નવી દિલ્હીઃ અમેરિકાએ વૈશ્વિક ઊર્જા પુરવઠો અને ભારત સાથેની વ્યૂહાત્મક ભાગીદારીને ધ્યાનમાં રાખીને ભારતીય રિફાઈનરીઓને રશિયન તેલ ખરીદવા માટે તાત્કાલિક 30 દિવસની છૂટ આપવાનો નિર્ણય લીધો છે, એમ અમેરિકાના નાણાપ્રધાન સ્કોટ બેસેન્ટે ગુરુવારે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણય વિચારવિમર્શ પછી લેવામાં આવ્યો છે અને તેનો હેતુ માત્ર સમુદ્રમાં પહેલેથી જ ફસાયેલા ક્રૂડના વ્યવહારોને મંજૂરી આપવાનો છે, જેથી રશિયન સરકારને મોટો નાણાકીય લાભ ન થાય.
બેસેન્ટે ‘X’ પર લખ્યું હતું કે ભારત અમેરિકા માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર છે અને આશા છે કે નવી દિલ્હી અમેરિકન ઓઇલની ખરીદીમાં વધારો કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ તાત્કાલિક છૂટ ઇરાન દ્વારા વૈશ્વિક ઊર્જા પુરવઠાને અવરોધવા માટે કરાયેલા પ્રયાસોથી ઊભા થયેલા દબાણને ઘટાડવામાં મદદરૂપ થશે. તેમણે અમેરિકામાં ઊર્જા ઉત્પાદન સૌથી ઊંચા સ્તરે પહોંચ્યાનો પણ ઉલ્લેખ કર્યો અને તેને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઊર્જા એજન્ડાનું પરિણામ ગણાવ્યું.
વિશેષજ્ઞોને મતે આ તાત્કાલિક છૂટથી માત્ર ભારતને ઓઇલની સપ્લાય સુનિશ્ચિત થશે. એટલું જ નહીં, પરંતુ વૈશ્વિક ઓઇલ બજારમાં સંતુલન જાળવવામાં પણ મદદ મળશે. અમેરિકાનું આ પગલું વૈશ્વિક ઊર્જા સુરક્ષા અને વ્યૂહાત્મક ભાગીદારીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેના કારણે બંને દેશો વચ્ચે વેપાર અને ઊર્જા સહકાર વધુ મજબૂત બની શકે છે.
President Trump’s energy agenda has resulted in oil and gas production reaching the highest levels ever recorded.
To enable oil to keep flowing into the global market, the Treasury Department is issuing a temporary 30-day waiver to allow Indian refiners to purchase Russian oil.…
— Treasury Secretary Scott Bessent (@SecScottBessent) March 6, 2026
ભારતની સરકારી રિફાઈનરીઓ જેવી કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ, હિંદુસ્તાન પેટ્રોલિયમ અને મેંગલોર રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ રશિયાથી ક્રૂડ તાત્કાલિક મગાવવા માટે ટ્રેડર્સ સાથે ચર્ચા કરી રહી છે. આ રિફાઈનરીઓ અત્યાર સુધીમાં લગભગ બે કરોડ બેરલ રશિયન તેલ ખરીદી ચૂકી છે.
મિડલ ઈસ્ટમાં ચાલતા તણાવ વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા અંગે સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રો મુજબ હાલ ભારત પાસે 25 દિવસનો કાચા તેલનો ભંડાર ઉપલબ્ધ છે. ઉપરાંત 25 દિવસ જેટલો પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક પણ ઉપલબ્ધ છે. કુલ મળીને દેશમાં લગભગ આઠ અઠવાડિયા જેટલા કાચા તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોનો જથ્થો ઉપલબ્ધ છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતનું માત્ર 40 ટકા ક્રૂડ જ હોર્મુઝ જળસંધિ મારફતે આવે છે, જ્યારે બાકીના 60 ટકા ક્રૂડની આયાત અન્ય સ્રોતોથી થાય છે.
ઈઝરાયલ-ઈરાન-અમેરિકા સંઘર્ષ રોમાંચક સ્પાય-થ્રિલર જેવો ભયાનક અને જટિલ બની ગયો છે ત્યારે ઈરાનની પશ્ચાદભૂમાં બનેલી ફિલ્મો, સિરીઝ યાદ આવવી સ્વાભાવિક છે.
જેમ કે ‘અરગો.’ 2012માં ફાંકડા એક્ટર બૅન અફ્લેક દિગ્દર્શિત આ ફિલ્મમાં તેહરાનની યુએસ એમ્બેસીમાં ફસાયેલા છ કર્મચારીને છોડાવવા સીઆઈએ એક યોજના બનાવે છે. ટોની મેન્ડેઝ (બૅન અફ્લેક) અને સાથીદારો હોલિવૂડના ફિલ્મસર્જક બનીને ઈરાન-તેહારન જાય છે. એમ્બેસીનો કબજો લઈ બેઠેલા ઈરાનના બળવાખોરોને એવું કહેવામાં આવે છે કે અમે ફિલ્મનું લોકેશન પસંદ કરવા આવ્યા છીએ. લોસ એન્જલિસ, વોશિંગ્ટન, ઈસ્તનબુલમાં શૂટ થયેલી આ ફિલ્મ ઈરાનમાં રિલીઝ થઈ નહોતી, પણ એની પાઈરેટેડ ડીવીડી ધૂમ વેચાઈ હતી.
(બેન અફ્લેકની ‘અરગો’)
2011માં આવેલી ‘હોમલેન્ડ’ની ત્રીજી સીઝન સંપૂર્ણપણે ઈરાન પર કેન્દ્રિત હતી. આમાં સીઆઈએ દ્વારા ઈરાનના ઈન્ટેલિજન્સ ચીફને બદલવાની એક મોટી અને જોખમી કામગીરી બતાવવામાં આવી છે. આ ઉપરાંત ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને તેના પર લાગેલા પ્રતિબંધો વિશેની વૈશ્વિક ચર્ચાઓને વાર્તામાં વણી લેવામાં આવી છે.
હિંદી સિનેમાની વાત કરીએ તો, 2023માં આવેલી ‘અકેલી’માં ઈરાનની તો નહીં, પણ ઈરાકની વાત હતી. આ ફિલ્મમાં નુસરત ભરૂચા એક સામાન્ય ભારતીય યુવતી (જ્યોતિ)નું પાત્ર ભજવે છે, જે મોસુલ શહેરની ગારમેન્ટ ફેક્ટરીમાં નોકરી કરવા જાય છે, પણ એ જે સમયે મોસુલમાં હોય છે ત્યારે આતંકવાદી સંગઠન એ શહેર પર હુમલો કરે છે અને તેને કેદી બનાવી લે છે. નરક જેવી યાતનામાંથી એ એકલી કેવી રીતે બચીને નીકળે છે તેના સંઘર્ષની વાત છે. ‘હોમલેન્ડ’ની જેમ પ્રણય મેશરામ દિગ્દર્શિત ‘અકેલી’માં પણ યુદ્ધગ્રસ્ત વિસ્તારની ભયાનકતા અને માનવીય સંઘર્ષ બતાવવામાં આવ્યો છે. ફિલ્મ જોવાલાયક છે. જિયો સિનેમા અથવા જિયો હોટસ્ટાર પર જોઈ શકાય.
(‘અકેલી’)
ગયા વર્ષે આવેલી, દિલ્હી, મુંબઈ, તેહરાન અને ગ્લાસગોમાં શૂટ થયેલી જોન અબ્રાહમની તેહરાનમાં ભારત, ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના જટિલ સંબંધો અને જાસૂસીની રમત બતાવવામાં આવી છે.
જોન અબ્રાહમની ‘તેહરાન’ની વાત નીકળે ને ‘તેહરાન’ વેબ સિરીઝની વાત ન કરીએ તો એ નાઈન્સાફી ગણાશે. 2020માં ‘ઍપલ ટીવીપ્લસ’પર આવેલી આ સિરીઝ અને વર્તમાન ભૌગોલિક-રાજકીય (જિઓપોલિટિકલ) તણાવ વચ્ચે ઘણી સમાનતા છે. ઈઝરાયલની સિક્રેટ એજન્સી ‘મોસાદ’ની કાર્યપદ્ધતિ પર આધારિત ‘તેહરાન’માં સર્જકોએ માત્ર મારધાડ જ નથી રાખી, પણ માઈન્ડ ગેમ પણ દેખાડી છે.
પ્લોટ કંઈ આવો છેઃ યુવા યહૂદી તમાર રબિન્યાન જન્મી ઈરાનમાં પરંતુ ઉછેર ઈઝરાયલમાં થયો. તમાર મોસાદની એક નિષ્ણાત કમ્પ્યુટર હેકર છે. ‘મોસાદ’ એને ઈરાનની રાજધાની તેહરાનમાં છૂપા વેશે મોકલે છે, જ્યાં એણે ન્યુક્લીઅર રિએક્ટરને ખોરવી નાખવાનું છે. વાર્તામાં વળાંક ત્યારે આવે છે, જ્યારે મિશન નિષ્ફળ જાય છે, તમાર તેહરાનમાં ફસાઈ જાય છે.
મને આ સિરીઝ એટલા માટે ગમી કેમ કે એમાં માત્ર જાસૂસી નથી, પણ અસ્તિત્વની ખોજ પણ છે. તમાર તેહરાનમાં પોતાના ભૂતકાળ ઈરાની સંસ્કૃતિ પ્રત્યે ખેંચાણ અનુભવે છે. વળી સર્જકોએ આમાં માનવીય પાસાં પણ બતાવ્યાં છે. જેમ કે ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ, જેને સેપાહ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ઈરાનનાં સશસ્ત્ર દળોની એક વિશિષ્ટ શાખા છે. ગાર્ડના ઈન્વેસ્ટિગેટિવ ઑફિસર ફરાજ કમાલીના પાત્રાલેખનમાં દુશ્મન દેશની જાસૂસની નિષ્ઠા પ્રત્યે આદર અને પારિવારિક લાગણીઓને વણી લેવામાં આવી છે.
‘તેહરાન’ સિરીઝમાં જે પ્રકારના સાયબર એટેક અને હવાઈ હુમલાની કલ્પના કરવામાં આવી હતી, તે આજે વાસ્તવિકતા બની રહી છે. વેબ સિરીઝમાં જે રીતે તમાર રબિન્યાન કમ્પ્યુટર સિસ્ટમ હેક કરે છે, એ જ રીતે વાસ્તવિક યુદ્ધમાં પણ ઈરાનની પાવર ગ્રીડ અને કમ્યુનિકેશન ચૅનલ પર સાયબર હુમલાના સમાચાર છે.
તેહરાનના સર્જકોનું માનવું છે કે એ પરદા પર જે બતાવે છે એવું થોડા જ સમયમાં સમાચારમાં જોવા મળે છે. જેમ કે, પરમાણુ મથકોનો નાશ, ઈરાનનો ન્યુક્લીઅર પ્રોગ્રામ અટકાવવો. આ માટે સાયબર એટેક અને ગ્રાઉન્ડ ઈન્ટેલિજન્સ, ડ્રોન, મિસાઈલ અને અદ્યતન સાયબર વોર… સંઘર્ષથી આમ જનતા અને એજન્ટોની જિંદગી પર અસર, મિડલ ઈસ્ટના આકાશમાં ઊડતાં વિમાનો જમીન પર, અને તેલના ભાવમાં ઉછાળો.
‘તેહરાન’ જેવી સિરીઝ આપણને સમજાવે છે કે મિડલ ઈસ્ટમાં ચાલતાં યુદ્ધમાં કોઈ એક પક્ષ સંપૂર્ણ વિજેતા હોતો નથી, પણ એનાં પરિણામ આખી દુનિયાએ ભોગવવાં પડે છે.
‘તેહરાન’ સિરીઝની અત્યાર સુધીમાં ૩ સીઝન અથવા ત્રણ પાર્ટ આવી ગયા છે. 2020માં આવેલી પહેલી સીઝનથી જબરદસ્ત શરૂઆત થઈ, જેમાં એજન્ટ તમાર રબિન્યાન કેવી રીતે ઈરાન પહોંચી અને તેહરાનમાં ફસાઈ ગઈ એ દર્શાવવામાં આવ્યું. ૨૦૨૨માં સીઝન ૨ આવી, જેમાં હોલીવૂડ અભિનેત્રી ગ્લેન ક્લોઝની એન્ટ્રી થઈ, જેણે સિરીઝને વધુ રોમાંચક બનાવી દીધી. તે પછી, લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ, આ વર્ષના જાન્યુઆરીમાં ત્રીજી સીઝન આવી, જેમાં પ્રખ્યાત અભિનેતા હ્યુ લૌરીનો પ્રવેશ થયો, જે ‘હાઉસ’ સિરીઝ માટે જાણીતો છે. ત્રીજી સીઝનનો છેલ્લો એપિસોડ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ પ્રસારિત થયો.
હવે, ઍપલ ટીવીપ્લસે ચોથી સીઝનની સત્તાવાર જાહેરાત કરી છે. હાલ એનું કામ ચાલી રહ્યું છે, પણ એ ક્યારે આવશે એ કહી શકાય નહીં. કેમ કે હાલ ચાલી રહેલા વાસ્તવિક ઈઝરાયલ-ઈરાન સંઘર્ષના પગલે સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
જો કે રિયલ લાઈફમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે ‘તેહરાન’નાં નિર્માત્રી, ગ્રેમીવિજેતા ડાના એડનનું ગયા મહિને મોત થયું. 15 ફેબ્રુઆરી, 2026ના રોજ એ એથેન્સની એક હોટેલમાં મૃત હાલતમાં મળી આવ્યાં. બાવન વર્ષી ડાનાબહેન ‘તેહરાન’ની ચોથી સીઝનના શૂટિંગ માટે ત્યાં ગયેલાં. ગ્રીક પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. શરૂઆતના રિપોર્ટ્સમાં તેને આત્મહત્યા ગણાવવામાં આવી, પરંતુ તેમના શરીર પર મળેલા ઉઝરડા અને અન્ય સંજોગોને કારણે મિડિયામાં જાતજાતની અટકળો અને ભેદી વાતો વહેતી થઈ. સીરીઝના વિષય (મોસાદ અને ઈરાન)ના કારણે એવી અફવાઓ પણ ઊડી કે આમાં કોઈ વિદેશી હાથ હોઈ શકે.
દરમિયાન, સીઝન-૩માં વાર્તા એવા વળાંક પર છે કે, તમાર રબિન્યાન માટે ઈઝાયલ પાછા ફરવું અને જીવતા રહેવું વધુ મુશ્કેલ બની ગયું છે. ચોથી સીઝનમાં નવાં પાત્રો અને વધુ ઘાતક મિશન જોવા મળશે એવી અપેક્ષા તો છે.
સંસ્કૃતિના નામે વિકૃતિ ફેલાવવાનો પ્રયાસ સતત થતો હોય ત્યારે દરેક વ્યક્તિની ફરજ છે કે સાચું શું છે તેનો વિચાર કરીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ. “બુરા ન માનો હોળી હૈ” કહીને કોઈની અનિચ્છાએ છેડતી કરવી એ સંસ્કૃતિ નથી. ભારતીય તહેવારોના નામે દારૂ પીીને છાકટા થવું એ પણ સંસ્કૃતિ નથી. ભારતીય સંસ્કૃતિ વૈજ્ઞાનિક અને સામાજિક પરિબળો સાથે કુદરતના નિયમોને આધીન રહી વિકસેલી છે. તેથી ધંધાદારી વલણ સાથે ગંદકી ફેલાવવાને ઉત્સવ ગણાવી શકાય નહીં.
રંગો અને રંગોળી, દીપ અને ધૂપ જેવી પરંપરાઓને ભૂલીને રેઇન ડાન્સ, મીણબત્તી અને બીભત્સ નૃત્ય તરફ વળતા લોકોને માત્ર મનોરંજન માટે કારણો જોઈએ છે. આવા કારણોને સંસ્કૃતિ સાથે જોડવા યોગ્ય નથી.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો નીચે આપેલા ઈમેઇલ પર પૂછો.
પ્રશ્ન: સામાન્ય રીતે કોઈ સ્ત્રીને પોતાની સાચી ઉમર જણાવવામાં રસ નથી હોતો, પરંતુ મારી વાતને આધાર આપવા માટે જણાવું છું કે ૪૫ વર્ષની ઉમર સુધીમાં મેં અનેક દિવાળીઓ અને હોળીઓ અનુભવી છે. થોડા સમય પહેલા અમારી સોસાયટીમાં નવી કમિટી આવી. એમનું માનવું છે કે ઉત્તર ભારતીય રીત મુજબ તહેવાર ઉજવવા જોઈએ. પરંતુ એના ભાગરૂપે તેમણે સોસાયટીને પોતાના પિતાશ્રીની જાગીર સમજીને વેપારવૃત્તિ શરૂ કરી છે.
વરસોથી હોળી પર રેઇન ડાન્સ થતો હતો. કોઈ ટીકીટ નહોતી અને ખાવાનું સોસાયટી તરફથી જ મળતું હતું. સૌને આનંદ આવતો. પરંતુ છેલ્લા બે વર્ષથી ટીકીટ વેચવામાં આવે છે. કમિટીની આ રીત જોઈને ઘણા રહીશો વિરોધ કરીને ટીકીટ વગર આવવાની માંગ કરવા લાગ્યા. બદલો લેવા માટે કમિટીએ બહારના લોકોને પણ ટીકીટ વેચી. કેટલાક લોકો દારૂના નશામાં આવ્યા અને સોસાયટીની એક યુવતી સાથે છેડતી કરી. તેઓ કહેતા હતા – “બુરા ન માનો, હોળી હૈ.” કેટલાક ઉત્તર ભારતીય લોકોએ તો એમ પણ કહ્યું કે જો છેડતી ન કરાવવી હોય તો હોળીના દિવસે બહાર કેમ નીકળ્યા?
ફરિયાદ કરતાં ખબર પડી કે એમની પાસે તો અમારી હોળીની ટીકીટ હતી.
પહેલી વાત, અમારી સોસાયટીની હોળીની ટીકીટ બહારના લોકો ખરીદી જ ન શકે. બીજી વાત, ટીકીટ રેઇન ડાન્સ માટે હોય તો પણ છેડતી કરવાની કોઈને છૂટ નથી. ગુજરાતમાં દારૂબંધી છે. તેથી તહેવારમાં તો બધા પીવે જ ને? એવું કહીને બાબતને અવગણવી યોગ્ય નથી. અને હોળી ઉજવવી એટલે છેડતી સહન કરવા બહાર નીકળવું – એવો કોઈ નિયમ નથી.
સમાજની અધોગતિ અને સંસ્કૃતિનું પતન હદ વટાવી રહ્યા છે. આવા વિચારોમાં સકારાત્મકતા લાવવા શું કરી શકાય?
જવાબ: સૌથી પહેલી ભૂલ તમારી સોસાયટીના રહીશોની છે – કારણ કે તેઓ વિરોધ કરવાનું ભૂલી ગયા. કોઈ ગુંડા-મવાલીને કમિટીમાં લેતા પહેલા તપાસ કરવી જરૂરી છે. બીજી વાત, છેડતી જાહેરમાં થઇ છતાં કોઈએ પીડિતાની મદદ ન કરી. દારૂના નશામાં લોકો છેડતી કરતા રહ્યા અને બાકી લોકો “બુરા ન માનો” કહીને તમાશો જોતાં રહ્યા.
નવી કમિટી પસંદ કરતી વખતે સાવચેતી રાખો. જે થયું તે ખોટું છે, પરંતુ જો હવે પણ અવાજ નહીં ઉઠાવો તો ભવિષ્યમાં પરિસ્થિતિ વધુ ભયાનક બની શકે છે. તમે એવા લોકોની ભૂલો માફ કરી રહ્યા છો જેઓની હિંમત વધતી જાય છે. ખોટું છે તો તેનો વિરોધ કરો. કોઈ મસીહા આવીને બચાવશે એવી ભ્રાંતિ રાખશો નહીં. મોડું થાય તે પહેલા જાગો અને નિર્ણય લો.
ભારતીય વાસ્તુ પ્રમાણે જોવામાં આવે તો તમારી સોસાયટીના નૈરુત્ય ખૂણામાં સફાઈ કામદાર, સપ્લાયર વગેરે પોતાની અંગત સમસ્યાઓ માટે ભેગા થાય છે. આવી ઉર્જાની અસર આસપાસના જીવન પર પડે છે. ઉપરાંત કમિટી કામધંધો છોડીને સતત ઓફિસમાં બેસી રહે છે; નવરું મન ઘણી વખત નકારાત્મક વિચારો પેદા કરે છે. આ બંને બાબતો બંધ કરાવવી જોઈએ.
સૂચન: વ્યક્તિની હાજરીની પણ એક ઉર્જા હોય છે. તેથી સકારાત્મક લોકો અને સારા વિચારોને જ પોતાની જગ્યામાં આવકારવા જોઈએ.
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
ટી20 વર્લ્ડકપ 2026ની બીજી સેમીફાઈનલમાં ભારત ઈંગ્લેન્ડને હરાવી ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. ટોસ જીતીને ઈંગ્લેન્ડે ભારતને પહેલા બેટિંગ આપી હતી. ભારતે પહેલા બેટિંગ કરતા પહાડી સ્કોર ક્યો હતો. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 253 રન ફટકારી ઈંગ્લેન્ડને જીત માટે 254 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈંગ્લેન્ડે પણ મજબૂત લડત આપી હતી અને 20 ઓવરમાં 7 વિકેટે 246 રન કરી શક્યું હતું.
ટી20 વર્લ્ડકપ 2026ની બીજી સેમીફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી મહત્વપૂર્ણ મેચમાં રોમાંચક દ્રશ્યો જોવા મળ્યા હતા. ભારતે શાનદાર બેટિંગ કરતા પહાડી સ્કોર ઉભો કર્યો હતો. જેમાં આજે પણ સંજૂ સેમસને શાનદાર બેટિંગ કરતા 89 રન ફટકાર્યા હતા. જો કે તે શતક ચૂકી ગયા હતા. સંજૂ સેમસને 42 બોલમાં 89 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં 7 સિક્સર અને 8 ફોર ફટકારી હતી. તો બીજી તરફ આજે પણ અભિષેક નિષ્ફળ સાબિત થયો હતો. અભિષેક શર્માએ 7 બોલમાં 9 રન કર્યા હતા. તો ઈશાન કિશને 18 બોલમાં 39 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. શિવમ દૂબેએ પણ શાનદાર બેટિંગ કરી હતી. સૂર્યકુમાર યાદવે 6 બોલમાં 11 રનની ઈનિંગ રમી હતી.
મેચ દરમિયાન ભારતીય ટોપ ઓર્ડર બેટ્સમેનોએ આત્મવિશ્વાસ સાથે રમત દેખાડતા રનગતિ ઝડપી રાખી હતી. મેદાનના ચારેય બાજુ શાનદાર શોટ્સ રમતા ભારતે સ્કોરબોર્ડ પર ઝડપથી રન ઉમેર્યા અને ઈંગ્લેન્ડના બોલરો પર દબાણ બનાવી દીધું. મધ્યક્રમના બેટ્સમેનોએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપતા ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી.
આસામમાં સુખોઈ-30 MKI ફાઇટર જેટનો રડાર સંપર્ક તૂટી ગયો છે. વિમાન હજુ સુધી શોધી શકાયું નથી. ગુવાહાટીના સંરક્ષણ પીઆરઓ કહે છે કે ઘટનાની તપાસ માટે વાયુસેનાની એક ટીમ મોકલવામાં આવી છે અને શોધખોળ શરૂ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે કાર્બી આંગલોંગ જિલ્લામાં ઉડાન ભરતી વખતે Su-૩૦ MKI ગાયબ થઈ ગયું હતું.
કેટલાક અહેવાલો સૂચવે છે કે વિમાન ક્રેશ થયું છે. સ્થાનિક લોકોએ જોરદાર વિસ્ફોટ પણ સાંભળ્યો હતો. જોકે, વાયુસેના કે સંરક્ષણ મંત્રાલય તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. હાલમાં શોધખોળ કામગીરી ચાલી રહી છે.
સુખોઈ-30 ફાઇટર જેટે નેજોરહાટથી ઉડાન ભરી હોવાના અહેવાલ છે અને પછી રડાર સંપર્ક તૂટી ગયો છે. સ્થાનિક લોકો કહે છે કે સાંજ પછી તરત જ, પહાડી વિસ્તારમાંથી એક જોરદાર વિસ્ફોટ સંભળાયો, જે એટલો જોરદાર હતો કે તેનાથી લોકો ગભરાઈ ગયા.
કેટલાક લોકો એવો પણ દાવો કરે છે કે વિસ્ફોટ થયાની થોડીવાર પછી ટેકરીઓમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. જ્યાં વિસ્ફોટ અને ધુમાડાની જાણ થઈ તે વિસ્તાર વસાહતથી દૂર છે.
ટી20 વર્લ્ડકપ 2026ની બીજી સેમીફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી મહત્વપૂર્ણ મેચમાં રોમાંચક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મેચની શરૂઆતમાં ઈંગ્લેન્ડના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને ભારતીય ટીમને બેટિંગ માટે આમંત્રિત કરી હતી. પરંતુ ભારતીય બેટ્સમેનોએ આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવતા આક્રમક બેટિંગ કરી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી છે. ભારતે 20 ઓવરમાં વિકેટે રન ફટકારી ઈંગ્લેન્ડને જીત માટે રનનો ટાર્ગેટ આપ્યો છે.
ભારતે શાનદાર બેટિંગ કરતા પહાડી સ્કોર ઉભો કર્યો હતો. જેમાં આજે પણ સંજૂ સેમસને શાનદાર બેટિંગ કરતા 89 રન ફટકાર્યા હતા. જો કે તે શતક ચૂકી ગયા હતા. સંજૂ સેમસને 42 બોલમાં 89 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં 7 સિક્સર અને 8 ફોર ફટકારી હતી. તો બીજી તરફ આજે પણ અભિષેક નિષ્ફળ સાબિત થયો હતો. અભિષેક શર્માએ 7 બોલમાં 9 રન કર્યા હતા. તો ઈશાન કિશને 18 બોલમાં 39 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. શિવમ દૂબેએ પણ શાનદાર બેટિંગ કરી હતી. સૂર્યકુમાર યાદવે 6 બોલમાં 11 રનની ઈનિંગ રમી હતી.
મેચ દરમિયાન ભારતીય ટોપ ઓર્ડર બેટ્સમેનોએ આત્મવિશ્વાસ સાથે રમત દેખાડતા રનગતિ ઝડપી રાખી હતી. મેદાનના ચારેય બાજુ શાનદાર શોટ્સ રમતા ભારતે સ્કોરબોર્ડ પર ઝડપથી રન ઉમેર્યા અને ઈંગ્લેન્ડના બોલરો પર દબાણ બનાવી દીધું. મધ્યક્રમના બેટ્સમેનોએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપતા ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી.
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે ગુરુવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. રાજ્યપાલ ગુરુવારે દિલ્હીમાં હતા. દિલ્હીની મુલાકાત દરમિયાન તેમણે રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સુપરત કર્યું. અહેવાલો અનુસાર, તમિલનાડુના રાજ્યપાલ સીવી રવિને બંગાળના રાજ્યપાલ તરીકે કામચલાઉ નિયુક્ત કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યપાલનું રાજીનામું રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાજીનામું આપ્યા પછી, સીવી આનંદ બોસે પીટીઆઈને કહ્યું, “મેં રાજ્યપાલ કાર્યાલયમાં ઘણો સમય વિતાવ્યો છે.
જગદીપ ધનખર ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી, 23 નવેમ્બર, 2002 ના રોજ સીવી આનંદ બોસને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે લગભગ ત્રણ વર્ષ અને પાંચ મહિના સુધી આ પદ પર સેવા આપી. રાજ્યપાલ તરીકે, આનંદ બોસ શરૂઆતથી જ રાજ્યમાં ઘણા મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા હતા. તેમણે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારની નીતિઓની સતત ટીકા કરી હતી. તેમના કાર્યકાળ દરમિયાન, રાજ્ય અને રાજ્યપાલ વચ્ચે અનેક મુદ્દાઓ પર સંઘર્ષ વધ્યો.