નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદ પાર વધતાં તણાવ વચ્ચે ઇસ્લામિક અમીરાતના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે તેણે રાવલપિંડીના નૂર ખાન એરબેસ સહિત પાકિસ્તાનના મહત્વપૂર્ણ સૈનિક ઠેકાણાંઓ પર હવાઈ હુમલા કર્યા છે. આ કાર્યવાહી અફઘાન વિસ્તારમાં પાકિસ્તાની હવાઈ હુમલાના જવાબરૂપે કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.
મંત્રાલયે ‘X’ પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે અફઘાન વાયુસેનાએ પાકિસ્તાનનાં મહત્વપૂર્ણ સૈનિક ઠેકાણાઓને નિશાન બનાવતાં અસરકારક હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલામાં રાવલપિંડીનો નૂર ખાન એરબેસ, બલૂચિસ્તાનના ક્વેટામાં આવેલી 12મી બ્રિગેડનો બેસ, ખૈબર પખ્તૂનખ્વાના મોહમ્મદ એજન્સીમાં આવેલ ખોઇઝાઈ કેમ્પ તેમ જ અન્ય સૈનિક સ્થળોનો સમાવેશ થાય છે, જ્યાં મહત્વપૂર્ણ સૈનિક સુવિધાઓ અને કેન્દ્રો સ્થિત છે.
આ હુમલામાં રાવલપિંડીનો નૂર ખાન બેસ, ક્વેટામાં 12મી બ્રિગેડ બેસ, મોહમ્મદ એજન્સીમાં ખોઇઝાઈ કેમ્પ તથા અન્ય કેટલાંક સૈનિક સ્થળો સામેલ છે. આ હુમલાઓથી આ ઠેકાણાંઓને ભારે નુકસાન પહોંચ્યું છે.
રાવલપિંડીના ચકલા વિસ્તારમાં આવેલ નૂર ખાન એરબેસને ગયા વર્ષે મે મહિનામાં ભારત દ્વારા પાકિસ્તાનનાં મુખ્ય સૈનિક ઠેકાણાંઓ પર કરવામાં આવેલા સંકલિત હુમલાઓ બાદ પણ ભારે નુકસાન થયું હતું. આ હુમલા “ઓપરેશન સિંદૂર” હેઠળ ભારતીય સશસ્ત્ર દળોની જવાબી કાર્યવાહી તરીકે કરવામાં આવ્યા હતા.
મેક્સર ટેક્નોલોજીઝ દ્વારા 13 મેના રોજ લેવામાં આવેલી ઉપગ્રહ તસવીરોમાં પાકિસ્તાનના નૂર ખાન એરબેસ સહિત અનેક હવાઈ મથકોને ભારે નુકસાન થયેલું દેખાયું હતું. એ દરમિયાન અફઘાન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ અભિયાન પાકિસ્તાની સેનાએ “ગઈ રાતે અને આજે” કાબુલ, બાગરામ અને અન્ય વિસ્તારો પર કરેલા હવાઈ હુમલાના જવાબમાં શરૂ કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક માહિતી મુજબ આ હુમલાઓના પરિણામે દર્શાવેલાં લક્ષ્યોને નોંધપાત્ર નુકસાન થયું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે અફઘાન હવાઈ ક્ષેત્રનું કોઈ પણ ઉલ્લંઘન અથવા “પાકિસ્તાનમાં દૂષિત તત્વો દ્વારા અપમાનજનક કાર્યવાહી”નો આકરો જવાબ આપવામાં આવશે. તાજેતરના સરહદ પાર હુમલાઓની ખબરોથી બંને પડોશી દેશો વચ્ચેનો તણાવ ઝડપથી વધી રહ્યો છે.
નવી દિલ્હીઃ સોમવારે વહેલી સવારે લેબેનોનના આતંકવાદી સંગઠન હિજબુલ્લા દ્વારા સરહદ પાર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા બાદ ઇઝરાયલે બેરુત પર હવાઈ હુમલા કર્યા હતા. એક વર્ષથી વધુ સમય પછી પહેલી વાર હિજબુલ્લાએ ઇઝરાયેલ પર સીધા હુમલાની જવાબદારી સ્વીકારી છે. ઇઝરાયલી સેનાએ જણાવ્યું હતું કે એક મિસાઇલને અવરોધવામાં આવી હતી, જ્યારે અન્ય ખુલ્લા વિસ્તારોમાં પડી હતી. કોઈના ઇજાગ્રસ્ત થવા કે નુકસાનની માહિતી મળી નથી. હિજબુલ્લાએ પોતાની કાર્યવાહી ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખોમિનીની હત્યા અને ઇઝરાયેલની વારંવારની આક્રમક કાર્યવાહીનો બદલો હોવાનું જણાવ્યું હતું.
ઈરાને ઇઝરાયેલ અને અમેરિકી સેનાને આશ્રય આપતા ખાડી દેશોને નિશાન બનાવી મિસાઇલ અને ડ્રોન હુમલાથી જવાબ આપ્યો. યેરુશલેમમાં થયેલા મિસાઇલ હુમલામાં સાત લોકો ઘાયલ થયા, જ્યારે અન્ય હુમલાઓમાં ખાડી વિસ્તારમાં અનેક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યાં. યુનાઇટેડ સ્ટેટ્સ અને અનેક આરબ સાથી દેશોએ ઈરાનની કાર્યવાહીનો નિંદા કરતાં તેને ગેરજવાબદાર અને અસ્થિરતા પેદા કરનાર ગણાવી. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના સભ્ય દેશોએ પોતાના વિસ્તારોની રક્ષા કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો અને જવાબી કાર્યવાહીનો અધિકાર સુરક્ષિત રાખ્યો હતો.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુષ્ટિ કરી કે આ અભિયાન દરમિયાન ત્રણ અમેરિકી સૈનિકો શહીદ થયા છે અને વધુ જાનહાનિ થવાની શક્યતા અંગે ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે ‘ઓપરેશન એપિક ફ્યુરી’ નામનું આ અભિયાન લગભગ ચાર અઠવાડિયા સુધી ચાલી શકે છે અને તમામ લક્ષ્યો હાંસલ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. તેમણે ઈરાની સેનાને આત્મસમર્પણ કરવાની અપીલ કરી અને ઈરાનના નાગરિકોને બળવો કરવા આહ્વાન કર્યું.
ઇઝરાયેલ–ઈરાન યુદ્ધ: અપડેટ્સ
ઈરાની રેડ ક્રેસેન્ટ મુજબ દેશભરમાં ઓછામાં ઓછા 201 લોકોનાં મોત થયાં છે અને 700થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલાઓમાં દક્ષિણ ઈરાનની એક ગર્લ્સ સ્કૂલ પણ સામેલ છે, જ્યાં ઓછામાં ઓછા 85 લોકોનાં મોત થયાં હોવાની આશંકા છે.
આ હુમલાઓમાં આઈઆરજીસી (IRGC)ના કમાન્ડ સેન્ટરો, મિસાઈલ લોન્ચિંગ સાઇટ્સ અને એર ડિફેન્સ સિસ્ટમોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. તહેરાનમાં સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખોમિનીની કચેરીઓ નજીક મોટા વિસ્ફોટોની માહિતી મળી છે.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે તેમની માહિતી મુજબ સર્વોચ્ચ નેતા અને રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન બંને હાલ જીવિત છે. જોકે ઈરાનમાં લગભગ સંપૂર્ણ ઇન્ટરનેટ બંધ હોવાથી સંચાર વ્યવસ્થા ગંભીર રીતે પ્રભાવિત થઈ રહી છે.
ઈરાનના જવાબી હુમલાઓને કારણે કુવૈત, અબુ ધાબી અને દુબઈના એરપોર્ટ પર ભારે અવરોધ સર્જાયા છે. ઉપરાંત બહરીન, જોર્ડન અને સાઉદી અરેબિયામાં પણ ભારે ગોળીબાર અને ડ્રોન હુમલાઓ નોંધાયા છે.
અમદાવાદઃ ઇરાન અને અમેરિકા, ઇઝરાયેલ વચ્ચે વધતા તણાવ વચ્ચે સપ્તાહના પ્રારંભે એશિયાનાં બજારો નરમ ખૂલ્યાં હતાં. અમેરિકા અને ઇઝરાઇલની સંયુક્ત સૈન્ય કાર્યવાહી દરમિયાન ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખોમિની તથા અનેક ઉચ્ચ અધિકારીઓનાં મોત થયા હોવાની ખબરથી બજારમાં ગભરાટ ફેલાયો છે. આગળ પરિસ્થિતિ વધુ બગડી શકે તેવી આશંકાએ રોકાણકારોમાં ચિંતા વધી છે.
BSE સેન્સેક્સ ભારે ઘટાડા સાથે 78,543.73ના મથાળે ખૂલ્યો હતો. જ્યારે શુક્રવારે તે 81,287 પર બંધ થયો હતો. જોકે વેચાણો કપાતાં સેન્સેક્સ 1011.86 અંક અથવા 1.24 ટકા ઘટીને 80,275.33 પર ટ્રેડ થઈ રહ્યો હતો. એ જ રીતે, NSEનો નિફ્ટી-50 પણ ભારે ઘટાડા સાથે 24,659.25 પર ખૂલ્યો હતો. જોકે હાલ એ 269.30 પોઇન્ટ ઘટીને 24,909 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
વૈશ્વિક બજારો
એશિયાના શેરબજારોમાં પણ ભારે ઘટાડો નોંધાયો. જાપાનનો નિક્કી 225 અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ અનુક્રમે 2.7 ટકા અને 2.43 ટકા સુધી ઘટ્યા હતા. અમેરિકન શેરબજારના ફ્યુચર્સ રવિવારે એક ટકા કરતાં વધુ તૂટ્યા. અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યા બાદ આ ઘટાડો નોંધાયો. એસએન્ડપી 500 અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ બંને 1.11 ટકા નીચે આવ્યા હતા. એશિયન ટ્રેડિંગ દરમિયાન ડાઉ જોન્સ અને એસએન્ડપી 500ના ફ્યુચર્સ અનુક્રમે 0.6 ટકા અને 0.54 ટકા ઘટીને ટ્રેડ થયા હતા.
જોકે કોમોડિટી બજારમાં ક્રૂડના ભાવમાં તેજી જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ 13.76 ટકા ઊછળી 82.37 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યો હતો, જે જાન્યુઆરી, 2025 પછીનું સર્વોચ્ચ સ્તર છે.
રોકાણકારોના રૂ. 6 લાખ કરોડ ડૂબ્યા
બજારમાં ભારે ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિમાં લગભગ રૂ. છ લાખ કરોડનો ઘટાડો થયો. બીએસઇમાં સૂચિબદ્ધ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ઘટીને રૂ. 4,57,85,450 કરોડ રહ્યું હતું, જ્યારે શુક્રવારે બજાર બંધ સમયે તે રૂ. 46,325,200 કરોડ હતું. એટલે રોકાણકારોને અંદાજે રૂ. 5,39,750 કરોડનું નુકસાન થયું હતું.
આ સાથે ઇન્ડિયા VIXમાં લગભગ 18 ટકા જેટલો ઉછાળો નોંધાતાં રોકાણકારોની ચિંતા વધી. ઓપનિંગ બાદ તરત જ વોલેટિલિટી ઇન્ડેક્સ 16.20 સુધી પહોંચ્યો, જે બજારમાં અનિશ્ચિતતા અને ભયનું વાતાવરણ દર્શાવે છે. આવી પરિસ્થિતિમાં ટ્રેડર્સ અને રોકાણકારો માટે જોખમ અને તકો બંને એકસાથે દેખાઈ રહ્યા છે.
અંતઃકરણની શુદ્ધિ માત્ર ધાર્મિક અથવા આધ્યાત્મિક વિચાર નથી, પરંતુ સંચાલન અને માનવ વર્તનની આધારશિલા છે, અને ભગવદ્ ગીતા અધ્યાય 16માં દૈવી અને આસુરી ગુણોની જે સ્પષ્ટ ચર્ચા કરવામાં આવે છે, તે આજના કોર્પોરેટ અને સામાજિક જીવન માટે નૈતિક દિશાસૂચક બની જાય છે, કારણ કે આધુનિક યુગમાં સફળતા ઘણીવાર આંકડા, ગ્રાફ અને બજારહિસ્સા દ્વારા માપવામાં આવે છે, પરંતુ સફળતાની પાછળ રહેલા ઉદ્દેશ અને સાધનો પર ઓછું ધ્યાન આપવામાં આવે છે.
એક શુદ્ધ મન અને પવિત્ર ઉદ્દેશ વિના લેવાયેલા નિર્ણયો તરત પરિણામ આપી શકે છે, પરંતુ લાંબા ગાળે તે વિશ્વાસને ખંડિત કરે છે, અને જ્યાં વિશ્વાસ તૂટે છે, ત્યાં સંસ્થાની સંસ્કૃતિ પણ ધીમે ધીમે ખંડિત થવા લાગે છે.
આજના માનવ વર્તનમાં આપણે ઘણીવાર બાહ્ય છબી પર ભાર મૂકીએ છીએ, બ્રાન્ડ, પ્રોફાઇલ અને પ્રેઝન્ટેશનમાં પોતાની શ્રેષ્ઠતા દર્શાવીએ છીએ, પરંતુ આંતરિક મૂલ્યો, ઈમાનદારી અને સંવેદનશીલતા પર ઓછું કામ કરીએ છીએ, અને આ જ વિસંગતિ કાર્યસ્થળે તણાવ, અસંતોષ અને અસમાનતાને જન્મ આપે છે. ગીતા દૈવી ગુણોની વાત કરે છે, જેમ કે નિર્ભયતા, સંયમ, દાનભાવ અને કરુણા, તે માત્ર વ્યક્તિગત જીવનને નહીં, પરંતુ સંસ્થાની નીતિ અને નેતૃત્વને પણ માનવીય બનાવે છે.
કોર્પોરેટ જગતમાં જ્યારે લીડર પારદર્શકતા, ન્યાય અને જવાબદારીને પોતાની કાર્યશૈલીનો ભાગ બનાવે છે, ત્યારે કર્મચારીઓ માત્ર નિયમોનું પાલન નહીં, પરંતુ મૂલ્યોનું અનુસરણ કરે છે. આજના ઝડપી અને સ્પર્ધાત્મક વાતાવરણમાં ઘણીવાર “જે યોગ્ય છે” અને “જે લાભદાયક છે” વચ્ચે સંઘર્ષ થાય છે, અને અહીં અંતઃકરણની શુદ્ધિ જ સાચો માર્ગદર્શક બને છે. અંતે, એવી સંસ્થા જ લાંબા ગાળે ટકી શકે છે, જે નફા સાથે સાથે નૈતિકતાને પણ પોતાની વ્યૂહરચનાનો અવિભાજ્ય ભાગ બનાવે છે, કારણ કે શૂદ્ધ મનથી લીધેલા નિર્ણયો માત્ર સફળતા નહીં, પરંતુ સમાજમાં વિશ્વાસ અને માન પણ સર્જે છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે. કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમા ને મનમા રહ્યા કરે. સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે. ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે.મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે. આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે. બજારમાં અનુભવના આધારે નાનું કામકાજ કરવુ વધુ યોગ્ય છે. યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.
અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો. લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે. જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય. વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.
આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય. તમારા કામકાજમાં ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાની વૃતી રહે. ઘરમાં કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે. તમારા કામકાજમાં અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામાં થોડા ઉત્સાહી બનો. વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે. લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.
વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી. આર્થિકક્ષેત્રમાં થોડો ઉતર-ચઢાવ આવી શકે છે. સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે. કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે. લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે. બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય. તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાંય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું. વાહન ધીમે ચલાવવુ. મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય. પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.
સામાન્ય પરિસ્થિતિ જોવા મળે. ધીરજ રાખવી જરૂરી છે કેમ કે ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે. ક્યાંય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારી કે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ. બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય. ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે. તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાંય ગેરસમજ ના વર્તાય. બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનું થાય. અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય. તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.
કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો. સામાજિક કે ધાર્મિકકાર્યક્રમમાં તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે. કોઈક નવીનકામકાજ થાય તેવું પણ બની શકે છે. અણધાર્યા નાણાકીયખર્ચ થાય. તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય. કામકાજની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય. કોઈ જૂનીવાત કે કામ ક્યાંય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે. માર્કેટિંગક્ષેત્રમાં મહેનત પ્રમાણે ફળ મળે.
તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનું જે ફળ મળે તેનો સંતોષ રાખવો. મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુના કોઈ અટકેલા કામકાજમાં મહેનત કરોતો તેમાં પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય. બજારમા નાનું અને આયોજનપૂર્વકનુંજ કામ કરવુ ઇચ્છનીય છે. યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમાં વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.
વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય. કોઈ કામની બાબતમાં થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમાં તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો. ઘરમાં કે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ. વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.
જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમાં પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય. તમારી લાગણીની કદર થાય. કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે. તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનું ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવું પણ બની શકે છે. બજારના કામકાજમાં તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.
યુવાવર્ગને નાનીવાતમાં ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવું તે મુજબનું વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે. કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે. તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે. તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે. બજારના કામકાજમાં પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.
તમારા કામકાજમાં અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે. તમારા કામમાં ગણતરી અને મહેનતનાં પ્રમાણમા ઓછુફળ મળી શકે છે. લગ્નની માટેની વાતચીત ક્યાંય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવું કે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય. યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે. મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે. બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે. કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડું નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.
મિડલ ઈસ્ટમાં Israel, Iran અને United States વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષે સમગ્ર વિસ્તારમાં અસામાન્ય તણાવનું વાતાવરણ ઊભું કર્યું છે. પરિસ્થિતિ ઝડપથી વિસ્તરી રહી છે અને યુદ્ધ સમગ્ર મિડલ ઈસ્ટમાં ફેલાય તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી Narendra Modiએ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં Cabinet Committee on Security એટલે કે CCSની મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી 2 દિવસના વિદેશ પ્રવાસ બાદ આજે રાત્રે દિલ્હીમાં પહોંચશે અને ત્યારબાદ તેઓ CCS બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકનો મુખ્ય ફોકસ ઈઝરાયેલ, ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તાજા ઘટનાઓના વિકાસ અને UAE સહિત મિડલ ઈસ્ટના વિવિધ દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા પર રહેશે. ખાસ કરીને એર સ્પેસ બંધ થવાને કારણે હજારો ભારતીયો વિદેશમાં અટવાઈ ગયા હોવાની માહિતી સામે આવી છે.
આ બેઠકનું મહત્વ એટલા માટે પણ વધારે છે કે ઈરાનમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થી અને કામદારો હાજર છે. સરકારી આંકડા મુજબ ઈરાનમાં આશરે 10 હજાર ભારતીય નાગરિકો હાલ હાજર છે, જ્યારે સમગ્ર મિડલ ઈસ્ટ વિસ્તારમાં લગભગ 96 લાખ ભારતીયો રહે છે. હાલની પરિસ્થિતિમાં સુરક્ષા, એરલિફ્ટ અને રાજનૈતિક સમન્વય જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
ગત 25-26 January દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ઇઝરાયેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ઇઝરાયેલી સંસદમાં સંબોધન કર્યું હતું અને ભારત ઇઝરાયેલ સાથે મજબૂત રીતે ઉભું છે તેવો સંદેશ આપ્યો હતો. તેમને સ્ટેન્ડિંગ ઓવેશન પણ મળ્યું હતું. આ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે AI, defence, agriculture, energy અને cultural exchange સહિત કુલ 16 agreements પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવે છે.
હાલની પરિસ્થિતિમાં ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલામાં ઇરાનના સુપ્રીમ લીડર Ali Khameneiના મૃત્યુની માહિતી સામે આવી છે, જેના કારણે વિસ્તારનું તણાવ શિખરે પહોંચ્યું છે. ભારતે આ સમગ્ર ઘટનાક્રમ અંગે પોતાની ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં તમામ પક્ષોને સંયમ રાખવા અને દેશોની સંપ્રભુતાનો સન્માન કરવા અપીલ કરી છે.
વિદેશ પ્રધાન S. Jaishankarએ પણ ઇરાનના વિદેશ પ્રધાન Seyed Abbas Araghchi અને ઇઝરાયેલના વિદેશ પ્રધાન Gideon Sa’ar સાથે ફોન પર ચર્ચા કરી હતી. અરાઘચી સાથેની વાતચીત બાદ તેમણે જણાવ્યું કે ભારતે ઈરાન અને સમગ્ર વિસ્તારમાં થયેલા તાજા વિકાસ અંગે પોતાની ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ગિદેઓન સઆર સાથેની ચર્ચામાં ભારતે તણાવ ઘટાડવા માટે dialogue અને diplomacy પર ભાર મૂક્યો હતો.
આ ઉપરાંત ભારત સરકારે પોતાના નાગરિકો માટે નવી advisory પણ જાહેર કરી છે. લોકોને સાવચેતી રાખવા, સ્થાનિક સત્તાવાળાઓના નિર્દેશોનું પાલન કરવા અને ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવા અપીલ કરવામાં આવી છે. એર સ્પેસ બંધ હોવાના કારણે rescue operations માટે વૈકલ્પિક માર્ગો પર વિચારણા ચાલી રહી છે.
મિડલ ઈસ્ટમાં વધતા સૈન્ય તણાવ વચ્ચે પરિસ્થિતિ વધુ ગંભીર બનતી જઈ રહી છે. Iran, United States અને Israel વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે એક મોટો દાવો સામે આવ્યો છે. ઇરાની મીડિયા અનુસાર ‘Operation True Promise 4’ હેઠળ ઇરાનની સશસ્ત્ર દળોએ અમેરિકી-ઇઝરાયલી નિશાનો પર કાર્યવાહી કરી છે અને આ દરમિયાન અમેરિકાના એરક્રાફ્ટ કેરિયર USS Abraham Lincolnને 4 ballistic missileથી નિશાન બનાવાયો હોવાનું જણાવાયું છે.
ઇરાનની સરકારી સમાચાર એજન્સી Islamic Republic News Agency અને IRGCના ચોથા નિવેદનના હવાલાથી આ દાવો કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, આ કાર્યવાહી ‘Operation True Promise 4’ના ભાગરૂપે કરવામાં આવી હતી. ઇરાનનો દાવો છે કે અમેરિકી અને ઇઝરાયલી સૈન્ય ઠેકાણાઓ પર સમન્વિત હુમલા દરમિયાન આ યુદ્ધપોતને સીધું નિશાન બનાવવામાં આવ્યું. જોકે આ દાવા અંગે અમેરિકાની તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
જે યુદ્ધપોતને નિશાન બનાવવાનો દાવો થયો છે તે જ USS Abraham Lincolnનો ઉપયોગ અમેરિકાએ અગાઉ ઇરાન વિરુદ્ધ સૈન્ય કામગીરી માટે કર્યો હતો. આ કારણે આ હુમલાને પ્રતીકાત્મક અને વ્યૂહાત્મક બંને રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. મિડલ ઈસ્ટના જળપ્રદેશમાં અમેરિકી નૌકાદળની હાજરી લાંબા સમયથી વ્યૂહાત્મક સંતુલન માટે મહત્વપૂર્ણ રહી છે અને આવા દાવા તણાવને વધુ પ્રજ્વલિત કરી શકે છે.
ઇરાનના નિવેદનમાં જણાવાયું છે કે દેશ હવે સંઘર્ષના “new phase”માં પ્રવેશી ગયો છે. જમીન અને સમુદ્ર બંને મોરચા પર હુમલાઓ વધુ તેજ કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે. રવિવારે ખાડી વિસ્તારમાં પણ ઇરાન દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું છે. આ સમગ્ર અભિયાનને ઇરાન પોતાના સુપ્રીમ લીડર Ali Khameneiની મોતનો બદલો તરીકે રજૂ કરી રહ્યો છે.
સૈન્ય વિશ્લેષકોના મત અનુસાર, જો આવા હુમલાના દાવા સાચા સાબિત થાય તો મિડલ ઈસ્ટમાં વ્યાપક યુદ્ધની શક્યતાઓ વધી શકે છે. અમેરિકી એરક્રાફ્ટ કેરિયર પર ballistic missileથી હુમલો કરવો એક ગંભીર સૈન્ય ઘટના ગણાય છે, કારણ કે આવા યુદ્ધપોતો પ્રબળ વાયુ અને સમુદ્રી શક્તિનું પ્રતિક છે.
હાલમાં આંતરરાષ્ટ્રીય સમુદાય પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે. અમેરિકા તરફથી સત્તાવાર પુષ્ટિ ન મળતા દાવાની સાચી સ્થિતિ સ્પષ્ટ નથી, પરંતુ મિડલ ઈસ્ટમાં તણાવ સતત વધતો જઈ રહ્યો છે. જો આ સંઘર્ષ વધુ વિકસે તો તે વૈશ્વિક તેલ બજાર, શિપિંગ રૂટ્સ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર સીધી અસર કરી શકે છે.
આ સમગ્ર ઘટનાક્રમ બતાવે છે કે પ્રદેશમાં રાજકીય અને સૈન્ય સંતુલન ખૂબ જ નાજુક બની ગયું છે. આગામી દિવસોમાં અમેરિકા અને તેના સાથી દેશોની પ્રતિક્રિયા પર બધાની નજર રહેશે. જો સંવાદના માર્ગ ખુલ્યા નહીં તો આ ટકરાવ વધુ વિસ્તૃત યુદ્ધમાં પરિવર્તિત થઈ શકે છે.