Home Blog Page 2048

ઈચ્છુકતા: જીવનને અર્પણ કરવાની પ્રક્રિયા

સદ્‍ગુરુ: યોગની સમગ્ર પ્રક્રિયા માત્ર પોતાને સોંપી દેવાની છે. જ્યારે હું કહું કે તમે સ્વયંને સોંપી દો ત્યારે લોકોને કદાચ ખબર નથી હોતી કે કેવી રીતે સહજતાથી પોતાને સોંપી શકાય. લોકો સ્વંયને સોંપી દે તેના માટે તેમને અમુક પ્રકારના માર્ગ જોઈતા હોય છે. જીવનમાં તમે જે કંઈ પણ કોઈને આપો છો, પછી તમે પૈસા આપો, ભોજન આપો અથવા તો બીજુ કંઈ આપી શકો, તે બધું તમારું નથી. તમારું શરીર પણ, કારણ કે તે પણ તમે આ પૃથ્વીમાંથી ભેગું કર્યું છે. જતી વખતે તમારે એ પણ અહીં પાછું આપીને જવું પડશે. આ શરીરનો એક કોષ પણ તમે લઈને ન જઈ શકો.

આજે તમારી પાસે જે કંઈ પણ છે તે તમે આ ગ્રહ પરથી ઉધાર લીધું છે. તે હકીકતમાં તમારું નથી. તમે તેનો ઉપયોગ કરી શકો છો, આનંદ માણી શકો છો પરંતુ તમે વાસ્તવિકતામાં તેના પર આધિપત્ય જમાવી શકતા નથી. તમે એવું માનો છો કે તમારા ઘર, કપડાં, પતિ ,પત્નિ કે અન્ય લોકો પર તમારી માલિકી છે. અત્યારે તમે તેમના પર અધિકાર જમાવો છો. પરંતુ હકીકતમાં તમારી માલિકીનું કંઈ છે જ નહીં. તેઓ આજે અહીં છે જેથી તેમની સાથે તમે આનંદ કરી શકો છો, તેમનો ઉપયોગ કરી શકો છો પરંતુ જ્યારે જવાનો સમય થાય ત્યારે તમારે છોડીને જવું પડશે. તેથી તમારું કંઈ છે જ નહીં.  જે તમારું છે જ નહીં, તે તમે આપી ન શકો.

તેથી આપવા જેવું કંઈ ખરેખર છે જ નહીં. હું કોઈક પાસેથી લઈને તમને કંઈક આપી શકું. આ પ્રકારના અર્પણનું કોઈ મૂલ્ય નથી. પરંતુ આપવા માટે તમારી પાસે કોઈ સાધન જોઈએ. મૂળભૂત રીતે માત્ર એક જ ચીજ આપી શકો છો એ છે તમે સ્વયં. પણ સહજતાથી પોતાને કેવી રીતે આપવું તે તમે જાણતા નથી. તેથી તમે પૈસા, કે ભોજન અથવા કોઈ અન્ય રીતે આપો છો. તમે આપવા માટે આ સાધનોનો ઉપયોગ કરો છો. તમે પ્રક્રિયાનો ઉપયોગ સ્વયંને આપવા માટે કરો છો. તમે ગમે તે આપો પરંતુ હકીકતમા તમે સ્વયંને જ આપી શકો છો. જો તમે તેના વિશે જાગૃત ન હો તો આપવું એક સમસ્યા બની જાય છે.

જો સ્વયંને આપવા માટે તમે ઈચ્છુક ન બનો તો આપવાની પ્રક્રિયા અત્યંત કષ્ટદાયક બની જાય છે. જ્યારે તમારી સમજમાં આપવું એટલે માત્ર ચીજો આપવું એવું હશે તો સ્વાભાવિક રીતે તમારી અંદર ડર ઉત્પન્ન થશે. “જો હું બધુ આપી દઈશ તો મારું શું થશે ?” પ્રેમ અને પ્રસન્નતા આપવામાં પણ લોકો કંજૂસ બની ગયા છે કારણ કે આપવાની વાત આવે ત્યારે તેમના મતે માત્ર વસ્તુઓ આપવી એવું હોય છે. આ અર્થવ્યવસ્થાના લીધે આપણે ધીમે ધીમે ઓછા પ્રેમાળ, ઓછા પ્રસન્ન અને અશાંત બની ગયા છીએ.

તમે જે કંઈ કરો છે તેના દ્વારા જ આપી શકો છો. પંરતુ જ્યારે કોઈ ક્રિયા ન હોય ત્યારે લોકોને ખબર નથી પડતી કે પોતાને કેવી રીતે અર્પણ કરવા. તેમને કોઈ ગતિવિધિ જોઈએ જેથી તેઓ કોઈ ચીજ પ્રત્યે સ્વયંને આપી શકે.  તેથી સ્વયંસેવા તે દિશામાં એક પ્રચંડ સંભાવના છે જેમાં તમે સ્વયંને આપી શકો છો અને કામ દ્વારા સાચા અર્થમાં સ્વયંને અર્પિત કરી શકો છો.

તેથી સ્વયંસેવા એક રસ્તો છે જેના માધ્યમથી આપણે જીવનને અર્પણ કરવાની પ્રક્રિયા કેમ બનાવવી તે શીખી શકીએ છીએ. સ્વયંસેવકનો અર્થ એ કે જે ઈચ્છુક છે. માત્ર આ કરવું કે તે કરવું એવું નહીં. તે બસ ઈચ્છુક છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ ઈચ્છુક નહિ બને ત્યાં સુધી કોઈ આધ્યાત્મિક પ્રક્રિયા ઘટિત નહિ થાય.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

(ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.)

રાશિ ભવિષ્ય 26/02/2024 થી 03/03/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન તમારા મગજ માં વધુ વિચારો માનસિક થાકની લાગણી અને કામ ટાળવાની વૃતિ જગાવે તેના કારણે ક્યાંક ખોટી વાર્તાલાપ કે વાદ વિવાદ ની સંભાવના બની શકે.નાની નાની વાત માં ગુસ્સો ના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરી માં તકેદારી રાખવી જરૂરી છે. બજાર માં કામકાજ કરતી વખતે કામ માં ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લાવ્યા ની લાગણી નો અનુભવ થયા કરે. કોઈને વણમાંગી સલાહ સુચન ના આપવી. ખટપટ કે મજાક કરવાવાળા લોકો થી દુર રહેવામાજ શાણપણ છે.


લાગણીશીલ બની જવાય તેવું સપ્તાહ છે. તમારા સ્વભાવ માં કોઈના કામ માં સહભાગી થવાના ગુણ જાગે વળી ક્યાંક અંગત સંબંધ જેવાકે મિત્રતામાં,સગા સ્નેહીમી તમે મજાક કરવાની વૃતિ વાળા બનો. જૂની ઓળખાણ કે જૂની યાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિક પ્રસંગમાં તમારી હાજરી પ્રભાવી બની શકે છે.બજાર ના કામકાજ માં ઉત્સાહ ને સફળતા જોવા મળે તેવી સંભાવના વધુ રહેલી છે. જુના મતભેદ ભૂલવાની તક મળી શકેછે. નવી નોકરી કે ફેરબદલી કરવામાટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવી વસ્તુ શીખવી હોય તો આ સમય નો સદઉપયોગ કરવો સારો છે.


સપ્તાહ દરમિયાન ક્યારેય વાણી વિલાસના થાય તેનું દયાન રાખવું ઇચ્છનીય છે. ધરમાં કે કુટુંબ માં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજ માં ગેરસમજ થવાની સંભાવના રહેલી છે. કોઈ જગ્યા એ આકસ્મિક ખર્ચ થાય તેવું પણ બની શકે છે. આરોગ્ય બાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. બજાર ના કામકાજ માં ધીરજ અને અનુભવ થી કામકાજ કરવું અન્ય ની વાત માં દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરી કે વ્યવસાય માં સમય નો દુરુપયોગ અને કારણ વગર ની કામકાજ માં સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવું જરૂર પુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.


મિલન મુલાકાત કે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામ ની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીન ઓળખાણ થઇ શકે છે તેમાં લાભ ની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબ કે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમાં તમારી હાજરીનું વર્ચસ્વ પણ દેખાય.બજારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાની વૃતિ જાગે. યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારી કે વાત સાભાળવા મળે તેમજ મિત્રવર્તુળમાંથી સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


સપ્તાહ દરમિયાન થોડો માનસિક ઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક ને ક્યાંક અશાંતિ રહ્યા કરે. વિચારોની માયાજાળમા ફસાયેલા રહો. કોઇની વાતને કારણે કોઈના પર ગુસ્સો ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બજારના કામકાજમા ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે તેવી સંભાવના રહેલી છે. તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનશીક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમા ધ્યાન અને મનપરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો.


મનની ઈચ્છા પૂરી થતી હોય તેવા એંધાણ દેખાવાની સંભાવના વધુ રહેલી છે. કોઈ તમારી પસંદગીની વાત જાણે અજાણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ કરી જાય તેવા સંજોગો સંભવિત વધુ બને. ધાર્મિક ભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિક કે ધાર્મિકકાર્યમાં કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય, બજારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે. ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમારું મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગ કે યુવાવર્ગ જે કોઈ નોકરી કે વ્યવસાયમાં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારી વાત જાણવા મળે.


વિદેશ જવા ઈચ્છા ધરાવતી વ્યક્તિ માટે કોઈ લાભ ના કે સારી જાણકારી પ્રાપ્ત થાય તેવા સંજોગ ઉભા થઇ શકે છે. લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાની સંભાવના રહેલી છે, જૂની વાત ક્યાય અટકેલી હોય તેમાં પણ પ્રયત્ન કરવામાં આવે તો નસીબ જોગ સંજોગ પણ સાથ આપી શકે છે. બજારના કામકાજમાં ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમાં તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે. તમારામાં સહકાર આપવાની ની ભાવના વધુ જાગે તેવું પણ બની શકે છે.


જાહેર જીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે પરંતુ તેમાં તમારાથી કોઈની લાગણી ના દુભાય કે કોઈના ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જુના ક્યાય ઘરમાં કે નજીકના સગાસ્નેહીમાં કોઈ અણબનાવ કે મનદુઃખ થયું હોય તો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમાં પણ સફળતા દેખાઈ શકે છે. બજારના કામકાજમા તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામ માં સારી ઉપસી આવે.નવીન કાર્ય કરવા માં તમને અન્ય નો સાથ સહકાર કે માર્ગ દર્શન સારું મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ વધી શકે છે.


ધીરજ નો અભાવ અને અધીરા પણું વધુ જોવા મળી શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબત થી તકેદારી રાખવી. ખટપટ કરનાર વર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી ખોટીવાતમા દોરવાઈ ના જવાય. બજારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે. સલાહ, ઠપકો કે કઈપણ પ્રકારનું માર્ગદર્શન કોઈ ને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમાં તેને કોઈ ગેરસમજ ના થઇ જાય. વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટ શબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહ પૂર્વક વર્તવા થી ઘણી શાંતિ અને સરળતા રહી શકે છે.


યાત્રા કે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિક ભાવના, વધુ જાગે લોકકલ્યાણના વિચારો વધુ જાગે તેવું સંભવિત છે સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે. બજારના કામકાજમાં લાભની કોઈવાત સંભવિત બની શકે છે. લગ્ન માટેની વાતચીત ગોઠવવી અને તેમાં મિલનમુલાકાત કરવી તેમાં કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશ જવા ઈચ્છા રાખનાર વર્ગ આ સપ્તાહ દરમિયાન તેમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે.


કામકાજમાં વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો. કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવી સંભાવના રહેલી છે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસ થી કામમાં રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે. બજારમાં કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થવાની સંભાવના રહેલી છે માટે “ ઓછું બોલવું વધુ સંભાળવું “ ની નીતિ અપનાવી વધુ યોગ્ય છે. મુસાફરી, પ્રવાસ થોડો કંટાળાજનક અને સમયના વ્યય થાય તેવો રહી શકે.


સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે. મિત્રો, સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમે તમારી કોઈ ગમતી વાત સાંભળવા કે રજુ કરવાની તક મળી શકે છે. બજારના કામકાજમાં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમાં કામ કરવાથી લાભ સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસનું આયોજન સંભવિત બની શકે છે. પેટ,અપચા ની તકલીફ સંભવિત છે, વડીલવર્ગ ને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિક કે ધાર્મિક કામકાજ માં જોડવા ની વૃતિ વધુ જાગે, કોઈ પ્રવૃત્તિ માં અન્ય નો સાથ સહકાર મળી શકે છે.

રાશિ ભવિષ્ય 26/02/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે થોડી ધીરજ રાખવી સારી છે, મનમાં કોઈક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, બિઝનેસમાં જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વાર્તાલાપમાં ધીરજ અને શાંતિ રાખવી, સહકર્મચારી સાથે કામકાજમાં સહકારનો અભાવ જોવા મળી શકે છે.


આજે ઉત્સાહ સારો જોવા મળી શકે જેના કારણે તમે કામકાજ પ્રત્યે પ્રોત્સાહી બનો, કોઈ પ્રસંગમાં તમારી હાજરીની સારી નોંધ લેવાય અને તમારી ક્યાંક પ્રસંશા પણ થાય, લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે અને તમે તેની સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, કોઈકની પાછળ નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં સારી કામગીરી થવાથી ખુશી અનુભવો, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય કોઇ બાબત પર મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં જરૂરિયાત પુરતી વાર્તાલાપ તમારા માટે યોગ્ય કહી શકાય.


આજનો દિવસ માનસિકદ્વિધા વાળો છે , કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, બ્લડપ્રેશર જેવી તકલીફથી સાચવવું, વેપારમાં જોખમવાળા નિર્ણયથી દુર રહેવું, સહકર્મચારી સાથે કામની બાબતમાં અસંતોષ જોવા મળી શકે પરંતુ કામકાજ શાંતિથી પૂર્ણ થાય.


આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતાવાળો અને અજંપાવાળો છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત,ફાર્મા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણયના લેવાયતે બાબતની તકેદારી રાખવી.


આજનો દિવસ સારો છે, ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો. પ્રિયજન તમને કોઈ પસંદગીની વાત કરેને તમેં ખુશી અનુભવો તેવા સંજોગો પણ બને છે. લગ્નબાબતની વાર્તાલાપમાં તમારી પસંદગી વધુ જળવાય તેવું પણ બનવાથી તમે સારી ખુશી અનુભવો.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, તમારા ઉચ્ચઅધિકારી તમારી સાથે આજે થોડા નાખુશકે ઉગ્ર હોઈ શકે છે. વાતવાતમાં ગુસ્સો આવવો આજે સહજ વાત જેવું બની શકે છે. પરંતુ ગણતરીપૂર્વક અને અનુભવથી કામકાજ કરવાથી તમે પરિસ્થિતિને ઘણી હળવી બનાવી પણ શકો છો.


આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.


આજના દિવસે ધીરજ રાખવી, આજે કોઇપણ કામ પરાણે કરતા હોવ તેવી લગાણીનો અનુભવ થાય, કામકાજમાં ઉતાવળ કરવી નકામી છે. વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સારું, વેપારમાં જોખમી પરિબળોથી સાચવવું, મજાકમસ્તી કરનારવર્ગથી આજે દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ઉત્સાહ સારો રહે, તમને કોઈ પસંદગીની વાત સંભાળવા મળે અને તેની ખુશી તમને ઘણી રોમાંચિત કરીદે, લગ્નબાબતની વાતચિત તમારા માટે ક્યાંક ફળદાયી બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવા માટે આજે સમય ફાળવોતો સારું પરિણામ મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, આજે આરામ કરવાની વૃતિ વધુ જાગે, કામકાજને ત્વરિત પૂર્ણ કરવા માટે થોડા ઉતાવળિયા પણ બનતા જોવા મળો, ક્યાંક ગણતરી કરતા વધુ ખરીદી થવાથી નાણાખર્ચાયાની ખોટી લાગણી પણ ઉભી થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

પંચાંગ 26/02/2024

15 માં દિવ્ય કલા મેળાનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા આયોજિત 15 માં દિવ્ય કલા મેળાનો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. 15 માં દિવ્ય કલા મેળામાં રેકોર્ડ બ્રેક 2 કરોડના વિક્રમી વેચાણ થયું હતું. આ મેળામાં આયોજિત રોજગાર મેળામાં 14 દિવ્યાંગોને જોબ ઓફર લેટર આપવામાં આવ્યાં હતા. એટલું જ નહિ આ મેળામાં સૌથી વધુ ખરીદી કરનારને બેસ્ટ બાયરનો એવોર્ડ એનાયત થયો હતો.

આ ઉપરાંત દિવ્યાંગ કલાકારોને પોતાની કલા કૌશલ્ય માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ 15 માં દિવ્ય કલા મેળામાં 20 રાજ્યોમાંથી લગભગ 100 દિવ્યાંગ કારીગરો અને સાહસિકોએ ભાગ લીધો હતો.

ગુજરાતમાંથી PM મોદીએ 5 રાજ્યોને AIIMSની ભેટ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં રૂ. 48,100 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં એક જાહેર કાર્યક્રમમાં પહોંચતા લોકોને શુભેચ્છા પાઠવી હતી, જ્યાં તેઓ અનેક વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે. આ દરમિયાન તેમણે રોડ શો કર્યો હતો. PM નરેન્દ્ર મોદીએ રાજકોટ, ભટિંડા, રાયબરેલી, કલ્યાણી અને મંગલાગીરી માટે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમએ અહીં અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો.

ગુજરાતને એઈમ્સ આપવાની ગેરેન્ટી પૂરી થઈ

PM મોદીએ કહ્યું, “આજે દેશ કહે છે- મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થશે. દેશને મોદીની ગેરંટી પર અતૂટ વિશ્વાસ છે કારણ કે મેં રાજકોટમાં ગુજરાતની પ્રથમ એઈમ્સની ગેરંટી આપી હતી. ત્રણ વર્ષ પહેલા તેનો શિલાન્યાસ થયો હતો. અને આજે તેનું ઉદ્ઘાટન કર્યું. તમારા નોકર ગેરંટી પૂરી કરે છે.”

આઝાદીના 50 વર્ષ સુધી દેશમાં માત્ર એક AIIMS હતી

પીએમ મોદીએ કહ્યું, “વિકસિત ભારતમાં આરોગ્ય સુવિધાઓનું સ્તર કેવું હશે તેની ઝલક આજે આપણે રાજકોટમાં જોઈ રહ્યા છીએ. આઝાદીના 50 વર્ષ સુધી દેશમાં માત્ર એક જ એઈમ્સ હતી અને તે પણ દિલ્હીમાં. સાતમાં AIIMS હતી. આઝાદીના દાયકાઓમાં, ફક્ત 7 એઈમ્સને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તે પણ ક્યારેય પૂર્ણ થઈ ન હતી.”

10 દિવસમાં 7 નવી AIIMSનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન

રાજકોટમાં પીએમ મોદીએ કહ્યું કે, આજે છેલ્લા 10 દિવસમાં 7 નવી AIIMSનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેથી જ હું કહું છું કે જે 6-7 દાયકામાં નથી થયું, અમે દેશનો વિકાસ કરીશું. વધુ ઝડપી ગતિએ અને તેને લોકો સુધી પહોંચાડો.” આજે, 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 200 થી વધુ હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે.

મેં દ્વારકાધીશની પવિત્ર ભૂમિને સ્પર્શ કર્યો – પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું, “આજે મેં દ્વારકાધીશની પવિત્ર ભૂમિને સ્પર્શ કર્યો. પૂજાની સાથે સાથે મેં ત્યાં મોરનું પીંછું પણ અંકિત કર્યું. તેથી આજે મારા વિકાસ અને વારસાના સંકલ્પોને એક નવી તાકાત, નવી ઉર્જા મળી છે. આજે દૈવી શ્રદ્ધાનો વિકાસ થયો છે. મારા ભારતના લક્ષ્યમાં પણ જોડાઈ ગઈ છે.

PM મોદીના હસ્તે સુદર્શન સેતુ બ્રિજનું લોકાર્પણ

ઓખા અને બેટ દ્વારકાને જોડતા અંદાજિત રૂ. ૯૭૮.૯૩ કરોડના ખર્ચે નવનિર્મિત દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરતો અને સુદર્શન સેતુ રાજ્ય સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાની આગવી ઓળખ બનનાર સુદર્શન સેતુનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તક્તી અનાવરણ કરી ભાવિકો માટે ખુલ્લો મુક્યો હતો. ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિના સર્વાંગી વિકાસની ગતિમાં વધારો કરતાં સુદર્શન સેતુનું થ્રી ડી મોડલ નિહાળી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિસ્તૃત માહિતી મેળવી હતી. સુદર્શન સેતુના નિર્માણ થકી દેવભૂમિ દ્વારકા જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે.

પ્રવાસનના વિકાસ થકી બેટ-દ્વારકા તેમજ ઓખામાં નવી રોજગારીનું સર્જન થશે તેમજ ગરીબ તથા મધ્યમ વર્ગ માટે આર્થિક ઉન્નતિનો માર્ગ ખુલશે. સુદર્શન સેતુને કારણે ભાવિકોનો સમય બચવા સાથે સુવિધાઓમાં વધારો થશે.

બેટ દ્વારકા ખાતે સુદર્શન બ્રિજના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાંસદ સી.આર.પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખ રિધ્ધિબા જાડેજા, ધારાસભ્ય પબુભા માણેક, કેન્દ્ર સરકારના રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે વિભાગ સચિવ અનુરાગ જૈન, નેશનલ હાઇવેના સ્પેશ્યલ સેક્રેટરી પી.આર.પાટેલિયા તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર આલોક પાંડે સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુદર્શન સેતુની વિશેષતાઓ

•બ્રીજની લંબાઇ ૨૩૨૦ મીટર, જેમા ૯૦૦ મીટર કેબલ સ્ટેયડ ભાગ છે.

•બ્રિજના મુખ્ય ગાળામાં બંને પાયલોન પર ૨૦ x ૧૨ મીટરના ૪ – મોરપંખ આકારવામાં આવ્યા છે.

•ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ ૩૭૦ મીટર, બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ ૬૫૦ મીટર

•બ્રીજના મુખ્ય ગાળામાં ૧૩૦ મીટર ઊંચાઇ ધરાવતા બે પાયલોન છે.

•આ ચાર માર્ગીય બ્રીજની પહોળાઈ ૨૭.૨૦ મીટર છે, જેમાં બન્ને બાજુ ૨.૫૦ મીટરના ફૂટપાથ

•ફુટપાથની બાજુ પર કાર્વિંગ પથ્થર પર કોતરણી કામ કરી ભગવદગીતાના શ્લોક તેમજ ભગવાન શ્રીકૃષ્ણનું જીવન દર્શાવવામાં આવ્યું છે.

•ફૂટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલ થી ૧ મેગાવોટ વિજળીનું ઉત્પાદન થશે, જેનો ઉપયોગ બ્રીજ પરની લાઇટીંગમાં થશે.

•બ્રીજ પર કુલ ૧૨ લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.

•બ્રીજ પર રાત્રિ દરમ્યાન ડેકોરેટીવ લાયટીંગની વ્યવસ્થા કરાઇ છે.

• પાર્કિંગની સુવિધા.

PM મોદીએ દ્વારકામાં વિપક્ષ પર નિશાન સાધ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પછી જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે હું ઊંડા સમુદ્રની અંદર ગયો અને પ્રાચીન દ્વારકા જીના દર્શન કર્યા. પીએમ મોદીએ જનતાને સંબોધતા કહ્યું, હું ભગવાન શ્રી કૃષ્ણના જન્મસ્થળ દ્વારકાધામને શ્રધ્ધાંજલિ અર્પણ કરું છું. ભગવાન કૃષ્ણ દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના રૂપમાં નિવાસ કરે છે. અહીં જે કંઈ થાય છે તે દ્વારકાધીશની ઈચ્છા મુજબ જ થાય છે. સમુદ્રમાં ઊંડે સુધી જઈને પ્રાચીન દ્વારકા જોયું.તેમણે કહ્યું, પુરાતત્વવિદોએ સમુદ્રમાં આવેલી દ્વારકા વિશે ઘણું લખ્યું છે. એવું કહેવાય છે કે ભગવાન વિશ્વકર્માએ સ્વયં આ દ્વારકા નગરીનું નિર્માણ કર્યું હતું. આજે મારું હૃદય ખૂબ જ દુઃખી છે, હું લાગણીઓથી ડૂબી ગયો છું. દાયકાઓથી મેં જે સપનું જોયું હતું. આજે એ પવિત્ર ભૂમિને સ્પર્શ કરીને પૂર્ણ થયું હોત. તમે કલ્પના કરી શકો છો કે મારી અંદર કેટલો આનંદ હશે. હું આજે સમુદ્ર દ્વારકાના એ વિઝન સાથે ભારતનો વિકાસ કરવાના સંકલ્પને વધુ મજબૂત કરવા આવ્યો છું.

પીએમ મોદીએ કહ્યું કે, આજે મને પણ સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. 6 વર્ષ પહેલા મને આ બ્રિજનો શિલાન્યાસ કરવાની તક મળી હતી. આ બ્રિજ ઓખાને બેટ દ્વારકાથી જોડશે અને દ્વારકાધીશના દર્શનને સરળ બનાવશે. જેનું સપનું તમે જુઓ છો, જેનો શિલાન્યાસ થયો હતો, તે પૂર્ણ થયું છે. આ ભગવાનના રૂપમાં જનતાના સેવક મોદીની ગેરંટી છે.

કોંગ્રેસ પર નિશાન સાધ્યું

કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, અમે એવા દિવસો પણ જોયા છે જ્યારે સૌરાષ્ટ્રના લોકો પાણીના એક-એક ટીપા માટે સંઘર્ષ કરતા હતા. જ્યારે હું કહેતો હતો કે જે નદીઓનું પાણી આખું વર્ષ રહે છે, ત્યારે કોંગ્રેસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં લાવવામાં આવશે તો મારી મજાક ઉડાવતા હતા, પરંતુ આજે સૌની યોજનાએ સૌરાષ્ટ્રનું ભાગ્ય બદલી નાખ્યું છે.1300 કિલોમીટરથી વધુ લાંબી પાઇપલાઇન નાખવામાં આવી છે, જે એટલી પહોળી છે કે તેમાંથી એક કાર પસાર થઈ શકે, સેંકડો હવે ગામડાઓમાં પાણી પહોંચી ગયું છે. તેમણે કહ્યું કે, વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે પાછલી સરકારમાં ઘણા ગોટાળા થયા હતા. તમે મને 2014માં દિલ્હીની ગાદી પર બેસાડ્યો હતો, જેના પછી દેશ વિકાસના પંથે આગળ વધ્યો હતો. ત્યાં કોઈ પણ પ્રકારના ગોટાળા થયા નથી. અગાઉની સરકારમાં ઇચ્છાશક્તિ. હા, ચારેય દિશામાં બાંધકામનું કામ ચાલી રહ્યું છે.

જૂની સરકારોએ ભ્રષ્ટાચાર છુપાવવામાં શક્તિ વેડફી નાખી

કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે જે લોકોએ લાંબા સમય સુધી ભારત પર શાસન કર્યું તેમની પાસે ઈચ્છાશક્તિ નથી. સામાન્ય નાગરિકોને સુવિધાઓ આપવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો. પરિવારની સેવામાં તેણે પોતાની તમામ શક્તિ વેડફી નાખી.

ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવશે. જેમાં રૂ.758 કરોડના વિકાસ કામોની ભેટ આપશે. તેમાં 27 ફેબ્રુઆરીના રોજ અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ કરશે. જેમાં ગાંધીનગર મતવિસ્તારને વિકાસકાર્યોની હારમાળા મળશે.અમિત શાહ સેક્ટર-21ની સ્માર્ટ લાઇબ્રેરીનું લોકાર્પણ કરશે. તેમજ પેથાપુરમાં જાહેર સભા સંબોધશે. 4.13 કરોડના ખર્ચે બનેલા 4 સ્કૂલના નવા મકાન તેમજ 50 લાખના ખર્ચે તૈયાર થયેલું ચ-2 ખાતેનું ટ્રાફિક સર્કલ અને સેક્ટર-6માં 73 લાખના ખર્ચે ડોક્ટર હાઉસ પાસેનું પાર્કિંગ તથા પાવરગ્રીડ કોર્પોરેશન તરફથી મળેલું રોડ સ્વીપર મશીન અને 11 કરોડના ખર્ચે સેક્ટરોના એપ્રોચ રોડ ફોરલેન કરવાની કામગીરી તેમજ રક્ષાશક્તિ સર્કલથી કોબા સુધી 11.8 કરોડના ખર્ચે લેન્ડસ્કેપીંગ અને બ્યુટીફિકેશન થશે.

રક્ષાશક્તિ સર્કલથી કોબા સુધી 3 કરોડના ખર્ચે ફૂટપાથ અને ફેન્સીંગ તેમજ રાયસણ ખાતે પીડીપીયુ રોડ પર 9 કરોડના ખર્ચે બ્યુટીફિકેશન- લેન્ડ સ્કેપીંગ તથા રાયસણ સિગ્નેચર બ્રિજ પાસે 1.25 કરોડના ખર્ચે બનાવાયેલો બગીચો અને કુડાસણ અને વાવોલ વિસ્તારમાં 2.5 કરોડના ખર્ચે તૈયાર થયેલી લાયબ્રેરીનું ખાતમુહૂર્ત કરાશે. તથા 15 કરોડના ખર્ચે ચ- રોડ પર સેક્ટર-21-22 વચ્ચે અન્ડરપાસ તથા 1.15 કરોડના ખર્ચે કોટેશ્વર ખાતે ગાર્ડનનું લોકાર્પણ કરાશે.

CM યોગીએ પેપર લીક કરનારાઓને ફટકાર લગાવી

પોલીસ ભરતી પરીક્ષામાં કથિત પ્રશ્નપત્ર લીક થવાના મામલામાં સીએમ યોગીએ આવા તત્વોને ખુલ્લી ચેતવણી આપી છે જેઓ યુવાનોના ભવિષ્ય સાથે રમવાનું ટાળતા નથી. સીએમ યોગીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે રમત કરવું એ રાષ્ટ્રીય પાપ છે અને તેમાં સામેલ લોકોને એવો પાઠ ભણાવવામાં આવશે કે તેઓ ન તો ઘરના રહેશે કે ન તો ઘાટના. આવા તત્વો સામે કરાયેલી કાર્યવાહી ભવિષ્ય માટે ઉદાહરણ તરીકે યાદ રાખવામાં આવશે. રવિવારે, સીએમ યોગી આદિત્યનાથ વિવિધ વિભાગોમાં લગભગ 1800 પદો માટે પસંદ કરાયેલા ઉમેદવારોને નિમણૂક પત્રો નિષ્પક્ષ અને પારદર્શક રીતે આપ્યા બાદ લોક ભવનમાં કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.

CMએ કહ્યું- કાર્યવાહી એવી હશે કે ઉદાહરણ બની જાય

તેમણે કહ્યું કે, અમારો પ્રથમ દિવસથી જ સંકલ્પ છે કે જો ભરતી પ્રક્રિયા પ્રમાણિકતાથી આગળ ન વધી રહી હોય તો તે યુવાનો સાથે રમત રમીને તેમની પ્રતિભાને સ્થળાંતર કરવા મજબૂર કરે છે. યુવાનોને અન્યાય થતો હોય તો તે રાષ્ટ્રીય પાપ છે. પહેલા દિવસથી જ અમે નક્કી કર્યું છે કે જે કોઈ પણ યુવાનોના જીવન અને ભવિષ્ય સાથે રમત રમશે, અમે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીશું અને એવા તત્વો સાથે કડક અને કઠોર વ્યવહાર કરીશું. આપણા યુવાનોના ભવિષ્ય સાથે રમવાનો પ્રયાસ કરનારાઓ સામે સરકારે કાર્યવાહી કરી છે અને ફરી એકવાર કડક પગલાં લેવા જઈ રહી છે.

સીએમ યોગીએ કહ્યું કે આપણે બધા ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ, તેવી જ રીતે આવા તત્વો પણ ટેક્નોલોજીનો ઉપયોગ ખોટા કામો માટે કરે છે. ઘણી વખત મને લાગે છે કે જો તે લોકોએ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સારું કામ કર્યું હોત તો તેઓ પ્રગતિ કરી શક્યા હોત અને ખુશ હોત. પરંતુ હવે તેઓ ન તો ઘરે હશે અને ન ઘાટ પર અને સરકારની કાર્યવાહી એવી હશે કે તે અન્ય લોકો માટે ઉદાહરણ બની જશે.

નિષ્પક્ષ પસંદગી પ્રક્રિયા સરકારની ટોચની પ્રાથમિકતા છે

મુખ્યમંત્રીએ વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા યુવાનોને રાજ્યની સેવાઓમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે પીએમ મોદીનું વિઝન પણ ડબલ એન્જિન સરકારનું મિશન છે. દરેક યુવાનોને તેમના અધિકારો ન્યાયી અને પારદર્શક રીતે મળી શકે તે માટે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે. તેનું પરિણામ એ છે કે છેલ્લા 7 વર્ષમાં રાજ્યના સરકારી વિભાગોમાં 6 લાખથી વધુ યુવાનોને નોકરીઓ આપવામાં આવી છે. તમામ કમિશન અને બોર્ડ દ્વારા નિમણૂકની પ્રક્રિયા સતત ચાલુ રહે છે. એક તરફ, સરકારી વિભાગોમાં સંપૂર્ણ ચોકસાઈ અને પારદર્શિતા સાથે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, તો બીજી તરફ, નોકરી અને રોજગારની નવી સંભાવનાઓ માટે શરૂ કરાયેલા પ્રયાસોના સાર્થક પરિણામો આપણે જોઈ રહ્યા છીએ.