નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ફરી એક વકરવા માંડ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 137 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,32,655 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.
હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.
દેશમાં અત્યાર સુધી 5,33,523 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,98,093 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 95 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1168 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,29,798 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 230 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
આ સપ્તાહના દિવસમાં થોડો ઉત્સાહ જોવા મળે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય, આરામ કરવાની વૃતિ જાગે, માર્કેટિંગ ક્ષેત્ર સાથે જોડાયેલ વર્ગને ફયાદાજંક કામ સંભવિત છે,શેર બજાર અને કોમોડીટી બજારમાં કામ કરનાર વર્ગને અણધર્યા લાભ સંભવિત છે. સ્પર્ત્ધાત્મક પરીક્ષાઆપનાર વર્ગને નવીન જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. યુનિફોર્મ વળી નોકરી કરનાર માટે કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થઇ શકે વડીલ વર્ગ સામાજિક કામ કરવા વધુ ઉત્સાહી બને. યુવાવર્ગ માટે મિત્રોકે પરિચિત થકી કોઈ લાભની વાત જાણવા મળે અને તેમાં તક ઝડપવા માટે આતુરતા જાગે તેવા સંજોગો સંભવિત છે.
સગા સ્નેહી, જુના પરિચિત સાથે હરવા ફરવાના યોગ છે, આરોગ્ય બાબત થોડા બેદરકાર પણ બનો, જુના મતભેદ ભૂલવાની અને સબંધમાં નવીનતા લાવવા માટે યોગ્ય તક પણ મળી શકે છે માર્કેટિંગક્ષેત્ર સાથે જોડાયેલ વર્ગ માટે સમયનો વ્યય વધુ થઇ શકે છે કામ ધર્યા કરતા વધુ વિલંબિત બની શકે છે, શેરબજાર અને કોમોડીટી બજારમાં કામ કરનાર વર્ગ માટે કામકાજમાં આતુરતા બાદ ફળ મળે. હોટેલ, મોજ શોખ, કળા જગત સાથે કામ કરનાર માટે સારી તક મળી શકે વડીલવર્ગ નાની યાત્રાકે જાત્રામાં સુખદ અનુભવ થઇ શકે છે યુવાવર્ગને પોતાના અંગત કામકાજમાં અન્યનો સાથ સહકાર મળે તેવી સંભાવના રહેલી છે.
નાન કે મોટી મુસાફરીના યોગ છે, મુસાફર દરમિયાન નવીન ઓળખાણ પણ સંભવિત બની શકે છે, વડીલ વર્ગ સાથે અતિ ઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, માર્કેટિંગક્ષેત્રમાં ધીરજના ફળ મીઠા મળી શકે, શેરબજાર અને કોમોડીટીબજારમાં કામ કરનારવર્ગ માટે ગણતરી અને અનુભવથી નિર્ણય લેવામાં જ ડાહપણ છે, દલાલી, કમીશન, કાગળ, બેંક જેવા ક્ષેત્રમાં કામ કરનાર માટે ક્યાંક ફાયદાની વાત સંભાળવા મળી શકે, વડીલવર્ગ માટે થોડો આરામ સાથે આરોગ્યમાં ધ્યાન આપવું યોગ્ય છે. લગ્નબાબતની વાર્તાલાપ દરમિયાનમાં ધીરજ અને યોગ્ય માર્ગદર્શન સાથેજ આગળ વધવું સલાહ ભર્યું છે.
લોકોમાં તમારો અલગ નીખર જોવા મળશે, કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે. જનસંપર્ક/ મર્કેટિંગ જેવા ક્ષેત્રમાં યોગ્ય ગણતરી થી ધર્યા કામ થાય તેવી સંભાવના વધુ છે ઇમ્પોર્ટ/એક્ષ્પોર્ટ જેવા ક્ષેત્રમાં કામ કરનારને સારી તક મળે એવી સંભાવના રહેલી છે. શેર અને કોમોડીટી બજારમાં કામ કરનાર માટે ક્યાંક નસીબ સાથ આપે અને ક્યાંક ખોટા નિર્ણયથી બચાવનો રસ્તો સુઝે તેવું બની શકે, વડીલવર્ગને ભૂતકાળના કોઈ કામની વાતો વાગોળવા થી સમય સારો પસાર થઈ શકે છે. યુવાવર્ગને પસંદગીના કામકાજમાં સફળતા મળી શકે છે.
મિત્રો સાથે સમય વધુ ફાળવાય, મુસાફરીના યોગ છે, આકસ્મિકકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈ જગ્યાએથી મન ગમતી વાત સંભાળવા મળે તેવી પણ સંભાવના છે. સરકારી/રાજકીય ક્ષેત્રમાં જોડાયેલ વર્ગ માટે ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગ ક્ષેત્ર/મેડીકલ ક્ષેત્રમાં જુના સંપર્ક વાળા કામ કરવાથી કામની પ્રસંશા થાય તેવું પણ સંભવિત છે. શેર અને કોમોડીટી બજારમાં કામ કરનાર વર્ગને કામકાજમાં ઉદ્વેગ અને ધીરજનો અભાવ વર્તાય તેવું સંભવિત છે, વડીલવર્ગ કોઈને સલાહ/ઠપકો આપવામાં કોઈ ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું.વિવાહની વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું.
આ સપ્તાહના દિવસોમાં નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે, ધીરજ રાખવી, કોઈ મશ્કરી કરેતો વાણી વિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે. પાવર/ગેસ/કમીશન/સલાહકાર જેવા કામકાજ કરનારે થોડી ધીરજ અને ચોકસાઈ રાખવી જરૂરી છે, શેર/કોમોડીટી બજારમાં કામ કરનારે જોખમથી દુર રેહવું ઇછાનીય છે, માર્કેટિંગ સાથે જોડાયેલ લોકોએ કામકાજમાં ગફલતના થાય તેનું ધ્યાન રાખવું. વડીલવર્ગ સ્વાથ્ય અંગે તકેદારી રાખવી અને ખટપટથી દુર રેહવાની સલાહ છે. કોઈની પણ ઉશ્કેરી જનક વાતમાં આવીને ગેરવર્તણુકના થાય તેનુ ધ્યાન રાખવું અને સંબંધમાં મર્યાદા જળવાય તેનું ધ્યાન રાખવું.
આ સપ્તાહમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, આરામ કે આળસ વૃતિ જોવા મળે મિલનમુલાકાત આનંદદાયી રહે, હીરા/ઝવેરાત/કાપડ/દવા બજાર સાથે જોડાયેલા લોકો માટે કામની નવીન તક દેખાય તેવું સંભવિત છે, શેર/કોમોડીટી બજાર સાથે કામ કરનાર માટે ઓછા નફા સાથે વધુ કામ કરવું સારું,કોઈના સામાજિક પ્રસંગમાં જવાથી તમારો ઉત્સાહ વધે, વડીલવર્ગ માટે જૂની ઓળખાણ તાજી થાય તેવા સારા અવસર આવે તેવું પણ સંભવિત બની શકે છે. અવિવાહિત વર્ગ માટે ક્યાય લગ્ન માટેની વાતચીત થાય કે જૂની વાત આગળ વધે તેવા સંજોગો પણ સંભવિત છે.
સપ્તાહ દરમિયાન તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળે, કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું. વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે. જૂની યાદ અચાનક તાજી થાય. બાંધકામ/સરકારી/ રાજકીય ક્ષેત્રમાં કામ કરનાર માટે વધુ મહેનત થાય તેવા સંજોગ બને. શેર/કોમોડીટી બજારમાં કામ કરનારને થાકની અને આળસની વધુ અસર જોવા મળે, માર્કેટિંગમાં થોડી વધુ મહેનત અને ઓછી સફળતા ના સંજોગ સંભવિત છે, વડીલ વર્ગ માટે મોટું મન રાખી સમય પસાર કરી લેવામાજ શાણપણ રહેલું છે. પ્રિયજન સાથે ખરીદી કે મુસાફરીની પણ શક્યતા રહેલી છે.
મુસાફરી દરમિયાન બહુ જૂની ઓળખાણ તાજી થાય તેવું સંભવિત બને, નજીકના સગા કે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી. ક્યાય મતભેદના થાય તેનું પણ ધ્યાન રાખવું,માર્કેટિંગમાં વ્યર્થની દોડધામ સંભાવિત બની શકે છે, નોકરી કરનાર વર્ગ માટે ઓછું બોલવું અને વધુ સંભાળવું જેવી વૃત્તિ સલાહ ભરી છે, શેર/કોમોડીટી બજારમાં કોઈ પણ ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, રાજકીય પક્ષ સાથે કામ કરનાર માટે તકેદારી જરૂરી છે, વડીલવર્ગને યુવાવર્ગ સાથેની વાર્તાલાપમાં વધુ ન બોલવાની સલાહ છે. મનની લાગણી ખુશ થાય તેવી વાતકે વ્યક્તિને મળવાના યોગ પણ સંભવિત છે.
થોડી માનસિક અશાંતિ રહે, મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, વાહનવ્યવહાર/કુરિયર/દુરઅંતરની રોજની અપ ડાઉન નોકરી કરનાર વર્ગ માટે શાંતિ અને સંયમ જરૂરી છે, માર્કેટિંગમાં કામકરનાર માટે સાથી કર્મચારી કે જુના સંપર્કમાં કામકાજ દરમિયાન મન મોટું રાખી કામ કરવાની સલાહ છે. શેર/કોમોડીટી બજારમાં કોઈની દોરવણીથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું વડીલ વર્ગ માટે વધુ ભક્તિ સારી કહી શકાય., યુવાવર્ગ માટે કામકાજમા અનુભવનો અભાવ વર્તાતો હોય તેવી લાગણી ઉભી થવાની બાબત પણ બને.
ધાર્મિક સ્થળની મુલાકાત સંભવિત બને, સંતાન સાથે વાર્તાલાપ કે ખરીદી કરવાના યોગ બની શકે છે, યુવા વર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળે તેવું સંભવિત છે, માર્કેટિંગમાં ધાર્યા કરતા ઓછું ફળ મળે તેવી લાગણી અનુભવાય. રોજબરોજનું કામ કરનાર કે ખાનગી પેઢીમાં કામ કરનાર માટે કામ ટાળવાની વૃત્તિ વધુ જાગે. સાંધા/કમર/અપચા/ગેસની તકલીફના થાય તેનું ધ્યાન રાખવું, શેર /કોમોડીટી બજારમાં નાનું કામ કાજ ઇચ્છનીય છે, વડીલવર્ગ માટે થાક લાગવાની અસર વધુ થાય. લગ્ન બાબતની વાર્તાલાપ કે મિલનમુલાકાતમાં શાંતિ અને વાણી સયમ રાખવો જરૂરી છે.
તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો, જુના અટકેલા કામ બાબત કઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે. યુવાવર્ગ માટે લગ્નની વાત ક્યાંક થઇ શકે, નોકરી/વ્યવસાયમાં નવું જાણવાની તક મળે, શેર/કોમોડીટી બજારમાં અનુભવ મુજબ કામ કરવું યોગ્ય છે. માર્કેટિંગમાં જુના સંપર્કની યાદીમાં કામ કરવાથી લાભ સંભવિત બની શકે, રાજકીયપક્ષ સાથે કામ કરનાર માટે કોઈ અગત્યની વાત જાણવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ શીખવાની વૃત્ત લાભ આપે, વડીલવર્ગ શાંતિથી સમય પસાર કરવો.,પ્રિયજન સાથે જુના સ્મરણો તાજા થાય તેવું ક્યાંક સંભવિત બની શકે છે.
આજના દિવસે થોડી ધીરજ રાખવી સારી છે, મનમાં કોઈક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, બિઝનેસમાં જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વાર્તાલાપમાં ધીરજ અને શાંતિ રાખવી, સહકર્મચારી સાથે કામકાજમાં સહકારનો અભાવ જોવા મળી શકે છે.
આજે ઉત્સાહ સારો જોવા મળી શકે જેના કારણે તમે કામકાજ પ્રત્યે પ્રોત્સાહી બનો, કોઈ પ્રસંગમાં તમારી હાજરીની સારી નોંધ લેવાય અને તમારી ક્યાંક પ્રસંશા પણ થાય, લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે અને તમે તેની સારી લાગણી અનુભવો.
આજનો દિવસ સામાન્ય છે, કોઈકની પાછળ નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં સારી કામગીરી થવાથી ખુશી અનુભવો, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય કોઇ બાબત પર મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં જરૂરિયાત પુરતી વાર્તાલાપ તમારા માટે યોગ્ય કહી શકાય.
આજનો દિવસ માનસિકદ્વિધા વાળો છે , કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, બ્લડપ્રેશર જેવી તકલીફથી સાચવવું, વેપારમાં જોખમવાળા નિર્ણયથી દુર રહેવું, સહકર્મચારી સાથે કામની બાબતમાં અસંતોષ જોવા મળી શકે પરંતુ કામકાજ શાંતિથી પૂર્ણ થાય.
આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતાવાળો અને અજંપાવાળો છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત,ફાર્મા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણયના લેવાયતે બાબતની તકેદારી રાખવી.
આજનો દિવસ સારો છે, ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો. પ્રિયજન તમને કોઈ પસંદગીની વાત કરેને તમેં ખુશી અનુભવો તેવા સંજોગો પણ બને છે. લગ્નબાબતની વાર્તાલાપમાં તમારી પસંદગી વધુ જળવાય તેવું પણ બનવાથી તમે સારી ખુશી અનુભવો.
આજનો દિવસ શાંતિથી પસાર કરવો, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, તમારા ઉચ્ચઅધિકારી તમારી સાથે આજે થોડા નાખુશકે ઉગ્ર હોઈ શકે છે. વાતવાતમાં ગુસ્સો આવવો આજે સહજ વાત જેવું બની શકે છે. પરંતુ ગણતરીપૂર્વક અને અનુભવથી કામકાજ કરવાથી તમે પરિસ્થિતિને ઘણી હળવી બનાવી પણ શકો છો.
આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.
આજના દિવસે ધીરજ રાખવી, આજે કોઇપણ કામ પરાણે કરતા હોવ તેવી લગાણીનો અનુભવ થાય, કામકાજમાં ઉતાવળ કરવી નકામી છે. વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સારું, વેપારમાં જોખમી પરિબળોથી સાચવવું, મજાકમસ્તી કરનારવર્ગથી આજે દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે, ઉત્સાહ સારો રહે, તમને કોઈ પસંદગીની વાત સંભાળવા મળે અને તેની ખુશી તમને ઘણી રોમાંચિત કરીદે, લગ્નબાબતની વાતચિત તમારા માટે ક્યાંક ફળદાયી બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવા માટે આજે સમય ફાળવોતો સારું પરિણામ મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, આજે આરામ કરવાની વૃતિ વધુ જાગે, કામકાજને ત્વરિત પૂર્ણ કરવા માટે થોડા ઉતાવળિયા પણ બનતા જોવા મળો, ક્યાંક ગણતરી કરતા વધુ ખરીદી થવાથી નાણાખર્ચાયાની ખોટી લાગણી પણ ઉભી થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
ચૂંટણી પંચે 19 એપ્રિલથી સાત તબક્કામાં ચૂંટણી કરાવવાની જાહેરાત કરી છે. 1 જૂન સુધીમાં દેશના તમામ રાજ્યોમાં લોકસભાની ચૂંટણી અને ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવી ગઈ છે, પરંતુ ચૂંટણીની જાહેરાત થતાંની સાથે ચૂંટણી પ્રચાર તેજ થવાની શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ ભારતમાંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી ત્યારે વિપક્ષી પાર્ટીઓના ગઠબંધને ઈન્ડિયા બ્લોક મુંબઈમાં તાકાત બતાવીને પોતાની તાકાત બતાવી હતી. પીએમ મોદીએ દક્ષિણ ભારતની કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ પર પ્રહારો કર્યા હતા. તો મુંબઈના ઈન્ડિયા એલાયન્સના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.જેમ જેમ ચૂંટણી નજીક આવે છે. ચૂંટણી પ્રચાર તેજ બનશે. રેટરિક અને હુમલા વધુ તીવ્ર બનશે. ચાલો જાણીએ કે ચૂંટણી પ્રચાર દરમિયાન કયા મુદ્દાઓનું પ્રભુત્વ રહેશે. શાસક પક્ષ ગઠબંધન એનડીએના નેતાઓ અને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા બ્લોકના નેતાઓ કયા મુદ્દાઓ પર હુમલો અને વળતો પ્રહાર કરશે?
loksabha election dates
રામ મંદિર
વર્ષોની રાહ જોયા બાદ અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાનું જીવન પવિત્ર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાંસ્કૃતિક મુદ્દાઓ પર ભાજપના પુનરુત્થાનથી તેના સમર્થકો ઉત્સાહિત થયા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રામ મંદિરનો મુદ્દો ચર્ચામાં રહેશે. ભાજપ નેતૃત્વ વિપક્ષના એ આરોપ પર પ્રહાર કરશે જેમાં તેઓ સવાલ ઉઠાવી રહ્યા હતા કે ત્યાં રામ મંદિર બનશે, પરંતુ તેઓ તારીખ ક્યારે કહેશે, પરંતુ આ ચૂંટણી પ્રચારમાં ભાજપ અને એનડીએના નેતાઓ રામ મંદિરના નિર્માણને તેની સાથે જોડીને રજૂ કરશે.
CAA
કેન્દ્ર સરકારે સંસદમાં નાગરિકતા સંશોધન કાયદો પસાર કર્યો હતો. રાષ્ટ્રપતિએ મંજૂરી આપી હતી. હવે કેન્દ્ર સરકારે આ કાયદો જાહેર કર્યો છે. નાગરિકતા કાયદાને લઈને દેશભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. શાસક પક્ષમાં બાંગ્લાદેશ સહિત અન્ય દેશોના લઘુમતીઓનો સમાવેશ થાય છે, જેમને હજુ સુધી નાગરિકતા મળી નથી. જ્યાં તેમને નાગરિકતા આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે વિપક્ષી પાર્ટી આ અંગે સરકાર પર પ્રહારો કરી રહી છે. આ મુદ્દો પશ્ચિમ બંગાળ, ત્રિપુરી, આસામ સહિતના ઉત્તર પૂર્વ ભારતના રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં પ્રભુત્વ મેળવશે. સાંપ્રદાયિક લાગણીઓ પર CAAની અસર અને ધ્રુવીકરણની ગતિશીલતા કેટલાક વિસ્તારોમાં ચૂંટણી પરિણામોને અસર કરી શકે છે.
કલમ 370
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો મુદ્દો લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ફોકસમાં રહેશે. જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાથી જમ્મુ-કાશ્મીરમાં જે બદલાવ આવ્યો છે તેને ભાજપ જનતા સમક્ષ લાવી રહ્યું છે. આ મુદ્દો મતદારોમાં ભાજપની લોકપ્રિયતાને મજબૂત કરી રહ્યો છે અને પીએમ મોદીની પ્રતિષ્ઠા વધારી રહ્યો છે.
ઈલેક્ટોરલ બોન્ડ-EVM
દરમિયાન ચૂંટણી પહેલા ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો પણ ગરમાયો છે. 2018માં ઈલેક્ટોરલ બોન્ડની રજૂઆત બાદથી, બોન્ડ દ્વારા ફંડ મેળવનારા પક્ષોની યાદીમાં ભાજપ ટોચ પર છે. ભાજપને રૂ. 6,986.5 કરોડ મળ્યા છે, જ્યારે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ રૂ. 1,397 કરોડ સાથે બીજા સ્થાને છે, ત્યારબાદ કોંગ્રેસ (1,334 કરોડ) અને BRS (1,322 કરોડ) છે. વિપક્ષી પાર્ટીઓએ ઈલેક્ટોરલ બોન્ડના મુદ્દે પ્રહારો શરૂ કરી દીધા છે. સાથે જ ઈવીએમનો મુદ્દો પણ ચૂંટણીમાં મુદ્દો બની રહ્યો છે. ઈન્ડિયા એલાયન્સની મુંબઈની રેલીમાં વિપક્ષી પાર્ટીઓએ ઈલેક્ટોરલ બોન્ડ અને ઈવીએમનો મુદ્દો ઉઠાવીને સરકાર પર પ્રહારો કર્યા છે.
રાજકીય જોડાણો
ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય જોડાણો એક મોટો મુદ્દો બની શકે છે. ભાજપ સતત વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ઈન્ડિયા એલાયન્સ પર નિશાન સાધે છે અને ઈન્ડિયા એલાયન્સને પોતાના હિતોના રક્ષણ માટે રચાયેલ ગઠબંધન ગણાવે છે. આ સાથે તેને પરિવારની રાજનીતિ સાથે પણ જોડવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે વિપક્ષી પાર્ટીઓ વચ્ચે ક્યારેય ગઠબંધન નથી થયું. તે બધા એકબીજા સામે લડી રહ્યા છે.
સમાજ કલ્યાણ યોજનાઓ
સમાજ કલ્યાણ નીતિઓ શાસક પક્ષ અને વિપક્ષ બંને કલ્યાણકારી યોજનાઓ દ્વારા મતદારોની મંજૂરી માટે પ્રયત્નશીલ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના છેલ્લા 10 વર્ષના શાસનની સામાજિક કલ્યાણ યોજનાઓ અને સામાન્ય લોકોને સુવિધાઓ આપીને વિકાસ કેવી રીતે થઈ રહ્યો છે તે મુદ્દાને એનડીએના ઘટક પક્ષો ઉઠાવી રહ્યા છે. સામાજિક કલ્યાણ યોજનાઓમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ, યુવાનો, સ્વ-સહાય જૂથો અને આર્થિક અને સામાજિક રીતે પછાત લોકોના સશક્તિકરણ માટે શરૂ કરાયેલી યોજનાઓનો સમાવેશ થાય છે.
ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ
ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદનો મુદ્દો ચૂંટણી પ્રચારમાં પ્રભુત્વ ધરાવે છે. બેરોજગારી અને રોજગારીનું સર્જન કારણ કે શાસક પક્ષ વિપક્ષ સરકારમાં ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદને મુદ્દાઓ બનાવી રહ્યો છે, ત્યારે વિપક્ષ આ મુદ્દાને શક્તિશાળી આર્થિક હથિયાર તરીકે ઉપયોગ કરી શકે છે અને આ મુદ્દે સરકાર પર હુમલો કરી શકે છે. વિપક્ષ માટે આ મોટો મુદ્દો છે.
તપાસ એજન્સીઓની ભૂમિકા
શાસક ગઠબંધન તપાસ એજન્સીઓની તટસ્થતા વિશે વાત કરી રહ્યું છે અને ભ્રષ્ટાચાર પર ED અને કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહીને પ્રકાશિત કરે છે. તપાસ એજન્સીઓની ભૂમિકા પર શાસક પક્ષ અને વિરોધ પક્ષો તરફથી હુમલા અને વળતા પ્રહારની શક્યતા છે. સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષોના હુમલા અને વળતા હુમલાને કારણે આ મુદ્દો ચૂંટણી પ્રચારમાં પ્રભુત્વ મેળવે તેવી શક્યતા છે.
આર્થિક પ્રગતિ અને વિશ્વમાં ભારતની છબી
વિશ્વમાં અસ્થિરતા વચ્ચે, ભારતમાં વિકાસ અને 2047 માં વિકસિત ભારતનું સ્વપ્ન ચૂંટણી પ્રચાર દરમિયાન એક મુદ્દો બની રહેવાની સંભાવના છે. G-20નું સફળ સંગઠન અને વિશ્વમાં ભારતની બદલાતી છબી અને દૃષ્ટિકોણને ચૂંટણી પ્રચાર દરમિયાન ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે. તેવી જ રીતે, ફુગાવાના દબાણને ઘટાડવા માટે વડા પ્રધાન મોદીના સક્રિય પગલાં, જેમ કે ઇંધણના ભાવમાં ઘટાડો અને આવશ્યક ચીજવસ્તુઓની સબસિડી, મતદારોની ધારણાઓને પ્રભાવિત કરી શકે છે. ભારતની વધતી વૈશ્વિક રૂપરેખા ઊર્જાસભર મુત્સદ્દીગીરી અને આર્થિક નીતિઓ દ્વારા ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠાને મજબૂત કરવાના સરકારના પ્રયાસો ચૂંટણી પ્રચારમાં ગુંજશે.
વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝનની ફાઈનલ મેચ 17 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે થઈ હતી. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ તેની ટીમ આ તકનો લાભ ઉઠાવી શકી નહીં અને માત્ર 113 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ.
𝙏𝙝𝙖𝙩 𝙎𝙥𝙚𝙘𝙞𝙖𝙡 𝙈𝙤𝙢𝙚𝙣𝙩! 👏 👏
That’s how the Royal Challengers Bangalore sealed a memorable win to emerge the #TATAWPL 2024 Champions! 🏆
ટોસ જીત્યા બાદ દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગ ઓપનિંગ કરવા મેદાનમાં આવી અને તેને સપોર્ટ કરવા માટે શફાલી વર્મા ક્રિઝ પર હાજર હતી. બંનેએ ટીમને સારી શરૂઆત અપાવી હતી અને 7 ઓવરમાં ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 64 રન બનાવી લીધા હતા. ત્યારપછી સાતમી ઓવરમાં સોફી મૌલિનોએ માત્ર 4 બોલમાં જ શફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્ઝ અને એલિસ કેપ્સીને આઉટ કર્યા હતા. જ્યાં ટીમનો સ્કોર 0 વિકેટે 64 રનથી વધીને 3 વિકેટે 64 રન થયો હતો. દિલ્હીની ટીમ આ આંચકોમાંથી બહાર નીકળી શકી ન હતી અને બાકીનો સમય શ્રેયંકા પાટીલે પૂરો કર્યો હતો, જેણે 3.3 ઓવરમાં 12 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. લેનિંગ અને શેફાલી સિવાય કોઈ પણ બેટ્સમેન દિલ્હી માટે પ્રદર્શન કરી શક્યો નહોતો.
The Reactions 👏
The Emotions ☺️
The Celebrations 🙌
They say what this triumph means for the Royal Challengers Bangalore 🏆
બેંગ્લોરની શરૂઆત શાનદાર રહી હતી. આ લો સ્કોરિંગ મેચમાં સ્મૃતિ મંધાના અને સોફી ડેવિન વચ્ચે પ્રથમ વિકેટ માટે 49 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાઈ હતી. ડેવિને 27 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 32 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન મંધાનાએ 39 બોલમાં 31 રનની ધીમી પરંતુ મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. એલિસ પેરીએ સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર બેટિંગ કરી અને ફાઇનલમાં પણ ઘણા રન બનાવ્યા. તેણે 37 બોલમાં 35 રનની અણનમ ઇનિંગ રમી હતી. રિચા ઘોષે વિનિંગ શોટ ફટકારીને આરસીબીને પ્રથમ વખત ચેમ્પિયન બનાવ્યું.
The Smriti Mandhana-led Royal Challengers Bangalore reign supreme! 🏆
Presenting before you – Champions of the #TATAWPL 2024 ! 🙌 🙌
લોકસભા ચૂંટણી 2024ની જાહેરાતના બીજા દિવસે કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિયા એલાયન્સના નેતાઓ મુંબઈમાં એક થયા અને શક્તિ પ્રદર્શન કર્યું. ઈન્ડિયા એલાયન્સના નેતાઓએ ભાજપ, પીએમ મોદી, આરએસએસ, ઈલેક્ટોરલ બોન્ડ્સ, ઈવીએમ અને ગેરંટી મુદ્દાઓ પર પ્રહારો કર્યા હતા અને ટોણો માર્યા હતા. આ સાથે લોકતંત્ર અને બંધારણને બચાવવાની હાકલ કરતા તેમણે એવી ગેરંટીનું વચન આપ્યું હતું, જે અમીરો માટે નહીં પરંતુ ગરીબ વર્ગ માટે છે. આ રેલી દ્વારા ઈન્ડિયા એલાયન્સે વિપક્ષી એકતાની તાકાત બતાવવાનો પ્રયાસ કર્યો હતો.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મુંબઈમાં તેમની 63-દિવસીય ભારત જોડો ન્યાય યાત્રાનું સમાપન કર્યાના એક દિવસ પછી વિપક્ષી ગઠબંધન INDIA ના સભ્યોએ “રાષ્ટ્રીય મહાગઠબંધન” ની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. હિંસા પ્રભાવિત મણિપુરથી શરૂ થયેલી આ યાત્રા મુંબઈમાં પૂરી થઈ હતી.
मैं सिस्टम को समझता हूं, इसलिए नरेंद्र मोदी मुझसे डरते हैं।
CPI(ML) ના દીપાંકર ભટ્ટાચાર્ય, તમિલનાડુના મુખ્ય પ્રધાન અને DMK નેતા એમકે સ્ટાલિન, જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લા, આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજ, બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને RJDના નેતા તેજસ્વી યાદવ ઈન્ડિયા એલાયન્સમાં આ બેઠકમાં અઘાડીના વડા પ્રકાશ આંબેડકર, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના પ્રમુખ મહેબૂબા મુફ્તી, ઝારખંડ મુક્તિ મોરચાના નેતા અને પૂર્વ સીએમ હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેને હાજરી આપી હતી.
Our young and energetic leader, the only hope of our nation, Shri Rahul Gandhi, has completed the historic Bharat Jodo Nyay Yatra in the land of Dr. Babasaheb Ambedkar and Mahatma Jyotiba Phule, the land of equality and social justice.
બેઠકમાં ઝારખંડના સીએમ ચંપાઈ સોરેન, એનસીપીના વડા શરદ ચંદ્ર પવાર, શિવસેના પાર્ટીના નેતા ઉદ્ધવ ઠાકરે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષી એકતાની હિમાયત કરી હતી. જ્યારે સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવ બેઠકમાં ન પહોંચી શક્યા ત્યારે તેમણે પત્ર લખીને એકતા દર્શાવી હતી. જોકે, મમતા બેનર્જી, સીતારામ યુચેરી અને ડી રાજા જેવા વિપક્ષી નેતાઓ રેલીમાં ગેરહાજર રહ્યા હતા.
आज हिंदुस्तान के हालात में बदलाव लाने की जरुरत है।
BJP ने देश की जनता को झूठा आश्वासन देकर फंसाया है। हमें एक साथ मिलकर BJP को सत्ता से दूर करना होगा।
: INDIA गठबंधन की महारैली में NCP-शरदचंद्र पवार के अध्यक्ष @PawarSpeaks जी
વિપક્ષો સામે કેન્દ્રીય એજન્સીઓ અને ઈવીએમ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ના કથિત ઉપયોગ માટે ભાજપની આગેવાની હેઠળના કેન્દ્ર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે શાસક પક્ષ ઈવીએમ, સીબીઆઈ, ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) વગર લોકસભાની ચૂંટણી નહીં કરાવે. જીતવા માટે સક્ષમ. તેમણે સંકેત આપ્યો કે આની પાછળ એક શક્તિ છે. તેજસ્વી યાદવે કેન્દ્રીય એજન્સી તેમજ નીતિશ કુમાર પર કટાક્ષ કર્યો અને કહ્યું કે ED-CBIની મદદથી ચૂંટાયેલી સરકારને તોડી પાડવામાં આવી રહી છે, પરંતુ બિહારની જનતા ચોંકાવનારા પરિણામો આપવા તૈયાર છે. વિપક્ષે લોકસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરતા પહેલા શિવાજી પાર્કમાં મેગા રેલી યોજી હતી. આ રેલીને ચૂંટણી પ્રચારની શરૂઆત પહેલા કોંગ્રેસ અને તેના સાથી પક્ષો દ્વારા શક્તિ પ્રદર્શન તરીકે ગણવામાં આવી રહી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિઅર્જુન ખડગેએ કોંગ્રેસ ગેરંટી, ઈવીએમ અને ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સાથે ખડગેએ લોકશાહી અને સ્વતંત્રતાનો હવાલો આપીને વિરોધ પક્ષોને એક થવાનું આહ્વાન કર્યું અને ભાજપને હરાવવાનો નારો આપ્યો. ખડગેએ ભાજપ તેમજ આરએસએસ અને મનુવાદ પર નિશાન સાધતા શક્તિ શબ્દનો ખુલાસો કર્યો હતો.
कांग्रेस ने जो आपको गारंटियां बताई हैं, वो INDIA की सरकार आने के बाद जरूर पूरी होंगी।
ये गारंटियां गरीबों के लिए हैं, न कि अमीरों के लिए। हमने पहले भी कर्नाटक और तेलंगाना में अपनी गारंटियां पूरी की हैं।
શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું, પુતિન રશિયામાં ચૂંટણી લડી રહ્યા છે પરંતુ તેમની સામે કોઈ નથી. તેઓ (ભાજપ) અહીં પણ આવી જ સ્થિતિ બનાવવા માંગે છે.
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ સભાને સંબોધતા કહ્યું, ભાજપ બંધારણ બદલવા માટે 400 થી વધુ લોકસભા બેઠકો જીતવાની વાત કરે છે…ભાજપના લોકો રાહુલ ગાંધીના નામથી ડરે છે.
राहुल गांधी जी, आपके ऊपर बड़ी जिम्मेदारी है, क्योंकि आपके नाम के पीछे ‘गांधी’ जुड़ा है।
BJP के लोग ‘गांधी’ नाम से बहुत डरते हैं और आगे भी डरेंगे।
: INDIA गठबंधन की महारैली में जम्मू-कश्मीर की पूर्व मुख्यमंत्री (PDP) @MehboobaMufti जी
આ પહેલા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશમાં બીજેપી માટે પ્રચાર કરતી વખતે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. મુંબઈમાં ઈન્ડિયા બ્લોકની બેઠક તરફ ઈશારો કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનો એજન્ડા તેના સાથી પક્ષોને ઉપયોગ અને ફેંકી દેવાનો છે.
મધ્યપ્રદેશના જબલપુરના ચિત્રકાર રામકૃપાલ નામદેવનું “ચિત્રલતિકા” નામનું 17મું એકલ ચિત્ર પ્રદર્શન અમદાવાદ ખાતે યોજાશે. જેમાં મુખ્યત્વે સૌથી આદરણીય ભારત રત્ન લતા મંગેશકર જી પર કેન્દ્રિત હશે. જેમાં ગેલેરી એ રવિશંકર રાવળ કલા ભવન, ગુજરાત લલિત કલા એકેડમી, અમદાવાદ ખાતે આયોજિત કરવામાં આવશે. 18 થી 21 માર્ચ 2024 સુધી આ ચિત્ર પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવશે. જેમાં અલકા નિર્ગુણકર અને કાર્યક્રમના મુખ્ય અતિથિ અમિતભાઈ ઠાકર (ધારાસભ્ય – વેજલપુર વિધાનસભા બેઠક) દ્વારા મા સરસ્વતીની પૂજાની પ્રસ્તુતિ સાથે કરવામાં આવી રહ્યું છે. વિશેષ અતિથિ પદ્મનાભ જોષી (સંગીતકાર શંકર જયકિશનના જીવનચરિત્રના લેખક) અને યજ્ઞેશ ભાઈ પંડ્યા (પ્રિન્ટ વિઝન પ્રાઈવેટ લિમિટેડના અધ્યક્ષ અને એમડી), મહેશ રાઠોડ (ભૂતપૂર્વ લતા મંગેશકરજીના અંગત મદદનીશ), અંજુ નામદેવ, નમન નામદેવ અને અન્ય કલાકારો અને કલાપ્રેમીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું સંચાલન અનુજા નવનાગે કરશે.
પ્રદર્શનમાં લગભગ 45 પેઇન્ટિંગ્સ પ્રદર્શિત કરવામાં આવશે
“ચિત્રલતિકા” પ્રદર્શનમાં લગભગ 45 પેઇન્ટિંગ્સ પ્રદર્શિત કરવામાં આવશે. જેમાંથી લગભગ 35 પેઇન્ટિંગ્સ સ્વરકોકિલા લતા મંગેશકર જી પર આધારિત હશે અને લગભગ 10 પેઇન્ટિંગ્સ અન્ય ટાઇટલ પર આધારિત હશે. મુખ્ય આકર્ષણમાં તે આર્ટવર્કનો પણ સમાવેશ થશે જે લતાજીએ પોતે બનાવ્યાં છે. હસ્તાક્ષરોથી સુશોભિત, લિમ્કા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સમાવિષ્ટ કલાકૃતિઓ પણ પ્રદર્શિત કરવામાં આવશે. સૌથી આદરણીય લતા દીદી પર આધારિત “ચિત્રલતિકા” શ્રેણી 2017 માં મધ્ય પ્રદેશના જબલપુર શહેરથી શરૂ કરવામાં આવી હતી. અમારા પ્રથમ ચિત્રલતિકા પ્રદર્શનની શરૂઆત મારા પ્રેરણા ગુરુ આદરણીય શ્રી ભગવાન દાસ પટેલ જીના કમળના ફૂલોથી કરવામાં આવી હતી, આ અમારી 17મી ચિત્રલતિકા એકલ છે. આપણી ચિત્રલતિકા શ્રૃંખલા આગળ વધતી રહે એવી ઈશ્વરને પ્રાર્થના છે. તમામ કલાપ્રેમીઓને નમ્ર વિનંતી છે કે આ ચાર દિવસીય કાર્યક્રમમાં અવશ્ય પધારો.