Home Blog Page 2036

જૂની રંગભૂમિની સફર’ કાર્યક્રમ માણવો છે? તો પહોંચી જજો મુલુંડ રવિવારે સાંજે

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી, મુલુંડની સંસ્થા ‘સર્જક મિલન’ના સહયોગથી જૂની રંગભૂમિની સવાસો વર્ષની સફરની ઉજવણી થઈ રહી છે. ૩ માર્ચ, 2024ના રવિવારે સાંજે ૫ વાગ્યે મુલુંડમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

૧૮૫3માં પારસી બિરાદરોએ મુંબઈમાં નાટ્યપ્રવૃત્તિની શરૂઆત કરી હતી, પછી એમાં હિન્દુઓએ ઝંપલાવ્યું. લગભગ ૧૭૦ વર્ષથી આ પ્રવૃત્તિ સતત ચાલતી રહી છે .જૂની રંગભૂમિ લગભગ સવાસો વર્ષ જેવી ચાલી અને ત્યારબાદ એનું સ્થાન નવી રંગભૂમિએ લીધું. આજે જેઓ ૭૦ની આસપાસ પહોંચ્યા છે એમણે પ્રભુલાલ દ્વિવેદી,  રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ,  બાપુભાઈ નાયક, જયશંકર ‘સુંદરી ‘આ બધાં નામને હૃદયમાં સાચવી રાખ્યાં હશે. ‘મીઠા લાગ્યા તે મને રાતના ઉજાગરા’ કે ‘નાગર વેલીઓ રોપાવ …’ગીતો હજી પણ એમના કાનના ઢોળાવ ઉપર સ્થિર ઊભાં હશે. જૂની રંગભૂમિ ટેકનિકલ દૃષ્ટિએ, અભિનય અને રજૂઆતની દ્રષ્ટિએ પણ અદભુત રહી. સેંકડોની સંખ્યામાં સંસ્થાઓ, કવિઓ, સંગીતકારો, અભિનેતા-અભિનેત્રી, દિગ્દર્શકો નિર્માતાઓ અને ટેકનીશીયનોએ પોતાનું ઉત્તમ યોગદાન આપ્યું.

આ કાર્યક્રમમાં જૂની રંગભૂમિના અભિનેત્રી તથા ગાયિકા મહેશ્વરી ચૈતન્ય અને રજની શાંતારામ રંગભીની રજૂઆત દ્વારા જૂનાં ગીતો રજૂ કરશે. રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના પૌત્ર ડોક્ટર રાજશેખર બ્રહ્મભટ્ટ જૂની રંગભૂમિનો આંખે દેખ્યો હાલ રજૂ કરશે. તો પ્રખ્યાત સંતુરવાદક અને અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મજમુદાર પગવાજા પર સંગીતના સૂર રેલાવશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ સતીશ વ્યાસ સંભાળશે. આ કાર્યક્રમની પરિકલ્પના અને સંકલન કવિ સંજય પંડ્યાનાં છે. આયોજન સહકાર રાજેશ ઠક્કર અને રમેશ બારોટનો છે. તો જૂની રંગભૂમિના ગીતો માણવા માટે રવિવારે પહોંચી જજો મુલુંડ!

સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં બજારમાં તેજી, નિફ્ટી નવી ઊંચાઈએ

અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં શનિવારે સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં તેજીમય માહોલ રહ્યો હતો અને સેન્સેક્સ અને નિફ્ટીએ ફરી એક વાર ઓલટાઇમ હાઇ પર બંધ થયા હતા. શનિવારે નિફ્ટીએ 22,420ની ઊંચી સપાટી સર કરી હતી, જે અત્યાર સુધીના રેકોર્ડ સ્તરે છે, જ્યારે સેન્સેક્સ 73,982ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આમ સેન્સેક્સ 74,000ના સ્તરની નજીક પહોંચ્યો હતો. સ્પેશિયલ સેશનમાં પણ મેટલ શેરોની તેજીની આગેકૂચ રહી હતી.

શનિવારના સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 61 પોઇન્ટ વધીને 73,806 અને નિફ્ટી 40 પોઇન્ટ વધીને 22,378ના મથાળે બંધ રહ્યો હતો. મેટલ ફાર્મા, બેન્કિંગ, ઓટો, IT, FMCG, ફાઇનાન્શિયલ સર્વિસિસના બધા ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા. આ સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં નિફ્ટીના છ શેરો એક વર્ષ નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. ઓવરઓલ માર્કેટને મેટલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોથી સપોર્ટ મળ્યો હતો.

સ્ટોક એક્સચેન્જના આંકડા મુજબ ગયા સપ્તાહનાં પાંચમાંથી ત્રણ ટ્રેડિંગ સેશનમાં FII લેવાલ રહ્યા હતા. તેમણે એ દરમ્યાન રૂ. 23.51 કરોડની શેરોમાં લેવાલી કરી હતી. આ સાથે DII પણ પાંચમાંથી ત્રણ ટ્રેડિંગ સેશનમાં લેવાલ રહ્યા હતા અને તેમણે કુલ મૂડીરોકાણ રૂ. 8268 કરોડના શેરો ખરીદ્યા હતા. FIIએ રોકડ બજારોમાં રૂ. 870 કરોડથી વધુનું મૂડીરોકાણ કર્યું છે.

કોઈ અવાંછિત ઘટનાથી નીપટવાની ટેસ્ટિંગને ચેક કરવા માટે શિવારે શેરબજારના3 સ્પેશિયલ ટ્રેડિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલું સેશન 9.15થી 10 કલાક સુધી અને બીજું ટ્રેડિંગ સેશન 11.30 કલાકથી 12.30 કલાક આયોજિત કરવામાં આવ્યું હતું. સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ નહોતાં કરવામાં આવ્યાં, જેને કારણે ટ્રેડિંગ વોલ્યુમ ઓછાં હોવાને કારણે ઇન્ટ્રાડ-ડે પર પ્રતિબંધ કરવામાં આવ્યા હતા.

 

 

 

 

 

 

ગૌતમ ગંભીરની જગ્યાએ અક્ષયકુમારને ઉતારશે ભાજપ?

નવી દિલ્હીઃ ચૂંટણીની પિચ પર ગૌતમ ગંભીરે રિટાયરમેન્ટ લઈ લીધું છે. પૂર્વ-દિલ્હીથી સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી નહીં લડવાની ઘોષણા કરી દીધી છે. તેણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણી તે નહીં લડે અને ક્રિકેટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. ગંભીરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને આ ટ્વીટમાં ટેગ કર્યા છે.

ગંભીરે ટ્વીટ કરતાં કહ્યું છે કે મેં પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાજીને વિનંતી કરી છે કે મને મારાં રાજકીય કર્તવ્યોથી મુક્ત કરવામાં આવે, જેથી હું ક્રિકેટની પ્રતિબદ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. હું વડા પ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનો હ્દયથી આભાર વ્યક્ત કરું છું કે તેમણે મને લોકોની સેવા કરવાની તક આપી. જય હિંદ.

અહેવાલો અનુસાર બોલીવૂડના ખેલાડીકુમાર અક્ષય કુમારને દિલ્હીની કોઈ એક સીટ પરથી ભાજપ દ્વારા ચૂંટણી લડાવવામાં આવે એવી શક્યતા છે. પાર્ટીના કેટલાક નેતાઓ એક્ટરના સંપર્કમાં છે. જોકે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન નથી આપવામાં આવ્યું. હાલ એક્ટરની કેરિયરનો ગ્રાફ પણ ઘણો નીચે ચાલી રહ્યો છે અને તેની પાછલી કેટલીય ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કંઈ બિઝનેસ નથી કરી રહી.

જોકે પૂર્વ દિલ્હીની એ સીટ કોંગ્રેસ પાર્ટી માટે ઘણી લકી રહી છે. આ સીટ પર કોંગ્રેસ અને ભાજપ- બંને પાર્ટીઓનો દબદબો રહ્યો છે. 2019 સુધી કોંગ્રેસે હંમેશાં ચૂંટણી લડી છે, પણ આગામી ચૂંટણીમાં કોંગ્રેસ તેના ઉમેદવારને અહીંથી નહીં ઉતારે. પૂર્વી દિલ્હી લોકસભા ક્ષેત્રની વસતિ 25 લાખથી વધુ છે અને આમાં દિલ્હી નગર નિગમના 30થી વધુ વોર્ડ આવે છે.

 

 

 

 

 

 

 

રાજશ્રીએ સચિન પર હીરોની મહોર મારી

અભિનેતા સચિને મુખ્ય હીરો તરીકે ફિલ્મ ‘ગીત ગાતા ચલ’ (1975) થી શરૂઆત કરી હતી. પરંતુ રાજશ્રી પ્રોડકશનને આ ફિલ્મ વિષે કોઈ વિચાર ન હતો છતાં સચિનને હીરો તરીકે નક્કી કરી લીધો હતો. અમિતાભ બચ્ચનના ભાઈ અજિતાભના લગ્ન પ્રસંગે બાળ કલાકાર તરીકે ‘શોલે’ (૧૯૭૫) માં કામ કરતો ૧૭ વર્ષનો સચિન ગયો ત્યારે એને જોઈ રાજશ્રીના રાજકુમાર બડજાત્યાએ એની પાસે જઈને પોતાનો પરિચય આપીને કહી દીધું હતું કે તેઓ એની સાથે એક ફિલ્મ બનાવવા માગે છે. સચિને ઘરે જઈને પિતાને વાત કરી ત્યારે એમણે આ વાતને ગંભીરતાથી લીધી ન હતી. એટલે સચિન પણ એ વાત ભૂલી ગયો હતો. ત્રણ દિવસ પછી સચિનના ઘરની સામે રહેતા ગીતકાર મજરૂહ સુલતાનપુરીના પુત્રએ આવીને સંદેશ આપ્યો કે રાજશ્રીમાંથી ફોન હતો અને એક નંબર આપ્યો છે એના પર વાત કરવા કહ્યું છે.

સચિનના પિતાએ રાજકુમારને ફોન કર્યો ત્યારે એમણે એમ કહ્યું કે તમે ‘સચિનજી’ ને લઈને અમારી પાસે ક્યારે આવશો? ત્યારે પિતાએ આવતીકાલે મળવાની વાત કહી દીધી. બીજા દિવસે જ્યારે સચિન મળવા ગયો ત્યાં સુધીમાં રાજકુમારે કવિવર રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા ‘અતિથિ’ પરથી એક ફિલ્મ બનાવવાની ચર્ચા પરિવાર સાથે કરી લીધી હતી. અસલમાં એ વાર્તા પરથી સચિનના પિતા શરદ પિલગાંવકર અને મધુસુદન કાલેલકરે મરાઠી ફિલ્મ લખી હતી. એટલે એમણે એ બંનેને જ હિન્દી ફિલ્મની વાર્તા લખવાની જવાબદારી આપી. એ સાથે સચિનને હીરો તરીકે સાઇન પણ કરી લીધો હતો. તેઓ માત્ર સચિન સાથે જ ફિલ્મ બનાવવા માગતા હતા. મૂળ વાર્તાનો અંત કરૂણ હતો. એમાં બીજા કેટલાક પાત્રો ઉમેરવા સાથે ઘણા ફેરફાર કરીને સુખાંત કરી દીધો હતો.

વાર્તા તૈયાર થયા પછી એમને લાગ્યું કે ફિલ્મ બની શકે છે એટલે એના કાયદાકીય અધિકાર માટે કવિ ટાગોરના શાંતિનિકેતનમાં એ વાર્તા મંજૂરી માટે મોકલી આપી. અને અધિકારની કિંમત પૂછી. દસ દિવસ પછી ત્યાંથી પત્ર આવ્યો કે તેઓ ફિલ્મ માટે અધિકાર આપી શકે એમ નથી. તેથી નિરાશ થયેલા રાજકુમારે જ્યારે પિતા તારાચંદ બડજાત્યાને આ વાત કરી અને કહ્યું કે હવે આ વાર્તા પર ફિલ્મ બનાવી શકાશે નહીં. તારાચંદે કારણ પૂછ્યું ત્યારે રાજકુમારે કહ્યું કે પત્રમાં લખ્યું છે કે અમે આ વાર્તાના અધિકાર આપી શકીએ એમ નથી. કેમકે આ અમારી વાર્તા જ નથી! અમારી વાર્તા અલગ છે. ત્યારે તારાચંદે સમજાવ્યું કે એમની વાર્તા નથી તો આપણે એના અધિકારની જરૂર જ નથી.

ફિલ્મનું નિર્દેશન હિરેન નાગને અને સંગીત રવીન્દ્ર જૈનને સોંપવામાં આવ્યું. કલાકારો અને કસબીઓની પસંદગી કરીને શુટિંગ શરૂ કરવામાં આવ્યું. એક વર્ષ બાદ ફિલ્મ તૈયાર થઈ અને રજૂઆતની વાત આવી ત્યારે રાજકુમારે કહ્યું કે તે રોજના ચાર શૉ ચાલે છે એવા સૌથી મોટા ‘મેટ્રો’ સિનેમામાં રજૂ કરશે. બધાએ સલાહ આપી કે નાની ફિલ્મ છે. એને નાના થિયેટરોમાં રજૂ કરો. પણ એમણે એકમાત્ર ‘મેટ્રો’ માં જ ફિલ્મ રજૂ કરવાની જીદ પકડી. ત્યારે ‘મેટ્રો’ ના સંચાલકે ‘ગીત ગાતા ચલ’ નાની ફિલ્મ હોવાથી પહેલાં ના પાડી દીધી.

તેમનું કહેવું હતું કે નવા હીરો-હીરોઈન છે અને ભગવાનના ગીતો છે એટલે ચાલશે નહીં. પણ રાજશ્રી પ્રોડકશન વિતરણનું કામ સંભાળતું હોવાથી સંબંધને કારણે માત્ર એક સપ્તાહ માટે રજૂ કરવાની સંમતિ આપી દીધી. પહેલા દિવસે ચાર શૉમાં આંગળીના વેઢે ગણાય એટલા દર્શકો આવ્યા. શનિ-રવિમાં પણ એવી જ સ્થિતિ રહી ત્યારે ‘મેટ્રો’ ના મેનેજરે ગુરુવાર છેલ્લો દિવસ હોવાનું કહી દીધું. પણ સોમવારે ચમત્કાર થયો હોય એમ પહેલાં શૉમાં પચાસ ટકા દર્શકો ભરાયા. અને છેલ્લો શૉ હાઉસફુલ ગયો. મંગળવારથી બ્લેકમાં ટિકિટ વેચાવા લાગી હતી. બે અઠવાડિયા પછી સચિન- સારિકા સ્ટાર બની ગયા હતા.

કોરાનાના 224 નવા કેસો, એક પણ મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 224 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,29,852 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા હતા. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધી 5,33,491 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,95,493 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 133 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1050 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,06,748 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 976 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

 

ગુલકંદ – ૦૨ માર્ચ, ૨૦૨૪

ગુલકંદ – ૦૨ માર્ચ, ૨૦૨૪

૦૨ માર્ચ, ૨૦૨૪

ફરાળી બફવડા

શિવજીની આરાધના માટે શિવરાત્રિનો મહિમા અનોખો છે! વ્રત માટેનો ફરાળ જો ઓછા સમયમાં સહેલાઈથી બની જતો હોય તો શિવજીની ભક્તિમાં વધુ સમય પસાર થઈ શકે! (ફરાળી પેટીસ કે બફવડાની રીતના અહીં બે પ્રકાર આપ્યા છે.)

સામગ્રીઃ

  • બાફેલા બટેટા 6
  • ½ ટી.સ્પૂન દેશી ઘી
  • સિંધવ મીઠું સ્વાદ મુજબ
  • ફરાળી લોટ અથવા શિંગોળાનો લોટ

પૂરણ માટેઃ

  • બાફેલું બટેટુ 1
  • શીંગદાણા 1 કપ
  • તાજું અથવા સૂકા કોપરાનું ખમણ 4 ટે.સ્પૂન
  • સિંધવ મીઠું સ્વાદ મુજબ (ઉપવાસમાં ખાઈ શકાય તે મીઠું)
  • કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • અડધા લીંબુનો રસ
  • કિસમિસ 1 ટે.સ્પૂન
  • કાજુના ટુકડા 2 ટે.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
  • આદુ-મરચાંની પેસ્ટ 1 ટે.સ્પૂન
  • વરિયાળીનો ભૂકો 1½ ટી.સ્પૂન
  • દાડમના દાણા 2 ટે.સ્પૂન (optional)
  • ખાંડ 1 ટી.સ્પૂન (Optional)

રીતઃ બટેટા બફાય અને કૂકરમાંથી વરાળ નીકળી જાય એટલે તેમાંથી 2 બટેટા બાજુએ રાખી બાકીના બટેટા છોલીને મેશર વડે તેનો છૂંદો કરી દેવો. બટેટા ગરમ હોવાથી જલ્દી મેશ થઈ જશે.

પૂરણ માટેઃ શીંગદાણા શેકીને છોલીને તેનો મિક્સીમાં ભૂકો કરી દેવો. એક બાઉલમાં શીંગદાણાનો ભૂકો, કોપરાનું ખમણ, સ્વાદ મુજબ સિંધવ મીઠું, સમારેલી કોથમીર, કાજુના ટુકડા, કિસમિસ, વરિયાળીનો ભૂકો, કાળા મરી પાઉડર, આદુ-મરચાંની પેસ્ટ, લીંબુનો રસ, દાડમના દાણા, ખાંડ 1 ટી.સ્પૂન (Optional), મેશ કરેલું 1 બાફેલું બટેટુ નાખવું. આ મિશ્રણનો ગોળો વળે એવું થાય એટલે તેની નાની નાની ગોળીઓ બનાવી દેવી. (ગળપણ અને તીખાશ તમને જોઈએ તે રીતે ઓછી-વત્તી રાખવી). જો ગોળી ના વળે તો તેમાં બાફેલું બટેટું તેમજ શીંગદાણાનો ભૂકો ઉમેરવો.

 

પેટીસના ઉપરનું પડ તૈયાર કરવા માટે બટેટાને મેશ કરીને રાખ્યા હતા. તે એક મોટા બાઉલમાં લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું, દેશી ઘી મેળવીને લીસો માવો તૈયાર કરી લો. તેમાંથી એક ગોળો લઈ તેને ફરાળી લોટ અથવા શીંગોડાના લોટનું અટામણ લગાડી હાથેથી થાપીને પૂરીમાં પૂરણની ગોળી મૂકીને બંધ કરી દો અને ગોળો વાળીને લોટમાં ફેરવીને એક થાળીમાં ગોઠવી દો. (એક થાળીમાં ફરાળી લોટ લઈ રાખો.)

આ રીતે દરેક પેટીસ તૈયાર કરી રાખો. આ પેટીસ રાત્રે ફરાળમાં ખાવી હોય તો તેને સવારે અથવા બપોર સુધીમાં તૈયાર કરીને ફ્રીજમાં રાખી શકાય છે. અને ગરમાગરમ તળીને પીરસી શકાય છે.

પેટીસ તળવા માટે કઢાઈમાં તેલ ગરમ થાય એટલે પેટીસ કે બફ વડા હળવેથી તેમાં નાખીને ગેસની આંચ મધ્યમ કરીને વડા સોનેરી રંગના તળી લો.

એક બીજી રીત મુજબ પૂરણની સામગ્રી તેમજ પળ માટે છૂંદો કરેલા બટેટા બધું એક સાથે મેળવીને તેમાં થોડો ફરાળી લોટ પણ ઉમેરીને ગોળા વાળી લેવા અને ફરાળી લોટમાં ફેરવીને ત્યારબાદ તળી લેવા.

આ વડા તમે અપ્પે પેનમાં ઓછા તેલમાં ફ્રાય કરી શકો છો. પેનના ખાનામાં 2 ટીપાં તેલ ઉમેરીને વડા મૂકવા. 30 સેકન્ડ બાદ તેને ફેરવીને ફરી તેની ઉપર 2 ટીપાં તેલ ઉમેરીને સોનેરી રંગના વડા ઉતારી લેવા.

આ વડા કોથમીર મરચાંની તીખી ચટણી સાથે પીરસો અથવા દહીં કે કાકડીના રાયતા સાથે પણ પીરસી શકાય છે.

રાશિ ભવિષ્ય 02/03/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.


આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

પંચાંગ 02/03/2024