Home Blog Page 2024

કોરાનાના 211 નવા કેસો, પાંચનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ફરી એક વકરવા માંડ્યો છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ19ના 63 નવા કેસ નોંધાયા છે. દિલ્હી સિવાય રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં કેટલાંક અન્ય રાજ્યોમાં પણ કોરોના વાઇરસના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 15 દિવસોમાં દિલ્હીમાં વાઇરસના 459 કેસો નોંધાયા છે.

  છેલ્લા 24 કલાકમાં કોરોનાના 211 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,96,104 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિસ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,504 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,96,286 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 182 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1096 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,07,353 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 105 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

 

સુવિચાર – ૦૭ માર્ચ, ૨૦૨૪

સુવિચાર – ૦૭ માર્ચ, ૨૦૨૪

ઈન્સ્ટન્ટ મીઠાઈ

શિવરાત્રીમાં પ્રસાદ માટે શુદ્ધ મીઠાઈ ઘરે જ સહેલાઈથી ઉપલબ્ધ સામગ્રી વડે ઈન્સ્ટન્ટ બની જાય, તે પણ ગેસ ચલાવ્યા વગર! તો બનાવી લો ઈન્સ્ટન્ટ પ્રસાદ!

સામગ્રીઃ

  • નાળિયેરનું ખમણ 1 કપ
  • દળેલી ખાંડ ½ કપ
  • દૂધ પાઉડર ¾ કપ
  • દૂધ 3-4 ટે.સ્પૂન
  • ઘી 1 ટે.સ્પૂન

પુરણ માટેઃ

  • કાજુ અને બદામ 10 નંગ
  • પિસ્તા 5 નંગ
  • એલચી પાઉડર ½ ટી.સ્પૂન
  • કેસરના તાંતણા 7-8 અથવા ખાવાનો પીળો કે લીલો રંગ 3-4 ટીપાં

સજાવટ માટેઃ

  • પિસ્તા 10
  • ચાંદીનો વરખ (Optional)
  • કેસરના તાંતણા 8-10

રીતઃ એક મોટા બાઉલમાં નાળિયેરનું ખમણ, દળેલી ખાંડ તેમજ દૂધ પાઉડર લઈ 1-1 ચમચી દૂધ રેડતા જઈ લોટ બાંધો. લોટ બંધાય તેટલું જ દૂધ ઉમેરવું. કારણ કે, દળેલી ખાંડને લીધે તરત જ લોટ બંધાઈ જશે. (આ મિશ્રણ બહુ ઘટ્ટ કે સૂકું ના હોય અને બહુ ઢીલું પણ ના હોવું જોઈએ) આ બંધાયેલા લોટના મિશ્રણમાંથી 2 ટે.સ્પૂન જેટલું મિશ્રણ એક બાજુએ રાખી લો.

કેસરને એક નાની વાટકીમાં એક ચમચી દૂધમાં પલાળી રાખો.

કાજૂ, બદામ તેમજ પિસ્તાને મિક્સીમાં બારીક અથવા કરકરા પીસી લો. તેમાં પલાળેલું કેસર અથવા ખાવાનો પીળો રંગ ઉમેરી દો. તેમજ એલચી પાઉડર અને એકાદ ચમચી દૂધ મેળવો. નાળિયેર તેમજ દૂધ પાઉડરનું રાખેલા મિશ્રણમાંથી 2 ટે.સ્પૂન જેટલું મિશ્રણ એમાં ઉમેરી ફરીથી લોટની જેમ આ મિશ્રણ બાંધો. આ મિશ્રણમાંથી નાની નાની ગોળીઓ વાળીને તેને ચપટો આકાર આપી એક બાજુએ મૂકી દો અને કલરવાળા હાથ ધોઈ લો.

એક વાટકીમાં એક ચમચી ઘી લઈ લો. હાથમાં થોડું ઘી ચોપડી લો. નાળિયરેના સફેદ રંગના મિશ્રણમાંથી મોટો ગોળો લઈ તેને ચપટો કરીને હાથેથી થાપીને ડ્રાય ફ્રુટવાળી ગોળી તેમાં મૂકીને ગોળો બંધ કરીને વાળી દો. તેમજ થોડો ચપટો કરીને પેંડાનો આકાર આપી દો. અથવા

સફેદ મિશ્રણમાંથી બે ભાગ કરી બે મોટા રોટલા વણી લો. તેમજ ડ્રાયફ્રુટના મિશ્રણનો પણ એક રોટલો વણી લો. નાળિયેરવાળા રોટલા ઉપર ડ્રાયફ્રુટવાળો રોટલો મૂકી તેની ઉપર બીજો નાળિયેરવાળો રોટલો ગોઠવીને હાથેથી ઉપર પ્રેશ કરીને તેના ચપ્પૂ વડે ચોરસ ટુકડા કરી લો. અથવા લાંબી પટ્ટીમાં કટ કરીને તેના રોલ વાળીને કટ કરી લો.

કેસરને 1-2 ચમચી પાણીમાં ભીંજવી દો. પિસ્તાની ઝીણી કાતરી કરી લો.

દરેક મીઠાઈ ઉપર ચાંદીનો વરખ લગાડી દો. ચપટી ગોળ વાળેલી મીઠાઈના ચપ્પૂ વડે બે-બે ટુકડા કરી લો. મીઠાઈને સજાવવા માટે તેના દરેક ટુકડા ઉપર કેસરનો રંગ 1-2 ટીપાં મૂકી તેની ઉપર ગુલાબની પાંખડી મૂકીને તેને પિસ્તાની ઝીણી કાતરીથી સજાવી લો.

૦૭ માર્ચ, ૨૦૨૪

શું અસરકારક? ઠાલી વાણી કે અનુકરણીય વર્તન?

‘બોર્ડ એક્ઝામ્સ છે… સમજતો કેમ નથી? જરા સિરિયસ થા…’

‘હવે મોબાઈલ મૂક… કેટલી વાર તને કહ્યું કે મોબાઈલથી તારું ધ્યાન અભ્યાસમાંથી બીજે ભટકાઈ જાય છે?’

‘બસ, આ છેલ્લી વાર… આજ પછી હું તને કંઈ કહેવાનો નથી. જે કરવું હોય એ કરજે… નપાસ થશે એટલે ચણા- શીંગ-મમરાની દુકાન ખોલી આપીશ.’

આજકાલ વિવિધ રાજ્યોમાં બોર્ડ એક્ઝામ્સ ચાલી રહી છે તે વચાળે આવા સંવાદ ઘરેઘરમાં સાંભળવા મળે છે. મોટા ભાગે માણસ માત્રને બીજાને સમજાવવા-સુધારવાનો આગ્રહ સતત રહ્યા કરે છે. આ માટે તે સતત શસ્ત્ર ઉપાડે છે— શબ્દોનું.

અહીં લખ્યા તેવા શબ્દપ્રયોગો દ્વારા આપણે સામેવાળી વ્યક્તિ પર વારે વારે હુમલા બોલાવી દઈએ છીએ, પણ પરિણામ લગભગ આપણી અપેક્ષા સુધી પહોંચતું નથી. જેમ કે, તમે સંતાનોને મોબાઈલથી ટીવીથી દૂર રહેવા સમજાવો છો, પણ તમે પોતે કેટલો સમય એનાથી અળગા રહી શકો છો, એ ક્યારેય વિચાર્યું છે?

મહાપુરુષો આવા કોઈ પણ શસ્ત્રનો પ્રયોગ કર્યા વિના કેવળ પોતાના વર્તન દ્વારા જ કહેવાનું ઘણું બધું કહી દે છે. ભારતમાં અંગ્રેજોનું રાજ હતું, તે સમયની વાત છે. અમદાવાદમાં મદદનીશ ન્યાયાધીશ તરીકે અંગ્રેજ અફસર કિન્લૉક ફાર્બસની નિમણૂક થઈ. આ અંગ્રેજે અમદાવાદમાં આવીને કવિશ્વર દલપતરામની પાસે ગુજરાતી ભાષા શીખવી શરૂ કરી. સામા પક્ષે, તેઓ કવિશ્વરને ગુજરાતી સાહિત્યમાં રચના કરવા પણ પ્રોત્સાહિત કરતા. ધીમે ધીમે બંનેની મૈત્રી ગાઢ થતી ગઈ.

એક વખત આ બંને મહાપુરુષોને સુરતના નવાબ સાહેબે મિજલસમાં આવવાનું આમંત્રણ પાઠવ્યું, ફાર્બસે દલપતરામને કહ્યું કે, ‘મિજલસમાં આપણે બંને સાથે જઈશું. પણ દલપતરામે કહ્યું કે, ‘ત્યાં તો બીભત્સ નાચ-ગાન હોય. હું તે જોતો નથી.’ ફાર્બસ વિચારમાં ઊંડા ઊતરી ગયા. વિચારના અંતે તેમણે પણ મિજલસમાં ક્યારેય ન જવાનો નિર્ણય લીધો. આ છે વર્તનની અસર.

સામાન્ય રીતે આપણે આપણા વિચારો સાથે એટલા બધા લાગણીથી જોડાઈ જઈએ છીએ કે આપણે ગમે તેમ કરીને આપણી વાત સામેવાળાના મનમાં ઠસાવવાના પ્રયત્નો આદરીએ છીએ. આ માટે શરૂ થયેલો સહજ વાર્તાલાપ ક્યારેક ઉગ્ર ચર્ચા સુધી પહોંચે છે. પ્રતિપક્ષીને પોતાના પક્ષે ભેળવવા માટે શરૂ થયેલી આવી ચર્ચા મોટા ભાગે પરિણામ લાવવામાં નિષ્ફળ નીવડે છે. ક્યારેક આવી ચર્ચા મિત્રો વચ્ચે મોટી તિરાડ પણ સર્જી દે છે. એની સામે શુદ્ધ આશયથી થયેલું નાનું એવું વર્તન પણ કેટલી સહજતાથી સામેવાળાના હૃદયમાં સત્પ્રેરણાનું ઝરણું વહાવી શકે છે.

ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના પરમહંસોને શીખ આપી હતી કે, ‘તમે વર્તન શુદ્ધ રાખજો. તમારું વર્તન વાતું કરશે.’ ભગવાન સ્વામિનારાયણનાં વચનોને જીવનારા પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં પણ આ ગુણ ઊડીને આંખે વળગે એવો રહ્યો છે.

પ્રસંગ છે સન ૧૯૬૭ની સાલનો. સૌરાષ્ટ્રના ગોંડલ નગરમાં ગુરુ યોગીજી મહારાજના ૭૫મો જન્મજયંતી મહોત્સવની પૂર્વતૈયારીની સેવામાં પ્રમુખસ્વામી મહારાજ જોડાયા હતા. એક વખત બન્યું એવું કે તેઓ નિર્માણ પામી રહેલી હોસ્ટેલનું બાંધકામ જોવા માટે નીકળ્યા હતા. સમયામાં આ ભવન પણ ઉપયોગમાં હોવાથી લેવાનું બાંધકામ સમયસર પૂર્ણ થાય એ આવશ્યક હતું ગુરુકુળના આ ભવનનો બીજા માળે આવેલા પ્રાર્થનાખંડમાં લાદી બેસાડવાનું કામ મુંબઈના લવજીભાઈ સંભાળતા. પ્રમુખસ્વામી મહારાજે તેમને પૂછ્યું: ‘કામ કેવું ચાલે છે?

લવજીભાઈ કહે, ‘ચાર-પાંચ દિવસોથી લાદીઓ ઉપર ચડાવીને મજૂરોના હાથમાં ચાઠાં પડી ગયાં છે તેથી એ કામ અટકાવીને બેઠા છે. લાદીઓ ઉપર ચડાવવાની ના પાડે છે.’

પ્રમુખસ્વામી મહારાજે વિચાયું કે આપણે જાતે જ આ કાર્ય ઉપાડી લઈએ. તેઓ ત્યાં ગયા. કોઈને, કંઈ કહ્યા વગર લાદીઓની થપ્પી પોતાના માથા પર ઉપાડી અને બીજે માળે જઈને ઉતારી. આ તરફ લવજીભાઈને વિશ્વાસ નહોતો આવતો કે, જેમના એક ઈશારે કેટલાય લોકો સેવાને સમર્પિત થઈ જાય એવા સમૈયાની વિર્કિંગ કમિટીના અધ્યક્ષ પોતે માથે લાદીઓ ઉપાડીરહ્યા છે?! પ્રમુખસ્વામી મહારાજે કોઈને નાનીસરખી ટકોર પણ ન કરી. આ નિરપેક્ષ સેવાની અસર એ થઈ કે તેઓને જોઈને અન્ય ભક્તો પણ સેવાસ્થળે દોડી આવ્યા અને લાદીઓ ઉપર ચડાવવા લાગ્યા.

આવા પ્રસંગોની શૃંખલાઓને લીધે જ કદાચ અંગ્રેજીમાં કહેવત પડી હશે કે, યૉર ઍક્શન સ્પીક લાઉડર ધેન યૉર વર્ડ્સ અર્થાત્ વર્તનનો અવાજ એવડો મોટો હોય છે કે વાણીનો ધ્વનિ એમાં દબાઈ જાય છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

રાશિ ભવિષ્ય 07/03/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી  માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને  છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.

પંચાંગ 07/03/2024

પશ્ચિમ બંગાળ પોલીસે શેખ શાહજહાંને CBI ને સોંપ્યો

પશ્ચિમ બંગાળ પોલીસે સંદેશખાલીના મુખ્ય આરોપી શેખ શાહજહાંને બુધવારે સાંજે લગભગ 7.45 વાગ્યે કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)ને સોંપી દીધો છે. કોલકાતા હાઈકોર્ટે બુધવારે સાંજે 4.15 વાગ્યા સુધીમાં શાહજહાંને સીબીઆઈને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, પશ્ચિમ બંગાળ પોલીસે કોર્ટની સમયમર્યાદાના લગભગ અઢી કલાક બાદ શાહજહાંની કસ્ટડી સીબીઆઈને સોંપી હતી.

કોલકાતા હાઈકોર્ટના નિર્દેશો અનુસાર સીબીઆઈની ટીમ બુધવારે સાંજે 4.15 વાગ્યા પહેલા કોલકાતામાં પોલીસ હેડક્વાર્ટર પહોંચી ગઈ હતી. પશ્ચિમ બંગાળ પોલીસે શાહજહાંને સીબીઆઈને સોંપતા પહેલા તેનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો. સંદેશખાલીના આરોપી શાહજહાંને તબીબી સારવાર માટે SSKM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. મેડિકલ બાદ શાહજહાંને કોલકાતાના ભબાની ભવન પોલીસ હેડક્વાર્ટરમાં લઈ જવામાં આવ્યો, જ્યાંથી તેની કસ્ટડી સીબીઆઈને આપવામાં આવી.

કોર્ટે બંગાળ પોલીસને નોટિસ મોકલીને બે સપ્તાહમાં જવાબ માંગ્યો 

અગાઉ જ્યારે બંગાળ પોલીસે મંગળવારે શેખ શાહજહાંની કસ્ટડી સીબીઆઈને સોંપી ન હતી ત્યારે બુધવારે ફરી મામલો કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ હરીશ ટંડન અને જસ્ટિસ હિરણ્યમોય ભટ્ટાચાર્યની બેન્ચે આ કેસની સુનાવણી કરતા તેને કોર્ટના આદેશની અવમાનના ગણાવી હતી. ઉપરાંત, કલકત્તા હાઈકોર્ટે બંગાળ પોલીસને નોટિસ પાઠવીને 2 અઠવાડિયામાં જવાબ આપવા જણાવ્યું છે. દરમિયાન, હાઈકોર્ટે સંદેશખાલીના મુખ્ય આરોપી શેખ શાહજહાંની કસ્ટડી સીબીઆઈને સોંપવા માટે બુધવારે સાંજે 4.15 વાગ્યાની સમયમર્યાદા નક્કી કરી હતી.

હાઈકોર્ટના નિર્ણય સામે મમતા સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી હતી

મંગળવારે રાજ્યની મમતા બેનર્જી સરકાર કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકારતી સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. બુધવારે જ્યારે સુપ્રીમ કોર્ટમાં આ કેસની વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી ત્યારે જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે તેનો ઇનકાર કરી દીધો હતો. આ પછી નિર્ણય લેવામાં આવ્યો કે બંગાળ પોલીસે બુધવારે સાંજ સુધીમાં શેખ શાહજહાંને સીબીઆઈને સોંપવો પડશે.

સમજી વિચારીને નિવેદન આપો… ચૂંટણી પંચની રાહુલ ગાંધીને સલાહ

ચૂંટણી પંચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને લઈને એક એડવાઈઝરી જારી કરી છે, જેમાં તેમને સમજી વિચારીને નિવેદન આપવા માટે કહેવામાં આવ્યું છે. ચૂંટણી પંચે રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘પનૌતી’ અને ‘પિકપોકેટ’ કહીને તેમના પર ટોણા માર્યાની નોંધ લીધી છે. EC, ગયા વર્ષે ડિસેમ્બરના દિલ્હી હાઈકોર્ટના નિર્દેશ પર કામ કરતા, ગાંધીને પણ ચૂંટણી પ્રચાર દરમિયાન સ્ટાર પ્રચારકો અને રાજકીય નેતાઓને આપવામાં આવેલી તેમની તાજેતરની સલાહને યોગ્ય રીતે અનુસરવા જણાવ્યું હતું.

1 માર્ચના રોજ એડવાઈઝરી જારી કરવામાં આવી હતી, જેમાં EC એ ચેતવણી આપી હતી કે આચાર સંહિતાના કોઈપણ ઉલ્લંઘન માટે માત્ર નૈતિક નિંદા કરવાને બદલે પક્ષો, ઉમેદવારો અને સ્ટાર પ્રચારકોને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. તે એમ પણ કહે છે કે સ્ટાર પ્રચારકો અને ઉમેદવારો જેમને અગાઉ નોટિસ મળી છે જો તેઓ ફરીથી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરશે તો તેમને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. કોંગ્રેસના નેતાએ વડાપ્રધાન માટે “પનૌતી” અને “પિકપોકેટ” જેવા શબ્દોનો ઉપયોગ કર્યા બાદ ગયા વર્ષે ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નોટિસ પાઠવી હતી.

નવેમ્બરમાં પીએમ પર ટિપ્પણી કરી

21 ડિસેમ્બરે દિલ્હી હાઈકોર્ટે પણ ચૂંટણી પંચને રાહુલ ગાંધીને આ ટિપ્પણીઓ માટે આપવામાં આવેલી નોટિસ પર નિર્ણય લેવા કહ્યું હતું, જેમાં કહ્યું હતું કે નવેમ્બર 2023માં આપેલા ભાષણ દરમિયાન કોંગ્રેસના નેતા દ્વારા આપવામાં આવેલ નિવેદન સાચું નથી.  સૂત્રોએ જણાવ્યું હતું કે કોર્ટના નિર્દેશનો નિકાલ કરતી વખતે ચૂંટણી પંચે રાહુલ ગાંધીને ભવિષ્યમાં તેમના જાહેર નિવેદનોમાં વધુ સાવચેત અને સાવચેત રહેવા કહ્યું છે.

 

કેરળની સ્કૂલે લોન્ચ કર્યો દેશનો પહેલો AI શિક્ષક

નવી દિલ્હીઃ મિડિયામાં ન્યૂઝ એન્કર તરીકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એન્કર પછી દેશની પહેલા AI શિક્ષક લોન્ચ થયા છે કેરળમાં. કેરળમાં 100 ટકા સાક્ષરતા છે અને આધુનિક શિક્ષણ માટે રાજ્ય ઓળખાય છે. રાજ્યએ પહેલી AI શિક્ષક Irisને લોન્ચ કરી છે.

મેકરલેબ્સ એજ્યુટેક પ્રા. લિ.ના સહયોગથી વિકસિત, Iris શિક્ષણમાં કૃત્રિમ બુદ્ધિમતાના એકીકરણમાં એક મહત્ત્વની પ્રગતિનું પ્રતીક છે. હાલમાં Irisને તિરુવનંતપુરમમાં કેટીસીટી હાયર સેકન્ડરી સ્કૂલમાં દેશની સામે રજૂ કરી હતી. Iris –એક હ્યુમનોઇડ છે, જેને વિદ્યાર્થીને શીખવાના અનુભવને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

મેકરલેબ્સે ઇન્સ્ટાગ્રામ પર Irisનો એક વિડિયો શેર કર્યો છે, જેમાં શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન લાવવાની એની ક્ષમતાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમણે લખ્યું હતું કે Irisની સાથે અમે વાસ્તવમાં વ્યક્તિગત શીખવાના અનુભવ કરવા માટે AIની શક્તિનો ઉપયોગ કરીને શિક્ષણમાં ક્રાંતિ લાવવાની યોજના બનાવી છે. શેર કરવામાં આવેલો એ વિડિયો આઇરિસની ઇન્ટરએક્ટિવ ક્ષમતાઓ અને એની ભૂમિકાને એક બહુમુખી શિક્ષણ ઉપકરણ તરીકે રજૂ કરે છે.

નીતિ પંચ દ્વારા શરૂ કરવામાં આવેલી અટલ ટિકરિંગ લેબ (ATL) પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવેલી Irisમાં પરંપરાગતા શિક્ષણ પ્રણાલીમાં ક્રાંતિ લાવવાના ઉદ્દેશથી અનેક વિશેષતાઓ હાજર છે. ત્રણ ભાષાઓ બોલવા અને જટિલ સવાલોના જવાબો આપવાની ક્ષમતાની સાથે Iris પ્રત્યેક વિદ્યાર્થી માટે એક વ્યક્તિગત શીખવાની યાત્રા પ્રદાન કરે છે.

એની વિશેષતાઓમાં અવાજ સહાય, ઇન્ટરએક્ટિવ શિક્ષણ મોડ્યુલ, હેરફેર ક્ષમતા અને ગતિશીલતા સામેલ છે, જે એને વર્ગમાં એક અમૂલ્ય સંપત્તિ બનાવે છે. મેકરલેબ્સ Irisને એક રોબોટથી ક્યાંય વધુ માને છે. એના મુજબ એને શૈક્ષણિક વાતાવરણ માટે તૈયાર કરવામાં આવ્યા છે અને એક અવાજ સહાયક છે.