લુધિયાણાઃ લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે- એ કહેવતને યર્થાર્થ ઠેરવતી ઘટના બની છે. લુધિયાણાના એક વેપારીને ફોન આવ્યો અને મૂડીરોકાણના પ્રસ્તાવ પર સમજદારી દેખાડવાના પ્રયાસ કર્યા. સામસામા સવાલ-જવાબ થયા અને નુકસાન થવાની સ્થિતિ પર પૈસાની પૂછપરછ કરવામાં આવી. તેમના મૂડીરોકાણ પર જો નુકસાન થવા પર એની ભરપાઇ કરવાની ગેરંટી મળી… અને ભૂલ ત્યાં જ થઈ ગઈ.
એ ગેરંટી પર વિશ્વાસ કરી બેઠા અને પરિણામ એ આવ્યું કે તેઓ પોતાના રૂ. 1.1 કરોડ ગુમાવી ચૂક્યા. આ વેપારીએ પોલીસને કરેલી ફરિયાદ મુજબ તેને 16 જાન્યુઆરીએ એક મહિલાનો ફોન આવ્યો હતો. આ મહિલાએ કંપની દ્વારા મૂડીરોકાણ કરવા પર બહુ ઊંચા વળતરની લાલચ આપી હતી. આ યોજના હેઠળ મહિલાની સાથે-સાથે કેટલાક અન્ય લોકોએ વેપારીને કંપનીના વરિષ્ઠ અધિકારી તરીકે વાત કરી હતી.
આ વેપારીના જણાવ્યા મુજબ કંપનીના અધિકારીઓએ કહ્યું હતું કે નુકસાન થવા પર તેમના નુકસાનની ભરપાઈ કરવામાં આવશે. આ પ્રકારે ગેરંટી મળવા પર વેપારીએ રૂ. 1.1 કરોડનું મૂડીરોકાણ આ લોકોના કહેવા અનુસાર કર્યું. મૂડીરોકાણના પહેલા જ દિવસે આ વેપારીને રૂ. ચાર લાખ મળ્યા હતા. જોકે એ પછી નુકસાન થતું ગયું.જોકે આ ઠગો આ વેપારીને સમજાવતા રહ્યા કે નુકસાનની પૂરી ભરપાઈ થઈ જશે.
આ વેપારીને એ પછી શંકા જતાં ભોપાલના સરનામા પર પહોંચ્યો, જે એ લોકોએ આપ્યું હતું. જોકે એ સરનામા પર કોઈ ઓફિસ જ નહોતી. ત્યાર બાદ ઠગોએ ફોન ઉઠાવવાનો જ બંધ કરી દીધો હતો. પોતાની સાથે છેતરપિંડી થવાનું માલૂમ પડતાં વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો. હવે પોલીસ ગુનાખોરોને શોધી રહી છે.













હવામાન વિભાગના ડિરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે 15 માર્ચ સુધી મહત્તમ તાપમાન સામાન્યથી નીચેથી રહેવાની આશા છે. તેનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. અપેક્ષા છે કે તેના લીધે વરસાદ પડી શકે છે. જોકે ભારે વરસાદથી પાકને નુકસાન થશે અને તેના લીધે ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે. આ સાથે ઘઉંના પાકને નુકસાન થવાની શક્યતા છે. જોકે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાથી લાભ પણ થશે. IMDનું એવું પણ કહેવું છે કે આ વર્ષે માર્ચમાં સામાન્યથી વધુ કમોસમી વરસાદ પડી શકે છે.

