નવી દિલ્હીઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આવકવેરા સ્લેબ્સમાં કોઈ રાહત નથી, પણ સરકાર કેટલીક જૂની ટેક્સ માગને પરત ખેંચશે. નાણાપ્રધાને કહ્યું હતું કે સરકાર નાણાં વર્ષ 2009-10 સુધીની રૂ. 25,000 સુધીની ટેક્સ ડિમાન્ડ અને 2014-15 સુધી રૂ. 10,000 સુધીની ટેક્સ ડિમાન્ડ વિથડ્રો કરશે. એનાથી એક કરોડ કરદાતાઓને લાભ થશે. જોકે સામાન્ય ચૂંટણી પહેલાં આ બજેટમાં એવું કશું નથી. ત્યાં સુધી કે આયાતી સામાનો માટે ઇમ્પોર્ટ ડ્યુટીમાં પણ કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકાર દરેક વર્ગના મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહી છે. એટલે બજેટમાં મોટા એલાનની અપેક્ષા છે. સરકારે સાત લાખ સુધીની વાર્ષિક આવકને ટેક્સ છૂટ આપવાનું એલાન કર્યું છે. જોકે ટેક્સપેયર્સ માટે કોઈ જાહેરાત નથી કરવામાં આવી.
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટમાં મોટી જાહેરાતો કરી છે. તેમણે જાહેરાત કરી કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 11 ટકા વધુ ખર્ચ કરવામાં આવશે.ત્રણ નવા રેલ કોરિડોર શરૂ કરવામાં આવશે.
બજેટમાં હાઇલાઇટ્સ આ મુજબ છે…
સાત લાખની આવક સુધી કોઇ ટેક્સ નહિ
ટેક્સના દરોમાં કોઈ ફેરફાર નહીં
એક કરોડ સોલર પેનલ યુઝર્સને મફત વીજ
એક કરોડ ઘરોને મહિને 300 યુનિટ નિઃશૂલ્ક વીજ
પાંચ વર્ષમાં PMAY-G હેઠળ મધ્યમ વર્ગ માટે બે કરોડ ઘરો બનાવવાની જાહેરાત
લખપતિ દીદી યોજનામાં ત્રણ કરોડ મહિલાઓ જોડવામાં આવશે
આયુષ્માન ભાર યોજના હેઠળ બધી આશા વર્કર્સ, આંગનવાડી વર્કર્સ અને હેલ્પર્સને કવર કરવામાં આવશે.
ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન આપવા પર ફોક્સ
ઈ પરિવહન હેઠળ ઈ બસોની સંખ્યા વધારીશું
ટેક્નોલોજીમાં રસ ધરાવતા યુવાઓને ખાસ તક
આ યુવાઓને 50 વર્ષની વ્યાજમુક્ત લોન અપાશે
યુવાઓ માટે રૂ. એક લાખ કરોડનું ફંડ તૈયાર કરાશે
સરકારના MSP વધારીને ખેડૂતોની આવક વધારવા પ્રયાસ
દેશમાં વધુમાં વધુ મેડિકલ કોલેજ બનાવવાની વ્યવસ્થા કરાશે
સરકારનું ફોકસ ગરીબ, મહિલા અને યુવા સશક્તીકરણ પર
દૂધ ઉત્પાદકતા વધે એ માટે પગલાં લેવાશે.
PM આવાસમાં સાત ટકા આવાસ મહિલાઓને
78 લાખ સ્ટ્રીટ વેન્ડરને લોન અપાઈ
મોદી સરકારે 25 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર કાઢ્યા
નવી દિલ્હીઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે મોદી સરકારના કાર્યકાળમાં દેશના લોકોની સરેરાશ આવક 50 ટકા સુધી વધી છે. વડા પ્રધાન કહે છે કે દેશમાં તકોની કોઈ કમી નથી. સ્કાય ઇઝ ધ લિમિટ.
સરકારે બજેટમાં ગરીબ પરિવારો અને મધ્યવર્ગના પરિવારો માટે મોટી જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે PM આવાસ યોજના ગ્રામીણ હેઠળ આગામી પાંચ વર્ષમાં બે કરોડ વધુ ઘરો બનાવવામાં આવશે. એ સાથએ મધ્યમ વર્ગના પરિવારો માટે નવી આવાસ યોજના શરૂ કરવામાં આવશે.
નાણાપ્રધાને બજેટમાં રેલવે અંગે જણાવ્યું હતું કે ભારતમાં ત્રણ રેલવે કોરિડોર શરૂ કરવામાં આવશે. પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં સુધારો પણ કરવામાં આવશે. પીએમ ગતિ શક્તિ યોજના હેઠળ કામ ઝડપી કરવામાં આવશે. માલવાહક પ્રોજેક્ટ પણ વિકસાવવામાં આવશે. 40,000 સામાન્ય રેલ કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે ડેરી ક્ષેત્રે ખેડૂતોને મદદ કરવા માટે એક યોજના બનાવવામાં આવશે. તેલીબિયાંમાં આત્મનિર્ભરતા માટે વ્યૂહરચના બનાવવામાં આવશે. ઝડપી વિકાસ માટે નવી આર્થિક નીતિઓ બનાવવામાં આવી રહી છે. પીએમ સંપદા યોજનાથી 38 લાખ ખેડૂતોને ફાયદો થયો છે. પીએમ મત્સ્ય યોજના 55 લાખ નવી નોકરીઓ આપશે.તેમણે કહ્યું હતું કે લખપતિ દીદીને પ્રમોટ કરવામાં આવશે. પગાર રૂ. 2 કરોડથી વધારીને રૂ. 3 કરોડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવ કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. સ્વનિર્ભરતા લખપતિ દીદીમાંથી આવી છે. આંગણવાડીના કાર્યક્રમો ઝડપી કરવામાં આવશે. અત્યાર સુધી એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે.
નવી દિલ્હીઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં દેશનું વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ટેક્સનો વ્યાપ વધારવામાં આવ્યો છે. ગિફ્ટ IFSC દ્વારા ગ્લોબલ કેપિટલ ઇનફ્લોમાં સુધારો થયો છે. સરકારે સિટિઝન ફર્સ્ટ પર કામ કર્યું છે. રિટેલ મોંઘવારીને નીતિ અંતર્ગત રાખવામાં આવી છે.
સરકારનું લક્ષ્ય 2047 સુધી વિકસિત દેશ બનાવવાનું છે. સરકાર આશરે 80 કરોડ લોકોને મફત અનાજ આપી રહી છે. સરકાર હાઉસિંગ, પાવર અને પાણી દરેક ઘરે પહોંચાડવાના પ્રયાસ કરી રહી છે. સરકાર ખેડૂતો માટે MSP વધારીને આવક વધારવાના પ્રયાસ કરી રહી છે. સરકારનું ધ્યાન ગરીબ, મહિલા અને યુવા સશક્તીકરણ પર રહ્યું છે.
નાણાં મંત્રીએ કહ્યું હતું કે 11.8 કરોડ ખેડૂતોને સરકારી સહાય આપવામાં આવી છે અને PM કિસાન સન્માન નિધિ યોજના દ્વારા કરોડો ખેડૂતોને રોકડ રકમ સીધી ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. દેશની અન્નદાતાને આ યોજનાનો લાભ મળી રહ્યો છે અને પીએમ ફસલ યોજનાનો લાભ ચાર કરોડ ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે. અમે 300 યુનિવર્સિટીઓની સ્થાપના કરી છે અને એક તૃતીયાંશ મહિલાઓને અનામત આપી છે.
#BudgetWithBS : Our government is working towards development which is all-around, all-inclusive, and all-pervasive. It covers all castes and people at all levels. We are working towards making India a Viksit Bharat by 2047: FM #NirmalaSitharaman .#Budget2024
— Budget 2024-25 #Budget2024 #UnionBudget #Budget (@Budget2024) February 1, 2024
તેમણે કહ્યું હતું પીએમ જન ધન યોજના હેઠળ આદિવાસી સમુદાય સુધી પહોંચવાનું છે. ખાસ આદિવાસીઓ માટે ખાસ સ્કીમ લઈને આવ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વેગ મળ્યો છે. સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચી રહી છે. સરકાર ગરીબી દૂર કરવા માટે કામ કરી રહી છે. સરકારે પડકારોનો હિંમતપૂર્વક સામનો કર્યો છે. ગ્રામીણ વિકાસ માટેની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. પાણી યોજના દ્વારા દરેક ઘર સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. 78 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને મદદ આપવામાં આવી છે. ખેડૂતોને સશક્ત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ પહેલાં મોદી સરકારે 2019ના વચગાળાના બજેટમાં, કરદાતાઓને છૂટ આપવા સિવાય ઘણી મોટી જાહેરાતો કરી હતી. જેમાં ખેડૂતોને લગતી ઘણી યોજનાઓ સામેલ હતી. સરકારે પીએમ કિસાન યોજનાની જાહેરાત કરી હતી અને ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી તો બીજી બાજુ, તેમણે કિસાન ક્રેડિટ કાર્ડ પર વ્યાજ સબવેન્શનનો લાભ પણ આપ્યો હતો. આવી સ્થિતિમાં, આ વખતે પણ સરકાર વચગાળાના બજેટમાં મતદારોને રીઝવવામાં ભાગ્યે જ કોઈ કસર છોડશે. અમને બજેટ સત્ર સંબંધિત તમામ નવીનતમ અપડેટ્સ જણાવો…
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગ ના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.
આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.
હાલમાં ઝારખંડની રાજધાની રાંચીમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જમીન કૌભાંડ કેસમાં લગભગ 7 કલાકની લાંબી પૂછપરછ બાદ EDની ટીમે CM હેમંત સોરેનની ધરપકડ કરી છે. આ પછી હેમંત સોરેન રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું.
STORY | Hemant Soren resigns, senior JMM leader Champai Soren’s name proposed as new CM
આ દરમિયાન ઝારખંડમાં સત્તાધારી પક્ષના ધારાસભ્યો રાજભવન પહોંચ્યા છે. શાસક પક્ષના તમામ ધારાસભ્યોએ ચંપાઈ સોરેનને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે. આવી સ્થિતિમાં ચંપાઈ સોરેન ઝારખંડના નવા સીએમ બની શકે છે. તમને જણાવી દઈએ કે, EDની ટીમે હેમંત સોરેનની સીએમ હાઉસમાં લગભગ 7 કલાક સુધી પૂછપરછ કરી હતી. હેમંત સોરેનની ધરપકડ બાદ સીએમ આવાસ, રાજભવન, ભાજપ કાર્યાલય સહિત રાંચીના વિવિધ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
VIDEO | Hemant Soren arrives at his residence after handing over his resignation as Jharkhand CM to Governor CP Radhakrishnan at Raj Bhavan in Ranchi. pic.twitter.com/CyzFo4lINk
સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની પૂછપરછમાં ED અધિકારી હેમંત સોરેનના જવાબોથી સંતુષ્ટ નથી. હેમંત સોરેને અત્યાર સુધીની પૂછપરછમાં માત્ર હા અને નામાં જ જવાબ આપ્યો છે. EDના અધિકારીઓએ હેમંત સોરેનને 40 થી વધુ પ્રશ્નો પૂછ્યા છે. ઘણા સવાલો સાંભળીને હેમંત સોરેન ED અધિકારીઓ પર ગુસ્સે થઈ ગયા. આ દરમિયાન રાંચીના ઘણા વિસ્તારોમાં કલમ 144 લાગુ છે. સીએમ હાઉસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને માઈકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
VIDEO | “Hemant Soren has resigned as the CM, Champai Soren’s name has been proposed as the CM by the alliance. We have given signatures of 43 MLAs, 47 MLAs are with us,” says Jharkhand minister @Alamgircongress. pic.twitter.com/nr6sz2h492
હેમંત સોરેનની ધરપકડ બાદ તેમની પત્ની એટલે કે કલ્પના સોરેનને સીએમ બનાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કલ્પના સોરેન ઉપરાંત ચંપા સોરેનને પણ સીએમ બનાવવાની ચર્ચા છે. જોકે, JMM પ્લાન B પર પણ કામ કરી રહ્યું છે. ચાલો હવે આ પ્લાન વિશે પણ જાણીએ. વાસ્તવમાં હેમંત સોરેનની યોજનામાં તેમને ડેપ્યુટી સીએમ બનાવવાનો પ્રસ્તાવ પણ છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પ્લાન બીમાં ઝારખંડમાં બે નાયબ મુખ્યમંત્રી હશે.
BCCI સેક્રેટરી જય શાહની એક વાર ફરી એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે ફરીથી નિયુક્તિ કરવામાં આવી. આ સાથે ACCના પ્રમુખ તરીકે ત્રીજી ટર્મ માટે સર્વસંમતિ આપવામાં આવી છે. 31 જાન્યુઆરીના રોજ બાલીમાં ACCની મળેલી AGM માં BCCI સેક્રેટરી જય શાહને ફરી એકવાર ત્રીજી ટર્મ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે ACCના પ્રમુખ તરીકેનો તેમનો કાર્યકાળ જાન્યુઆરી 2026 સુધી લંબાવવામાં આવ્યો છે. શ્રીલંકા ક્રિકેટના પ્રમુખ શમ્મી સિલ્વા દ્વારા તેમના કાર્યકાળને લંબાવવાની દરખાસ્ત બીજી વખત કરવામાં આવી હતી. BCCIના સેક્રેટરી જય શાહને 2021 માં પ્રથમ વખત એશિયન ક્રિકેટ કાઉન્સિલના (ACC) પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 2021માં 32 વર્ષની ઉંમરે જય શાહ ACCની મુખ્ય ભૂમિકા સંભાળનાર સૌથી યુવા એડમિનિસ્ટ્રેટર બન્યા હતા.
The BCCI secretary Jay Shah has been reappointed as chairman of Asian Cricket Council for third consecutive term. #Cricket
જય શાહનો ACCના પ્રમુખ તરીકે બીજી ટર્મનો કાર્યકાળ હજી પૂરો થયો નથી અને તેમને આગામી એટલે કે ત્રીજી ટર્મ માટે પણ ચુંટાયા હતા. જય શાહે ACC નો આભાર માન્યો હતો.
જય શાહએ શું કહ્યું..?
જય શાહે કહ્યું કે મારામાં વિશ્વાસ રાખવા બદલ હું ACC બોર્ડનો આભારી છું. આપણે રમતના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એવા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ જ્યાં હજી તેના પ્રારંભિક તબક્કામાં છે. ACC સમગ્ર એશિયામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.
જય શાહ ICC પ્રમુખની પણ લડી શકે છે ચૂંટણી
જય શાહની ACC ના પ્રમુખ તરીકેની પસંદગી બાદ હવે એવા પણ સમાચાર મળી રહ્યા છે કે જય શાહ આગમી નવેમ્બરમાં યોજાનારી ICC પ્રમુખની ચૂંટણી પણ લડી શકે છે. હાલ તેઓ BCCIના સચિવ છે.
શ્રીલંકા ક્રિકેટના પ્રમુખ શમ્મી સિલ્વા
શ્રીલંકા ક્રિકેટના પ્રમુખ શમ્મી સિલ્વાએ જણાવ્યું હતું કે જય શાહના માર્ગદર્શન હેઠળ, ACC એ બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા જેવી ક્રિકેટની મહાસત્તાઓમાં નવી પ્રતિભાઓને ઉજાગર કરવામાં અને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ઓમાન ક્રિકેટના પ્રમુખ અને ACCના ઉપપ્રમુખ પંકજ ખીમજીએ પણ જય શાહને તેમના કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા હતા.
સરકારી પરીક્ષા આપવા માગતા યુવાનો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212/202324 અન્વયે કુલ 4304 જગ્યાઓ માટેની જે જાહેરાત બહાર પાડી હતી તેમાં જુનિયર ક્લાર્ક અંતર્ગત જે બેઠકો હતી તેમાં વધારો કરવામાં આવ્યો છે. આ પરીક્ષા માટે અરજી કરવા માગતા યુવાનો પાસે હવે ગણતરીના કલાકોનો સમય જ બાકી રહ્યો છે.
હસમુખ પટેલે આપી માહિતી
ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જગ્યાઓ 4300થી વધારીને 5202 કરાઈ છે. આ જગ્યાઓ માટે અરજી કરવાનો આજે છેલ્લો દિવસ છે. તેમજ બીટ ગાર્ડની પરિક્ષાને લઈને તેમણે જણાવ્યું કે, 1ફેબ્રુઆરીથી બીટ ગાર્ડની પરિક્ષાના કોલ લેટર ડાઉનલોડ થશે.
જગ્યાઓમાં વધારો
ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. જે જગ્યાઓ 4300થી વધારીને 5202 કરાઈ છે. ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત 20 કેડર માટે 5202 જગ્યાઓ પર અરજી કરવાનો આજે એટલે કે 31 જાન્યુઆરી 2024 છેલ્લો દિવસ છે.
કંફર્મ થયેલા ફોર્મની ફી આ તારીખ સુધી ભરી શકાશે
ત્યારે આ ખાલી જગ્યાઓ સત્વરે ભરવા માટે સૂચના આપવામાં આવી છે. વિવિધ ખાતાની કચેરીઓમાંથી જૂનિયર ક્લાર્કની ભરતી કરવા માંગ હતી જેથી 898 જગ્યા વધુ ભરવાનો નિર્ણય કરવામા આવ્યો છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની શરૂઆત 4 જાન્યુઆરી થી થઈ છે 31 જાન્યુઆરી સુધી એટલે કે આજ સુધી ફોર્મ ભરી શકાશે. જૂનિયર ક્લાર્ક ની 31 જાન્યુઆરી બાદ બે દિવસ કંફર્મ થયેલા ફોર્મની ફી ભરી શકાશે.
ક્યારે લેવાશે પરીક્ષા ?
તેમજ તેમણે જૂનિયર ક્લાર્ક પરિક્ષાને લઈને જણાવ્યુ કે, એપ્રિલથી જૂનિયર ક્લાર્ક પરિક્ષા લેવામા આવશે. જૂનિયર ક્લાર્કમાં અત્યારસુધી 3 લાખ જેટલા ફી સાથે ફોર્મ ભરાયા છે.
બીટ ગાર્ડની પરિક્ષાને લઈને આપી આ માહિતી
હસમુખ પટેલે જણાવ્યું કે, 1ફેબ્રુઆરીથી બીટ ગાર્ડની પરિક્ષાના કોલ લેટર ડાઉનલોડ થશે. અને બીટ ગાર્ડ માટે ભરતી પરિક્ષા 8 ફેબ્રુઆરી થી 27 ફેબ્રુઆરી સુધી લેવાશે. બીટ ગાર્ડ ની 4 લાખ કરતા વધુ ઉમેદવાર ભરતી પરિક્ષા આપશે. વધુમાં તેમણે જણાવ્યું કે, માર્ચ માસના દર રવિવારે પ્લાનિંગ આસિસ્ટન્ટ સર્વેયરની જગ્યાએ ભરવા પરિક્ષાઓનું આયોજન થશે.