Home Blog Page 2099

નાણાપ્રધાનના બજેટમાં વિનિંગ ફોર્મ્યુલાઃ આશિષકુમાર ચૌહાણ

10 માંથી 10 માર્કઃ માર્કેટ માટે પોઝિટિવ

આશિષકુમાર ચૌહાણ (નેશનલ સ્ટોક એક્સચેન્જ, એમડી અને સીઈઓ)

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં નાણાકીય શિસ્ત, કલ્યાણલક્ષી અને વિકાસતરફી દરખાસ્તો જાહેર કરીને નાણાકીય વર્ષ 2025 માટેની “વિનિંગ ફોર્મ્યુલા” રજૂ કરી છે. ભારત હજી પણ ગરીબ દેશ છે અને કોઈ  વિકાસશીલ દેશ તેની અસમાનતાઓ પ્રતિ ધ્યાન આપ્યા વિના અને મજબૂત સામાજિક સલામતી વ્યવસ્થા વિના વિકસિત બન્યો નથી. નાણાપ્રધાને જાહેર કરેલાં લોકકલ્યાણનાં પગલાં આવકાર્ય છે. નાણાકીય ખાધ 5.1 ટકા સુધી ઘટાડવાનો અને નવા નાણાકીય વર્ષ માટે ઋણ લેવાના નક્કી કરાયેલા નીચા લક્ષ્યાંકો પણ આવકારદાયક છે, કેમ કે એને પગલે ખાનગી ક્ષેત્રને વધુ સંસાધનો ઉપલબ્ધ થશે.

ફુલ માર્કસ

હું આ વચગાળાના બજેટને 10/10 માર્ક્સ આપું છું. આમાં આર્થિક નીતિઓ ચાલુ રાખવાનું સુનિશ્ચિત કરાયું છે. હાર્ડ તેમજ સોફ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ખર્ચ કરીને ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેના પગલે સતત રોજગારી ઊભી થઈ રહી છે. બજેટમાં ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટે પૂરતા પ્રમાણમાં જોગવાઈ કરવામાં આવી છે, જે એકંદરે આર્થિક વૃદ્ધિ માટે સારો સંકેત આપે છે અને તેના લીધે આપણે અનિશ્ચિતતાઓથી ભરેલા વિશ્વમાં સારી સ્થિતિમાં રહીએ છીએ. રાજકોષીય કન્સોલિડેશન સતત કેન્દ્રસ્થાને રહ્યું છે. નાણાંકીય વર્ષ 2024-25 માટે રાજકોષીય ખાધ ઘટીને 5.1% રહેવાનો અંદાજ મુકાયો છે, જે અપેક્ષા કરતા વધુ સારી છે અને સરકાર વર્ષ 2025-26 સુધીમાં 4.5% કરતાં ઓછી રાખવાના લક્ષ્ય અંગે પ્રતિબદ્ધતા દર્શાવે છે.

પીએસયુ સસ્તામાં ન વેચવાનો વ્યુહ

૨૦૨૪ના વચગાળાના કેન્દ્રીય બજેટમાં ડિસ્ઈન્વેસ્ટમેન્ટનો નીચો લક્ષ્યાંક રખાયો છે. ડિસ્ઈન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક રૂ.50,000 કરોડનો નક્કી કરવામાં આવ્યો છે તે સૂચવે છે કે સરકારે તેના વ્યૂહમાં ફેરફાર કર્યો છે. એવું લાગે છે કે સરકાર જાહેર સાહસોનું સસ્તામાં વેચાણ કરવા માગતી નથી. બલકે યોગ્ય કિંમતે વેચાણ કરવા માગે છે. આપણે તાજેતરના ભૂતકાળમાં જોયું છે કે ડિસ્ઈવેસ્ટમેન્ટની સાથે સાથે સરકાર જાહેર સાહસોની કામગીરી મજબૂત કરવા માગે છે. સરકાર ઈચ્છે કે સસ્તામાં વેચાણ કરવાને બદલે વાજબી સમય ગાળામાં પબ્લિક સેક્ટર યુનિટ્સના ડિસ્ઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયામાં શ્રેષ્ઠ કિંમત પ્રાપ્ત થઈ શકે છે.

અગાઉની સરકારો ડિસ્ઈવેસ્ટમેન્ટ લક્ષ્યાંક માટે બજેટમાં સંસાધનોની દૃશ્યતાના અભાવે “ગોઠવણો” કરતી હતી, જ્યારે વર્તમાન સરકારના અંદાજો વધુ વાસ્તવિક છે.

નાણાકીય ખાધ (ફિસ્કલ ડેફિસિટ) જીડીપીના 5.1 ટકા સુધી સીમિત રાખવાના પગલા સહિત જો બજેટ રોકાણકારતરફી છે તો શા માટે બજારો ફ્લેટ છે? સરકાર એક દસકાની તેની સિદ્ધિઓ વિશે બધાને જણાવી રહી છે અને મોટા ભાગની ઘોષણાઓ પૂરી કરવામાં આવી છે. એ ઉપરાંત વ્યાજદરમાં ઘટાડો કરવા અંગે કશો ફોડ પાડવામાં આવ્યો નથી એટલે વિદેશી રોકાણકારો દૂર રહ્યા છે.

કેપિટલ ખર્ચમાં વૃધ્ધિ

કેપિટલ ખર્ચ 16.9% વધીને રૂ. 11.11 લાખ કરોડની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો છે, જે જીડીપીના 3.4% જેટલો છે અને 26 વર્ષમાં સૌથી વધુ છે અને તેમાં રસ્તાઓ, પરિવહન અને રેલવે પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં 27%નો કમ્પાઉન્ડિંગ ગ્રોથ સૂચવે છે. ખર્ચની ગુણવત્તામાં પણ સુધારો થયો છે. મૂડી ખર્ચ હવે કુલ ખર્ચના 23.3% જેટલો છે જે 30 વર્ષમાં સૌથી વધુ છે. એકંદરે, આ બજારો માટે સકારાત્મક બજેટ છે, જેમાં વૃદ્ધિ, સમજદારી અને પારદર્શિતા પર સતત ધ્યાન આપવામાં આવ્યું છે.

આશિષકુમાર ચૌહાણ,

(નેશનલ સ્ટોક એક્સચેન્જ, એમડી અને સીઈઓ)

સર્વાંગી વિકાસ માટેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતું ઈન્ટરિમ બજેટ: નિલેશ શાહ

નિલેશ શાહ (કોટક મહિન્દ્રા એએમસીના મૅનેજિંગ ડિરેક્ટર)

વૈશ્વિક સ્તરે ભૂરાજકીય સમસ્યાઓ, ફુગાવાનો અને વ્યાજનો ઉંચો દર તથા અર્થતંત્રની નાજુક સ્થિતિ જેવા સંજોગો વચ્ચે ભારત ખમતીધર અર્થતંત્ર છે એ બાબત વચગાળાના બજેટ પરથી સ્પષ્ટ થઈ રહી છે. આગામી નાણાકીય વર્ષ માટે કુલ કરજ 14.13 ટ્રિલ્યન રૂપિયા રહેવાનો અંદાજ છે અને મૂડીગત ખર્ચમાં વધારો કરીને એનું પ્રમાણ 11.1 ટ્રિલ્યન રૂપિયા કરવામાં આવવાનું છે. સાથે સાથે રાજીકોષીય ખાધનું પ્રમાણ જીડીપીના 5.1 ટકા સુધી સીમિત રાખવાનું લક્ષ્ય નકકી કરાયું છે. આ રીતે સરકારે મૂડીખર્ચ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. માળખાકીય સુવિધાઓના ક્ષેત્રે સરકારી ખર્ચ વધે ત્યારે અર્થતંત્રની વૃદ્ધિ પર એનું ઘણું સારું પરિણામ આવે છે, એ સિદ્ધાંતના આધારે સરકારે આ નિર્ણય લીધો છે. સાથે સાથે સરકારે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય

ગરીબો, યુવા વર્ગ, ખેડૂતો અને મહિલાઓ એ ચારેય વર્ગોને કેન્દ્રમાં રાખીને વિકાસ માટેનાં પગલાં ભરવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અને આયુષ્માન ભારત જેવી યોજનાઓ માટેની ફાળવણી વધારવામાં આવી છે. નોંધનીય છે કે આયુષ્માન ભારત યોજના આશા અને આંગણવાડી વર્કર્સ તથા સહાયકોને આવરી લેશે. આ રીતે દેશમાં સર્વસમાવેશક વિકાસ સાધવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

આ બજેટનું અન્ય મુખ્ય પાસું એટલે આત્મનિર્ભર ભારત અને કાર્બનનું પ્રમાણ ઘટાડવા માટેના પગલાં. અદ્યતન તંત્રજ્ઞાનમાં નાણાંનું રોકાણ કરીને કાર્બનનું પ્રમાણ ઘટાડવા માટેનાં પગલાં લેવામાં આવવાનાં છે. સરકારે ખાનગી ક્ષેત્રે સંશોધન અને વિકાસ કાર્યને વેગ આપવા માટેની યોજના ઘડી છે અને સાથે સાથે એક કરોડ ઘરોમાં સૌર ઉર્જાનું નિર્માણ કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે. એ જ રીતે કમ્પ્રેસ્ડ બાયોગેસની દિશામાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે આધુનિકતા લાવવા માટેની નવી યોજના દાખલ કરાઈ છે. આ રીતે ઉચ્ચ દરજ્જાની અદ્યતન ટેક્નૉલૉજીમાં રોકાણ વધશે.

માળખાંકીય સુવિધાઓમાં સુધારા

સરકારે રેલવે, પોર્ટ્સ, ઉડ્ડયન અને માર્ગ પરિવહન એ બધાં ક્ષેત્રે રોકાણ વધારવાનું નક્કી કર્યું છે, જેને લીધે દેશનો સર્વાંગી વિકાસ થશે. પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના હેઠળ રેલવે કોરિડોરનું નિર્માણ કરવાથી લોજિસ્ટિક્સનો ખર્ચ ઘણો ઘટશે. માળખાકીય સુવિધાઓની ગુણવત્તા સુધારવા માટે તથા જાહેર પરિવહન સુધારવા માટે પણ પગલાં ભરવામાં આવવાનાં છે. સર્વાંગી વિકાસ અને આર્થિક સુધારાને પ્રાથમિકતા આપવાની સરકારી નીતિ ચાલુ રહેશે, એવું વચગાળાના બજેટ પરથી સ્પષ્ટ થયું છે. એની સાથે સાથે માળખાકીય સુવિધાઓના ક્ષેત્રે વધુ રોકાણ કરવા માટે સરકારે કરવેરાના અનુપાલન દ્વારા સંસાધનો ઊભાં કર્યાં છે. હાલના કરવેરાના માળખામાં કોઈપણ ફેરફાર કર્યા વગર અનુપાલન સુધારીને વધુ કરવેરા આવક ઊભી કરવાનું લક્ષ્ય છે, જે ઘણી સકારાત્મક બાબત કહેવાય.

ઈકિવટી માર્કેટ પર અસર

નાણાપ્રધાને નાગરિકો માટેની નિશ્ચિત જુના વર્ષોની પ્રત્યક્ષ કરવેરાની લેણી કે ડિમાંડની નીકળતી રકમ માફ કરવાનો જે નિર્ણય લીધો છે એનાથી આશરે 1 કરોડ કરદાતાઓને લાભ થશે. સરકારે વિકાસ પાછળ ખર્ચ કર્યો છે પરંતુ સાથે સાથે રાજકોષીય વ્યવહાર્યતા જાળવી રાખી છે. આ રીતે, નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં રાજકોષીય ખાધનું પ્રમાણ જીડીપીના 4.5 ટકા કરતાં ઓછું કરી દેવાના લક્ષ્યનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે. વચગાળાના આ બજેટની ઈક્વિટી માર્કેટ પર સાનુકૂળ અસર થવાની શક્યતા છે. માર્કેટને હવે લોકસભાની ચૂંટણીઓ પૂરી થયા બાદ આવનારી નવી સરકારના સંપૂર્ણ બજેટની પ્રતીક્ષા રહેશે.

નિલેશ શાહ,

કોટક મહિન્દ્રા એએમસીના મૅનેજિંગ ડિરેક્ટર

આત્મિક પ્રેમ વ્યક્તિને ત્રીજી આંખ આપે છે

જેવી રીતે કોઈ ગાડી ખરીદે છે અને તેનાથી કમાણી કરે છે તેવી જ રીતે આ શરીર રૂપી ગાડી પુણ્ય કમાવા માટે છે. ખૂબ કમાણી કર્યા પછી જો ગાડી નકામી થઈ જાય તો તે વ્યક્તિ પોતાની કમાણી જોઈને ખુશ થાય છે, ન કે નકામી ગાડી જોઈને દુઃખી થાય છે. તેવી જ રીતે આ શરીર રૂપી ગાડી દ્વારા આપણે એટલું બધું પુણ્ય કમાઇયે કે આ ગાડી નાશ પામ્યા પછી પણ તેના દ્વારા કરવામાં આવેલ કમાણીને આધારે મન પ્રસન્નતાનો અનુભવ કરતું રહે. જે વ્યક્તિ જીવતા જીવત શરીરથી ન્યારા બનીને પરમધામ જવાના અભ્યાસી થઈ જાય છે તેમને મૃત્યુ એક રમત નજર આવે છે. તેઓ દરેક સેકન્ડને અંતિમ સેકન્ડ સમજે છે તેમની આત્મિક સ્થિતિ એટલી બધી મજબૂત બની જાય છે કે તેમને આ કળિયુગી સંસાર સાર વગરનો નજર આવે છે.

વસ્તુ, વ્યક્તિ તથા વૈભવ ઉપર તેમની નજર ગરમ તાવડી ઉપર પડેલ પાણીના ટીંપાની જેમ ટકતી જ નથી. તેઓ દરેક શ્વાસ તથા સંકલ્પને સફળ બનાવતા જાય છે. તેઓ પોતાને અકાલ મૂર્ત પરમાત્માની સંતાન માસ્ટર અકાલ મૂર્ત સમજે છે. તમનું દરેક કાર્ય પરમપિતા પરમાત્માની શ્રીમત અનુસાર હોય છે. મૃત્યુ તેમને વરદાન સમાન લાગે છે. શરીર રૂપી પાંજરા થી મુક્ત થવાની આ સેકન્ડ તેમને ખૂબ સુખ આપનાર લાગે છે. શરીરનો જન્મ કર્મોના હિસાબ-કિતાબના આધારે થયો છે. જ્યારે આત્માના શરીરને આધાર બનાવીને કરવામાં આવતા આપવા-લેવાના હિસાબ પૂરા થઈ જાય છે ત્યારે આ શરીર પણ ખલાસ થઈ જાય છે. આથી કર્મોના આધારે બનવા વાળા આ શરીર સાથે કેવો મોહ? મોહમાં તો વ્યક્તિ આંધળો બની જાય છે. આત્મિક પ્રેમ તેને ત્રીજી આંખ આપે છે. તો આ વિનાશી શરીરના મોહમાં અંધ બનવાના બદલે આપણે અવિનાશી આત્માના સ્નેહી બની શા માટે ત્રીજું નેત્ર પ્રાપ્ત ન કરીએ!

આપણે સૌ જાણીએ છીએ કે આ સંસાર કર્મોના આધારે ચાલે છે. કર્મનું ફળ ફરજિયાત ભોગવવાનું હોય છે. શરીર કર્મ કરવા માટે એક સાધન છે. શરીરની વિવિધ કર્મેન્દ્રિયો મનના આદેશ અનુસાર પોતાની ક્રિયાઓ કરે છે. આ ક્રિયાઓ જો સુખ ઉત્પન્ન કરનાર હોય છે તે વ્યક્તિના કર્મના ખાતામાં પુણ્ય જમા થાય છે. અને જો તે ક્રિયાઓ દુઃખ ઉત્પન્ન કરનાર હોય છે. તો તે વ્યક્તિના ખાતામાં પાપ જમા થાય છે. જીવતા મનુષ્યમાં વિચારોની ઉત્પત્તિનો આધાર આત્મા છે. આત્મા મસ્તકમાં રહે છે.

આત્માના વિચાર અનુસાર જે ભાવ બને છે તે આંખો દ્વારા પ્રત્યક્ષ થાય છે આ વિચારોની ઝડપ જો વધી જાય તો તે મુખ દ્વારા પ્રગટ થાય છે. તેના કરતાં પણ જેવો ઝડપ વધી જાય તો હાથ વગેરે દ્વારા કર્મમાં આવી જાય છે. કર્મના સિદ્ધાંત અનુસાર કોઈપણ ખરાબ વિચાર જો મનમાં વીજળીની જેમ આવ્યો અને જતો રહ્યો તો તે પાણીમાં રેખા બરાબર છે. જો તે ભાવ બની આંખો દ્વારા પ્રગટ થાય છે તો રેતી પર રેખા કરવા બરાબર છે. જો તે વાણીમાં આવી જાય તો પથ્થર પર રેખા બરાબર છે અને જો તે કર્મમાં આવી જાય તો લોખંડ પર રેખા સમાન ઊંડો પ્રભાવ છોડીને જશે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

સુપ્રીમ કોર્ટ પાસેથી હેમંત સોરેનને રાહત ના મળી

નવી દિલ્હીઃ ઝારખંડના ભૂતપૂર્વ CM હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટે આંચકો આપ્યો છે. કોર્ટે તેમની અરજી પર સુનાવણી કરતાં આ મામલે દખલ દેવાથી સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. કોર્ટે સોરેનને ઝારખંડ હાઇકોર્ટ જવા નિર્દેશ આપ્યા છે. કોર્ટ દરેક જણ માટે ખુલ્લી છે અ હાઇકોર્ટ બંધારણીય કોર્ટ છે. અમે એક વ્યક્તિને મંજૂરી આપીશું તો અમારે બધાને મંજૂરી આપવી પડશે, એમ કોર્ટે કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટે એ અરજી પર રાંચી હાઇકોર્ટને જલદી સુનાવણી કરવાના નિર્દેશ આપવાની માગ પણ ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે અમે બંધારણીય કોર્ટને નિયંત્રિત કરીશું. કોર્ટના આ વલણ પછી હવે સોરેન ટૂંક સમયમાં હાઇકોર્ટમાં સુનાવણીની માગ કરે એવી શક્યતા છે.

EDએ સોરેનની ધરપકડ પછી દાવો કર્યો હતો કે ધરપકડ કરવામાં આવેલા ઝારખંડના ભૂતપૂર્વ મંત્રી સોરેનના ગેરકાયદે અને ઉપયોગમાં આશરે 8.5 એકરની એક ડઝન જમીન છે. મુખ્ય મંત્રી પદથી રાજીનામું આપ્યા પછી સોરેન (48)ની ધરપકડ કરવામાં આવી હતી. એજન્સીએ તેમની સાત કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી.

બીજી બાજુ, ઝારખંડમાં ચંપઈ સોરેન સરકારની રચના થશે. ચંપઈ સોરેનના શપથ કાર્યક્રમથી પહેલાં JMMના અધ્યક્ષ શિબુ સોરેન પાસે આશીર્વાદ લીધા હતા. જોકે સૌની નજર ઝારખંડમાં PMLA કોર્ટ પર છે, કેમ કે કોર્ટ સોરેનના રિમાન્ડ પર ચુકાદો આપશે.

 

 

 

 

 

 

 

 

 

 

કોરાનાના 187 નવા કેસો, ત્રણનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 187 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયાં છે.  દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,25,792 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધી 5,33,451 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,90,960 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 141 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1381 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,86,446 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 456 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

૦૨ ફેબ્રુઆરી, ૨૦૨૪

૦૨ ફેબ્રુઆરી, ૨૦૨૪

Chitralekha Gujarati – 12 February, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.   Download

રાશિ ભવિષ્ય 02/02/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 02/02/2024

ચંપઈ સોરેન આવતીકાલે ઝારખંડના CM તરીકે શપથ લેશે

ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયેલા ચંપાઈ સોરેન શુક્રવારે મુખ્યમંત્રી પદના શપથ લેશે. ગુરુવારે રાત્રે તેઓ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા હતા. આ પછી એક તસવીર પણ સામે આવી જેમાં તે રાજ્યપાલ સાથે જોવા મળી રહ્યો છે. ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને ચંપઈ સોરેનની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરી અને તેમને શપથ લેવા આમંત્રણ આપ્યું.