનોલોજીને સામેલ કરવા માટે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે ચાર્જીંગ માળખાનો વ્યાપ વધારવા માટેનો સહયોગ ગ્રાહકોના વિશ્વાસને મજબૂત બનાવશે. ભારતના તેના આબોહવા સંબંધી લક્ષ્યોમાં સહાયરુપ થવા કાર્બનના ઉત્સર્જનને ઘટાડવા આવા સંયુકત પગલાઓ સહાયરુપ થશે. એમ તેમણે ઉમેર્યું હતું. મહિન્દ્રા અને ATEL વચ્ચેની આ ભાગીદારી વાહન વ્યવહારને ડીકાર્બોનાઇઝ કરવા અને ઇલેક્ટ્રિક અને ટકાઉ ભવિષ્ય તરફ ગતિ કરવા માટે જરૂરી સહયોગી પ્રયાસોનું COP 26ની પ્રતિબદ્ધતાઓને અનુરૂપ આ પ્રમાણ છે.
EDની ટીમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી
દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDની ટીમ ગુરુવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કેસમાં પૂછપરછ માટે કેજરીવાલને અત્યાર સુધીમાં નવ સમન્સ મોકલ્યા છે, પરંતુ તેઓ એક વખત પણ હાજર થયા નથી.
STORY | ED team at Delhi CM Kejriwal’s residence to serve summons in excise policy case
READ: https://t.co/BgDTQu7JJx pic.twitter.com/Wv3bdXNBZ4
— Press Trust of India (@PTI_News) March 21, 2024
નવમા સમન્સમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને ગુરુવારે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. કેજરીવાલે આ અંગે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમને અહીંથી રાહત મળી ન હતી. હાઈકોર્ટે આજે કેજરીવાલને એક્સાઈઝ પોલિસી સંબંધિત મની વેન્ડરિંગ કેસમાં શિક્ષાત્મક કાર્યવાહીથી કોઈ રક્ષણ આપવાનો ઈન્કાર કર્યો હતો.
ED team informs Delhi CM Kejriwal’s staff at his residence that it has search warrant against him in excise policy case: Officials
— Press Trust of India (@PTI_News) March 21, 2024
જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને મનોજ જૈનની બેન્ચે કેજરીવાલની અરજીને 22 એપ્રિલે વધુ વિચારણા માટે સૂચિબદ્ધ કરી છે. સમન્સને પડકારતી તેમની મુખ્ય અરજી પર પણ 22 એપ્રિલે સુનાવણી થશે.


