Home Blog Page 2060

મરાઠાઓને 10-ટકા અનામત માટે ત્રીજી વાર વિધાનસભામાં બિલ લવાશે

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓને 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે. વિધાનસભાના વિશેષ સત્રથી ઠીક પહેલાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાનીવાળી સરકારની કેબિનેટે આ નિર્ણયને મંજૂરી આપી છે. હવે આ બિલને વિધાનસભામાં રજૂ કરવામાં આવશે અને એના પર ચર્ચા થશે.

મરાઠા અનામતના કાર્યકર્તા મનોજ જરાંગ પાટિલની આગેવાનીમાં રાજ્યના મરાઠા સમાજના લોકો કેટલીય વાર આંદોલન કરી ચૂક્યા છે. હાલના દિવસોમાં મનોજ જરાંગ જાલનામાં 10 ફેબ્રુઆરીએ ભૂખ હડતાળ પર બેઠા છે. તેઓ સરકારની વાત માનીને કેટલીય વાર ઉપવાસ સમાપ્ત કરી ચૂક્યા છે. જોકે આ વખતે તેમણે કહ્યું છે કે આ વખતે તેઓ ધરાર પોતાની વાત મનાવ્યા વગર પાછળ નહીં હટે.મહારાષ્ટ્ર સરકાર આ નિર્ણય પછી ફરી એક વાર 50 ટકા અનામતની મર્યાદાનું ઉલ્લંઘન થશે. આ પહેલાં વર્ષ 2018માં દેવેન્દ્ર ફડનવીસની સરકાર સામાજિક અને આર્થિક પછાતો માટે અનામતનો કાયદો લાવી હતી. મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવા માટે એક દાયકામાં ત્રીજી વાર બિલ લાવવામાં આવી રહ્યું છે.

મનોજ જરાંગેની ભૂખ હડતાળને પગલે મહારાષ્ટ્ર સરકાર દબાણમાં છે અને એને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવું પડયું છે. હાલમાં મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમાજના એક હિસ્સાને કુનબી સર્ટિફિકેટ આપવાનું એલાન કર્યું હતું. જોકે મનોજ જરાંગે માગ કરી હતી કે એ સર્ટિફિકેટ કોઈ ખાસ વર્ગને બદલે મરાઠા સમાજને આપવામાં આવે. જોકે આ મરાઠા અનામતને લઈને NCP નેતા છગન ભુજબળ ભારે વિરોધ પણ કરી રહ્યા છે.

 

 

 

 

ટીવી એક્ટર ઋતુરાજ સિંહનું 59 વયે નિધન

નવી દિલ્હીઃ ટીવીથી બોલીવૂડ સુધી પોતાના અભિનયથી લોકોનું દિલ જીતનાર એક્ટર ઋતુરાજ સિંહનું નિધન થયું છે. તેમનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. તેઓ 59 વર્ષના હતા. તેઓ તાજેતરમાં ‘અનુપમા’માં અનુજના બાયોલોજિકલ પિતા અને કેફેના માલિકની ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા. તેમના નિધનના સમાચાર તેમના ચાહકો અને અનુયાયીઓ માટે આઘાત સમાન છે. ઋતુરાજ સ્વાદુપિંડની કોઈ બિમારીથી પીડિત હતા અને હોસ્પિટલમાં દાખલ હતા.

એક્ટરે ‘અપની બાત’, ‘જ્યોતિ’, ‘હિટલર દીદી’, ‘શપથ’, ‘વોરિયર હાઇ’, ‘આહટ’, ‘અદાલત’ અને ‘દિયા ઔર બાતી’ જેવા શોઝમાં નજરે ચઢ્યા હતા. તેમના નિધનથી મનોરંજન જગતમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. તે રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાના શો ‘અનુપમા’માં જોવા મળ્યો હતો. તે ‘આશિકી’, ‘મેરી આવાઝ હી પહેચાન હૈ’, ‘તડપ’, ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ અને ‘સત્યમેવ જયતે’ જેવી અન્ય ફિલ્મોનો પણ ભાગ હતા.

ઋતુરાજ સિંહે માત્રા TVમાં જ નહીં બલકે ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. તેઓ દરેક ભૂમિકા સહજતાથી ભજવતા હતા. તેઓ ફેન્સના હ્દયમાં હંમેશાં જીવતા રહેશે.

નેટિઝન્સ અને તેમના નજીકના મિત્રોએ ઋતુરાજ સિંહ આકસ્મિક નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. ઋતુરાજના નજીકના મિત્ર અમિત બહેલે આ સમાચારની પુષ્ટિ કરી છે અને તેમના નિધન પર શોક પણ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું હતું કે ઋતુરાજને સ્વાદુપિંડની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ઘરે પરત ફર્યા ત્યારે તેમને હૃદય સંબંધી કેટલીક તકલીફો હતી.

 

 

 

 

 

કોરાનાના 123 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 123 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,28,163 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધી 5,33,473 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,93,920 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 122 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 875 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,97,315 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 3415 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

 

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

પોટેટો વેજીટેબલ્સ્ ટિક્કી

મિક્સ વેજીટેબલ્સથી બનતી આ ટિક્કી હેલ્ધી છે, ઈન્સટન્ટ બની જાય છે! વળી, સ્વાદિષ્ટ પણ લાગે છે!

સામગ્રીઃ

  • બાફેલાં બટેટા
  • બાફેલાં વટાણા ½ કપ
  • ગાજર
  • સિમલા મરચું
  • સોયા સોસ 1 ટી.સ્પૂન
  • લીલા કાંદાના પાન 3-4
  • કાળાં મરી પાઉડર 1 ટે.સ્પૂન
  • કોર્નફ્લોર 2-3 ટે.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
  • આદુ-મરચાં ઝીણાં સમારેલાં 1 ટે.સ્પૂન

રીતઃ

રીતઃ ઝીણાં ચોરસ સમારેલાં ગાજર, લીલા કાંદાના પાન તેમજ સિમલા મરચાંને 1 ચમચી તેલમાં કાચા-પાકા સાંતળી લો…સંભારો કરીએ તે રીતે. ત્યારબાદ તેમાં બાફેલાં બટેટા, વટાણા, સોયા સોસ, કોથમીર, કાળાં મરી પાઉડર, કોર્નફ્લોર 2-3 ટે.સ્પૂન, ઝીણાં સમારેલાં આદુ-મરચાં ઉમેરીને આ મિશ્રણનો થોડો ઢીલો એવો લોટ બાંધી લો. જો મિશ્રણ વધુ પડતું ઢીલું હોય તો તેમાં કોર્નફ્લોર ઉમેરવો.

આ લોટમાંથી ગોળો લઈ તેને ટિક્કીનો આકાર આપીને ફ્રાઈ પેનમાં તેલ ઉમેરીને ગેસની ધીમી આંચે આ ટિક્કી શેલો ફ્રાઈ કરી લો.

આ ગરમાગરમ ટિક્કી ટોમેટો કેચ-અપ અથવા લીલી ચટણી સાથે પીરસો.

૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 20/02/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી રહી શકે.


આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે,  વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિકબાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય, તમારી લાગણી અને વિચારો લોકો સારીરીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ સારો પ્રતિભાવ આજે અથવા ભવિષ્યમાં પણ મળે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટોનિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

થૂંકનો સાંધો કર્યે કેટલા દિવસ ટકાય

થૂંકનો સાંધો કર્યે કેટલા દિવસ ટકાય

 

થૂંકનો સાંધો કરવો એટલે કે થૂંક લગાવીને કોઈ વસ્તુને સાંધવી એવો અર્થ થાય. થૂંક લગાવ્યે કોઈ વસ્તુ સંધાય એ વાત અશક્ય છે. અને સંધાય તો પણ એ સાંધો બહુ ટકાઉ નથી હોતો.

ક્યારેક આવો પ્રયોગ આપણે ગુંદરપટ્ટીને થૂંકથી ભીની કરીને ચોટાડવામાં કરીએ છીએ. પણ એ સાંધો સ્વાભાવિક રીતે જ ટકાઉ નથી હોતો. આમ કોઈ બિનટકાઉ અથવા વેત વગરની કામગીરી માટે આ કહેવતનો પ્રયોગ થાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

ખેડૂતો પોતાની માંગ પર અડગ , 21મી એ દિલ્હી કૂચ…

પંજાબ અને હરિયાણાના ખેડૂતો પોતાની માંગ પર અડગ છે. દરમિયાન સોમવારે શંભુ બોર્ડર ખાતે ખેડૂત આગેવાનોની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. ખેડૂતોએ 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી લીધી છે. ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે સરકારના ઈરાદામાં ખામી છે. સરકાર અમારી માંગણીઓ પર ગંભીર નથી. અમે ઈચ્છીએ છીએ કે સરકાર એમએસપી માટે ફોર્મ્યુલા નક્કી કરે એટલે કે 23 પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ. સરકારની દરખાસ્તથી ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી. દલ્લેવાલે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવમાં કોઈ સ્પષ્ટતા નથી. સરકારે કરેલી દરખાસ્તનું વજન કરીએ તો તેમાં કશું જ દેખાતું નથી. અમારી સરકાર 1.75 લાખ કરોડ રૂપિયાનું પામ ઓઈલ બહારથી ખરીદે છે, પરંતુ જો આ રકમ ખેતી માટે તેલીબિયાં માટે ફાળવવામાં આવી હોત તો ખેડૂતોને ઘણો ફાયદો થયો હોત.

ખેડૂતો 21 ફેબ્રુઆરીએ દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે

ખેડૂત નેતા પધેર કહે છે કે અમે 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાના છીએ. હાલ સરકાર સાથે વધુ કોઈ બેઠક થશે નહીં. પરંતુ અમે હંમેશા વાતચીત માટે તૈયાર છીએ. દલ્લેવાલે કહ્યું કે અમે સરકારને અપીલ કરીએ છીએ કે અમારી માંગણીઓ સ્વીકારે અથવા અમને શાંતિથી દિલ્હીમાં બેસવા દે. અમે તમામ ખેડૂત ભાઈઓને હિંસા ન કરવા અપીલ કરીએ છીએ.

રવિવારે ચોથા રાઉન્ડની વાતચીત થઈ હતી

તમને જણાવી દઈએ કે રવિવારે ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે ચોથા રાઉન્ડની વાતચીત થઈ હતી. આ બેઠકમાં કૃષિ પ્રધાન અર્જુન મુંડા, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાય હાજર હતા. આ પહેલા કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે 8, 12 અને 15 ફેબ્રુઆરીએ પણ વાતચીત થઈ હતી. અત્યાર સુધીની બેઠકો અનિર્ણિત રહી છે. જોકે, રવિવારે મળેલી ચોથી બેઠકમાં સરકારે ખેડૂતોને નવો પ્રસ્તાવ અથવા તો ‘ફોર્મ્યુલા’ આપી છે. ખેડૂતોએ સરકારના આ પ્રસ્તાવને ફગાવી દીધો છે. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે સરકારે આપેલી દરખાસ્તને તોલવામાં આવે તો તેમાં કશું જ નથી. સરકારની આ દરખાસ્ત અંગે સોમવારે શંભુ બોર્ડર ખાતે ખેડૂત આગેવાનોએ બેઠક યોજી હતી.

શું છે ખેડૂતોની માંગ?

ખેડૂતોની સૌથી મોટી માંગ MSP પર કાનૂની ગેરંટી છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારે MSP પર કાયદો લાવવો જોઈએ. ખેડૂતો એમએસપી પર સ્વામીનાથન કમિશનની ભલામણોને લાગુ કરવાની પણ માંગ કરી રહ્યા છે.

ખેડૂત સંગઠનોનો દાવો છે કે સરકારે તેમને એમએસપીની ગેરંટી અંગે કાયદો લાવવાનું વચન આપ્યું હતું, પરંતુ આજ સુધી આવું થયું નથી.

સ્વામીનાથન પંચે ખેડૂતોને તેમના પાકની કિંમત દોઢ ગણી ચૂકવવાની ભલામણ કરી હતી. પંચના અહેવાલને 18 વર્ષ વીતી ગયા છે, પરંતુ એમએસપી અંગેની ભલામણો હજુ સુધી લાગુ કરવામાં આવી નથી. અને ખેડૂતોના વારંવારના આંદોલનનું આ પણ એક મોટું કારણ છે.

પંચાંગ 20/02/2024