Home Blog Page 2121

રાશિ ભવિષ્ય 25/01/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત થઈ શકે છે.


આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્યબાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાનદક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.


આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય.


આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.


આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.

સુવિચાર – ૨૫ જાન્યુઆરી, ૨૦૨૪

સુવિચાર – ૨૫ જાન્યુઆરી, ૨૦૨૪

સુવિચાર – ૨૪ જાન્યુઆરી ૨૦૨૫

સુવિચાર – ૦૪ એપ્રિલ, ૨૦૨૪

પંચાંગ 25/01/2024

૨૫ જાન્યુઆરી, ૨૦૨૪

૨૫ જાન્યુઆરી, ૨૦૨૪

IND vs ENG: ઇંગ્લેન્ડે ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસ પર છે. ઇંગ્લિશ ટીમને ભારતમાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે એટલે કે 25 જાન્યુઆરીને ગુરુવારથી ટેસ્ટ શ્રેણી શરૂ થશે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ હૈદરાબાદમાં રમાશે. ઈંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સે આ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ માટે સિનિયર ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને તેની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો નથી. પીચને ધ્યાનમાં રાખીને બેન સ્ટોક્સે અંતિમ અગિયારમાં બે સ્પિનરોનો સમાવેશ કર્યો છે. આ સિવાય હેરી બ્રુકની જગ્યાએ બેન ફોક્સને તક મળી છે.

 

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો જેક ક્રાઉલી અને બેન ડકેટ દાવની શરૂઆત કરશે. આ પછી ઓલી પોપ અને પછી અનુભવી બેટ્સમેન જો રૂટ રમતા જોવા મળશે. જોની બેયરસ્ટો પાંચમા નંબરે રમશે. જોકે તેની પાસે વિકેટકીપિંગની જવાબદારી રહેશે નહીં. આવી સ્થિતિમાં તે બેટ્સમેન તરીકે રમતા જોવા મળશે. ત્યારબાદ સ્ટોક્સ કેપ્ટન તરીકે આવશે. સ્ટોક્સ આ સમગ્ર શ્રેણીમાં છઠ્ઠા નંબર પર જ રમતા જોવા મળી શકે છે. આ પછી વિકેટકીપર બેન ફોક્સ રમશે. આ રીતે ઈંગ્લેન્ડની ટીમ સાત બેટ્સમેન સાથે પ્રથમ ટેસ્ટમાં ઉતરશે.

ઈંગ્લેન્ડની ટીમ ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરશે

હૈદરાબાદમાં રમાનારી પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લિશ ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ સ્પિનરોનો સમાવેશ કર્યો છે. તેમાં લેગ સ્પિનર ​​રેહાન અહેમદ, લેફ્ટ આર્મ ઓફ સ્પિનર ​​જેક લીચ અને યુવા ટોમ હાર્ટલીનો સમાવેશ થાય છે. ટોમ હાર્ટલી હૈદરાબાદમાં ડેબ્યૂ કરશે. આશ્ચર્યની વાત એ છે કે ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ માટે ફાસ્ટ બોલર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં માત્ર માર્ક વૂડનો સમાવેશ કર્યો છે. તેની સાથે બેન સ્ટોક્સ બીજા ફાસ્ટ બોલરની ભૂમિકા ભજવશે.

પ્રથમ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન

જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, જેક લીચ અને માર્ક વુડ.

25 જાન્યુઆરીએ CM યોજશે સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઓનલાઈન જન ફરિયાદ નિવારણનો જાન્યુઆરી મહિનાનો રાજ્ય કક્ષાનો ‘સ્વાગત’ કાર્યક્રમ તા.25 જાન્યુઆરીએ બપોરે 12:30 કલાકે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં સ્વર્ણિમ સંકુલ-2, મુખ્યમંત્રી જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે. આ રાજ્ય ‘સ્વાગત’માં રજૂઆત માટે અરજદારો પોતાની અરજી ગુરુવારે તા. 25મી જાન્યુઆરીએ સવારે 7:30 થી 10:00 કલાક દરમિયાન મુખ્યમંત્રીનું જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આપી શકશે.

દર મહિનાના ચોથા ગુરૂવારે મુખ્યમંત્રીનો રાજ્યકક્ષાનો ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સામાન્યતઃ બપોરે 3:00 કલાકે યોજાતો હોય છે. આગામી ગુરૂવાર, તા. ૨૫મી જાન્યુઆરીનો ‘સ્વાગત’ કાર્યક્રમ નિર્ધારીત સમયથી વહેલો એટલે કે બપોરે 12:30 કલાકે યોજાવાનો છે તેની સૌ સંબંધકર્તાઓને નોંધ લેવા મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ દ્વારા જણાવાયું છે.

દરભંગાથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી, ઈમરજન્સી જાહેર

બુધવારે સાંજે દિલ્હીના IGI એરપોર્ટ પર તૈનાત તમામ સુરક્ષા એજન્સીઓ અચાનક એક્શનમાં આવી ગઈ જ્યારે તેમને ફોન પર માહિતી મળી કે દરભંગાથી નવી દિલ્હીની ફ્લાઈટમાં બોમ્બ છે. બાદમાં આ માહિતી ખોટી નીકળી, ત્યારબાદ તેને ફેક કોલ જાહેર કરવામાં આવ્યો. બધુ બરાબર જણાયા બાદ સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આઈજીઆઈ પોલીસ સ્ટેશન હવે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે બોમ્બ વિશે નકલી માહિતી આપનાર વ્યક્તિ કોણ હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, કંટ્રોલ રૂમમાં કોલ કરીને માહિતી આપવામાં આવી હતી કે દરભંગાથી નવી દિલ્હી આવી રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટ (SG 8946)માં બોમ્બ છે. આ માહિતી બાદ એરપોર્ટ પરની તમામ એજન્સીઓને સાંજે 5.50 વાગ્યે સંપૂર્ણ એલર્ટ પર રહેવાની સૂચના આપવામાં આવી હતી. સાંજે 6.06 વાગ્યે પ્લેન લેન્ડ થતાં જ તમામ મુસાફરોને તરત જ નીચે ઉતારવામાં આવ્યા હતા. આ પછી પ્લેનને એવી જગ્યાએ લઈ જવામાં આવ્યું જ્યાં નજીકમાં અન્ય કોઈ પ્લેન નહોતા. અહીં પ્લેનની તલાશી લેવામાં આવી હતી. ઝીણવટભરી તપાસ બાદ માહિતી ખોટી હોવાનું બહાર આવ્યું હતું.

ભાજપ કરાવશે માત્ર 1 હજારમાં રામલલાના દર્શન, મળશે તમામ સુવિધાઓ

અયોધ્યામાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા એક દમ મસ્ત રીતે થઈ ગઈ છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિરને ભક્તો માટે ખોલી દેવામાં આવ્યું છે. રામલલાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ લાખો ભક્તોએ રામલલાના દર્શન કર્યા છે અત્યારે પણ અયોધ્યામાં લાખો રામ ભક્તો હાજર છે. ત્યારે હવે ભાજપે ‘શ્રી રામ જન્મભૂમિ દર્શન’ અભિયાન શરુ કરવાની જાહેરાત કરી છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે તેની શરૂઆત કરી છે. આ અંતર્ગત દરેક લોકસભામાંથી 6 હજાર શ્રદ્ધાળુઓને રામલલાના દર્શન માટે અયોધ્યા લઈ જવામાં આવશે. આ અભિયાન 25 માર્ચ સુધી ચાલશે.

ભાજપે 25 હજાર ભક્તો માટે રહેવાની વ્યવસ્થા કરી હતી

શ્રદ્ધાળુઓને માત્ર એક હજાર રૂપિયામાં અયોધ્યા યાત્રા, રહેવા, ભોજન અને દર્શનની સુવિધા આપવામાં આવી રહી છે. જો તમે પણ ભગવાન રામના દર્શન કરવા માંગતા હોવ તો માત્ર એક હજાર રૂપિયા ખર્ચીને આ સુવિધા મેળવી શકો છો. ભાજપે તેના તમામ સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ અને સંગઠનના વરિષ્ઠ અધિકારીઓને તેમના સંબંધિત મતવિસ્તારમાંથી એવા તમામ લોકોને અયોધ્યા લઈ જવાની વ્યવસ્થા કરવા માટે સૂચના આપી છે જેઓ ભગવાન રામના દર્શન કરવા ઈચ્છે છે. ભાજપે અયોધ્યામાં 25 હજાર શ્રદ્ધાળુઓના રહેવાની વ્યવસ્થા કરી છે. આ સ્થળોએ રામ ભજન, કીર્તન અને રામલીલા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે.

VHP પણ 5000 કાર્યકરોને દર્શન આપશે

ભાજપના એક નેતાના જણાવ્યા અનુસાર, 1 હજાર રૂપિયાની રકમ માત્ર એટલા માટે રાખવામાં આવી છે કે ભગવાન રામના દર્શન માટે માત્ર ગંભીર લોકો જ આ યોજનાનો લાભ લઈ શકે. દેશભરના તમામ રાજ્યોમાંથી રામભક્તોને અયોધ્યા લઈ જવાની અને તેમને દર્શન આપવાની તૈયારીઓ ચાલી રહી છે. વિશ્વ હિન્દુ પરિષદ તેના સ્તરે ભગવાન રામના દર્શન કરવા માટે લગભગ 5000 કાર્યકરોને અયોધ્યા લઈ જવાની યોજના બનાવી રહી છે.

ગુજરાત: સરકારી ભરતી માટે તૈયારી કરતા લોકો માટે ખાસ સમાચાર

ગુજરાતમાં સરકારી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા લોકો માટે ખાસ સમાચાર છે. જેમાં સરકારી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ એપ્રિલમાં યોજાશે નહિ. તેમાં ECIના ઈન્ટરનલ મેમોથી ચૂંટણીની સ્થિતિ સ્પષ્ટ છે. તથા લોકસભાની ચૂંટણીને લઈને સંભવિત સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે. રાજ્ય સરકારોને 16મી એપ્રિલ સુધીમાં તમામ પ્રકારના આયોજનો પૂર્ણ કરવા એક આંતરીક નોંધ પાઠવી છે. એપ્રિલ અને મે મહિનાના પ્રથમ પખવાડીયા દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થઈ શકે નહી.

ભારતના ચૂંટણી કમિશન- ECIએ દેશની તમામ રાજ્ય સરકારોને 16મી એપ્રિલ સુધીમાં તમામ પ્રકારના આયોજનો પૂર્ણ કરવા એક આંતરીક નોંધ પાઠવી છે. જેના કારણે આગામી લોકસભાની ચૂંટણીને લઈને સંભવિત સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે. આ સંજોગોમાં ગુજરાતમાં સરકારી ભરતીઓ અંતગર્ત માર્ચના મધ્યભાગથી શરૂ કરીને સમગ્ર એપ્રિલ અને મે મહિનાના પ્રથમ પખવાડીયા દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થઈ શકે નહી !

વર્ગ-3ના 20 વિવિધ સંવર્ગોની 4,304 જગ્યાઓ માટે ભરતી જાહેર

ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળે તાજેતરમાં વર્ગ-3ના 20 વિવિધ સંવર્ગોની 4,304 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. તદ્ઉપરાંત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પણ નવી ભરતીની જાહેરાત આવી રહી છે. આ બંને મોટી ભરતીઓ ઉપરાંત ગુજરાત જાહેર સેવા આયોગમાં પણ ભરતી પ્રક્રિયાઓમાં વિવિધ તબક્કે પરીક્ષાઓનું આયોજન થઈ રહ્યુ છે. આ તમામ સ્થિતિ વચ્ચે ECIએ રાજ્યોની સરકારોને 16મી એપ્રિલ પૂર્વે લોકસભા ચૂંટણી માટે સજ્જ થવાના ભાગરૂપ તમામ પ્રકારના કાર્યક્રમો અને પરીક્ષાઓના આયોજનો આખરી ઓપ આપવા વહીવટી તંત્રને તાકીદ કરવામાં આવી છે.