મુંબઈઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાવ પાસે છે ત્યારે બોરીવલીના શ્રી સાંઈલીલા વેલફેર ટ્રસ્ટના ‘ઝરૂખો’ દ્વારા ગુજરાતી સાહિત્યમાં ‘સ્ત્રી ચેતના’ એ વિષય પર શનિવાર બીજી માર્ચ સાંજે ૭.૨૦ વાગ્યે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
જાણીતાં કવયિત્રી તથા વાર્તાકાર ડો.સેજલ શાહ ‘ ગુજરાતી કાવ્યોમાં ‘સ્ત્રી ચેતના’ વિષય પર વાત કરશે. SNDT મહિલા વિદ્યાપીઠના ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ ડો. દર્શના ઓઝા ‘ગુજરાતી ટૂંકી વાર્તામાં “સ્ત્રી ચેતના’ એ વિષય પર વાત કરશે. અમેરિકાસ્થિત કવયિત્રી નંદિતા ઠાકોર- જે ગાયિકા અને સ્વરકાર પણ છે, તેઓ મૂળ વિષયને અનુરૂપ કેટલાંક ગીતોનું ગાન કરશે. અલ્પા વખારિયા પણ એક ગીત રજૂ કરશે. આ કાર્યક્રમનું સંચાલન કવયિત્રી પ્રતિમા પંડ્યા કરશે. ‘ઝરૂખો’નો આ કાર્યક્રમ બીજે માળે, સાંઈબાબા મંદિર, સાંઈબાબા નગર, બોરીવલી-પશ્ચિમના સરનામે યોજવામાં આવ્યો છે અને ટ્રસ્ટી ગણ સર્વને જાહેર નિમંત્રણ પાઠવે છે.
ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં માર્ચ મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેથી ખેડૂતોની ચિંતા વધી છે. જેમાં 1 થી 3 માર્ચ દરમિયાન હળવા વરસાદની આગાહી છે. તેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા છે.1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની સંભાવના છે. ગયા વર્ષે શિયાળાના અંતમાં થયેલ માવઠાને કારણે થયેલ નુકસાનીનો માર હજુ સુધી ખેડૂતો વેઠી રહ્યા છે અને હવે ફરીથી તે જ સમયે કુદરતે કરવટ બદલતાં લોકો ચિંતાતુર થયા છે. જો માવઠું થશે તો સૌથી વધુ ઘઉંના તૈયાર પાકને નુકસાન થવાનો ભય વ્યકત કરવામાં આવી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં આ શિયાળામાં 3.69 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યુ હતુ. ખેડૂતો ઘઉં લેવાની તૈયારીઓ જ કરી રહ્યા છે અને હવામાનમાં પલટો આવતાં જો કમોસમી વરસાદ થશે તો ખેડૂતોની ચાર મહિનાની મહેનત માથે પડવાનો ભય ઉભો થયો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી માવઠાનો ભય ઊભો થયો છેલ્લા કેટલાક સમયથી સતત હવામાનમાં પલટો આવ્યા છે. દરમિયાન માર્ચ મહિનાના પ્રારંભે જ ખૂબ જ શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતની સાથે ગુજરાતના વાતાવરણને અસ્થિર કરશે. જેમાં ઉત્તર ગુજરાતમાં પણ તેની સીધી અસર થશે અને તા.1 માર્ચે અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે છે. એક તરફ ઉનાળાની ઘડીઓ ગણાઈ રહી છે તેવા સમયે જ હવામાન વિભાગની આગાહીએ ચિંતા વધારી દીધી છે.
કમોસમી વરસાદ બાદ લઘુતમ તાપમાન 6થી 7 ડિગ્રી ગગડશે
ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણને કારણે લઘુત્તમ તાપમાન ઉચકાયુ છે. ડીસાનું લઘુત્તમ તાપમાન 12.2ડિગ્રી નોંધાયા બાદ સોમવારે અને મંગળવાર પારો 16 ડિગ્રીની આસપાસ રહ્યો છે. હજુ બે દિવસ લઘુત્તમ તાપમાન ઉચકાશે અને જો 1 માર્ચે કમોસમી વરસાદ થશે તો ફરીથી તાપમાન 6થી 7 ડિગ્રી ગગડશે. તા.2થી 4 માર્ચ સુધી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો રહેવાની શક્યતાને પગલે ફરીથી કડકડતી ઠંડી પડી શકે છે.
લખનૌઃ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવ પર CBIનો સકંજો કસાયો છે. એજન્સીએ અખિલેશ યાદવને સમન્સ મોકલીને ગેરકાયદે માઇનિંગ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. તેમને 160 CRPC હેઠળ સમન્સ મોકલવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ યાદવને એજન્સીએ 29 ફેબ્રુઆરીએ બોલાવ્યા છે. આ મામલે સાક્ષી તરીકે સામેલ થવા માટે તેમને સમન્સ મોકલવામાં આવ્યા છે. વર્ષ 2016માં અલાહાબાદ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, એમાં હમીરપુરના તત્કાલીન જિલ્લાધિકારી સહિત અન્ય લોકસેવકોની વિરુદ્ધ ગેરકાયદે ખનનનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હાઇકોર્ટના આદેશ પર CBIએ આ મામલે તપાસ હાથમાં લીધી છે.
આરોપ એ હતો કે 2012-2016ના સમયગાળા દરમ્યાન જિલ્લા હમીરપુરમાં નાના ખનિજોના ગેરકાયદે ખનનની મંજૂરી આપવામાં આવી હતી. આ ગેરકાયદે રેતીના ખનન માટે નવા પટ્ટા આપ્યા, હાલના પટ્ટાનું નવીનીકરણ કર્યુ અને પટ્ટાધારકોને ચોક્કસ સમયગાળા માટે મંજૂરી આપી હતી અને આ પ્રકારે સરકારી ખજાનાને ખોટી રીતે નુકસાન પહોંચાડ્યું હતું અને આરોપીઓને ગેરકાયદે રીતે લાભ થયો હતો.
એજન્સીએ આ મામલે 15 જાન્યુઆરી, 2019એ ઉત્તર પ્રદેશના હમીરપુર, જાલૌન, નોએડા, કાનપુર અને લખનૌ જિલ્લામાં અને દિલ્હીમાં 12 સ્થળોએ તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન ગેરકાયદે રેતી ખનન સંબંધિત વાંધાજનક સામગ્રી, રોકડ અને સોનું જપ્ત કર્યું હતું.આ ઉપરાંત FIRમાં કહેવામાં આવ્યું છે કે સરકારી કર્મચારીઓએ ગુનાહિત ષડયંત્રમાં ટેન્ડર પ્રક્રિયાનું પાલન કર્યું ન હતું. ગેરકાયદે માઇનિંગ કેસમાં લોકોને ગૌણ ખનીજ ગેરકાયદે રીતે ખોદવાની છૂટ આપવામાં આવી હતી. ગૌણ ખનીજ ચોરી અને પૈસા પડાવવાની પણ પરવાનગી આપવામાં આવી હતી.
પોલીસ ભરતીની તૈયારી કરનારા ઉમેદવારો માટે રાજ્ય સરકાર આગામી દિવસોમાં 11 હજાર જેટલી ભરતીઓ કરવાની છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં ગઈકાલે મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાત પોલીસમાં આગામી સમયમાં 11,000 નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જેમાં 597 PSI અને 6600 કોન્સ્ટેબલ સહિત SRPની પણ ભરતી કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રીએ છેલ્લા બે વર્ષમાં થયેલી ભરતીની વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસમાં કુલ 11 હજાર ભરતી થઈ છે.છેલ્લાં 2 વર્ષમાં 12,816 જગ્યા પર ભરતી થઈ છે.
597 PSI અને 6600 કોન્સ્ટેબલ સહિત SRPની ભરતી કરાશે
વિધાનસભામાં ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પોલીસ ઘટ અંગેનો સવાલ કર્યો હતો. આ સવાલનો જવાબ આપતાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે,આગામી 2024ની લોકસભા ચૂંટણી પહેલા પરીક્ષાની રીક્રુટમેન્ટ પ્રોસેસ પૂરી કરવા રાજ્ય સરકારની સૂચના મળી છે. નોટીફિકેશન બાદ પોલીસ રીક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરશે. ફાસ્ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ લેવાશે. ગુજરાત પોલીસમાં આગામી સમયમાં 11 હજાર નવી ભરતી કરવામાં આવશે. જેમાં 597 PSI અને 6600 કોન્સ્ટેબલ સહિત SRPની પણ ભરતી કરવામાં આવશે.
આ વખતે પોલીસ ભરતી માટે નવા નિયમ
તાજેતરમાં ગૃહ વિભાગે ભરતીના નવા નિયમોની જાણકારી આપી હતી કે, સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહીં. પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું, જે હવે રદ્ કરવામાં આવ્યુ છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.
નવી દિલ્હીઃ ટેક કંપની ગૂગલે ઓનલાઇન મની ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગમાં લેવાતી પેમેન્ટ એપ Gpayને બંધ કરવાની જાહેરાત કરી છે. ગૂગલની આ પેમેન્ટ એપ અમેરિકામાં ચોથી જૂન, 2024એ બંધ થઈ જશે. કંપનીએ વર્ષ 2022માં લોન્ચ થયેલી ગૂગલ વોલેટ એપને પ્રમોટ કરવા માટે નિર્ણય કર્યો છે. જોકે Gpayના ભારતીય યુઝર્સે એ માટે પરેશાન થવાની જરૂર નથી, કેમ કે એ અમેરિકામાં બંધ કરવામાં આવશે.
કંપનીએ એક બ્લોગ પોસ્ટ દ્વારા આ વાતની માહિતી આપી હતી. કંપનીએ યુઝર્સને એને બદલે ગુગલ વોલેટ પર જવાની સલાહ આપી હતી. હવે એનું જૂનું વર્ઝન કામ નહીં કરે. એન્ડ્રોઇડ હોમસ્ક્રીન પર દેખાતી GPay એપનું જૂનું વર્ઝન છે. એને પેમેન્ટ અને ફાઇનાન્સ માટે ઉપયોગ કરવામાં આવે છે.
ભારતીય યુઝર્સે ચિંતા કરવાની નથી જરૂર
જોકે Gpayના ભારતીય યુઝર્સે એ માટે પરેશાન થવાની જરૂર નથી, કેમ કે એ અમેરિકામાં બંધ કરવામાં આવશે. ચોતી જૂન પછી એ એપ ભારત અને સિંગાપુરમાં જ કામ કરશે. અન્ય દેશોમાં Gpayની સ્ટેન્ડએલાન એપ ઉપલબ્ધ નહીં રહે.
આ સાથે ગૂગલે peer-to-peer પેમેન્ટ પણ બંધ કરી દીધી છે. બ્લોગમાં કંપનીએ જણાવ્યું હતું કે ગૂગલ પે એપ અમેરિકામાં બંધ થયા પછી અમેરિકી યુઝર હવે એપ દ્વારા અન્ય લોકોને પૈસા નહીં મોકલી શકે અને નહીં લઈ શકે. અમેરિકામાં મોટા ભાગના યુઝર્સ આ એપનો ઉપયોગ કરે છે. કંપનીનું કહેવું છે કે કંપની સમયાંતરે અપડેટ જારી કરતી રહેશે. કંપનીએ જણાવ્યું હતું કે ગૂગલ પેનો ઉપયોગ 180થી વધુ દેશોમાં લાખ્ખો લોકો કરી રહ્યા છે.
આ પહેલાં કંપનીએ વર્ષ 2011માં ગૂગલ વોલેટ લોન્ચ કરી હતી. ત્યાર બાદ ગૂગલે એન્ડ્રોઇડ પે એપ લોન્ચ કરી હતી. હવે કંપનીએ ફરી એક વાર પોતાની બધી સર્વિસને ગૂગલ વોલેટમાં ઇન્ટિગ્રેટ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં ગૂગલ પે એપ દ્વારા UPI પેમેન્ટ કરવાનું જારી રહેશે.
પોરબંદર: ભારતીય નૌકાદળ અને NCBએ પાંચ ક્રૂ સભ્યો સાથે મળીને સંયુક્ત ઓપરેશનમાં ગુજરાતના દરિયાકાંઠેથી 3,300 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે, જે તાજેતરના સમયમાં જપ્ત કરવામાં આવેલ માદક દ્રવ્યોનો સૌથી મોટો જથ્થો છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે તેઓએ જે દવાઓ જપ્ત કરી છે તેમાં 3089 કિગ્રા હશીશ, 158 કિલો મેથામ્ફેટામાઇન અને 25 કિલો મોર્ફિનનો સમાવેશ થાય છે.
Pursuing PM @narendramodi Ji’s vision of a drug-free Bharat our agencies today achieved the grand success of making the biggest offshore seizure of drugs in the nation. In a joint operation carried out by the NCB, the Navy, and the Gujarat Police, a gigantic consignment of 3132…
નાર્કોટિક્સ ડીજી એસએન પ્રધાને કહ્યું છે કે જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 1300 થી 2000 કરોડ રૂપિયાની આસપાસ છે. તેણે કહ્યું છે કે જે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે તે શંકાસ્પદ છે અને માનવામાં આવે છે કે તેઓ ઈરાન અને પાકિસ્તાન સાથે સંબંધ ધરાવે છે. ડ્રગ્સ સ્મગલરો દ્વારા દરિયાઈ માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેના પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. આ માટે કોર્સગાર્ડ અને નેવીની મદદ લેવામાં આવી હતી અને આ નેટવર્કનો નાશ કરવામાં આવ્યો હતો.
આ મિશનનું નામ શું હતું?
નાર્કોટિક્સ ડીડીજી જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે આ દેશનું સૌથી મોટું ઓપરેશન છે, જેમાં નેવી, એટીએસ અને ગુજરાત પોલીસની મદદથી 3300 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેમાંથી ચરસ અને હશીશ સૌથી મોટું છે. તેમનું કનેક્શન પાકિસ્તાન સાથે હોવાનું કહેવાય છે. તેણે કહ્યું કે દરિયાઈ માર્ગે ડ્રગ્સનો સપ્લાય વધી રહ્યો છે, તેથી ઓપરેશન કોડ સાગર મંથન બનાવવામાં આવ્યો. આ ઓપરેશન પહેલા પણ સમુદ્રગુપ્તને સફળતા મળી હતી, જેમાં ઘણી બધી દવાઓ મળી આવી હતી. તેમણે જણાવ્યું કે નેવી અને ડ્રગ્સ એજન્સી પાસેથી મળેલી માહિતીના આધારે આ રેકેટ પકડાયું હતું. એક ઈનપુટ મળ્યો કે એક માછીમારી બોટ પાણીના વિસ્તારમાં આવી રહી છે, જેમાં 5 લોકો સવાર હતા. 27 ફેબ્રુઆરીએ ઈનપુટ મળ્યો હતો કે આ બોટ ભારતીય સરહદમાં પહોંચી ગઈ છે. જેના આધારે એટીએસ ગુજરાત અને નેવીની ટીમે આ બોટને જમીનમાંથી પકડી હતી. આ બોટને રોકીને પોરબંદર લાવવામાં આવી હતી. આ પછી જ્યારે બોટમાં સવાર પાંચ લોકોની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમની પાસે કોઈ દસ્તાવેજ નહોતા. તપાસ એજન્સીઓએ એક હેન્ડસેટ અને 4 ફોન જપ્ત કર્યા છે. આમાંથી મળી આવેલી પ્રિન્ટ પાકિસ્તાનની હતી, જેના કારણે આ ડ્રગ્સ રેકેટમાં પાકિસ્તાનનો હાથ હોવાનું માનવામાં આવે છે.
દરિયાનો મોટો હિસ્સો ડ્રગ્સ સપ્લાય કરવા માટે વપરાય છેઃ DG
ડીજી એસએન પ્રધાને જણાવ્યું કે આ દવાઓ ઈરાનના ચાબહાર બંદરથી લાવવામાં આવી છે. તે તેના એજન્ટ સાથે વાત કરે છે અને તેને સમુદ્રમાં સમય પસાર કરવામાં કોઈ સમસ્યા નથી. આપણા દુશ્મનો ભારતીય તટ રેખાનો ઉપયોગ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. પાકિસ્તાન અને ઈરાન સાથે તેમના સંબંધો છે. આ દવાની બજાર કિંમત 1300 થી 2 હજાર કરોડ રૂપિયાની આસપાસ છે. દરિયાના મોટા ભાગનો ઉપયોગ ડ્રગ્સ સપ્લાય માટે થાય છે.
સિમલાઃ હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીનાં પરિણામો પછી ક્રોસ વોટિંગને કારણે રાજકારણમાં ભારે હલચલ છે. CM સુખવિંદર સિંહ સુખુએ રાજીનામું આપવાની રજૂઆત કરી છે. રાજ્યમાં કોંગ્રેસ સરકાર પડી જશે?. જેથી કોંગ્રેસ ડેમેજ કન્ટ્રોલમાં લાગેલી છે.
બીજી બાજુ, વિધાનસભામાં આજે બજેટ રજૂ થવાનું છે, પણ ભાજપે દાવો કર્યો હતો કે કોંગ્રેસ સરકાર વિધાનસભ્યોનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે. તો શું ભાજપ સુખુ સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે?મુખ્ય મંત્રી સુખવિંદર સિંહ સુખુએ કોંગ્રેસ તરફથી મોકલવામાં આવેલા સમીક્ષકો સામે રાજીનામાની રજૂઆત કરી છે. CM સુખુએ વિધાનસભ્યોની વધતી નારાજગીને જોતાં આ નિર્ણય લીધો છે. જોકે કોંગ્રેસ નેતૃત્વ તરફથી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.
BREAKING NEWS:
Himachal Pradesh CM Sukhwinder Singh Sukkhu has RESIGNED 🚨
~ This is an attempt to pacify the rebellion within MLAs.
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) February 28, 2024
હિમાચલ કોગ્રેસનાના દિગ્ગજ નેતા અને વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્યએ રાજીનામું આપ્યા પછી તેમના ભાજપમાં સામેલ થવાની અટકળો શરૂ થઈ ગઈ છે. તેમની પાસે રૂ. 101 કરોડથી વધુની સંપત્તિ છે. તેમમે કહ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં જે કંઈ થયું છે, એ લોકશાહી માટે ચિંતાજનક છે, કેમ કે રાજ્યના 70 લાખ લોકોએ કોંગ્રેસ પાર્ટીને બહુમત આપીને એક સરકાર ચૂંટણી કાઢી છે.
હિમાચલ પ્રદેશમાં માટે કોંગ્રેસના સમીક્ષક ડીકે શિવકુમારે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ એક નિર્દેશ જારી કર્યો છે કે મારે ત્યાં રહેવું જોઈએ, પણ ભાજપ આટલી જલદીમાં કેમ છે? કોઈ પણ સરકારની પાસે એક મજબૂત વિપક્ષ હોવો જોઈએ, પણ આ પ્રકારે ખરીદ-વેચાણ વાજબી નથી. મને વિશ્વાસ છે કે અમારા બધા વિધાનસભ્યો પાર્ટી પ્રતિ વફાદાર રહેશે.
સિમલાઃ હિમાચલ પ્રદેશ રાજ્યસભાની એક સીટ પર કોંગ્રેસની હાર પછી હવે રાજકીય તાપમાન વધી રહ્યું છે. CM સુખવિંદર સિંહ સુખુ પર સરકારને બચાવવાનું દબાણ વધી ગયું છે. સરકારમાં મંત્રી વિક્રમાદિત્ય સિંહ રાજીનામું આપી દીધું છે. વિધાનસભા સત્ર શરૂ થતાં જ વિપક્ષના 15 ભાજપના વિધાનસભ્યોને સ્પીકરે સસ્પેન્ડ કરી દીધા છે. હર્ષ મહાજન કહે છે કે કોંગ્રેસની સરકાર રાજ્યમાંથી જાય છે.
સરકારના મંત્રી અને ભૂતપૂર્વ CM વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહે હવે પોતાની સરકાર સામે મોરચો માંડ્યો છે. તેમણે CM પર મોટો આરોપ લગાવતાં કેબિનેટ મંત્રી પદથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં મારું આ સરકારમાં રહેવું યોગ્ય નથી. મેં નિર્ણય લીધો છે કે મેં મંત્રી મંડળમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું હતું કે વિધાનસભ્યોની સાથે ક્યાંક ગેરવર્તણૂક થઈ છે. તેમનો અવાજ દબાવવાના પ્રયાસ થયા છે, જેને કારણે આજે આ હાલત છે. મને અપમાનિત કરવામાં આવ્યો હતો. મેં સતત આ મુદ્દાઓને પાર્ટીના નેતૃત્વ સમક્ષ ઉઠાવ્યા હતા, પણ એને ધ્યાનમાં લેવામાં નહોતા આવ્યા, એમ તેમણે કહ્યું હતું.
બીજી બાજુ, સ્પીકરે ભાજપના 15 વિધાનસભ્યોને સંસદની કાર્યવાહીથી સસપ્ન્ડ કર્યા છે. જેથી ભાજપના વિધાનસભ્યોએ રાજ્યપાલ પાસે મુલાકાત માટે સમય માગ્યો હતો. કોંગ્રેસ પાર્ટીનાં નેતા પ્રિયંકા ગાંધીએ હિમાચલ પ્રદેશની સ્થિતિને લઈને કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુ ખડગેથી વાતચીત કરી હતી.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 125 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,29,274 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા હતા. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધી 5,33,485 લોકોનાં મોત થયાં છે.
દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,95,056 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 200 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 914 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,04,260 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 820 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.