Home Blog Page 1991

વિજય તો મળશે જ, પણ…

આજથી થોડા જ દિવસોમાં હોલિકા દહન તેમ જ રંગોત્સવની ઉજવણી દેશભરમાં થશે. ધુલેટીની આગલી રીતે ઠેર ઠેર હોળી પ્રગટે ને એની અગનજ્વાળાનો પ્રકાશ આસપાસ ફેલાય. આપણે એ સમયમાં જીવી રહ્યા છીએ, જ્યાં વિજ્ઞાનની કૃપાથી એક ચાંપ દબાવીને અજવાળાં કરી શકીએ છીએ. હા, ઔદ્યોગિક ક્રાંતિથી આપણને ભૌતિક સાધન મળ્યાં, પરંતુ તેનાં અજવાળાં તળે અનૈતિકતા અને દુરાચાર વ્યાપી રહ્યાં છે તેનાથી કેટલા માહિતગાર હશે? આજે માણસ જ માણસને મારી બીજાનાં જીવનમાં હોળી પ્રગટાવે છે. નૈતિક મૂલ્યો મૃતપ્રાય થયાં છે. હિંસા, આતંકવાદ, જુગાર, વ્યભિચાર, વ્યસન વગેરે નાથી શકાય તેવાં બેકાબૂ બની ગયાં છે. આથી જ પ્રખર અવકાશ વિજ્ઞાની વૉર્ન બ્રાઉને કહેવું પડ્યું કે: ‘વિશ્વના તમામ મનુષ્યોનાં હૃદયમાં ભગવાન વસી જાય અને આપણને સૌને નૈતિક માર્ગદર્શન આપે તો જ આપણે યાંત્રિક ક્રાંતિનાં જોખમોમાંથી બચી શકીએ તેમ છીએ. બીજો તો કોઈ ઉપાય દેખાતો નથી.’

હોળીની જેમ દિવાળી પણ આપણો મોટો ઉત્સવ. પર્વાધિરાજ. આ અવસરે વેપારીઓ ચોપડાપૂજન કરી શારદાપૂજન દ્વારા આ દિવસે પોતાના આગામી વર્ષના હિસાબ શુદ્ધ રાખવાની ભાવના કરે છે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે ‘લોકમાં વાત થાય છે કે રામજી ચોપડા ચોખ્ખા રાખે, પણ રામજીના ચોપડા તો ચોખ્ખા છે જ. આપણે આપણા ચોપડા ચોખ્ખા રાખવા. જીવનનો ચોપડો ચોખ્ખો ત્યારે રહે, જ્યારે સદગુણોની કમાણી ચાલુ હોય.’

એક નાનકડી કથા છેઃ ગામના કૂવા પાસે ઊભીને ચાર સ્ત્રીઓ પાણી ભરી રહી હતી. વારાફરતી દરેક સ્ત્રી કૂવામાંથી પાણી ખેંચતી. એક પાણી ખેંચે ત્યારે બીજી બધી પોતપોતાનાં છોકરાંની પ્રશંસા કરતી, તેમના ગુણો ગણાવતીઃ

એક કહે કે મારા છોકરાનો અવાજ એટલો મીઠો છે કે એને તો રાજદરબારમાં સ્થાન મળશે.

બીજી કહે કે મારા છોકરાએ શરીર એટલું મજબૂત બનાવ્યું છે કે મોટો થઈને એ ભલભલા પહેલવાનને પછાડશે, તમે મારી આ વાત યાદ રાખજો.

ત્રીજી કહે કે મારો છોકરો એટલો બુદ્ધિશાળી છે કે શાળામાં એ હંમેશાં પહેલો નંબર જ લાવે છે. તેને કોઈ પણ બુદ્ધિનું કામ સોંપો એટલે તેમાં અવ્વલ જ હોય.

ચોથી સ્ત્રીએ દોરડાથી ઘડો ખેંચતાં ખેંચતાં એટલું જ કહ્યું કે મારો છોકરો તો ગામના બીજા છોકરા જેવો જ સીધોસાદો ને સરળ છે… આ વાત ચાલી રહી હતી તે જ વખતે એમનાં છોકરાં શાળાએથી ઘર તરફ જવા ત્યાંથી જ નીકળ્યાં. એક ગાતો ગાતો આવતો હતો, બીજો મસ્તી કરતો અને ત્રીજો ખુલ્લાં પુસ્તકો સાથે. ચોથી સ્ત્રીનો છોકરો પહેલાં તો ચારેય સ્ત્રીને વારાફરતી પગે લાગ્યો. પછી એણે પોતાની માના હાથમાંથી ભરેલો પાણીનો ઘડો લઈ લીધો ને ઘરે જવા લાગ્યો. આ જોઈ કૂવા પાસે બેઠેલા એક વયોવૃદ્ધ સજ્જન, જે ક્યારના તે ચારેય સ્ત્રીઓની વાત સાંભળી રહ્યા હતા, તેમણે ચારેય સ્ત્રીઓને કહ્યું, ‘તમારાં મંતવ્ય ભલે અલગ અલગ હોય, પણ મારા મતે આ ચોથો છોકરો સૌથી સારો છે. એનો શિષ્ટાચાર જોયો?’

ખરેખર, દરેકનું ભવિષ્ય એના શિષ્ટાચારથી નક્કી કરી શકાય છે અને આવી બોધકથાના આધારે આપણે જાતનું અવલોકન-મૂલ્યાંકન કરવાનું છેઃ આપણે સંસ્કાર, શિષ્ટાચાર, અભ્યાસ, પુરુષાર્થ, વગેરેમાં ક્યાં ઊણા ઊતરીએ છીએ? જ્યારે જ્યારે આપણે આવા વિચારોનું પાન કરીએ ત્યારે આપણને એમ લાગતું હશે કે હજુ તો મારે ઘણું ઘણું કરવાનું અને સુધારવાનું છે. કદાચ મનના કોઈ ખૂણે નિરાશાનો વિચાર પણ ઝબકી રહ્યો હશે કે આટલું બધું કેવી રીતે થઈ શકે? ક્યાંથી, કેવી રીતે મારે શરૂ કરવું? પણ નજર હંમેશાં સમાધાન તરફ રાખવી જોઈએ પ્રશ્ન તરફ નહીં. કહે છેને કે ‘સ્લો ઍન્ડ સ્ટડી વિન્સ ધ રેસ… ધીમી અને સાતત્યપૂર્ણ દોડ આપણને જરૂર વિજય અપાવશે, બસ, સમયે સમયે જાતનું મૂલ્યાંકન કરતા રહો.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

કોંગ્રેસે એકાઉન્ટ્સ ફ્રીઝ મામલે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં

નવી દિલ્હીઃ બેન્ક એકાઉન્ટ્સ ફ્રીઝ કરવાને મામલે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. કોંગ્રેસ નેતાઓએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તેઓ ચૂંટણીપ્રચાર માટે એકાઉન્ટ્સમાંથી પૈસા નથી કાઢી શકતા અને એટલે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

કોંગ્રેસ પાર્ટીએ નરેન્દ્ર મોદી સરકાર અને ભાજપ પર મોટો હુમલો કર્યો છે. કોંગ્રેસના ત્રણે દિગ્ગજ નેતાઓ- મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે કોંગ્રેસ પાર્ટીનાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધાં છે, જેને કારણે તેઓ ચૂંટણીપ્રચાર નથી કરી શકતા.રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એક મહિના પહેલાં કોંગ્રેસ પાર્ટીનાં બધાં એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યાં છે. જોકોઈ પરિવારનાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરશો તોએ ભૂખ્યો મરી જશે. એ કોંગ્રેસ પાર્ટીની સાથે કરવામાં આવ્યું છે, પણ કોઈ સંસ્થાએ, કોર્ટે, ચૂંટણી પંચે કે કોઈએ કશું કંઈ કહ્યું નથી. આજે અમે રેલવે ટિકિટ નથી ખરીદી શકતા. અમે અમારા નેતાઓને એક જગ્યાથી બીજી જગ્યાએ નથી મોકલી શકતા.

તેમણે કહ્યું હતું કે આ મુદ્દો સાત વર્ષ જૂનો છે અને રૂ. 14 લાખનો મુદ્દો છે, જેને કારણે કોંગ્રેસ પાર્ટીનાં બધાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યાં છે અને રૂ. 200 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

એકાઉન્ટ્સ ફ્રીઝ મામલે કોંગ્રેસ અને કેન્દ્રની મોદી સરકારની વચ્ચે ખટરાગ જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં ઇન્કમ ટેક્સે કોંગ્રેસના બેન્ક એકાઉન્ટ્સને ફ્રીઝ કરી દીધા હતા. એને લઈને ઘણો વિવાદ થયો હતો અને પાર્ટીએ સરકાર પર જાણીબૂજીને કાર્યવાહી કરવાનો આરોપ લગાડ્યો હતો. જો વિભાગનું કહેવું હતું કે વર્ષ 2018-19 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવામાં ગેરરીતિઓ જોવા મળ્યા હતા, જે પછી આ પગલું ભરવામાં આવ્યું હતું. ઇન્કમ ટેક્સે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટીના ઓડિટર્સે પૈસાનો દુરુપયોગ કર્યો. પાર્ટી પર ટેક્સથી જોડાયેલા અપરાધોમાં પણ સામેલ થવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

 

 

 

 

 

 

વર્લ્ડ હેડ ઈન્જરી અવેરનેસ-ડે: સિનિયર ન્યૂરોસર્જન પાસેથી મેળવો મહત્વની માહિતી

જામનગર: તા. ર૦ માર્ચના વિશ્વભરમાં લોકોમાં જાગૃતતા લાવવા માટે વર્લ્ડ હેડ ઈન્જરી અવેરનેશ ડે તરીકે ઉજવાય છે. આ સંદર્ભમાં માથાની ઈજા અંગે જનજાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમો યોજાય છે. ત્યારે જામનગરના ડૉ. એ. ડી. રૂપારેલીયા કે જેઓ પોતે સિનિયર ન્યૂરોસર્જન છે. તેઓ આપણને કેટલીક મહત્વની માહિતી આપી રહ્યા છે.

પ્રવર્તમાન સમયમાં વાહનોની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે અને તેની સાથે વાહન અકસ્માતોનું પ્રમાણ અને અકસ્માતોને લીધે મૃત્યુનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. માર્ગ અકસ્માત એ જાણે આપણી જીંદગીનો કમનશીબ હિસ્સો બની રહ્યો છે, અને એક અર્થમાં આ અકસ્માતોમાં માથામાં થતી ઈજા ૧૦૦ ટકા માનવસર્જીત છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.

માથાની ઈજાએ દુનિયાભરમાં સૌથી મોટો પબ્લિક હેલ્થ પ્રોબ્લેમ છે વિકસીત તથા વિકાસશીલ દેશોમાં આ સમસ્યા એપિડેમીક સ્વરૂપમાં પ્રસરી રહી છે. ભારતમાં અત્યારે દર ૧ મિનિટે વાહન અકસ્માત થાય છે અને દર પ મિનિટે વાહન અકસ્માતને કારણે ૧ મૃત્યુ થાય છે. સરેરાશ આખા વર્ષમાં ભારતમાં માથાની ઈજાના કારણે દોઢ લાખ લોકોના મૃત્યુ તથા પ લાખ લોકો ઈજાગ્રસ્ત થાય છે. માર્ગ અકસ્માતમાં ૭પ ટકા મૃત્યુ મગજની ઈજાના કારણે થાય છે. મૃત્યુ થવાના મુખ્ય કારણોમાં કેન્સર, હાર્ટ એટેક પછી મગજની ઈજાનો નંબર આવે છે, અને સૌથી વધારે કરૂણતા તો એ છે કે માથાની ઈજા સૌથી વધારે યુવા વર્ગમાં, ર૦ થી ૪૦ વર્ષની ઉંમરમાં થઈ રહી છે.

આ સંજોગોમા પ્રશ્ન ઉભો થાય છે કે શું માથાની ઈજા અટકાવી શકાય ? માથામાં ઈજા થાય તો તાત્કાલિક શું કરવું ? શા માટે માથાની ઈજા ગંભીર કે જીવલેણ હોય છે? માનવ શરીરનું મગજ અમુક ક્ષમતા સુધી જ ઈજા સહન કરી શકે છે. ઈજાના કારણે ઓક્સિજન અને લોહીનું પરિભ્રમણ મગજમાં જો ઓછું થઈ જાય તો મગજમાં ગંભીર અસરો અને તેના પરિણામો ઉદ્દભવતી અનેક સમસ્યાઓ સર્જાય છે. માથાની ઈજા સંપૂર્ણપણે અર્થાત ૧૦૦ ટકા અટકાવી શકાય છે જેમાં (૧) ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જેમ કે હેલ્મેટ પહેરવી, સીટ બેલ્ટ બાંધવો વગેરે (ર) ઔદ્યોગિક એકમોમાં ફરજ સમયે સતર્ક રહેવું, એકાગ્રતા રાખવી વગેરે (૩) શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ તથા યુવા વર્ગને માર્ગ સલામતિનું શિક્ષણ આપવું (૪) દારૂ પીને વાહન ન ચલાવવું (પ) વાહનની ગતિ મર્યાદાનું પાલન વગેરે કરવાથી અકસ્માતોનું પ્રમાણ ઘટી શકે છે અને તેથી માથાની ઈજાથી બચી શકાય છે.

સાયન્સ સિટી ખાતે વિશ્વ ચકલી દિવસની અનોખી ઉજવણી!

અમદાવાદ: ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીના નેચર ક્લબ ઈકો લાઈફ દ્વારા 20મી માર્ચે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે ‘સ્પેરો મેન’ તરીકે જાણીતા જગત કિંખાબવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે પૃથ્વી પર વધતું જતું પ્રદૂષણ તથા અન્ય પરિબળોને કારણે ચકલી સહિતના પક્ષીઓ અને અન્ય જીવોને થતા નુકસાન વિશે વાત કરી હતી. તેમણે પર્યાવરણમાં ચકલી સહિતના દરેક જીવોનું મહત્વ અને તેમના સંરક્ષણ માટેના ઉપાયો વિશે જણાવ્યું હતું. કાર્યક્રમના અંતમાં જગત કિંખાબવાલાએ વિદ્યાર્થીઓને એનિમલ એન્થમ થકી આ જીવોના સંરક્ષણ અર્થેનો સંદેશ પાઠવવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

કાર્યક્રમમાં સહભાગી વિદ્યાર્થીઓએ ‘ચકી બેન ચકી બેન’ ગીત ગાઈ ચકલીઓને ફરીથી પોતાના ઘરે આવવા માટે આમંત્રિત કરી હતી. તથા ‘Save Sparrow, Save Birds’ જેવા સ્લોગન રાઇટિંગ કરીને પોતાના મનના પ્રતિભાવ જણાવ્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓને ચકલી ઘરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કાલુપુર પ્રાયમરી સ્કૂલ, આચાર્ય એકેડેમી, ચિલ્ડ્રન્સ ડેવલોપમેન્ટ ફોર એજ્યુકેશન સેન્ટર તથા ગવર્નમેન્ટ સાયન્સ કોલેજ ગાંધીનગરના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

દેશમાં આશરે 30 કરોડ મતદારો નથી કરતા મતદાન

નવી દિલ્હીઃ વિશ્વમાં ભારત સૌથી વધુ લોકતાંત્રિક દેશ છે, એમાં દેશમાં 1962ની તુલનાએ મતદારોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે, પણ દેશમાં આશરે એક તૃતીયાંશ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ નથી કરતા. મત ના કરવાવાળાઓમાં યુવાઓ, શ્રીમંતો અને શહેરી જનસંખ્યાવાળા લોકો સામેલ હતા, એમ ચૂંટણી પંચનો રિપોર્ટ કહે છે.

હાલ દેશમાં ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. દેશમાં આશરે 94.5 કરોડ મતદારો નોંધાયેલા છે, તેમાંથી એક તૃતીયાંશ લોકોએ લોકસભાની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ જ નહોતો કર્યો. હવે દેશમાં ફરી 18મી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. દેશમાં 19 એપ્રિલથી પહેલી જૂન સુધી સાત તબક્કામાં ચૂંટણી કરાવવામાં આવશે. ચોથી જૂને લોકસભા ચૂંટણી-2024એ ચૂંટણી પરિણામો જારી કરવામાં આવશે. દેશમાં પહેલા તબક્કા માટે નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

ચૂંટણી પંચ મુજબ દેશમાં આશરે 30 કરોડ લોકોએ લોકસભા ચૂંટણી 2019માં મતાધિકારનો ઉપયોગ નહોતો કર્યો. ચૂંટણી પંચનું માનવું છે કે લોકો છેલ્લી લોકસભા ચૂંટણીમાં મોટી સંખ્યામાં મત આપવા મતદાન મથકોએ ગયા જ નહોતા. આટલી મોટી સંખ્યામાં લોકોનો મત નહીં આપવો, એ દેશના લોકતંત્ર માટે બિલકુલ સારા સંકેત નથી.

ગઈ લોકસભા ચૂંટણીમાં મતદારોના ઉદાસીન વલણને કારણે ચૂંટણી પંચે જાગ્રત કેમ્પેન દ્વારા મતદાન ટર્નઆઉટને 75 ટકાથી 80 ટકા સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. ચૂંટણી પંચ મતદારોમાં જાગ્રતતા લાવવા અને મતદાન વધારવા માટે અવેરનેસ કેમ્પેન ચલાવી રહ્યું છે. પંચ આ માટે કેટલીય જગ્યાએ નુક્કડ નાટક, રીલ બનાવવા, સ્લોગન લખવા જેવી સ્પર્ધાઓ આયોજિત કરી રહ્યું છે.

જોકોઈ મતદાતા ચૂંટણીમાં મત ના આપે તો ચૂંટણી પરિણામ પર એની અસર પડી શકે અને ચૂંટણી પરિણામ પણ અલગ આવી શકે છે. મતદાનમાં ભાગીદારી ના હોવાથી લોકો માટે પસંદગીની સરકારનું સત્તામાં આવવું મુશ્કેલ બને છે.

 

 

 

 

ચારુસેટના NCC કેડેટ આયુષ કારિયાને સ્પેશિયલ કમેન્ડેશન મેડલ

ચાંગા: ચારુસેટ યુનિવર્સિટીના વિદ્યાર્થી આયુષ કારીયાને વિશેષ  પ્રશંસા ચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે. તેઓ યુનિવર્સિટી સંલગ્ન ડેપસ્ટારના બી.ટેક કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ વિભાગના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આ ઉપરાંત આયુષ NCC કેડેટ અને LCPL. 2 ગુજ સીટીસી એનસીસી વીવીનગર સાથે સંલગ્ન છે. આયુષ કારીયાને દિલ્હીમાં NCC ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ ગુરદીપ પાલ સિંગ દ્વારા સ્પેશિયલ કમેન્ડેશન મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આ મેડલ ગુજરાતમાંથી ફક્ત  2 કેડેટને પ્રાપ્ત થયો હતો. રિપબ્લિક ડે કેમ્પમાં ઓવરઓલ સારું પરફોર્મન્સ હોય તેવા કેડેટને આ મેડલ એનાયત થયો હતો.

આ અગાઉ આયુષે દિલ્હીમાં સૌથી પ્રતિષ્ઠિત NCC રિપબ્લિક ડે કેમ્પ 2024માં ભાગ લીધો હતો. ગુજરાતમાંથી પસંદ થયેલા માત્ર 107 NCC  કેડેટ્સમાં આયુષનો સમાવેશ થયો હતો. આ સિદ્ધિ 2 ગુજરાત સીટીસી કમાન્ડિંગ ઓફિસર લેફટનન્ટ કર્નલ રાહુલ ભોરસ્કર અને ચારુસેટના પદાધિકારીઓ અને ફેકલ્ટીના સમર્થનથી પ્રાપ્ત થઇ હતી. અભ્યાસક્રમ ઉપરાંત આ પ્રકારના કાર્યક્રમોમાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય, મિત્રતા, શિસ્ત અને બિનસાંપ્રદાયિક દૃષ્ટિકોણ, સાહસની ભાવના અને યુવા નાગરિકોમાં નિઃસ્વાર્થ સેવાના આદર્શો વિકસાવવામાં મદદ મળે છે.

ચારુસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલ, ફેકલ્ટિ ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગના ડીન ડો. વિજય ચૌધરી અને કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ વિભાગના વડા ડો. ચિરાગ પટેલ દ્વારા ચારુસેટ NCC યુનિટને સતત પ્રેરણા અને  સમર્થન પ્રાપ્ત થવા બદલ તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

બદાયું બેવડા હત્યાકાંડના આરોપી જાવેદની ધરપકડ

નવી દિલ્હીઃ બદાયું હત્યાકાંડમાં બે દિવસોથી ફરાર આરોપી જાવેદની બરેલીથી પોલીસે ધરપકડ કરી હતી. આ ઘટના પછી જાવેદ મોબાઇલ બંધ કરીને દિલ્હી ભાગી ગયો હતો. જાવેદ દિલ્હીથી બરેલી પરત ફર્યો હતો અને સરન્ડરની તજવીજમાં હતો. તેની બરેલીના સેટેલાઇટ વિસ્તારમાં બરેલી પોલીસે ધરપકડ કરવામાં આવી છે. બદાયું પોલીસે એના પર રૂ. 25,000નું ઇનામ જાહેર કર્યું હતું.

બદાયુંના SSP આલોક પ્રિયદર્શીના જણાવ્યા મુજબ જાવેદની ધરપકડ માટે પાંચ ટીમોની રચના કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ આયુષના શરીર પર તીક્ષણ હથિયારથી 14 વાર કરવામાં આવ્યા હતા. જે અમારા દ્વારા જપ્ત કરવામાં આવેલા ધરદાર હથિયારથી મેળ ખાય છે. આહાન પર બે ઘા છે, એમાં એક ઊંડો ઘા ગરદન પર મળ્યો છે.

બરેલી પોલીસે જાવેદને બદાયું પોલીસને હવાલે કરી દીધો છે. હવે બદાયું પોલીસ એનાથી પૂછપરછ કરશે. જાવેદને મોડી રાત્રે બારાદરી પોલીસ સ્ટેશનના સેટેલાઇટ બસ સ્ટેન્ડ પર સ્થાનિક લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો. એ દરમ્યાન એનો વિડિયો બનાવી લેવામાં આવ્યો હતો. જાવેદનો વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. તે રિક્ષામાં સવાર થતો જોઈ શકાય છે.

આ કેસમાં હત્યાનો આરોપી સાજિદ પોલીસ અથડામણમાં માર્યા ગયા પછી પોલીસે આરોપી જાવેદને શોધી રહી હતી. જાવેદના પિતા અને કાકાની પૂછપરછ કરવામાં આવી હતી. એ સાથે જાવેદના નજીકના મિત્રોના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

 

 

 

 

 

 

 

કોરાનાના 159 નવા કેસો, છનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ફરી એક વકરવા માંડ્યો છે.  છેલ્લા 24 કલાકમાં કોરોનાના 159 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે છ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,33,029 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,533 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,98,666 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 239 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1002 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,55,321 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 8269 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

સુવિચાર – ૨૧ માર્ચ, ૨૦૨૪

સુવિચાર – ૨૧ માર્ચ, ૨૦૨૪

૨૧ માર્ચ, ૨૦૨૪