Home Blog Page 2031

IPL 2024: પેટ કમિન્સ સનરાઇઝર્સ હૈદરાબાદના નવા કેપ્ટન બન્યા

IPL 2024 પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે પેટ કમિન્સને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરીને મોટો ફેરફાર કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ છેલ્લી સિઝન એટલે કે 2023માં ચાર્જ સંભાળનાર એડન માર્કરામને બરતરફ કરી દીધો છે. આઈપીએલ 2024 માટે યોજાયેલી મીની હરાજીમાં કમિન્સને હૈદરાબાદે રૂ. 20.50 કરોડની કિંમતે ખરીદ્યો હતો. આ કિંમતે વેચાઈને, કમિન્સ આઈપીએલ ઈતિહાસમાં વેચાયેલો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો. સનરાઇઝર્સ હૈદરાબાદ, જેણે કમિન્સને મોટી રકમમાં ખરીદ્યો હતો, તેણે હવે તેને નવી જવાબદારી સોંપી છે અને તેને 22 માર્ચથી શરૂ થનારી IPL 2024 માટે કેપ્ટન બનાવ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે સોશિયલ મીડિયા દ્વારા નવા કેપ્ટનની જાહેરાત કરી હતી. હૈદરાબાદે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને લખ્યું, “અમારો નવો કેપ્ટન પેટ કમિન્સ.”

હૈદરાબાદનું પ્રદર્શન ગત સિઝનમાં સૌથી ખરાબ રહ્યું હતું

તમને જણાવી દઈએ કે સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2023માં એડન માર્કરામની કેપ્ટનશીપમાં રમતી વખતે ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. માર્કરામની કપ્તાનીમાં ટીમ 14 લીગ મેચમાંથી માત્ર 4 જ જીતી શકી હતી. ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે એટલે કે 10મા ક્રમે હતી. ગત સિઝનના ખરાબ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટે આ ફેરફાર કર્યો છે. કમિન્સ અત્યારે સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે. તેમની કપ્તાની હેઠળ, કમિન્સે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ 2023માં ચેમ્પિયન બનાવ્યું હતું.

શું કમિન્સ હૈદરાબાદનું નસીબ બદલી શકશે?

તેમની કપ્તાની હેઠળ, કમિન્સે ODI વર્લ્ડ કપ 2023 પહેલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જીતીને ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ ચેમ્પિયન બનાવ્યું હતું. આવી સ્થિતિમાં ચાહકોને આશા હશે કે આ વખતે કમિન્સ તેની કેપ્ટનશિપમાં હૈદરાબાદને ચેમ્પિયન બનાવશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે હૈદરાબાદ કમિન્સની કેપ્ટનશીપમાં શું કરી શકે છે.

સનાતન ધર્મ મુદ્દે SCએ ઉદયનિધિ સ્ટાલિનને લગાવી ફટકાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સનાતન ધર્મ પર ટિપ્પણીને લઈને તામિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને ફટકાર લગાવી છે. કોર્ટે પૂછ્યું હતું કે તે ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનો દુરુપયોગ કર્યા પછી અરજી લઈને ટોચની કોર્ટની પાસે કેમ આવ્યા? જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે સ્ટાલિનને કહ્યું હતું કે તેઓ એક મંત્રી છે અને તેમને ટિપ્પણીના પરિણમો માલૂમ હોવાં જોઈએ.

ખંડપીઠે કહ્યું હતું કે તમે બંધારણના આર્ટિકલ 19 (1) હેઠળ અધિકારનો દુરુપયોગ કર્યો છે. તમે આર્ટિકલ 25 હેઠળ અધિકારનો દુરુપયોગ કર્યો છે. શું તમે આર્ટિકલ 32 (સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવા) હેઠળ તમારા અધિકારનો ઉપયોગ કરી રહ્યા છો? શું તમે તમારી ટિપ્પણીનાં પરિણામો નથી જાણતા? તમે સામાન્ય વ્યક્તિ નથી, તમે એક મંત્રી છો. તમને માલૂમ હોવું જોઈએ આ પ્રકારની ટિપ્પણીનાં શાં પરિણામો આવશે?

સ્ટાલિન તરફથી હાજર થયેલા વકીલ અભિષેક મનુ સિંધવીએ કહ્યું હતું કે તેઓ નોંધાયેલા કેસોની મેરિટ પર ટિપ્પણી નથી કરી રહ્યા, પરંતુ એની અસર FIR ક્લબ કરવાની માગ પર ના પડવી જોઈએ. સિંધવીએ કોર્ટના જૂના આદેશોનો હવાલો આપ્યો અને કહ્યું હતું કે ગુનાઇત મામલાઓમાં ક્ષેત્રાધિકાર નક્કી હોવા જોઈએ.તેમણે કહ્યું હતું કે બેંગલુરુ, ઉત્તર પ્રદેશ, બિહાર અને જમ્મુમાં કેસ નોંધાયેલા છે. કોર્ટે આ મામલે સુનાવણી 15 માર્ચ સુધી સ્થગિત કરી દીધી હતી.

સ્ટાલિને સનાતન ધર્મની તુલના કોરોના વાઇરસ, મલેરિયા અને ડેંગ્યુથી કરતાં કહ્યું હતું કે આવી બાબતોનો વિરોધ નહીં કરવો જોઈએ, બલકે એનો વિનાશ કરી દેવો જોઈએ.

 

 

 

સોશિયલ મિડિયા પર ચૂંટણીપ્રચારઃ ફેસબુક પર રૂ. 360 કરોડ ખર્ચ કરાયા

નવી દિલ્હીઃ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીથી દેશમાં હવે ચૂંટણીનું અસલી મેદાન સોશિયલ મિડિયા બની ગયું છે. વોટ્સએપ, ફેસબુક, X (ટ્વિટર), ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ગૂગલ જેવાં પ્લેટફોર્મ ચૂંટણીનાં પરિણામો બદલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે.

વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન મોદીની આગેવાનીમાં ભાજપે સોશિયલ મિડિયાને સૌથી મોટું હથિયાર બનાવ્યું હતું. એ સમયે કોંગ્રેસ ને અન્ય વિરોધ પક્ષો સોશિયલ મિડિયાની તાકાતને ના સમજી શક્યા, પણ 2019ની ચૂંટણી આવતાં-આવતાં કોંગ્રેસ અને અન્ય પક્ષો પણ આ ખેલમાં માહિર થઈ ગયા.

છેલ્લાં પાંચ વર્ષોમાં 2019થી માંડીને 2023 દરમ્યાન ભાજપે ફેસબુક પર પ્રચાર માટે રૂ. 33 કરોડ ખર્ય કર્યા છે. જોકે આ બધી જાહેરાત અને ફેસબુક પર ખર્ચ કરવાના કુલ પૈસાના 10 ટકા છે. એ દરમ્યાન કોંગ્રેસે રૂ. 10.58 કરોડ, તૂણમૂલ કોંગ્રેસે રૂ. 8.04 કરોડ, DMKએ રૂ. 4.31 કરોડ કર્યા હતા.

હવે જો બધા એડવર્ટાઇઝર્સને ભેગા કરીએ તો પાંચ વર્ષોમાં ફેસબુક પર ચૂંટણીપ્રચાર માટે રૂ. 360 કરોડ ખર્ચ કર્યા છે. ફેસબુકની તુલનાએ ગૂગલ એક વધુ સસ્તું માધ્યમ છે, પણ રાજકીય પાર્ટીઓ ફેસબુક પર વધુ ખર્ચ કરે છે, કેમ કે એ માધ્યમ વસતિના બધા ભાગોમાં કનેક્ટ થઈ શકાય છે.

ભાજપે સત્તાવાર પેજ પર છેલ્લાં પાંચ વર્ષમાં રૂ. 10.27 કરોડ પ્રચાર માટે ખર્ચ કર્યો છે. જે પછી કૂપ એપ પર રૂ. 7.2 કરોડ ખર્ચ કર્યા છે. TMCએ પેજ બંગ્લાર ગોરબો મમતા પર રૂ. 5.86 કરોડ ખર્ચ કર્યો છે. આ સિવાય દિલ્હીના CM કેજરીવાલની વિરુદ્ધ પ્રચાર કરવાવાળા પેજ એક ધોખો કેજરીવાલને પર રૂ. 3.19 કરોડ ખર્ચ કરવામાં આવ્યા હતા, જ્યારે પલટુ એક્સપ્રેસ પેજ પર વિપક્ષી ગઠબંધનના નેતો સામે પ્રચાર કરવામાં છેલ્લાં પાંચ વર્ષોમાં રૂ. 1.93 કરોડ ખર્ચ કરવામાં આવ્યો હતો.

 

 

 

 

 

 

 

 

દિલ્હી બજેટઃ મહિલાઓને પ્રતિ મહિને મળશે રૂ. 1000

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હી વિધાનસભામાં દિલ્હીનું બજેટ રજૂ કર્યું હતું. નાણાપ્રધાન આતિશીનું આ પહેલું અને આપ સરકારનું 10મું બજેટ છે. વર્ષ 2024-25નું બજેટ રામ રાજ્યની થીમ પર આધારિત હતું. કેજરીવાલ સરકારે 18 વર્ષથી વધુની વયની દરેક મહિલાને પ્રતિ મહિને રૂ. 1000ની રકમ આપવાનું એલાન કર્યું છે. મુખ્ય મંત્રી સન્માન યોજના હેઠળ દિલ્હીની મહિલાઓને આ રકમ મળશે.

નાણાં મંત્રીએ રૂ. 76,000 કરોડનું બજેટ રજૂ કરતાં કેજરીવાલ સરકારની અત્યાર સુધીની ઉપલબ્ધિઓ વિશે વાત કરી હતી. બજેટમાં શિક્ષણ ક્ષેત્રે રૂ. 16,396 કરોડની ફાળવણી કરવામાં આવી છે.કેજરીવાલ દિલ્હીવાસીઓ માટે આશાનું કિરણ છે. આપણે બધા રામ રાજ્યથી પ્રેરિત છીએ અને અમે રામ રાજ્યના સપનાને સાકાર કરવાની દિશામાં આકરી મહેનત કરી રહ્યા છે. બજેટમાં દિલ્હીની ગેરકાયદે કોલોનીના વિકાસ માટે રૂ. 902 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

વર્ષ 2024-25માં મહિલાઓના વેલફેર અને સશક્તીકરણ માટે મુખ્ય મંત્રી મહિલા સન્માન યોજના હેઠળ રૂ. 2000 કરોડ ફાળવ્યા હતા, એમ તેમણે કહ્યું હતું. આ મનીષ સિસોદિયાનું વિઝન છે, જેને પગલે દિલ્હી સરકારના બજેટની ચર્ચા દેશ-વિદેશમાં થાય છે.

અમે અયોધ્યાની જેમ દિલ્હીમાં સમૃદ્ધિ લાવવાના પ્રયાસ કરી રહ્યા છે. વર્ષ 2014-15ની તુલનામાં દિલ્હીની પ્રતિ વ્યક્તિની આવક હવે રાષ્ટ્રીય સરેરાશથી આશરે 2.5 ગણી વધુ છે. એક ઇમાનદાર સરકાર હોવાને કારણે દિલ્હી સરકારની આવકમાં વધારો થયો છે, જે 2014-15ના રૂ. 30,000 કરોડથી વધીને આજે રૂ. 76,000 કરોડનું બજેટ રજૂ કરી રહી છું.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

સુપ્રીમ કોર્ટનો વોટને બદલે નોટને મામલે ઐતિહાસિક ચુકાદો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે વોટને બદલે નોટ મામલે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હવે જો સાંસદ પૈસા લઈને સંસદમાં ભાષણ અથવા મત આપશે તો તેમની વિરુદ્ધ કેસ ચલાવી શકાશે. હવે આ મામલે કાનૂની છૂટ નહીં મળે. કોર્ટે વોટને બદલે નોટ મામલે પાછલો ચુકાદો ફેરવીતોળ્યો છે. કોર્ટે આર્ટિકલ 105નો હવાલો આપતાં આ મામલે સાંસદોને કોઈ પણ પ્રકારની રાહત આપવાથી ઇનકાર કરતાં કહ્યું છે કે કોઈને પણ લાંચની છૂટ ના આપી શકાય. આવામાં સાંસદોએ કાનૂની સંરક્ષણથી છૂટની અપેક્ષા નહીં કરવી જોઈએ.

CJI ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ એએસ બોપન્ના, જસ્ટિસ એમએમ સુંદરેશ, જસ્ટિસ પીએસ નરસિંહા, જેબી પારડીવાલા, જસ્ટિસ સંજયકુમાર અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે ચુકાદો આપ્યો હતો. સાત જજોએ સહમતીથી આ ચુકાદો આપ્યો હતો.

આ ખંડપીઠે ઓક્ટોબર, 2023ના પહેલા બે સપ્તાહમાં બે દિવસો સુધી દલીલો સાંભળી હતી. સુપ્રીમ કોર્ટના સાત ન્યાયાધીશોની ખંડપીઠે સર્વસંમતિથી 1998ના પીવી નરસિંહા રાવ મામલે જોડાયેલા ચુકાદાને ફગાવ્યો હતો, જેમાં સાંસદો-વિધાનસભ્યોને સંસદમાં મતદાન માટે લાંચની વિરુદ્ધ કેસ ચલાવવાની છૂટ આપવામાં આવી હતી.

CJIએ ચુકાદો આપતાં કહ્યું હતું કે એક સાંસદ-વિધાનસભ્ય છૂટનો દાવો ના કરી શકે, કેમ કે દાવો સંસદના સામૂહિક કામકાજથી જોડાયેલો છે. આર્ટિકલ 105 વિચારવિમર્શ માટે એક માહોલ બનાવી રાખવાનો પ્રયાસ કરે છે. આ પ્રકારે જ્યારે કોઈ સભ્યને ભાષણ આપવા માટે લાંચ આપવામાં આવે છે તો એનાથી માહોલ ખરાબ થાય છે. સાંસદો-વિધાનસભ્યો દ્વારા ભ્રષ્ટાચાર અને લાંચ ભારતીય સંસદીય લોકતંત્રની કાર્યપ્રણાલીને નષ્ટ કરી દે છે.

 

 

 

 

 

 

 

 

 

 

રાશિ ભવિષ્ય 04/03/2024 થી 10/03/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન તમારા મગજમાં વધુ વિચારો માનસિક થાકની લાગણી અને કામ ટાળવાની વૃતિ જગાવે તેના કારણે ક્યાંક ખોટી વાર્તાલાપકે વાદવિવાદની સંભાવના બની શકે.નાનીનાની વાતમાં ગુસ્સોના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં તકેદારી રાખવી જરૂરી છે. વેપારમાં કામકાજ કરતી વખતે કામમાં ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી તેમજ ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાંગી સલાહસુચનના આપવી, ખટપટકે મજાક કરવાવાળા લોકો થી દુર રહેવામાજ શાણપણ છે. પ્રિયજન સાથે આજે દલીલબાજીન કરવી ઇચ્છનીય છે.


લાગણીશીલ બની જવાય તેવું સપ્તાહ છે. તમારા સ્વભાવમાં કોઈના કામમાં સહભાગી થવાના ગુણ જાગે વળી ક્યાંક અંગત સંબંધ જેવાકે મિત્રતામાં,સગા સ્નેહીમી તમે મજાક કરવાની વૃતિ વાળા બનો. જૂની ઓળખાણ કે જૂની યાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક,ધાર્મિક પ્રસંગમાં તમારી હાજરી પ્રભાવશાળી  બની શકે છે, વેપારના કામકાજમાં ઉત્સાહને સફળતા જોવા મળે તેવી સંભાવના વધુ રહેલી છે. જુના મતભેદ ભૂલવાની તક મળી શકેછે. નવી નોકરીકે ફેરબદલી કરવામાટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવી વસ્તુ શીખવી હોયતો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે.


સપ્તાહ દરમિયાન ક્યારેય વાણી વિલાસના થાય તેનું દયાન રાખવું ઇચ્છનીય છે. ઘરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમાં ગેરસમજ થવાની સંભાવના રહેલી છે. કોઈ જગ્યાએ આકસ્મિક ખર્ચ થાય તેવું પણ બની શકે છે. આરોગ્ય બાબતમા પરેજી પાળવી વધુ જરૂરી બને છે. વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવથી કામકાજ કરવું, અન્યની વાતમાં દોરવાઈના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરીકે વ્યવસાયમાં સમયનો દુરુપયોગ અને કારણવગરની કામકાજમાં સમસ્યાના થાય તેનું ધ્યાન રાખવું, જરૂરપુરતોજ વ્યવહાર યોગ્ય કહી શકાય, એકંદરે શાંતિ જાળવવી સારી છે.


મિલનમુલાકાતકે હરવાફરવામાં સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીન ઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેર કાર્યક્રમમાં જવાના યોગ છે તેમાં તમારી હાજરીનું વર્ચસ્વ સારું દેખાય, વેપારના કામકાજમાં તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાની વૃતિ જાગે. યુવાવર્ગને તેમના મિત્રવર્તુળ માંથી સારી જાણકારીકે વાત સંભાળવા મળે તેમજ મિત્રવર્તુળ માંથી સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈ વાત મનમાં રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે. પ્રિયજન સાથે સારી લાગણી વ્યક્ત થઈ શકે છે.


સપ્તાહ દરમિયાન થોડો માનસિક ઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંકને ક્યાંક અશાંતિ રહ્યા કરે. વિચારોની માયાજાળમાં ફસાયેલા રહો. કોઇની વાતના કારણે કોઈના પર ગુસ્સોના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારના કામકાજમાં ધીરજનો અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમાં દેખાઈ આવે, શરદી,ખાસી,કફ,તાવ જેવી નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે તેવી સંભાવના રહેલી છે. તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવો અને ભક્તિમાં ધ્યાન અને મન પોરવી રાખોતો ઘણી રાહતની લાગણીનો અનુભવ કરી શકશો અને તમારામાં ધીરજ જળવાઈ રહશે.


મનની ઈચ્છા પૂરી થતી હોય તેવા એંધાણ દેખાવાની સંભાવના વધુ રહેલી છે. કોઈ તમારી પસંદગીની વાત જાણે અજાણે પ્રત્યક્ષકે પરોક્ષ રીતે કોઈ કરી જાય તેવા સંજોગો સંભવિત વધુ બને છે. ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિક કાર્યમાં કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય,વેપારના કામકાજમાં કોઈ નવીન સમાચાર તમારા આત્મવિશ્વાસમાં વધારો કરી શકે છે. ઘણી જૂની ઓળખાણ તાજી થાય અને તેમાં તમારું મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમાં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારી વાત જાણવા મળે તેવી પણ સંભાવના રહેલી છે.


વિદેશ જવા ઈચ્છા ધરાવતી વ્યક્તિ માટે કોઈ લાભનાકે સારી જાણકારી પ્રાપ્ત થાય તેવા સંજોગ ઉભા થઇ શકે છે. લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાની સંભાવના રહેલી છે જૂની વાત ક્યાય અટકેલી હોય તેમાં પણ પ્રયત્ન કરવામાં આવેતો નસીબ જોગ સંજોગ પણ સાથ આપી શકે છે. વેપારના કામકાજમાં ગણતરી અને આયોજન પૂર્વકના કામકાજમાં પણ સફળતા સંભવિત બની શકે છે. મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમાં તમે આનંદ ઉત્સાહ અનુભવી શકો છે. તમારામાં સહકાર આપવાનીની ભાવના વધુ જાગે તેવું પણ બની શકે છે.


જાહેરજીવનમાં તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે પરંતુ તેમાં તમારાથી કોઈની લાગણીના દુભાયકે કોઈની ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘરમાંકે નજીકના સગા સ્નેહીમાં કોઈ અણબનાવકે મનદુઃખ થયું હોય તો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમાં પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમાં સારી ઉપસી આવે તેવું બનવા જોગ છે , નવીનકાર્ય કરવામાં તમને અન્યનો સાથ સહકારકે માર્ગદર્શન સારું મળી રહે અને તેના કારણેતે કામ માટે તમારો ઉત્સાહ વધી શકે છે.


ધીરજનો અભાવ અને અધીરા પણું વધુ જોવા મળી શકે છે, પાડવા,વાગવાકે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ,તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી. ખટપટ કરનાર વર્ગથી દુર રેહવાની જરૂર છે જેથી ખોટી વાતમાં દોરવાઈના જવાય. વેપારના કામકાજમાં ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે. સલાહ,ઠપકોકે કઈ પણ પ્રકારનું માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે જેથી  તેને કોઈ ગેરસમજના થઇ જાય. વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટ શબ્દો પણના વાપારવા તેમજ તમે ધીરજ અને કુનેહપૂર્વકથી વર્તશોતો ઘણી શાંતિનો અનુભવ થાય તેવું બની શકે છે.


યાત્રાકે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામાં ધાર્મિકભાવના વધુ જાગે, લોકકલ્યાણના વિચારો વધુ જાગે તેવું સંભવિત છે સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામાં અઘરો પડતો હોયતો તે વિષય શીખવામાં વધુ મહેનત કરવાથી સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભની કોઈ વાત સંભવિત બની શકે છે. લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમાં મિલનમુલાકાત કરવી તેમાં કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે તેવું સંભવિત છે.


કામકાજમાં વ્યસ્તતા અને માનસિક થાકની લાગણી અનુભવો. કામકાજમાં સમયનો વ્યય પણ વધુ થઇ શકે કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવી સંભાવના રહેલી છે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમાં રચ્યાપચ્યા રેહવું વધુ યોગ્ય છે. વેપારમાં કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમાં વડીલવર્ગકે ઓફીસમાં ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થવાની સંભાવના રહેલી છે માટે સયમ રાખવાની નીતિ અપનાવી વધુ યોગ્ય છે. મુસાફરી,પ્રવાસ થોડો કંટાળાજનક અને સમયના વ્યય થાય તેવો રહી શકે છે એકંદરે દિવસ સાધારણ રીતે પસાર થાય.


સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે, મિત્રો,સગા સ્નેહી સાથે મિલનમુલાકાતમાં તમે તમારી કોઈ ગમતી વાત સંભાળવાકે રજુ કરવાની તક મળી શકે છે. વેપારના કામકાજમાં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. માર્કેટિંગક્ષેત્રમાં તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમાં કામ કરવાથી લાભ સંભવિત બની શકે છે. મુસાફરીકે પ્રવાસનું આયોજન સંભવિત બની શકે છે,  પેટ,અપચાની તકલીફ સંભવિત છે, વડીલવર્ગને જુના સંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિકકામકાજમાં જોડાવા ની વૃતિ વધુ જાગે તેમજ તમને કોઈ પ્રવૃત્તિમાં અન્યનો સાથસહકાર સારો મળી શકે તેવું સંભવિત છે.

કોરાનાના 178 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 178 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,30,212 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા હતા. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,33,496 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,95,726 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 92 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1110 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,06,888 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 28 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

 

રાશિ ભવિષ્ય 04/03/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે થોડી ધીરજ રાખવી સારી છે, મનમાં કોઈક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, બિઝનેસમાં જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વાર્તાલાપમાં ધીરજ અને શાંતિ રાખવી, સહકર્મચારી સાથે કામકાજમાં સહકારનો અભાવ જોવા મળી શકે છે.


આજે ઉત્સાહ સારો જોવા મળી શકે જેના કારણે તમે કામકાજ પ્રત્યે પ્રોત્સાહી બનો, કોઈ પ્રસંગમાં તમારી હાજરીની સારી નોંધ લેવાય અને તમારી ક્યાંક પ્રસંશા પણ થાય, લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે અને તમે તેની સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, કોઈકની પાછળ નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં સારી કામગીરી થવાથી ખુશી અનુભવો, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય કોઇ બાબત પર મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં જરૂરિયાત પુરતી વાર્તાલાપ તમારા માટે યોગ્ય કહી શકાય.


આજનો દિવસ માનસિકદ્વિધા વાળો છે , કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, બ્લડપ્રેશર જેવી તકલીફથી સાચવવું, વેપારમાં જોખમવાળા નિર્ણયથી દુર રહેવું, સહકર્મચારી સાથે કામની બાબતમાં અસંતોષ જોવા મળી શકે પરંતુ કામકાજ શાંતિથી પૂર્ણ થાય.


આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતાવાળો અને અજંપાવાળો છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત,ફાર્મા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણયના લેવાયતે બાબતની તકેદારી રાખવી.


આજનો દિવસ સારો છે, ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો. પ્રિયજન તમને કોઈ પસંદગીની વાત કરેને તમેં ખુશી અનુભવો તેવા સંજોગો પણ બને છે. લગ્નબાબતની વાર્તાલાપમાં તમારી પસંદગી વધુ જળવાય તેવું પણ બનવાથી તમે સારી ખુશી અનુભવો.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, તમારા ઉચ્ચઅધિકારી તમારી સાથે આજે થોડા નાખુશકે ઉગ્ર હોઈ શકે છે. વાતવાતમાં ગુસ્સો આવવો આજે સહજ વાત જેવું બની શકે છે. પરંતુ ગણતરીપૂર્વક અને અનુભવથી કામકાજ કરવાથી તમે પરિસ્થિતિને ઘણી હળવી બનાવી પણ શકો છો.


આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.


આજના દિવસે ધીરજ રાખવી, આજે કોઇપણ કામ પરાણે કરતા હોવ તેવી લગાણીનો અનુભવ થાય, કામકાજમાં ઉતાવળ કરવી નકામી છે. વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સારું, વેપારમાં જોખમી પરિબળોથી સાચવવું, મજાકમસ્તી કરનારવર્ગથી આજે દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ઉત્સાહ સારો રહે, તમને કોઈ પસંદગીની વાત સંભાળવા મળે અને તેની ખુશી તમને ઘણી રોમાંચિત કરીદે, લગ્નબાબતની વાતચિત તમારા માટે ક્યાંક ફળદાયી બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવા માટે આજે સમય ફાળવોતો સારું પરિણામ મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, આજે આરામ કરવાની વૃતિ વધુ જાગે, કામકાજને ત્વરિત પૂર્ણ કરવા માટે થોડા ઉતાવળિયા પણ બનતા જોવા મળો, ક્યાંક ગણતરી કરતા વધુ ખરીદી થવાથી નાણાખર્ચાયાની ખોટી લાગણી પણ ઉભી થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

સુવિચાર – ૦૪ માર્ચ, ૨૦૨૪

સુવિચાર – ૦૪ માર્ચ, ૨૦૨૪

૦૪ માર્ચ, ૨૦૨૪