Home Blog Page 2069

રાશિ ભવિષ્ય 16/02/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસતા વધુ રહે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમાં જવાના યોગ છે તેમાં જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે,મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવું બની શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા, જીવનસાથી સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસિક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ અનુભવના આધારેજ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે , જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમભર્યા કામન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવું બની શકે છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, કામમાં ઉત્સાહ સારો રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, આરોગ્યબાબતે થોડું સાચવવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું વધુ સારું.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવું બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે,  વેપારમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 16/02/2024

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના મોદી સરકાર પર પ્રહાર

કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન ઔરંગાબાદમાં એક જનસભાને સંબોધતા પાર્ટી અધ્યક્ષ ખડગેએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું, આ લોકો ન તો બંધારણમાં માનતા હોય છે અને ન તો લોકશાહીમાં, તેઓ માત્ર આમાં જ વિશ્વાસ રાખે છે, તેઓ દેશમાં સરમુખત્યારશાહી ઈચ્છે છે. સરમુખત્યારશાહી જોઈએ છે અને મોદીજી આજે તે તાનાશાહી કરી રહ્યા છે.તેમણે કહ્યું, ભાજપના લોકો આવું કહી રહ્યા છે, તેથી આપણે મજબૂત બનીને તેનો સામનો કરવાની જરૂર છે.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, જ્યાં સુધી આપણે મજબૂત નહીં બનીએ, હું ખાસ કરીને ગરીબોને કહેવા માંગુ છું, હું દલિતોને કહેવા માંગુ છું, હું પછાત લોકોને કહેવા માંગુ છું, હું લઘુમતીઓના લોકોને કહેવા માંગુ છું, ગરીબો ગમે તે હોય. હું તેમને કહેવા માંગુ છું… મને લાગે છે કે મોદી આ છેલ્લી ચૂંટણી કરાવશે, આ પછી કોઈ લોકશાહી નહીં હોય, આ પછી કોઈ બંધારણ નહીં હોય, આ પછી કોઈ લોકશાહી નહીં રહે. તમને જણાવી દઈએ કે આ પહેલા 29 જાન્યુઆરીએ મલ્લિકાર્જુન ખડગેએ ઓડિશાના ભુવનેશ્વરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે ‘જો નરેન્દ્ર મોદી બીજી ચૂંટણી જીતશે તો દેશમાં સરમુખત્યારશાહી આવશે.

કોંગ્રેસ અધ્યક્ષે ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પણ ભાજપ પર તેના ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો અને કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં લગભગ 500 ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા છે. તેમણે કહ્યું, હવે તેઓ ડરાવીને પર કબજો કરી રહ્યા છે, આ 10 વર્ષમાં તેઓએ અમારા 500 ધારાસભ્યોને ખરીદ્યા છે. મને કહો, શું નહેરુજીના સમયમાં આવું બન્યું હતું? ઈન્દિરાજીના સમયમાં આવું બન્યું હતું? લાલ બહાદુર શાસ્ત્રીના સમયમાં થયું હતું? તે ક્યારે બન્યું? રાજીવ ગાંધીના સમયમાં શું થયું? જો એવું નથી થયું તો તેઓ (ભાજપ) શા માટે કરી રહ્યા છે?

રાહુલ દ્રવિડને લઈને જય શાહે કરી મોટી જાહેરાત

BCCI સચિવ જય શાહે પુષ્ટિ કરી છે કે રાહુલ દ્રવિડ આ વર્ષે જૂનમાં આગામી T20 વર્લ્ડ કપ સુધી ભારતના મુખ્ય કોચ તરીકે ચાલુ રહેશે. ગયા વર્ષે ODI વર્લ્ડ કપ ફાઇનલ બાદ દ્રવિડનો કરાર સમાપ્ત થયો હતો, પરંતુ તેને ડિસેમ્બર-જાન્યુઆરી દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે અન્ય સપોર્ટ સ્ટાફ સાથે એક્સ્ટેંશન આપવામાં આવ્યું હતું. શાહે આ જાહેરાત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમના નામકરણ સમારોહ દરમિયાન કરી હતી. જય શાહે કહ્યું કે, “2023ના ODI વર્લ્ડ કપ પછી રાહુલ ભાઈએ તરત જ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે રવાના થઈ જવું પડ્યું હતું. અમને મળવાની તક મળી ન હતી, જે આખરે આજે થઈ હતી. અમે ચર્ચા દરમિયાન નક્કી કર્યું છે કે રાહુલ ભાઈએ T20માં તે વિશ્વમાં ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે રહેશે.

ટૂંક સમયમાં બીજી બેઠક મળશે

જો કે, શાહે સંકેત આપ્યો હતો કે તેઓ મહત્વપૂર્ણ ઘટના પહેલા ચર્ચાના થોડા વધુ રાઉન્ડ યોજશે. જય શાહે કહ્યું કે, જ્યારે પણ સમય મળશે હું તેની સાથે વાત કરીશ, અત્યારે બેક ટુ બેક સિરીઝ ચાલી રહી છે. તે દક્ષિણ આફ્રિકા, પછી અફઘાનિસ્તાન અને હવે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં હતો. અમને વચ્ચે વાત કરવાનો એટલો મોકો ન મળ્યો.

આલિયા ભટ્ટની વેબ સિરીઝ ‘પોચર’નું દમદાર ટ્રેલર રિલીઝ

આલિયા ભટ્ટની વેબ સિરીઝ પોચરનું દમદાર ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. એમી પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા રિચી મહેતાએ બનાવી છે. અભિનેત્રી આલિયા ભટ્ટ સિરીઝની એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે. પોચરનું નિર્માણ ઓસ્કાર વિજેતા પ્રોડક્શન અને ફાઇનાન્સ કંપની ક્યૂસી એન્ટરટેનમેન્ટે કર્યુ છે. જેને જોર્ડન પીલની ગેટ આઉટ અને સ્પાઇક લી ની બ્લેકક્લાંસમેન જેવી હિટ ફિલ્મો આપી છે.

આ કાર્યક્રમમાં કન્ટ્રી ડાયરેક્ટર પ્રાઇમ વીડિયો સુશાંત શ્રીરામ, ડિરેક્ટર કન્ટેન્ટ લાઇસન્સિંગ મનીષ મેન્ઘાણી, પ્રાઇમ વીડિયો, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર આલિયા ભટ્ટ, ડિરેક્ટર રિચી મહેતા અને કલાકારો નિમિષા સજ્જન, રોશન મેથ્યુસ અને દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય હાજર રહ્યાં હતા.

 

 

 

 

 

તસવીરોઃ દીપક ધૂરી (મુંબઈ)

Nutshell in 99

એક્સિસ બેન્ક પર રૂ. 5100 કરોડના કૌભાંડનો સ્વામીનો આરોપ

નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની બેન્ક એક્સિસ બેન્ક પર રૂ. 5100 કરોડના કૌભાંડનો આરોપ લાગ્યો છે. આ સમાચાર પછી બેન્કના શેરોમાં બે ટકાનો કડાકો બોલી ગયો હતો. આ શેર 52 સપ્તાહના રૂ. 1151ની ઊંચાઈથી પટકાઇને 52 સપ્તાહની નીચલી સપાટીએ રૂ. 814.25એ પહોંચ્યો હતો.

એક્સિસ બેન્ક પર ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રૂ. 5100 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ તેમણે દિલ્હી હાઇકોર્ટમાં જવાનું વલણ અપનાવ્યું છે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે એક્સિસ બેન્કે મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સના શેરોમાં ટ્રાન્ઝેક્શનના માધ્યમથી ખોટો લાભ કમાયો છે. તેમણે કોર્ટથી ટ્રાન્ઝેક્શનના નિષ્ણાતોની એક કમિટીથી તપાસની માગ કરી છે.  

તેમણે કહ્યું હતું કે મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ અને મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસિસે છેતરપિંડીથી મેક્સ લાઇઝ શેરધારકો-એક્સિસ સિક્યોરિટીઝ લિ અને એક્સિસ કેપિટલ લિ.ને ખોટી રીતે લાભ કમાવાની મંજૂરી આપી હતી. આ કંપનીઓએ ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI)ના નિર્દેશોનું ઉલ્લંઘન કરતાં બિનપારદર્શી રીતે ઇક્વિટી શેરોની લે-વેચ કરી હતી.

તેમણે કહ્યું હતું કે એક્સિસ બેન્ક ગ્રુપની કંપનીઓએ મેક્સલાઇફ ઇન્શ્યોરન્સમાં 12.02 ટકા હિસ્સો રૂ. 31.51થી રૂ. 32.12 શેરદીઠના હિસાબે કુલ રૂ. 736 કરોડમાં ખરીદી હતી, જે બજાર કિંમતથી ઓછી છે. IRDAIએ પણ ખોટાં નિવેદનોને લીધે મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ પર રૂ. ત્રણ કરોડનો દંડ ફટકાર્યો હતો, જે છેતરપિંડીની તુલનામાં ઘણો ઓછો હતો.

 

 

 

 

 

 

 

 

 

 

 

TMC સાંસદ મિમી ચક્રવર્તીએ સંસદના પદ પરથી રાજીનામું આપ્યું

બંગાળી ફિલ્મ અભિનેત્રી અને જાદવપુરથી ટીએમસી સાંસદ મીમી ચક્રવર્તીએ તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનર્જીને પત્ર લખીને ગંભીર આરોપ લગાવ્યા છે. મિમી ચક્રવર્તીએ કહ્યું કે તેનું વારંવાર અપમાન કરવામાં આવ્યું છે. તે આ વખતે લોકસભાની ચૂંટણી નહીં લડે. ગુરુવારે મિમી ચક્રવર્તી એસેમ્બલી પહોંચી અને એસેમ્બલીમાં સ્પીકર બિમન બેનર્જીની ચેમ્બરમાં મમતા બેનર્જી સાથે મુલાકાત કરી. મિમી ચક્રવર્તીએ ફરી પુનરોચ્ચાર કર્યો કે તે લોકસભાની ચૂંટણી લડવા માંગતી નથી. તેમણે પોતાનું રાજીનામું મમતા બેનર્જીને આપી દીધું છે, પરંતુ મમતા બેનર્જીએ તેનો સ્વીકાર કર્યો નથી. જ્યારે મમતા બેનર્જી રાજીનામું સ્વીકારશે, ત્યારે તેઓ પોતાનું રાજીનામું લોકસભા અધ્યક્ષને સોંપશે.

રાજકારણમાં આવવા માંગતી નથી

તેણે કહ્યું કે તે રાજકારણમાં આવવા માંગતી નથી. પરંતુ તે સામાન્ય લોકોની વચ્ચે રહેશે. તેણી સમજી ગઈ છે કે રાજકારણ તેના માટે નથી. તે ક્યારેય રાજનીતિ કરવા માંગતી નહોતી. તમને જણાવી દઈએ કે મિમી ચક્રવર્તી પાંચ વર્ષથી સાંસદ છે. તૃણમૂલ કોંગ્રેસે તેમને જાદવપુર જેવા મહત્વના કેન્દ્રમાંથી ટિકિટ આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મિમી ચક્રવર્તીએ 13 ફેબ્રુઆરીએ મમતા બેનર્જીને એક પત્ર મોકલ્યો હતો. તે પત્રમાં મિમી ચક્રવર્તીએ મમતાને સાંસદ પદ પરથી રાજીનામું આપવાની ઓફર કરી હતી.

ટેસ્ટ મેચઃ રોહિત શર્મા, પછી જાડેજાએ ચોથી સદી ફટકારી

રાજકોટઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં રમાઈ રહી છે. આ મેચમાં રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ જ્યારે બેટિંગ કરવા ઊતરી ત્યારે તેણે નવ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્મા પછી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ સદી ફટકારતાં ભારત મજબૂત સ્થિતિમાં છે. જાડેજાએ તેની કેરિયરની ચોથી સદી ફટકારી હતી.

રોહિત શર્માએ 14 ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી 131 રન ફટકાર્યા હતા, જ્યારે રવીન્દ્ર જાડેજા 110 રન સાથે ક્રીઝ પર ઊભો છે. હાલ ભારતની 326 રને પાંચ વિકેટ પડી ગઈ છે. જાડેજાએ નવ ચોક્કા અને બે છક્કાની મદદથી સદી ફટકારી હતી. એ સાથે સરફરાઝ ખાને 62 રન કર્યા છે, જ્યારે કુલદીપ યાદવ એક રન સાથે દાવમાં છે.

ઇંગલેન્ડ વતી માર્ક વૂડે 69 રન આપીને ત્રણ વિકેટ લીધી છે, જ્યારે ટોમ હાર્ટલેને એક વિકેટ મળી છે. આ સાથે સરફરાઝ ખાન રનઆઉટ થયો હતો.

આ પહેલાં ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ માત્ર 10 બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. એ પછી ગિલ ખાતું પણ ખોલી નહોતો શક્યો અને પેવેલિયન ભેગો થયો હતો. રજત પાટીદાર પાંચ રન બનાવીને ટોમ હાર્ટલેના બોલમાં આઉટ થયો હતો. ત્યર બાદ રવીન્દ્ર જાડેજા અને શર્માએ ભારતીય બેટિંગ સંભાળી હતી.

ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમની આ પ્લેઈંગ ઈલેવન છેઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, આર અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.

 

 

 

આજથી શરૂ ‘એન્ટી-વેલેન્ટાઈન વીક’ સાથે ફાવ્યું તો ઠીક નહીં તો..

ફેબ્રુઆરી મહિનો એટલે પ્રેમ, પ્યાર મહોબત નો મહિનો. ખાસ કરીને યુવાનોમાં આ મહિનો ફેવરિટ હોય છે. 7મી ફેબ્રુઆરીથી 14મી ફેબ્રુઆરી સુધી અનેક પ્રકારના જુદા-જુદા દિવસોની ઉજવણી થાય છે. પણ વેલેન્ટાઈન ડે પુર્ણ થતા જ શરૂ થાય છે નફરતના દિવસો. એટલે કે ‘એન્ટી-વેલેન્ટાઈન વીક’. જી હા થોડા વર્ષોથી 15મી ફેબ્રુઆરીથી 21મી ફેબ્રુઆરી સુધી એન્ટી-વેલેન્ટાઈન વીક ઉજવવાનો નવો રિવાજ શરૂ થયો હોય એમ લાગે છે. તો ચાલો જાણીએ આ એન્ટી-વેલેન્ટાઈન વીકમાં કયા દિવસો ઉજવવામાં આવે છે.

સ્લેપ ડેઃ 15મી ફેબ્રુઆરીએ એન્ટી-વેલેન્ટાઈન વીકમાં સ્લેપ ડે પ્રથમ આવે છે. એવું કહેવાય છે કે જો કોઈનું બ્રેકઅપ થાય છે, તો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડને ભૂલી જવા માટે, તેના દ્વારા આપવામાં આવેલા પ્રેમમાં પીડા, તણાવ અને વિશ્વાસઘાતને દૂર કરવા માટે ઉજવણી કરે છે. આ દિવસ તમારા જીવનમાંથી તે કડવા અનુભવોને દૂર કરવાનો સમય છે.

 કિક ડેઃ 16મી ફેબ્રુઆરી કિક ડે એ વેલેન્ટાઈન વિરોધી સપ્તાહનો બીજો દિવસ છે આમાં પણ, ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડની નકારાત્મક અને કડવી લાગણીઓને જીવનમાંથી લાત મારીને ઉજવવામાં આવે છે.

પરફ્યુમ ડેઃ 17 ફેબ્રુઆરીએ આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમમાં બ્રેકઅપ થયું હોય એવા લોકો પોતાનું મનપસંદ પરફ્યુમ લગાવીને ફરવા જાય છે. એમ કહી શકાય છે. પરફ્યુમની તાજગી સાથે નવી શરૂઆત કરવાનો આ દિવસ છે.

 ફ્લર્ટ ડેઃ 18 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. ફ્લર્ટ ડે પર તમે નવા મિત્ર સાથે કનેક્ટ થઈ શકો છો. તેને જાણી અને સમજી શકે છે. તમે તેની તરફ મિત્રતાનો હાથ લંબાવી શકો છો. આ દિવસનો અર્થ એ નથી કે તમે કોઈની સાથે ફ્લર્ટ કરવાનું શરૂ કરો.

કન્ફેશન ડેઃ 19 ફેબ્રુઆરી એટલે કન્ફેશન ડે. આ દિવસે, તમે તમારા જીવનસાથી અથવા કોઈપણ નજીકના મિત્રને તમારી અંદરની લાગણીઓ કહી શકો છો. જો તમે કોઈ ભૂલ કરી હોય, તો આ દિવસ એની કબૂલાત કરી માફી પણ માંગી શકાય. પોતાના જીવનસાથી, મિત્રો, પરિવારના સભ્યોને ભવિષ્યમાં કોઈ ભૂલ ન કરવાનું વચન પણ આપી શકો છો.

મિસિંગ ડેઃ 20 ફેબ્રુઆરીએ ઉજવાય છે મિસિંગ ડે. જો તમે કોઈને મિસ કરી રહ્યાં હોવ તો તેને વ્યક્ત કરવાનો આ દિવસ છે. જો તમારી પત્ની, બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ દૂર છે અને તમે તેને  મિસ કરી રહ્યાં છો, તો આ દિવસ તમને તમારી લાગણીઓ વ્યક્ત કરવાની તક આપે છે.

બ્રેકઅપ ડેઃ 21મી ફેબ્રુઆરી એટલે એન્ટિ-વેલેન્ટાઇન ડેનો છેલ્લો દિવસ. જે સંબંધમાં તમને ખુશી ન મળતી હોય, જેની સાથે તમે રહેવા ન ઈચ્છતા હોવ એ લોકો સાથે આ દિવસે તમે બ્રેકઅપ કરી શકો છો.

પ્રેમ કે નફરત માટે આ મહિનામાં પુરા 15 દિવસની ઉજવણી કરવામાં આવે છે. હકીકતમાં આ એક પ્રકારની લાગણી વ્યક્ત કરવાના દિવસો છે. બાકી તો પ્રેમ કે નફરત વ્યક્ત કરવા માટે લોકો ખાસ દિવસની રાહ થોડી જોવે.