Home Blog Page 2070

આજથી શરૂ ‘એન્ટી-વેલેન્ટાઈન વીક’ સાથે ફાવ્યું તો ઠીક નહીં તો..

ફેબ્રુઆરી મહિનો એટલે પ્રેમ, પ્યાર મહોબત નો મહિનો. ખાસ કરીને યુવાનોમાં આ મહિનો ફેવરિટ હોય છે. 7મી ફેબ્રુઆરીથી 14મી ફેબ્રુઆરી સુધી અનેક પ્રકારના જુદા-જુદા દિવસોની ઉજવણી થાય છે. પણ વેલેન્ટાઈન ડે પુર્ણ થતા જ શરૂ થાય છે નફરતના દિવસો. એટલે કે ‘એન્ટી-વેલેન્ટાઈન વીક’. જી હા થોડા વર્ષોથી 15મી ફેબ્રુઆરીથી 21મી ફેબ્રુઆરી સુધી એન્ટી-વેલેન્ટાઈન વીક ઉજવવાનો નવો રિવાજ શરૂ થયો હોય એમ લાગે છે. તો ચાલો જાણીએ આ એન્ટી-વેલેન્ટાઈન વીકમાં કયા દિવસો ઉજવવામાં આવે છે.

સ્લેપ ડેઃ 15મી ફેબ્રુઆરીએ એન્ટી-વેલેન્ટાઈન વીકમાં સ્લેપ ડે પ્રથમ આવે છે. એવું કહેવાય છે કે જો કોઈનું બ્રેકઅપ થાય છે, તો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડને ભૂલી જવા માટે, તેના દ્વારા આપવામાં આવેલા પ્રેમમાં પીડા, તણાવ અને વિશ્વાસઘાતને દૂર કરવા માટે ઉજવણી કરે છે. આ દિવસ તમારા જીવનમાંથી તે કડવા અનુભવોને દૂર કરવાનો સમય છે.

 કિક ડેઃ 16મી ફેબ્રુઆરી કિક ડે એ વેલેન્ટાઈન વિરોધી સપ્તાહનો બીજો દિવસ છે આમાં પણ, ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડની નકારાત્મક અને કડવી લાગણીઓને જીવનમાંથી લાત મારીને ઉજવવામાં આવે છે.

પરફ્યુમ ડેઃ 17 ફેબ્રુઆરીએ આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમમાં બ્રેકઅપ થયું હોય એવા લોકો પોતાનું મનપસંદ પરફ્યુમ લગાવીને ફરવા જાય છે. એમ કહી શકાય છે. પરફ્યુમની તાજગી સાથે નવી શરૂઆત કરવાનો આ દિવસ છે.

 ફ્લર્ટ ડેઃ 18 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. ફ્લર્ટ ડે પર તમે નવા મિત્ર સાથે કનેક્ટ થઈ શકો છો. તેને જાણી અને સમજી શકે છે. તમે તેની તરફ મિત્રતાનો હાથ લંબાવી શકો છો. આ દિવસનો અર્થ એ નથી કે તમે કોઈની સાથે ફ્લર્ટ કરવાનું શરૂ કરો.

કન્ફેશન ડેઃ 19 ફેબ્રુઆરી એટલે કન્ફેશન ડે. આ દિવસે, તમે તમારા જીવનસાથી અથવા કોઈપણ નજીકના મિત્રને તમારી અંદરની લાગણીઓ કહી શકો છો. જો તમે કોઈ ભૂલ કરી હોય, તો આ દિવસ એની કબૂલાત કરી માફી પણ માંગી શકાય. પોતાના જીવનસાથી, મિત્રો, પરિવારના સભ્યોને ભવિષ્યમાં કોઈ ભૂલ ન કરવાનું વચન પણ આપી શકો છો.

મિસિંગ ડેઃ 20 ફેબ્રુઆરીએ ઉજવાય છે મિસિંગ ડે. જો તમે કોઈને મિસ કરી રહ્યાં હોવ તો તેને વ્યક્ત કરવાનો આ દિવસ છે. જો તમારી પત્ની, બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ દૂર છે અને તમે તેને  મિસ કરી રહ્યાં છો, તો આ દિવસ તમને તમારી લાગણીઓ વ્યક્ત કરવાની તક આપે છે.

બ્રેકઅપ ડેઃ 21મી ફેબ્રુઆરી એટલે એન્ટિ-વેલેન્ટાઇન ડેનો છેલ્લો દિવસ. જે સંબંધમાં તમને ખુશી ન મળતી હોય, જેની સાથે તમે રહેવા ન ઈચ્છતા હોવ એ લોકો સાથે આ દિવસે તમે બ્રેકઅપ કરી શકો છો.

પ્રેમ કે નફરત માટે આ મહિનામાં પુરા 15 દિવસની ઉજવણી કરવામાં આવે છે. હકીકતમાં આ એક પ્રકારની લાગણી વ્યક્ત કરવાના દિવસો છે. બાકી તો પ્રેમ કે નફરત વ્યક્ત કરવા માટે લોકો ખાસ દિવસની રાહ થોડી જોવે.

NCPના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસમાં નિર્ણય આવ્યો

મહારાષ્ટ્રમાં એનસીપીના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસમાં નિર્ણય આવ્યો છે. સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું કે અજીતના જૂથને 41 ધારાસભ્યોનું સમર્થન છે. અજિત પવારને શરદ પવાર કરતાં વધુ ધારાસભ્યોનું સમર્થન છે, તેથી અજિત પવારનું જૂથ વાસ્તવિક NCP છે.

પાંચ અરજીઓ દાખલ કરવામાં આવી હતી

અજિત પવાર જૂથ તરફથી અનિલ પાટીલ અને સમીર ભુજબલ સુનાવણીમાં હાજર રહ્યા હતા. જ્યારે શરદ પવાર જૂથના વકીલો જ પહોંચ્યા હતા. શરદ પવાર જૂથ વતી ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તે જ સમયે, અજિત પવાર જૂથ વતી બે અરજી દાખલ કરવામાં આવી હતી. કુલ પાંચ અરજીઓ હતી જેને જૂથ 1 અને જૂથ 2 એમ બે ભાગમાં વહેંચવામાં આવી હતી.

પક્ષમાં કોઈ વિભાજન નથી, માત્ર બે જૂથ છે – સ્પીકર

રાહુલ નાર્વેકરે કહ્યું કે NCPમાં કોઈ ભાગલા નથી. માત્ર એક જૂથ બનાવવામાં આવ્યું છે. પ્રાથમિક સ્તરે, તેમણે આ ત્રણ હકીકતો પર પોતાનો ચુકાદો આપ્યો: પક્ષનું માળખું, બંધારણ અને વિધાનસભ્ય તાકાત. તેમણે કહ્યું કે 30 જૂન, 2023ના રોજ એનસીપીમાં બે જૂથો બન્યા હતા. 29 જૂન સુધી, શરદ પવારના નેતૃત્વ પર કોઈ પ્રશ્ન નહોતો. રાષ્ટ્રવાદી બંધારણને લઈને કોઈ વિવાદ નથી.

બે સમાંતર નેતૃત્વ ઊભા થયા – સ્પીકર

સ્પીકરે કહ્યું, શિવસેનાને લઈને મેં જે નિર્ણય લીધો હતો તેના આધારે અહીં લેવાનું રહેશે. બંને જૂથ પાર્ટીમાં પ્રમુખ પદનો દાવો કરી રહ્યા છે. બંને જૂથો દાવો કરી રહ્યા છે કે અધ્યક્ષની ચૂંટણી થઈ નથી. પક્ષના બંધારણ મુજબ કરવામાં આવ્યું છે.. અહીં બે સમાંતર નેતૃત્વ ઉભરી આવ્યું છે. બંને જૂથો દ્વારા ગેરલાયકાતની અરજીઓ પણ દાખલ કરવામાં આવી છે. પક્ષના બંધારણ મુજબ, એનસીપી કાર્યકારી સમિતિ સર્વોચ્ચ સંસ્થા છે. તેના 16 કાયમી સભ્યો છે. પરંતુ પક્ષનું બંધારણ સ્થાયી સભ્યોને મંજૂરી આપતું નથી.આપણે કોનો પક્ષ છે તે નેતૃત્વ માળખું, પક્ષનું બંધારણ અને વિધાનસભ્ય તાકાત જોઈને નક્કી કરવાનું રહેશે.પાર્ટી બંધારણ અને નેતૃત્વ માળખામાં કોઈ સ્પષ્ટતા નથી.

ફારુક અબદુલ્લાએ ઇન્ડિયા ગઠબંધનને આપ્યો આંચકો

નવી દિલ્હીઃ વિરોધ પક્ષોના ઇન્ડિયા એલાયન્સને એક વધુ આંચકો આપતાં નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબદુલ્લાએ કહ્યું હતું કે જ્યાં સુધી સીટ વહેંચણીની ફોર્મ્યુલાની વાત છે તો –નેશનલ કોન્ફરન્સ એકલા હાથે ચૂંટણી લડશે ને એ વિશે કોઈ શક નથી. જોકે તેમણે ભવિષ્યમાં ભાજપના નેતૃવવાળા NDAમાં ફરીથી સામેલ થવાના સંકેત પણ આપ્યા હતા.

તેમણે કહ્યું હતું કે મારા મત મુજબ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી એકસાથે થશે. મારો પક્ષ ગઠબંધન વિના પોતાની યોગ્યતાને આધારે ચૂંટણી લડશે. જોકે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય મંત્રીએ NDAમાં પર ફરવાની શક્યતાથી ઇનકાર નહોતો કર્યો.  અનુભવી જમ્મુ-કાશ્મીર નેતાએ કહ્યું હતું કે ઇન્ડિયા એલાયન્સ સાથે સીટ વહેંચણીની વાતચીત નિષ્ફળ થઈ ગઈ છે.

ફારુક અબદુલ્લાના નિવેદન પર કોંગ્રેસના જયરામ રમેશે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે અલગ-અલગ પાર્ટીઓની જુદી-જુદી મજબૂરીઓ હોય છે. મને પૂરો વિશ્વાસ છે કે નેશનલ કોન્ફરન્સ, PDP ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો છે અને રહેશે. આ પહેલાં ઇન્ડિયા ગઠબંધનમાં સીટ વહેંચણીને લઈને અબદુલ્લા નારાજગી દર્શાવી ચૂક્યા છે. જો જલદી સમાધાન નહીં કરવામાં આવે તો કેટલીય પાર્ટીઓ આડીઅવળી થઈ જશે. હવે તેમણે એકલા હાથે ચૂંટણી લડવાની વાત કરી છે.જમ્મુ-કાશ્મીરમાં ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ, PDP, નેશનલ કોન્ફરન્સ અને લેફ્ટ પાર્ટીઓ સામેલ છે. જોકે આ પાર્ટીઓ સીટ વહેંચણી મુદ્દે એકમત નથી થઈ શકી. જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની પાંચ સીટો છે. એમાંથી ત્રણ સીટો પર નેશનલ કોન્ફરન્સનો કબજો છે, જ્યારે બે સીટો ભાજપની પાસે છે.

 

 

 

 

 

 

ખેડૂતોનો વિરોધ : પંજાબ-હરિયાણા બોર્ડર પર ઈન્ટરનેટ સેવા બંધ

ત્રણ કેન્દ્રીય મંત્રીઓ તેમની માંગણીઓને લઈને આજે ચંદીગઢમાં ખેડૂત નેતાઓ સાથે બેઠક કરશે. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે સાંજે 5 વાગ્યે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાય સાથે બેઠક થશે. પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર ગેરંટી સહિતની તેમની માંગણીઓ અંગે ખેડૂત નેતાઓ અને કેન્દ્ર વચ્ચે બેઠકનો આ ત્રીજો રાઉન્ડ હશે. આ પહેલા બંને પક્ષો વચ્ચે બે બેઠકો અનિર્ણિત રહી હતી.

સરકાર અમને મણિપુરની જેમ કચડી નાખવા માંગે છેઃ ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેર

મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાનો ઉલ્લેખ કરતા પંઢેરે આરોપ લગાવ્યો કે સરકાર ‘મણિપુરની જેમ અમને (ખેડૂતો) કચડી નાખવા માંગે છે.’ તેમણે કહ્યું કે ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે વડા પ્રધાને સમિતિમાં સમાવિષ્ટ ત્રણ કેન્દ્રીય પ્રધાનો સાથે વાત કરવી જોઈએ.  તેમણે કહ્યું, કાં તો અમારી માંગણીઓ સ્વીકારો અથવા અમને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપો.

પંજાબ-હરિયાણા બોર્ડર પર ઈન્ટરનેટ સેવા બંધ – કેન્દ્રનો આદેશ

ખેડૂતોના આંદોલનને જોતા કેન્દ્ર સરકારે પંજાબ-હરિયાણા બોર્ડર પર ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જારી કર્યો છે. પટિયાલા જિલ્લાના પીએસ શત્રાણા, સમાના, ઘનૌર, દેવીગઢ, બલભેરા અને સંગરુર જિલ્લાના પીએસ ખનૌરી, માનુક, લેહરા, સુનામ, છજલી અને ફતેહગઢ સાહિબમાં 16મી ફેબ્રુઆરીની રાત સુધી ઈન્ટરનેટ સેવા બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ગુજરાતમાં ભાજપના ચારેય ઉમેદવારોએ રાજ્યસભા માટે ફોર્મ ભર્યું

આગામી 27 ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ભાજપે ગુજરાતમાં ચાર ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાં જે.પી. નડ્ડા, સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારે આજે વિધાનસભામાં વિજય મૂહૂર્તમાં રાજ્યસભા નિર્વાચન અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સી.આર. પાટીલ હાજર રહ્યાં હતાં. તે ઉપરાંત પક્ષના અનેક કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો.

ચારેય ઉમેદવારોએ એક સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું

ગુજરાતમાંથી ઉમેદવારી ભરતાં પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ અમદાવાદ એરપોર્ટ પર સભામાં સંબોધન કર્યું હતું. આ પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે કાર્યકર્તાઓને સંબોધતાં કહ્યું હતું કે, કાર્યકર્તાઓને NDAને 400થી વધુ અને ભાજપાને 370થી વધુ બેઠકો જીતાડવાના સંકલ્પને સિદ્ધ કરવા પ્રોત્સાહિત કર્યા છે. જ્યારે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ વખતે પણ પાંચ લાખની લીડથી તમામ બેઠકો જીતવાની છે. આજે ભાજપના ચારેય ઉમેદવારોએ એક સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

ચૂંટણી બોન્ડ યોજનાથી ભાજપને સૌથી વધુ મળ્યું ફંડ

 નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આવનારી લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલા ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ મૂકી દીધો છે. કોર્ટે આ યોજનાને માહિતીના અધિકાર અને બોલવાની અભિવ્યક્તિની આઝાદીના અધિકારના ઉલ્લંઘન માન્યું છે. જોકે ભારતીય રાજકારણમાં મોટા ભાગના ફન્ડિંગના 56 ટકા માત્ર ચૂંટણી બોન્ડથી આવે છે. ગુપચુપ તરીકે પૈસા દાન કરવાની ક્ષમતાએ ચૂંટણી બોન્ડને બહુ લોકપ્રિય બનાવી દીધાં છે.

દેશમાં ચૂંટણી બોન્ડ યોજના શરૂ થયા પછી છ વર્ષોમાં બોન્ડના માધ્યમથી આવેલું ફંડનો અડધાથી વધુ એટલે કે 57 ટકા હિસ્સો ભાજપ પાસે ગયો છે. ચૂંટણી પંચે કરેલી ઘોષણા અનુસાર ભાજપ 2017-2022ની વચ્ચે બોન્ડના માધ્યમથી રૂ. 5271.97 કરોડ પ્રાપ્ત કર્યા છે, જ્યારે કોંગ્રેસે રૂ. 952.29 કરોડની સાથે બીજા સ્થાને રહી છે. જોકે ચૂંટણી પંચને નાણાકીય વર્ષ 2022-23 માટે પાર્ટીઓનો વાર્ષિક રિપોર્ટ જાહેર કરવાનો બાકી છે.સ્ટેટ બેન્કના આંકડા મુજબ વર્ષ 2017-18 અને 2021-22 દરમ્યાન રૂ. 9208.23 કરોડના ચૂંટણી બોન્ડ વેચવામાં આવ્યા હતા. રાજ્ય સ્તરે સમાજવાદી પાર્ટીને વર્ષ 2021-22માં ચૂંટણી બોન્ડ દ્વારા રૂ. 3.2 કરોડની કમાણી કરી હતી. જોકે વર્ષ 2022-23માં પાર્ટીને બોન્ડથી કોઈ યોગદાન નથી મળ્યું.આ સાથે TDPને વર્ષ 2022-23માં ચૂંટણી બોન્ડ દ્વારા રૂ. 34 કરોડની કમાણી કરી હતી, જે ગયા નાણાકીય વર્ષથી 10 ગણી વધુ હતી.

વર્ષ 2017માં રિઝર્વ બેન્કે મોદી સરકારને ચૂંટણી બોન્ડને લઈને ચેતવી હતી. બેન્કે આશંકા વ્યક્ત કરી હતી કે શેલ કંપનીઓ મની લોન્ડરિંગ માટે આ બોન્ડનો દુરુપયોગ કરી શકે છે.

 

 

 

રાજ્ય સરકાર સ્પેશિયલ એજ્યુકેટરની 3000 શિક્ષકોની ભરતી કરશે

ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર સ્પેશિયલ એજ્યુકેટરની 3000 શિક્ષકોની ભરતી કરશે. તેમાં ધોરણ 1 થી 5 માં 1861 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી સાથે ધોરણ 6 થી 8 માં 1139 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી કરવામાં આવશે. સમગ્ર શિક્ષા અને શિક્ષણ વિભાગમાંથી જાહેરાત કરાવામાં આવી છે કે જિલ્લાઓમાં ક્લસ્ટર કક્ષાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જુદી જુદી કેટેગરીમાં માટે સ્પે.એજ્યુકેટરની ભરતી કરાશે. જેમાં રાજ્યમાં દિવ્યાંગો માટે શિક્ષણ ખાતુ પણ વિકલાંગો માટે શાળામાં શિક્ષણ આપે છે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નોર્મલ બાળકો સાથે વિકલાંગોને ભણાવાની યોજના ચાલે છે.

 

શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે. જેમાં સરકાર દ્વારા આગામી સમય માટે 3000 જેટલી ભરતીની જગ્યા જાહેર કરવામાં આવી છે. આ અંગે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે સોશિયલ મીડિયામાં જાહેરાત કરવામાં આવી છે. આગામી 15 ફેબ્રુઆરીએ સત્તાવાર જાહેરાત કરાશે. રાજ્ય સરકાર સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી કરાશે. જેમાં દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે ભરતી કરવામાં આવી રહી છે. 19 થી 28 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઇન અરજી કરી શકાશે. ધોરણ 1 થી 5 માં 1861 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી થશે. ધોરણ 6 થી 8 માં 1139 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી કરાશે.

કુલ 1,56,417 જગ્યાઓ પર ઉમેદવારોને ભરતી કરવાનું આયોજન

તાજેતરમાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, વર્ષ 2014 થી 2023 દરમિયાન દસ વર્ષમાં સીધી ભરતીથી વિવિધ વિભાગોમાં કુલ 1,56,417 જગ્યાઓ પર ઉમેદવારોને ભરતી કરવાનું આયોજન હતું. જેની સામે ફેબ્રુઆરી 2023 સુધીમાં 1,67,255 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2024 થી 2033 સુધીના ભરતી કેલેન્ડર બનાવવાની પ્રકિયા હાલ ચાલુ છે જેમાં આગામી સમયમાં 1.30 લાખ થી વધુ જગ્યાઓ ભરવાની દરખાસ્ત GADને મળી છે.

2024માં કુલ 21,084 જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન

ચાલુ વર્ષ 2024માં કુલ 21,084 જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 7,459 જગ્યાઓ, પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12,000 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 1,625 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલી ભરતી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2022 અને 2023માં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની કુલ 35,038 જગ્યાઓ પર ઉમેદવારોને નિમણૂંક આપવામાં આવી છે. જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ની જગ્યાઓ માટે 3780 ઉમેદવારો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ધ્વારા વર્ગ-3ની જગ્યાઓ માટે 6,408 પોલીસ ભરતી બોર્ડ દ્વાર વર્ગ-3 ની જગ્યાઓ માટે 12,145 પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 12,705 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે.

ખેડૂત આંદોલનની વચ્ચે પહેલવાનોની ધરણાં કરવાની ધમકી

નવી દિલ્હીઃ દેશમાં ખેડૂતો વિવિધ માગોને લઈને આંદોલન કરી રહ્યા છે, ત્યારે પહેલવાનોએ ભાજપ સાંસદ બ્રિજશરણ સિંહની વિરુદ્ધ રસ્તા પર ધરણાં કરવાની ધમકી ઉચ્ચારી છે.  ભૂતપૂર્વ ભારતીય મહિલા પહેલવાન સાક્ષી મલિકે ફરી એક વાર દેખાવો કરવાની ચેતવણી ઉચ્ચારી છે. તેણે એક વિડિયો જારી કરીને સરકારને કહ્યું હતું કે તે બનતી ત્વરાએ ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના બધા સહયોગીઓને બરખાસ્ત કરે. જો એવું નહીં કરવામાં આવે તો ફરી એક વાર પ્રદર્શન કરવામાં આવશે. તેણે બ્રિજશરણ સિંહના પુત્ર કરણ ભૂષણ સિંહને ઉત્તર પ્રદેશ કુશ્તી એસોસિયેશનના અધ્યક્ષ બનાવવાનો પણ વિરોધ કર્યો છે.

સાક્ષી મલિકની સાથે-સાથે બજરંગ પૂનિયાએ પણ ઉત્તર પ્રદેશ કુશ્તી એસોસિયેશનના અધ્યક્ષ તરીકે કરણ ભૂષણ શરણ સિંહની નિયુક્તિ કરવા પર વાંધો ઉઠાવ્યો હતો. યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ(UWW)ના દ્વારા કુશ્તી મહાસંઘને સસ્પેન્શનને દૂર કરી દેવામાં આવ્યું હતું. આવામાં ફરી એક વાર સંજય સિંહ કુશ્તી મહાસંઘના અધ્યક્ષ તરીકે કાર્ય કરવા લાગ્યા છે. સંજય સિંહે ભાજપના સાંસદ અને ભૂતપૂર્વ ભારતીય કુશ્તી મહાસંઘ બ્રિજશરણ સિંહને નજીકના માનવામાં આવે છે.ઓલિમ્પિક મેડલવિજેતા સાક્ષી મલિકે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર વિડિયો શેર કરતાં કહ્યું હતું કે જો બ્રિજભૂષણ શરણ સિંહના સહયોગીઓ કુશ્તી મહાસંઘ ચલાવવાની મંજૂરી આપવામાં આવશે તે તેઓ ફરી આંદોલનના માર્ગે ઊતરશે. સંજય સિંહે UWWથી કંઈક સેટિંગ કર્યું છે અને સસ્પેન્શન દૂર કરાવી લીધું છે. મેં તો કુશ્તીમાંથી સંન્યાસ લઈ લીધો છે, પણ બ્રિજશરણ અને તેમના લોકોને ફેડરેશન ચલાવવા અને મહિલા પહેલવાનોને પરેશાન નહીં કરવા દઉં, એમ તેણે કહ્યું હતું.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર

ગુજરાતમાં સરકારી નોકરીને લઈને વધુ એક જાહેરાત કરવામાં આવી છે. સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામા આવી છે. જેમાં 266 જગ્યાઓ પર પેટા હિસાબનીશ-પેટા તિજોરી અધિકારીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

ગૌણ સેવા દ્વારા નવી ભરતી જાહેર

પ્રાપ્ત જાણકારી મુજબ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એડ નંબર 225 માં એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટની ભરતી જાહેર કરવામા આવી છે. જેમાં પેટા હિસાબનીશ અને સબ ઓડિટરની 116 જગ્યાઓ પર અને હિસાબનીશ, ઓડિટર અને પેટા તીજોરી અધિકારીની 150 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામા આવી છે. આ ભરતી માટે તારીખ 15 મી ફેબ્રુઆરી અટલે કે બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન અરજી થઈ શકશે. અને તારીખ 1 માર્ચ સુધી ઉમેદવારો અરજી કરી શકશે .

જેસલમેર નજીક વાયુશક્તિ 2024નું આયોજન

ભારતીય વાયુ સેના દ્વારા જેસલમેર નજીક વાયુશક્તિ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય વાયુ સેના એકદમ ઉચ્ચ કક્ષાનાં હથિયાર, સાધનોથી સજ્જ છે. આ સાથે દેશભક્તિથી ભરપૂર તાલીમબદ્ધ લડાયક સૈનિકો અને ઉચ્ચ કોટીનું નેતૃત્વ ભારતીય સેના પાસે છે.

વાયુશક્તિ 2024માં એરફોર્સ અને આર્મીએ સાથે યુદ્ધનો અભ્યાસ કર્યો હતો, જેમાં ભારતીય વાયુ સેના બીજાં દળોને સાથે રાખી દુશ્મનનો કેવી રીતે ખાતમો બોલાવે છે એનું નિદર્શન કર્યું હતું.

 

યુદ્ધ ક્ષેત્રમાં સેનાને હથિયારો પહોંચાડવા અને એ દરમિયાન કેવી રીતે ઓપરેશન પાર પાડવું એની દિલધડક દ્રશ્યોનું જીવંત નિદર્શન કર્યુ હતું.

ભારતીય વાયુ સેનાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા વાયુ શક્તિ 2024માં મિરાજ 2000, MI -17 V5, જગુઆર , SU-30 MKI, C-130 J, ચેતક, રફાલ, અપાચે,  C- 17, MIG-29, તેજસ, ચિનુક,  LCH સાથે વાયુ સેનાએ નિદર્શન કર્યુ હતું.

જેસલમેર પાસે થતા ભારતીય સેનાના આ સાહસિક શક્તિ પ્રદર્શનથી સૌ અચંબિત થઈ થઈ ગયા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ)