૨૬ જાન્યુઆરી, ૨૦૨૪
૨૬ જાન્યુઆરી, ૨૦૨૪
Chitralekha Gujarati – 05 February, 2024
રાશિ ભવિષ્ય 26/01/2024
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ સારો અને ઉત્સાહ વાળો જણાય છે, તમારા ધાર્યાકામ થવાથી તમે આનંદની લાગણી અનુભવો, પ્રિયજન તરફથી સારો પ્રેમભાવ જોવા મળી શકે છે, અગત્યની મિલનમુલાકાત ફળદાયક બની શકે,વેપારમાં નાનુંકામ કરવુજ યોગ્ય છે, કોઈના કામમાં સહયોગ આપો તેવી વૃત્તી જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે, પ્રવાસનું ક્યાંક આયોજન પણ થઈ શકે છે અને તેમાં ક્યાંક અણધર્યા નાણાકીયખર્ચ થાય, માર્કેટિંગક્ષેત્રમાં તમારો સારો પ્રભાવ જોવા મળે, પ્રિયજન તરફથી ખુશીની લાગણીનો અનુભવ થાય, ધાર્મિકભાવના વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈની સાથે કોઈપણ પ્રકારનું ગેરવર્તનના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાના આવે તેનું ધ્યાન રાખવું, તમારે આજે સમાધાનકારી નીતિ અપનાવાથી પરિસ્થિતિ હળવી બની રહશે. મનમાં કોઈવાતનો તમને ઉદ્વેગ રહ્યા કરે તેવું બની શકે.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળી શકે છે અને માનસિકથાકની લાગણી વધુ જોવા મળે જેના કારણે તમારા સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, આજે કોઈને વણમાગી સલાહન આપવી તેમજ વાર્તાલાપમાં ક્યાય દલીલબાજીન કરવી, વેપારમાં જોખમન લેવું યોગ્ય છે.
આજનો દિવસ સરસ છે, તમે આત્મવિશ્વાસથી કામ કરતા જોવા મળો, તમારા ભૂતકાળના કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ મહેનત યોગ્ય છે, જૂનીકોઈ ઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી વાર્તાલાપ કરી ખુશીની લાગણી અનુભવો. થોડા મજાકવૃત્તિવાળા બનો.
આજનો દિવસે થોડી સાવચેતી રાખવી તેમજ વાણીસંયમ રાખવો પણ જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, કોઈપણ પ્રકારની મિલનમુલાકાત દરમિયાન વાર્તાલાપમાં કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું અગત્યનું કહી શકાય, ભક્તિમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.
આજનો દિવસ સારો છે આજે તમારા પસંદગીના કામ થઇ શકે, તમારી લાગણીની કદર થાય, પરિચિત સાથે કોઈબાબતનો સાથસહકાર સારો જોવા મળી શકે અને તેની ખુશી અનુભવાય, ધાર્મિકભાવના વધુ જોવા મળે અને મન ભક્તિકે સદ્કાર્ય કરવા પ્રેરાય તેવું પણ બનવા જોગ છે. મન પ્રફુલ્લિત રહેશે.
આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાણીસયમ અને ગુસ્સાને કાબુમાં રાખવો, મજાકમસ્તી કરનાર લોકોથી થોડું અંતર રાખવું તેમજ તેમની વાતોને જરૂરિયાત પુરતુ જ ધ્યાન આપવું. ક્યાંક જુનાપ્રસંગો યાદ આવવાથી મન અશાંત વધુ રહી શકે છે, માટે વ્યવહારુ અભિગમ અપનાવો.
આજનો દિવસ સરસ છે, પ્રિયજન સાથેના જુનામતભેદ ભૂલવાની તક મળે, વિદ્યાર્થીવર્ગ માટે હરવાફરવા માં સારો સમય પસાર થાય, અગત્યની વાર્તાલાપકે મિલનમુલાકાત માટેના પ્રયત્ન કરતા હોવતો તેમાપણ તમને અન્યનો સારો સાથ-સહકાર અને માર્ગદર્શન મળે તેવું બની શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.
આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય, જુનાસ્મરણો તાજા થાય જેમાં તમને સારી ખુશીની લાગણી થાય, વાતચિત દરમિયાન ખોટો ઉશ્કેરટના આવે તેનું ધ્યાન રાખવું જેથી તમે કદાચ કોઈની મજાકના પાત્રના બનો. બિનજરૂરી ખરીદી થવાથી તમારું મન થોડું બેચેન બને તેવું બની શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રવર્તુળ સાથે બિનજરૂરી સમય અને નાણાનો વ્યય થાય અને તેનું ભાન તમને દિવસને અંતે થવાથી મનમાં ગુસ્સાની લાગણી અનુભવો પરંતુ તમારા પ્રિયજનની યોગ્યવર્તણુક અને વાતચીતથી તમે પ્રભાવિત થઇ ખુશીની લાગણી અનુભવી રાહત પામો, મનમાં દ્વિધા રહ્યા કરે.
આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈને કોઈબાબતમાં નકારત્મકવિચારની અસર તમારી દિનચર્યા પર પણ પડે માટે તમારે આજે કોઈ કામમાં વ્યસ્ત રહેવું, હરવુંફરવુંકે ભક્તિમાં મન પોરવવું યોગ્ય કહી શકાય. કોઈ પણ અગત્યના કામકાજ કરવામાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે.
પદ્મ પુરસ્કારોની જાહેરાત, 33 હસ્તીઓને મળશે પદ્મશ્રી
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 2024 માટે 132 પદ્મ પુરસ્કારોને મંજૂરી આપી છે જેમાં પાંચ પદ્મ વિભૂષણ, 17 પદ્મ ભૂષણ અને 110 પદ્મ શ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, અભિનેત્રી વૈજયંતિમાલા બાલી, અભિનેતા ચિરંજીવી, ભરતનાટ્યમ નૃત્યાંગના પદ્મા સુબ્રમણ્યમ અને સુલભ ઈન્ટરનેશનલના સ્વર્ગસ્થ બિંદેશ્વર પાઠકને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે.
પૂર્વ રાજ્યપાલ રામ નાઈક સહિત 17 હસ્તીઓને પદ્મ ભૂષણ
ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ રામ નાઈક, ગાયિકા ઉષા ઉથુપ, પ્યારેલાલ શર્મા સહિત 17 હસ્તીઓને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે.
પાર્વતી બરુઆ સહિત આ નાયકોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા
દેશની પ્રથમ મહિલા હાથી માહુત પાર્વતી બરુઆ, જશપુરના આદિવાસી કલ્યાણ કાર્યકર્તા જગેશ્વર યાદવ અને સેરાઈકેલા ખરસાવાનના આદિવાસી પર્યાવરણવાદી ચામી મુર્મુ સહિત 34 વ્યક્તિઓને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે.
નામ સન્માન
પાર્વતી બરુઆ (આસામ) પદ્મશ્રી
ચામી મુર્મુ (ઝારખંડ) પદ્મશ્રી
જગેશ્વર યાદવ (છત્તીસગઢ) પદ્મશ્રી
ગુરવિંદર સિંહ (હરિયાણા) પદ્મશ્રી
સત્યનારાયણ બેલ્લારી (કેરળ) પદ્મશ્રી
કે ચેલમ્મલ (આંદામાન અને નિકોબાર) પદ્મશ્રી
સંગથાંકીમા (મિઝોરમ) પદ્મશ્રી
હેમચંદ માંઝી (છત્તીસગઢ) પદ્મશ્રી
યાનુંગ જામોહ લેગો (અરુણાચલ પ્રદેશ) પદ્મશ્રી
સોમન્ના (કર્ણાટક) પદ્મશ્રી
પ્રેમા ધનરાજ (કર્ણાટક) પદ્મશ્રી
ઉદય વિશ્વનાથ દેશપાંડે (મહારાષ્ટ્ર) પદ્મશ્રી
યેઝદી માણેકશા ઈટાલિયા (ગુજરાત) પદ્મશ્રી
શાંતિદેવી પાસવાન અને શિવાન પાસવાન (બિહાર) પદ્મશ્રી
રતન કહાર (પશ્ચિમ બંગાળ) પદ્મશ્રી
અશોક કુમાર બિસ્વાસ (બિહાર) પદ્મશ્રી
બાલકૃષ્ણમ સદનમ પુથિયા (કેરળ) પદ્મશ્રી
ઉમા મહેશ્વરી ડી (આંધ્રપ્રદેશ) પદ્મશ્રી
ગોપીનાશ સ્વેન (ઓડિશા) પદ્મશ્રી
સ્મૃતિ રેખા ચકમા (ત્રિપુરા) પદ્મશ્રી
ઓમ પ્રકાશ શર્મા (મધ્યપ્રદેશ) પદ્મશ્રી
નારાયણન ઇપી (કેરળ) પદ્મશ્રી
ભાગવત પધાન (ઓડિશા) પદ્મશ્રી
સનાતન રુદ્ર પાલ (પશ્ચિમ બંગાળ) પદ્મશ્રી
બદરપ્પન એમ (તમિલનાડુ) પદ્મશ્રી
જોર્ડન લેપ્ચા (સિક્કિમ) પદ્મશ્રી
મચિહન સાસા (મણિપુર) પદ્મશ્રી
ગદ્દમ સમૈયા (તેલંગાણા) પદ્મશ્રી
જાનકીલાલ (રાજસ્થાન) પદ્મશ્રી
દાસારી કોંડપ્પા (તેલંગાણા) પદ્મશ્રી
બાબુ રામ યાદવ (ઉત્તર પ્રદેશ) પદ્મશ્રી
નેપાળ ચંદ્ર સુત્રધર (પશ્ચિમ બંગાળ) પદ્મશ્રી
PM મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિને ભેટમાં આપ્યું રામ મંદિરનું મોડલ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન 75માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા માટે ગુરુવારે ભારત પહોંચ્યા હતા. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને તેઓ જયપુર પહોંચ્યા, જ્યાં રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માએ મેક્રોનનું સ્વાગત કર્યું. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ જયપુરમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો.
VIDEO | PM Modi gifted a replica of Ram Mandir to French President Emmanuel Macron in Jaipur earlier today. pic.twitter.com/gv2RCQhbZ0
— Press Trust of India (@PTI_News) January 25, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ ગુરુવારે જયપુરમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો. આ રોડ શો જંતર-મંતરથી શરૂ થઈને સાંગાનેરી ગેટ સુધી ચાલુ રહ્યો હતો. આ દરમિયાન રોડ શો જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લોકોએ પીએમ મોદી અને મેક્રોન પર ફૂલ પણ વરસાવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ મેક્રોનને રામ મંદિરનું એક મોડેલ ભેટમાં આપ્યું હતું અને તેમને એક દુકાનમાં મસાલા ચા પણ પીરસી હતી.
VIDEO | PM Modi and French President Emmanuel Macron interacted over a cup of tea as they visited a tea stall in Jaipur earlier today. PM Modi also used UPI to make a payment at the tea stall. pic.twitter.com/dzRjFTIPHR
— Press Trust of India (@PTI_News) January 25, 2024
75માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ મુર્મૂનું રાષ્ટ્રને સંબોધન
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે 75માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું, હું દેશને શુભેચ્છા પાઠવું છું. આવતીકાલે આપણે બંધારણના પ્રારંભની ઉજવણી કરીશું. બંધારણની પ્રસ્તાવના વી ધ પીપલથી શરૂ થાય છે. આ શબ્દો આપણા બંધારણના મૂળ વિચારને રેખાંકિત કરે છે. લોકશાહી પ્રણાલી પશ્ચિમી લોકશાહીની કલ્પના કરતાં ઘણી જૂની છે, તેથી જ ભારતને ‘લોકશાહીની માતા’ કહેવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે આપણો દેશ આઝાદીની સદી તરફ આગળ વધી રહ્યો છે અને અમૃતકાલના પ્રારંભિક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આપણા પ્રજાસત્તાકનું 75મું વર્ષ ઘણી રીતે દેશની યાત્રામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે.
VIDEO | “My dear countrymen, Republic Day is an important occasion to remember our fundamental values and principles. When we think about one of our values, then naturally all the other values also come to our attention,” says President Droupadi Murmu in her address to the… pic.twitter.com/UOgHMpM4to
— Press Trust of India (@PTI_News) January 25, 2024
રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બન્યો છે. અમને હંમેશા અમારા વૈજ્ઞાનિકો અને ટેક્નોલોજિસ્ટ્સ પર ગર્વ છે, પરંતુ હવે તેઓ પહેલા કરતા વધુ ઊંચા લક્ષ્યો નક્કી કરી રહ્યા છે અને તે મુજબ પરિણામો પ્રાપ્ત કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે ‘નારી શક્તિ વંદન એક્ટ’ મહિલા સશક્તિકરણનું ક્રાંતિકારી માધ્યમ સાબિત થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે સરકારે આગામી પાંચ વર્ષ સુધી 81 કરોડથી વધુ લોકોને મફત અનાજ આપવાનો નિર્ણય કર્યો છે. સંભવતઃ આ ઇતિહાસમાં તેના પ્રકારનો સૌથી મોટો લોક કલ્યાણ કાર્યક્રમ છે.
VIDEO | “Our country is moving towards the century of Independence while passing through the initial phase of Amrit Kaal. This is a period of epochal change,” says President Droupadi Murmu in her address to the nation on the eve of 75th Republic Day. pic.twitter.com/vM8CJH6O8V
— Press Trust of India (@PTI_News) January 25, 2024
રાષ્ટ્રપતિએ શું કહ્યું?
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે હું ભારતને ઉર્જાના પુનઃપ્રાપ્ય સ્ત્રોતોને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક ક્લાયમેટ એક્શનને નેતૃત્વ પ્રદાન કરવામાં અગ્રણી યોગદાન આપતું જોઈને ખૂબ જ ખુશ છું.
માવા માલપૂઆ
માલપૂઆ સાદા તો સ્વાદિષ્ટ લાગે જ છે. જો તેમાં માવો નાખીને બનાવો તો તેનો સ્વાદ બહુ જ અલગ લાગે છે, વળી રબડી સાથે પીરસો તો તેની જુદી જ વેરાયટી બને છે!

સામગ્રીઃ
- મેંદો 1 કપ
- માવો ½ કપ
- હૂંફાળું દૂધ 2 ટે.સ્પૂન
- અધકચરી પીસેલી વરિયાળી પાઉડર ½ ટી.સ્પૂન
- સાકર ½ ટે.સ્પૂન
- ચપટી મીઠું
- માલપૂઆ તળવા માટે તેલ અથવા ઘી
ચાસણી માટેઃ
- સાકર ½ કપ
- પાણી ½ કપ
- એલચી પાઉડર ¼ ટી.સ્પૂન
- કેસરના તાંતણા થોડાંક
- કાજુ-પિસ્તાની કાતરી સજાવટ માટે
રીતઃ માવાને ખમણીને મિક્સીમાં નાખી, મેંદો તેમજ 2 ટે.સ્પૂન દૂધ ઉમેરી, સાકર તેમજ વરિયાળી પાઉડર તથા ચપટી મીઠું મેળવીને મિક્સીમાં ફેરવી દો. આ મિશ્રણ થોડું ઢીલું રાખવું. તેને 15 મિનિટ માટે બાજુએ રાખી દો.

ત્યાંસુધીમાં સાકરની ચાસણી બનાવી લઈ તેમાં એલચી પાઉડર તેમજ કેસર નાખી દો.
15 મિનિટ બાદ એક કઢાઈમાં તેલ અથવા ઘી ગરમ કરી તેમાં એક ચમચા વડે માલપૂઆનું મિશ્રણ રેડીને માલપૂઆ ચીપિયા અથવા ઝારાની મદદથી બંને બાજુએથી સોનેરી રંગના તળી લો. માલપૂઆ બહાર કાઢી લીધા બાદ તેને સાકરની ચાસણીમાં 2 મિનિટ માટે રાખી લીધા બાદ પ્લેટમાં મૂકીને તેની ઉપર કાજુ-પિસ્તાની કાતરી ભભરાવી દો. જો રબડી સાથે માલપૂઆ પીરસવા હોય તો માલપૂઆ ઉપર રબડી રેડીને કાજુ-પિસ્તાની કાતરી સજાવી દો.
આ માલપૂઆ ગરમાગરમ સારા લાગે છે. તેથી બની શકે તો તે ગરમાગરમ ખાવામાં લેવા.

સરકારના CED, “AADEE ગર્ભસંસ્કાર એપ” વચ્ચે MOU થયા
ગાંધીનગરઃ ગુજરાત સરકારના “ધ સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ”(CED) અને “AADEE ગર્ભસંસ્કાર એપ” વચ્ચે પ્રોમિસિંગ પ્રેગનન્સી માર્કેટના એસ્પાઇરિંગ ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે તેમ જ પ્રાચીન ભારતીય પ્રથા અનુસાર પ્રિનેટલ એજ્યુકેશન આપવા માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) સાઇન કરવામાં આવ્યા છે.
આ MOU અંતર્ગત “AADEE ગર્ભસંસ્કાર એપ” CED સાથે સંકળાયેલા પ્રેગનન્સી માર્કેટ ઉદ્યોગ સાહસિકોને સગર્ભાવસ્થા-સંબંધિત ઉત્પાદનો અને સેવાઓ માટે જરૂરી કુશળતા અને જ્ઞાનથી સજ્જ કરશે તેમ જ ગર્ભ સંસ્કારના વિશિષ્ટ ક્ષેત્રમાં આંતરદ્રષ્ટિ પ્રદાન કરશે, જે ઉદ્યોગસાહસિકોને આ ક્ષેત્રમાં નવીન સાહસો કરવા માટે સક્ષમ બનાવશે. 
આ અંગે વધુ જણાવતાં “AADEE ગર્ભસંસ્કાર એપ”નાં CEO અને ફાઉન્ડર આશા વઘાસિયાએ કહ્યું હતું કે ગર્ભસંસ્કાર ક્ષેત્રમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે AADEE અને CED વચ્ચે થયેલા આ જોડાણ કરતા અમે આનંદિત છીએ. આ ભાગીદારી ઉદ્યોગસાહસિકો માટે આશાસ્પદ પ્રેગ્નન્સી માર્કેટમાં ઉત્કૃષ્ટ બનવાના નવા રસ્તાઓ ખોલે છે. અમે આ MOU દ્વારા લગભગ 1000 ઉદ્યોગસાહસિકોને તાલીમ આપીશું. આ સંયુક્ત પ્રયાસ મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો માટે સહાયક ઇકોસિસ્ટમ બનાવશે, તેમના વ્યવસાયિક સપનાને સાકાર કરવામાં સુવિધા આપશે.
USAસ્થિત દાતા જિગરભાઈ પટેલને દાનભાસ્કર એવોર્ડ
ચાંગા: ચારુસેટ કેમ્પસ માટે રૂ. એક કરોડનું માતબર દાન આપનાર મૂળ પાળજના વતની અને હાલમાં USA સ્થિત વિખ્યાત હોટેલિયર અને ઉદાર દિલના દાતા જિગરભાઈ અશોક્ભાઈ પટેલને શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે 25 જાન્યુઆરીએ ગુરૂવારે ચારુસેટ કેમ્પસમાં દાનભાસ્કર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચારુસેટ હોસ્પિટલમાં દાતા પરિવારના હસ્તે સ્વ. ડાહ્યાભાઈ ફુલાભાઈ પટેલ અને સ્વ. ઈશ્વરભાઈ ફુલાભાઈ પટેલ ડિપાર્ટમેન્ટ ઓફ ડેન્ટલ કેરનું નામાભિધાન અને દીપ પ્રાગટ્ય સાથે તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ સમારંભના અધ્યક્ષસ્થાને કેળવણી મંડળ-ચારુસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થા અને CHRFના પ્રમુખ નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા–કેળવણીમંડળ–CHRFના મંત્રી ડો. એમ.સી. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ સી. એ. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ અશોકભાઈ પટેલ, કેળવણી મંડળના ટ્રસ્ટી અને CHRFના ઉપપ્રમુખ વીરેન્દ્રભાઈ પટેલ, અગ્રણી દાતા મનુભાઈ પી. ડી. પટેલ, કેળવણી મંડળના ટ્રસ્ટી વિષ્ણુભાઈ પટેલ, કેળવણી મંડળના સહમંત્રી મધુબહેન પટેલ, ખજાનચી ગિરીશભાઈ સી. પટેલ, ચારુસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, દિલીપભાઈ પટેલ, વી. એમ. પટેલ, જશભાઈ પટેલ, ચારુસેટ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલ, માતૃસંસ્થા–કેળવણી મંડળ-ચારુસેટ-CHRFના પદાધિકારીઓ, હોદેદારો, ચારુસેટની વિવિધ કોલેજોના પ્રિન્સિપાલો, ડીન, વિભાગોના વડાઓ, ફેકલ્ટી અને ચારુસેટ હોસ્પિટલ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે દાતા જિગરભાઇ પટેલના પરિવારજનો- પત્ની મિત્તલબહેન પટેલ, બંને પુત્રો જૈમિત અને હરિકૃષ્ણ, વિનોદભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, અલ્પેશભાઈ, ચંદ્રકાંતભાઈ વગેરે ખાસ USA-UK, પાળજથી હાજર રહ્યા હતા. દાતા પરિવાર તરફથી સન્માનનો પ્રતિભાવ વ્યક્ત કરતાં જિગરભાઈએ જણાવ્યું હતું કે આ એવોર્ડ મારા પિતાને અર્પણ કરું છું જેમણે મને અન્યો માટે જીવવા અને સમાજ માટે સારાં કાર્યો કરવા પ્રેરણા આપી છે. આ બધું ભગવાનની કૃપાથી થાય છે. આ દાન થકી ચારુસેટનો હિસ્સો બનતાં ગૌરવ થાય છે અને વધુ અત્યાધુનિક તબીબી સેવાઓ દર્દીઓને ઉપલબ્ધ થાય તેવી આશા છે. કેળવણી મંડળના સહમંત્રી શ્રીમતી મધુબેન પટેલે આભારવિધિ કરી હતી. સમારંભનું સંચાલન આસિસ્ટન્ટ પ્રોફેસર જયશ્રી મહેતા અને ડો. વિકાસ રાવલે કર્યું હતું.




