
120 કલાકનો ચૂંટણી પ્રચાર… PM મોદીનું ‘મિશન દક્ષિણ’
લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ પીએમ મોદી સહિત અન્ય તમામ વિપક્ષી પાર્ટીઓએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રેલીઓનો દોર ચાલુ છે. ગઈકાલે ઈન્ડિયા એલાયન્સે મુંબઈમાં રેલી યોજી હતી જ્યારે પીએમ મોદી 120 કલાકના દક્ષિણ વિજય અભિયાન પર છે. ભાજપ 400 પાર કરવાના સ્લોગનને પૂર્ણ કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. 400 પાર કરવાનું સૂત્ર ત્યારે જ સાકાર થશે જ્યારે ભાજપ દક્ષિણનો કિલ્લો પણ જીતી લેશે. તેમાં ખાસ કરીને તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળનો સમાવેશ થાય છે.

ભાજપ આ રાજ્યોમાં સીટો વધારવાનો પ્રયાસ કરી રહી છે તો જ 400ને પાર કરવાનું મિશન પૂર્ણ થશે. ભાજપ આ રાજ્યોમાં સીટો વધારવાનો પ્રયાસ કરી રહી છે તો જ 400ને પાર કરવાનું મિશન પૂર્ણ થશે. આ વખતે ભાજપને આ ત્રણેય રાજ્યોમાં ખાતા ખોલવાની આશા છે. આ માટે પીએમ મોદીએ પૂરા પ્રયાસો કર્યા છે અને છેલ્લા 77 દિવસોમાંથી તેમણે 23 દિવસ દક્ષિણના રાજ્યોમાં વિતાવ્યા છે.

આંકડાઓ શું કહે છે?
જો આંકડાઓ પર નજર કરીએ તો દક્ષિણના રાજ્યોમાં લોકસભાની 129 બેઠકો છે. જેમાંથી 2019માં ભાજપે માત્ર 29 બેઠકો જીતી હતી જ્યારે વિપક્ષે 100 બેઠકો જીતી હતી. કર્ણાટકમાં ભાજપનું પ્રદર્શન સારું રહ્યું હતું, જ્યાં તેણે 28માંથી 25 બેઠકો જીતી હતી. તેણે તેલંગાણામાં પણ સારું પ્રદર્શન કર્યું અને 17માંથી 4 બેઠકો જીતી. પરંતુ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળમાં બીજેપીનું ખાતું ખૂલ્યું ન હતું.

પીએમ મોદી મિશન સાઉથ પર
આ વખતે પીએમ મોદી પોતે દક્ષિણના ત્રણ રાજ્યો જીતવા માટે 120 કલાકના મિશન પર છે. પીએમ મોદીએ શુક્રવારે આ મિશનની શરૂઆત કરી હતી. તેમણે રવિવારે આંધ્ર પ્રદેશના પલાનાડુમાં તેમની પ્રથમ રેલી યોજી હતી. આજે તેમની બીજી રેલી તેલંગાણાના જગતિયાલમાં યોજાઈ હતી. થોડા સમય પહેલા તેણે કર્ણાટકના શિવમોગામાં રેલી કરી હતી. તેમનો ચોથો કાર્યક્રમ કોઈમ્બતુરમાં છે જ્યાં તેઓ આજે સાંજે રોડ શો કરવાના છે. આવતીકાલે તેઓ કેરળના પલક્કડમાં રોડ શો કરશે. આ પછી તેમની છઠ્ઠી રેલી તમિલનાડુના સાલેમમાં યોજાશે. આ હાઈ-પ્રોફાઈલ રેલીઓ પરથી સમજી શકાય છે કે દક્ષિણમાં ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે તેઓ કેટલી શક્તિ લગાવી રહ્યા છે.
ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી આઝમ ખાનને સાત વર્ષની જેલની સજા
રામપુરઃ UPના રામપુરના ચર્ચિત ડુંગરપુર કેસમાં SPના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેબિનેટ આઝમ ખાનને સાત વર્ષની જેલની સજા સંભળાવી છે. એ સાથે અન્ય ત્રણ દોષીઓને પાંચ-પાંચ વર્ષ જેલની સજા સંભળાવી છે. એમાં રામપુરના ભૂતપૂર્વ નગરપાલિકા અધ્યક્ષ અઝહર અહમદ ખાન, ભૂતપૂર્વ ક્ષેત્રાધિકારી આલે હસન અને બરકત અલી સામેલ છે. 16 માર્ચે MP-MLA કોર્ટે ચારે લોકોને દોષી ઠેરવ્યા હતા.

ગુનેગારો પર લગાવવામાં આવેલી કલમોમાં IPCની કલમ 452 હેઠળ મહત્તમ સાત વર્ષની સજાની જોગવાઈ છે. બાકીના વિભાગોમાં છ મહિનાથી બે વર્ષ સુધીની મહત્તમ સજાની જોગવાઈ છે. જોકે ગયા વર્ષે નકલી બર્થ સર્ટિફિકેટ કેસમાં સપા નેતા આઝમ ખાન, તેમની પત્ની તન્ઝીન ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમને દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેમને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
રાજકીય પક્ષો માટે ‘કિસાન માર્ચ’ ચૂંટણીમાં મુશ્કેલીઓ સર્જશે
નવી દિલ્હીઃ ખેડૂતોની માગને લઈને ખનૌરી સરહદે ચાલી રહેલા કિસાન મોરચાનું આંદોલન સતત જારી છે. સંયુક્ત કિસાન સંગઠન (બિન રાજકીય)ના નેતા જગજિત સિંહ ડલ્લેવાલે કહ્યું હતું કે કેટલાય લોકોનું કહેવું છે કે ચૂંટણીની આચાર સંહિતા લગાવવાની કિસાન આંદોલન ફેલ થઈ જશે, પરંતુ આંદોલન કોઈ ચૂંટણીથી દબાશે નહીં, પણ એ રાજકીય પાર્ટીઓ માટે સાપે છંછુદર જેવી સ્થિતિ પેદા કરશે.
ખેડૂતો અને યુવનોએ હકથી માગને પૂરી કરવા માટે એકજુટ થવાની જરૂર છે. એના માટે યુવાન શુભકરણ સિંહના અસ્થિઓ સહિત કળશ યાત્રા વિવિધ રાજ્યોમાં જઈને કેન્દ્ર અને હરિયાણા સરકારના અત્યાચારને લોકોની સમક્ષ રાખવાનું કામ કરશે.એ યાત્રા 22 માર્ચે હિસાર અને 31 માર્ચે અંબાલામાં પહોંચશે. યુવાન શુભકરણ સિંહના મોતને ભૂલી જવામાં નહીં આવે, એમ તેમણે કહ્યું હતું. જ્યારે અભિમન્યુ કુહાડે કહ્યું હતું કે આવનારા દિવસોમાં ખનૌરી બોર્ડર પર હરિયાણા, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશના ખેડૂતો તંબુ લગાવીને બેઠા છે.
કિસાન આંદોલનના દિલ્હી માર્ચ પહેલાંથી જ કેન્દ્ર સરકારના મંત્રી અને કિસાન નેતા બેઠક કરી રહ્યા છે. અત્યાર સુધી સરકાર અને કિસાનો વચ્ચે ચાર વખત વાતચીત થઈ છે. પરંતુ આ બેઠકોનું કોઈ પરિણામ આવ્યું નથી, પરંતુ હજુ સરકાર કિસાનો સાથે વાતચીત દ્વારા સમાધાન કાઢવા ઇચ્છે છે. તેવામાં બંને પક્ષે જલદી પાંચમાં તબક્કાની વાતચીત થાય એવી શક્યતા છે.
પાકિસ્તાને અફઘાનિસ્તાન પર મોટી એરસ્ટ્રાઇક કરી, આઠનાં મોત
કાબુલઃ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની તાલિબાની સેનાની વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાની એરફોર્સે અફઘાનિસ્તાનની ઉપર હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલા પાછળનો હેતુ TTP આતંકવાદીઓને નષ્ટ કરવાનો છે. રાતે તહરિક-એ-તાલિબાનના ખૂની હુમલા પછી અફઘાનિસ્તાનમાં ઘૂસીને જવાબી હુમલો કર્યો હતો, જેમાં આઠ લોકોનાં મોત થયાં હતાં.
તાલિબાની સૈનિકોએ ડુરંડ લાઇન પર ત્રણ સરહદી ચોકીઓ પર જોરદાર હુમલો કર્યો હતો અને ભારે હથિયારોની મદદથી પાકિસ્તાની સેનાનાં કેટલાંક સ્થાનો પર હુમલો કર્યો હતો, જ્યારે પાકિસ્તાનનો દાવો છે કે એના હવાઈ હુમલામાં TTPના સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં.પાકિસ્તાની એરફોર્સના હુમલા પછી તાલિબાને પણ સેનાને જવાબી હુમલાનો આદેશ આપ્યો હતો.
પાકિસ્તાની સુરક્ષા સૂત્રોએ પાક મિડિયામાં દાવો કર્યો હતો કે અફઘાન સરહદ તરફથી તાલિબાની સૈનિક પાકિસ્તાનના નાગરિક સ્થાનોને નિશાન બનાવી રહ્યાં છે. પાકિસ્તાને કહ્યું હતું કે ત્રણ તરફથી કુર્રમ કબાયલી જિલ્લા, ઉત્તરી વજિરિસ્તાન અને દક્ષિણી વજિરિસ્તાનથી તાલિબાની સૈનિકોએ ભારે હથિયારો અને તોપોની મદદથી હુમલો કર્યો હતો. જેથી પાકિસ્તાનના વિસ્તારોમાં કેટલાય મોર્ટાર ગોળા અને ગોળીઓ લાગી હતી. પાકિસ્તાને કહ્યું હતું કે તાલિબાની આ હુમલાનો જોરદાર રીતે જવાબ આપવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાન સેનાના હવાઈ હુમલાથી ભડકેલા તાલિબાની પ્રવક્તા જબીઉલ્લા મુજાહિદે કબૂલ કર્યું છે કે તેમના વિસ્તારમાં હવાઇ હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલા ખોસ્ત અને પાકટિકા વિસ્તારમાં થયા હતા. પાકિસ્તાને આ હવાઈ હુમલાનાં ભીષણ પરિણામો ભોગવવાં પડશે. તાલિબાને ફરી એક વાર કહ્યું છે કે એણે કોઈને પણ પોતાની જમીનથી આતંકવાદી કામગીરી નહીં ચલાવવા દીધી છે. પાકિસ્તાન એ ભૂલી જાય કે TTP આતંકવાદી અફઘાનિસ્તાનથી હુમલા કરી રહ્યો છે.
ચૂંટણી પહેલા ચૂંટણી પંચે 6 રાજ્યોના ગૃહ સચિવો હટાવ્યા
લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરીને 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાના આદેશ આપ્યા છે. 6 રાજ્યોના ગૃહ સચિવોને ચૂંટણી પંચે હટાવી દીધા છે. તેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ સાથે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાની સૂચના આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને રાજ્યની 2016ની વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન સક્રિય ચૂંટણી ફરજ પરથી હટાવી દીધા હતા.
VIDEO | Here’s what Samajwadi Party spokesperson Fakhrul Hasan Chaand (@chaandsamajwadi) said on Election Commission ordering large-scale transfers of bureaucrats, along with West Bengal DGP.
“The Election Commission wants to hold elections in a free and fair manner. It has… pic.twitter.com/Vpig8rTFnM
— Press Trust of India (@PTI_News) March 18, 2024
ચૂંટણી પંચનું કહેવું છે કે ચૂંટણીમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી પંચની આ કાર્યવાહી એક મજબૂત સંદેશ આપે છે કે લોકસભા ચૂંટણી 2024માં દરેકને સમાન તકો મળવાની છે. આ સાથે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલ તેમજ એડિશનલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરને પણ હટાવી દેવામાં આવ્યા છે. સાથે જ મિઝોરમ અને હિમાચલ પ્રદેશના GAD સેક્રેટરીને પણ હટાવી દેવામાં આવ્યા છે.
16મી માર્ચે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે
આપને જણાવી દઈએ કે દેશભરમાં લોકસભા ચૂંટણી 2024નું બ્યુગલ વાગી ગયું છે. દેશભરમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે અને પરિણામ 4 જૂને આવશે. 16મી માર્ચે ચૂંટણીનું શેડ્યૂલ જાહેર કરીને ચૂંટણી પંચના કમિશનર રાજીવ કુમારે મતદારોને ખાસ અપીલ કરી હતી અને શક્ય તેટલું વધુ મતદાન કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે મતદારો તેમના EPIC નંબર પરથી બૂથ વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકે છે.
ચૂંટણી પ્રક્રિયા 43 દિવસ સુધી ચાલશે
તમને જણાવી દઈએ કે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. દેશભરમાં 43 દિવસ સુધી ચૂંટણી પ્રક્રિયા ચાલુ રહેશે. જ્યારે નવી સરકારની જાહેરાત 4 જૂને થશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે, ત્રીજા તબક્કાનું મતદાન 7 મે, ચોથા તબક્કાનું 13 મેના રોજ, પાંચમાં તબક્કાનું 20 મેના રોજ, છઠ્ઠા તબક્કાનું 25 મેના રોજ અને સાતમા તબક્કાનું મતદાન 25 મેના રોજ થશે.
પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરો
તીરંદાજી અને બીજા બધા પ્રકારના શસ્ત્રો શીખવા માટે દ્રોણાચાર્યને શ્રેષ્ઠ ગુરુ માનવામાં આવતા હતા. કૌરવો અને પાંડવો તેમના શિષ્યો હતા. આ 105 ભાઈઓમાંથી, અર્જુન તેમનો પ્રિય શિષ્ય બન્યો, જેને તેમણે સૌથી વધુ જ્ઞાન આપ્યું. તેમણે પોતાને જે આવડતું હતું લગભગ તે બધું માત્ર અર્જુનને જ શીખવ્યું. આવું એટલા માટે નથી કે દ્રોણાચાર્યનો તે માનીતો હતો અથવા તેઓ પક્ષપાતી હતા, પરંતુ ફક્ત એટલા માટે કે અન્ય કોઈ પાસે ગ્રહણ કરવાની તેના જેવી ગુણવત્તા નહોતી.

એક દિવસ, 105 ભાઈઓ ક્લાસમાં હતા. દ્રોણાચાર્ય તીરંદાજી વિશે વાત કરી રહયા હતા. “પ્રેક્ટિકલ લેબોરેટરી વર્ક” માટે તેઓ તેમને બહાર લઈ ગયા જ્યાં તેમણે ઝાડની સૌથી ઉપરની ડાળી પર રમકડાનો પોપટ ગોઠવ્યો હતો. તેઓ તેમને ત્યાં લઈ ગયા અને એક પછી એક તેમને કહ્યું, “પોપટની ગરદન પર નાનો ડાઘ છે. તેના પર લક્ષ્ય સાધો અને વેધો.” જયારે તેઓ તેમનું ધનુષ ખેંચે પછી દ્રોણાચાર્ય “મારો” કહે ત્યાં સુધી તેઓએ રાહ જોવાની હતી. અને તેમણે તેમને થોડી મિનિટ માટે રાહ જોવડાવી. મોટાભાગના લોકો પોતાનું ધ્યાન એક જગ્યાએ થોડી સેકન્ડથી વધુ સમય માટે કેન્દ્રિત કરી શકતા નથી. શું તમે તમારી સાથે આવું થતું જોયું છે?

મોટાભાગના લોકો કોઈપણ વસ્તુ પર તેમનું ધ્યાન કેન્દ્રિત રાખવામાં અસમર્થ હોય છે. તેથી દ્રોણાચાર્ય તેમને ધનુષ્ય ખેંચ્યા પછી થોડી મિનિટ માટે રાહ જોવડાવતા. ધનુષ્યને ખેંચેલું પકડી રાખવું અને ધ્યાન કેન્દ્રિત કરવું શારીરિક રીતે મુશ્કેલ છે. પછી તેઓએ તેમને પૂછ્યું, “તમે શું શું જુઓ છો?” તેઓએ વૃક્ષ પરના બધા પાંદડાઓ, ફળો, ફૂલો, પક્ષી અને ત્યાં સુધી કે આકાશનું પણ વર્ણન કર્યું. જ્યારે અર્જુનનો વારો આવ્યો ત્યારે તેણે ધ્યાન કેન્દ્રિત કર્યું. તેણે ધનુષ્ય ખેંચ્યું અને દ્રોણાચાર્યએ પૂછ્યું, “તું શું શું જુએ છે?” અર્જુને કહ્યું, “પોપટની ગરદન પર માત્ર એક ડાઘ છે એ જ, આટલું જ હું જોવ છે.”

આ માણસ કોઈક જગ્યાએ પહોંચશે. જે લોકો બીજા 104 ભાઈઓની જેમ જુએ છે, તેઓ ક્યાં પહોંચશે? જો તેઓ ક્યાંક પહોંચે છે, તો તે ફક્ત સંયોગ દ્વારા હશે. જો તેઓ ક્યાંક પહોંચે છે, તો તે પોતાને કારણે નહીં, પરંતુ તેમના તે પ્રકારના વ્યક્તિ હોવા છતાં પહોંચે છે કારણ કે અસ્તિત્વમાંની ઘણી બધી શક્તિઓ તેમને ક્યાંક લઈ જાય છે. પણ અર્જુન જ્યાં પહોંચશે ત્યાં પોતાને કારણે પહોંચશે; કારણ કે તે જાણે છે કે તે પોતે ક્યાં છે. તમારે એવું જ હોવું જોઈએ.
તમારે જ્યાં હોવાનું છે તમે ફક્ત ત્યાં રહો, તમારે જે બનવાનું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. પછી જે થવાનું છે તે થશે. જે બીજા કોઈની સાથે થાય છે તે તમારી સાથે થાય એ જરૂરી નથી, પરંતુ તમારી સાથે જે થવાનું છે તે ચોક્કસ થશે; કોઈ તે થતું રોકી નહીં શકે. જો તમે બીજા કોઈની સાથે શું થઈ રહ્યું છે તેની બહુ પરવાહ કરો છો, તો સમય વ્યર્થ જાય છે; જીવન વ્યર્થ જાય છે.
(સદ્ગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.
BRS નેતા કવિતે ધરપકડ વિરુદ્ધ SCનાં દ્વાર ખટખટાવ્યાં
નવી દિલ્હીઃ BRS નેતાએ કવિતાની પોતાની ધરપકડને પડકારવા માટે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. તેઓ હાલ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની હિરાસતમાં છે. BRSના પ્રમુખ અને તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાને શુક્રવારે હૈદરાબાદથી ધરપકડ કરીને દિલ્હીમાં લાવવામાં આવ્યાં હતાં.
EDએ તેમને શનિવારે દિલ્હીની કોર્ટમાં હાજર કર્યાં હતાં, જ્યાં કોર્ટે 23 માર્ચ સુધી પૂછપરછ માટે હિરાસતમાં રાખવા માટે વિનંતીનો સ્વીકાર કર્યો હતો.
બીજી બાજુ કવિતાએ પોતાની ધરપકડને ગેરકાયદે ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે આ એક ગેરકાયદે ધરપકડ છે. તેમની કાનૂની ટીમે પુષ્ટિ કરી હતી કે આજે સવારે સુપ્રીમ કોર્ટમાં એક રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. તેમણે રાઉઝ એવેન્યુ કોર્ટમાં હાજર થવા દરમ્યાન કહ્યું હતું કે આ એક ગેરકાયદે ધરપકડ છે. આ એક મનઘડંત કેસ છે. એની સામે હં લડીશ.
EDએ આરોપ લગાવ્યો હતો કે કવિતા એક સાઉથ ગ્રુપનો હિસ્સો હતાં. તેમણી દિલ્હી લિકર પોલિસી હેઠળ ગેરકાયદે લાભ લેવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓને રૂ. 100 કરોડ આપ્યા હતા. જોકે કવિતાએ આ આરોપોનો ઇનકાર કર્યો હતો. આ કેસમાં આપના ત્રણ મુખ્ય નેતા મનીષ સિસોદિયા, સંજય સિંહ અને વિજય નાયર પહેલેથી જેલમાં છે.
EDએ આરોપ લગાવ્યો હતો કે આ કેસના એક આરોપી વિજય નાયરને સાઉથ ગ્રુપથી કમસે કમ રૂ. 100 કરોજની લાંચ મળી હતી. કે. કવિતાને શનિવારે 23 માર્ચે EDની હિરાસતમાં મોકલવામાં આવ્યાં હતાં.
અરુણાચલ પ્રદેશમાં સેલા સુરંગના બાંધકામથી ચીન ધૂંવાંપૂંવાં
નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ હાલમાં જ અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી, જે પછી ચીનના વિદેશ મંત્રાલયે વાંધો ઉઠાવ્યો હતો. વડા પ્રધાનની રાજ્ય યાત્રા પર બીજિંગના વાંધાને ભારતે ફગાવી દીધો હતો, પરંતુ ચીન એની અવળચંડાઈથી બાજ નથી આવી રહ્યું. હવે ચીની સેનાએ અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો ફરી દોહરાવ્યો છે. ચીનની સેનાએ અરુણાચલ પ્રદેશને ચીનના ક્ષેત્રનો સ્વાભાવિક હિસ્સો કહ્યો છે.
ચીની સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા વરિષ્ઠ કર્નલ જિયાઓગાંગે કહ્યું હતું હતું કે જિજાંગ (તિબેટનું ચીની નામ)નો દક્ષિણી ભાગ ચીનના ક્ષેત્રનો એક અંતરિયાળ ભાગ છે. ચીની રક્ષા મંત્રાલયની વેબસાઇટ પર શુક્રવારે પોસ્ટ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર ઝાંગે અરુણાચલ પ્રદેશમાં સેલા સુરંગના માધ્યમથી ભારત દ્વીરા સેનાની તૈયારી વધારવાના જવાબમાં આ ટિપ્પણી કરી હતી.

ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટના રૂપમાં દાવો કરે છે. તે દાવો મજબૂત કરવા માટે ચીન નિયમિત રૂપે ભારતીય નેતાઓની રાજ્યની રાજ્યની મુલાકાતો પર વાંધા ઉઠાવે છે. બીજિંગે આ ક્ષેત્રનું નામ જાંગનાન રાખ્યું હતું. જોકે ભારતે અરુણાચલ પ્રદેશના ક્ષેત્રીય દાવાઓને વારંવાર ફગાવતાં કહ્યું હતું કે રાજ્ય દેશનું અભિન્ન અંગ છે.
વડા પ્રધાન મોદીએ રાજ્યમાં 13,000 ફૂટ ઊંચાઈએ બનેલી સેલા સુરંગને રાષ્ટ્ર સમપર્તિ કરી હતી, જે વ્યૂહાત્મક રીતે તવાંગને દરેક હવામાનમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે અને સીમાંત ક્ષેત્રમાં સૈનિકો આવજા સુનિશ્ચિત કરશે. ચીન આ બાંધકામથી ધૂંવાંપૂંવા છે.
SCની SBIને ફટકારઃ 21 માર્ચ સુધી સંપૂર્ણ માહિતી આપો
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ મામલે સુનાવણી કરતાં ફરી એક વાર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને ફટકાર લગાવતાં સવાલ કર્યો હતો કે ઇલેક્ટોરલ બોન્ડની સંપૂર્ણ માહિતી કેમ નથી આપવામાં આવી ? હવે કોર્ટે આ મામલે SBIને ડેડલાઇન આપતાં કહ્યું હતું કે આદેશનું પૂરું પાલન કરો અને 21 માર્ચે સુધી સાંજે પાંચ કલાક સુધી સંપૂર્ણ માહિતી આપો.
કોર્ટે SBI ચેરમેનને 21 માર્ચ સુધી એક સોગંદનામું દાખલ કરવા નિર્દેશ આપ્યા હતા, જેમાં સંપૂર્ણ માહિતીનો ખુલાસો કરવામાં આવ્યો હોય અને એમાં લખ્યું હોય કે કંઈ છુપાવવામાં નથી આવ્યું.
આ કેસમાં ફિક્કી અને એસોચેમ તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી હાજર થયા અને તેમણે એક અરજી દાખલ કરી હતી. CJIએ કહ્યું હતું કે તેમને આવી કોઈ અરજી નથી મળી. CJIએ તેમને સાંભળવાથી ઇનકાર કરતાં કહ્યું હતું કે ચુકાદો આવ્યા પછી તમે અહીં આવ્યા છો. અમે હાલ તમારી વાત નથી સાંભળી શકતા.
SCB કોર્ટ બાર એસોસિયેશન-SCBAના અધ્યક્ષ આદિશ અગ્રવાલે CJI ડીવાય ચંદ્રચૂડને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે CJIને અપીલ કરી હતી કે તેઓ ચૂંટણી બોન્ડ પર ચુકાદાની સમીક્ષા કરે. એના પર CJIએ કહ્યું હતું કે અગ્રવાલ એક વરિષ્ઠ વકીલ હોવા સાથે SCBAના અધ્યક્ષ પણ છે. તમે પ્રક્રિયા જાણો છો. તમે મને એક પત્ર લખ્યો છે, એ માત્ર પબ્લિસિટી માટે હતો. હું આનાથી વધુ કાઈ કહેવા નથી ઇચ્છતો.

