સુવિચાર – ૨૧ માર્ચ, ૨૦૨૪
સુવિચાર – ૨૧ માર્ચ, ૨૦૨૪
રાશિ ભવિષ્ય 21/03/2024
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.
આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.
IPL 2024: ગુજરાત ટાઇટન્સે મોહમ્મદ શમીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી
ગુજરાત ટાઇટન્સ (GT) એ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના સ્થાનની જાહેરાત કરી છે. શમી ઈજાના કારણે IPL 2024માં નહીં રમે. જીટીએ શમીની જગ્યાએ કેરળના સંદીપ વોરિયરનો સમાવેશ કર્યો છે. તેણે આઈપીએલમાં કુલ 5 મેચ રમી છે. તેણે છેલ્લે 2021માં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મેદાન માર્યું હતું. શમીએ IPL 2023માં 28 વિકેટ લઈને પર્પલ કેપ જીતી હતી. મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ ઈજાગ્રસ્ત દિલશાન મદુશંકાના સ્થાને 17 વર્ષીય દક્ષિણ આફ્રિકાની ઝડપી બોલર ક્વેના માફાકાને ટીમમાં સામેલ કરી છે. શ્રીલંકાના ફાસ્ટ બોલર મદુશંકાને બાંગ્લાદેશ શ્રેણીમાં ઈજા થઈ હતી. IPLની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે.

IPLએ બુધવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે, GTએ 32 વર્ષીય ફાસ્ટ બોલર સંદીપ વોરિયરને શમીના સ્થાને સામેલ કર્યો છે. શમીએ તાજેતરમાં જ હીલની સફળ સર્જરી કરાવી છે અને તે સ્વસ્થ થઈ રહ્યો છે. વોરિયર રૂ. 50 લાખની મૂળ કિંમતે જીટીમાં જોડાયો છે. બીજી તરફ મદુશંકા ઈજાના કારણે આગામી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. ડાબોડી ફાસ્ટ બોલર મફાકા 50 લાખ રૂપિયામાં MIનો હિસ્સો બનશે.આપને જણાવી દઈએ કે Mafakaને ICC અંડર-19 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 21 વિકેટ લીધી હતી. તેણે બે વખત પાંચ વિકેટ ઝડપી અને એક વખત ઇનિંગમાં 6 વિકેટ લીધી.
નોંધનીય છે કે શમીએ છેલ્લે 2023ના ODI વર્લ્ડ કપમાં મેદાન માર્યું હતું. તેણે વર્લ્ડ કપમાં ઘાતક બોલિંગ કરી અને સાત મેચમાં 24 વિકેટ લીધી. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે પેઈન કિલર લઈને ભારત માટે મેચ રમી હતી. શમી ઈજામાંથી સાજા થવા માટે જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં લંડન ગયો હતો. ડોક્ટરોએ પહેલા ઈન્જેક્શનથી સારવાર કરી. જ્યારે શમીને ઈન્જેક્શનથી કોઈ ફાયદો ન થયો ત્યારે તેણે સર્જરી કરાવવી પડી.
33 વર્ષીય શમીને સંપૂર્ણ રીતે ફિટ થવામાં ઘણો સમય લાગશે. તે જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં યોજાનાર T20 વર્લ્ડ કપ 2024માંથી પણ બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે થોડા દિવસો પહેલા આ વાતની પુષ્ટિ કરી હતી. શમી ભારત તરફથી બાંગ્લાદેશ સામેની હોમ ટેસ્ટ સિરીઝમાં રમી શકે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ વર્ષે સપ્ટેમ્બરમાં સિરીઝ યોજાવાની છે.
પુતિન બાદ PM મોદીએ ઝેલેન્સ્કીને ફોન ઘુમાવ્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે વાત કરી હતી અને તમામ શાંતિ પ્રયાસો અને રશિયા-યુક્રેન સંઘર્ષના વહેલા અંત માટે ભારતનું સતત સમર્થન આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ ફોન પર વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને પણ કહ્યું હતું કે ભારત યુક્રેનને માનવતાવાદી સહાય આપવાનું ચાલુ રાખશે.
Had a good conversation with President @ZelenskyyUa on strengthening the India-Ukraine partnership. Conveyed India’s consistent support for all efforts for peace and bringing an early end to the ongoing conflict. India will continue to provide humanitarian assistance guided by…
— Narendra Modi (@narendramodi) March 20, 2024
પીએમ મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, ભારત-યુક્રેન ભાગીદારીને મજબૂત કરવા પર રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે સારી વાતચીત થઈ. તમામ શાંતિ પ્રયાસો અને ચાલી રહેલા સંઘર્ષના વહેલા અંત માટે ભારતના સતત સમર્થનની વાત કરી. ભારત તેના લોકો-કેન્દ્રિત અભિગમ દ્વારા સંચાલિત માનવતાવાદી સહાય પૂરી પાડતું રહેશે.
Spoke with President Putin and congratulated him on his re-election as the President of the Russian Federation. We agreed to work together to further deepen and expand India-Russia Special & Privileged Strategic Partnership in the years ahead. @KremlinRussia
— Narendra Modi (@narendramodi) March 20, 2024
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુક્રેનના લોકો માટે ભારતની સતત માનવતાવાદી સહાયની પણ પ્રશંસા કરી. વાતચીત દરમિયાન બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં ભારત-યુક્રેન ભાગીદારીને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી. ઝેલેન્સ્કી સાથે વાત કરતા પહેલા પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી અને તેમને તેમના પાંચમા કાર્યકાળ માટે અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે રશિયા-યુક્રેન સંઘર્ષને ઉકેલવા માટે વાતચીત અને કૂટનીતિ જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે.
IPL 2024 : બોલિવૂડ સ્ટાર્સ ઓપનિંગ સેરેમનીમાં રંગ જમાવશે
પ્રતીક્ષાના કલાકો પૂરા થવાના છે. IPL 2024 નો ઉત્સાહ 22 માર્ચથી શરૂ થવા જઈ રહ્યો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ બ્લોક બ્લાસ્ટર થવાની છે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. જોકે, મેચમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થાય તે પહેલા બોલિવૂડ સ્ટાર્સ ઓપનિંગ સેરેમનીમાં રંગ જમાવતા જોવા મળશે. ચેપોકમાં ચાહકો એઆર રહેમાનની ધૂન પર નાચતા જોવા મળશે, જ્યારે અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ તેમના ડાન્સથી આગ લગાવશે.

ઉદઘાટન સમારોહ શાનદાર રહેશે
IPL 2024 ની ઓપનિંગ સેરેમની ધમાકેદાર બનવા જઈ રહી છે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ ચેપોકમાં ફેન્સનું મનોરંજન કરતા જોવા મળશે. પ્રખ્યાત ગાયકો એ.આર.રહેમાન અને સોનુ નિગમ પોતાના સુરીલા અવાજોથી ચાહકોને નૃત્ય કરવા મજબૂર કરશે. અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની જોડી સ્ટેજ પર તેમના ડાન્સ મૂવ્સથી હલચલ મચાવતી જોવા મળશે.

ઉદઘાટન સમારોહ કેટલા વાગ્યે શરૂ થશે?
ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનની ઓપનિંગ સેરેમની ભારતીય સમય અનુસાર સાંજે 6.30 વાગ્યે શરૂ થશે. લગભગ અડધા કલાક સુધી ચાલનારા ઓપનિંગ સેરેમનીમાં આ ચાર સ્ટાર્સ રંગ જમાવતા જોવા મળશે.

બ્લોક બ્લસ્ટર પ્રથમ મેચ
IPL 2024ની શરૂઆત ખૂબ જ વિસ્ફોટક મેચ સાથે થશે. એમએસ ધોનીની કપ્તાનીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ઘરઆંગણે પડકાર ફેંકતી જોવા મળશે. બંને ટીમોની વાત કરીએ તો કાગળ પર આરસીબી દરેક વિભાગમાં સંતુલિત દેખાય છે. સાથે જ CSKનું બોલિંગ આક્રમણ થોડું નબળું દેખાઈ રહ્યું છે. આ સાથે ડેવોન કોનવે અને પથિરાનાની ઈજાએ પણ CSKનું ટેન્શન વધાર્યું છે.
પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પર BLA દ્વારા મોટો હુમલો
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સ્થિત ગ્વાદર પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્સમાં હથિયારોથી સજ્જ કેટલાક હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો છે. આ હાઈ સિક્યોરિટી એરિયામાં ફાયરિંગની સાથે અનેક વિસ્ફોટ અને ભારે ગોળીબાર પણ થઈ રહ્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પોલીસે જવાબી કાર્યવાહી કરી અને 8 હુમલાખોરોને ઠાર માર્યા. જો કે હજુ પણ ગોળીબાર ચાલુ છે. આ હુમલામાં કોઈના મોતના સમાચાર નથી. જોકે, પાકિસ્તાની સુરક્ષા દળોએ આઠ હુમલાખોરોને ઠાર માર્યા છે, જેની સંખ્યા હજુ વધી શકે છે. આ હુમલો બલૂચિસ્તાન પ્રાંતના બંદર શહેર ગ્વાદર પાસે કરવામાં આવ્યો હતો. સુરક્ષા ટુકડીઓ સ્થળ પર હાજર છે જે આતંકવાદીઓના ગોળીબારનો સતત જવાબ આપી રહી છે.

હુમલાખોરો બળપૂર્વક બંદરમાં પ્રવેશ્યા હતા
પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ના માજીદ બ્રિગેડે હુમલાની જવાબદારી લીધી છે. આ હુમલો ગ્વાદર પોર્ટ પર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ સંકુલ ચીન-પાકિસ્તાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જ્યાં મોટી સંખ્યામાં ચીની કર્મચારીઓ કામ કરે છે. પ્રારંભિક માહિતી અનુસાર, ટીમોએ વધુ દળોને બોલાવ્યા છે. બચાવ સંસ્થા પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સશસ્ત્ર હુમલાખોરો બળજબરીથી ગ્વાદર પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્સમાં ઘૂસી ગયા અને ફાયરિંગ શરૂ કરી દીધું.
યુએનના ઘણા કર્મચારીઓ હાજર રહ્યા હતા
નોંધનીય છે કે આ બંદર અનેક સરકારી અને અર્ધલશ્કરી કચેરીઓ ધરાવે છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા વિભાગે એક નિવેદનમાં કહ્યું કે હાલમાં આવા કોઈ અધિકારીના જાનહાનિના સમાચાર નથી. હુમલા સમયે ગ્વાદર બંદર પર મિશન પર યુએનની ત્રણ એજન્સીઓ અને બે યુએન એજન્સીઓના સાત કર્મચારીઓ હતા.
મજીદ બ્રિગેડે હુમલાની જવાબદારી લીધી હતી
મજીદ બ્રિગેડની રચના 2011માં કરવામાં આવી હતી, હાલમાં બલૂચિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી, બલૂચ રિપબ્લિકન આર્મી, બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ, બલોચ નેશનલ ગાર્ડ અને અન્ય સંગઠનો પણ સામેલ છે, જેઓ સતત સરકાર સામે લડી રહ્યા છે. પાકિસ્તાન સરકારે તેમની ગતિવિધિઓને ઉગ્રવાદી ગણાવીને તેમના પર પ્રતિબંધ મૂક્યો છે. આમાંની સૌથી જૂની સંસ્થા BLA છે. મજીદ બ્રિગેડની સ્થાપના અસલમ અચ્છો અને બશીર ઝેબ દ્વારા કરવામાં આવી હતી. કહેવાય છે કે અફઘાનિસ્તાન પર આ સંગઠનની મજબૂત પકડ છે.
2019માં 85 ટકા દલબદલુ નેતાઓને હરાવ્યા હતા જનતાએ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ની પ્રક્રિયા શરૂ થઈ છે. રાજકીય પક્ષો ઉમેદવારોની અંતિમ ઘોષણા કરવાની પ્રક્રિયામાં છે, બીજી તરફ નેતાઓ પક્ષ બદલવાનો સિલસિલો જારી છે. હાલમાં તાજું ઉદાહરણ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી હેમંત સોરેનનાં ભાભી સીતા સોરેને JMMનો સાથ છોડીને ભાજપમાં સામેલ થયા છે. આ પહેલાં ઝારખંડના જ કોંગ્રેસના ગીતા કોડા ભાજપમાં આવ્યાં હતાં અને સીટ (સિંહભૂમ)થી ટિકિટ પણ મેળવી હતી.

નેતાઓનું પક્ષ બદલવું એ કોઈ નવી વાત નથી. નેતાઓ કેટલાંય કારણો –જેવાં કે ટિકિટ ના મળવી, અન્ય પાર્ટીમાં જીતની સંભાવના વગેરે કારણોથી પક્ષ બદલે છે, પણ હવે આવા નેતાઓ માટે ખરાબ સમાચાર છે, કેમ કે સમયની સાથે તેમના જીતવાની સંભાવના ઓછી થતી જાય છે.
અશોક યુનિવર્સિટીના ત્રિવેદી સેન્ટર ફોર પોલિટિકલ ડેટાએ લોકસભાના આંકડાનું વિશ્લેષણ કર્યું છે, જેમાં સામે આવ્યું છે કે 2019માં ચૂંટણીમાં દળબદલુઓ નેતાઓની સફળતાનો દર 15 ટકા ઓછો થયો છે. 1969ના દાયકામાં એ આશરે 30 ટકા હતો.
2019ની લોકસભાની ચૂંટણીણીમાં 8000થી વધુ ઉમેદવારો મેદાનમાં હતા. એમાં 195 દળબદલુ નેતા ઉમેદવારો પણ સામેલ હતા. આ દળબદલુ નેતાઓમાંથી માત્ર 29 ઉમેદવારોને જ જીત મળી હતી. આ પ્રકારે ગઈ વખતે સફળતાનો દર માત્ર 14.9 ટકા હતો. જોકે 1977ની લોકસભાની ચૂંટણીમાં 2439 ઉમેદવારો ઊભા હતા, જેમાં કુલ 161 દળબદલુ ઉમેદવારો હતા, જેમનો સફળતાનો દર 68.9 ટકા હતો, જે સૌથી ઊંચો હતો.
સ્ટાર્ટઅપ મહાકુંભમાં PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સ્ટાર્ટઅપ મહાકુંભનું ઉદ્ઘાટન કર્યું. આ અવસર પર તેમણે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો અને કહ્યું કે ઘણા લોકો રાજકારણમાં સ્ટાર્ટઅપ શરૂ કરવાનો પ્રયાસ કરે છે અને તેમને વારંવાર લોન્ચ કરવા પડે છે, પરંતુ તમારા લોકો અને તેમની વચ્ચે નવા વિચારોમાં તફાવત છે.
Many people try to ‘launch’ startups, especially in politics, sometimes multiple times…
The difference between you and them is that you’re experimental. You try new ideas after the failure of one launch.
– PM @narendramodi pic.twitter.com/FTl7tItrCy
— BJP (@BJP4India) March 20, 2024
પીએમ મોદીએ કહ્યું કે ઘણા લોકો સ્ટાર્ટઅપ લોન્ચ કરે છે, પરંતુ રાજનીતિમાં આવું ઘણું થાય છે અને વારંવાર લોન્ચ કરવું પડે છે. તમારા અને તેમની વચ્ચેનો તફાવત એ છે કે તમે લોકો પ્રયોગશીલ છો, જો એક લોન્ચ ન થાય તો તમે તરત જ બીજા પર જાઓ છો.
स्टार्टअप लॉन्च तो बहुत लोग करते हैं, राजनीति में तो ये बहुत ज्यादा होता है और बार बार लॉन्च करना पड़ता है।
आप में और उनमें फर्क ये है कि आप लोग प्रयोगशील होते हैं, एक अगर लॉन्च नहीं हुआ तो तुरंत दूसरे पर चले जाते हैं।
– पीएम @narendramodi pic.twitter.com/xLKazr8dbH
— BJP (@BJP4India) March 20, 2024
શું કહ્યું પીએમ મોદીએ?
તેમણે કહ્યું કે આજે જ્યારે દેશ 2047ના વિકસિત ભારતના રોડમેપ પર કામ કરી રહ્યો છે, ત્યારે મને લાગે છે કે આ સ્ટાર્ટઅપ મહાકુંભનું ખૂબ મહત્વ છે. છેલ્લા દાયકાઓમાં, અમે જોયું છે કે કેવી રીતે ભારતે IT અને સોફ્ટવેર ક્ષેત્રમાં તેની છાપ છોડી છે. હવે આપણે ભારતમાં ઈનોવેશન અને સ્ટાર્ટઅપ કલ્ચરનો ટ્રેન્ડ સતત વધતો જોઈ રહ્યા છીએ.



