Home Blog Page 200

માર્કેટમાં આવશે IPOની સિઝન, ચાર નવા IPO સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે

આવતા અઠવાડિયામાં ભારતીય પ્રાઇમરી માર્કેટમાં ફરીથી ભારે ચહલપહલ જોવા મળશે. શેરબજારમાં રોકાણકારો માટે નવી તક લઈને અનેક કંપનીઓ તેમના ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) લોન્ચ કરવા જઈ રહી છે. રોકાણકારો માટે આ સમય ખાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે કારણ કે એકસાથે ઘણા નવા ઇશ્યૂ ખુલવાના છે અને કેટલાક IPO સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ પણ થવાના છે. બજાર વિશ્લેષકોનું કહેવું છે કે આવી પરિસ્થિતિમાં રોકાણકારોને યોગ્ય માહિતી સાથે રોકાણ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે.

આવતા અઠવાડિયામાં કુલ ચાર નવા IPO સબ્સ્ક્રિપ્શન માટે ખુલવાના છે. તેમાં મેઇનબોર્ડ અને SME સેગમેન્ટ બંનેનો સમાવેશ થાય છે. મેઇનબોર્ડ કેટેગરીમાં રાજપુતાના સ્ટેનલેસ અને ઇનોવિઝન જેવા મોટા IPO આવશે, જ્યારે SME સેગમેન્ટમાં એપ્સિસ એરોકોમ IPO પણ રોકાણકારો માટે ખુલશે. આ ઉપરાંત રાજમાર્ગ ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ InvIT પણ માર્કેટમાં આવી રહ્યું છે, જેનો ઉદ્દેશ લગભગ 6,000 કરોડ રૂપિયા એકત્રિત કરવાનો છે.

રાજપુતાના સ્ટેનલેસ IPO 9 માર્ચે રોકાણકારો માટે ખુલશે અને 11 માર્ચે બંધ થશે. આ પબ્લિક ઇશ્યૂ લગભગ 254.98 કરોડ રૂપિયાનો છે. તેમાં 1.47 કરોડ શેરનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે, જેના માધ્યમથી લગભગ 178.73 કરોડ રૂપિયા એકત્રિત કરવામાં આવશે. આ ઉપરાંત 0.63 કરોડ શેર ઓફર ફોર સેલ (OFS) તરીકે વેચવામાં આવશે, જેનાથી લગભગ 76.25 કરોડ રૂપિયા મળશે. કંપનીએ IPO માટે 116 થી 122 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઇસ બૅન્ડ નક્કી કર્યો છે. નિર્ભય કેપિટલ સર્વિસિસ આ ઇશ્યૂ માટે બુક-રનિંગ લીડ મેનેજર તરીકે કાર્ય કરી રહી છે અને કેફિન ટેક્નોલોજીસને રજિસ્ટ્રાર તરીકે નિમવામાં આવી છે.

બીજી તરફ ઇનોવિઝન IPO પણ રોકાણકારોમાં ખાસ રસ જગાવી રહ્યો છે. આ IPO 10 માર્ચે ખુલશે અને 12 માર્ચે બંધ થશે. લગભગ 323 કરોડ રૂપિયાનો આ બુક-બિલ્ટ ઇશ્યૂ છે. તેમાં 255 કરોડ રૂપિયાના 0.47 કરોડ શેરનો ફ્રેશ ઇશ્યૂ છે, જ્યારે 67.84 કરોડ રૂપિયાના 0.12 કરોડ શેર ઓફર ફોર સેલ હેઠળ વેચવામાં આવશે. કંપનીએ IPO માટે 521 થી 548 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઇસ બૅન્ડ નક્કી કર્યો છે. આ ઇશ્યૂ માટે એમકે ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસિસ બુક-રનિંગ લીડ મેનેજર તરીકે કામ કરી રહી છે અને કેફિન ટેક્નોલોજીસ તેની રજિસ્ટ્રાર છે.

આ સાથે રાજમાર્ગ ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ InvIT પણ બજારમાં આવી રહ્યું છે, જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં રોકાણકારો માટે મોટી તક માનવામાં આવી રહી છે. આ IPO 11 માર્ચે ખુલશે અને 13 માર્ચે બંધ થશે. આ ઇશ્યૂ સંપૂર્ણપણે ફ્રેશ ઇશ્યૂ છે અને લગભગ 60 કરોડ શેર દ્વારા 6,000 કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના છે. કંપનીએ IPO માટે 99 થી 100 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઇસ બૅન્ડ નક્કી કર્યો છે. આ ઇશ્યૂ માટે SBI કેપિટલ માર્કેટ્સ લીડ મેનેજર તરીકે કાર્ય કરી રહી છે અને કેફિન ટેક્નોલોજીસને રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

SME સેગમેન્ટમાં એપ્સિસ એરોકોમ IPO પણ આવનાર અઠવાડિયામાં રોકાણકારો માટે ખુલશે. આ IPO 11 માર્ચે શરૂ થશે અને 13 માર્ચે બંધ થશે. લગભગ 35.77 કરોડ રૂપિયાનો આ પબ્લિક ઇશ્યૂ સંપૂર્ણપણે ફ્રેશ ઇશ્યૂ છે જેમાં 0.33 કરોડ શેર સામેલ છે. કંપનીએ IPO માટે 104 થી 110 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઇસ બૅન્ડ નક્કી કર્યો છે. આ ઇશ્યૂ માટે વનવ્યૂ કોર્પોરેટ એડવાઇઝર્સ બુક-રનિંગ લીડ મેનેજર તરીકે કામ કરી રહી છે અને ઇન્ટિગ્રેટેડ રજિસ્ટ્રી મેનેજમેન્ટ સર્વિસિસને રજિસ્ટ્રાર તરીકે નિમવામાં આવી છે.

નવી IPO ઓફરિંગ્સ સિવાય, કેટલાક કંપનીઓના શેર આગામી દિવસોમાં સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થવાના છે. SEDEMAC Mechatronics IPO ની લિસ્ટિંગ 11 માર્ચે BSE અને NSE પર થવાની શક્યતા છે. Elfin Agro India IPO 12 માર્ચે BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટ થવાની અપેક્ષા છે. Srinibas Pradhan Constructions IPO 13 માર્ચે NSE SME પર લિસ્ટ થવાનું છે. જ્યારે Acetech E-Commerce IPO 9 માર્ચે NSE SME પર ડેબ્યૂ કરશે.

બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, એક જ અઠવાડિયામાં ઘણા IPO આવવાના કારણે રોકાણકારો માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ રહેશે. જોકે કોઈપણ IPOમાં રોકાણ કરતા પહેલા કંપનીના ફંડામેન્ટલ્સ, માર્કેટ સ્થિતિ અને લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાઓનું ધ્યાનપૂર્વક વિશ્લેષણ કરવું જરૂરી છે. યોગ્ય માહિતી અને સમજ સાથે કરવામાં આવેલ રોકાણ લાંબા ગાળે સારો રિટર્ન આપી શકે છે.

ગુજરાતના જળાશયોમાં ૭૨ ટકાથી વધુ પાણી, ઉનાળા માટે પૂરતું 

ગાંધીનગર: ગુજરાતના મુખ્ય જળાશયોમાં હાલમાં તેમની કુલ ક્ષમતાના ૭૨.૪૯ ટકા પાણી સંગ્રહ છે. રાજ્યના જળ સંસાધન વિભાગ અનુસાર આગામી ઉનાળા માટે પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની ઉપલબ્ધ છે. આ વર્ષે ચોમાસા દરમિયાન સતત અને ભારે વરસાદ બાદ આ વધારો થયો છે. રાજ્યના સરેરાશ વરસાદના ૧૨૮ ટકાથી વધુ વરસાદ આ વર્ષે નોંધાયો હતો.૫ માર્ચ સુધીમાં, રાજ્યના મુખ્ય જળાશયોમાં કુલ પાણીનો સંગ્રહ ૬.૪૬ લાખ મિલિયન ઘન ફૂટ (એમસીએફટી) થયો છે. જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ૪.૧૫ ટકાનો વધારો દર્શાવે છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશય તેની ક્ષમતાના ૭૪ ટકાથી વધુ ભરાઈ ગયું છે, જે ૨.૪૭ લાખ MCFT જેટલું છે.

દક્ષિણ ગુજરાતના જળાશયોમાં સામૂહિક રીતે ૨.૩૪ લાખ MCFTથી વધુ પાણી સંગ્રહિત છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. મધ્ય ગુજરાતમાં ૬૫,૧૭૯ MCFT, ઉત્તર ગુજરાતમાં ૪૧,૮૪૨ MCFT, સૌરાષ્ટ્રમાં ૫૩,૬૨૧ MCFT અને કચ્છમાં ૪,૩૯૨ MCFT પાણી સંગ્રહિત છે. કુલ મળીને, રાજ્યભરમાં ૬,૪૬,૫૫૬ MCFT પાણી સંગ્રહિત છે, જે કુલ ક્ષમતાના ૭૨.૪૯ ટકા જેટલું છે.ગુજરાતમાં કુલ 207 જળાશયો અને બંધ છે, જેમાં સૌરાષ્ટ્રમાં 141, ઉત્તર ગુજરાતમાં 15, મધ્ય ગુજરાતમાં 17, દક્ષિણ ગુજરાતમાં 13 અને કચ્છમાં 20નો સમાવેશ થાય છે. આગામી ઉનાળાના મહિનાઓ દરમિયાન પીવાના પાણીનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે જળસ્તર સતત રહેવાની અપેક્ષા છે. વિભાગે ઉમેર્યું હતું કે રાજ્યભરમાં શહેરી અને ગ્રામીણ બંને જરૂરિયાતો માટે પાણીની ઉપલબ્ધતા જાળવવા માટે દૈનિક દેખરેખ અને વ્યવસ્થાપન ચાલુ રહેશે.

અમેરિકાએ ઈરાનમાં 3000 ટાર્ગેટને ધ્વસ્ત કર્યા, ઈઝરાયલનો ભારે બોમ્બમારો

નવી દિલ્હીઃ અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલુ રહેલો સૈન્ય સંઘર્ષ હવે આઠમા દિવસે પહોંચી ગયો છે અને તેને કારણે પશ્ચિમ એશિયામાં તણાવ સતત વધતો જઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના સ્થાયી પ્રતિનિધિ અમિર-સઈદ ઇરાવાનીએ જણાવ્યું હતું કે અમેરિકા અને ઈઝરાયલની સરકારો ઈરાન અને તેના લોકો પર ક્રૂર અને વ્યાપક હુમલા કરી રહી છે. તેમણે જાણીબૂજીને નાગરિકો અને નાગરિક માળખાને નિશાન બનાવ્યા છે. ઈરાનનાં શહેરો પર અંધાધૂંધ હુમલા થઈ રહ્યા છે.

ઘનિષ્ઠ વસાહતોવાળા રહેણાક વિસ્તારો અને મહત્વપૂર્ણ નાગરિક માળખાને જાણપૂર્વક નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેઓ ઘનિષ્ઠ વસાહતોવાળા નાગરિક વિસ્તારોમાં 2000 પાઉન્ડના બોમ્બ ફેંકી રહ્યા છે. તેમનો હેતુ સ્પષ્ટ છે – નાગરિકોમાં આતંક ફેલાવવો, નિર્દોષ લોકોનો નરસંહાર કરવો અને મહત્તમ વિનાશ અને પીડા પહોંચાડવી. તેઓ માત્ર સૈન્ય ઠેકાણાંઓને જ નિશાન બનાવ્યાનો દાવો કરે છે, પરંતુ તે ખોટો અને આધારહીન છે. આ ગુનાહિત યુદ્ધને તરત રોકવા માટે અમે સુરક્ષા પરિષદને વારંવાર પત્ર લખ્યા છતાં પરિષદ મૌન છે.અહેવાલો મુજબ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1332 નાગરિકો- જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે, પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. હજારો લોકો ઘાયલ થયા છે અને આ સંખ્યા સતત વધી રહી છે. એરપોર્ટ, શાળાઓ, હોસ્પિટલો, આરોગ્ય સેવા કેન્દ્રો, રહેણાંક મકાનો, રમતગમત સુવિધાઓ, મસ્જિદો, રાજનૈતિક પોલીસ મુખ્યાલય અને અન્ય નાગરિક માળખાંને જાણપૂર્વક નિશાન બનાવીને નષ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ઈરાનમાં 180થી વધુ બાળકોના મોત થયાં છે. આ યુદ્ધને કારણે ઘણા લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. 20થી વધુ શાળાઓને નુકસાન થયું છે અને 13 આરોગ્ય સેવાઓની સુવિધાઓ પર હુમલા થયા છે.

તહેરાનમાં જોરદાર વિસ્ફોટો

અહેવાલ અનુસાર તહેરાનના ઘણા વિસ્તારોમાં જોરદાર વિસ્ફોટોના અવાજો સાંભળવામાં આવ્યા હતા. આ વિસ્ફોટોનું કારણ તરત સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ ચાલતા સૈન્ય તણાવ અને ઈરાનની રાજધાનીમાં સંભવિત હવાઈ હુમલાઓ વચ્ચે આ ઘટનાઓ બની હોવાનું માનવામાં આવે છે.

ઈરાનના યુદ્ધ વચ્ચે પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત

ઇસ્લામાબાદઃ ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલની ગંભીર અછત સર્જાઈ છે. બલૂચિસ્તાન, ખૈબર પખ્તૂનખ્વા, પંજાબ (પાકિસ્તાન) અને સિંધ જેવા અનેક વિસ્તારોમાં લોકોને પેટ્રોલ પંપ પર ફ્યુઅલ ન મળવાની ફરિયાદો મળી રહી છે. ઘણાં સ્થળોએ પેટ્રોલ પંપ ખાલી પડી ગયાં છે અને લાંબી લાઈનમાં ઊભા રહેવા છતાં લોકોને પેટ્રોલ-ડીઝલ મળતું નથી. આ વચ્ચે પાકિસ્તાન સરકારે પેટ્રોલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નવા દર મુજબ હાઈ સ્પીડ પેટ્રોલનો ભાવ 335 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર અને સામાન્ય પેટ્રોલનો ભાવ 321 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે.

પાકિસ્તાન પોતાની કુલ ફ્યુઅલની જરૂરિયાતમાંથી લગભગ 35 ટકા ભાગ ઈરાનથી ગેરકાયદે રીતે આવતા ફ્યુઅલથી પૂરો કરે છે. સૌથી વધુ અસર બલૂચિસ્તાનમાં જોવા મળે છે, જ્યાં લગભગ 80 ટકા પેટ્રોલ અને ડીઝલની જરૂરિયાત ઈરાની ફ્યુઅલથી પૂરી થાય છે. આ ઉપરાંત સિંધમાં લગભગ 20 ટકા, ખૈબર પખ્તૂનખ્વામાં લગભગ 18 ટકા અને પંજાબમાં લગભગ 13 ટકા ફ્યુઅલની જરૂરિયાત ઈરાનથી આવતા ફ્યુઅલથી પૂરી થાય છે. ઈરાની ફ્યુઅલ અન્ય દેશોના ફ્યુઅલની તુલનામાં ઘણું સસ્તું હોવાથી પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં તેનો ઉપયોગ વધુ થાય છે.

મિડલ ઈસ્ટના યુદ્ધથી ફ્યુઅલ સપ્લાય પર અસર

મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધ અને હોર્મુઝ જલડમરુમધ્ય પર પડેલા પ્રભાવને કારણે તેલની સપ્લાય પણ અસરગ્રસ્ત થઈ છે. પાકિસ્તાનનું કહેવું છે કે તેની પાસે લગભગ 24 દિવસ જેટલો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ યુદ્ધની સ્થિતિને કારણે અન્ય માર્ગોથી ફ્યુઅલનો સપ્લાય યોગ્ય રીતે થઈ શકતો નથી. ઉપરાંત ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ત્યાંથી આવતું પેટ્રોલ-ડીઝલ પણ પાકિસ્તાન સુધી પહોંચી શકતું નથી. તેની સૌથી વધુ અસર બલૂચિસ્તાનમાં જોવા મળી રહી છે, જ્યાં 70 ટકાથી વધુ પેટ્રોલ પંપ ખાલી હોવાનું જણાવવામાં આવે છે.

ભારતમાં ફ્યુઅલના ભાવ

બીજી તરફ ભારતમાં હાલ આ સંકટનો પેટ્રોલ અને ડીઝલના ભાવ પર મોટો પ્રભાવ પડ્યો નથી. તાજેતરમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે ભારત પાસે લગભગ 74 દિવસનો ફ્યુઅલ જથ્થો ઉપલબ્ધ છે. ઉપરાંત અમેરિકા દ્વારા ભારતને રશિયા પાસેથી 30 દિવસ સુધી ફ્યુઅલ ખરીદવાની છૂટ આપવામાં આવી છે, જેને કારણે ભારત રશિયા પાસેથી મોટી માત્રામાં ફ્યુઅલ ખરીદી શકે છે. હાલ દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સામાન્ય છે અને કોઈ નવી વધારાની જાહેરાત કરવામાં આવી નથી.

મતદારોનો મતાધિકાર છીનવતાં ભાજપ,ચૂંટણી પંચઃ CM મમતાનો આરોપ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ શુક્રવારે આરોપ લગાવ્યો કે તે ભાજપ અને ચૂંટણી પંચના એ કાવતરાનો પર્દાફાશ કરશે, જેમાં બંગાળી મતદારોને મતાધિકારથી વંચિત કરવામાં આવી રહ્યા છે.” કોલકાતાના મેટ્રો સ્ટેશનની બહાર ધરણાં શરૂ કરતાં તેમણે આ વાત કહી હતી. આ ધરણાં એ ગેરરીતિઓ સામે હતાં, જેમાં ચાલુ  સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ચાલુ (SIR) દરમિયાન લાખો લોકોનાં નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યાં હોવાનું કહેવાય છે.

મમતા બેનર્જીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે હું બંગાળી મતદારોને મતાધિકારથી વંચિત કરવાની ભાજપ-ચૂંટણી પંચના ષડયંત્રનો પર્દાફાશ કરીશ. 

ભાજપનો બહિષ્કાર કરો – અભિષેક બેનર્જી

અભિષેક બેનરજીએ ધરણાં દરમિયાન આવનારી રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં મતદારોને ભાજપનો “બહિષ્કાર” કરવા અપીલ કરતાં કહ્યું હતું કે ભાજપનો બહિષ્કાર કરો. તમને TMC પસંદ ન હોવા માટે કારણ હોઈ શકે, પરંતુ જેમણેમાં થોડુંપણ બંગાળી માટે ગૌરવ છે તેમણે ભાજપને મત ન આપવો જોઈએ. મેં પહેલેથી જ આગાહી કરી હતી કે ભાજપને (294માંથી) 50થી વધુ બેઠકો નહીં મળે. SIRને નામે જે થયું છે તેના પછી તો તેમની બેઠકો 40થી વધુ ન હોવી જોઈએ.

તેમણે આગળ કહ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણીમાં અમે ‘ભાજપને મત ન આપો’નો નારો આપ્યો હતો. હવે અમે ‘ભાજપનો બહિષ્કાર કરો’નો નારો આપી રહ્યા છીએ. એનો સામાજિક બહિષ્કાર કરો.

મતદાર યાદી અંગે વિવાદ

ચૂંટણી પંચે 28 ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળની અંતિમ મતદાર યાદીનો પ્રથમ ભાગ પ્રકાશિત કર્યો હતો, જેમાં 61.8 લાખ નામ હટાવવામાં આવ્યાં હતાં અને SIR પછી યાદીમાં 7.46 કરોડ મતદારો રાખવામાં આવ્યા હતા.

ભાજપનો મમતા બેનર્જી પર પ્રહાર

ભાજપે મમતા બેનર્જીનાં ધરણાં પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે તેઓ ઘૂસણખોરોને બચાવવા માટે આ પ્રદર્શન કરી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા ગિરિરાજ સિંહે કહ્યું હતું કે બેનર્જીને માત્ર મુસ્લિમ સમુદાય સાથે સંબંધિત ઘૂસણખોરોને બચાવવામાં રસ છે, જે તેમની મતબેંકનો મોટો ભાગ છે. તેમને શરમ આવવી જોઈએ કે તેઓ એવા ઘૂસણખોરોને બચાવવા માટે ધરણાં કરી રહ્યાં છે જેમની મદદથી તેમણે ગયા ચૂંટણી જીતી હતી. પરંતુ હવે એવું નહીં થાય.

ઘરેલુ LPG સિલિન્ડર રૂ. 60 મોંઘો, કોમર્શિયલ સિલિન્ડરમાં રૂ. 115 વધ્યા

નવી દિલ્હીઃ અમેરિકા-ઇઝરાઇલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઊર્જાની વધતી કિંમતો વચ્ચે દેશમાં ઘરેલુ LPG અને કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં વધારો થયો છે. ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં રૂ. 60 અને કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં રૂ. 114.5નો વધારો કરવામાં આવ્યો છે. ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતોમાં છેલ્લો ફેરફાર 8 એપ્રિલ, 2025એ થયો હતો, ત્યારે તેની કિંમત રૂ. 50 વધારવામાં આવી હતી. બીજી તરફ 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં તાજેતરમાં 1 માર્ચ, 2026એ રૂ. 28-31નો વધારો કરવામાં આવ્યો હતો. હવે તેમાં ફરી વધારો થયો છે.

નવા ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની વેબસાઇટ મુજબ સબસિડી વગરના 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત હવે દિલ્હીમાં રૂ. 913 થઈ ગઈ છે, જ્યારે પહેલાં તે રૂ. 853 હતી.

* મુંબઈમાં હવે કિંમત રૂ. 912.50 છે

* કોલકાતામાં રૂ. 939

* ચેન્નાઈમાં રૂ. 928.50

સ્થાનિક સેલ્સ ટેક્સ અથવા VATને કારણે અલગ-અલગ રાજ્યોમાં ભાવ અલગ હોઈ શકે છે. વેબસાઇટ અનુસાર આ નવી કિંમતો 7 માર્ચ, 2026થી લાગુ થઈ ગઈ છે.

ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને સબસિડી ચાલુ રહેશે

જોકે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ, એટલે કે 2016માં યોજના શરૂ થયા પછી મફત LPG કનેક્શન મેળવનારા 10 કરોડથી વધુ ગરીબ પરિવારોને, વર્ષમાં 12 રિફિલ સુધી 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર રૂ. 300ની સબસિડી મળતી રહેશે.

કોમર્શિયલ LPG સિલિન્ડરના નવા ભાવ

હોટેલ અને રેસ્ટોરાંમાં વપરાતા 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં રૂ. 114.5નો વધારો થયો છે.

* દિલ્હી: રૂ. 1883

* મુંબઈ: રૂ. 1835

* કોલકાતા: રૂ. 1990

* ચેન્નઈ: રૂ. 2043.50

છેલ્લા ત્રણ મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આ ચોથી વખત વધારો થયો છે.* 1 માર્ચ 2026એ રૂ. 28-31 વધારો

* ફેબ્રુઆરીમાં રૂ. 49 વધારો

* જાન્યુઆરીમાં રૂ. 111 વધારો

ડિસેમ્બર, 2025માં 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

પાણી ફુલકી

ગરમીના દિવસોમાં પણ ચટપટું ખાવાનું મન તો થાય જ! ત્યારે ઠંડક આપે તેવી આ ચટપટી વાનગી પાણી ફુલકી સારી રહેશે!

સામગ્રીઃ મગની અથવા અળદની દાળ 2 કપ, કાંદા 2, લીલા મરચાં 2-3, આદુનો ટુકડો 1 ઈંચ, હીંગ ¼ ટી.સ્પૂન, ધાણાજીરુ 1 ટી.સ્પૂન, મીઠું સ્વાદ મુજબ, ધોઈને સમારેલી કોથમીર 1 કપ, ચાટ મસાલો 1 ટે.સ્પૂન, લાલ મરચાં પાઉડર અથવા ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન

ચટણીવાળું પાણીઃ લીલા મરચાં 3-4, હીંગ ¼ ટી.સ્પૂન, ધાણાજીરુ 1 ટી.સ્પૂન, ધોયેલી કોથમીર 1 કપ, ફુદીનાના પાન ½ કપ, આમલીનો પલ્પ 1 ટે.સ્પૂન, લીંબુનો રસ 1 ટે.સ્પૂન, કાળું મીઠું, સ્વાદ મુજબ મીઠું, સંચળ મીઠું ¼ ટી.સ્પૂન, ખાંડ (optional), વરિયાળી 1 ટે.સ્પૂન, ચાટ મસાલો 1 ટે.સ્પૂન

રીતઃ મગની દાળને 2-3 પાણીએથી ધોઈને બીજા ચોખ્ખા પાણીમાં 3-4 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ મગની દાળમાં 2 લીલા મરચાં, આદુનો ટુકડો, ધાણાજીરુ,  વરિયાળી, હીંગ તેમજ સ્વાદ મુજબ મીઠું મેળવીને મિક્સીમાં બારીક પીસીને તેમાં સમારેલી કોથમીરમાંથી અડધી કોથમીર વડાના મિશ્રણમાં મેળવીને મિશ્રણ એક બાઉલમાં કાઢી લો. (મગની દાળ ન લેવી હોય તો સાદો ચણાનો લોટ લઈ તેને ભજીયાના ખીરાની જેમ તૈયાર કરી, થોડી સમારેલી કોથમીર મેળવીને ભજીયા તળી શકાય છે.)

કાંદાને બારીક કટ કરી લો અથવા પાતળી ગોળ રીંગમાં કટ કરીને રીંગ છૂટી કરી લો.

ચટણી બનાવવા માટે મિક્સીમાં કોથમીર, ફુદીનાના પાન, સ્વાદ મુજબ મીઠું, હીંગ, ચાટ મસાલો, સંચળ મીઠું ¼ ટી.સ્પૂન, તેમજ 1 ગ્લાસ જેટલું પાણી તથા બરફના ટુકડા ઉમેરીને ચટણીવાળું પાણી બનાવી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી ગેસની આંચ મધ્યમ રાખી લો. તેલમાં નાની સાઈઝના વડા તળીને એક પ્લેટમાં કાઢી લો. (વડા તળવા ના હોય તો તે મુઠીયાની જેમ બાફી શકાય છે અથવા અપ્પે પેનમાં ઓછા તેલમાં ફ્રાય કરી શકાય છે.)

એક મોટા વાસણમાં ગરમ પાણી લેવું. ગરમ પાણીમાં થોડું મીઠું, ચપટી ખાંડ મેળવીને આ પાણીમાં તળેલા વડા ઉમેરીને એકાદ કલાક માટે રેફ્રીજરેટરમાં રહેવા દો. ત્યારબાદ પાણીમાંથી વડા કાઢી લઈ, બંને હાથ વડે સહેજ દાબીને પાણી નિતારીને વડા એક પ્લેટમાં ગોઠવી દો. તેની ઉપર તૈયાર કરેલી પાણીવાળી ચટણી રેડીને ઉપર સમારેલો કાંદો અથવા કાંદાની રીંગ, સમારેલી કોથમીર અને ચાટ મસાલો તથા લાલ મરચાં પાઉડર ભભરાવીને પીરસો.

૦૭ માર્ચ ૨૦૨૬

પંચાંગ 07/03/2026

50 ઇઝરાયલી ફાઇટર જેટ્સે અલી ખામેનીના બંકરને તોડ્યું

તેલ અવીવ: ઇઝરાયલી સંરક્ષણ દળો (IDF) એ શુક્રવારે જાહેર કર્યું કે ૨૮ ફેબ્રુઆરીએ તેમણે તેહરાનમાં હુમલો કર્યો હતો. આ હુમલો ઈરાની શાસનના નેતૃત્વ પરિસર પર કર્યો હતો. જેમાં ૫૦ જેટલા વાયુસેનાના ફાઇટર જેટ સામેલ હતા. હુમલાનમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યા થઈ હતી.IDF દ્વારા જારી કરાયેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, “ગુપ્તચર નિર્દેશાલયના ચોક્કસ માર્ગદર્શન અને આતંકવાદ વિરોધી નિર્દેશાલયના સહયોગથી, આશરે ૫૦ વાયુસેનાના ફાઇટર જેટ તેહરાનના મધ્યસ્થ સમાન ઈરાની આતંકવાદી શાસનના નેતૃત્વ પરિસર હેઠળ બનેલા અલી ખામેનીના ભૂગર્ભ બંકર પર હુમલો કર્યો હતો.”

“કમ્પાઉન્ડની નીચે બાંધવામાં આવેલ અને નેતા માટે યુદ્ધ કરવા માટે સુરક્ષિત કટોકટી સંપત્તિ તરીકે ઉપયોગમાં લેવાતું ભૂગર્ભ બંકર, ઓપરેશન ‘રોર ઓફ ધ હેરિયર’માં તેનો ઉપયોગ કરે તે પહેલાં જ નાશ પામ્યું હતું. ખામેનીની હત્યા પછી, ઈરાની શાસનના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આ કમ્પાઉન્ડનો ઉપયોગ ચાલુ રહ્યો,” તેમાં ઉમેર્યું.

IDFએ ઉલ્લેખ કર્યો છે કે ઈરાની શાસને તેની લશ્કરી યોજનાઓને આગળ વધારવા માટે એક સ્થાન સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી ઘણા વર્ષોથી ભૂગર્ભ સંકુલ સ્થાપિત કરવામાં પોતાના પ્રયાસો કર્યા હતા. આ અઠવાડિયાની શરૂઆતમાં, IDF એ કહ્યું હતું કે તેણે ઈરાની શાસનના નેતૃત્વ કમ્પાઉન્ડ પર હુમલો કર્યો છે અને કેન્દ્રીય મુખ્ય મથક તોડી પાડવામાં આવ્યું છે.