Home Blog Page 2092

રાજ્યમાં બે વ્યક્તિઓનાં હાર્ટ એટેકથી મોત

અમદાવાદઃ વલસાડના પારનેરા ગામે 15 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત થયું  છે. એ કિશોર 3 દિવસથી બીમાર હતો, જ્યારે સોમવારે વહેલી સવારે હાર્ટ એટેક આવતાં વિદ્યાર્થીએ દમ તોડ્યો હતો. ધોરણ 10માં ભણતા કિશોરનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે, જામનગરમાં પણ 35 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતાં મોત થયું હતું.

વલસાડ તાલુકાના પારનેરા ગામના બારચાલી ફળિયામાં આયુષ સુરેશભાઈ રાઠોડ (15)  રહેતો હતો. તે  શાળાના ધોરણ 10માં અભ્યાસ કરે છે. આયુષ રાઠોડે છેલ્લા ત્રણ દિવસથી પગમાં દુખાવાની ફરિયાદ માતાને કરી હતી. જોકે તબિયત વધુ લથડી  પડતાં તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાર બાદ અચાનક તેનું મોત થતાં પારનેરા ગામમાં  શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

આ પહેલાં વલસાડમાં 2 લોકોના હાર્ટએટેકથી મોત થયા હતા. 51 વર્ષીય રાજેશ સિંધેને રસ્તા પર ચાલતા સમયે હાર્ટએટેક આવ્યો હતો. તો 30 વર્ષીય જિમિત રાવલ ફોન પર વાત કરતા અચાનક ઢળી પડ્યો હતો. બંને યુવકોને સારવાર દરમિયાન તબીબોએ મૃત જાહેર કર્યા હતા.બીજી બાજુ, જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા 35 વર્ષનો એક યુવક કે જેને પહેલી ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. ત્યાં ફરજ પરના ડોક્ટરે તેનું હાર્ટ એટેક આવી જતાં તેનું મોત થયું હતું.

 

 

 

 

 

 

 

ચીનના શેરબજારમાં CSI એક કલાકમાં આઠ ટકા તૂટ્યો

બીજિંગઃ ચીનનો CSI 1000 ઇન્ડેક્સ એક કલાકમાં વેચવાલીના દબાણે આઠ ટકા તૂટ્યો હતો. આ ઇન્ડેક્સ 400 પોઇન્ટ અથવા 8.68 ટકા તૂટીને 4177.94ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. CSI1000 ઇન્ડેક્સ જાન્યુઆરીમાં અત્યાર સુધી 27 ટકા તૂટી ચૂક્યો છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં એ 38 ટકા તૂટ્યો હતો.

ચાઇનીઝ સ્ટોક ઇન્ડેક્સ સોમવારે સતત સાતમા સેશનમાં તૂટ્યો હતો. ઇન્ડેક્સમાં 984 શેરોએ સતત નીચલી સપાટી બનાવી રહ્યા છે. ચીનના શેરબજારમાં મોટી અફરાતફરી મચી છે. વર્ષ 2021 પછી ચીનના માર્કેટ કેપમાં સાત લાખ કરોડ ડોલરનો ઘટાડો થઈ ચૂક્યો છે. ચીનના શેરો માટે વર્ષ 2024નો પ્રારંભ ખરાબ રહ્યો છે, જ્યારે ફેબ્રુઆરી પછી એ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. મિડકેપ અને-સ્મોલ કેપ શેરોમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે.

ચીનના પ્રોપર્ટી માર્કેટમાં ગંભીર નાણાકીય સંકટ અને દેશના અર્થતંત્રના પ્રતિકૂળ ડેટાની સાથે-સાથે અમેરિકાની સાથે વધતા ટેન્શન ચીનના શેરમાર્કેટમાં ઘટાડાનું મુખ્ય કારણ છે. બીજિંગ દ્વારા અર્થતંત્રમાં વિશ્વાસ જાળવવા અને શેરબજારમાં મંદીને અટકાવવાના પ્રયાસો છતાં ત્રણ વર્ષમાં માર્કેટ વેલ્યુ સાત ટ્રિલિયન ડોલર સુધી ઘટી ગયું છે.વળી, IMFના અંદાજ મુજબ ચીનનો GDPમાં વાર્ષિક ગ્રોથ આ વર્ષે 2023માં 5.2 ટકા ઘટીને ધીમો પડીને 4.6 ટકા થશે, જે છેલ્લા એક દાયકામાં સૌથી નબળો દેખાવ છે.

 

 

 

 

 

 

 

 

 

 

પત્ની રાજકારણમાં સક્રિય રહેતાં પતિએ માગ્યા છૂટાછેડા

નવી દિલ્હીઃ પતિ-પત્ની વચ્ચે તૂતૂમેંમેંના અને છૂટાછેડાના કેટલાય કિસ્સા તમે સાંભળ્યા હતા. કોઇકને પતિના ના નાહવાથી મુશ્કેલી હોય છે, તો કોઈકને પત્ની કરવા ચોથનું વ્રત ના રાખવાથી રંજ હોય છે. આગરા પોલીસ પાસે પતિ-પત્નીના છૂટાછેડાનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. એક પતિને પત્નીના રાજકારણમાં વધુ સક્રિય રહેવાનું પસંદ નથી, જેથી તેણે છૂટાછેડા માટે અરજી કરી છે.

પોલીસ પતિ-પત્નીનું કાઉન્સેલિંગ કરી રહી છે. પતિનો આરોપ છે કે તેની પત્નીને રાજકારણનો શોખ છે. શહેરમાં પત્નીના હોર્ડિંગ અને પોસ્ટર લાગેલાં છે. પતિને પત્નીનું અજાણ્યા લોકોની સાથે ઊઠવું-બેસવું પસંદ નથી, એટલા માટે તેણે છૂટાછેડા માટે અરજી કરી છે.

બંને જણનાં લગ્ન બે વર્ષ પહેલાં થયાં હતાં. પતિ સિકંદરાનો રહેવાસી છે અને પત્ની ન્યુ આગરા ક્ષેત્રની છે. તેમને એક બાળક પણ છે, તેની પત્ની રાજકારણ અને સામાજિક કાર્યોમાં ભારે રસ ધરાવે છે. તેનું પ્રતિદિન કેટલાય લોકોથી મળવાનું રહે છે. પત્નીની વ્યસ્તતા પતિને બિલકુલ પસંદ નથી. એટલા માટે પતિ પત્નીને છૂટાછેડા આપી રહ્યો છે.

જોકે પોલીસ ત્રણ વખત બંને જણનું કાઉન્સેલિંગ કરી ચૂકી છે. પતિનું કહેવું છે કે જ્યાં સુધી પત્ની રાજકારણ નહીં છોડે, તે તેને ફરીથી નહીં અપનાવે, જ્યારે પત્ની રાજકારણમાં કેરિયર બનાવવા માગે છે અને તે કોઈ કિંમતે રાજકારણ છોડવા તૈયાર નથી.

 

 

 

 

 

 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ફરી વધી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ફરી વધી શકે છે. યુટ્યુબરનો વીડિયો ફરીથી પોસ્ટ કરવાના કિસ્સામાં, તેને માનહાનિના કેસનો સામનો કરવો પડશે. અરવિંદ કેજરીવાલે નીચલી અદાલત દ્વારા માનહાનિના કેસમાં સમન્સ જારી કરવાના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. દિલ્હી હાઈકોર્ટે બીજેપી આઈટી સેલ પર યુટ્યુબર ધ્રુવ રાઠીના વીડિયોને રી-ટ્વીટ કરવા બદલ અરવિંદ કેજરીવાલ સામે દાખલ કરવામાં આવેલ ફોજદારી માનહાનિના કેસને રદ કરવાનો ઇનકાર કર્યો હતો.

 

કોર્ટે કહ્યું કે અરવિંદ કેજરીવાલને મોટી સંખ્યામાં લોકો ફોલો કરે છે અને તે વીડિયોને ફરીથી પોસ્ટ કરવાના પરિણામોને સમજે છે. અપમાનજનક સામગ્રી ફરીથી પોસ્ટ કરવી એ બદનક્ષી સમાન છે. અદાલતે તારણ કાઢ્યું હતું કે કેજરીવાલ દ્વારા કથિત રૂપે બદનક્ષીભરી સામગ્રીની વહેંચણી જાહેર સમર્થન સમાન છે અને તે આવી સામગ્રી પોસ્ટ કરવાના પરિણામોને સમજે છે.

‘…તો હું રાજકારણ છોડી દઈશ, આંસુ નહીં વહાવીશ’ : હેમંત સોરેન

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને ભાજપ પર જોરદાર હુમલો કર્યો છે. તેમણે વિધાનસભામાં કહ્યું કે 31 જાન્યુઆરીની કાળી રાત દેશના લોકતંત્ર સાથે નવી રીતે જોડાયેલી છે. મારી ધરપકડમાં રાજભવન પણ સામેલ છે. હેમંત સોરેને કહ્યું કે હું આંસુ નહીં વહાવીશ. હું સમય માટે મારા આંસુ બચાવીશ. જો મારી સામે કૌભાંડો સાબિત થશે તો હું રાજકારણ છોડી દઈશ, માત્ર નિવૃત્તિ જ નહીં પણ ઝારખંડ છોડી દઈશ. સાબિત કરો કે તે જમીન મારા નામે છે.

 

હેમંત સોરેન મુખ્યમંત્રી ચંપાઈ સોરેનના ફ્લોર ટેસ્ટમાં હાજરી આપવા માટે ED કસ્ટડીમાં વિધાનસભા પહોંચ્યા હતા. જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી ચંપઈ સોરેન સીએમ બન્યા. પૂર્વ સીએમ હેમંત સોરેને કહ્યું, અમારો આખો પક્ષ અને ગઠબંધન ચંપઈ સોરેનને સમર્થન આપે છે. 31 જાન્યુઆરીની કાળી રાત દેશના લોકતંત્ર સાથે નવી રીતે જોડાયેલી છે. દેશમાં પહેલીવાર કોઈ મુખ્યમંત્રીની 31મીની રાત્રે ધરપકડ થઈ હશે. આ ઘટના જે રીતે બની તે હું આશ્ચર્યચકિત છું. મનુષ્ય પણ સાચા-ખોટાને સમજે છે.

હેમંત સોરેને વધુમાં કહ્યું હતું કે, જો કોઈ મારા સ્વાભિમાન પર ખરાબ નજર નાખશે તો હું યોગ્ય જવાબ આપીશ. લોન આપવામાં પણ આદિવાસી લોકો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. તમે તૈયાર થાઓ, એક નવી વ્યાખ્યા સર્જાવાની છે. અમે ન તો ડર્યા, ન તો અમે પીઠ ફેરવી. જ્યારે તેમણે અલગ રાજ્યનો દરજ્જો માંગ્યો ત્યારે તેઓ તેમના પર હસ્યા. આ એજન્સીઓ પાસેથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શીખો. તેમણે કહ્યું,’ખૂબ જ આયોજનબદ્ધ રીતે 2022થી 31મી સુધીની ઘટનાના પરિણામની સ્ક્રિપ્ટ લાંબા સમયથી લખવામાં આવી રહી હતી. મારી ધરપકડમાં રાજભવન પણ સામેલ છે. આજે એવું લાગે છે કે બાબા આંબેડકરજીનું સપનું હતું કે બધા એક મંચ પર આવે. આજે ક્યાંક ને ક્યાંક આ (આદિવાસી) વર્ગો પ્રત્યે શાસક પક્ષની નફરત છે, આ આપણી સમજની બહાર છે.

 

ઝારખંડ ફ્લોર ટેસ્ટ: ચંપઈ સોરેને વિધાનસભામાં બહુમતી સાબિત કરી

ઝારખંડમાં સોમવારે ચંપઈ સોરેન સરકારનો લિટમસ ટેસ્ટ થયો હતો, જેમાં તે સરકારને બચાવવામાં સફળ રહ્યા હતા. મહાગઠબંધન સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત સાબિત કર્યો. આ દરમિયાન ધારાસભ્યોને બસ દ્વારા વિધાનસભામાં લાવવામાં આવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન પણ વિધાનસભામાં હાજર હતા. તે હાલમાં EDની કસ્ટડીમાં છે અને કેન્દ્રીય એજન્સી તેની સાથે વિધાનસભા પહોંચી હતી. ફ્લોર ટેસ્ટ દરમિયાન ગ્રાન્ડ એલાયન્સની તરફેણમાં 47 મત પડ્યા હતા, જ્યારે વિરોધમાં 29 મત પડ્યા હતા.

 

ઝારખંડના મુખ્યમંત્રી ચંપઈ સોરેને વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો છે. ફ્લોર ટેસ્ટ દરમિયાન, ગ્રાન્ડ એલાયન્સની તરફેણમાં 47 મત પડ્યા હતા, જ્યારે વિરોધમાં 29 મત પડ્યા હતા. વિપક્ષના નેતા અમર બૌરીએ કહ્યું કે ચંપઈને આજે મજબૂરીમાં મોકો મળ્યો છે. હેમંત સોરેન આદિવાસી નેતા બની શકે છે, પરંતુ આદિવાસીઓના નેતા નથી. તેમને પોતાના જ ધારાસભ્યો પર વિશ્વાસ નથી.

હેમંત સોરેને કહ્યું કે મને 50 એકર જમીનના ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. જો હું સાબિત કરીશ તો હું રાજકારણમાંથી નિવૃત્તિ લઈશ. તમે ગમે તે કરો, તમે માથું નમાવીને ચાલતા નથી શીખ્યા. હું આંસુ વહાવીશ નહીં, હું તેમને સમય માટે બચાવીશ. તેઓ નથી ઈચ્છતા કે આદિવાસીઓ આગળ વધે. તેઓ મારા 5 સ્ટાર હોટલમાં રહેવાથી, BMW કારમાં મુસાફરી કરીને અને સત્તામાં આવવાથી પરેશાન છે. ઝારખંડના પૂર્વ સીએમએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે આ લોકો આદિવાસી દલિતોને નફરત કરે છે. તેઓ જંગલમાં હતા, તેઓએ જંગલમાં જ રહેવું જોઈએ. તેઓ અમને અસ્પૃશ્ય તરીકે જુએ છે. અમે હાર માની નથી.

હેમંત સોરેને કહ્યું છે કે આખી સ્ક્રિપ્ટ યોજનાબદ્ધ રીતે લખાઈ રહી હતી. વાનગી ધીમી આંચ પર રાંધવામાં આવી રહી હતી. ગમે તે રીતે તેઓએ મને પકડી લીધો છે. 31મીની રાત દેશની લોકશાહીમાં એક અંધકારમય અધ્યાય તરીકે જોડાયેલી છે. દેશમાં પ્રથમવાર કોઈ મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી. આ ઘટનામાં રાજભવન પણ સામેલ છે.

ભારતે 106 રને ઇંગ્લેન્ડને હરાવ્યું: સિરીઝ 1-1થી બરાબર

વિશાખાપટ્ટનમઃ ભારતે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 106 રને હરાવ્યું છે. ભારતની ક્રિકેટ ટીમે વિશાખાપટ્ટનમ ટેસ્ટના ચોથા દિવસે ટી બ્રેક પહેલાં ઇંગ્લેન્ડની ઇનિંગ્સને 292 રનો પર ખતમ કરી હતી. ઇંગ્લેન્ડને જીત માટે 399 રનોનું લક્ષ્ય મળ્યું હતું. આ જીત સાથે ભારતે સિરીઝમાં 1-1ની સિરીઝની બરાબરી કરી છે.

બીજી ટેસ્ટમાં બીજા સેશનમાં ઇંગ્લેન્ડે ચાર વિકેટ ગુમાવી હતી, એમાં જસપ્રીત બુમરાહે બે વિકેટ લીધી હતી. મુકેશકુમારને એક પણ વિકેટ મળી હતી. શ્રેયસ ઐયરે બેન સ્ટોક્સને રન આઉટ કર્યો હતો. અશ્વિને ત્રણ વિકેટ લીધી હતી.

ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ્સમાં જેક ક્રોલીએ સૌથી વધુ 73 રન બનાવ્યા હતા. આ પહેલાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પહેલી ઇનિંગ્સમાં 396 રન બનાવ્યા હતા, જેમાં યશસ્વી જયસ્વાલે 209 રનોની શઆનદાર ઇનિંગ્સ રમી હતી. આ સાથે બીજી ઇનિંગ્સમાં ભારતે 255 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગ્સમાં 253 રન બનાવ્યા હતા.  જેથી ભારતને 143 રનોની લીડ મળી હતી.

ઈંગ્લેન્ડ તરફથી ઝેક ક્રેવલી સફળ બેટ્સમેન રહ્યો છે જેણે બન્ને ઈનિંગ્સમાં અડધી સદી (76 અને 73 રન) ફટકારી છે. જ્યારે બોલિંગમાં રેહાન અહેમદ સફળ બોલર રહ્યો છે જેણે બન્ને ઈનિંગ્સમાં મળીને 6 વિકેટ લીધી છે. આ સિવાય જેમ્સ એન્ડરસન 5 વિકેટ લેવામાં સફળ થયો છે.

હવે બંને ટીમો વચ્ચે 15-19મી ફેબ્રુઆરી વચ્ચે રાજકોટમાં ટેસ્ટ મેચ રમાશે. જે પછી 23મી શરુઆતનારી ટેસ્ટ રાંચીમાં અને 7મી માર્ચ રમાનારી પાંચમી ટેસ્ટ ધરમશાલામાં રમાશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

‘રાજકીય પક્ષોના ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ અમે સાંખી નહીં લઈએ’: ચૂંટણી પંચ

લોકસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પંચે રાજકીય પક્ષોને પોસ્ટર અને પેમ્ફલેટ સહિત કોઈપણ પ્રચાર સામગ્રીમાં કોઈપણ સ્વરૂપમાં બાળકોનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. રાજકીય પક્ષોને મોકલવામાં આવેલી તેની સલાહકારમાં ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પક્ષો અને ઉમેદવારો દ્વારા કોઈપણ રીતે બાળકોના ઉપયોગ પ્રત્યે તેની શૂન્ય સહિષ્ણુતાની નીતિ દર્શાવી હતી.

બાળકોને રેલીમાં ‘નો એન્ટ્રી’

કમિશને કહ્યું કે નેતાઓ અને ઉમેદવારોએ પ્રચાર પ્રવૃત્તિઓમાં કોઈપણ રીતે બાળકોનો ઉપયોગ ન કરવો જોઈએ, પછી ભલે તેઓ બાળકને તેમના ખોળામાં કે વાહનમાં લઈ જતા હોય અથવા બાળકને રેલીઓમાં લઈ જતા હોય. કમિશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ પ્રતિબંધ કવિતા, ગીતો, બોલચાલના શબ્દો, રાજકીય પક્ષ અથવા ઉમેદવારના પ્રતીકોનું પ્રદર્શન સહિત કોઈપણ રીતે રાજકીય પ્રચાર માટે બાળકોના ઉપયોગ પર પણ લાગુ પડે છે.

કયા સંજોગોમાં આ માર્ગદર્શિકા લાગુ થશે નહીં?

પંચે કહ્યું કે જો કોઈ નેતા જે કોઈ રાજકીય પક્ષની ચૂંટણી પ્રચાર પ્રવૃત્તિમાં સામેલ ન હોય અને કોઈ બાળક તેના માતા-પિતા અથવા વાલી સાથે તેની નજીક હાજર હોય, તો આ સ્થિતિમાં તેને માર્ગદર્શિકાનું ઉલ્લંઘન ગણવામાં આવશે નહીં. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણી પંચના મુખ્ય હિતધારકો તરીકે રાજકીય પક્ષોની મહત્વપૂર્ણ ભૂમિકા પર સતત ભાર મૂક્યો છે. તેમણે ખાસ કરીને આગામી સંસદીય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લોકતાંત્રિક મૂલ્યો જાળવવા સક્રિય સહભાગી બનવા વિનંતી કરી છે.

પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશન પર આતંકવાદીઓનો હુમલોઃ 10નાં મોત

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં આઠ ફેબ્રઆરીએ થનારી સામાન્ય ચૂંટણી પહેલાં સોમવારે પશ્ચિમોત્તર પાકિસ્તાનમાં એક પોલીસ સ્ટેશન પર ભારે હથિયારોથી લેસ આતંકવાદીઓના હુમલામાં કમસે કમ 10 પોલીસ કર્મચારીઓનાં મોત થયાં છે અને છ અન્ય ઘાયલ થયા છે. ડેરા ઇસ્માઇલ ખાનના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે એ હુમલો ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં દરબાન તહેસિલના ચોડવાન પોલીસ સ્ટેશનમાં થયો હતો. હજી સુધી આ હુમલાની કોઈ જવાબદારી કોઈ પણ સંગઠને નથી લીધી.

જિલ્લા પોલીસ અધિકારી નાસિર મહમૂદે કહ્યું હતું કે ભારે હથિયારોથી લેસ આતંકવાદીઓએ દ્વારા તક જોઈને હુમલો કર્યો હતા. આ હુમલામાં 10 જવાનો શહીદ થયા છે, જ્યારે અન્ય છ જણ ઘાયલ થયા છે. આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન પર ચારે બાજુથી ગ્રેનેડ અને ભારે ગોળીબારથી હુલમો કરવામાં આવ્યો હતો, જે પછી પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી, પણ આતંકવાદી ત્યાંથી ભાગ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે દળોએ આ વિસ્તારની ઘેરાબંધી કરી હતી અને તપાસ શરૂ કરી હતી અને ત્વરિત પ્રતિક્રિયા દળ વધારાના દળની સાથે પહોંચ્યાં હતાં. પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 30મી જાન્યુઆરીએ બોંબ વિસ્ફોટમાં ચાર લોકોનાં મોત થયાં હતા. મૃતકમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના ત્રણ કાર્યકર્તાનો પણ હતા. આ વિસ્ફોટ ઇમરાન ખાનને 10 વર્ષની જેલની સજા સંભળાવ્યાના થોડા કલાકો બાદ પાર્ટી દ્વારા આયોજિત એક રેલી દરમિયાન થયો હતો.

 

 

 

 

 

 

ઓલ ઇન્ડિયા માસ્ટર્સ રેન્કિંગ બેડમિંટનમાં ખેલાડીઓએ જીત્યા મેડલ

મોહાલીઃ ઓલ ઇન્ડિયા માસ્ટર્સ રેન્કિંગ બેડમિંટન ટુર્નામેન્ટમાં ગુજરાતના ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં મેડલ્સ જીતી બાજી મારી છે. ગુજરાત પોલીસના એસીપી જિતેન્દ્ર યાદવ અને સમીર અબ્બાસીએ મેન્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે,  જ્યારે પૂજા પારેખ મહેતાએ 45+ વયની કેટેગરીમાં 3 ગોલ્ડ મેડલ્સ જીત્યા છે.

પૂજાએ ઉપરોક્ત કેટેગરીમાં વીમેન સિંગલ્સ, તેમ જ વીમેન ડબલ્સમાં યાશ્મિન શેખ સાથે જ્યારે મિક્સ્ડ ડબલ્સમાં સમીર અબ્બાસી સાથે ગોલ્ડ મેડલ્સ જીત્યા છે. જ્યારે મીત અઘ્યારુએ  સિલ્વર જીત્યો છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના વિવેક ઓઝાએ સિલ્વર, જ્યારે જૈમિન ગોથરિયાએ બ્રોન્ઝ જીત્યો છે.