Home Blog Page 2085

પાકિસ્તાન ચૂંટણીઃ નવાઝ શરીફ 55,000 મતોથી વિજયી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પછી મતોની ગણતરી જારી છે. વડા પ્રધાન બનવાની તૈયારી કરી રહેલા નવાઝ શરીફ, તેમના ભાઈ શહબાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ ચૂંટણી જીતી ચૂક્યા છે. અત્યાર સુધી આવેલાં પરિણામો મુજબ 10 સીટો પર ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરિક-એ ઇન્સાફ (PTI)ના નિર્દલીય ઉમેદવાર જીતી ચૂક્યા છે. 

નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PMLN)ને આઠ સીટો પર જીત મળી છે, જ્યારે પાંચ સીટો પર બિલાવલ ભુટ્ટોની પાર્ટી (PPP)એ જીત હાંસલ કરી છે. આ પહેલાં પાકિસ્તાની મિડિયાએ દાવો કર્યો હતો કે 154 સીટો પર ઇમરાનની પાર્ટી આગળ ચાલી રહી છે, પણ હવે પરિણામોમાં બદલાઈ રહ્યાં છે. આ પહેલાં પાકિસ્તાની મિડિયાએ દાવો કર્યો હતો કે 154 સીટો પર ઇમરાનની પાર્ટી આઘળ ચાલી રહી છે.

પાકિસ્તાનમાં મતગણતરીની વચ્ચે પાકિસ્તાનમાં સ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ છે. પાકિસ્તાનના મુખ્ય ચૂંટણી કમિશનરના ગાયબ થવાની વાત કહેવામાં આવી રહી છે. આ દાવામાં પાકિસ્તાનમાં ચૂંટણીના કાવતરાની આશંકા વધી ગઈ છે. આ પહેલાં મુખ્ય ચૂંટણી કમિશનર સિકંદર સુલતાન રાજાએ બધા રિટર્નિંગ ઓફિસર (RO)એ અંતિમ પરિણામ આપવા માટે 30 મિનિટનો સમય વધારી દીધો હતો. તેમણે કહ્યું હતું કે આવું ના કરવા પર સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવશે.

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 336 સીટો પર ચૂંટણી થઈ છે. જોકે આમાંથી 266 સીટો પર ચૂંટણી દ્વારા ઉમેદવાર ચૂંટાઈ આવશે. એસેમ્બલીની 70 સીટો અનામત છે, એમાંથી 60 મહિલાઓ માટે જ્યારે 10 બિન મુસલમાનો માટે આરક્ષિત છે.

 

 

 

 

કોરાનાના 141 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 141 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે.  દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,26,139 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધી 5,33,459 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,92,297 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 228 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 856 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,88,399 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 641 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૦૯ ફેબ્રુઆરી, ૨૦૨૪

Chitralekha Gujarati – 19 February, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

વાસ્તુ: જે સોસાયટીમાં ઘણા લોકો બીમાર હોય ત્યાં પ્રોપર્ટી ન લેવી…

શું તમે ક્યારેય રાક્ષસોને મળ્યા છો? મહાભારતના કાળ સુધી આવી વાતો જોવા મળે છે. પછી એવી કોઈ વાતનો ઉલ્લેખ નથી. એ જ રીતે કળીયુગમાં કોઈ અવતારનો પણ ઉલ્લેખ નથી. એટલે કે દેવ અને દાનવ બંનેને મળવું દુર્લભ છે. જો કે કેટલાક માણસો માટે આપણે ચોક્કસ એવું માનીએ છીએ કે આ તો સાવ રાક્ષસ જેવો છે. કે આ દેવતા સમાન છે. તો શું આ બંને ગુણધર્મો આપણી અંદર જ સમાઈ ગયા છે? અને જો ખરેખર એવું હોય તો પછી એ આપણા હાથમાં છે કે આપણે કેવા થવું છે. આપણા શાસ્ત્રો એ રાક્ષસો અને દેવતાઓ બંનેની નોંધ તો લીધી જ છે. અને બંનેના એક બીજા પરના વિજયની વાત પણ વાંચવા મળે છે. જેમ જુનું સંદુક ખોલતા જૂની યાદો નીકળી આવે છે એ જ રીતે હૃદયનું સંદુક ખોલી જુઓ. ક્યાંક કોઈ દેવતા મળી આવશે.

મિત્રો આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.

સવાલ:  તમે પરલોકમાં માનો છો? શું પાતાળ લોકમાં હજુ પણ રાક્ષસો રહે છે? સ્વર્ગ ક્યાં છે એ મને ખબર નથી પણ દેવતાઓ તો ક્યાંય દેખાતા નથી. મારી ઉમર પંચ્યાસી વરસની છે. મેં ભારતમાં સારા માણસો અને સારા દિવસો જોયા છે. છેલ્લા થોડા વરસથી હું એક સોસાયટીમાં રહેવા આવી. સરસ વાતાવરણ. જગ્યાના ભાવ પણ સારા હતા. મને એવું હતું કે આટલા સરસ વાતાવરણમાં જીવવાની મજા આવશે. પણ પછી બે કમિટી બદલાઈ. પુરુષ કરતા સ્ત્રી વધારે સક્ષમ હોય એ માન્યતાના લીધે મેં જ પ્રસ્તાવ મુક્યો હતો કે કોઈ સ્ત્રીએ પદ સંભાળવું જોઈએ. હું જે સોસાયટીમાં રહું છુ એના ચેરપર્સનના પતિ કોઈ હોદ્દો ન હોવા છતાં જોહુકમી કરે છે. આ ઉમરે હવે મીટીંગમાં પહોંચવામાં એકાદ મિનીટ મોડું થાય તો બાઉન્સર બોલાવી ધક્કા મરાવે છે. એ લોકો અંદર અંદર નિર્ણયો લઇ અને પૈસા પડાવવાની વાત કરે છે.

મારું સ્વાસ્થ્ય અહી આવતા પહેલા ખુબ સારું હતું. હવે એ કથળી રહ્યું છે. કોઈ પણ સમયે એ લોકો ઘરમાં ઘુસી અને ઘર તપાસવું છે એવી માંગણી કરે છે. ના પાડીએ તો મિલકત ટાંચમાં લેવાની ધમકી આપે છે. દુર્વય્વહાર, અપશબ્દો એ બધું એમની ખાસિયતો છે. આવું હોવાના કારણે પ્રોપર્ટીના ભાવ વધ્યા નથી. રાક્ષસોની વચ્ચે સીતા મૈયાની શું સ્થિતિ હશે એની કલ્પના આવે છે. મેં તો અંગ્રેજોનો સમય પણ જોયો છે. આવી સ્થતિ તો ત્યારે પણ ન હતી. શું વાસ્તુમાં આનો કોઈ ઈલાજ હોઈ શકે? ભાઈ, મરવાનું બધાને હોય જ છે. પણ આવા લોકોની જોહુકમી સહન કરીને? વચ્ચે એક વાર મેં મેઈન્ટેનન્સ ભર્યું એની રસીદ લેવા ગઈ ત્યારે એમણે રસીદ ન આપી. એ પૈસા ભૂલથી એમના માણસે બીજા કામમાં વાપરી નાખ્યા છે. એવું કહીને છેલ્લા બે વરસથી દંડ વસુલે છે. જો ના પાડીએ તો સરકાર અને સુપ્રીમ કોર્ટના નિયમોની ધમકીઓ આપે છે. શ્રાદ્ધમાં અગાસીને તાળું વસી દીધું. મેં રજૂઆત કરી તો ચેર પર્સને કહ્યું કે તમે આપઘાત કરી લો તો? મેં કહ્યું કે ભગવાન થી તો ડરો. ત્યારે એણે જે જવાબ આપ્યો એ આઘાતજનક છે. એણે કહ્યું, ડોસી, ભગવાનને તો અમે ખરીદીને રાખ્યા છે. મંદિરમાં દર અઠવાડીએ પૈસા મૂકી આવું છુ.” ડોસીની ઉમર છે એટલે કોઈ ડોસી કહે તો દુખ ન થવું જોઈએ. પણ ભગવાન માટે આવી વાત? કયા ભગવાન પૈસા માંગે છે? “ આજ ખરું અવતરવાનું ટાણું. હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ માનું. મેં આખી જિંદગી પૂજા કરી છે. જો ઈશ્વર છે તો મારી વ્હારે કેમ નથી આવતા?

જવાબ: પ્રણામ. આપની વાત ખરેખર હૃદય દ્રાવક છે. તમારી વાત સાચી છે કે માણસ ભૌતિક્તાવાદી બની રહ્યો છે. પણ વડીલોના આશીર્વાદ લેવાના બદલે રંજાડતા લોકો સાચે જ રાક્ષસ સમાન ગણી શકાય. કેટલીક સોસાયટીની જમીન નકારાત્મક હોય છે. જેના કારણે આવા સંજોગો ઉભા થાય. વળી એક સ્ત્રી જ સ્ત્રીને રંજાડવામાં એના પતિને સાથ આપે? જે વ્યક્તિ સરકાર અને સુપ્રીમ કોર્ટની ધમકી આપે છે એને કહો કે લેખિતમાં આ બધું આપે. આવા લોકો અન્યના નામને વટાવતા હોય એવું પણ બને. આપના જેવા ઘણા વડીલો સંજોગો આધારિત એકલા રહેતા હોય છે. જેનો આવા ગુંડા તત્વો ફાયદો ઉઠાવવા પ્રયત્ન કરી શકે. પણ ગભરાવ નહિ. કાયદો અને સરકાર ક્યારેય આવા લોકોનો સાથ ન જ આપે. આપ એવી પેઢીનો ભાગ છો જેમણે નિર્ભયતાથી અંગ્રેજોને દેશમાંથી બહાર કાઢ્યા છે.

આ લોકો ઘરે આવે તો દરવાજો ન ખોલો. જોહુકમી કરે તો પોલીસને ફોન કરો. કોઈ નજીકના સગાનો નંબર હાથવગો રાખો. જેમને તાત્કાલિક ફોન કરી અને વિપરીત સંજોગોમાં બોલાવી શકાય. મહામૃત્યુંન્જયના મંત્ર જાપ કરો.

સુચન: જે સોસાયટીમાં ઘણા બધા લોકો બીમાર હોય ત્યાં પ્રોપર્ટી ન લેવી જોઈએ.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

રાશિ ભવિષ્ય 09/02/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,વાગવા,કફ,છાતી,પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.

પંચાંગ 09/02/2024

હલ્દ્વાનીમાં ઘિંગાણું, બદમાશોને જોતા જ ગોળી મારવાનો આદેશ

હલ્દ્વાનીના બાનભૂલપુરામાં મદરેસાને તોડવા ગયેલી પ્રશાસન અને પોલીસ ટીમ પર બદમાશોએ પથ્થરમારો કર્યો હતો. મામલો એટલો વધી ગયો કે બદમાશોએ પોલીસ સ્ટેશનની બહાર પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી દીધી. પ્રદર્શનકારીઓ અહીં જ ન અટક્યા, તેઓએ પોલીસ ટીમને ચારે બાજુથી ઘેરી લીધી, પથ્થરમારો કર્યો અને અન્ય વાહનોને પણ આગ ચાંપી દીધી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવી હતી. તોફાનોને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. જાણકારી મળતા જ પોલીસ અને વહીવટી અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મુખ્યમંત્રીએ આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે અને તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપ્યા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ આજે હલ્દવાનીના બાનભૂલપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મલિકના બગીચામાં ગેરકાયદેસર મદરેસા અને નમાઝની જગ્યાને તોડી પાડવા માટે પહોંચી હતી. જેસીબી મશીન વડે તોડી પાડવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર પંકજ ઉપાધ્યાય, સિટી મેજિસ્ટ્રેટ રિચા સિંઘ, એસડીએમ પરિતોષ વર્મા સહિત મોટી સંખ્યામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો હાજર રહી હતી. દરમિયાન, મલિકના બગીચાની આસપાસ રહેતા તમામ બેફામ તત્વોએ પોલીસ પ્રશાસન અને પત્રકારો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં અનેક પોલીસકર્મીઓ અને પત્રકારો ઘાયલ થયા છે. તોફાનીઓએ અચાનક પોલીસ ટીમ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા.કોઈને કંઈ સમજાય ત્યાં સુધીમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થઈ ચૂક્યા હતા. બદમાશોએ અહીં પાર્ક કરેલા વાહનોને પણ આગ ચાંપી દીધી હતી.

તોફાનીઓને જોતા જ ગોળી મારવાનો આદેશ

હલ્દવાની મામલામાં CMએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી. મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક સાથેની બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. લોકોને અહીં શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે. અરાજકતાવાદીઓ સાથે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ડીએમએ બાણભૂલપુરા વિસ્તારમાં કર્ફ્યુની જાહેરાત કરી છે. તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઘણા પોલીસ સ્ટેશનોમાંથી દળો બોલાવવામાં આવ્યા છે અને અર્ધલશ્કરી દળોને પણ બોલાવવામાં આવ્યા છે. અરાજકતાવાદીઓની ઓળખ કરવામાં આવશે અને UAPA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. પોલીસે કોઈક રીતે બદમાશોનો પીછો કર્યો હતો. એસએસપી નૈનીતાલ પ્રહલાદ મીણા, બાનભૂલપુરાના એસઓ નીરજ ભાકુની, એસઓ મુખાની, એસઓ પ્રમોદ પાઠક સહિત અનેક પોલીસ સ્ટેશનના દળો ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું

મ્યુનિસિપલ કમિશનર પંકજ ઉપાધ્યાયે કહ્યું કે મદરેસાનું બાંધકામ સંપૂર્ણપણે ગેરકાયદે હતું. મ્યુનિસિપલ કોર્પોરેશને તેની પાસે આવેલી ત્રણ એકર જમીનનો કબજો પહેલેથી જ લઈ લીધો હતો. તે પછી જ મદરેસાને સીલ કરવામાં આવ્યું હતું, જેને આજે તોડી પાડવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, હંગામો મચાવનાર અરાજકતાવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.

વિસ્ફોટોના પડઘા વચ્ચે પાકિસ્તાનમાં ચૂંટણી પૂર્ણ ! મતગણતરી ચાલુ

સમગ્ર પાકિસ્તાનમાં હેરાફેરીના આક્ષેપો અને ઇન્ટરનેટ વિક્ષેપની ઘટનાઓ વચ્ચે મતદાન થયું હતું. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા સાંજે 5 વાગ્યા સુધી ચાલી હતી. પાકિસ્તાનમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ મતદાન ચાલુ છે. ડોને રેડિયો પાકિસ્તાનના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે જે મતદારો મતદાન કેન્દ્રમાં બંધ સમય પહેલા હાજર હતા તેમને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

 

ચૂંટણીના પરિણામો સમયસર આવશે

પાકિસ્તાન ચૂંટણી પંચના પ્રવક્તા હારૂન શિનવારીએ કહ્યું છે કે ચૂંટણી પરિણામો સમયસર જાહેર કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે ઈન્ટરનેટ આઉટેજ ઈલેક્ટ્રોલ વોચડોગ સિસ્ટમને અસર કરશે નહીં.

પાકિસ્તાનમાં ફોન સેવાઓ પુનઃસ્થાપિત

પાકિસ્તાનના કેટલાક ભાગોમાં મોબાઈલ ફોન સેવાઓ આંશિક રીતે પુનઃસ્થાપિત કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયે આ માહિતી આપી છે.